Tag: Tribal development

  • Children’s science exhibition: આદિવાસી સમાજના ઉત્થાન માટે ગુજરાત સરકાર સતત કાર્યરત, વિકાસ માટે ફાળવ્યું રૂ. આટલા કરોડનું માતબર બજેટ

    Children’s science exhibition: આદિવાસી સમાજના ઉત્થાન માટે ગુજરાત સરકાર સતત કાર્યરત, વિકાસ માટે ફાળવ્યું રૂ. આટલા કરોડનું માતબર બજેટ

    News Continuous Bureau | Mumbai

    • વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ અને જિજ્ઞાસા વિકસાવવા માટે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન મહત્વનું માધ્યમ
    • આદિવાસી સમાજના ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત કાર્યરત: રાજ્ય સરકારે આદિજાતિ વિકાસ માટે રૂ. ૪,૪૭૪ કરોડનું માતબર બજેટ ફાળવ્યું
    • વિજ્ઞાન પ્રદર્શનમાં બાળવૈજ્ઞાનિકોએ ૭૦ કૃતિઓ રજૂ કરી વૈજ્ઞાનિક કૌશલ્ય દર્શાવ્યું: તા.૭મી સુધી ચાલશે પ્રદર્શન

     Children’s science exhibition: રડોલી તાલુકાના વાઘેચા સ્થિત આશ્રમશાળા ખાતે તા.૫ થી ૭ જાન્યુ. દરમિયાન આયોજિત દક્ષિણ ઝોન કક્ષાના ‘બાળવૈજ્ઞાનિક પ્રદર્શન: ૨૦૨૪-૨૫’ના બીજા દિવસે આદિજાતિ વિકાસ અને શ્રમ રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ ઉપસ્થિત રહી બાળવૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.



     

     

     

     

     

     

     

     

     

    Children’s science exhibition: જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી કચેરી, શાસનાધિકારી કચેરી અને હળપતિ સેવા સંઘ- બારડોલી સંચાલિત વાઘેચા આશ્રમશાળાના સંયુક્ત ઉપક્રમે ‘ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી’ની થીમ પર યોજાઈ રહેલા વિજ્ઞાન પ્રદર્શનમાં બાળવૈજ્ઞાનિકોએ ૭૦ કૃતિઓ રજૂ કરી પોતાનું વૈજ્ઞાનિક કૌશલ્ય દર્શાવી રહ્યા છે.
    આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીના આ યુગમાં વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે રસ અને જિજ્ઞાસા વિકસાવવા માટે બાળવૈજ્ઞાનિક પ્રદર્શન મહત્વનું માધ્યમ બની રહ્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.એપીજે અબ્દુલ કલામ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે લગાવના મજબૂત આધાર પર મહાન વૈજ્ઞાનિક બન્યા હતા.

    આ સમાચાર પણ વાંચો : Goat vs komodo dragon:  બકરીએ કોમોડો ડ્રેગનને શીખવ્યો પાઠ, આ રીતે શિકારીને હરાવ્યો,   લોકો જોતા રહી ગયા; જુઓ વિડીયો.. 

    Children’s science exhibition: બાળકોને શાળાકક્ષાએથી જ વિજ્ઞાન વિષયમાં રસ રાખીને આગળ વધવાની પ્રેરણા આપતા તેમણે ઉમેર્યું કે, આશ્રમશાળામાં અભ્યાસ કરીને આદિવાસી સમાજના ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ સરકારી, ખાનગી ક્ષેત્રે ઉચ્ચ હોદ્દા પર નોકરી મેળવી સમાજ અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.
    વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિવાસી સમાજના ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. રાજ્ય સરકારે આદિજાતિ વિકાસ માટે રૂ. ૪,૪૭૪ કરોડનું માતબર બજેટ ફાળવ્યું છે, જેના માધ્યમથી આદિવાસી સમાજનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. વનબંધુ યોજના દ્વારા છેવાડાના ગરીબ આદિવાસી પરિવારોને અનેક લાભો મળ્યા છે. આજે આદિવાસી સમાજના દિકરા-દિકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે કોઈ અવરોધ નથી. આદિજાતિ બાળકો ડૉક્ટર, એન્જિનિયર, પાઇલોટ બની શકે એ તે માટે સરકાર રૂ.૧૫ લાખ સુધીની લોન સહાય પૂરી પાડે છે, જે આદિવાસી યુવાઓના વિકાસમાં મહત્વનું પગલું સાબિત થઈ રહ્યું છે.



     

     

     

     

     

     

     

     

     

     

     

    Children’s science exhibition: દેશને વિકસિત બનાવવા માટે યુવાનોએ આગળ આવી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું જરૂરી છે એવો મત વ્યક્ત કરતા શ્રી હળપતિએ કહ્યું કે શિક્ષિત યુવાનોથી તો દેશ પણ શિક્ષિત અને વિકસિત બનશે. મહેનત સાથે અભ્યાસ કરીને પરિવાર, રાજ્ય અને દેશનું નામ રોશન કરવાની દરેક યુવાનની જવાબદારી છે.
    આ પ્રસંગે સુરત ન.પ્રા.શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર કાપડીયા, સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ઇન્ચાર્જ પ્રાચાર્ય ડૉ. સંજયસિંહ બારડ, નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય ડૉ.યોગેશ પટેલ, ન.પ્રા.શિક્ષણ સમિતિ-સુરતના શાસનાધિકારી શ્રી મેહુલ પટેલ, આદિજાતિ વિભાગના અધિકારીઓ, વાઘેચા આશ્રમશાળાના આચાર્યો, ટ્રસ્ટીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Tribal Pride Day Gujarat: અમદાવાદમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે યોજાશે ‘આ’ મેળો, ૧૩૩ પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર.

    Tribal Pride Day Gujarat: અમદાવાદમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે યોજાશે ‘આ’ મેળો, ૧૩૩ પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર.

    News Continuous Bureau | Mumbai

    Tribal Pride Day Gujarat:  આદિવાસીઓના મહાનાયક, ક્રાંતિકારી લડવૈયા અને સમગ્ર આદિવાસી સમાજના મસીહા- ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડાની તા. ૧૫મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવનાર છે. જેને દેશભરમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.  

    જન્મજયંતી ( Birsa Munda ) નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની આગેવાનીમાં અમદાવાદ ( Ahmedabad ) ખાતે ‘પરંપરાગત આદિવાસી ઔષધિય ચિકિત્સા પદ્ધતિ’ને પ્રોત્સાહિત કરવા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે તા. ૦૯ થી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૯ નવેમ્બરે સાંજે ૦૫ કલાકે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આ મેળાની નાગરિકો સવારે ૧૦ થી રાત્રીના ૦૯ કલાક સુધી મુલાકાત લઇ શકશે.

    આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન – તાલીમ સોસાયટી,ગાંધીનગર ( Bhupendra Patel  )  દ્વારા આયોજિત આ મેળામાં વલસાડ, ડાંગ, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો દ્વારા આધુનિક અને હઠીલા રોગોનું ( Tribal Pride Day ) પરંપરાગત ઔષધિય જ્ઞાનથી ઉપચાર, મસાજ અને સ્ટીમ બાથ ઉપચાર, ડાંગના જંગલોની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા રોગ નિવારણ કરવામાં આવશે. આ આદિવાસી વૈદુભગતો દ્વારા વિવિધ રોગ જેમ કે સાંધાના રોગ, ચામડી, પાચનતંત્ર, લકવા -પેરાલીસીસ, માથાનો દુઃખાવો, અનિંદ્રા, સ્થુળતા, એસીડિટી, પથરી, પ્રોસ્ટેટ જેવા રોગોનો ઉપચાર અને સારવાર પણ આ મેળામાં કરવામાં આવશે. આ ઉપરાંત જડીબુટ્ટી ( Traditional tribal herbal exhibition ) દ્વારા ઉપચારનો લાઈવ ડેમોસ્ટ્રેશન નાગરિકો જોઈએ શકશે.

    આ સમાચાર પણ વાંચો :  AICFB National Chess Championship : બીજી ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 શરૂ, આટલા રાજ્યોએ લીધો ભાગ.

    આગામી છ દિવસ સુધી યોજાનારા આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવશે જેમાં ગૌણ વન પેદાશો, ઓર્ગેનિક ખાદ્યચીજો, નાગલી બનાવટો, શુદ્ધ મધ, જડીબુટ્ટીઓ -ઔષધિઓનું વેચાણ કરાશે તેમ, આદિજાતિ વિકાસ વિભાગની ( Tribal Development ) યાદીમાં જણાવાયું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Mandvi : આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂ.૩.૧૧ કરોડના ખર્ચે માંડવી તાલુકાના વિવિધ ગામોના છ વિકાસકામોનું ખાતમુહૂર્ત

    Mandvi : આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે રૂ.૩.૧૧ કરોડના ખર્ચે માંડવી તાલુકાના વિવિધ ગામોના છ વિકાસકામોનું ખાતમુહૂર્ત

    News Continuous Bureau | Mumbai 

    Mandvi :આદિજાતિ વિકાસ ( Tribal development ) , શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના (  Kunvarjibhai Halpati ) હસ્તે માંડવી તાલુકાના વિવિધ ગામોમાં વિવિધ યોજના અંતર્ગત મંજૂર થયેલા રૂ.૩.૧૧ કરોડના છ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં રૂ.૮૦ લાખના ખર્ચે વરજાખણ બસ સ્ટેશનથી ડુંગરી ફળિયાને જોડતા રસ્તા બનાવવાનું કામ, રૂ.૧૭ લાખના ખર્ચે પુના ગામમાં પંચાયત ઘર, રૂ.૧૭ લાખના ખર્ચે કોસાડી ગ્રામ પંચાયત ઘર, રૂ.૧૭ લાખના ખર્ચે નિર્મિત ઉનગામમાં પંચાયત ઘર, રૂ.૬૦ લાખના ખર્ચે ગોદાવાડી ગામે બસ સ્ટેશનથી કોસાડી જતા રસ્તાનું કામ, રૂ.૧૨૦ લાખના ખર્ચે ગોડસંબાથી ગોદાવાડી દેવ ફળિયા પ્રા.શાળાને જોડતા રસ્તાનું કામ મળી કુલ રૂ.૩.૧૧ કરોડના છ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ કામો દ્વારા માંડવીના નગરજનો માટે આગવી માળખાગત સુવિધાઓ ઉભી થનાર છે.  

    State Minister for Tribal Development, Kunvarjibhai Halpati, announced the completion of six development works in different villages of Mandvi taluka at a cost of Rs.3.11 crore.
    State Minister for Tribal Development, Kunvarjibhai Halpati, announced the completion of six development works in different villages of Mandvi taluka at a cost of Rs.3.11 crore.

     

                આ પ્રસંગે આદિજાતિ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માંડવીના દરેક ગામોનો સંપૂર્ણ અને સર્વાંગી વિકાસ ( development ) કરી રમણીય બનાવવાનો સંકલ્પ કર્યો છે, જેથી નાના મોટા વિકાસના કામોની સમીક્ષા કરી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત મુકી રહ્યો છું. રાજ્ય સરકાર ( State Govt ) નાનમાં નાના વ્યક્તિનો વિચાર કરીને એ દિશામાં કામ કરી રહી છે. ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ-સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની ( rural citizen ) યાતાયાતની સુવિધામાં વધારો થશે, તેમજ બાકી રહેલાં કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી ઝડપભેર પૂર્ણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું 

    આ સમાચાર પણ વાંચો :  Mumbai: બોરિવલી સ્ટેશનથી માત્ર આટલા મહિનાના અપહૃત બાળકને આ વિસ્તારથી છોડાવ્યો…. ત્રણની ધરપકડ..

              રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકામો થઈ રહ્યાં હોવાનું જણાવતાં મંત્રીશ્રીએ જનપ્રતિનિધિઓ અને ગામના સરપંચ અને પંચાયતના ( Panchayat ) સભ્યોને લોકોના સતત સંપર્કમાં રહી તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વધુમાં વધુ વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાં અનુરોધ કર્યો હતો.

    State Minister for Tribal Development, Kunvarjibhai Halpati, announced the completion of six development works in different villages of Mandvi taluka at a cost of Rs.3.11 crore.
    State Minister for Tribal Development, Kunvarjibhai Halpati, announced the completion of six development works in different villages of Mandvi taluka at a cost of Rs.3.11 crore.

                 આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ,  માંડવી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી દિલીપભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સુરતના સભ્યશ્રી અનિલભાઈ ચૌધરી, માંડવી પ્રાંત અધિકારીશ્રી કૌશિકભાઈ જાદવ, માંડવી તાલુકા વિકાસ અધિકારીશ્રી રવિન્દ્રસિંહ સોલંકી, માંડવી મામલતદાર મનીષભાઈ પટેલ, ગોદાવાડી ગામના સરપંચશ્રી સ્વાતિબેન પટેલ, તલાટી-કમ-મંત્રીશ્રી, ગ્રામ પંચાયત સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

    State Minister for Tribal Development, Kunvarjibhai Halpati, announced the completion of six development works in different villages of Mandvi taluka at a cost of Rs.3.11 crore.
    State Minister for Tribal Development, Kunvarjibhai Halpati, announced the completion of six development works in different villages of Mandvi taluka at a cost of Rs.3.11 crore.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.