Tag: truth

  • Ahmedabad Plane Crash:અમદાવાદ વિમાન દુર્ઘટના ક્રેશ મામલે મોટી સફળતા, DGCAને હાથ લાગ્યું બ્લેક બોક્સ, ખુલશે અનેક રહસ્યો

    Ahmedabad Plane Crash:અમદાવાદ વિમાન દુર્ઘટના ક્રેશ મામલે મોટી સફળતા, DGCAને હાથ લાગ્યું બ્લેક બોક્સ, ખુલશે અનેક રહસ્યો

    News Continuous Bureau | Mumbai

    Ahmedabad Plane Crash:અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના ચોક્કસ કારણ એ બધાનું ધ્યાન ખેંચ્યું છે. બધી તપાસ એજન્સીઓ તેને શોધી રહી છે. હવે વિમાનનું બ્લેક બોક્સ અને કોકપીટ વોઇસ રેકોર્ડર મળી આવ્યું છે. આનાથી વિમાન દુર્ઘટના પાછળનું સાચું કારણ સમજવામાં મદદ મળશે. 

    Ahmedabad Plane Crash: દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોત 

    અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 297 લોકોના મોત થયા છે. વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી 241 લોકોના મોત થયા છે, જ્યારે સદનસીબે એક મુસાફર બચી ગયો છે. મૃતકોમાંથી 229 મુસાફરો હતા અને 12 ક્રૂ મેમ્બર હતા. આ ઉપરાંત, જે મેડિકલ કોલેજ-હોસ્ટેલમાં વિમાન ક્રેશ થયું હતું ત્યાં હાજર 56 લોકોએ પણ જીવ ગુમાવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો :  Air India Plane Crash : વિમાનમાં 1.25 લાખ લિટર ઈંધણ, બ્લાસ્ટ થતાં જ તાપમાન 1000 ડિગ્રીએ પહોંચી ગયું; માનવી-પશુ બધા જ બળીને ખાક..

    Ahmedabad Plane Crash: વિમાનમાં ટેકનિકલ ખામી શું હતી? 

    દરમિયાન, વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર બનાવવામાં આવી છે. સરકારે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં વિમાન ક્રેશ થયું, જેના કારણે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. તે સમયે વિમાનમાં ટેકનિકલ ખામી શું હતી? પાઇલટ વિમાનને કેમ નિયંત્રિત કરી શક્યો નહીં? છેલ્લી ક્ષણે વિમાનમાં ચોક્કસ પરિસ્થિતિ શું હતી? આવા વિવિધ પ્રશ્નોના જવાબો શોધવામાં આવી રહ્યા છે. પરંતુ હવે આ બધા પ્રશ્નોના જવાબ મળવાની શક્યતા છે. કારણ કે બ્લેક બોક્સ અને કોકપીટ વોઇસ રેકોર્ડર મળી ગયા છે.

     

     

  • Internet Shutdown : શું 16 જાન્યુઆરીએ આખી દુનિયાનું ઇન્ટરનેટ થઈ જશે ઠપ્પ?  સો, મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે ડિજિટલ શટડાઉન: જાણો વાયરલ દાવાની સત્યતા..

    Internet Shutdown : શું 16 જાન્યુઆરીએ આખી દુનિયાનું ઇન્ટરનેટ થઈ જશે ઠપ્પ? સો, મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે ડિજિટલ શટડાઉન: જાણો વાયરલ દાવાની સત્યતા..

    News Continuous Bureau | Mumbai

    Internet Shutdown : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. દુનિયાભરમાં લાખો લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. તેવી જ રીતે, હાલમાં સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો અને સંદેશા વાયરલ થઈ રહ્યા છે. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 16 જાન્યુઆરીએ ઇન્ટરનેટ બંધ રહેશે. આ મેસેજ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક બધા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. ઘણા લોકો આ મેસેજ પર વિશ્વાસ કરી રહ્યા છે અને માની રહ્યા છે કે ઇન્ટરનેટ બંધ થવાનું છે. શું આ દાવો સાચો છે કે પછી સોશિયલ મીડિયા પર ફેલાયેલી બીજી અફવા છે? ચાલો જાણીએ.

    Internet Shutdown : સોશિયલ મીડિયા પર શું દાવો છે?

    સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે ‘ધ સિમ્પસન્સ’ કાર્ટૂનમાં 16 જાન્યુઆરી, 2025 ના રોજ વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થવાની આગાહી કરવામાં આવી હતી. એવું પણ કહેવાય છે કે આ કાર્ટૂનમાં કરવામાં આવેલી કોઈ પણ આગાહી સાચી પડી નથી. આ વીડિયોમાં, એક શાર્ક પાણીની અંદર ઇન્ટરનેટ કેબલ કાપતી જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આનાથી વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે. વીડિયોમાં પાછળથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના નવા ચૂંટાયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઉદ્ઘાટન સમારોહ સાથે સંબંધિત છે.

    Internet Shutdown :શું 16 જાન્યુઆરીએ ખરેખર ઇન્ટરનેટ બંધ થઈ જશે?

    આ વાયરલ મેસેજ પર ટિપ્પણી કરતા, ઘણા નિષ્ણાતોએ કહ્યું છે કે આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. કારણ કે ‘ધ સિમ્પસન્સ’ એ આવી કોઈ આગાહી કરી ન હતી. આ વિડિઓને સંપાદિત કરવાની જરૂર છે. તેથી, 16 જાન્યુઆરીએ ઇન્ટરનેટ બંધ થશે તેવા દાવામાં કોઈ સત્ય નથી. તો જો તમને આવો સંદેશ મળે, તો તેના પર વિશ્વાસ ન કરો.

    આ સમાચાર પણ વાંચો : Desi Jugaad: ભારતીયોના જુગાડનો જવાબ નહી! આ ભાઈએ EV ગાડીની બેટરીની મદદથી તળી કચોરી , જુઓ વાયરલ વીડિયો..

    આ અંગે બીજી માહિતી એ છે કે ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ પણ 16 જાન્યુઆરીએ નહીં, પણ 20 જાન્યુઆરીએ થશે. તેથી, સોશિયલ મીડિયા પર ફરતા આવા પાયાવિહોણા દાવાઓથી સાવધ રહો. નિષ્ણાતોએ આવા વાયરલ દાવાઓને વધુ શેર ન કરવા અને ચકાસણી કર્યા વિના આવા વીડિયો પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.

     

     

  • TMKOC jethalal: શું ખરેખર જેઠાલાલ એ તારક મહેતા શો છોડવાને લઈને કરી હતી અસિત મોદી સાથે ગેરવર્તણૂક? દિલીપ જોશી એ જણાવી હકીકત

    TMKOC jethalal: શું ખરેખર જેઠાલાલ એ તારક મહેતા શો છોડવાને લઈને કરી હતી અસિત મોદી સાથે ગેરવર્તણૂક? દિલીપ જોશી એ જણાવી હકીકત

    News Continuous Bureau | Mumbai

    TMKOC jethalal: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16  લોકો નું મનોરંજન કરી રહ્યું છે. હવે આ શો ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે..મીડિયા રિપોર્ટ માં એવી દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલીપ જોશી અને અસિત મોદી વચ્ચે ઝગડો થયો હતો. રિપોર્ટ માં તો એમ પણ કહેવામાં આવ્યું હતું કે દિલીપ જોશી એ અસિત મોદી નો કોલર પણ પકડી લીધો હતો. હવે આ મામલે દિલીપ જોશી એ મૌન તોડ્યું હકીકત જણાવી  છે. 

    આ સમાચાર પણ વાંચો : Amitabh and Aishwarya: અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચને તેમના આ કિંમતી અંગ નો ઉતરાવ્યો છે વીમો

    તારક મહેતા ના દિલીપ જોશી એ જણાવી હકીકત 

    દિલીપ જોશી એ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, ‘મીડિયામાં જે વસ્તુઓ આવી રહી છે તેના પર હું સ્પષ્ટતા આપવા માંગુ છું. આ બધી અફવાઓ છે. મારી અને અસિત ભાઈ વચ્ચે આવું કાંઈ થયું નથી, બધા ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. મને આ વસ્તુઓ જોઈને દુઃખ થાય છે. ‘તારક મહેતા’ એક એવો શો છે જેનો અર્થ મારા માટે ઘણો અર્થ છે અને લાખો ચાહકો તેને પસંદ કરે છે. જ્યારે પણ કોઈ પાયાવિહોણા સમાચાર ફેલાવે છે, ત્યારે તે શોના સાચા દર્શકોને નુકસાન પહોંચાડે છે.’


    પોતાની વાત ને આગળ વધારતા દિલીપ જોશી એ જણાવ્યું કે,’અગાઉ મારા શો છોડવાની વાતો ચાલી હતી જે ખોટી હતી. દર અઠવાડિયે આ બધું મારી સાથે સામે આવી રહ્યું છે. હવે આસિતભાઈની પ્રતિષ્ઠાને કલંકિત કરવા માટે નવી નવી વાર્તાઓ ઘડવામાં આવી રહી છે. આ વસ્તુઓને વારંવાર જોઈને દુઃખ થાય છે. મને લાગે છે કે કેટલાક લોકો શોની સફળતાથી ઈર્ષ્યા કરે છે, તેથી જ તેઓ આ બધું ફેલાવી રહ્યા છે. મને ખબર નથી કે આ સમાચાર ફેલાવવા પાછળ કોણ છે. પરંતુ હું એક વાત સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે હું અહીં છું. હું દરરોજ સખત મહેનત કરું છું અને તે પણ એટલા જ પ્રેમ અને જુસ્સાથી. હું ક્યાંય જતો નથી. હું ઘણા વર્ષોથી આ પ્રવાસનો હિસ્સો રહ્યો છું અને રહીશ.’

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Urvashi rautela: ઉર્વશી રૌતેલા એ તેના અને રિષભ પંત સાથે ના સંબંધ પર તોડ્યું મૌન, ક્રિકેટર ને લાઈને અભિનેત્રી એ કહી આવી વાત

    Urvashi rautela: ઉર્વશી રૌતેલા એ તેના અને રિષભ પંત સાથે ના સંબંધ પર તોડ્યું મૌન, ક્રિકેટર ને લાઈને અભિનેત્રી એ કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai 

    Urvashi rautela: ઉર્વશી રૌતેલા બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. ઉર્વશી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહેતી હોય છે. છેલ્લા ઘણા સમય થી ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર રિષભ પંત ના અફેરના સમાચાર સામે આવી રહ્યા છે. હવે આ મામલે ઉર્વશી એ પોતાનું મૌન તોડ્યું છે અને તેને તેના અને ક્રિકેટર સાથેના અફેર વિશે વાત કરી છે.

    આ સમાચાર પણ વાંચો : Aishwarya rai daughter: ઐશ્વર્યા ની દીકરી નું સાઉથ સુપરસ્ટાર અભિનેતા સાથે નું વર્તન જોઈ લોકો થયા ગુસ્સા માં લાલચોળ, આરાધ્યા થઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ

    ઉર્વશી રૌતેલા એ જણાવી હકીકત 

    એક મીડિયા હાઉસ સાથેની વાતચીત દરમિયાન ઉર્વશી એ જણાવ્યું કે, ‘મને આરપી (રિષભ પંત) સાથે જોડતી અફવાઓ અને મીમ્સ અંગે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આ બધી અફવાઓ પાયાવિહોણી છે.મને મારા અંગત જીવનને ખાનગી રાખવું ગમે છે. મારું ધ્યાન મારી કારકિર્દી અને કામ પર છે, જેના વિશે હું ઉત્સાહી છું. આવા મુદ્દાઓને પારદર્શિતા સાથે ઉકેલવા અને અટકળોને બદલે સત્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મહત્વનું છે. મને સમજાતું નથી કે આ મેમ મટીરીયલ પેજીસ આ બધા માટે આટલા ઉત્સાહિત કેમ છે.”

     

    View this post on Instagram

     

    A post shared by NDTV Movies (@ndtvmovies)


    ઉર્વશી રૌતેલા ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રી અક્ષય કુમાર, રવિના ટંડન, સુનીલ શેટ્ટી, દિશા પટની, આફતાબ શિવદાસાની, જેકલીન ફર્નાન્ડીઝ, અરશદ વારસી સ્ટારર ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ માં જોવા મળશે. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • TMKOC abdul: તારક મહેતા ને અલવિદા કહેવા પર અબ્દુલ એ તોડ્યું મૌન, પોતાની ભૂમિકા ને લઈને શરદ એ કહી આવી વાત

    TMKOC abdul: તારક મહેતા ને અલવિદા કહેવા પર અબ્દુલ એ તોડ્યું મૌન, પોતાની ભૂમિકા ને લઈને શરદ એ કહી આવી વાત

    News Continuous Bureau | Mumbai

    TMKOC abdul:  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષ થયો લોકો નું મનોરંજન કરી રહ્યું છે.   થોડા સમય પહેલા એવા સમાચાર આવ્યા હતા કે તારક મહેતા માં અબ્દુલ ની ભૂમિકા ભજવી રહેલા અભિએન્ટ શરદ સાંકલા એ શો ને અલવિદા કહી દીધું છે. હવે આ મામલે અભિએન્ટ એ મૌન તોડ્યું છે અને હકીકત જણાવી છે. 

    આ સમાચાર પણ વાંચો: TVK Flag Launch: સાઉથ એક્ટર થલાપતિ વિજયની રાજકારણમાં એન્ટ્રી, પાર્ટીનો ફ્લેગ અને એન્થમ લોન્ચ કર્યું; જુઓ વિડીયો 

    તારક મહેતા ના અબ્દુલ એ જણાવી હકીકત 

    એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન શરદે તારક મહેતા શો છોડવાના સમાચાર ને અફવા ગણાવતા કહ્યું, હું ક્યાંય ગયો નથી અને શોનો ભાગ છું. આ શોની સ્ટોરીલાઈન એવી છે કે મારું પાત્ર અત્યારે ત્યાં નથી, પણ તે જલ્દી જ પાછું આવશે. તે કથાનો એક ભાગ છે. આ એક સુંદર અને લાંબો સમય ચાલતો શો છે અને હું મારા પાત્ર માટે જાણીતો છું, તે એક મહાન સિદ્ધિ છે. હું શો કેમ છોડીશ? હું શો છોડવાનું વિચારી પણ શકતો નથી.” 


    પોતાની વાત ને આગળ વધારતા શરદે કહ્યું, “નીલા ટેલિફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ મારા પરિવાર જેવું છે અને નિર્માતા અસિત મોદી મારા કૉલેજના મિત્ર છે, એવું ક્યારેય નહીં બને કે હું શો છોડી દઉં. જ્યાં સુધી શો ચાલુ રહેશે ત્યાં સુધી હું તેનો હિસ્સો રહીશ.”

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • Hardik pandya and ananya pandey: શું ખરેખર હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એકબીજાને કરી રહ્યા છે ડેટ? અભિનેત્રી ના નજીક ના સૂત્ર એ જણાવી હકીકત

    Hardik pandya and ananya pandey: શું ખરેખર હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એકબીજાને કરી રહ્યા છે ડેટ? અભિનેત્રી ના નજીક ના સૂત્ર એ જણાવી હકીકત

    News Continuous Bureau | Mumbai

    Hardik pandya and ananya pandey: હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે એ જ્યારથી અનંત અને રાધિકા ની જાન માં સાથે ડાન્સ કર્યો છે ત્યારથી બંને ના ડેટિંગ ના સમાચાર ચાલી રહ્યા છે આની વચ્ચે હાર્દિક અને અનન્યા સોશિયલ મીડિયા પ[ર એકબીજા ને ફોલો કરવાનું પણ શરૂ કરી દીધું છે. અધૂરામાં પૂરું હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક દ્વારા અલગ થવાની જાહેરાતે ડેટિંગની અટકળોને વધુ વેગ આપ્યો છે.તેવામાં અનન્યા ના નજીક ના સૂત્ર  એ બંને ના સંબંધ વિશે હકીકત જણાવી છે. 

    આ સમાચાર પણ વાંચો: Natasa stankovic: હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા ની જાહેરાત બાદ દીકરા સાથે આ રીતે સમય વિતાવી રહી છે નતાશા સ્ટેન્કોવિક, તસવીરોમાં જોવા મળ્યું હસતા ચેહરા પાછળ નું દુઃખ

     

    હાર્દિક પંડ્યા અને અનન્યા પાંડે ના સંબંધ ની હકીકત 

    અનન્યા પાંડેની નજીકના એક સૂત્રએ એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં કહ્યું કે, ‘અભિનેત્રી અને હાર્દિક પંડ્યા વચ્ચેના અફેરના સમાચારમાં કોઈ સત્ય નથી. અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાએ અંબાણી પરિવારના લગ્ન સમારોહમાં સાથે સમય વિતાવ્યો કારણ કે તેમના વાઇબ્સ મેળ ખાતા હતા. અનન્યા પાંડે દરેકને મળે છે તેની સાથે મૈત્રીપૂર્ણ બને છે અને મોટાભાગના લોકો સાથે તે સારી રીતે હળીમળી જાય છે. તે એક આનંદનો પ્રસંગ હતો અને બધાએ સારો સમય પસાર કર્યો હતો. જે લોકો બંને વચ્ચે રોમેન્ટિક એન્ગલ શોધી રહ્યા છે તેમને જણાવી દઈએ કે અનન્યા પાંડે હાલમાં પોતાના કામ પર ધ્યાન આપી રહી છે. અનન્યા પાંડે પાસે ઘણી રસપ્રદ ફિલ્મો અને OTT પ્રોજેક્ટ્સ છે અને તે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તે પોતાની કારકિર્દી પર સંપૂર્ણ ધ્યાન આપવા માંગે છે. તેથી અનન્યા પાંડે અને હાર્દિક પંડ્યાના અફેરની વાતો તદ્દન ખોટી છે.’


    તમને જણાવી દઈએ એક અનન્યા પાંડે નું નામ આદિત્ય રોય કપૂર સાથે જોડાઈ ચૂક્યું છે મીડિયા રિપોર્ટ મુજબ અનન્યા અને આદિત્ય નું બ્રેકઅપ થઇ ગયું છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Munmun Dutta and Raj Anadkat: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતા જી અને ટપ્પુ ની સગાઈ ની હકીકત આવી સામે, મુનમુન અને રાજ એ જણાવી સચ્ચાઈ

    Munmun Dutta and Raj Anadkat: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની બબીતા જી અને ટપ્પુ ની સગાઈ ની હકીકત આવી સામે, મુનમુન અને રાજ એ જણાવી સચ્ચાઈ

    News Continuous Bureau | Mumbai 

    Munmun Dutta and Raj Anadkat:  મુનમુન દત્તા એ તારક મહેતામાં બબીતાજી નું પાત્ર ભજવી રહી છે,જ્યારેકે રાજ એ તારક મહેતા માં ટપ્પુ  ભજવ્યું હતું. છેલ્લા ઘણા ટાઈમ થી મુનમુન દત્તા અને રાજ અનડકટ ના અફેર ની ચર્ચા ચાલી રહી છે.આ  વચ્ચે સોશિયલ મીડિયા પર મુનમુન દત્તા અને રાજ અનડકટ ની સગાઈની ચર્ચાએ ધૂમ મચાવી હતી.સોશિયલ મીડિયા પર એવા સમાચાર વહેતા થયા હતા કે મુનમુન દત્તા અને રાજ અનડકટ એ ગુપચુપ સગાઇ કરી લીધી છે. હવે આ બધા સમાચારો ને નકારી કાઢતા મુનમુન અને રાજ એ હકીકત જણાવી છે. 

    આ સમાચાર પણ વાંચો : Ae watan mere watan: એ વતન મેરે વતન માંથી ઇમરાન હાશ્મી નો લુક થયો જાહેર, પહેલીવાર અભિનેતા એ ભજવી છે આવી ભૂમિકા

    મુનમુન દત્તા અને રાજ અનડકટ એ જણાવી હકીકત 

    મીડિયા દ્વારા મુનમુન દત્તા નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે અભિનેત્રી એ પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, “આ બધુ ચોખ્ખું બકવાસ છે. આ બધામાં એક ટકા પણ સત્ય નથી. હું આવા ફેક ન્યૂઝ પર મારી શક્તિ  વેડફવાનો પણ ઇનકાર કરું છું.”

     

    View this post on Instagram

     

    A post shared by Viral Bhayani (@viralbhayani)


    રાજ અનડકટ ની ટીમે આ સમાચાર પર મૌન તોડ્યું અને કહ્યું – ‘મને વસ્તુઓ સાફ કરવા દો, તમે લોકો સોશિયલ મીડિયા પર જે પણ સમાચાર વાંચી રહ્યા છો તે ખોટા, પાયાવિહોણા અને બકવાસ છે.’

    તમને જણાવી દઈએ કે, થોડા કલાકો પહેલા સમાચાર આવ્યા હતા કે રાજ અને મુનમુને ગુજરાતના વડોદરામાં ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે. આ સમાચાર એ સોશિયલ મીડિયા પર હંગામો મચાવી દીધો હતો. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Shahrukh khan: શું ખરેખર શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા નું હતું અફેર? વર્ષો બાદ કિંગ ખાન ના મિત્ર એ જણાવી હકીકત

    Shahrukh khan: શું ખરેખર શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા નું હતું અફેર? વર્ષો બાદ કિંગ ખાન ના મિત્ર એ જણાવી હકીકત

    News Continuous Bureau | Mumbai 

    Shahrukh khan: બોલિવૂડ માં શાહરુખ ખાન ને કિંગ ઓફ રોમાન્સ પણ કહેવામાં આવે છે. શાહરુખ ખાન એક સારો અભિનેતા હોવા ઉપરાંત એક સારો પતિ પણ છે. પડદા પર આટલી બધી અભિનેત્રી સાથે રોમાન્સ કર્યા બાદ પણ શાહરુખ  ખાન નું નામ કોઈ અભિનેત્રી સાથે જોડાયું નથી. હા ફક્ત એક વખત શાહરુખ ખાન નું નામ પ્રિયંકા ચોપરા સાથે જોડવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ મુજબ શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા એ ડોન 2 માં સાથે કામ કર્યું હતું આ દરમિયાન બંને એકબીજા ની નજીક આવ્યા હતા. ત્યારથી શાહરુખ અને પ્રિયંકા ના અફેર ના સમાચારે જોર પકડ્યું હતું. હવે આ સમાચાર પર શાહરુખ ખાન ના નજીક ના મિત્ર વિવેક એ હકીકત જણાવી છે. 

    આ સમાચાર પણ વાંચો : WPL 2024 : વિમેન્સ પ્રીમિયર લીગના ઉદ્ઘાટનમાં જામશે બોલિવૂડ ના સ્ટાર્સ નો મેળાવડો,કાર્તિક આર્યન બાદ હવે આ સુપરસ્ટાર નું નામ આવ્યું સામે

    શાહરુખ ખાન ના મિત્ર એ જણાવી હકીકત 

    વિવેક વાસવાની શાહરૂખનો ખાસ મિત્ર છે. વિવેકે  શાહરૂખ ખાનને રાજુ બન ગયા જેન્ટલમેનમાં લોન્ચ કર્યો હતો. શાહરુખ અને વિવેકે બોલિવૂડમાં સાથે ઘણો સમય વિતાવ્યો છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન વિવેકે શાહરુખ ખાન ના પ્રિયંકા ચોપરા સાથે ના અફેર વિશે વાત કરી હતી. વિવેકે કહ્યું હતું કે, ‘જો શાહરૂખ ખાને કોઈને પ્રેમ કર્યો હોય તો તે ગૌરી ખાન છે. ગૌરી સિવાય તેના જીવનમાં અન્ય કોઈ સ્ત્રી માટે કોઈ સ્થાન નથી. તે સંપૂર્ણપણે ગૌરીને સમર્પિત છે. મેં શાહરૂખ સાથે ઘણો સમય વિતાવ્યો છે. શરૂઆતના દિવસોમાં હું અને શાહરૂખ સાથે રહેતા હતા. હું જાણું છું કે શાહરૂખ ક્યારેય બીજી કોઈ સ્ત્રી તરફ આકર્ષિત થઈ શકે નહીં. તે ગૌરીને તેના સ્કૂલના દિવસોથી જ પ્રેમ કરે છે. કોઈપણ અફવાથી બંનેને કોઈ ફરક પડતો નથી. જુઓ, જ્યારે પણ શાહરૂખનું નામ કોઈની સાથે જોડવામાં આવ્યું હતું, તે માત્ર એક અફવા હતી. ઈન્ડસ્ટ્રીમાં કેટલાક એવા લોકો છે જે તેની સફળતાથી ઈર્ષ્યા કરે છે. તેઓ જ શાહરૂખને બદનામ કરવા માટે ક્યારેક કોઈ અભિનેત્રી સાથે તો ક્યારેક કોઈ ડિરેક્ટર સાથે શાહરૂખનું નામ જોડે છે.’

     

  • Sajid khan: નિધનના સમાચાર પર ફિલ્મ નિર્દેશક સાજીદ ખાને તોડ્યું મૌન, વિડીયો શેર કરી ફરાહ ખાન ના ભાઈ એ કરી સ્પષ્ટતા

    Sajid khan: નિધનના સમાચાર પર ફિલ્મ નિર્દેશક સાજીદ ખાને તોડ્યું મૌન, વિડીયો શેર કરી ફરાહ ખાન ના ભાઈ એ કરી સ્પષ્ટતા

    News Continuous Bureau | Mumbai

    Sajid khan: ‘હાઉસફુલ’ જેવી ફિલ્મો બનાવનાર દિગ્દર્શક અને કોરિયોગ્રાફર ફરાહ ખાન નો ભાઈ સાજિદ ખાન હાલ ચર્ચામાં છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એવા સમાચાર આવ્યા હતા કે સાજીદ ખાન નું 70 વર્ષ ની વયે નિધન થયું છે. તેઓ કેન્સર સામે જંગ હારી ગયા છે અને તેમને દુનિયા ને અલવિદા કહી દીધું છે. હવે અભિનેતા સાજિદ ખાનની સાથે ફિલ્મ નિર્માતા સાજિદ ખાન ને પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું છે.આવી સ્થિતિ માં સાજીદ ખાને વિડીયો શેર કરી ને સ્પષ્ટતા કરી કે તે જીવિત છે અને તેને કંઈ થયું નથી. 

     

    સાજીદ ખાને શેર કર્યો વિડીયો 

    સાજિદ ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં અભિનેતા કહી રહ્યો છે કે,’હું ભૂત છું, હું સાજીદ ખાનનું ભૂત છું, હું તમને બધાને ખાઈ જઈશ, સાજીદ ખાનની આત્માને શાંતિ આપે… નથી મળતી! અમને શાંતિ કેવી રીતે મળશે, તે બિચારો સાજિદ ખાન 70ના દાયકામાં હતો. 1957માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મધર  ઈન્ડિયા’માં જે નાનો છોકરો જેને સુનીલ દત્ત ના બાળપણ નો રોલ કર્યો હતો તેનું નામ સાજિદ ખાન હતું. તેનો જન્મ 1951માં થયો હતો, મારો જન્મ વીસ વર્ષ પછી થયો હતો. તેમનું અવસાન થયું છે અને તેમની આત્માને શાંતિ મળે, પરંતુ મારા કેટલાક બેજવાબદાર મીડિયા મિત્રો, મીડિયા પર્સન, બધા જ નહીં, પરંતુ કેટલાકે મારો ફોટો મૂક્યો. આવી સ્થિતિમાં, ગઈ રાતથી અત્યાર સુધી મને RIP મેસેજ આવી રહ્યા છે, મને ફોન પણ આવી રહ્યા છે કે તમે જીવિત છો? અરે ભાઈ, તમારા આશીર્વાદથી હું જીવતો છું, મર્યો નથી. તમારું મનોરંજન કરવાનું છે. તો આવી સ્થિતિમાં, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે હું જીવિત છું અને સાજિદ ખાનની આત્માને શાંતિ મળે.’

     

    View this post on Instagram

     

    A post shared by Sajid Khan (@aslisajidkhan)


    તમને જણાવી દઈએ કે ,ગઈકાલે અભિનેતા સાજિદ ખાનના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી, લોકોએ તેને ફરાહ ખાનના ભાઈ અને ફિલ્મ નિર્માતા સાજિદ તરીકે સમજી લીધો અને અભિનેતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : Rubina dilaik: રૂબીના દિલાઈક એ બતાવી દીકરીઓ ની ઝલક, પોસ્ટ દ્વારા જાહેર કર્યા તેમની બાળકી ના નામ, જાણો દીકરીઓના ના નામ નો અર્થ

     

  • adil-rakhi: 6 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો આદિલ ખાન, ખુલ્લેઆમ રાખી સાવંત ને આપી આ ધમકી

    adil-rakhi: 6 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યો આદિલ ખાન, ખુલ્લેઆમ રાખી સાવંત ને આપી આ ધમકી

    News Continuous Bureau | Mumbai 

    બોલિવૂડમાં ડ્રામા ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી રાખી સાવંત હંમેશા ચર્ચામાં રહે છે. તે ક્યારેક તેના અંગત જીવનને લઈને તો ક્યારેક તેના વીડિયોને લઈને ચર્ચામાં રહે છે. ભૂતકાળમાં, તે તેના પરિણીત જીવનને કારણે ચર્ચામાં રહી છે. રાખીએ અચાનક આદિલ ખાન સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા. લગ્નના થોડા દિવસો બાદ રાખીએ તેના પતિ આદિલ પર અનેક ગંભીર આરોપ લગાવ્યા અને તેને જેલમાં મોકલી દીધો. હવે આદિલ 6 મહિના જેલમાં રહ્યા બાદ બહાર આવ્યો છે. આદિલે ખુલ્લેઆમ ધમકી આપી છે કે તે જેલમાંથી બહાર આવતાં જ રાખીનો પર્દાફાશ કરશે.

     

    આદિલ ખાને વ્યક્ત કરી પોતાની પીડા 

    આદિલ ખાન લગભગ 6 મહિના સુધી મૈસુર જેલમાં કેદ હતો. આદિલ પર તેની પત્ની રાખી સાવંત દ્વારા છેતરપિંડી અને ઉત્પીડન જેવા અનેક ગંભીર આરોપો લાગ્યા હતા. જેવો તે બહાર આવ્યો, આદિલે પાપારાઝી સમક્ષ પોતાનું દર્દ વ્યક્ત કર્યું અને કહ્યું કે તેની સાથે ઘણું ખોટું થયું છે. હવે તે બહાર આવ્યો છે, હવે તે બધાને ખુલ્લા પાડશે અને સમગ્ર સત્ય જણાવશે. જેલમાંથી બહાર આવ્યા બાદ આદિલ રવિવારે પહેલીવાર મુંબઈમાં જોવા મળ્યો હતો.

     

    View this post on Instagram

     

    A post shared by Koimoi.com (@koimoi)

    આદિલ ખાને પાપારાઝી સાથે કરી વાત 

    પાપારાઝી સાથે વાત કરતાં આદિલે કહ્યું, ‘મારી સાથે ખૂબ જ ખોટું થયું છે. એકાદ-બે દિવસમાં હું પ્રેસ કોન્ફરન્સ કરીને બધું જણાવીશ. હવે કોઈ આવીને મને જેલમાં મોકલી અને પ્રસિદ્ધિ મેળવી શકે છે. હું તમને કહીશ કે તે શું, શા માટે અને કયા કારણોસર થયું. મારા તરફથી યોગ્ય વાર્તા કહીશ. આ લોકોએ મને કેવી રીતે ફસાવ્યો? આમાં કોણ સામેલ હતા તે બધાને હું જણાવીશ. તમને ખબર પડશે કે મારી સાથે શું થયું છે. મારે કરોડ આપવા છે કે મારી પાસે આવવું છે.’ આટલું કહેતાં જ આદિલ તેની કારમાં બેસીને નીકળી જાય છે.

    આ સમાચાર પણ વાંચો : KBC 15: આ કારણે શોમાં શરાબી બન્યા અમિતાભ બચ્ચન, પિતા ને નશા માં જોઈ ચોંકી ગયો અભિષેક બચ્ચન