• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - uk court
Tag:

uk court

દેશ

હથિયારોના વેપારી સંજય ભંડારીના પ્રત્યાર્પણ કેસમાં ભારતની મોટી જીત- યુકેની કોર્ટે આપી દીધી આ મંજૂરી

by Dr. Mayur Parikh November 7, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

હથિયારોના વેપારી(Arms dealer) સંજય ભંડારી(Sanjay Bhandari )ના પ્રત્યાર્પણ પર ભારત(India)નો વિજય થયો છે. બ્રિટનની એક અદાલતે(UK Court) ભાગેડુ હથિયાર ડીલર સંજય ભંડારીના પ્રત્યાર્પણ(extradition of fugitive)ને મંજૂરી આપી છે. સંજય ભંડારીને હવે ભારત લાવવામાં આવશે. ભંડારી પર ટેક્સ ચોરી અને મની લોન્ડરિંગનો આરોપ છે. ઉપરાંત, તેના પર કેટલાક સંરક્ષણ સોદાઓમાં લાંચ લેવાનો આરોપ છે. યુપીએ સરકાર દરમિયાન કરવામાં આવેલા શસ્ત્રોના સોદાના સંદર્ભમાં વિદેશી કંપનીઓ પાસેથી કથિત રીતે 400 કરોડ રૂપિયાથી વધુની ચૂકવણી કરવામાં આવી હતી.

દુબઈની કેટલીક કંપનીઓમાં થયેલા વ્યવહારોના રેકોર્ડ પરથી આ સ્પષ્ટ થાય છે. આ વર્ષની શરૂઆતમાં લંડનમાં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસની સુનાવણી કરનારા ડિસ્ટ્રિક્ટ જજ માઈકલ સ્નોએ તારણ કાઢ્યું હતું કે તેના પ્રત્યાર્પણ પર કોઈ સ્ટે નથી અને આ કેસ યુકેના ગૃહ સચિવ સુએલા બ્રેવરમેનને મોકલવાનો નિર્ણય કર્યો છે. જે કોર્ટના આદેશના આધારે પ્રત્યાર્પણનો આદેશ આપવા માટે અધિકૃત છે.

આ સમાચાર પણ વાંચો:  ન્યાયનો દિવસ- જોબ અને એડમિશનમાં 10 ટકા EWS કોટા પર સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો આ મોટો નિર્ણય 

ન્યાયાધીશે કહ્યું, "જો કે, હું સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીના આધારે જ આવો આદેશ આપી રહ્યો છું." તેમણે ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી ખાતરીના સંદર્ભમાં જણાવ્યું હતું કે ભંડારીને નવી દિલ્હીની તિહાર જેલમાં સંબંધિત આરોગ્ય જોગવાઈઓ સાથે એક અલગ સેલમાં રાખવામાં આવશે. ભંડારી માટે ભારત સરકારની પ્રત્યાર્પણ વિનંતી જૂન 2020 માં યુકેના તત્કાલીન ગૃહ પ્રધાન પ્રીતિ પટેલ દ્વારા પ્રમાણિત કરવામાં આવી હતી અને તે જ વર્ષે તે પછીના મહિને પ્રત્યાર્પણ વોરંટ પર તેની ધરપકડ કરવામાં આવી હતી.

ભારત સરકાર આર્મ્સ ડીલર સંજય ભંડારીના પ્રત્યાર્પણની માંગ કરી રહી હતી મની લોન્ડરિંગ અને બ્લેક મની (અનડિસ્ક્લોઝ્ડ ફોરેન ઈન્કમ એન્ડ એસેટ્સ) અને ઈમ્પોઝિશન ઓફ ટેક્સ એક્ટ, 2015 હેઠળ તેની વિદેશી સંપત્તિ જાહેર કરવામાં નિષ્ફળ રહી. પ્રત્યાર્પણ કેસમાં છેલ્લી દલીલો 4 ઓક્ટોબરે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં સાંભળવામાં આવી હતી અને હવે ચુકાદો આપવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  ઈન્દોરમાં અડધી રાતે યુવતીનુંઓનો હંગામો- ચાર છોકરીઓના જૂથે નાની અમથી વાત પર એક છોકરીને ઢોર માર માર્યો- વીડિયો થયો વાયરલ

સંજય ભંડારી પર વિદેશી સંપત્તિ છુપાવવાનો, જૂના દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો, ભારતીય કર સત્તાવાળાઓને જાહેર ન કરાયેલ સંપત્તિમાંથી નફો કરવાનો અને પછી સત્તાવાળાઓને વિદેશી સંપત્તિ વિશે ખોટી રીતે માહિતી આપવાનો આરોપ છે. જોકે, તે આરોપોને નકારી રહ્યો છે.

November 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

મોટા સમાચાર : નીરવ મોદી નું ભારતમાં પ્રત્યાર્પણ થશે.

by Dr. Mayur Parikh February 25, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

25 ફેબ્રુઆરી 2021

બ્રિટનની અદાલતે નીરવ મોદી સંદર્ભે પોતાનો ફેંસલો સુણાવી દીધો છે. પંજાબ નેશનલ બેંકમાં બે અબજ ડોલરની છેતરપિંડીના કેસમાં નીરવ મોદી ફરાર છે અને હાલ તેની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી છે. પોતાનો ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું કે નીરવ મોદી ના પ્રત્યાર્પણ કાયદા સંદર્ભેની section 137 ની અપેક્ષાઓ પૂરી થઈ રહી છે. આ પરિસ્થિતિમાં નીરવ મોદી નું પ્રત્યાર્પણ થઈ શકે છે.

પોતાના બચાવમાં નીરવ મોદી એ સરકારી દબાણ, મિડિયા ટ્રાયલ અને અદાલતની કમજોર પરિસ્થિતિ નું બહાનું આગળ ધર્યું હતું. જોકે આ તમામ બહાનાઓને કોર્ટે ગ્રાહ્ય ધર્યા નહતા. 

ઉલ્લેખનીય છે કે આજથી અગાઉ નિરવ મોદી ની બેલ ની અરજીને તમામ કોર્ટોએ રદ કરી છે.એક શક્યતા એવી દર્શાવવામાં આવી રહી છે કે નીરવ મોદી નીચલી અદાલતના આ ચુકાદાની વિરૂધ્ધમાં ઉચ્ચ અદાલતમાં અરજી કરી શકે છે.

February 25, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

 નિરવ મોદીનો ખેલ આ તારીખે ખલ્લાસ થશે. ભારત પ્રત્યાર્પણ અંગે આ તારીખે ફેંસલો. જાણો વિગત

by Dr. Mayur Parikh January 9, 2021
written by Dr. Mayur Parikh
  • પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસમાં વોન્ટેડ હીરાનો વેપારી નિરવ મોદીનું બ્રિટનમાંથી ભારતમાં પ્રત્યાર્પણ થશે કે નહીં તે અંગેનો ચુકાદો 25 ફેબુ્રઆરીના રોજ આપવામાં આવશે.
  • લંડનમાં ડિસ્ટ્રિક્ટ જજ સેમ્યુઅલ ગોઝે આજે એક નિવેદનમાં આ માહિતી આપી હતી.
  • નિરવ મોદી કસ્ટડીમાં જ છે અને તેને દર 28 દિવસે કોર્ટમાં હાજર કરવામાં આવે છે.

January 9, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

નીરવ મોદીને લાગ્યો મોટો ઝટકો.. બ્રિટિશ કોર્ટે ભારતના પુરાવા સ્વીકાર્યા.. પ્રત્યારપણની  સંભાવનાઓ વધી ગઈ.. 

by Dr. Mayur Parikh November 4, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
04 નવેમ્બર 2020

ભારતથી ફરાર થઈ ઈંગ્લેન્ડમાં શરણ લેનાર હીરાના વેપારી નીરવ મોદીને વધુ એક આંચકો લાગ્યો છે.ભારતે નીરવ વિરુદ્ધ પુરાવા આપ્યાં જેને બ્રિટિશ કોર્ટે સ્વીકારીને ભારતના  પક્ષમાં ચુકાદો આપ્યો છે. આ સાથે નીરવની ભારત પ્રત્યાર્પણની શક્યતાઓ વધી ગઈ છે. મંગળવારની સુનાવણી વેળા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટએ આ પુરાવા સ્વીકાર્યા હતાં. જે બાદ નીરવ મોદીને 1 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર લેવાયા છે. બંને પક્ષો 7 અને 8 જાન્યુઆરીએ અંતિમ ચર્ચા કરશે અને થોડા અઠવાડિયા પછી 2021 માં આગળનો નિર્ણય લેવાવાની સંભાવના છે.

નીરવ મોદીના વકીલ, ક્લેર મોન્ટગોમરી ક્યુસીએ આ કેસની સુનાવણી દરમિયાન ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી રવિ શંકરન સાથે તુલના કરીને ભારતની દલીલોનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. રવિ શંકરન હવે એક હથિયારનો વેપારી છે જે યુકેમાં છે અને તેનું પ્રત્યાર્પણ હજી બાકી છે. અન્ય એક કેસમાં પણ વકીલનો સખત વિરોધ હોવા છતાં, જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ માર્ક ગુજીએ વિજય માલ્યાના કેસમાં પણ ભારતના પુરાવા માન્ય રાખ્યા હતા. જેમાં જણાવ્યું હતું કે કલમ 161 હેઠળ ભારતની અદાલતમાં આપેલ નિવેદન યુકેની કોર્ટમાં માન્ય છે.

નોંધનીય છે કે નીરવ મોદી ભારતમાં આશરે 13,500 કરોડ રૂપિયાની પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે ધોખાધડી કરીને વિદેશ ભાગી ગયો હતો. 49 વર્ષીય નીરવે દક્ષિણ-પશ્ચિમ લંડનની વુન્ડસવર્થ જેલમાંથી વિડીયોલિંક મારફત કોર્ટ ની કાર્યવાહી જોઈ હતી, જ્યાં તે માર્ચ 2019 થી બંધ છે.

November 4, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીને મોટો ઝટકો, યુકેની અદાલતે સાતમી વખત જામીન અરજી નામંજૂર કરી… જાણો વિગતે

by Dr. Mayur Parikh October 27, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

27 ઓક્ટોબર 2020

યુકેની એક અદાલતે સાતમી વખત ભાગેડુ ભારતીય હીરાના વેપારી નીરવ મોદીની જામીન અરજી નામંજૂર કરી છે. નીરવ મોદી પર ભારતમાં પંજાબ નેશનલ બેંકમાં 14 હજાર કરોડથી વધુની છેતરપિડી અને મની લોન્ડરિંગનો આરોપ છે, સાથે તેને ભાગેડુ જાહેર કરાયો છે. તેણે તેના પ્રત્યાર્પણના ઓર્ડર સામે બ્રિટનની કોર્ટમાં પડકાર અરજી કરી હતી. 

નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં યુકેની કોર્ટે પ્રત્યાર્પણ કેસની સુનાવણી 3 નવેમ્બર સુધી લંબાવી હતી. ગયા મહિને મોદીની કાનૂની સલાહકારે યુકેની એક કોર્ટને કહ્યું હતું કે, નીરવ મોદીના કેસના રાજકીયકરણના કારણે ભારતમાં આ કેસ નિષ્પક્ષ સુનાવણી થવાની સંભાવના નથી અને ભારતીય જેલોમાં પૂરતી તબીબી સુવિધાઓના અભાવના છે અને તેઓ આત્મહત્યાના જોખમનો સામનો કરી શકે છે. 

આપને જણાવી દઈએ કે, લંડન પોલીસે 19 માર્ચે નીરવ મોદીની ધરપકડ કરી હતી અને ત્યારબાદ તે લંડનની જેલમાં બંધ છે. આ કેસ ભારતની બે તપાસ એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(સીબીઆઈ) અને વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. તેના પર આરોપ છે કે ભારતીય બેંકની બનાવટી સંમતિ બતાવીને મોદીએ બેંકો પાસેથી લોન લીધી હતી અને પૈસાની હેરાફેરી કરી હતી.

October 27, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

નીરવ મોદીની કસ્ટડી 27 ઓગસ્ટ સુધી લંબાઈ, ભાગેડુ હીરા ઉદ્યોગપતિ લંડનની જેલમાં છે

by Dr. Mayur Parikh August 7, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

07 ઓગસ્ટ 2020

ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયા લઇ જનાર ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની કસ્ટડી 27 ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં આરોપી નીરવને વીડિયો કોન્ફરન્સ દ્વારા યુકેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે માર્ચ મહિનામાં ધરપકડ થયા બાદ 49 વર્ષીય હીરા ઉદ્યોગપતિ દક્ષિણ-પશ્ચિમ લંડનની જેલમાં બંધ છે.

નીરવના પ્રત્યાર્પણના કેસના પહેલા તબક્કાની સુનાવણી મે મહિનામાં ડિસ્ટ્રિક્ટ જજ સામે થઈ હતી અને બીજી વાર 7 થી 11 સપ્ટેમ્બર સુધી યોજાવાની છે, જેમાં નીરવના પ્રથમ ફેસિસ કેસની દલીલો પૂર્ણ થશે. આ સમય દરમિયાન ભારતીય અધિકારીઓ બીજી વખત પ્રત્યાર્પણની વિનંતી કરશે, 

તમને જણાવી દઈએ કે અગાઉ બ્રિટનમાં પીએનબી છેતરપિંડી કેસમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની ન્યાયિક કસ્ટડી 6 ઓગસ્ટ સુધી લંબાવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે હજારો કરોડોની છેતરપિંડી કરી વિદેશ ભાગી ગયો હતો.જે અંતર્ગત ભારતની વિવિધ તપાસ એજન્સીઓએ તેના સામે કેસ નોંધ્યા છે. આ મામલામાં મોદીના મામા મેહુલ ચોક્સી પણ ભારત માટે મોસ્ટ વોન્ટેડની લિસ્ટમાં છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

August 7, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

બ્રિટનનો કાયદો વિજય માલ્યાની તરફેણમાં; કહ્યું ‘નિશ્ચિત સમયમાં અમે માલ્યાને ભારતને નહીં સોંપી શકીએ’.. જાણો વિગત.

by Dr. Mayur Parikh July 24, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

24 જુલાઈ 2020

બ્રિટીશ કાયદાનો હવાલો આપી યુકેના રાજદૂતે વિજય માલ્યા સંદર્ભે મહત્વનું બયાન આપ્યું છે. ભારતમાં એસબીઆઇ સહિત અનેક બેંકોના 9 હજાર કરોડ રૃપિયાથી વધુ રકમ લઇને ફરાર થઇ ગયેલા વિજય માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે બ્રિટને કહ્યું કે "આ અંગે કોઇ નિશ્ચિત સમય મર્યાદા આપી શકાય તેમ નથી. કારણકે કેસ હજુ લંડનની કોર્ટમાં ચાલે છે " ભારતમાં નિયુક્ત હાઇ કમિશનર સર ફિલિપ બાર્ટોને જણાવ્યું કે "અપરાધીઓ ભલે રાષ્ટ્રીય સરહદ પાર કરીને દેશ બહાર ભાગી જાય પરંતું, ન્યાયપાલીકાથી બચી શકશે નહીં." વધુમાં કહ્યું કે "માલ્યાના પ્રત્યાર્પણનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે અને બ્રિટનની સરકારે આ અંગે કોઇ નવો નિર્ણય લીધો નથી. સાથે જ જણાવ્યું કે "બ્રિટનની સરકાર એ વાતથી વાકેફ છે કે આ કેસ ભારત માટે કેટલો મહત્ત્વપૂર્ણ છે." 

ઉલ્લેખનીય છે કે ગયા મહિને ભારતે, બ્રિટનને અપીલ કરી હતી કે "વિજય માલ્યા ની યુ.કે માં શરણ માંગવાની કોઇ અપીલ પર ઈંગ્લેન્ડએ વિચાર કરવો જોઇએ નહીં. કારણકે, ભારતમાં તેમના પર દમન ગુજારવામાં આવશે! તેવા કોઇ પુરાવા તેમની પાસે નથી. ભારતમાં સજાથી બચવા માટેની આ એક ચાલ માત્ર છે."

આમ ત્યાંના કાયદા નો હવાલો આપી બ્રિટનની સરકારે સંકેત આપ્યા છે કે "માલ્યાને નજીકના ભવિષ્યમાં ભારતને સોંપવામાં આવે એની શક્યતા બહુ જ ઓછી છે કેમકે આ એક કાયદાકીય મુદ્દો છે." થોડા દિવસો અગાઉ લાગતજ હતું કે એક મહિનાની અંદર વિજય માલ્યા ભારત આવી જશે પરંતુ હવે નજીકના ભવિષ્યમાં સરકારી એજન્સી ઓ ભારત લાવી શકે એવી શક્યતા ઓછી લાગી રહી છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2OOngkt  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

July 24, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

હિન્દુજા બંધુઓ 16 અબજ પાઉન્ડની કૌટુંબિક સંપત્તિ માટે કોર્ટ પહોંચ્યા.

by Dr. Mayur Parikh June 25, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

25 જુન 2020

યુકે સ્થિત હિન્દુજા ભાઈઓ તેમની અબજો પાઉન્ડ ની પારિવારિક સંપત્તિને લઈ ઇંગ્લેન્ડની હાઇકોર્ટમાં પહોંચતા કાયદાકીય વિવાદમાં છે. આ કેસ ગોપી ચાંદ, પ્રકાશ અને અશોક હિન્દુજા વિરુદ્ધ પરિવારના "પિતૃપુરુષ" તરીકે વર્ણવેલ શ્રીચંદ પરમાનંદ હિન્દુજા દ્વારા આ કેસ કરવામાં આવ્યો છે. 2 જુલાઈ, 2014 ના રોજ એક પત્ર. પત્રમાં ભાઈઓ એકબીજાને તેમના વહીવટ તરીકે નિમણૂક કરે છે તેની અસર અંગેના નિવેદનો શામેલ છે, અને કોઈ પણ ભાઈના નામની સંપત્તિ ચારેયની છે. 1 જુલાઇ, 2014 ના રોજ સંબંધિત બીજા પત્ર, પણ આ વિવાદ સાથે જોડાયેલા છે.

ટુંકમાં હવે શ્રીચંદ પી હિંદુજા એમ ઘોષણા કરવા માંગે છે કે માંગે છે કે પાત્રમાં લખેલી ઇચ્છા, પાવર ઓફ એટર્ની, ટ્રસ્ટની ઘોષણા અથવા અન્ય બંધનકર્તા દસ્તાવેજ, અથવા વૈકલ્પિક રીતે કે દસ્તાવેજો જે હોય તે રદબાતલ છે અને હવે દરેકને પોત પોતાના ભાગે આવતી સંપત્તિ નો હિસ્સો કરવામાં આવે. અને આ સંબંધે વધારાની રાહત પણ માંગવામાં આવી છે, ખાસ કરીને દસ્તાવેજોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા મનાઈ હુકમ આપવો અને તે દસ્તાવેજો જેની પાસે છે તેને સબમિટ કરવામાં આવ્યા છે.. 

દરમ્યાન હાઇકોર્ટે આ કેસમાં ગુપ્તતાના આદેશ સામે આંશિક ચુકાદો આપ્યો હતો અને એસપી હિન્દુજાની પુત્રી વિનુને તેના પિતાની તરફેણમાં તેના વારસ તરીકે કામ કરવા અને તેની સુરક્ષા માટે સંમતિ આપી હતી. 

જ્યારે અન્ય 3 ભાઈઓ અને તેમના કુટુંબીજનો નો દાવો છે કે તેમના ફેમિલીમાં કોઈપણ એક ભાઈની સંપત્તિ સઘળા પરિવારની છે. અને પરિવારની સંપત્તિ પાર તમામનો હક છે. આથી કોઈ એકના નામે સંપત્તિ કરી શકાય નહીં….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fXVsFS 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

June 25, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક