Tag: ujjwal nikam

  • 26/11 Mumbai Attack: ન ભૂલાયેલો દિવસ: મુંબઈ હુમલાની ૧૭મી વરસી, રાષ્ટ્રપતિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદ સામે કડક વલણની વાત કરી

    26/11 Mumbai Attack: ન ભૂલાયેલો દિવસ: મુંબઈ હુમલાની ૧૭મી વરસી, રાષ્ટ્રપતિએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આતંકવાદ સામે કડક વલણની વાત કરી

    News Continuous Bureau | Mumbai

    26/11 Mumbai Attack  નવેમ્બર 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની આજે 17મી વરસી છે. આ પ્રસંગે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હુમલામાં શહીદ થયેલા બહાદુરોને યાદ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકોને અપીલ કરી કે તેઓ આતંકવાદ સામે લડવાનું પોતાનું વચન ફરીથી પાકું કરે. બીજી તરફ, રાજ્યસભાના સાંસદ અને આ કેસના મુખ્ય સરકારી વકીલ ઉજ્જવલ નિકમે પાકિસ્તાનના મૌન પર સવાલો ઉઠાવ્યા હતા અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનની આર્થિક મદદ બંધ કરવાની અપીલ કરી હતી.

    રાષ્ટ્રપતિ મુર્મુએ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાઓ દરમિયાન દેશની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. તેમણે દેશવાસીઓને તમામ પ્રકારના આતંકવાદ સામે લડવાનું વચન ફરીથી પાકું કરવા જણાવ્યું.
    રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટમાં કહ્યું કે, “26/11 મુંબઈ આતંકવાદી હુમલાની વરસી પર, હું તે બહાદુર સૈનિકોને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે આપણા દેશના લોકોની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. દેશ તેમના સર્વશ્રેષ્ઠ બલિદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. આવો, આપણે તમામ પ્રકારના આતંકવાદ સામે લડવાનું આપણું વચન ફરીથી પાકું કરીએ. આપણે સૌ મળીને પ્રગતિના માર્ગ પર આગળ વધીએ અને એક મજબૂત અને ખુશહાલ ભારત બનાવવાનો સંકલ્પ લઈએ.”
    ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના દસ આતંકવાદીઓએ 26 નવેમ્બર, 2008ના રોજ સમુદ્ર માર્ગે મુંબઈ આવીને 60 કલાક સુધી ચાલેલા ઘેરાબંધી દરમિયાન 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 નિર્દોષ લોકોની હત્યા કરી હતી.

    આ સમાચાર પણ વાંચો : Constitution Day: લોકશાહીનું ગૌરવ: સંવિધાન દિવસ પર વડાપ્રધાન મોદીનો ઇમોશનલ પત્ર, જાણો સંવિધાનની તાકાત વિશે શું કહ્યું?

    ઉજ્જવલ નિકમે પાકિસ્તાન પર ઉઠાવ્યા સવાલ

    રાજ્યસભાના સાંસદ અને મુંબઈ હુમલાના વિશેષ અભિયોજક (સરકારી વકીલ) રહી ચૂકેલા ઉજ્જવલ નિકમે મુંબઈ હુમલાની વરસીના પ્રસંગે પાકિસ્તાનને ઘેર્યું. તેમણે કહ્યું કે, “હુમલાને 17 વર્ષ વીતી ચૂક્યા છે. દરેક ભારતવાસીને આ દિવસ યાદ રહે છે. મને યાદ છે કે જ્યારે અમે પાકિસ્તાન ગયા હતા, ત્યારે અમારી સરકારે મુંબઈ હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમે હુમલાના જવાબદાર લોકો અને ષડયંત્રકારો સામે થયેલી કાર્યવાહી વિશે પૂછ્યું. તેમણે કેટલાક લોકોને પકડ્યા પરંતુ તેમની સામે થયેલા મુકદ્દમાની કોઈ માહિતી નથી. પાકિસ્તાને ક્યારેય આ વિશે કંઈ જણાવ્યું નથી.”
    નિકમે કહ્યું કે, “લોકોને આજ સુધી ખબર નથી કે મુંબઈ હુમલાના ષડયંત્રકારોનું શું થયું. જ્યારે અમે હાફિઝ સઈદ અને ઝકી ઉર રહેમાન લખવીની ધરપકડ ન થવાનો સવાલ ઉઠાવ્યો, તો તેમણે પુરાવા માંગ્યા. અમે ડેવિડ હેડલીના નિવેદનો નોંધ્યા અને તેણે સ્પષ્ટપણે મુંબઈ હુમલા પાછળ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને લશ્કર-એ-તૈયબાની લિંક હોવાની વાત કહી. અમે તમામ ડોઝિયર પાકિસ્તાનને મોકલ્યા, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી થઈ નહીં. પાકિસ્તાન હજી પણ મૌન છે, જો પાકિસ્તાનની સરકાર લોકશાહીમાં વિશ્વાસ રાખે છે તો તેઓ કોનાથી ડરી રહ્યા છે?”

  • Badlapur School Case:  આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર ઉજ્જવલ નિકમ બદલાપુરની દીકરીઓને અપાવશે ન્યાય; રાજ્ય સરકારે કરી નિમણૂક..

    Badlapur School Case: આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર ઉજ્જવલ નિકમ બદલાપુરની દીકરીઓને અપાવશે ન્યાય; રાજ્ય સરકારે કરી નિમણૂક..

    News Continuous Bureau | Mumbai

     Badlapur School Case: થાણેના બદલાપુર સ્થિત શાળામાં બાળકીઓની જાતીય સતામણીનો મુદ્દો ચર્ચાનો વિષય છે. જેનાથી નારાજ લોકોએ મંગળવારે રેલ રોકો આંદોલન કર્યું હતું. જેના કારણે કેટલાક કલાકો સુધી ટ્રેન સેવા પ્રભાવિત રહી હતી. લોકોના વિરોધને જોતા નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસ માટે SITની રચના કરી છે, જેમાં IG સ્તરની મહિલા અધિકારીને વડા બનાવવામાં આવ્યા છે. આ મામલામાં આરોપીને આકરી સજા થઈ શકે છે. સરકારે  મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી કસાબને ફાંસીની સજા સંભળાવનાર વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમની  વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરી છે. પીડિત યુવતીઓ વતી કેસ લડશે.

     Badlapur School Case: ઉજ્જવલ નિકમની વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક

    ટ્વિટર પર પોસ્ટ કરતા, નાયબ મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે બદલાપુરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની તપાસ ઝડપથી હાથ ધરવામાં આવશે અને મામલો ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં જશે. આ માટે વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમની વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

      Badlapur School Case:  સરકાર તરફથી સત્તાવાર સૂચના મળી નથી

    આ કેસ માટે સરકારી વકીલની નિમણૂક કરવા પર, વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું, “ગઈકાલે, મને આ કેસની દલીલ કરવા માટે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો સંદેશ મળ્યો. જે મેં સ્વીકાર્યો. મેં તે કેસમાં વિશેષ પીપી તરીકે કામ કરવાનું કહ્યું છે. વધુમાં કહ્યું કે હજુ સુધી મને સરકાર તરફથી સત્તાવાર સૂચના મળી નથી, પરંતુ હું આશા રાખું છું કે સરકારી તપાસ એજન્સી જલ્દીથી ચાર્જશીટ દાખલ કરશે. નિર્ધારિત સમયની અંદર તેઓ ચાર્જશીટ પૂર્ણ કરશે અને ત્યાર બાદ મારી ભૂમિકા શરૂ થશે.

    આ સમાચાર પણ વાંચોઃ સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહ લેશે યુએસની સત્તાવાર મુલાકાત, જાણો આ મુલાકાતનો એજન્ડા..

     Badlapur School Case: ઘણા હાઈ-પ્રોફાઈલ કેસમાં સફળતા હાંસલ કરી

    ઉજ્જવલ નિકમે આ પહેલા પોતાની જોરદાર દલીલોથી ઘણા હાઈ-પ્રોફાઈલ કેસમાં સફળતા હાંસલ કરી છે. તેમણે 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં પકડાયેલા એકમાત્ર આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવી. લશ્કર-એ-તૈયબાના સભ્ય કસાબને નવેમ્બર 2012માં પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. 

    પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ઉજ્જવલ નિકમે પણ આ વર્ષે મુંબઈ નોર્થ સેન્ટ્રલ મતવિસ્તારમાંથી ભાજપ માટે લોકસભાની ચૂંટણી લડી હતી, જો કે, તેમને કોંગ્રેસની વર્ષા ગાયકવાડ સામે સખત હરીફાઈમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

     

  • Ujjwal Nikam : ઉજ્જવલ નિકમ મેં પબ્લિક પ્રોસિક્યુટર પદેથી રાજીનામું આપ્યું.. હવે હાઈ પ્રોફાઈલ એવા 29 કેસનું શું થશે.

    Ujjwal Nikam : ઉજ્જવલ નિકમ મેં પબ્લિક પ્રોસિક્યુટર પદેથી રાજીનામું આપ્યું.. હવે હાઈ પ્રોફાઈલ એવા 29 કેસનું શું થશે.

    News Continuous Bureau | Mumbai

    Ujjwal Nikam :  મુંબઈ શહેરની ઉત્તર મધ્ય સીટ પર ઉજ્જવલ નિકમ વિરુદ્ધ  વર્ષા ગાયકવાડ ચૂંટણી ( Lok Sabha Election ) લડી રહ્યા છે. આ સમયે તેઓ મહારાષ્ટ્ર સરકાર તરફથી પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલ પર નિયુક્ત છે. સ્વાભાવિક રીતે કોર્ટમાં અત્યારે સુનાવણીનો દોર ચાલુ છે ત્યારે તેઓ સરકારી કામ શી રીતે કરી શકે તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આથી તેમણે સરકારી પદ પરથી રાજીનામું આપ્યું છે.   

    Ujjwal Nikam :  ઉજ્જવલ નિકમ પાસે કયા મહત્વપૂર્ણ કેસ હતા. 

     ઉજ્જવલ નિકામ ( Public Prosecutor ) પાસે આશરે 29 જેટલા હાઈ પ્રોફાઈલ કેસ હતા જેમાંના અમુક કેસ મુંબઈ શહેર સાથે સંકળાયેલા હતા.. ખાસ કરીને 26/11 નો આતંકવાદી હુમલો ( terrorist attack ) અને તે સંદર્ભે નો મહત્વપૂર્ણ કેસ તેની પાસે છે. આ ઉપરાંત લૈલા ખાન મર્ડર કેસ. દિલ્હી ખાતે ફિલ્મ ડાયરેક્ટરની હત્યા. અને બીજા અનેક મહત્વપૂર્ણ કેસ ઉજ્જવલ નિકમ પાસે છે.

    આ સમાચાર પણ વાંચો :  Juhu Beach : જુહુ બીચ નો બંધ થવાનો તેમજ સવારે ખુલવાનો સમય કયો? આર.ટી.આઈ માં મહત્વપૂર્ણ માહિતી સામે આવી.

    Ujjwal Nikam :  ઉજ્જવલ નિકમ નેતા બનશે ત્યારબાદ વકીલાત કરશે ખરા

     ઉજ્વલ નિકમ નેતા બન્યા બાદ વકીલાત ( Advocacy ) કરશે કે નહીં કરે તે સંદર્ભે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી..  ભૂતકાળમાં ભારત દેશમાં એવા અનેક સાંસદો થયા છે જેઓ સાંસદ પદ પર રહીને વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. આ સૂચિમાં રામજેઠમલાણી, કપિલ સિબલ, પી ચિદમ્બરમ, અભિષેક મનુ સંઘવી  અને આવા બીજા અનેક નામ શામેલ છે.  જોકે તેઓ વકીલાત કરશે કે પછી પૂરી રીતે નેતાગીરી કરશે તે સંદર્ભે હજી કોઈ નિર્ણય લેવાયો નથી. 

     

  • Lok Sabha Election 2024: મુંબઈની નોર્થ સેન્ટ્રલથી બેઠક પર આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે ઉમેદરવારની કરી જાહેરાત.

    Lok Sabha Election 2024: મુંબઈની નોર્થ સેન્ટ્રલથી બેઠક પર આતંકવાદી કસાબને ફાંસી અપાવનાર વકીલ ઉજ્જવલ નિકમને ભાજપે ઉમેદરવારની કરી જાહેરાત.

    News Continuous Bureau | Mumbai 

    Lok Sabha Election 2024: મુંબઈમાં ભાજપે ઉત્તર મધ્ય મુંબઈથી વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને ( ujjwal nikam ) ઉમેદવાર બનાવ્યા છે. આ મતવિસ્તારના વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ રદ્દ કરીને ભાજપે આ મોટો નિર્ણય લીધો છે. દરમિયાન, ટિકિટ મળતાં જ તેણે કામ શરૂ કરી દીધું છે. આજે (28 એપ્રિલ) તેમણે મુંબા દેવીના દર્શન કરીને અભિયાનનું નારિયેળ ફોડ્યું હતું. આ ચૂંટણીમાં ઉજ્જવલ નિકમને કેટલી સફળતા મળશે તે અંગે જોવુ રસપ્રદ રહેશે. 

    ઉજ્જવલ નિકમે મુંબા દેવીની મુલાકાત લીધી હતી. એ પછી તેઓ ચૈત્યનભૂમિ પર ગયા હતા અને ડૉ. બાબાસાહેબ આંબેડકની સ્મૃતિને પણ તેમણે વંદન કર્યા હતા. દરમિયાન તેમણે છત્રપતિ શિવાજી મહારાજ મેદાનમાં બાળાસાહેબ ઠાકરેની સ્મૃતિને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ દાદર ખાતે સ્વાતંત્ર્યવીર સાવરકર સ્મારક ગયા અને સાવરકરને અભિવાદન કર્યું હતું. એટલે કે નિકમે ભાજપ દ્વારા ઉમેદવારી જાહેર કર્યા બાદ હું વ્યાપક અને યોગ્ય ઉમેદવાર( Lok Sabha Candidate )  છું તે બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉમેદવારીની જાહેરાત બાદ આજે તેમણે પ્રચારનું નારિયેળ ફોડ્યું હતું. હવે તે ઉત્તર મધ્ય મુંબઈની ( Mumbai North Central ) આ બેઠક જીતવા માટે મેદાનમાં ઉતર્યા છે.

     Lok Sabha Election 2024: કોંગ્રેસે ઉજ્જવલ નિકમની સામે વર્ષા ગાયકવાડને ટિકિટ આપી છે…

    ભાજપે ( BJP ) તેમને ટિકિટ આપ્યા બાદ નિકમે પ્રતિક્રિયા આપી હતી કે, મુંબઈ ઉત્તર મધ્ય મતવિસ્તારના લોકોના મુદ્દાઓ લોકસભામાં ઉઠાવવા માટે મારી પસંદગી કરવામાં આવી છે. મારા જીવનની આ બીજી રાજકીય ઇનિંગ શરૂ કરતા પહેલા, મેં મુંબા દેવીની મુલાકાત લીધી હતી. નિકમે વધુમાં કહ્યું હતું કે, મેં મુંબા દેવીના દર્શન એટલા માટે કર્યા હતા કે મને સંસદમાં લોકોના પ્રશ્નો ઉઠાવવા માટે મને બળ મળે.”

    તેમજ બાબાસાહેબ આંબેડકર, બાળાસાહેબ ઠાકરે અને વીર સાવરકરને વંદન કરીને હું મારા અભિયાનની શરૂઆત કરી રહ્યો છું. તેથી કોઈએ આ વસ્તુમાંથી કોઈ અલગ અર્થ ન લેવો જોઈએ. તેમજ પૂનમ મહાજનને પાર્ટી દ્વારા નવી જવાબદારી આપવામાં આવી શકે છે. હું હાલ તેમના વિશે કંઈ કહી શકું તેમ નથી.

    આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024: મુંબઈમાં કોંગ્રેસની 2 બેઠકો પર પેચ ફસાયો; મહાયુતિમાં થાણે અને પાલઘર સહિત છ બેઠકો પર હજુ પણ પસંદગી કરવામાં આવી નથી

    ઉલ્લેખનીય છે કે, ઉત્તર મધ્ય મુંબઈ મતવિસ્તારના વર્તમાન સાંસદ પૂનમ મહાજનની ટિકિટ કાપીને ભાજપે ઉજ્જવલ નિકમને ટિકિટ આપી હતી. જેના કારણે પૂનમ મહાજનના સમર્થકો હાલ નારાજ થવાની શક્યતા છે. કારણ કે નિકમ અગાઉ ભાજપમાં સક્રિય નહોતા. તેથી હાલ એ પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા છે કે તેઓ ભાજપમાં જોડાતાની સાથે જ તેમને સીધા ઉમેદવારી કઈ રીતે આપવામાં આવી રહી છે. આ કારણે નિકમને આંતરિક પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે.

    બીજી તરફ કોંગ્રેસે ઉજ્જવલ નિકમની સામે વર્ષા ગાયકવાડને ટિકિટ આપી છે. તે એક અનુભવી રાજકારણી છે. તે ઘણા વર્ષોથી મુંબઈમાં કામ કરી રહી છે. તેથી તેમનો જનસંપર્ક મોટો છે. ખાસ કરીને, મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષ શિવસેના (ઠાકરે જૂથ)એ પણ વર્ષા ગાયકવાડ માટે પ્રચારની ભૂમિકા નિભાવી છે. તેથી ભવિષ્યમાં વર્ષા ગાયકવાડ સામે ટકી રહીને તેમનો સામનો કરવો એ પણ નિકમ માટે મહત્ત્વનો અને મોટો પડકાર છે. તેથી ભવિષ્યમાં આ બેઠક પર કોની જીત નિશ્વિત થશે તે જોવું ઘણું રસપ્રદ રહેશે.

  • Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ જોરદાર કમબેક કરવા તૈયાર આમિર ખાન,આ દમદાર વકીલ ની બાયોપિક માટે મિલાવ્યો હાથ

    Aamir khan: ‘લાલ સિંહ ચઢ્ઢા’ બાદ જોરદાર કમબેક કરવા તૈયાર આમિર ખાન,આ દમદાર વકીલ ની બાયોપિક માટે મિલાવ્યો હાથ

    News Continuous Bureau | Mumbai

     ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થયા બાદ બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાને એક્ટિંગથી દૂર છે. તાજેતરમાં, તેણે જાહેરાત કરી હતી કે તે થોડા સમય માટે અભિનયમાંથી બ્રેક લઈ રહ્યો છે અને આ સમય દરમિયાન નિર્માણ કરશે. જોકે બ્રેક બાદ આમિર ફરી એકવાર જોરદાર વાપસી કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ‘સ્ત્રી’ ફિલ્મ પ્રોડ્યુસર દિનેશ વિજાનની આગામી ફિલ્મમાં જોવા મળી શકે છે.

     

    ઉજ્જવલ નિકમ ની બાયોપિક કરી શકે છે આમિર ખાન 

    વાસ્તવિક વ્યક્તિત્વથી પ્રેરિત પાત્રો માટે આમિર હિન્દી સિનેમાનો મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા છે. આમિરની રુચિ પ્રથમ ફિલ્મ મંગલ પાંડેઃ ધ રાઇઝિંગ પછી દંગલમાં જોવા મળી હતી. આ ક્રમમાં, એવા અહેવાલો છે કે તેઓ પદ્મશ્રીથી સન્માનિત સરકારી વકીલ ઉજ્જવલ નિકમની બાયોપિક પર કામ કરી રહ્યો છે.તમને જણાવી દઈએ કે ઉજ્જવલ નિકમની બાયોપિક બનવાના સમાચાર ઘણા સમયથી ચર્ચામાં છે, જો કે વિવિધ કારણોસર ફિલ્મ પર કામ આગળ વધી શક્યું નથી. આ પહેલા ફિલ્મ નિર્માતા ઉમેશ શુક્લાએ મીડિયા સાથેની મુલાકાત દરમિયાન પુષ્ટિ કરી હતી કે તેઓ ઉજ્જવલ નિકમની બાયોપિક પર કામ કરી રહ્યા છે. જો કે ત્યાર બાદ આ ફિલ્મને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી.

    આ સમાચાર પણ વાંચો :  Hema malini: ફરી ફિલ્મો માં કામ કરવા માંગે છે હેમા માલિની, ડ્રીમ ગર્લ એ નિર્માતા સામે રાખી આવી શરત

    આમિર ખાન ને આવ્યો હતો ઉજ્જવલ નિકમ ની બાયોપીક નો પ્રસ્તાવ 

    મીડિયા માં વહેતા થયેલા અહેવાલ અનુસાર , ઉજ્જવલની બાયોપિકનો પ્રસ્તાવ આમિરને કોરોના મહામારી પહેલા આવ્યો હતો. તે પછી બીજા ઘણા નિર્માતાઓએ આ ફિલ્મ બનાવવાની કોશિશ કરી, પરંતુ કામ ન થયું. હવે આમિર નિર્માતા દિનેશ વિજાન સાથે આ ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. અગાઉ આ ફિલ્મમાં આમિર અભિનય કરતો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જોકે, ગયા વર્ષની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની નિષ્ફળતા બાદ આમિરે એક્ટિંગમાંથી બ્રેક લીધો હતો. આવી સ્થિતિમાં તે પોતે આ ફિલ્મમાં અભિનય કરશે કે નહીં તે તો સમય જ કહેશે.