• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - travellers
Tag:

travellers

20 percent of people stop traveling from Mumbai local train
મુંબઈ

મેટ્રો ટ્રેન નો અસર હવે દેખાયો.. આશરે 20 ટકા મુંબઈકરોએ લોકલ ટ્રેનો છોડી દીધી છે. જુઓ આંકડા અહીં

by kalpana Verat April 15, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

લોકલ ટ્રેનોની સેવાઓનો લાભ લેનારા મુસાફરોના કોવિડ પહેલાના અને પછીના આંકડામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, વર્ષ 2019 20 ની સરખામણીમાં વર્ષ 2023 ના નાણાકીય વર્ષમાં 14.39 લાખ ઓછા મુસાફરો એ દરરોજ શહેરની લાઈફલાઈન લીધી હતી.

શું કહે છે આંકડા?

સેન્ટ્રલ રેલ્વે (CR)ના આંકડા અનુસાર, FY20માં સરેરાશ 41.47 લાખ લોકોએ દરરોજ લોકલ ટ્રેન મારફતે મુસાફરી કરી હતી અને FY23માં આ આંકડો 6.09 લાખ ઘટીને 35.38 લાખ થયો હતો.

પશ્ચિમ રેલ્વે (WR) FY20માં દરરોજ 34.87 લાખ પ્રવાસીઓનું પરિવહન કરે છે, પરંતુ FY23માં મુસાફરોની સંખ્યા 8.30 લાખ ઘટીને 26.57 લાખ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : એક તરફ વરસાદ તો બીજી તરફ અસહ્ય ગરમી. થાણામાં 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન.

એકંદરે, CR અને WR સંયુક્ત રીતે 14.39 લાખ પ્રવાસીઓનો દૈનિક ઘટાડો જોવા મળ્યો.

 વાર્ષિક મુસાફરોની સંખ્યા

પશ્ચિમ રેલ્વે

2019-20 (કોવિડ પહેલા): 124,15,08,530
2022-23 (કોવિડ પછી): 96,99,53,817

મધ્ય રેલવે

2019-20 (કોવિડ પહેલા): 151,36,87,887
2022-23 (કોવિડ પછી): 129,15,57,432

FY20 માં એક દિવસમાં CR, WR પર મુસાફરોની સંખ્યા 76.34 L

FY20 ની સરખામણીમાં FY23 માં CR Pax નંબરોમાં 6.09 લાખ દૈનિક ઘટાડો

FY20 ની સરખામણીમાં FY23 માં WR pax નંબરોમાં 8.30 લાખ દૈનિક ઘટાડો

April 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
All-night open double decker sojourn on New Years eve by BEST in Mumbai
મુંબઈ

વાહ!! મુંબઈગરાની સેવામાં આવી વધુ 3 નવી ઓપન ડેક બસ, જાણો વિગતે

by Dr. Mayur Parikh March 10, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

તાજેતરમાં જ બેસ્ટ ઉપક્રમે મોડી રાતથી વહેલી સવાર સુધીની બસ સેવા ચાલુ કરીને મુંબઈગરાને રાહત આપી છે. હવે બેસ્ટ ઉપક્રમે માયાનગરી મુંબઈના પ્રવાસે આવનારા પર્યટકો માટે બેસ્ટના કાફલામાં વધુ ત્રણ ઓપન   ડેક બસનો સમાવેશ કર્યો છે.
પર્યટકોની માગણીને ધ્યાનમાં રાખીને કોરોના કાળમાં બંધ કરેલી ઓપન ડેક બસ સેવા થોડા મહિના પહેલા જ  ફરી ચાલુ કરી હતી. તેમાં વધુ ત્રણ ઓપન ડેક બસનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યટકો માટે ચાલુ કરવામાં આવેલી આ બસ ગેટ વે ઑફ ઈન્ડિયાથી જુહુ કિનારા સુધીની સફર કરાવશે.

આ સમાચાર પણ વાંચો : કયા બાત હેં!! જપ્ત કરેલા બેવારસ વાહનોની લીલામીમાંથી BMCએ કરી આટલા કરોડની કમાણી.. જાણો વિગતે

બુધવારથી મુંબઈગરાની સેવામાં હાજર થયેલી આ ઓપન ડેક બસ હવે જોકે ટ્રામ સ્વરૂપમાં છે. દક્ષિણ મુંબઈના મહત્ત્વનાં સ્થળોની સાથે જ મુંબઈના ઐતિહાસિક વારસા સંસ્કૃતિના દર્શન બેસ્ટની ઓપન ડેક બસમાં કરવા મળે છે.  

બસની ટિકિટના દર અપર ડેક માટે પ્રતિ વ્યક્તિ ૧૫૦ રૂપિયા તો લોઅર ડેકના ૭૫ રૂપિયા છે.

March 10, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લોકલ ટ્રેનના પ્રવાસને લઈને મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયને હાઈકોર્ટે માન્ય રાખ્યો; જાણો વિગત

by Dr. Mayur Parikh January 21, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,21 જાન્યુઆરી 2022  

શુક્રવાર.

લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માંગો છો, તો તમારે કોરોના રસીના બંને ડોઝ લેવાનું આવશ્યક રહેશે. કારણ કે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને બોમ્બે હાઈકોર્ટે પણ માન્ય રાખ્યો  છે.

દેશમાં કોરોનાનું સંક્રમણ ફરી વધુ રહ્યું છે. તેમાં પણ હાલ મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોના દર્દીઓ છે. તેથી નાગરિકોને જલદમાં જલદ કોવિડ પ્રતિબંધક વેક્સિન લેવાની હાકલ કરવામાં આવી રહી છે. છતાં હજી લાખો લોકો વેક્સિન લેવાથી દૂર ભાગી રહ્યા છે ત્યારે બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જે મુસાફરોએ કોરોના રસીના બંને ડોઝ લીધા નથી તેમના માટે ટ્રેન મુસાફરી પર પ્રતિબંધ મૂકવાનો રાજ્ય સરકારનો નિર્ણય કાયદેસર છે.

રાજ્ય સરકારે કોર્ટમાં સ્પષ્ટતા કરી હતી કે કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં જે નાગરિકોએ બંને ડોઝ લીધા નથી તેમને રેલવે મુસાફરી માટે ઇનકાર કરવો યોગ્ય છે. જો કે તેના પર પ્રતિબંધ મૂકવાનો રાજ્ય સરકારનો નિર્ણય બંધારણની કલમ 19 (1) (d) હેઠળ મુક્ત હિલચાલના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. પરંતુ વર્તમાન કોરોના ચેપની પરિસ્થિતિમાં પૂરતો અનિવાર્ય અને વાજબી છે. વિશેષ સરકારી વકીલ અનિલ અંતુરકરે દલીલ કરી હતી કે વ્યાપક જાહેર હિતમાં અને સુરક્ષાના કારણોસર આવો પ્રતિબંધ જરૂરી છે.

આજે વડાપ્રધાન મોદીના હસ્તે સોમનાથ ખાતે અતિથિગૃહનો પ્રારંભ કરાવશે, ૩૦.૫૫ કરોડના ખર્ચે નવનિર્મિત અતિથિગૃહ બન્યું છે. જાણો વિગતે.

ગયા વર્ષે ઓગસ્ટમાં રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, જે મુસાફરોએ રસીના બે ડોઝ લીધા હતા તેમને ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેના વિરોધમાં હાઈકોર્ટમાં બે અલગ-અલગ જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ એમ. એસ. ગુરુવારે કર્ણિકની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. 

January 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
પશ્ચિમ રેલવે વિભાગની ઝુંબેશ: ટિકિટ વગરના પેસેન્જર પાસેથી અધધ આટલા કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી..
મુંબઈ

વેસ્ટર્ન રેલવેને 9 મહિનામાં થઈ આટલા કરોડની કમાણી! ટિકિટ વગર અને માસ્ક વગરના મુસાફરો પાસેથી વસૂલી આ રકમ જાણો વિગત,

by Dr. Mayur Parikh January 11, 2022
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022 

મંગળવાર. 

વેસ્ટર્ન રેલવેમાં ટિકિટ વગર અને માસ્ક વગર પ્રવાસ કરનારા ખુદાબક્ષો પાસેથી એપ્રિલથી ડિસેમ્બર, 2021 દરમિયાન નવ મહિનામાં  68 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જેમાં અનિયમિત મુસાફરી કરવાના 11.76 કેસ નોંધાયા હતા, તો માસ્ક વગરના મુસાફરો પાસેથી 41 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો હતો.

વેસ્ટર્ન  રેલવે ટિકિટ વગર પ્રવાસ કરનારાઓને રોકવા માટે નિયમિત ટિકિટ ચેકિંગ ડ્રાઇવ ચલાવી રહી છે. આ સઘન ઝુંબેશને કારણે  ગયા વર્ષે નવ મહિનામાં આવા પ્રવાસીઓ પાસેથી  68 કરોડ રૂપિયા અને માસ્ક વગરના લોકો પાસેથી  41.09 લાખ રૂપિયાનો  દંડ વસૂલ્યો હતો.
વેસ્ટર્ન રેલ્વેના દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રીલીઝ મુજબ  એપ્રિલ, 2021 થી ડિસેમ્બર, 2021 સુધી હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન  ટિકિટ વિના તથા રિર્ઝવેશન વગર ગેરકાયદેસર મુસાફરી કરવાના લગભગ 11.76 લાખ કેસ નોંધાયા હતા. જેના પરિણામે 68 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. 

આ ઉપરાંત 413 ભિખારીઓ અને 534 અનધિકૃત હોકર્સ વગેરે પણ ઝડપાયા હતા, જેમાંથી 175 પાસેથી  60,515 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. 359 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 1,33,670 રૂપિયા વસૂલ્યા હતા. 

હવામાન વિભાગનો વરતારો: મુંબઈગરાઓ સ્વેટર બહાર કાઢીને રાખજો, શહેરમાં હજુ આટલા દિવસ પડશે તાપણાં કરવા જેવી ઠંડી

રેલવે પરિસરમાં માસ્ક વગરના મુસાફરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ટિકિટ ચેકિંગ સ્ટાફને માસ્ક વિના મુસાફરો પાસેથી દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી છે. પરિણામે, 17 એપ્રિલ, 2021 થી ડિસેમ્બર, 2021 સુધી માસ્ક વિનાના 10 હજારથી વધુ કેસોમાં પશ્ચિમ રેલવેમાં નોંધાયા હતા અને તેમની પાસેથી  19.75 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. એ જ રીતે, 21 એપ્રિલથી 21 ડિસેમ્બર સુધી પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર RPF અને BMC દ્વારા હાથ ધરવામાં આવેલી સંયુક્ત તપાસમાં લગભગ 21.34 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

January 11, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર : દેશમાં મંગળવાર મધરાતથી અમલમાં આવ્યા છે આ નવા નિયમ. જાણો વિગત

by Dr. Mayur Parikh December 1, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 1 ડિસેમ્બર 2021
બુધવાર

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમાઈક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો જાહેર કર્યા છે, જે મંગળવાર મધરાતથી અમલમાં મૂકવામાં આવ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા મંગળવારે સંસદમાં તેની માહિતી આપતા કહ્યું હતું કે એરપોર્ટ પર આવનારા પ્રવાસીઓની આકરી તપાસ થશે. શંકાસ્પદ જણાતા કેસમાં જીનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે.
માંડવિયાએ કહ્યું હતું દેશમાં નવા વેરિયન્ટનો હજી સુધી એક પણ કેસ નોંધાયા નથી. છતાં સરકાર સુરક્ષાને લગતા તમામ પગલા લઈ રહી છે, જેથી દેશમાં નવા વેરિયન્ટની એન્ટ્રી થાય નહીં. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નવા નિયમો લાગુ કરી દીધા છે, જે નીચે મુજબ છે.

 

1. જોખમી દેશમાંથી આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના આરટી-પીસીઆર રિપોર્ટ ઉપલબ્ધ થાય નહીં ત્યાં સુધી એરપોર્ટ પર રાહ જોવી પડશે. જોખમી દેશમાંથી આવનારા લોકોના રિપોર્ટ નેગેટિવ આવે તો પણ તેમણે ફરજિયાત રીતે સાત દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે. આઠમા દિવસે તેમના સેમ્પલ ફરી ચકાસવામાં આવશે. સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ આવા લોકોના ઘરે જઈને તેમના હોમ આઈસોલેશનની પણ તપાસ કરવાની રહેશે.

 

2. જોખમી જાહેર કરેલા દેશમાંથી આવેલી વ્યક્તિ પોઝિટિવ જણાતી તો જે-તે રાજયોથી તમામ સેમ્પલ ઈન્ડિયન સાર્સ-સીઓવી-2-કંસોર્ટિયમ ઓન જિનોમિક્સ(IASACOG) લેબોરેટરીમાં તાત્કાલિક મોકલવામાં આવશે. પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓનો શોધવામાં આવશે અને 14 બાદ તેમના ફોલો લેવામાં આવશે.

 

3. જોખમી દેશથી આવનારા પ્રવાસીઓના રિપોર્ટ આવતા નથી ત્યાં સુધી તેમણે એરપોર્ટ પર રાહ જોવાની રહેશે અને તે માટે તૈયારી કરવાનું કહેવામાં આવ્યું છે. હાલ ભારતે જોખમી દેશોની યાદીમાં યુનાઈટેડ કિંગડમ, યુરોપન તમામ 44 દેશ, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિસ, બાંગ્લાદેશ, બોત્સવાના, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ, ઝિમ્બાવે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે.

 

હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી ફરી એકવાર આટલા વાગ્યા સુધી સ્થગિત, સંસદ પરિસરમાં વિપક્ષનું જોરદાર વિરોધપ્રદર્શન

 

4. રાજયોને સલાહ આપવામાં આવી છે કે જુદા જુદા એરપોર્ટ પર, બંદરો પર આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર સખ્ત નજર રાખવાની રહેશે. ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ, વેક્સિનેટ રણનીતિને પણ અમલમાં મુકવાની રહેશે. રાજયમાં ટેસ્ટિંગ વધારવાની પણ સલાહ આપવામાં આવી છે.

 

5.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જોખમી દેશો પર ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે, જે નવો વેરિયન્ટ મળી આવ્યો છે. તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સીક્વેન્સિંગ કરવાના રહેશે.

December 1, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક