Tag: udupi

  • Gang war: કર્ણાટક માં ફિલ્મી સ્ટાઈલમાં રસ્તાની વચ્ચે ગેંગ વોર, અડધી રાત્રે બદમાશોએ રોડ પર  મચાવ્યો ઉત્પાત; જુઓ વિડિયો ..

    Gang war: કર્ણાટક માં ફિલ્મી સ્ટાઈલમાં રસ્તાની વચ્ચે ગેંગ વોર, અડધી રાત્રે બદમાશોએ રોડ પર મચાવ્યો ઉત્પાત; જુઓ વિડિયો ..

     News Continuous Bureau | Mumbai 

    Gang war: કર્ણાટકમાંથી ગેંગ વોરની એક ઘટના સામે આવી છે, જે કોઈ ફિલ્મી સીનથી ઓછી નથી. વિડિયો જોયા પછી તમારા રુંવાટા ઉભા થઇ જશે. એવું લાગશે કે જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે, પરંતુ આ કોઈ શૂટિંગ નહીં પણ ગેંગ વોરનો વીડિયો છે.

    વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કર્ણાટકમાં બે જૂથો વચ્ચે ગેંગ વોર ચાલી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સામેથી એક કાર આવે છે અને ત્યાં હાજર અન્ય કારને ટક્કર મારે છે. આ પછી, બદમાશો બંને કારમાંથી બહાર આવે છે અને એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરે છે. આ ઘટના કર્ણાટકના ઉડુપીની છે.

    Gang war : જુઓ વિડિયો  

     

    મીડિયા રિપોર્ટ મુજબ આ ઘટના 18 મેની રાત્રે બની હતી. આ ઘટનામાં કારની ટક્કરથી એક યુવક ગંભીર રીતે ઘવાયો હતો. વીડિયોની નોંધ લેતા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમાંથી બેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચાર હજુ ફરાર છે. પોલીસ તેમની શોધમાં લાગેલી છે.

    આ સમાચાર પણ વાંચો: 

    Gang war : સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું 

    કર્ણાટક બીજેપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો વીડિયો શેર કરીને સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું છે. આ પોસ્ટમાં બીજેપીએ લખ્યું છે કે, “કર્ણાટક મોડલ! ગેંગ વોર, છોકરીઓ પર બળાત્કાર, મારપીટ, હત્યા, બોમ્બ બ્લાસ્ટ, ગાંજા, અફીણ, રેવ પાર્ટીઓ, પાકિસ્તાન ઝિંદાબાદના નારા વગેરે.  

    ભાજપે વધુમાં કહ્યું કે, સરકારે આતંકવાદીઓ, કટ્ટરપંથીઓ, ગુંડાઓ અને બદમાશોને મુક્તિ આપી તેનું પરિણામ એ છે કે આજે અરાજકતાનું વાતાવરણ છે. પોલીસને કઠપૂતળી બનાવવામાં આવી રહી છે. આ કર્ણાટક મોડેલ છે જે કોંગ્રેસ દેશને બતાવી રહી છે. 

     

     

     

  • કર્ણાટકમાં હિજાબ સાથે વિદ્યાર્થિનીઓને આપ્યો પ્રવેશ, આટલા શિક્ષક થયા સસ્પેન્ડ; જાણો વિગતે

    કર્ણાટકમાં હિજાબ સાથે વિદ્યાર્થિનીઓને આપ્યો પ્રવેશ, આટલા શિક્ષક થયા સસ્પેન્ડ; જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai 

    હિજાબના વિવાદ વચ્ચે કર્ણાટકમાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ ગઇ છે. 

    જોકે વિદ્યાર્થિનીઓ હજુ પણ હિજાબ પહેરીને જ પરીક્ષા આપવાની જીદ કરી રહી છે. 

    આ સ્થિતિ વચ્ચે કર્ણાટકના ઉડ્ડુપીમાં આદેશ છતા કેટલીક વિદ્યાર્થિનીઓને હિજાબ સાથે પરીક્ષાખંડમાં પ્રવેશ આપવા બદલ સાત શિક્ષકોને સસ્પેન્ડ કરી દેવાયા છે.  

    ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ ત્યારથી લઇને અત્યાર સુધી ૧૦૦થી વધુ વિદ્યાર્થિનીઓ હિજાબની છૂટ ન હોવાથી પરીક્ષાથી દુર રહી છે.

    આ સમાચાર પણ વાંચો : કાશ્મીરના આ શહેરમાં બુરખાધારી મહિલાએ CRPFના બંકર પર ફેંક્યો બોમ્બ, CCTVમાં કેદ થઈ આખી ઘટના, જુઓ વીડિયો, જાણો વિગતે