• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - traffic department
Tag:

traffic department

રાજ્ય

મહારાષ્ટ્રના મંત્રીઓ ટ્રાફિક ના કાયદા તોડવામાં અવ્વલ. ઉપમુખ્યમંત્રીથી માંડીને તમામ પાર્ટીના નેતાઓ દંડાયા. જાણો દરેકની દંડની રકમ. 

by Dr. Mayur Parikh April 30, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બીજાને સુફિયાણી સલાહ આપવામાં હંમેશા આગળ રહેતા અને ટીવી પર છવાયેલા રાજકારણીઓ મહારાષ્ટ્રમાં(Maharashtra) દંડાઈ રહ્યાં છે. ટ્રાફિક વિભાગના નિયમોનું(Traffic rules) ઉલ્લંઘન કરવામાં તેઓ મોખરે છે. મીડિયામાં આવેલી માહિતી અનુસાર ટ્રાફિકના નિયમો તોડવા બદલ અનેક નેતાઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

• રાજ્યના ઉપમુખ્યમંત્રી(Deputy CM) અજિત પવારે(Ajit pawar) ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી તેમણે ૨૭ હજારનો દંડ ભર્યો છે. 

• ભાજપના(BJP) પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ(Chandra kant patil) પાસે દંડના સર્વાધિક ૧૪,૨૦૦ રુપિયા બાકી છે. 

• ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલને(Dilip walse patil) ૫,૨૦૦ નોં દંડ થયો છે.

• રાજ્યમંત્રી દત્તાત્રય ભરણેને(Dattatray  Bharne)ટ્રાફિકના નિયમ તોડવા બદ્દલ ૬૦૦ રુપિયાનો દંડ કરાયો છે.

• આ ઉપરાંત અન્ય નેતાઓના દંડના આંકડા બહાર આવવાના બાકી છે.

આ સમાચાર પણ વાંચો :  વધુ એક શિવસેનાની સાંસદ ઈ.ડી. માં સપડાઈ. જાહેર થયા સમન્સ. જાણો વિગતે

April 30, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

દિલ્હીની પાર્કિંગની સિસ્ટમ હવે મુંબઈમાં? આ વિસ્તારમાં 13 જગ્યાએ ઓડ ઈવન પદ્ધતી પાર્કિંગ પોલિસી અમલમાં મૂકાશે… જાણો વિગતે

by Dr. Mayur Parikh March 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

મુંબઈના હાઈફાઈ વિસ્તાર ગણાતા બાંદરા-ખારમાં ટ્રાફિકની ભારે સમસ્યા રહે છે. તેમા પણ અમુક વિસ્તારમાં સાંકડા રસ્તા હોવાની સાથે જ રસ્તા પર બંને દિશામાં વાહનો પાર્ક કરેલા હોય છે. તેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બની રહી છે, તેથી તેનો નિકાલ લાવવા માટે ટ્રાફિક ડિપાર્ટમેન્ટે અહીં ઓડ અને ઈવન (સમાન અને વિષમ) પાર્કિગ પોલીસી અમલમાં મૂકી છે.

ટ્રાફિક વિભાગે બહાર પાડેલા નવી સૂચના મુજબ બાંદરા-ખારના 13 રસ્તાઓ પર આ પોલિસી લાગુ કરવામાં આવી છે.
સિસ્ટમ મુજબ, જ્યારે કેલેન્ડર તારીખ ઈવન હશે ત્યારે  રસ્તાની પૂર્વ બાજુએ પાર્કિંગની મંજૂરી આપવામાં આવશે, જ્યારે તારીખ ઓડ હશે ત્યારે પશ્ચિમ બાજુએ પાર્કિંગ મંજૂરી આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મુંબઈના મહિલા પોલીસકર્મીઓને મોટી ભેટ, ફરજ ડ્યૂટીના સમયમાં કરાયો ઘટાડો.. હવે આટલા કલાક કરવી પડશે ડ્યુટી…

દરમિયાન, વાહનોની અવરજવરને સરળ બનાવવા માટે ચાર રસ્તાઓને વન-વે કરવામાં આવ્યા છે.
ટ્રાફિક વિભાગની સૂચના મુજબ માઉન્ટ મેરી રોડ પર માઉન્ટ મેરી ચર્ચથી કેન રોડ સાથેના તેના જંકશન સુધી નો પાર્કિંગ ઝોનની પણ જાહેરાત કરવામાં આવી છે.

March 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

લોકઅદાલતની તમ્બી એવી વાગી કે કાયદા તોડનારા વાહનચાલકો સીધા લાઇન પર આવી ગયા, માત્ર દસ દિવસમાં આટલા કરોડનો દંડ વસૂલાયો

by Dr. Mayur Parikh September 24, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 24 સપ્ટેમ્બર, 2021

શુક્રવાર

ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો દંડની રકમ ભરવામાં ગલ્લાંતલ્લાં કરી રહ્યા હતા, પરંતુ લોકઅદાલતમાં હાજર રહેવાના ડરે 10 દિવસમાં 5.5 કરોડ રૂપિયાનો દંડ રાજ્યના ટ્રાફિક ડિપાર્ટમેન્ટમાં જમા થઈ ગયો છે. એમાં પણ સૌથી વધુ દંડની રકમ મુંબઈના વાહનચાલકોએ ચૂકવી છે. આ દંડની રકમ 3.6 કરોડ રૂપિયા છે. લાંબા સમયથી ટ્રાફિક ચલનની રકમ નહીં ચૂકવવાના સંદર્ભમાં શનિવારે મુંબઈમાં પહેલી લોકઅદાલત યોજાવાની છે.

મહારાષ્ટ્રમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકોને દંડની રકમ મેન્યુઅલી ફટકારવાને બદલે 2019ની સાલથી ઈ-ચલન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ મહિનાની શરૂઆત સુધીમાં બાકી રહેલી દંડની રકમ 1,124 કરોડ રૂપિયા છે.

વાહનચાલકો દ્વારા દંડની રકમ ભરવામાં આવતી નથી. એથી ઍડિશનલ ડાયરેકટર જનરલ ઑફ પોલીસ દ્વારા રાજ્યની લીગલ સર્વિસ ઑથૉરિટી અને ત્યાર બાદ હાઈ કોર્ટના દરવાજા ખટખટાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાકી રહેલી ઈ-ચલનની રકમનો મુદ્દો લોકઅદાલતમાં ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્યના ટ્રાફિક ડિપાર્ટમેન્ટે છેલ્લા 6 મહિનાથી 1,000 રૂપિયાથી વધુ રકમનો દંડ ચૂકવ્યો ન હોય એવા ડિફોલ્ટર વાહનચાલકોની યાદી તૈયાર કરી હતી. એમાં રાજ્યનાં સાત લાખ વાહનચાલકો પાસેથી 113.6 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવાનો બાકી હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી હતી.

લો બોલો! ભાજપના આ નેતાએ પોલીસ વિરુદ્ધ જ પોલીસમાં નોંધાવી ફરિયાદ. એટલું જ નહીં પણ પોલીસને 24 કલાકમાં માફી માગવા પણ કહ્યું; જાણો વિગત.

રાજ્યમાં દંડની રકમ નહીં ચૂકવનારા સૌથી વધુ ડિફોલ્ટરો મુંબઈમાં છે. મુંબઈ 2.1 લાખ વાહનચાલકોએ દંડની રકમ ચૂકવી નથી. ત્યાર બાદ પુણેમાં 1.5 લાખ લોકોએ દંડની રકમ ચૂકવી નથી. થાણે શહેરમાં 45,752 તો નવી મુંબઈમાં 44,880, પાલઘરમાં 139 અને મીરા-ભાયંદરમાં 10,964 વાહનચાલકોનો સમાવેશ થાય છે. આ તમામ ડિફોલ્ટરોને 24 સપ્ટેમ્બર સુધી દંડની રકમ ભરી દેવાની નોટિસ આપી હતી. અન્યથા તેમને લોકઅદાલતમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું હતું. આ નોટિસને પગલે લોકઅદાલતમાં હાજર થવાના ડરે અત્યાર સુધી 5.5 કરોડ રૂપિયાનો દંડ ટ્રાફિક ડિપાર્ટમેન્ટના ખાતામાં જમા થઈ ગયો છે.

September 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક