Tag: tweeted

  • રણવીર શૌરિએ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પર કર્યું વાંધાજનક ટ્વીટ, હવે એને ડિલીટ કરી, આપ્યો આ જવાબ

    રણવીર શૌરિએ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ પર કર્યું વાંધાજનક ટ્વીટ, હવે એને ડિલીટ કરી, આપ્યો આ જવાબ

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

    મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021

    ગુરુવાર

    અભિનેતા રણવીર શૌરિએ ભૂતપૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની તસવીર ટ્વિટ કરીને વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે. તેમના આ ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર વપરાતી ભાષા માટે ઘણા લોકોએ તેમને ટ્રૉલ પણ કર્યા છે. આવી સ્થિતિમાં અભિનેતાએ પોતાનું વાંધાજનક ટ્વીટ ડિલીટ કરી દીધું છે. એક ટ્વીટના જવાબમાં અભિનેતાએ પણ સ્વીકાર્યું હતું કે આ ભાષામાં તેમની ભાષા 'વાંધાજનક' હતી અને એથી તેમણે આ ટ્વીટ ડિલીટ કરી દીધું છે.

    'એક થા ટાઇગર', 'સિંહ ઇઝ કિંગ' અને 'આંગ્રેઝી મીડિયમ' જેવી ફિલ્મોમાં ચમકી ચૂકેલા અભિનેતા રણવીર શૌરિ ઘણી વાર સોશિયલ મીડિયા પર ઘણી મીમ્સ અને રાજકીય તસવીરો શૅર કરે છે. તાજેતરમાં જ રણવીર શૌરિએ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુની તસવીર શૅર કરી હતી, જેમાં અન્ય એક વ્યક્તિ તેમની સાથે ઊભેલી જોવા મળી હતી. અભિનેતાએ આ તસવીર સાથે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. રણવીર શૌરિ તેની તસવીરની ભાષા માટે ઘણો ટ્રૉલ થયો હતો. હવે અભિનેતાએ એ તસવીર ડિલીટ કરી દીધી છે.

    ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબિતાજીએ ધારણ કર્યું એવું રૂપ કે જેઠાલાલ બસ જોતા જ રહી ગયા; જાણો વિગત

    એક યુઝરે રણવીર શૌરિને પૂછ્યું : તમારે તમારા ટ્વીટ ડિલીટ કરવાની જરૂર કેમ પડી? તમે તમારા શબ્દને વળગી ન શક્યા?આના જવાબમાં અભિનેતાએ જવાબ આપ્યો : મેં એ ટ્વીટ ડિલીટ કર્યું છે, કારણ કે મેં એમાં વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે. મને મારી ભૂલ સ્વીકારવામાં કોઈ શરમ નથી.