• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - underworld don - Page 2
Tag:

underworld don

દેશ

તપાસ એજન્સી NIAએ દેશ વિરોધી તત્વો સામે કાર્યવાહી તેજ બનાવી- દાઉદ ઈબ્રાહિમ અને ડી-ગેંગના સભ્યો સામે આટલા લાખનું ઈનામ જાહેર કર્યું

by Dr. Mayur Parikh September 1, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

અંડરવર્લ્ડ ડોન(Underworld Don ) દાઉદ ઈબ્રાહિમ(Dawood Ibrahim) આતંકવાદી સંગઠનો(Terrorist Organizations) સાથે મળીને ભારતમાં ખંડણી(extortion) સહિતના ગુનાઓને અંજામ આપવા માટે ફરીથી ગેંગના સભ્યોને સક્રીય કરી રહ્યો છે. 

દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીએ(Indian Security Agency) દાઉદ ઈબ્રાહિમ સહિતના ડી-ગેંગના સભ્યો(D-Gang members) સામે ઈનામની જાહેરાત કરી છે.

તપાસ એજન્સીએ(Investigating agency) અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર 25 લાખ રૂપિયા અને છોટા શકીલ(Chota Shakeel) પર 20 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. 

આ ઉપરાંત ટાઈગર મેમણ(Tiger Memon), અનીસ ઈબ્રાહિમ (Anees Ibrahim) અને જાવેદ ચિકના પર 15 લાખ રૂપિયાનું રોકડ ઇનામ જાહેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બ્લાસ્ટનો (serial blasts) દાઉદ ઈબ્રાહિમ મુખ્ય આરોપી છે.

આ સમાચાર પણ વાંચો :  આખરે સુપ્રીમ કોર્ટે બીસીસીઆઇને રોકડું પરખાવી દીધું- કહ્યું- આતો દુકાન છે- કર્મચારીઓ માટે આ કામ કરો

September 1, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં NIAએની મોટી કાર્યવાહી, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથીના આ સ્થળોએ દરોડા પાડ્યા

by Dr. Mayur Parikh May 9, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી(CBI)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Underworld don Dawood Ibrahim)પર સકંજો કસ્યો છે. 

એક મોટી કાર્યવાહી કરતા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(NIA)એ દાઉદ ઈબ્રાહિમ(Underworld don Dawood Ibrahim)ના નજીકના મિત્રોના 20થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા છે. 

મુંબઈ(Mumbai)ના નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભીંડી બજારમાં દરોડા પાડવામાં આવ્યા છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 20 અડ્ડાઓમાં શાર્પ શૂટર્સ, દાણચોરો સામેલ છે. આ ઉપરાંત અનેક ઓપરેટરો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે NIAની કાર્યવાહી હાલ બેઝ પર ચાલી રહી છે. ઘણા હેન્ડઓવર ઓપરેટર્સ, ડ્રગ સ્મગલર્સ અને આવા ઘણા લોકો છે જેઓ દાઉદ સાથે સંકળાયેલા હતા.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં સૌ કોઈને મળશે પાણી, આજથી આવશે આ નવી પોલિસી અમલમાં.. જાણો વિગતે.

May 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

છોટા રાજન વિશે એઇમ્સ હોસ્પિટલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડવામાં આવ્યું. શું છોટા રાજન જીવે છે? કે પછી મરી ગયો?

by Dr. Mayur Parikh May 7, 2021
written by Dr. Mayur Parikh

કોરોનાથી સંક્રમિત અંડરવર્લ્ડ ડોન છોટા રાજન ના મોતના સમાચાર અફવા છે.  

છોટા રાજનનાં મોતના સમાચારોને ખોટા જાહેર કરતાં દિલ્હીની એઈમ્સ હોસ્પિટલે ન્યૂઝ એજન્સીને કહ્યું કે તે જીવીત છે અને હાલ તેની સારવાર ચાલી રહી છે.

એપ્રિલના છેલ્લા સપ્તાહમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.

18 વર્ષથી ઉપરના લોકો ની વેક્સિન કેમ બંધ કરી? આ રાજ્ય સરકારને કોર્ટે ઠપકો આપ્યો. શું મહારાષ્ટ્ર સરકાર પર તેની અસર પડશે?

May 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

બૉલીવુડની આ પાંચ સુંદર અભિનેત્રીઓએ અંડરવર્લ્ડ ડોન ના પ્રેમમાં પડી ને ગુમાવી પોતાની કારકિર્દી… જાણો કોણ કોણ છે આ અભિનેત્રીઓ..

by Dr. Mayur Parikh January 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,

મુંબઈ

22 જાન્યુઆરી 2021

બોલિવૂડ અને અંડરવર્લ્ડ વચ્ચેના સંબંધો વર્ષોથી ચર્ચામાં રહ્યા છે. એવું પણ કહેવામાં આવે છે કે વર્ષો પહેલા અંડરવર્લ્ડના રૂપિયા બોલિવૂડની ફિલ્મોમાં લાગતા હતા. 70 થી 90ના દાયકામાં અંડરવર્લ્ડ ડોનના કાર્યક્રમો કે પાર્ટીમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના કલાકારો માત્ર ઉપસ્થિત જ ન રહેતા પરંતું પર્ફોમન્સ પણ આપતા હતા. ગેંગસ્ટર વોર, દાણચોરી, સટ્ટાબજર, ખંડણીખોરી કરવી અંડરવર્લ્ડ માફિયાઓના મુખ્ય કામ રહેતા હતા. બોલિવૂડની ફિલ્મોમાં રૂપિયા કમાવવામાં રસ દાખવતા ડોન ત્યારબાદ બોલિવૂડની ખૂબસુરત અભિનેત્રીઓમાં રસ દાખવવા લાગ્યા.

તમે બોલીવુડ દુનિયાના ઘણાં અભિનેતાઓ અને અભિનેત્રીઓને જોયા હશે, જેમણે કોઈ અન્ય બૉલીવુડ અભિનેતા અથવા અભિનેત્રી સાથે લગ્ન કર્યા અને બોલિવૂડ જગતને અલવિદા કહી દીધું. પરંતુ બોલિવૂડની કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમને પ્રેમ તો કર્યો પરંતું આ પ્રેમ કરવા માટે તેમણે જીવનમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કોઈ અભિનેત્રીને જેલવાસ ભોગવવો પડ્યો તો કોઈ અભિનેત્રીએ સન્યાસી બની જવું પડ્યું. તો ચાલો જાણીએ મુંબઈમાં રાજ કરવા આવેલા ડોન બોલિવૂડની કઈ હિરોઈનોની સુંદરતાના શિકાર બની ગયા.

1. મોનિકા બેદી 

90 ના દાયકાની પ્રખ્યાત અભિનેત્રી મોનિકા બેદીને ડોન દાઉદ ઈબ્રાહીમના રાઈટ હેંડ કહેવાતા અબૂ સાલેમ સાથે પ્રેમ થયો હતો. અબૂ સાલેમ સાથે પ્રેમ કરવો તે અભિનેત્રી મોનિકા બેદીના જીવનની સૌથી મોટી ભૂલ રહી હતી. વર્ષ 1998માં દુબઈમાં એક શોમાં હાજરી આપવા માટે મોનિકા બેદી ગઈ હતી. મોનિકા બેદીની મુલાકાત ત્યા અબૂ સાલેમ સાથે થઈ હતી. અબૂ સાલેમે પોતાની ઓળખ બિઝનેસમેન તરીકેની આપી હતી. મુંબઈ પરત આવ્યા બાદ 9 મહિના સુધી મોનિકાની અબૂ સાલેમ સાથે ફોન પર વાતચીત થતી હતી. મોનિકાના મતે, તે જાણતી ન હતી કે અબુ સાલેમ અન્ડરવર્લ્ડ ડોન છે. અબૂ સાલેમ પ્રોડ્યુસરને ધમકી આપી મોનિકા બેદીને કામ અપાવતો હતો, ત્યારબાદ બનાવટી પાસપોર્ટ કેસમાં મોનિકા બેદીને 5 વર્ષની જેલની સજા થઈ.  ત્યારબાદ મોનિકાએ અબૂ સાલેમ સાથે સંબંઘ તોડી નાખ્યા હતા અને નવી જીંદગીની શરૂઆત કરી હતી. 

2. મંદાકિની

રામ તમારી ગંગા મેલીથી પ્રખ્યાત અભિનેત્રી મંદાકિનીએ બોલિવૂડમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી હતી. ફિલ્મમાં મંદાકિનીના બોલ્ડ અવતારે તે સમયે દેશભરમાં ચર્ચા જગાવી દીધી હતી. મંદાકિનીના દેશભરમાં હજારો ચાહકો થઈ ગયા હતા અને તેમાં ડોન દાઉદ ઈબ્રાહીમનો પણ સમાવેશ થાય છે. વર્ષ 1994-95માં દુબઈના શારજાહ સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચમાં મંદાકિની ડોન દાઉદ ઈબ્રાહીમ સાથે જોવા મળી હતી. બંનેના સાથેના ફોટા તે સમયે સમાચારપત્રોની હેડલાઈન બની ગયા હતા. બંનેના અફેરની ઘણી વાતો ચાલી પરંતું મંદાકિનીએ આ બધી વાતને ખોટી ગણાવી હતી. પોતાની સુંદરતા અને અભિનયથી અલગ ઓળખ બનાવનાર મંદાકિની અન્ડરવર્લ્ડ ડોન દાઉદના પ્રેમમાં પડી ત્યારબાદ તેણે બોલિવૂડમાં પોતાની ઓળખ ગુમાવી દીધી હતી. તેમ છતાં પણ દાઉદ ના કારણે મંદાકિનીને બોલીવુડમાં ફિલ્મો મળી હતી.  

3. મમતા કુલકર્ણી

રાતોરાત બોલિવૂડમાંથી ગાયબ થઈ ગયેલી અભિનેત્રી મમતા કુલકર્ણીની વાર્તા પણ આવી જ છે. એક સમયે મમતા કુલકર્ણી બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક માનવામાં આવતી હતી. મોટા કલાકારો તેની સાથે કામ કરવા માંગતા હતા. પરંતુ તે સમયે જ્યારે મમતા કુલકર્ણીની કારકીર્દિ વધી રહી હતી, ત્યારે તેનું નામ ડ્રગ માફિયા વિક્કી ગોસ્વામી સાથે જોડાવાનું શરૂ થયું. બાદમાં મમતા કુલકર્ણીએ વિકી ગોસ્વામી સાથે લગ્ન કર્યાં. પરંતુ તેણી અને તેના પતિ વિકી ગોસ્વામીની કેન્યા એરપોર્ટ પર ડ્રગની દાણચોરીના કેસમાં 2016 માં ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં પોલીસે મમતાને મુક્ત કરી હતી. એવું કહેવામાં આવે છે કે મમતા હવે  સાધ્વી તરીકે પોતાનું જીવન જીવી રહી છે.

4. સોના

ડોન દાઉદ ઈબ્રાહીમ પહેલા હાજી મસ્તાનનો અંડરવર્લ્ડની દુનયામાં દબદબો હતો. હાજી મસ્તાન અંડરવર્લ્ડની દુનિયાનો પહેલો ડોન કહેવાતો હતો.  કુખ્યાત અન્ડરવર્લ્ડ ડોન હાજી મસ્તાને સોનાને તેના જ પ્રોડક્શન હાઉસની ફિલ્મમાં પહેલીવાર જોયો હતો. હાજી મસ્તાને જોતાં જ તેનું હૃદય સોનાને આપી દીધું. હાજી મસ્તાને સોના સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને સોના લગ્ન માટે તૈયાર થઈ ગઈ. હાજી મસ્તાન પહેલેથી પરિણીત હતા. થોડા વર્ષો બાદ હાજી મસ્તાનનું નિધન થઈ ગયું અને તે બાદ સોનાની જીંદગી બદલાઈ ગઈ અને એવો સમય પણ આ અભિનેત્રીએ જોયો કે તેને બે ટંકનું ભોજન મેળવવા મુશ્કેલી પડતી હતી. આપને જણાવી દઈએ કે હાજી મસ્તાન અને સોનાની પ્રેમકહાની પર આધારિત ફિલ્મ 'વન્સ અપન અ ટાઈમ ઈન મુંબઈ' ફિલ્મ બની હતી. 

5. અનિતા અયુબ

અનિતા અયુબ પાકિસ્તાની અભિનેત્રી હતી અને બોલિવૂડની ફિલ્મોમાં પણ સક્રિય હતી. 90ના દાયકામાં બોલીવુડમાં અનિતા અને દાઉદની વાર્તાઓ સામાન્ય હતી. પરંતુ ઘણા લોકો દાઉદ સાથેના સંબંધોને કારણે અનિતાએ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. આવા જ એક દિગ્દર્શક હતા જાવેદ સિદ્દીકી. 1995 માં તેણે અનિતા અયુબને તેની એક ફિલ્મમાં લેવાની ના પાડી. ગુસ્સે ભરાયેલા, દાઉદ ઇબ્રાહિમે તેના કાર્યકર્તાઓને મોકલ્યા અને જાવેદ સિદ્દીકીની હત્યા કરી દીધી. પરંતુ બાદમાં અનિતા પણ બોલિવૂડમાં સર્વાઇવ ન કરી શકી.

January 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈ ની અદાલતે ડોન છોટા રાજન ને સજા સંભળાવી. જાણો કેટલી સજા મળી અને શા માટે…

by Dr. Mayur Parikh January 4, 2021
written by Dr. Mayur Parikh

મુંબઇની વિશેષ સીબીઆઈ કોર્ટે અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને બળજબરીથી વસૂલી કરવા મામલે દોષી ઠેરવી 2 વર્ષની કેદની સજા સંભળાવી છે. 

છોટા રાજન પર વર્ષ 2015માં બિલ્ડરને ધમકી આપવા અને તેમની પાસેથી 26 કરોડની ખંડણી માંગવાનો આરોપ હતો.  

છોટા રાજનની સાથે-સાથે અન્ય 3 આરોપીઓને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે.

 

January 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

દાઉદ ઇબ્રાહિમની રત્નાગીરીમાં આવેલી ખાનદાની જમીનની થશે ઓનલાઈન હરાજી.. જાણો આ નિલામી કોણ કરાવી રહ્યું છે.. 

by Dr. Mayur Parikh October 16, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

16 ઓક્ટોબર 2020 

અંડરવર્લ્ડ ડોન અને ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઇબ્રાહિમના તેના પૈતૃક ગામ સ્થિત જમીન વેચાવા માટે તૈયાર છે. દાઉદના સહાયક ઇકબાલ મિર્ચીની મુંબઇની સંપત્તિ પણ વેચવામાં આવી રહી છે. દાઉદ ઇબ્રાહિમ પાસે પાકિસ્તાનમાં ઘણી સંપત્તિ અને જમીન ઉત્પન્ન કરી છે, પરંતુ તેના વતનમાં આવેલી બાપ-દાદાની જમીન વેચાઈ રહી છે અને એ કાંઈ કરી શકે એમ નથી. 

મહારાષ્ટ્રના ઘેડમાં આવેલી દાઉદની ખાનદાની સાત સંપત્તિ વેચવા માટે મુકાઈ છે. SAFEMA (સ્મગ્લર્સ અને ફોરેઇંગ એક્સચેંજ મેનિપ્યુલેટર્સ એક્ટ) દ્વારા આ સંપત્તિઓની હરાજી કરાશે. 10 નવેમ્બર 2020 ના રોજ ઇ-ઓક્શન, ટેન્ડર અને જાહેર હરાજી દ્વારા મિલકતોનું વેચાણ કરવામાં આવશે. દાઉદ ઇબ્રાહિમની સંપત્તિ નીચે મુજબ છે. જે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના ઘેડ તાલુકાના મુમ્બાકે ગામમાં આવેલી છે. 

1) 27 ગુંથા જમીન છે જેની અનામત કિંમત રૂ. 2.05 લાખ છે 

૨) 29.30 ગુન્થા જમીન છે જેની અનામત કિંમત 2.23 લાખ છે 

3) 24.90 ગુન્થા જમીન, જેમાંથી અનામત કિંમત રૂ. 1.89 લાખ છે 

4) 20 ગુન્થા જમીન છે જેની અનામત કિંમત રૂ. 1.22 લાખ છે 

5) 18 ગુન્થા જમીન, જેની અનામત કિંમત રૂ. 1.38 લાખ છે 

6) મકાન નંબર 172, અને 

7) 27 ગુંઠા જમીન, અનામત કિંમત રૂ. 5.35 લાખ છે

આ ઉપરાંત લોટ ગામ, ઘેડમાં બાંધકામ સાથેના 30 ગુંટાનો વધુ એક પ્લોટ વેચવા માટે છે. આ પ્લોટ માટેની અનામત કિંમત 61.48 લાખ રૂપિયા છે.

October 16, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

મુંબઈનો ડોન ફરી એકવાર જેલની બહાર આવ્યો. આ વખતે 28 દિવસની રજા મળી.. જાણો કોણ છે આ અંડરવર્લ્ડનો ‘ડેડી’

by Dr. Mayur Parikh July 8, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

8 જુલાઈ 2020

અંડરવર્લ્ડ ડોન અરૂણ ગવળીને 28 દિવસનો ફર્લો પર જેલ બહાર આવવાની મંજુરી મળી છે. બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે ગઈકાલે અરુણ ગવલીને જામીન આપી દીધા છે. નોંધનીય છે કે અરૂણ ગવળી થોડા દિવસો પહેલા જ તેની પેરોલ પૂર્ણ કર્યા પછી નાગપુર જેલમાં પાછો ફર્યો હતો. ગવળીએ 30 નવેમ્બર, 2019 ના રોજ જેલના વહીવટ સમક્ષ ફર્લો રજા માંગવા માટે અરજી કરી હતી. પરંતુ સાત મહિનાનો સમયગાળો છતાં તેની અરજીની સુનાવણી થઈ ન હતી.

આ ઉપરાંત અરુણ ગવળીને, આ પહેલાં આઠ વખત જેલમાંથી વિવિધ કાનુની અધિકારો હેઠળ મુક્ત કરવામાં આવ્યો હતો. જો કે, ગવળીના વકીલોએ દલીલ કરી હતી કે તેમણે નિર્ધારિત સમયની અંદર જેલમાં પાછો ફર્યો હતો અને કોઈ પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું નથી. વકીલની આ દલીલ સ્વીકારીને કોર્ટે ગવલીને 28 દિવસની ફર્લો રજા આપી છે. ઉલ્લેખનીય છે કે કોરોના દરમ્યાન લોકડાઉન થવાને કારણે અરૂણ ગવળીની પેરોલ એક વખત લંબાવાઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે મુંબઈમાં એક શિવસેનાના નેતાની હત્યાના મામલે અરુણ ગવળીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3ixkzkZ 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

July 8, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

શું અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ કોરોનાને કારણે મરી ગયો છે! અટકળોની હજુ સુધી પુષ્ટિ થઈ નથી

by Dr. Mayur Parikh June 6, 2020
written by Dr. Mayur Parikh

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

6 જુન 2020

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે.. એવી અટકળો હાલ ટ્વિટર પર વાયરલ છે. જ્યારથી શુક્રવારે એ વાત સામે આવી હતી કે દાઉદ અને એની પત્નીને કોરોના થયો છે અને કરાચીની સૈન્ય હોસ્પિટલમાં બંનેની સારવાર ચાલી રહી છે ત્યારથી જાત જાતની વાતો થઈ રહી છે, પરંતુ રાત પડતાં સુધીમાં દાઉદ નું કામ સંભાળતા નાના ભાઈ અનીસ ઇબ્રાહીમે આ વાતને રદિયો આપ્યો હતો.  જોકે, આજે સવારથી જ દાઉદના મોતની અટકળો વાયરલ થઇ છે પરંતુ, આધિકારીક રીતે કોઈએ હજુ સુધી એના મોતની પુષ્ટી કરી નથી.

 ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહિમ ભારતમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાનો મુખ્ય આરોપી છે અને 1993 થી ભારતમાંથી ફરાર થઇ ગયો છે. હાલ દાઉદ પાકિસ્તાનમાં છુપાયો છે એ વાત જગજાહેર છે અને હવે પાકિસ્તાનની સૈન્ય હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે એની પણ પુષ્ટિ થઈ ગઈ છે આમ છતાં પાકિસ્તાન ભારતના ગુનેગાર દાઉદ ઇબ્રાહીમને  સોંપવા તૈયાર નથી.

June 6, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક