Tag: udan

  • PM Modi UDAN: PM મોદીએ ‘ઉડાન’ની 8મી વર્ષગાંઠની કરી ઉજવણી, કહ્યું , ’UDANએ આ ક્ષેત્રમાં લાવી ક્રાંતિ.’

    PM Modi UDAN: PM મોદીએ ‘ઉડાન’ની 8મી વર્ષગાંઠની કરી ઉજવણી, કહ્યું , ’UDANએ આ ક્ષેત્રમાં લાવી ક્રાંતિ.’

    News Continuous Bureau | Mumbai

    PM Modi UDAN: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉડાન (ઉડે દેશ કે આમ નાગરિક) યોજનાની 8મી વર્ષગાંઠની ઉજવણી કરી, જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. 

    PM મોદીએ આ મુખ્ય પહેલની મુખ્ય અસરો પર પણ પ્રકાશ પાડ્યો હતો.

    PM Modi UDAN: પ્રધાનમંત્રીએ એક્સ પર પોસ્ટ કર્યુઃ

    “આજે, આપણે ઉડાનના ( UDAN Scheme ) 8 વર્ષ પૂરાં થવાની ઉજવણી કરી રહ્યા છીએ, એક પહેલ જેણે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને ( Aviation sector ) બદલી નાખ્યું છે. એરપોર્ટની સંખ્યા વધારવાથી લઈને વધુ હવાઈ માર્ગો સુધી, આ યોજનાએ કરોડો લોકોને ઉડ્ડયનની સુવિધા સુનિશ્ચિત કરી છે. સાથે જ, તેનો વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપવા અને ક્ષેત્રીય વિકાસને આગળ વધારવા પર મોટી અસર કરે છે. આવનારા સમયમાં, અમે ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત કરવાનું ચાલુ રાખીશું અને લોકો ( Narendra Modi ) માટે બહેતર કનેક્ટિવિટી અને આરામ પર ધ્યાન કેન્દ્રિત કરીશું.”

    આ સમાચાર પણ વાંચો :  Police Commemoration Day PM Modi: આજે ‘પોલીસ સ્મૃતિ દિવસ’, PM મોદીએ પોલીસ કર્મચારીઓને આપી શ્રદ્ધાંજલિ..

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

     

  • પર્યટકો આનંદો.. હવે સોમનાથ અને ગીર માટે મુંબઈથી સીધી ફ્લાઇટ…જાણો વિગતે

    પર્યટકો આનંદો.. હવે સોમનાથ અને ગીર માટે મુંબઈથી સીધી ફ્લાઇટ…જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    ઉનાળાના વેકેશનમાં મુંબઈથી સોમનાથ અને ગીરના જંગલો ફરવા જવા ઈચ્છતા પર્યટકો માટે આનંદના સમાચાર છે. હવે મુંબઈથી ટૂંકા સમયમાં જ સોમનાથ ગીરના જંગલમાં પહોંચી શકાશે.

    આગામી 16 એપ્રિલથી મુંબઈથી કેશોદની સીધી ફલાઈટ ચાલુ કરવામાં આવવાની છે. કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા(Jyotiraditya Scindia) હસ્તે આ નવી ફ્લાઇટ સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે.

    આ ફ્લાઈટ કેન્દ્ર સરકારની UDAN યોજનાનો ભાગ છે, જેમાં 50 ટકા સીટની ટિકિટ ડિસ્કાઉન્ટ રેટ (Discont Rate) પર ઉપલબ્ધ હોય છે. આ ફ્લાઈટનું ઉદ્ઘટાન 16 એપ્રિલ, 2022ના બપોરના બે વાગે થવાનું છે. ત્યારબાદ મુંબઈથી બપોરના 3.30વાગે ફ્લાઈટ ઉપડશે.

    આ સમાચાર પણ વાંચો  : મહાબળેશ્વર ફરવા જવાનું પ્લાનિંગ છે? તો આ નિયમો જાણી લો. નહીં તો પસ્તાવું પડશે. જાણો વિગત

    શરૂઆતમાં આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ સેવા આપશે. જેમાં બુધવાર, શુક્રવાર અને શનિવારે ફ્લાઈટ ઉપડશે. કેશોદ એરપોર્ટ જગવિખ્યાત ગીર અને સોમનાથ મંદિર નજીક આવેલું છે. એરપોર્ટ બનવાના લગભગ 21 વર્ષ બાદ અહીંથી કોર્મશિયલ ફ્લાઈટ શરૂ થઈ રહી છે.