Tag: twist

  • Anupamaa: અનુપમા વિરુદ્ધ જશે ફ્રેન્ડ રજની, તો દીકરી રાહી કેવી રીતે બનશે માતાની ઢાલ?

    Anupamaa: અનુપમા વિરુદ્ધ જશે ફ્રેન્ડ રજની, તો દીકરી રાહી કેવી રીતે બનશે માતાની ઢાલ?

    News Continuous Bureau | Mumbai

    Anupamaa: ટીવી સીરિયલ અનુપમામાં એકવાર ફરી અનુપમાની ઉડાનમાં અવરોધ આવશે. સામે આવેલા પ્રોમો મુજબ, અનુપમાની ફ્રેન્ડ રજની, ગૌતમ ગાંધી સાથે મળીને તેને દગો આપશે. રજની એટલી ગુસ્સે થશે કે તે ગુસ્સામાં અનુપમાની તસવીર ફેંકીને તોડી નાખશે

    આ સમાચાર પણ વાંચો : KSBKBT 2: તુલસી (સ્મૃતિ ઈરાની) નો નવો સાડી લુક થયો વાયરલ, અભિનેત્રીએ તેના ડ્રેસિંગ પાછળના હીરોનો આભાર માન્યો

    રાહી બનશે અનુપમા ની ઢાલ 

    પ્રોમો મુજબ અનુપમાના ફેશન શો પર પણ જોખમ તોળાશે. અનુપમા તેની ડાન્સ રાણીઓ સાથે જે ઇવેન્ટમાં ફેશન શો કરવાની હતી, તે ઇવેન્ટ હવે રદ્દ થઈ જશે.

    View this post on Instagram

    A post shared by crazy4tv (@crazy4tv)

    આવામાં, અનુપમા ચૉલમાં જ ફેશન શો કરશે. આ બાબતમાં અનુપમાનો સાથ આપવા માટે રાહી અમદાવાદથી મુંબઈ આવશે અને તેની માતા સાથે ચૉલમાં રેમ્પ વૉક કરશે. આ દરમિયાન, ગૌતમ ગાંધી, રાહીના પ્રોફેસરનો ઉપયોગ કરીને પ્રેમ અને રાહી વચ્ચે દૂરી પેદા કરવાનો પ્રયત્ન કરશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?

    Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?

    News Continuous Bureau | Mumbai

    Anupamaa: સ્ટાર પ્લસનો લોકપ્રિય શો ‘અનુપમા’  માં હવે એક નવો ટ્વિસ્ટ આવશે. હાલ અનૂપમા ઈશાની અને પરી સાથે મુંબઈમાં છે અને પોતાની નવી જિંદગી માટે કામ શોધી રહી છે. આ દરમિયાન શોમાં એક નવા પાત્રની એન્ટ્રી થશે, જે અનૂપમાની ઉડાનને નવી દિશા આપશે.

    આ સમાચાર પણ વાંચો : Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો

    નવું પાત્ર કોણ ભજવશે?

    મીડિયા રિપોર્ટ્સ મુજબ આ નવું પોઝિટિવ પાત્ર ટીવી એક્ટ્રેસ રિંકુ ધવન ભજવશે. રિંકુ મુંબઈ ટ્રેકમાં અનૂપમાને સપોર્ટ કરશે અને તેની નવી શરૂઆતમાં મદદરૂપ બનશે.રિંકુ ધવન ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. તેઓ ‘કહાની ઘર ઘર કી’ જેવા હિટ શોમાં જોવા મળી ચૂક્યા છે અને તાજેતરમાં ‘બિગ બોસ’ માં પણ દેખાયા હતા. તેમની એન્ટ્રીથી શોમાં નવી એનર્જી અને ડ્રામા આવશે.

    View this post on Instagram

    A post shared by crazy4tv (@crazy4tv)

    પરીના મુંબઈ જતાં રાજા તૂટી જશે અને પૈસા ઉડાવવાનું શરૂ કરશે. અનિલ તેની સામે પ્રશ્ન ઉઠાવશે, જેના કારણે રાજા ભડકી જશે. તે ઘરના લોકોને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં દખલ કરવાનો આરોપ લગાવશે. આથી શોમાં વધુ તણાવ અને ડ્રામા જોવા મળશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!

    Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!

    News Continuous Bureau | Mumbai

    Anupamaa New entry: રૂપાલી ગાંગુલી અભિનિત લોકપ્રિય શો ‘અનુપમા’માં હવે એક મોટો ટ્વિસ્ટ આવવાનો છે. જ્યાં માહી અને ગૌતમના લગ્ન પછી બંને પોતાનું અસલી રૂપ બતાવશે, ત્યાં અનુપમાની જિંદગીમાં એક નવી વ્યક્તિ આર્યા  કપૂર ની એન્ટ્રી થશે – જે બિઝનેસ પાર્ટનર તરીકે આવશે, પણ અંદરથી અનુપમાને તોડવાનો પ્લાન હશે.

    આ સમાચાર પણ વાંચો : The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ

    માહી અને ગૌતમના બદલાતા રંગ

    લગ્ન પછી ગૌતમ બિઝનેસમાં થયેલા ઘોટાળાનો ખુલાસો કરશે, જ્યારે માહી પણ ગૌતમ સાથે મળીને કોઠારી હાઉસમાંથી અંશ, પ્રેમ અને રાજાને બહાર કાઢવાનો પ્લાન બનાવશે. બંને પરાગને માનસિક અને આર્થિક રીતે તોડવાનો પ્રયાસ કરશે.મીડિયા રિપોર્ટ મુજબ આર્યા કપૂર અનુપમાની બિઝનેસ પાર્ટનર તરીકે આવશે અને અનુપમાનું કામ ઝડપથી આગળ વધશે. અનુપમા રાતોરાત સફળતા મેળવે છે, પણ તેને ખબર નથી કે આર્યા પાછળથી તેના માટે સૌથી મોટો ખતરો બની રહેશે.

    View this post on Instagram

    A post shared by StarPlus (@starplus)

    આર્યા કપૂર અનુપમાની સફળતાને તોડવા માટે શું પગલાં લેશે? શું અનુપમા સમયસર આ ખતરો ઓળખી શકશે? શો હવે નવા રોમાંચક ટ્રેક તરફ આગળ વધી રહ્યો છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, ગીતાંજલી ને કારણે બદલાઈ જશે અરમાન અને અભીરા ની જિંદગી

    Yeh Rishta Kya Kehlata Hai: ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવશે મોટો ટ્વિસ્ટ, ગીતાંજલી ને કારણે બદલાઈ જશે અરમાન અને અભીરા ની જિંદગી

    News Continuous Bureau | Mumbai

    Yeh Rishta Kya Kehlata Hai: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’  હવે એક મોટો અને ભાવનાત્મક ટ્વિસ્ટ લાવવાનું છે. ગીતાંજલી , જે અરમાન સાથે લગ્ન કરીને પણ અભિરા થી અસુરક્ષિત અનુભવે છે, હવે એક ખતરનાક પ્લાન બનાવે છે. પરંતુ આ પ્લાનનો ભોગ તે પોતે બને છે અને ખડક પરથી પડી જાય છે, જેના કારણે તેનું દુઃખદ અંત થાય છે.

    આ સમાચાર પણ વાંચો : Two Much: કાજોલ-ટ્વિંકલના શોમાં ધમાલ મચાવશે આલિયા ભટ્ટ અને વરુણ ધવન, મસ્તીભર્યો પ્રોમો થયો વાયરલ

    અભિરા અને માયરા જીવલેણ અકસ્માતમાં

    ગીતાંજલીના પ્લાન મુજબ અભિરા અને તેની દીકરી માયરા ને પોતાના રસ્તામાંથી દૂર કરવા માટે એક જાળ પાથરે છે. પરંતુ આ જાળમાં ગીતાંજલી પોતે ફસાઈ જાય છે. બીજી તરફ, અભિરા અને માયરા એક કાર અકસ્માતમાં ફસાઈ જાય છે, જ્યાં તેમની કાર ખડક પરથી લટકી રહી છે. અરમાન પોતાની જિંદગી જોખમમાં મૂકી બંનેને બચાવે છે. અરમાનના હીરોવાળી એક્ટ પછી, અભિરા અને અરમાન વચ્ચેની લાગણીઓ ફરીથી જીવંત થાય છે. ગીતાંજલીના મૃત્યુથી બંનેના સંબંધમાં નવી દિશા આવી શકે છે. જોકે, અભિરા હજુ પણ અરમાનથી દૂર રહેવા માંગે છે, કારણ કે તે પોતાના ભવિષ્ય માટે સ્પષ્ટતા ઈચ્છે છે.

    View this post on Instagram

    A post shared by Tellywood XYZ (@tellywood_xyz_)

    આ ટ્રેકમાં દુઃખ, તણાવ, પ્રેમ અને ત્યાગના તત્વો છે. ગીતાંજલીના મૃત્યુ પછી પોદ્દાર પરિવારમાં ભાવનાત્મક તોફાન આવશે. અરમાનના નિર્ણય અને અભિરાની સ્થિતિ હવે શોનું મુખ્ય કેન્દ્ર બનશે. ફેન્સ માટે આ ટ્રેક એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anupama spoiler: ‘અનુપમા’ ના કારણે ફરી એકવાર આમને સામને આવશે શાહ અને કોઠારી પરિવાર, જાણો શો ના આવનાર એપિસોડ વિશે

    Anupama spoiler: ‘અનુપમા’ ના કારણે ફરી એકવાર આમને સામને આવશે શાહ અને કોઠારી પરિવાર, જાણો શો ના આવનાર એપિસોડ વિશે

    News Continuous Bureau | Mumbai

    Anupama spoiler: સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’  માં એક પછી એક ધમાકેદાર ટ્વિસ્ટ આવી રહ્યા છે. રૂપાલી ગાંગુલી   દ્વારા અભિનિત અનુપમાના જીવનમાં મુશ્કેલીઓનો વરસાદ થતો રહે છે. હાલમાં શોમાં અનુપમા પરિવાર સાથે વેકેશન પર છે, જ્યાં રાહી સાથે થયેલી છેડછાડની ઘટના બાદ અનુપમાએ શખ્સને ઠપકો આપ્યો છે.

    સમર જીવિત? અનુપમાને લાગશે ઝટકો

    આગામી એપિસોડમાં અનુપમાને સમર જીવિત જોવા મળશે, જેની મૃત્યુ બાદ હવે અચાનક સામે આવી રહ્યો છે. સમર અનુપમાને કહેશે કે તેની મૃત્યુ માટે અનુજ જવાબદાર નથી. સાથે જ તે ખુલાસો કરેશે કે ડિંપી સિવાય પણ તે બીજા કોઈને પ્રેમ કરતો હતો અને તેનું એક સંતાન પણ છે. અનુપમા આ વાત સાંભળીને હેરાન થઈ જશે અને સમરના બાળકની શોધ શરૂ કરશે. શરૂઆતમાં તેને વિશ્વાસ નહીં આવે, પણ પછી તે આ સત્ય પરિવાર સામે ખુલ્લું કરશે. શાહ હાઉસમાં આ વાતથી મોટો વિવાદ ઊભો થશે.

     વેકેશન દરમિયાન એક અકસ્માત થશે જેમાં પ્રાર્થના પોતાનું બાળક ગુમાવશે. આ ઘટનાને લઈને ફરી એકવાર પરિવાર અનુપમાને દોષી ઠેરવશે અને તેની સામે નફરત વ્યક્ત કરશે. ફરીએકવાર અનુપમા ને કારણે શાહ અને કોઠારી પરિવાર આમને સામને આવશે.

  • Anupama Upcoming Twists: ‘વનરાજ શાહ ઇઝ બેક’, અનુપમા માં સુધાંશુ પાંડે ની જગ્યા એ આ અભિનેતા નિભાવી શકે છે અનુપમા ના પૂર્વ પતિ ની ભૂમિકા

    Anupama Upcoming Twists: ‘વનરાજ શાહ ઇઝ બેક’, અનુપમા માં સુધાંશુ પાંડે ની જગ્યા એ આ અભિનેતા નિભાવી શકે છે અનુપમા ના પૂર્વ પતિ ની ભૂમિકા

    News Continuous Bureau | Mumbai

    Anupama Upcoming Twists: ટીવી સિરિયલ ‘અનુપમા’ માં ફરી એકવાર મોટો ટ્વિસ્ટ  આવવાની શક્યતા છે. સુધાંશુ પાંડે  ના એક્ઝિટ બાદ વનરાજ શાહ ના પાત્ર માટે નવા એક્ટર શોધવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે આ પાત્ર માટે રોનિત રોય ને પસંદ કરવામાં આવી શકે છે. જોકે રોનિતે આ અફવાઓને ખોટી ગણાવી છે અને જણાવ્યું છે કે તેને કોઈ ઓફિશિયલ ઓફર મળેલી નથી

    આ સમાચાર પણ વાંચો : Ranveer Singh and Bobby Deol: રણબીર બાદ હવે રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરશે બોબી દેઓલ! એક પ્રોજેક્ટ માં સાથે કામ કરવા માટે બંને કરી રહ્યા છે આ પ્રકાર ની મહેનત

    વનરાજ શાહની વાપસીથી શોમાં આવશે નવો ડ્રામા

    શોમાં વનરાજ શાહના પાત્રને ફરીથી લાવવાની યોજના છે, કારણ કે આ પાત્ર શોની ટીઆરપી માટે મહત્વપૂર્ણ છે. કાવ્યા અને અનુજ કપાડિયા ના પાત્રોની અણઘડી વિદાય બાદ દર્શકોમાં નિરાશા જોવા મળી હતી. હવે વનરાજની વાપસીથી અંશ અને પ્રાર્થના ની લગ્નની કહાનીમાં પણ અડચણ આવી શકે છે.

    View this post on Instagram

    A post shared by TCX.official (@tellychakkar)

    રોનિત રોયે મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે તેને ‘અનુપમા’ માટે કોઈ પણ પ્રકારની ઓફર મળેલી નથી અને આ માત્ર અફવા છે તેણે કહ્યું કે “હું આ પાત્ર માટે પસંદ થયો છું” જેવી કોઈ વાત સત્ય નથી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Anupama Twist: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક કલાકાર ની એન્ટ્રી, આ વ્યક્તિ ને કારણે શો માં આવશે મોટા ટ્વીસ્ટ

    Anupama Twist: અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક કલાકાર ની એન્ટ્રી, આ વ્યક્તિ ને કારણે શો માં આવશે મોટા ટ્વીસ્ટ

    News Continuous Bureau | Mumbai 

    Anupama Twist: ટીવી શો ‘અનુપમા’  માં ફરી એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે. રૂપાલી ગાંગુલી  અભિનિત આ શોમાં પંડિત મનોહર શાસ્ત્રીના પાત્ર દ્વારા નવી દિશા મળશે. મુંબઇમાં રસોઈ બનાવીને જીવન જીવતી અનુપમા ની જિંદગીમાં હવે નવા વળાંકો આવશે.

    આ સમાચાર પણ વાંચો : Mohsin Khan: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ના કાર્તિક એટલે કે મોહસિન ખાનના લગ્નની અફવાઓ પર એક્ટરે આપ્યો આવો જવાબ, લોકો ની થઇ બોલતી બંધ

    નવા પાત્ર ‘સુભાષ’થી આવશે તોફાન

    મીડિયા રિપોર્ટ મુજબ શોમાં હવે ભારતીના પૂર્વ પતિ સુભાષની એન્ટ્રી થવાની છે. જ્યારે તે અનુપમા ની સામે આવશે ત્યારે તેની સ્થિતિ મુશ્કેલ બની જશે. અનુપમા ફરી એકવાર ભારતી નો સાથ આપશે અને બતાવશે કે તે માત્ર એક સામાન્ય સ્ત્રી નથી, પણ અમદાવાદની એવી દીકરી છે, જે દરેકને સબક શીખવી શકે છે.

    પંડિત મનોહર શાસ્ત્રીના પાત્રમાં અનુપમા ને હંસમુખ શાહની છબી દેખાય છે. તેમની પોઝિટિવિટી અને ખુશમિજાજ સ્વભાવથી અનુપમા પણ તેમના સાથે હળીમળી ગઈ છે. હવે પંડિતજી તેને ફરી ડાન્સ  ની દુનિયામાં લાવવાનો પ્રયાસ કરશે, જેનાથી તે ફરી એકવાર પોતાની પુત્રી સામે આવી શકે છે.મુંબઇમાં મિસેસ પંવાર અને પંડિત મનોહર સાથે કામ કરતી અનુપમા ની જિંદગીમાં હવે પ્રેમ અને રાહી જેવા જૂના સંબંધો ફરીથી પ્રવેશી રહ્યા છે. રાહી સાથેની મુલાકાતે ફેન્સને નિરાશ કર્યા હતા, કારણ કે રાહીએ પોતાની માતાને સ્પષ્ટ કહ્યું કે તે તેના પરિવારથી દૂર રહેવા માંગે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Valentines Day Pizza video :ગજબ કે’વાય… છોકરીએ બદલો લેવા કેશ ઓન ડિલિવરી રાખી એક્સ બોયફ્રેન્ડના ઘરે મોકલ્યા 100 પીઝા, જુઓ વાયરલ વિડીયો 

    Valentines Day Pizza video :ગજબ કે’વાય… છોકરીએ બદલો લેવા કેશ ઓન ડિલિવરી રાખી એક્સ બોયફ્રેન્ડના ઘરે મોકલ્યા 100 પીઝા, જુઓ વાયરલ વિડીયો 

    News Continuous Bureau | Mumbai

     Valentines Day Pizza video :ગઈકાલે, વિશ્વભરમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક ફરવા ગયા હતા, જ્યારે કેટલાક બહાર જમવા ગયા હતા. ઘણા યુગલોએ ઉજવણીના વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા, પરંતુ ગઈકાલે વેલેન્ટાઈન ડે નિમિત્તે, એક એક્સ ગર્લફ્રેન્ડએ  તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપનો બદલો લીધો. જેમાં તેણે તેના બોયફ્રેન્ડના ઘરે 100 કેશ-ઓન-ડિલીવરી પિઝા મોકલ્યા.

    View this post on Instagram

    A post shared by NAUGHTYWORLD (@naughtyworld)

     Valentines Day Pizza video : 100 કેશ-ઓન-ડિલિવરી પિઝાનો ઓર્ડર આપ્યો

    મીડિયા રિપોર્ટ મુજબ આ વાયરલ ઘટના હરિયાણાના ગુડગાંવની હોવાનું માનવામાં આવે છે, જ્યાં એક છોકરીએ તેના બોયફ્રેન્ડને પાઠ ભણાવવા માટે તેના ઘરે 100 કેશ-ઓન-ડિલિવરી પિઝાનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી બોય જ્યારે પીત્ઝા ઘરે લાવ્યો ત્યારે બોયફ્રેન્ડ આશ્ચર્યચકિત થઈ ગયો. જ્યારે ડિલિવરી બોય એક પછી એક પિઝા ડિલિવરી કરવા આવવા લાગ્યા, ત્યારે બોયફ્રેન્ડને ખ્યાલ આવ્યો કે કોઈએ જાણી જોઈને આવું કર્યું છે. તેણે ડિલિવરી કરનારાઓ સાથે દલીલ પણ કરી, પણ તેણે પૈસા ચૂકવવા પડ્યા.

     Valentines Day Pizza video :નેટીઝન્સની મિશ્ર પ્રતિક્રિયા

    હાલમાં, છોકરીના આ અનોખા પરાક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ, તેને નેટીઝન્સ તરફથી મિશ્ર પ્રતિક્રિયાઓ મળી. એક યુઝરે કોમેન્ટ કરી, “જો તે માણસ ઓર્ડરનો ઇનકાર કરશે, તો તે પૈસા ચૂકવશે,” જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી, “ઓહ, માય ગોડ.” કેટલાક યુઝર્સે ગુસ્સામાં પ્રતિક્રિયા આપી, જ્યારે કેટલાકે રમુજી પ્રતિક્રિયા આપી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Maharashtra Politics : નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ફરી એકવાર તેમના પૈતૃક ગામની મુલાકાતે! વિભાગોના વિતરણ બાદ શું નારાજ છે શિંદે ?

    Maharashtra Politics : નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ફરી એકવાર તેમના પૈતૃક ગામની મુલાકાતે! વિભાગોના વિતરણ બાદ શું નારાજ છે શિંદે ?

     News Continuous Bureau | Mumbai

    Maharashtra Politics : અઢી વર્ષ સુધી મહારાષ્ટ્રના સીએમ રહેલા અને હવે નાયબ મુખ્યમંત્રીની ભૂમિકા નિભાવી રહેલા એકનાથ શિંદે રવિવારે ફરી પોતાના વતન ગામ પહોંચ્યા છે. ડેપ્યુટી સીએમ બન્યા બાદ તેઓ પહેલીવાર સતારાના દરેગાંવ પહોંચ્યા હતા. તેઓ તેમના પુત્ર શ્રીકાંત શિંદે સાથે હેલિપેડ પર ઉતર્યા, જ્યાં અધિકારીઓ અને સ્થાનિક નેતાઓએ તેમનું સ્વાગત કર્યું. આ દરમિયાન ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. તે અહીં ત્રણ દિવસ માટે આવ્યા છે અને તેમની રિલેક્સ ટૂર કહેવામાં આવી રહી છે. જેના કારણે એવો સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું તેઓ ફરી એકવાર ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર પર દબાણ લાવવા અહીં પહોંચ્યા છે. 

     ત્રણ દિવસ માટે ગામમાં પહોંચ્યા અને અટકળો વહેતી થઈ

    મહત્વનું છે કે સરકારની રચના પહેલા જ તેઓ પોતાના વતન ગામ પહોંચ્યા હતા અને ત્રણ દિવસ સુધી અહીં રોકાયા હતા. ત્યારે કહેવામાં આવ્યું કે તેમની તબિયત સારી નથી એટલે તેઓ અહીં આવ્યા છે. ત્યારે પણ એવી ચર્ચાઓ વહેતી થઈ હતી કે તેઓ નારાજ છે અને પોતાના માટે મુખ્યમંત્રી પદ અથવા ઓછામાં ઓછું ગૃહ મંત્રાલય ઈચ્છે છે. હવે ફરી એકવાર તે ત્રણ દિવસ માટે ગામમાં પહોંચ્યા અને અટકળો વહેતી થઈ છે. એકનાથ શિંદે, જેઓ ડેપ્યુટી સીએમનું પદ ધરાવે છે અને ત્રણ શક્તિશાળી મંત્રાલયો સંભાળે છે, ત્રણ દિવસ માટે ગામમાં પહોંચવું સામાન્ય નથી. એવી ચર્ચા છે કે તેમને પ્રભારી મંત્રી બનાવવા દબાણ કરવા માટે અહીં પહોંચ્યા છે.  જો કે તે સતત જાહેરમાં કહેતા રહ્યા છે કે અમારી વચ્ચે બધુ બરાબર છે અને કોઈ વાતને લઈને તણાવ નથી.

    આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet Portfolio: મહારાષ્ટ્રમાં મંત્રીઓને ખાતાની વહેંચણી થઇ, પણ દેવેન્દ્ર ફડણવીસનું ટેન્શન યથાવત; આ મુદ્દા પર અડગ શિંદે અને પવાર..

    Maharashtra Politics : અજિત પવાર કામ સંભાળશે તો એકનાથ શિંદે કેમ નહીં?

    આ જ કારણ છે કે એકનાથ શિંદે ફરી ગામમાં પહોંચવાની ચર્ચાઓ જોર પકડે છે. સોમવારે અજિત પવાર પોતાનું કામ સંભાળવા જઈ રહ્યા છે જ્યારે એકનાથ શિંદે ગામમાં પહોંચી ગયા છે. આ સામાન્ય બાબત ન હોઈ શકે. વાસ્તવમાં, વિભાગોના વિભાજન પછી, હવે પ્રભારી મંત્રીઓને લઈને મહારાષ્ટ્રના ત્રણ શાસક પક્ષો વચ્ચે સંઘર્ષ છે. રાજ્યમાં કુલ 42 મંત્રીઓ બનાવવામાં આવ્યા છે. આમાંથી મોટાભાગના લોકો ઈચ્છે છે કે તેમને કોઈક જિલ્લાના પ્રભારી મંત્રી બનાવવામાં આવે. ખાસ કરીને નેતાઓ એવા જિલ્લાઓના પ્રભારી મંત્રી બનવા માંગે છે જ્યાં તેમનો ટેકો હોય. કારણ કે જિલ્લાના આયોજન અને વિકાસ પરિષદના ભંડોળ પર પ્રભારી મંત્રીનું નિયંત્રણ હોય છે. આ ફંડનો ઉપયોગ શહેરના વિકાસ અને બ્યુટીફિકેશન માટે કરવામાં આવે છે.

  • Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ, અભીરા ની આ વાત ને લઈને અરમાન ના જીવન માં આવશે તોફાન

    Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં આવશે મોટો ટ્વીસ્ટ, અભીરા ની આ વાત ને લઈને અરમાન ના જીવન માં આવશે તોફાન

    News Continuous Bureau | Mumbai

    Yeh rishta kya kehlata hai spoiler: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સ્ટારપ્લસ ની લોકપ્રિય સિરિયલ છે. આ સિરિયલ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવી છે. સિરિયલ ના લેટેસ્ટ ટ્રેક માં રોહિત અને રુહી ના છૂટાછેડા ની વાત ચાલી રહી છે. આ કેસ માં અભીરા રુહી તરફ થી લડી રહી છે. હવે આ સિરિયલ માં મોટો ટ્વીસ્ટ આવવાનો છે જેને લઈને અરમાન ના જીવન માં તોફાન આવશે. 

    આ સમાચાર પણ વાંચો: Vicky and Rashmika: વિકી કૌશલ અને રશ્મિકા મંડન્ના એ લગાવી રેમ્પ પર આગ, બંને ની કેમેસ્ટ્રી જોઈ કેટરીના ને પણ થશે જલન, જુઓ વિડીયો

    યે રિશ્તા ક્યા કહેલાતા હૈ નો આવનાર એપિસોડ 

    મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ માં અભીરા ને બીમાર બતાવવામાં આવશે જેને લઈને અભીરા ના બ્લડ ટેસ્ટ કરવામાં આવશે. બીજી તરફ અભીરા ના ટેસ્ટ ને લઈને પરેશાન અરમાન પોતે જ હોસ્પિટલ માંથી અભીરા ના બ્લડ ટેસ્ટ ના રિપોર્ટ લેવા જશે જેને જોઈને અરમાન ના પગ નીચે થી જમીન ખસકી જશે. તે ભાવુક થઈ જશે અને અભિરા નો બ્લડ રિપોર્ટ તેની અને પરિવારના બાકીના લોકોથી છુપાવવાનું નક્કી કરશે.હવે એ જોવાનું રહેશે કે અભીરા ને કઈ બીમારી છે. 

    આ સિવાય સિરિયલ માં વધુ એક ટ્વીસ્ટ આવશે. મીડિયા રિપોર્ટ મુજબ રોહિત અને રુહી ના છૂટાછેડા નહીં થાય. રુહી પોતે રોહિત અને તેના લગ્ન ને એક ચાન્સ આપવા માંગે છે. હવે સિરિયલ માં બીજા કયા ટ્વીસ્ટ આવશે એ તો સિરિયલ જોયા બાદ જ ખબર પડશે.