Tag: trading session

  • Market Wrap : ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી બજાર લપસ્યું; સેન્સેક્સ 377 પોઈન્ટ, નિફ્ટીમાં  20950નો કડાકો..

    Market Wrap : ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા પછી બજાર લપસ્યું; સેન્સેક્સ 377 પોઈન્ટ, નિફ્ટીમાં 20950નો કડાકો..

     News Continuous Bureau | Mumbai

    Market Wrap : કારોબારી સપ્તાહનું બીજું સત્ર એટલે કે આજનું ટ્રેડિંગ સેશન ( Trading session ) ભારતીય શેરબજાર ( Indian stock market ) માટે નિરાશાજનક સાબિત થયું છે. છેલ્લા ઘણા ટ્રેડિંગ સેશનમાં બજારમાં જે તેજી ચાલી રહી હતી તેના પર આજે બ્રેક લાગી છે. રોકાણકારો ( Investors ) દ્વારા પ્રોફિટ બુકિંગના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.સાથે જ બેન્કિંગ અને એનર્જી સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં ( stocks ) પણ ઘટાડો જોવા મળ્યો છે.

    માર્કેટની સ્થિતિ

    આજે BSE સેન્સેક્સ 377 પોઈન્ટ ઘટીને 69,551 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 91 પોઈન્ટના ઘટાડા સાથે 20,906 પોઈન્ટ પર બંધ થયો છે.

    ક્ષેત્રની સ્થિતિ

    આજના કારોબારમાં મેટલ્સ, મીડિયા અને જાહેર ક્ષેત્રની બેન્કોના સૂચકાંકોમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએમસીજી, રિયલ એસ્ટેટ, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઘટીને બંધ રહ્યા હતા. આજના કારોબારમાં મિડ કેપ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.. જ્યારે સ્મોલ કેપ શેરોમાં ખરીદારીથી ઈન્ડેક્સ વધારા સાથે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 12 શેર ઉછાળા સાથે અને 18 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 19 વધ્યા અને 31 નુકસાન સાથે બંધ થયા.

    આ સમાચાર પણ વાંચો : Delhi Metro Girl Suicide: મેટ્રો સ્ટેશનના પાટા પરથી કૂદવા જઈ રહી હતી યુવતી, પોલીસે આ રીતે બચાવી લીધી, જુઓ વીડિયો..

    માર્કેટ કેપમાં ઘટાડો

    માર્કેટમાં વેચવાલીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટકેપ રૂ. 350 લાખ કરોડથી નીચે સરકી ગયું છે. આજના વેપારમાં, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 349.80 લાખ કરોડ પર પહોંચી ગયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 351.11 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. આજના વેપારમાં માર્કેટ કેપમાં રૂ. 1.31 લાખ કરોડનો ઘટાડો થયો છે.

  • Closing Bell: ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સતત ત્રીજા સેશનમાં સેન્સેક્સ નિફટી ઉછાળા સાથે થયા બંધ.. રોકાણકારોને થઇ અધધ આટલા કરોડની કમાણી..

    Closing Bell: ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સતત ત્રીજા સેશનમાં સેન્સેક્સ નિફટી ઉછાળા સાથે થયા બંધ.. રોકાણકારોને થઇ અધધ આટલા કરોડની કમાણી..

    News Continuous Bureau | Mumbai

    Closing Bell: ભારતીય શેરબજારમાં ( Indian stock market ) આ સપ્તાહે સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં ( Trading session ) જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. બજારમાં સૌથી વધુ ઉછાળો IT, Energy અને FMCG શેરોમાં જોવા મળ્યો છે. આ સેક્ટરના શેરોના ભાવમાં બજાર ફરી એકવાર ઐતિહાસિક ઊંચાઈ પર બંધ થયું છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ ( Sensex )  358 પોઈન્ટના ઉછાળા સાથે 69,654 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ( NSE ) નિફ્ટી ( Nifty ) 82 પોઈન્ટના ઉછાળા સાથે 20,9378 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો છે.

    બજારમાં ક્ષેત્રની સ્થિતિ

    આજના કારોબારમાં સૌથી વધુ ઉછાળો આઈટી સેક્ટરના શેરો, એનર્જી શેરો અને એફએમસીજી સેક્ટરના ( FMCG sector ) શેરોમાં જોવા મળ્યો હતો. આ સિવાય મીડિયા, ઈન્ફ્રા, કોમોડિટી, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. જ્યારે હેલ્થકેર, ફાર્મા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને બેન્કિંગ શેરોના સૂચકાંકો ઘટાડા સાથે બંધ થયા છે. આજે ફરીથી મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 20 વધ્યા અને 10 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેર લાભ સાથે અને 20 નુકસાન સાથે બંધ થયા હતા.

    રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.5 લાખ કરોડનો વધારો થયો છે

    શેરબજારમાં સતત ત્રીજા દિવસે વધારો ચાલુ રહેતા BSEનું માર્કેટ કેપ રૂ. 349 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. આજના વેપારમાં, BSEનું માર્કેટ કેપ રૂ. 348.98 લાખ કરોડ હતું, જે અગાઉના સત્રમાં રૂ. 346.51 લાખ કરોડ હતું. આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.47 લાખ કરોડનો વધારો થયો છે. અને છેલ્લા ત્રણ દિવસમાં માર્કેટ કેપમાં રૂ. 11.50 લાખ કરોડનો વધારો થયો છે.

    આ સમાચાર પણ વાંચો : RBI Action: રિઝર્વ બેંકે કરી કડક કાર્યવાહી, મહારાષ્ટ્રની ‘આ’ બેંકનું લાઇસન્સ રદ, જાણો હવે ગ્રાહકોના પૈસાનું શું થશે?

    વધતા અને ઘટતા સ્ટોક

    આજના કારોબારમાં વિપ્રો 2.70 ટકા, ITC 2.36 ટકા, નેસ્લે 1.44 ટકા, TCS 1.40 ટકા, લાર્સન 1.35 ટકા, રિલાયન્સ 1.25 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે NTPC 1.56 ટકાના ઘટાડા સાથે, અલ્ટ્રાટેક સિમેન્ટ 1.36 ટકાના ઘટાડા સાથે, ICICI બેન્ક 1.06 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

  • Closing Bell: શેરબજાર ઉંધુ પટકાયું, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, સ શેર્સએ  રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા..

    Closing Bell: શેરબજાર ઉંધુ પટકાયું, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, સ શેર્સએ રોકાણકારોને રાતા પાણીએ રડાવ્યા..

    News Continuous Bureau | Mumbai 

    Closing Bell: ટ્રેડિંગ સેશનના ( trading session ) ચોથા દિવસે એટલે કે ગુરુવારે સ્થાનિક શેરબજારમાં ( stock market ) વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નબળા વૈશ્વિક સંકેતોને કારણે બજાર સતત છઠ્ઠા દિવસે લાલ નિશાનમાં બંધ થયું છે. આ સમયગાળા દરમિયાન, સેન્સેક્સ ( Sensex ) 900.91 (1.40%) પોઈન્ટ ઘટીને 63,148.15 ના સ્તરે બંધ થયો જ્યારે નિફ્ટી ( Nifty ) 264.91 (1.39%) ના સ્તરે નબળો પડ્યો અને 18,857.25 ના સ્તરે બંધ થયો. આ સમયગાળા દરમિયાન, M&M અને Paytmના શેરમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો.

    રોકાણકારોને ( investors )  3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું

    બજારના તીવ્ર ઘટાડાને કારણે આજે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું. એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 25 ઓક્ટોબર 2023ના રોજ, BSE પર સૂચિબદ્ધ તમામ શેરોની કુલ માર્કેટ કેપ રૂ. 309.22 લાખ કરોડ હતી. આજે એટલે કે 26 ઓક્ટોબર 2023ના રોજ તે ઘટીને 306.32 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. મતલબ કે આજે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.9 લાખ કરોડનો ઘટાડો થયો છે.

    સેન્સેક્સના માત્ર 5 શેર જ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા

    સેન્સેક્સમાં 30 શેર લિસ્ટેડ છે જેમાંથી આજે માત્ર 5 જ ગ્રીન ઝોનમાં બંધ થયા છે. આમાં પણ માત્ર એક્સિસ બેંકમાં 1 ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. બીજી તરફ એમએન્ડએમ, બજાજ ફાઇનાન્સ અને એશિયન પેઇન્ટમાં આજે સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.

    આ સમાચાર પણ વાંચો :  PM Modi Shirdi Visit : PM મોદી મહારાષ્ટ્રના પ્રવાસે, શિરડીના સાંઈબાબા ના ચરણમાં થયા નતમસ્તક.. જુઓ વિડીયો..

    ગુરુવારે બજારમાં બેન્કિંગ, ફાઇનાન્સિયલ, ઓટો અને મેટલ સેક્ટરના શેર્સમાં સૌથી વધુ વેચવાલી જોવા મળી હતી. આ પહેલા બુધવારે સેન્સેક્સ 522 પોઈન્ટ ઘટીને 64,049 પર બંધ થયો હતો. ઘણા કારણોસર સ્થાનિક શેરબજારમાં વેચવાલીનું વર્ચસ્વ હતું. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે પણ બજારમાં નકારાત્મક દૃષ્ટિકોણ ઉમેર્યો હતો. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારો થતાં તે પાંચ ટકાની નજીક પહોંચી ગયો છે. તે જ સમયે, ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો અને 106.5 ને પાર કરી ગયો. આ કારણે ભારતીય બજારમાં FIIએ ભારે વેચવાલી કરી હતી. ઘણા મોટા શેરો પર તેનું દબાણ જોવા મળ્યું હતું.

  • Market wrap :ઈઝરાયેલ-હમાસ યુદ્ધથી ઉંધા માથે પટકાયું શેરબજાર, મોટા કડાકા સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, આ શેરોમાં રોકાણકારો ધોવાયા

    Market wrap :ઈઝરાયેલ-હમાસ યુદ્ધથી ઉંધા માથે પટકાયું શેરબજાર, મોટા કડાકા સાથે બંધ થયા સેન્સેક્સ-નિફ્ટી, આ શેરોમાં રોકાણકારો ધોવાયા

    News Continuous Bureau | Mumbai 

    Market wrap : ઇઝરાયેલ ( Israel ) અને હમાસ ( Hamas ) વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ( War ) ભારતીય શેરબજારમાં ( Indian stock market ) હલચલ મચાવી દીધી છે. યુદ્ધની ચિંતા અને કોમોડિટીના ભાવમાં વધારો થવાની આશંકા વચ્ચે વૈશ્વિક બજારમાં ( global market ) ઘટાડાને પગલે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ( trading session ) ભારતીય બજાર ( Indian market ) મોટા ઘટાડા સાથે બંધ થયું છે.

    આજે BSE સેન્સેક્સ 483 પોઈન્ટના ઘટાડા સાથે 65,512 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ( National Stock Exchange ) 141 પોઈન્ટના ઘટાડા સાથે 19,512 પોઈન્ટ પર બંધ રહ્યો છે.

    ક્ષેત્રની સ્થિતિ

    આજના કારોબારમાં બજારમાં તમામ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સવારથી લીલા નિશાનમાં ટ્રેડ કરી રહેલો આઈટી ઈન્ડેક્સ પણ નીચે સરકી ગયો હતો. આજના કારોબારમાં બેન્કિંગ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, ઓટો, આઈટી, ફાર્મા, હેલ્થકેર, મીડિયા, મેટલ્સ સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે. મિડ કેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી મિડ કેપ 1.34 ટકાના ઘટાડા સાથે 39,744 પોઇન્ટ અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 1.78 ટકાના ઘટાડા સાથે 12,609 પોઇન્ટ પર બંધ રહ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 3 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 27 શેરો ઘટાડા સાથે બંધ થયા છે. જ્યારે નિફ્ટીના 50 શૅરમાંથી 7 શૅર લાભ સાથે અને 43 શૅર નુકસાન સાથે બંધ થયા હતા.

     આ સમાચાર પણ વાંચો: Digilockers : મુંબઈમાં મધ્ય રેલવેના આ સ્ટેશનો પર ઉપલબ્ધ છે ડિજિ લોકર સુવિધા, જાણો કેવી રીતે કરી ઉપયોગ..

    BSE માર્કેટ કેપમાં મોટો ઘટાડો

    આજના વેપારમાં BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં મોટો ઘટાડો થયો છે. BSE માર્કેટ કેપ રૂ. 316.05 લાખ કરોડ હતું જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 319.86 લાખ કરોડ હતું. મતલબ કે આજના વેપારમાં રોકાણકારોની સંપત્તિમાં 3.81 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે.

    વધતા અને ઘટતા શેર

    આજના વેપારમાં ડૉ. રેડ્ડીઝના શેર 1.29 ટકા, એચસીએલ ટેક 0.96 ટકા, ટાટા કન્ઝ્યુમર 0.67 ટકા, એચયુએલ 0.48 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે અદાણી પોર્ટ્સ 4.90 ટકા, હીરો મોટોકોર્પ 2.73 ટકા, HDFC લાઇફ 2.50 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

  • પહેલા જ દિવસે શેર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફટી પણ..

    પહેલા જ દિવસે શેર બજાર ભારે ઘટાડા સાથે બંધ થયું, સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ તૂટ્યો, નિફટી પણ..

    આજે ભારતીય શેર માર્કેટની શરૂઆત અપટ્રેન્ડ સાથે થઈ હતી પરંતુ ટ્રેડિંગ સેશન જેમ જેમ આગળ વધતું ગયું તેમ તેમ માર્કેટમાં વોલેટિલિટી વધી અને અંતે માર્કેટમાં ઘટાડો થયો. આજના કારોબારમાં સેન્સેક્સ, નિફ્ટી 1.5% થી વધુ ઘટીને બંધ થયા છે. નિફ્ટી 5 મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો છે, જ્યારે BSE પર તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વેચવાલીનું વર્ચસ્વ હતું.

    આજના કારોબારમાં ઈન્ફ્રા, આઈટી, એફએમસીજી શેરોમાં દબાણ જોવા મળ્યું. મેટલ, ફાર્મા, એનર્જી, બેન્કિંગ, ઓટો, રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી. સ્મોલ-કેપ શેરોમાં પણ આજે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ આજે 1.82 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.08 ટકા ઘટીને બંધ રહ્યો હતો. બીજી તરફ વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સમાં આજે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

    આજે કારોબારના અંતે સેન્સેક્સ 897.28 પોઈન્ટ એટલે કે 1.52 ટકાના ઘટાડા સાથે 58,237.85 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 258.60 પોઈન્ટ્સ અથવા 1.49 ટકાના ઘટાડા સાથે 17,154.30 પર બંધ રહ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  કામના સમાચાર.. આ તારીખ પહેલા તમારા PAN ને આધાર સાથે લિંક કરો, નહીં તો આવશે સમસ્યા.. જાણો સરળ રીત

    ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ અને આઈશર મોટર્સ આજના કારોબારમાં ટોચના નિફ્ટી ગુમાવનારા હતા. જ્યારે ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, ઓએનજીસી અને એચયુએલ ટોચના નિફ્ટી ગેઇનર્સ હતા.

  • રોકાણકારોની દિવાળી સુધરી- સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજાર મોજમાં- સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાને બંધ

    રોકાણકારોની દિવાળી સુધરી- સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજાર મોજમાં- સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાને બંધ

    News Continuous Bureau | Mumbai

    કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં(Share market) જોરદાર ખરીદી જોવા મળી છે. 

    સેન્સેક્સ(Sensex)  491.01 પોઇન્ટ વધીને 58,410.98 સ્તર પર  અને નિફ્ટી(Nifty) 126.10 પોઇન્ટ વધીને 17,311.80 ના સ્તર પર બંધ થયું છે.

    આજે બજારમાં બેન્કિંગ સેક્ટરમાં(banking sector) સારી તેજી જોવા મળી છે. 

    આજના દિવસનો ટોપ ગેઈનર(Top gainer) શેર(Share) એસબીઆઈ(CBI) રહ્યો છે. જે 3 ટકાથી વધુ તેજી સાથે 543ના સ્તરે બંધ થયો છે.

    આ સમાચાર પણ વાંચો : તહેવાર ટાણે જ મોંઘવારીનો વધુ એક માર- દેશની આ જાણીતી ડેરીએ ચૂપચાપ વધારી દીધા દૂધના ભાવ- જાણો કેટલો થયો દૂઘની થેલીનો ભાવ 

  • સોનાના ભાવમાં થશે વધારો- તહેવારોની સિઝનમાં ખરીદી પર નહીં પડે અસર- રૂપિયો પહેલીવાર 82ની પાર થયો બંધ

    સોનાના ભાવમાં થશે વધારો- તહેવારોની સિઝનમાં ખરીદી પર નહીં પડે અસર- રૂપિયો પહેલીવાર 82ની પાર થયો બંધ

    News Continuous Bureau | Mumbai

    એક અનુમાન અનુસાર પીળી ધાતુની કિંમત(Yellow metal price) 2020 ની તુલનામાં લગભગ 3,000 ઓછી રહેશે. તે સમયે સોનું(Gold) 56,000ના સ્તરે હતું. આ સિવાય ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોની સિઝનમાં(festive season) લોકો સોનાની ખરીદીને(buying gold) શુકન માને છે. આ કારણોસર, ખરીદી પર વધુ અસર થશે નહીં.

    ગત 5 ટ્રેડિંગ સેશનમાં(trading session) તેજી બાદ આગામી દિવસોમાં સોનાના ભાવમાં(price of gold) વધુ વધારો થવાની શક્યતા છે. તેનું મુખ્ય કારણ સોનાની ઓછી આયાત સિવાય ચીન અને તુર્કી છે. જોકે, કિંમતોમાં વધારો તહેવારોની સિઝનમાં સોનાની ખરીદી પર અસર કરશે નહીં. હકીકતમાં, ICBC સ્ટાન્ડર્ડ બેંક, જેપી મોર્ગન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક(JP Morgan and Standard Chartered Bank) ભારતમાં મોટાભાગનું સોનું સપ્લાય કરે છે. તેઓ તહેવારોની સિઝનમાં વધુ સોનું માંગે છે અને પોતાની પાસે રાખે છે. જો કે, ઓછા પ્રીમિયમને કારણે આ બેંકો ભારતના સોનાના પુરવઠામાં(gold supply) ઘટાડો કરી રહી છે. તેઓ ચીન અને તુર્કીને(China and Turkey) ઉંચી કિંમતે સોનું વેચી રહ્યા છે.

    આવી સ્થિતિમાં તહેવારોની સિઝનમાં દેશમાં સોનાની અછતને કારણે કિંમતો વધી શકે છે. કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું કે, પુરવઠામાં ઘટાડો અને આયાતમાં ઘટાડાથી દિવાળી સુધીમાં સોનાના ભાવ વધીને 53,000 સુધી પહોંચી શકે છે જે હાલમાં 52,000 છે.

    આમ છતાં, પીળી ધાતુની કિંમત 2020 ની તુલનામાં લગભગ 3,000 ઓછી રહેશે. તે સમયે સોનું 56,000ના સ્તરે હતું. આ સિવાય ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોની સિઝનમાં લોકો સોનાની ખરીદીને શુકન માને છે. આ કારણોસર, ખરીદી પર વધુ અસર થશે નહીં.

    આ સમાચાર પણ વાંચો : Online Sale- ગમે તેટલો વિરોધ કરો પણ લોકોને ઓનલાઈન ખરીદી જ પસંદ છે- સાત દિવસમાં 40000 કરોડનું ઓનલાઈન વેચાણ થયું- દર મિનીટે 1000 મોબાઈલનું વેચાણ- જાણો વિગતો અહીં

    કિંમતો વધારવામાં ચીન-તુર્કીની ભૂમિકા

    આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક(International benchmarks) કિંમત સામે ભારતમાં સોનાનું પ્રીમિયમ(Gold premium) ઘટીને માત્ર એકથી બે ડોલર થયું છે, જે ગયા વર્ષે તહેવારોની સિઝનમાં 4 ડોલર હતું. આ બેંકોને ચીનમાં 20 થી 45 ડોલર સુધીનું પ્રીમિયમ મળી રહ્યું છે. તુર્કીમાં 80 ડોલર સુધીનું પ્રીમિયમ ઉપલબ્ધ છે. એક બેંક અધિકારીનું કહેવું છે કે બેંકો સોનું ત્યારે જ વેચશે જ્યાં તેમને વધુ કિંમત મળશે. અત્યારે ચીન અને તુર્કી વધારે પ્રીમિયમ ચૂકવી રહ્યા છે.

    આયાતમાં 30 ટકાનો ઘટાડો થયો છે

    સપ્ટેમ્બરમાં ભારતમાં સોનાની આયાતમાં 30%નો ઘટાડો થયો છે. તેનાથી વિપરીત, તુર્કીમાં આયાત 543 % અને ચીનમાં 40 % વધી છે. કેડિયાએ કહ્યું કે, ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં સામાન્ય રીતે સોનાની ઊંચી આયાત થાય છે. ગત વર્ષે સમાન ત્રિમાસિક ગાળામાં લગભગ 1,000 ટન સોનાની આયાત કરવામાં આવી હતી, પરંતુ આ વખતે આયાત ઘટી છે.

    બેંકો પાસે પણ 10% ઓછી અનામત છે

    સૂત્રોનું કહેવું છે કે ભારતની મોટાભાગની ગોલ્ડ સપ્લાય બેંકો પાસે એક વર્ષ પહેલા કરતા આ વખતે 10 % ઓછો અનામત છે. મુંબઈના એક વેપારીએ કહ્યું કે, આ સમયે સ્ટોકમાં કેટલાય ટન સોનાની જરૂર હતી, પરંતુ તે માત્ર કેટલાક કિલોમાં જ છે.

    સોનું 497 રૂપિયા મોંઘુ, ચાંદી સસ્તી

    દિલ્હી બુલિયન માર્કેટમાં(Delhi Bullion Market) ગુરુવારે સોનું 497 રૂપિયા વધીને 52,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. રૂપિયો નબળો પડવાથી અને વૈશ્વિક બજારમાં (global market) કિંમતી ધાતુઓના ભાવમાં વધારાને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં વધારો થયો છે. જોકે, ચાંદી 80 રૂપિયા સસ્તી થઈને 61,605 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.

    આ સમાચાર પણ વાંચો : ડોલરની વધી ઊંચાઈ – રૂપિયો આટલા પૈસા ગગડીને રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો – જાણો આંકડા

    HDFC સિક્યોરિટીઝના દિલીપ પરમારે જણાવ્યું હતું કે, કોમેક્સમાં સોનાના ભાવમાં વધારો થયો છે. તહેવારોની માંગ અને ઓછા પુરવઠાને કારણે સ્થાનિક સોનાના ભાવમાં વધારો થયો છે.

    વૈશ્વિક બજારમાં સોનું 1,722.6 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી 20.68 ડોલર પ્રતિ ઔંસ હતી.

    રૂપિયો પ્રથમ વખત 82ની ઉપર બંધ થયો છે

    ક્રૂડ ઓઈલના ભાવમાં(crude oil prices) વધારો અને વિદેશી બજારમાં અમેરિકી ચલણ(US currency) મજબૂત થવાને કારણે ગુરુવારે રૂપિયો ડોલર સામે 55 પૈસા ઘટીને 82.17ની સર્વકાલીન નીચી સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલીવાર છે જ્યારે રૂપિયો 82ની ઉપર બંધ થયો છે.

    તેલ આયાતકારો તરફથી ડોલરની ભારે માંગ અને ફેડરલ રિઝર્વ (Federal Reserve) દ્વારા વ્યાજદરમાં વધુ વધારાની આશંકાએ સ્થાનિક ચલણ પર દબાણ ઉમેર્યું હતું. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં(interbank foreign exchange market) રૂપિયો 81.52ના સકારાત્મક સ્તરે ખુલ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો : Airtel 5G Plus- આઠ શહેરમાં થયું લૉન્ચ- પ્લાનની શરૂઆતની કિંમત 249 રૂપિયા

  • સોનાના ભાવની સમીક્ષા- સોનાના ભાવમાં રૂ 1801નો ઉછાળો- દિવાળી સુધી સોનું મોંઘુ થઈ શકે છે

    સોનાના ભાવની સમીક્ષા- સોનાના ભાવમાં રૂ 1801નો ઉછાળો- દિવાળી સુધી સોનું મોંઘુ થઈ શકે છે

    News Continuous Bureau | Mumbai

    બુલિયન માર્કેટમાં(Bullion Market) છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં(trading session) સોનું લગભગ 1800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. તહેવારોની સિઝનમાં(festive season) સોનું ખરીદવાનું પ્લાનિંગ કરનારાઓને આંચકો લાગ્યો છે.

    બુલિયન માર્કેટમાં છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં સોનું લગભગ 1800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. તહેવારોની સિઝનમાં સોનું ખરીદવાનું વિચારી રહેલા લોકો માટે આ ખરાબ સમાચાર છે. નિષ્ણાતોના મતે ધનતેરસ અને દિવાળી(Dhanteras and Diwali) સુધી સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે.

    સ્મોલકેસના સ્થાપક(Founder of Smallcase) દિવમ શર્માનું(Divam Sharma) કહેવું છે કે સોનાના ભાવ આર્થિક વૃદ્ધિ(economic growth), ફુગાવો, ડોલર ઇન્ડેક્સ(Dollar Index) અને ઉચ્ચ બોન્ડ યીલ્ડ(Bond Yield) પર આધાર રાખે છે. તહેવારોની સિઝનની સોનાના ભાવ પર કોઈ અસર જોવા મળતી નથી. બીજી તરફ, HDFC સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ દિલીપ પરમારે જણાવ્યું હતું કે, "US સિક્યોરિટીઝ યીલ્ડ અને ડૉલર ઇન્ડેક્સમાં સતત ઘટાડાને પગલે કોમોડિટી માર્કેટ (COMEX)માં સોનું વધ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો :મુકેશ અંબાણી અને તેમના પરિવારને ધમકી આપનાર શખ્સ આ રાજ્યમાંથી ઝડપાયો- મોબાઈલ પણ જપ્ત કર્યો

    પાંચ દિવસમાં સોનું વધુ શુદ્ધ બન્યું

    IBJA પર આપવામાં આવેલા તાજેતરના દરો અનુસાર, મંગળવારે સોનાના ભાવમાં રૂ. 899નો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ચાંદીનો હાજર ભાવ રૂ.3717 વધી રૂ.61034 પ્રતિ કિલોએ બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે મંગળવારે સવારે સોનાની કિંમત 782 રૂપિયા મોંઘી થઈને 51169 રૂપિયા પર ખુલી હતી, જ્યારે ચાંદી 3827 રૂપિયા મોંઘી થઈને 61,144 રૂપિયા પર ખુલી હતી. મંગળવારે 24 કેરેટ સોનું 51286 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં સોનું 49368 રૂપિયાથી 1801 રૂપિયા વધીને 51169 રૂપિયા થઈ ગયું છે.

    ભાવ વધશે

    મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસના(Motilal Oswal Financial Services) કોમોડિટી રિસર્ચના સિનિયર વીપી નવનીત દામાણીના જણાવ્યા અનુસાર, ફેડ દ્વારા વ્યાજદરના આક્રમક વલણ, ડૉલરમાં અસ્થિરતા અને બોન્ડ યીલ્ડમાં અસ્થિરતાને કારણે થોડા દિવસો પહેલા સુધી સોનું નકારાત્મક બન્યું હતું. હવે સ્થાનિક મોરચે, સામાન્ય રીતે તહેવારો અને લગ્નની સીઝન દરમિયાન સોનાની માંગ વધી રહી છે. મજબૂત પ્રતિકાર રૂ. 5250ના સ્તરની નજીક મર્યાદિત રહેવાની શક્યતા છે. સોના બાદ ચાંદીમાં 61,500 – 62,000ના સ્તરને સ્પર્શવાની સંભાવના છે.

     

  • શેર માર્કેટ ઉંધા માથે પટકાયું- સેન્સેક્સ 1021 પોઈન્ટ તૂટતાં રોકાણકારોના અધધ- આટલા લાખ કરોડ રૂપિયા સ્વાહા-નિફ્ટી પણ ડાઉન

    શેર માર્કેટ ઉંધા માથે પટકાયું- સેન્સેક્સ 1021 પોઈન્ટ તૂટતાં રોકાણકારોના અધધ- આટલા લાખ કરોડ રૂપિયા સ્વાહા-નિફ્ટી પણ ડાઉન

    News Continuous Bureau | Mumbai

    કારોબારી સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે(trading day) ભારતીય શેરબજાર (Indian stock market) મોટા કડાકા સાથે બંધ થયું છે.

    સેન્સેક્સ(Sensex) 1020.80 અંક તૂટીને 58098.92 અને નિફ્ટી(Nifty) 302 અંક તૂટીને 17,327 સ્તર પર બંધ થયો છે.

    આ ઘટાડાના પગલે રોકાણકારોને(investors) 4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

    શેરબજારમાં(Sharemarket) ઘટાડા પાછળ બેન્કિંગ અને IT સેક્ટરના(banking and IT sector) સ્ટોક્સનો(stocks) મોટો હાથ છે. જેમાં સૌથી વધુ વેચવાલી મળી છે

     આ સમાચાર પણ વાંચો : અરરર- આ પાંચ ઉદ્યોગોમાં સરકારને 2-60 લાખ કરોડના ગેરકાયદે કારોબારને કારણે 58521 કરોડનું નુકસાન- 16 લાખ લોકોએ નોકરી ગુમાવી- જાણો યોંકાવનારી વિગતો

  • શેરબજારમાં બ્લેક ફ્રાઇડે-સેન્સેક્સ-નિફટીમાં મોટો કડાકો- મંદીમાં પણ આ કંપનીના શેરોએ રોકાણકારોને કર્યા માલામાલ 

    શેરબજારમાં બ્લેક ફ્રાઇડે-સેન્સેક્સ-નિફટીમાં મોટો કડાકો- મંદીમાં પણ આ કંપનીના શેરોએ રોકાણકારોને કર્યા માલામાલ 

    News Continuous Bureau | Mumbai

    ભારતીય શેરબજારમાં(Indian stock market) આજે પણ સતત ત્રીજા દિવસે વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે. 

    સેન્સેક્સ(Sensex) 900.73 પોઇન્ટ ઘટીને 58,218.99 સ્તર પર અને નિફટી(Nifty) 262.90 પોઇન્ટ ઘટીને 17,366.90 સ્તર પર ટ્રેડ(Trade) કરી રહ્યો છે.

    આ સાથે નિફ્ટી મિડકેપ(Nifty Midcap)અને સ્મોલકેપ બેન્ચમાર્ક અનુક્રમે(Smallcap Benchmark) 1.4% અને 1.3% સુધી ઘટ્યા છે.

    જોકે વેચવાલી માહોલમાં પણ ફાર્મા અને સ્વાસ્થ્ય સેવાઓ(Pharma and Health Services) સંબંધિત કંપનીઓના શેરમાં સૌથી વધુ ખરીદદારી જોવા મળી રહી છે

     આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો નવો બોમ્બ ફુટશે- ડોલર સામે રૂપિયો ફરી ધડામ, માર્કેટ ખુલતા જ આટલા પૈસા ગગડ્યો