Tag: Tribal Pride Day

  • PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?

    PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?

    News Continuous Bureau | Mumbai

    PM Modi Gujarat Tour પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શનિવારે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા અને ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ સમારોહમાં ભાગ લેવા માટે ગુજરાતની મુલાકાત લેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી નર્મદા જિલ્લામાં ₹9,700 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. આ પરિયોજનાઓમાં આદિવાસી કલ્યાણ, પાયાગત માળખા, આરોગ્ય, શિક્ષણ અને વારસા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. PM મોદી બપોરે લગભગ 12:45 વાગ્યે દેવમોગરા મંદિરમાં પૂજા અને દર્શન કરશે અને બપોરે 2:45 વાગ્યે ડેડિયાપાડા પહોંચીને જનસભાને સંબોધિત કરશે.

    PM-જનમન યોજના હેઠળ 1 લાખ ઘરોનું ગૃહ પ્રવેશ

    આ પરિયોજનાઓમાં પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન (PM-જનમન) અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-જગુઆ) હેઠળ બનેલા એક લાખ ઘરોનો ગૃહ પ્રવેશ સામેલ છે. આ સિવાય PM મોદી લગભગ ₹1,900 કરોડના ખર્ચે બનેલી 42 એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓનું ઉદ્ઘાટન પણ કરશે.

    250 બસોને લીલી ઝંડી અને 50 નવી શાળાઓનો શિલાન્યાસ

    પ્રધાનમંત્રી ગુજરાતના 14 આદિવાસી જિલ્લાઓમાં કનેક્ટિવિટી સુધારવા માટે 250 બસોને લીલી ઝંડી બતાવશે. તેઓ આદિવાસી વિસ્તારોમાં 748 કિલોમીટર નવા રસ્તાઓ અને 50 નવા એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓનો શિલાન્યાસ પણ કરશે, જેનો અંદાજિત ખર્ચ ₹2,320 કરોડથી વધુ છે.

    સુરતમાં બુલેટ ટ્રેન પરિયોજનાની સમીક્ષા

    PM મોદી આજે સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેશે અને મુંબઈ-અમદાવાદ હાઇ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR)ની પ્રગતિની સમીક્ષા કરશે. આ કોરિડોર લગભગ 508 કિલોમીટર લાંબો છે, જે સાબરમતી, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી અને મુંબઈ સહિતના મુખ્ય શહેરોને જોડશે.

    આ સમાચાર પણ વાંચો : Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ

    19 નવેમ્બરે ‘PM કિસાન’ યોજનાનો 21મો હપ્તો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 નવેમ્બરના રોજ PM કિસાન યોજનાનો 21મો હપ્તો જારી કરશે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને વાર્ષિક ₹6,000 ની આર્થિક સહાયતા આપવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના 20 હપ્તાઓમાં 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને ₹3.70 લાખ કરોડથી વધુની રકમ આપવામાં આવી છે.

     

  • Birsa Munda PM Modi: આજે બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ,  PM મોદીએ ટ્રાઇબલ આઇકનને અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

    Birsa Munda PM Modi: આજે બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ, PM મોદીએ ટ્રાઇબલ આઇકનને અર્પણ કરી શ્રદ્ધાંજલિ.

    News Continuous Bureau | Mumbai

    Birsa Munda PM Modi:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી, જેને જનજાતિ ગૌરવ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના ગૌરવ અને સન્માનની રક્ષા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું. 

    Birsa Munda PM Modi:  X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

    “ભગવાન બિરસા મુંડાજીએ માતૃભૂમિના સન્માન અને ગૌરવની રક્ષા માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપી દીધું હતું. તેમની જન્મજયંતિ ‘આદિવાસી ગૌરવ દિવસ’ના શુભ અવસર પર તેમને મારા ( Narendra Modi ) કોટિ-કોટિ વંદન. #JanjatiyaGauravDiwas

    આ સમાચાર પણ વાંચો : Krishna Kumar Yadav Rajkot : પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે રાજકોટ પોસ્ટલ સેવાઓની પ્રગતિની કરી સમીક્ષા, આ લક્ષ્યો પર મૂક્યો ભાર.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

     

  • PM Modi Birsa Munda : બિહારમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીમાં PM મોદી લેશે ભાગ, આ અભિયાન હેઠળ 11,000 મકાનોનાં ગૃહપ્રવેશમાં થશે સહભાગી.

    PM Modi Birsa Munda : બિહારમાં બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીમાં PM મોદી લેશે ભાગ, આ અભિયાન હેઠળ 11,000 મકાનોનાં ગૃહપ્રવેશમાં થશે સહભાગી.

    News Continuous Bureau | Mumbai

    PM Modi Birsa Munda : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવા 15 નવેમ્બરનાં રોજ બિહારનાં જમુઇની મુલાકાત લેશે. આનાથી ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી વર્ષની ઉજવણીની શરૂઆત થાય છે. પ્રધાનમંત્રી સવારે 11 વાગે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે. તેઓ આદિવાસી સમુદાયોના ઉત્થાન અને પ્રદેશના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓમાં સુધારો લાવવાના ઉદ્દેશથી રૂ. 6,640 કરોડથી વધુના મૂલ્યની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પણ કરશે.  

    પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી ( Narendra Modi ) જનજાતી આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ-જનમન) અંતર્ગત નિર્મિત 11,000 આવાસનાં ગૃહપ્રવેશમાં સહભાગી થશે. તેઓ પ્રધાનમંત્રી જનમાન હેઠળ શરૂ કરવામાં આવેલા 23 મોબાઇલ મેડિકલ યુનિટ્સ (એમએમયુ)નું ઉદઘાટન પણ કરશે અને આદિવાસી વિસ્તારોમાં હેલ્થકેર સુલભતા વધારવા માટે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (ડીજેજીયુએ) હેઠળ વધારાના 30 એમએમયુનું (  Birsa Munda  ) ઉદઘાટન પણ કરશે.

    પ્રધાનમંત્રી ( PM-Janman ) આદિજાતિની ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને આજીવિકાનાં સર્જનને ટેકો આપવા માટે 300 વન ધન વિકાસ કેન્દ્રો (વીડીવીકે)નું ઉદઘાટન કરશે તથા આદિવાસી વિદ્યાર્થીઓને સમર્પિત આશરે રૂ. 450 કરોડનાં મૂલ્યની 10 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનું ઉદઘાટન કરશે. તેઓ છિંદવાડા અને મધ્યપ્રદેશના જબલપુરમાં બે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની સંગ્રહાલયો તથા શ્રીનગર, જમ્મુ અને કાશ્મીર અને ગંગટોક, સિક્કિમમાં બે આદિવાસી ( Tribal Pride Day )  સંશોધન સંસ્થાઓનું ઉદઘાટન પણ કરશે, જેનો ઉદ્દેશ આદિવાસી સમુદાયોના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાનું દસ્તાવેજીકરણ અને જાળવણી કરવાનો છે.

    આ સમાચાર પણ વાંચો :  CCPA Coaching Sector: CCPAએ આટલી કોચિંગ સંસ્થાઓ પર ફટકાર્યો રૂ. 54.6 લાખનો દંડ! કોચિંગ સેક્ટરમાં ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે જારી કરી માર્ગદર્શિકા..

    પ્રધાનમંત્રી ( PM Modi Bihar ) આદિજાતિ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે 500 કિલોમીટરનાં નવા માર્ગોનો શિલાન્યાસ કરશે અને પીએમ જનમન અંતર્ગત સામુદાયિક કેન્દ્ર તરીકે કામ કરવા માટે 100 મલ્ટિ-પર્પઝ સેન્ટર્સ (એમપીસી)નો શિલાન્યાસ કરશે. તેઓ રૂ. 1,110 કરોડથી વધારે મૂલ્યની 25 વધારાની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનો શિલાન્યાસ પણ કરશે, જે આદિવાસી બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણની કટિબદ્ધતાને આગળ વધારશે.

    પ્રધાનમંત્રી વિવિધ વિકાસ યોજનાઓને પણ મંજૂરી આપશે, જેમાં પ્રધાનમંત્રી જનમન અંતર્ગત આશરે રૂ. 500 કરોડનાં મૂલ્યનાં 25,000 નવા આવાસ અને રૂ. 1960 કરોડથી વધારેનાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DAJGUA) અંતર્ગત 1.16 લાખ આવાસ સામેલ છે. પ્રધાનમંત્રી જનમન હેઠળ 66 છાત્રાલયો અને DAJGUA હેઠળ 304 છાત્રાલયોનું મૂલ્ય રૂ. 1100 કરોડથી વધારે છે. પ્રધાનમંત્રી જનમાન અંતર્ગત 50 નવા બહુહેતુક કેન્દ્રો, 55 મોબાઇલ મેડિકલ એકમો અને 65 આંગણવાડી કેન્દ્રો; સિકલ સેલ એનિમિયા નાબૂદી માટે 6 સક્ષમતા કેન્દ્રો તેમજ DAJGUA હેઠળ આશરે રૂ. 500 કરોડનાં મૂલ્યની આશ્રમ શાળાઓ, છાત્રાલયો, સરકારી રહેણાંક શાળાઓનાં અપગ્રેડેશન માટે 330 પ્રોજેક્ટની સાથે-સાથે 6 સક્ષમતા કેન્દ્રો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Tribal Pride Day Gujarat: આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ, બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં યોજાશે ‘આ’ મેળો.

    Tribal Pride Day Gujarat: આદિજાતિ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ, બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં યોજાશે ‘આ’ મેળો.

    News Continuous Bureau | Mumbai

    Tribal Pride Day Gujarat: ક્રાંતિકારી લડવૈયા અને સમગ્ર દેશના આદિવાસી સમાજના મસીહા – ભગવાન બિરસા મુંડાની ગુજરાત સહિત દેશભરમાં તા.૧૫મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી વિવિધ સ્વરૂપે ઉજવાઈ રહી છે. બિરસા મુંડાનો જન્મદિવસને ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે આ નિમિત્તે અંબાજીથી ઉમરગામ સુધીનો આદિવાસી વિસ્તાર ધરાવતા ૧૪ જિલ્લાના હસ્ત કલાકારો તેમણી અમૂલ્ય હસ્તકલા-કૃતિઓને એક સાથે પ્રદર્શિત કરશે. જે અંતર્ગત અમદાવાદ હાટ, વસ્ત્રાપુર ખાતે તા. ૧૫ થી ૧૯ નવેમ્બર ૨૦૨૪ દરમિયાન ‘પરંપરાગત આદિવાસી હસ્તકલા-કૃતિ, આહાર, વનૌષધિય વેચાણ અને પ્રદર્શન મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે.  

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલના માર્ગદર્શનમાં રાજ્યનો આદિજાતિ વિસ્તાર સર્વાંગી વિકાસના નવા આયામો સર કરી રહ્યો છે. ( Birsa Munda ) આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય ( Gujarat  ) મંત્રી કુંવરજીભાઈ હળપતિના સતત પ્રયાસો થકી આદિજાતિ વિસ્તારમાં પરિણામલક્ષી પરિવર્તન લાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

    ‘જનજાતિય ગૌરવ દિવસ’ ( Tribal Pride Day Gujarat ) નિમિત્તે આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળામાં આદિવાસી વિસ્તારની હસ્તકલા-કૃતિઓ, પરંપરાગત આદિવાસી આહાર સ્ટોલ્સ, સાથે જ ખેત ઉત્પાદન, ગૌણવન પેદાશોને તેમજ વન ઔષધિઓને વેચાણ-પ્રદર્શન માટે મુકવામાં આવશે, જે આ મેળાના મુખ્ય આકર્ષણના કેન્દ્રો છે.

    આ સમાચાર પણ વાંચો :  Digital Integration Webinar: ડિજિટલ એકીકરણ વિષય પર વેબિનારનું આયોજન, MoPRના સચિવ વિવેક ભારદ્વાજે કર્યું સંબોધન.

    ગુજરાતના (  Tribal Pride Day ) પૂર્વ પટ્ટામાં આવેલા આદિજાતિના ૧૪ જિલ્લાઓ એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, નર્મદા, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના કુલ ૫૪ તાલુકાઓના હસ્ત કલાકારો અમદાવાદ ખાતે યોજાનાર આ વેચાણ અને પ્રદર્શન ( Traditional tribal handicrafts, food, herbal sale and exhibition fair ) મેળામાં સહભાગી થશે.

    નાગરિકો આ મેળાની બપોરે ૦૨ થી રાત્રિના ૧૦ કલાક સુધી મુલાકાત લઇ શકશે. ઉપરાંત દરરોજ રાત્રિના ૮:૩૦ થી ૯:૩૦ કલાકે પ્રસિદ્ધ આદિવાસી નૃત્ય કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવવામાં આવશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Tribal Pride Day Gujarat: અમદાવાદમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે યોજાશે ‘આ’ મેળો, ૧૩૩ પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર.

    Tribal Pride Day Gujarat: અમદાવાદમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે યોજાશે ‘આ’ મેળો, ૧૩૩ પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર.

    News Continuous Bureau | Mumbai

    Tribal Pride Day Gujarat:  આદિવાસીઓના મહાનાયક, ક્રાંતિકારી લડવૈયા અને સમગ્ર આદિવાસી સમાજના મસીહા- ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડાની તા. ૧૫મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવનાર છે. જેને દેશભરમાં ‘જનજાતિય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.  

    જન્મજયંતી ( Birsa Munda ) નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની આગેવાનીમાં અમદાવાદ ( Ahmedabad ) ખાતે ‘પરંપરાગત આદિવાસી ઔષધિય ચિકિત્સા પદ્ધતિ’ને પ્રોત્સાહિત કરવા અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે તા. ૦૯ થી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળોનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૯ નવેમ્બરે સાંજે ૦૫ કલાકે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. આ મેળાની નાગરિકો સવારે ૧૦ થી રાત્રીના ૦૯ કલાક સુધી મુલાકાત લઇ શકશે.

    આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન – તાલીમ સોસાયટી,ગાંધીનગર ( Bhupendra Patel  )  દ્વારા આયોજિત આ મેળામાં વલસાડ, ડાંગ, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો દ્વારા આધુનિક અને હઠીલા રોગોનું ( Tribal Pride Day ) પરંપરાગત ઔષધિય જ્ઞાનથી ઉપચાર, મસાજ અને સ્ટીમ બાથ ઉપચાર, ડાંગના જંગલોની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા રોગ નિવારણ કરવામાં આવશે. આ આદિવાસી વૈદુભગતો દ્વારા વિવિધ રોગ જેમ કે સાંધાના રોગ, ચામડી, પાચનતંત્ર, લકવા -પેરાલીસીસ, માથાનો દુઃખાવો, અનિંદ્રા, સ્થુળતા, એસીડિટી, પથરી, પ્રોસ્ટેટ જેવા રોગોનો ઉપચાર અને સારવાર પણ આ મેળામાં કરવામાં આવશે. આ ઉપરાંત જડીબુટ્ટી ( Traditional tribal herbal exhibition ) દ્વારા ઉપચારનો લાઈવ ડેમોસ્ટ્રેશન નાગરિકો જોઈએ શકશે.

    આ સમાચાર પણ વાંચો :  AICFB National Chess Championship : બીજી ઓલ ઈન્ડિયા ચેસ ફેડરેશન ફોર ધ બ્લાઈન્ડ નેશનલ ટીમ ચેસ ચેમ્પિયનશિપ 2024 શરૂ, આટલા રાજ્યોએ લીધો ભાગ.

    આગામી છ દિવસ સુધી યોજાનારા આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવશે જેમાં ગૌણ વન પેદાશો, ઓર્ગેનિક ખાદ્યચીજો, નાગલી બનાવટો, શુદ્ધ મધ, જડીબુટ્ટીઓ -ઔષધિઓનું વેચાણ કરાશે તેમ, આદિજાતિ વિકાસ વિભાગની ( Tribal Development ) યાદીમાં જણાવાયું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.