• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Union Budget 2025
Tag:

Union Budget 2025

Union Budget 2025 Modi government's focus on farmers, poor, women and youth
દેશ

Union Budget 2025: મોદી સરકારનું ફોકસ ખેડૂત, ગરીબ, મહિલા અને યુવા પર, એક ક્લિકમાં વાંચો બજેટ 2025-26ની મુખ્ય બાબતો

by khushali ladva February 1, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

Union Budget 2025:  ભાગ એ

કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોનાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કર્યું હતું. બજેટની મુખ્ય બાબતો નીચે મુજબ છે:

બજેટના અંદાજો 2025-26

  • ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવકો અનુક્રમે ₹ 34.96 લાખ કરોડ અને ₹ 50.65 લાખ કરોડ અંદાજવામાં આવી છે.
  • ચોખ્ખી કરવેરાની આવક ₹ 28.37 લાખ કરોડ આંકવામાં આવી છે.
  • રાજકોષીય ખાધ જીડીપીના 4.4 ટકા હોવાનો અંદાજ છે.
  • કુલ બજારનું ઋણ ₹ 14.82 લાખ કરોડ હોવાનો અંદાજ છે.
  • નાણાકીય વર્ષ 2025-26માં કેપેક્સ- મૂડી ખર્ચ ₹ 11.21 લાખ કરોડ (જીડીપીના 3.1%)ની ફાળવણી કરવામાં આવી છે.

Union Budget 2025: વિકાસના પ્રથમ એન્જિન તરીકે કૃષિ

પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના-કૃષિ જિલ્લાઓનો વિકાસ કાર્યક્રમ

  • આ કાર્યક્રમ રાજ્યો સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે, જેમાં ઓછી ઉત્પાદકતા, મધ્યમ પાકની તીવ્રતા અને સરેરાશથી ઓછાં ધિરાણ પરિમાણો ધરાવતા 100 જિલ્લાઓને આવરી લેવામાં આવશે, જેનો લાભ 1.7 કરોડ ખેડૂતોને મળશે.

ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાનું નિર્માણ

  • કૌશલ્ય, રોકાણ, ટેકનોલોજી અને ગ્રામીણ અર્થતંત્રને પ્રોત્સાહન આપીને કૃષિમાં ઓછી રોજગારીને પહોંચી વળવા માટે રાજ્યો સાથે ભાગીદારીમાં એક વ્યાપક બહુ-ક્ષેત્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.
  • પ્રથમ તબક્કામાં 100 વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવાશે.

કઠોળમાં આત્મનિર્ભરતા

  • સરકાર તુવેર, અડદ અને મસૂર પર ધ્યાન કેન્દ્રિત કરીને 6 વર્ષનું “કઠોળમાં આત્મનિર્ભરતા અભિયાન” શરૂ કરશે.
  • નાફેડ અને એનસીસીએફ આગામી 4 વર્ષ દરમિયાન ખેડૂતો પાસેથી આ કઠોળની ખરીદી કરશે.

શાકભાજી અને ફળો માટે વ્યાપક કાર્યક્રમ

  • ખેડૂતો માટે ઉત્પાદન, કાર્યક્ષમ પુરવઠો, પ્રક્રિયા અને લાભદાયી કિંમતોને પ્રોત્સાહન આપવા માટે એક વ્યાપક કાર્યક્રમ રાજ્યો સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવશે.

બિહારમાં મખાના બોર્ડ

  • મખાનાનાં ઉત્પાદન, પ્રક્રિયા, મૂલ્ય સંવર્ધન અને માર્કેટિંગમાં સુધારો કરવા માટે એક મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Shipping: દરિયાઇ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે આટલા કરોડનો ભંડોળ, 120 નવા એરપોર્ટ જોડાવા માટે યોજનાઓ શરુ કરશે

ઉચ્ચ ઊપજ આપતાં બીજ પર રાષ્ટ્રીય મિશન

  • સંશોધન ઇકોસિસ્ટમને મજબૂત કરવા, ઉચ્ચ ઊપજ સાથે બિયારણના લક્ષિત વિકાસ અને પ્રસાર અને 100થી વધુ બિયારણની જાતોની વ્યાવસાયિક ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ ઊપજ આપતાં બીજ પર રાષ્ટ્રીય મિશન શરૂ કરવામાં આવશે.

 

મત્સ્યોદ્યોગ

  • સરકાર આંદામાન અને નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને મત્સ્યોદ્યોગના ટકાઉ ઉપયોગ માટે ભારતીય વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અને ‘હાઈ સી’માંથી એક માળખું લાવશે.

કપાસની ઉત્પાદકતા માટેનું મિશન

  • કપાસની ખેતીની ઉત્પાદકતા અને ટકાઉપણામાં નોંધપાત્ર સુધારણાઓને સરળ બનાવવા અને વધારે લાંબી મુખ્ય કપાસની જાતોને પ્રોત્સાહન આપવા માટે 5 વર્ષનાં મિશનની જાહેરાત કરવામાં આવી છે.

કેસીસી દ્વારા ધિરાણમાં વધારો

  • કેસીસી દ્વારા લેવામાં આવેલી લોન માટે સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ લોનની મર્યાદા ₹ 3 લાખથી વધારીને ₹ 5 લાખ કરવામાં આવશે.

આસામમાં યુરિયા પ્લાન્ટ

  • – આસામના નામરૂપમાં વાર્ષિક 12.7 લાખ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે.

Union Budget 2025: વિકાસનાં બીજાં એન્જિન તરીકે એમએસએમઇ

એમએસએમઇ માટે વર્ગીકરણ માપદંડમાં સુધારો

  • તમામ એમએસએમઈનાં વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવરની મર્યાદા અનુક્રમે 2.5 અને 2 ગણી વધારવામાં આવશે.

લઘુ ઉદ્યોગો માટે ક્રેડિટ કાર્ડ

  • ઉદ્યમ પોર્ટલ પર નોંધાયેલા લઘુ ઉદ્યોગો માટે ₹ 5 લાખની મર્યાદા સાથે કસ્ટમાઇઝ્ડ ક્રેડિટ કાર્ડ, પ્રથમ વર્ષમાં 10 લાખ કાર્ડ જારી કરવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સ માટે ભંડોળ

  • ₹ 10, 000 કરોડનાં નવા યોગદાન સાથે નવું ભંડોળનું ભંડોળ ઊભું કરવામાં આવશે.

પ્રથમ વખતના ઉદ્યોગસાહસિકો માટે યોજના

  • 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના પ્રથમ વખતના ઉદ્યોગસાહસિકો બનવા માટે આગામી 5 વર્ષમાં 2 કરોડ રૂપિયા સુધીની મુદતની લોન આપવાની નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

ફૂટવેર અને ચર્મ ક્ષેત્રો માટે ફોકસ ઉત્પાદ યોજના

  • ભારતનાં ફૂટવેર અને ચામડા ક્ષેત્રની ઉત્પાદકતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા વધારવા માટે, 22 લાખ વ્યક્તિઓને રોજગારીની સુવિધા આપવા, ₹ 4 લાખ કરોડનું ટર્નઓવર પેદા કરવા અને ₹ 1.1 લાખ કરોડથી વધુની નિકાસ કરવા માટે એક કેન્દ્રિત ઉત્પાદ યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

રમકડાં ક્ષેત્ર માટે પગલાં

  • ઉચ્ચ ગુણવત્તાવાળાં, અનન્ય, નવીન અને ટકાઉ રમકડાં બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે ભારતને રમકડાં માટેનું વૈશ્વિક કેન્દ્ર બનાવે છે.

ખાદ્ય પ્રક્રિયા માટે ટેકો

  • બિહારમાં રાષ્ટ્રીય ખાદ્ય પ્રૌદ્યોગિકી, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન સંસ્થાનની સ્થાપના કરવામાં આવશે.

મેન્યુફેક્ચરિંગ મિશન – “મેક ઇન ઇન્ડિયા“ને આગળ વધારવું

  • “મેક ઇન ઇન્ડિયા”ને આગળ વધારવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતાં રાષ્ટ્રીય ઉત્પાદન મિશનની જાહેરાત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  Dhan-Dhanya Krishi Yojana: કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને મળશે વેગ, આ 100 જિલ્લાઓમાં શરૂ થશે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના…

Union Budget 2025: વિકાસનાં ત્રીજાં એન્જિન તરીકે રોકાણ

  1. લોકોમાં રોકાણ કરવું

સક્ષમ અંગણવાડી અને પોષણ 2.0

  • પોષણ સહાય માટેના ખર્ચનાં ધોરણોને યોગ્ય રીતે વધારવામાં આવશે.

અટલ ટિંકરિંગ લેબ્સ

  • આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ સ્થાપવામાં આવશે.

સરકારી માધ્યમિક શાળાઓ અને પીએચસીને બ્રોડબેન્ડ જોડાણ

  • ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે.

ભારતીય ભાષા પુસ્તક યોજના

  • શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાનાં ડિજિટલ સ્વરૂપનાં પુસ્તકો પ્રદાન કરવા ભારતીય ભાષા પુસ્તક યોજનાની જાહેરાત કરવામાં આવી છે.

કૌશલ્ય માટે રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રો

  • આપણા યુવાનોને “મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” ઉત્પાદન માટે જરૂરી કુશળતાથી સજ્જ કરવા માટે વૈશ્વિક કુશળતા અને ભાગીદારી સાથે કૌશલ્ય માટે 5 રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.

આઇઆઇટીમાં ક્ષમતાનું વિસ્તરણ

  • • વધુ 6,500 વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા પ્રદાન કરવા માટે વર્ષ 2014 પછી શરૂ થયેલી 5 આઇઆઇટીમાં વધારાનું માળખું ઊભું કરવામાં આવશે.

શિક્ષણ માટે એ.આઈ.માં ઉત્કૃષ્ટતા કેન્દ્ર

 

  • ₹ 500 કરોડના કુલ ખર્ચ સાથે શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

તબીબી શિક્ષણનું વિસ્તરણ

  • આગામી વર્ષે મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલોમાં 10,000 વધારાની બેઠકો ઉમેરવામાં આવશે, જે આગામી પાંચ વર્ષમાં 75,000 બેઠકો ઉમેરશે.

તમામ જિલ્લા હૉસ્પિટલોમાં ડે કેર કૅન્સર કેન્દ્રો

  • સરકાર આગામી 3 વર્ષમાં તમામ જિલ્લા હૉસ્પિટલોમાં ડે કેર કૅન્સર કેન્દ્રો સ્થાપશે, 2025-26માં 200 કેન્દ્રો.

શહેરી આજીવિકા મજબૂત કરવી

  • શહેરી કામદારોની આવક સુધારવામાં મદદરૂપ થવા અને ટકાઉ આજીવિકા મળી રહે તે માટે તેમના સામાજિક-આર્થિક ઉત્થાન માટેની યોજનાની જાહેરાત થઈ.

પીએમ સ્વનિધિ

  • બેંકો પાસેથી વધારાયેલી લોન, 30,000 રૂપિયાની મર્યાદા સાથે યુપીઆઈ સાથે જોડાયેલા ક્રેડિટ કાર્ડ અને ક્ષમતા નિર્માણ સહાય સાથે યોજનામાં સુધારો કરવામાં આવશે.

ઓનલાઇન પ્લેટફોર્મ કામદારોનાં કલ્યાણ માટે સામાજિક સુરક્ષા યોજના

  • સરકાર ગિગ-કામદારો માટે ઓળખપત્રો, ઇ-શ્રમ પોર્ટલ પર નોંધણી અને પીએમ જન આરોગ્ય યોજના હેઠળ આરોગ્યસંભાળની વ્યવસ્થા કરશે.

આ સમાચાર પણ વાંચો:  વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કર્યો કટાક્ષ- કહ્યું – ગોળીના ઘા પર… !

2.  Union Budget 2025: અર્થતંત્રમાં રોકાણ

માળખાગત સુવિધાઓમાં જાહેર ખાનગી ભાગીદારી

  • માળખાગત સુવિધાઓ સાથે સંબંધિત મંત્રાલયો પીપીપી મોડમાં 3 વર્ષના પ્રોજેક્ટ પાઈપલાઈનની રૂપરેખા સાથે આવશે, રાજ્યોને પણ પ્રોત્સાહિત કરાશે.

 

માળખાગત સુવિધાઓ માટે રાજ્યોને ટેકો

  • મૂડી ખર્ચ અને સુધારા માટે પ્રોત્સાહનો માટે રાજ્યોને 50 વર્ષની વ્યાજમુક્ત લોન માટે ₹ 1.50 લાખ કરોડનો ખર્ચ પ્રસ્તાવિત છે.

સંપત્તિ મુદ્રીકરણ યોજના 2025-30

  • નવી પરિયોજનાઓમાં 10 લાખ કરોડ રૂપિયાની મૂડી પાછી ખેંચવા માટે 2025-30 માટેની બીજી યોજનાની જાહેરાત કરવામાં આવી.

જલ જીવન મિશન

  • વધારવામાં આવેલા કુલ ખર્ચ સાથે મિશન 2028 સુધી લંબાવવામાં આવશે.

અર્બન ચૅલેન્જ ફંડ

  • ‘સિટીઝ એઝ ગ્રોથ હબ’, ‘ક્રિએટિવ રિડેવલપમેન્ટ ઑફ સિટીઝ’ અને ‘વોટર એન્ડ સેનિટેશન’ માટેની દરખાસ્તોને અમલમાં મૂકવા માટે ₹ 1 લાખ કરોડનાં અર્બન ચૅલેન્જ ફંડની જાહેરાત કરવામાં આવી છે, 2025-26 માટે ₹ 10,000 કરોડની ફાળવણી પ્રસ્તાવિત છે.

વિકસિત ભારત માટે પરમાણુ ઊર્જા મિશન

  • અણુ ઊર્જા અધિનિયમ અને પરમાણુ નુકસાન માટે નાગરિક જવાબદારી અધિનિયમમાં સુધારા હાથ ધરવામાં આવશે.
  • ₹ 20, 000 કરોડના ખર્ચે નાના મોડ્યુલર રિએક્ટર (એસ.એમ.આર.)ના સંશોધન અને વિકાસ માટે પરમાણુ ઊર્જા મિશનની સ્થાપના કરવામાં આવશે, 5 સ્વદેશી રીતે વિકસિત એસ.એમ.આર. 2033 સુધીમાં કાર્યરત થશે.

 

જહાજ નિર્માણ

  • • જહાજનિર્માણની નાણાકીય સહાય નીતિને નવેસરથી ઘડવામાં આવશે.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાર્મોનાઇઝ્ડ માસ્ટર લિસ્ટ (એચ.એમ.એલ.)માં ચોક્કસ કદથી ઉપરનાં મોટાં જહાજોનો સમાવેશ કરવામાં આવશે.

દરિયાઈ વિકાસ ભંડોળ

  • ₹ 25, 000 કરોડનાં ભંડોળ સાથે મેરિટાઇમ ડેવલપમેન્ટ ફંડની સ્થાપના કરવામાં આવશે, જેમાં સરકાર દ્વારા 49 ટકા સુધીનું યોગદાન અને બાકી રકમ બંદરો અને ખાનગી ક્ષેત્રની હશે.

ઉડાન-પ્રાદેશિક જોડાણ યોજના

  • આગામી 10 વર્ષમાં 120 નવાં સ્થળો સાથે પ્રાદેશિક જોડાણ વધારવા અને 4 કરોડ મુસાફરોને લઇ જવા માટે સુધારેલી ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે.
  • પર્વતીય, આકાંક્ષી અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના જિલ્લાઓમાં હૅલિપેડ અને નાનાં હવાઇમથકોને ટેકો આપવા પણ.

બિહારમાં ગ્રીનફિલ્ડ હવાઈમથક

  • પટના હવાઇમથકની ક્ષમતાનાં વિસ્તરણ અને બિહતા ખાતે બ્રાઉનફિલ્ડ હવાઇમથક ઉપરાંત બિહારમાં ગ્રીનફિલ્ડ હવાઇમથકોની જાહેરાત કરવામાં આવી છે.

મિથિલાચલમાં પશ્ચિમી કોશી નહેર પરિયોજના

  • બિહારમાં પશ્ચિમી કોશી નહેર ઇ.આર.એમ. પ્રોજેક્ટ માટે નાણાકીય સહાય.

ખાણકામ ક્ષેત્રમાં સુધારા

  • ટેલિંગમાંથી મહત્વપૂર્ણ ખનિજોની પુનઃપ્રાપ્તિ માટેની નીતિ લાવવામાં આવશે.

સ્વામિહ ફંડ 2

  • સરકાર, બેંકો અને ખાનગી રોકાણકારોનાં યોગદાન સાથે વધુ 1 લાખ રહેણાંક એકમોને ઝડપથી પૂર્ણ કરવાનાં લક્ષ્ય સાથે ₹ 15,000 કરોડનું ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે.

રોજગારી આધારિત વૃદ્ધિ માટે પ્રવાસન

  • દેશનાં ટોચનાં 50 પ્રવાસન સ્થળો રાજ્યો સાથે ભાગીદારીમાં ચૅલેન્જ મોડ દ્વારા વિકસાવવામાં આવશે.
  1. Union Budget 2025:  ઈનોવેશનમાં રોકાણ

સંશોધન, વિકાસ અને નવીનતા

  • જુલાઈનાં બજેટમાં જાહેર કરાયેલ ખાનગી ક્ષેત્ર સંચાલિત સંશોધન, વિકાસ અને નવીનતા પહેલનાં અમલીકરણ માટે ₹ 20,000 કરોડની ફાળવણી કરવામાં આવશે.

ડીપ ટેક ફંડ ઑફ ફંડ્સ

  • આગામી પેઢીનાં સ્ટાર્ટઅપ્સને ઉત્પ્રેરિત કરવા માટે ડીપ ટેક ફંડ ઑફ ફંડ્સની શોધ કરવામાં આવશે.

પીએમ રિસર્ચ ફૅલોશિપ

  • વધારાયેલી નાણાકીય સહાય સાથે આઈઆઈટી અને આઈઆઈએસસીમાં ટેકનોલોજીકલ સંશોધન માટે 10,000 ફેલોશિપ.

પાક જર્મપ્લાઝમ માટે જીન બેંક

  • ભવિષ્યમાં ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે 10 લાખ જર્મપ્લાઝમ લાઇનો સાથે બીજી જીન બેંકની સ્થાપના કરવામાં આવશે.

રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક મિશન

  • પાયાની ભૂ-સ્થાનિક માળખાગત સુવિધાઓ અને માહિતી વિકસાવવા રાષ્ટ્રીય ભૂ-સ્થાનિક મિશનની જાહેરાત.

જ્ઞાન ભારતમ્‌ મિશન

  • શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો, પુસ્તકાલયો અને ખાનગી સંગ્રાહકો પાસેના આપણા હસ્તપ્રત વારસાનાં સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે એક જ્ઞાન ભારતમ્‌ મિશનની જાહેરાત કરવામાં આવી છે, જે 1 કરોડથી વધુ હસ્તપ્રતોને આવરી લેશે.

આ સમાચાર પણ વાંચો:  Atal Tinkering Labs: આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ થશે

Union Budget 2025: વિકાસનાં ચોથાં એન્જિન તરીકે નિકાસ

નિકાસ પ્રોત્સાહન મિશન

  • ક્ષેત્રીય અને મંત્રીમંડળીય લક્ષ્યાંકો સાથે એક નિકાસ પ્રોત્સાહન મિશનની સ્થાપના કરવામાં આવશે, જેનું સંચાલન સંયુક્તપણે વાણિજ્ય, એમએસએમઈ ઉદ્યોગ અને નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવશે.

ભારતટ્રેડનેટ

  • આંતરરાષ્ટ્રીય વેપાર માટે વેપાર દસ્તાવેજીકરણ અને નાણાકીય ઉકેલો માટે એકીકૃત મંચ તરીકે ‘ભારત ટ્રેડનેટ’ (બીટીએન)ને સ્થાપિત કરવામાં આવશે.

જીસીસી માટે રાષ્ટ્રીય માળખું

  • ઉભરતાં સ્તર 2 શહેરોમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે રાજ્યોને માર્ગદર્શન આપવા માટે એક રાષ્ટ્રીય માળખું ઘડવામાં આવશે.

Union Budget 2025: ઇંધણ તરીકે સુધારાઓઃ નાણાકીય ક્ષેત્રમાં સુધારા અને વિકાસ

વીમા ક્ષેત્રમાં એફડીઆઈ

  • વીમા ક્ષેત્ર માટે જે કંપનીઓ ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમનું રોકાણ કરે છે તેમના માટે એફડીઆઈની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવશે,.

એન.એ.બી.એફ.આઈ.ડી. દ્વારા ધિરાણ વૃદ્ધિ સુવિધા

  • એનએબીએફઆઈડી માળખાગત સુવિધાઓ માટે કોર્પોરેટ બોન્ડ્સ માટે ‘આંશિક ધિરાણ વૃદ્ધિ સુવિધા’ સ્થાપિત કરશે

ગ્રામીણ ક્રેડિટ સ્કોર

  • જાહેર ક્ષેત્રની બેંકો ગ્રામીણ વિસ્તારોમાં એસએચજીના સભ્યો અને લોકોની ધિરાણ જરૂરિયાતો પૂરી કરવા માટે ‘ગ્રામીણ ધિરાણ સ્કોર’ માળખું વિકસાવશે.

પેન્શન ક્ષેત્ર

  • નિયમનકારી સંકલન અને પેન્શન ઉત્પાદનોના વિકાસ માટે એક મંચની સ્થાપના કરવામાં આવશે.

 

નિયમનકારી સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ

  • તમામ બિન-નાણાકીય ક્ષેત્રનાં નિયમનો, પ્રમાણપત્રો, લાઇસન્સ અને મંજૂરીઓની સમીક્ષા માટે નિયમનકારી સુધારા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે.

રાજ્યોનો રોકાણ મૈત્રી સૂચકાંક

  • સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારવા માટે 2025માં રાજ્યોનો રોકાણ મૈત્રી સૂચકાંક શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

જન વિશ્વાસ બિલ 2.0

  • જન વિશ્વાસ બિલ 2.0 વિવિધ કાયદાઓમાં 100થી વધુ જોગવાઈઓને અપરાધમુક્ત કરશે.

 

Union Budget 2025: ભાગ બી

 

સીધા વેરા

 

  • નવી પ્રણાલી હેઠળ 12 લાખ રૂપિયાની આવક (એટલે કે મૂડી લાભ જેવા વિશેષ દરની આવક સિવાય દર મહિને સરેરાશ 1 લાખ રૂપિયાની આવક) સુધી કોઈ વ્યક્તિગત આવકવેરો ચૂકવવાપાત્ર નથી.
  • 75, 000 રૂપિયાની પ્રમાણભૂત કપાતને કારણે પગારદાર કરદાતાઓ માટે આ મર્યાદા 12.75 લાખ રૂપિયા હશે.
  • આ નવું માળખું મધ્યમ વર્ગના કરવેરામાં નોંધપાત્ર ઘટાડો કરશે અને તેમના હાથમાં વધુ નાણાં મૂકશે, જેનાથી ઘરગથ્થુ વપરાશ, બચત અને રોકાણમાં વધારો થશે.
  • નવા આવકવેરા બિલ સ્પષ્ટ અને સીધું લખવામાં આવશે જેથી કરદાતાઓ અને કરવેરા વહીવટ માટે તેને સમજવું સરળ બને, જેનાથી કર નિશ્ચિતતા આવે અને મુકદ્દમામાં ઘટાડો થાય.
  • પ્રત્યક્ષ કરવેરામાં આશરે ₹ 1 લાખ કરોડની આવક જતી કરવામાં આવશે.

 

  • કરવેરાના દરનું સુધારેલું માળખું

 

  • નવી કરવેરા પ્રણાલીમાં સુધારેલા કરવેરાના દરનું માળખું નીચે મુજબ રહેશેઃ

આ સમાચાર પણ વાંચો: Mumbai Central Railway Block :મધ્ય રેલ્વેના મુસાફરો માટે મોટા સમાચાર! રેલવે પર બે દિવસનો પાવર બ્લોક; ચેક કરો શેડ્યૂલ

0-4 લાખ રૂપિયા શૂન્ય
4-8 લાખ રૂપિયા 5 ટકા
8-12 લાખ રૂપિયા 10 ટકા
12-16 લાખ રૂપિયા 15 ટકા
16-20 લાખ રૂપિયા 20 ટકા
20- 24 લાખ રૂપિયા 25 ટકા
24 લાખ રૂપિયાથી વધુ 30 ટકા

 

 

  • મુશ્કેલીઓ હળવી કરવા માટે ટી.ડી.એસ./ટી.સી.એસ.ને તર્કસંગત બનાવવું

 

  • જે દર અને મર્યાદાઓથી ઉપર ટી.ડી.એસ. કાપવામાં આવે છે તેની સંખ્યામાં ઘટાડો કરીને સ્રોત પર કર કપાત (ટી.ડી.એસ.)ને તર્કસંગત બનાવવું.
  • વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ પર કર કપાતની મર્યાદા હાલની 50,000 રૂપિયાથી બમણી કરીને 1 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • ભાડા પર ટી.ડી.એસ. માટે 2.40 લાખ રૂપિયાની વાર્ષિક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • આરબીઆઇની લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ) હેઠળ મોકલેલી રકમ પર સ્રોત પર કર (ટીસીએસ) વસૂલવાની મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • વધારે ટી.ડી.એસ. કપાતની જોગવાઈઓ માત્ર બિન-પાન કેસોમાં જ લાગુ થશે.
  • નિવેદન દાખલ કરવાની નિયત તારીખ સુધી ટી.સી.એસ.ની ચુકવણીમાં વિલંબના કેસો માટે બિન-ગુનાહિતકરણ.

 

  • અનુપાલનનો બોજ ઘટાડવો

 

  • નાનાં સખાવતી ટ્રસ્ટો/સંસ્થાઓ માટે નોંધણીનો સમયગાળો 5 વર્ષથી વધારીને 10 વર્ષ કરીને પાલનનો બોજ ઘટાડવો.

 

  • સ્વ-ભોગવટા હેઠળની મિલકતોનાં વાર્ષિક મૂલ્યને શૂન્ય તરીકે દાવો કરવાનો લાભ આવી બે સ્વ-ભોગવટા હેઠળની મિલકતો માટે કોઈ પણ શરત વિના આપવામાં આવશે.
  • ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ
  • ત્રણ વર્ષના બ્લોક સમયગાળા માટે આંતરરાષ્ટ્રીય વ્યવહારની આર્મ્સ લેંગ્થ કિંમત નક્કી કરવા માટેની યોજનાની રજૂઆત.
  • મુકદ્દમા ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા પ્રદાન કરવા માટે સલામત હાર્બરના નિયમોનો વ્યાપ વધારવો.
  • વ્યક્તિઓ દ્વારા 29મી ઑગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી રાષ્ટ્રીય બચત યોજના (એન.એસ.એસ.)માંથી ઉપાડને મુક્તિ.
  • સામાન્ય એન.પી.એસ. ખાતાઓમાં ઉપલબ્ધ હોય તેવી જ રીતે એન.પી.એસ. વાત્સલ્ય ખાતાઓ સાથે સમાન વ્યવહાર, એકંદર મર્યાદાને આધીન છે.
  • રોજગાર અને રોકાણ

Union Budget 2025:  ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન યોજનાઓ માટે કરવેરાની નિશ્ચિતતા

 

  • ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન સુવિધાની સ્થાપના અથવા સંચાલન કરતી નિવાસી કંપનીને સેવાઓ પૂરી પાડતા બિન-રહેવાસીઓ માટે અનુમાનિત કરવેરાની વ્યવસ્થા.
  • નિર્દિષ્ટ ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન એકમોને પુરવઠો પૂરો પાડવા માટે ઘટકોનો સંગ્રહ કરતા બિન-રહેવાસીઓ માટે કરવેરાની નિશ્ચિતતા માટે સલામત બંદરની રજૂઆત.

 

અંતર્દેશીય જહાજો માટે ટનેજ ટેક્સ યોજના

 

દેશમાં અંતર્દેશીય જળ પરિવહનને પ્રોત્સાહન આપવા માટે ભારતીય જહાજ અધિનિયમ, 2021 હેઠળ નોંધાયેલાં અંતર્દેશીય જહાજોને હાલની ટનભાર કર યોજનાનો લાભ આપવામાં આવશે.

  • સ્ટાર્ટ-અપ્સની સ્થાપના માટે વિસ્તરણ

1.4.2030 પહેલાં સ્થપાયેલ સ્ટાર્ટ-અપ્સને ઉપલબ્ધ લાભની મંજૂરી આપવા માટે સંસ્થાપનનો સમયગાળો 5 વર્ષ સુધી લંબાવવો.

  • વૈકલ્પિક રોકાણ ભંડોળ (એઆઇએફ)

માળખાગત સુવિધાઓ અને આવાં અન્ય ક્ષેત્રોમાં રોકાણ કરી રહેલા શ્રેણી-1 અને શ્રેણી-2 એ.આઈ.એફ. માટે જામીનગીરીઓમાંથી થતા લાભ પર કરવેરાની ખાતરી

  • • સોવરેન અને પેન્શન ફંડ્સ માટે રોકાણની તારીખ લંબાવવી

માળખાગત ક્ષેત્રમાં તેમની પાસેથી ભંડોળને પ્રોત્સાહન આપવા માટે સાર્વભૌમ સંપત્તિ ભંડોળ અને પેન્શન ભંડોળમાં રોકાણ કરવાની તારીખ વધુ પાંચ વર્ષ વધારીને 31 માર્ચ, 2030 કરવામાં આવી છે.

Union Budget 2025: પરોક્ષ કર

ઔદ્યોગિક ચીજવસ્તુઓ માટે કસ્ટમ્સ ટેરિફ માળખાને તર્કસંગત બનાવવું

કેન્દ્રીય બજેટ 2025-26માં નીચેની દરખાસ્તો રજૂ કરવામાં આવી છેઃ

  1. સાત ટેરિફ દર દૂર કરવા. આ 2023-24 બજેટમાં દૂર કરવામાં આવેલા સાત ટેરિફ દરો ઉપરાંત છે. આ પછી, ‘શૂન્ય’ દર સહિત માત્ર આઠ ટેરિફ દર બાકી રહેશે.
  2. કેટલીક વસ્તુઓ સિવાય, જ્યાં આવી ઘટનાઓમાં નજીવો ઘટાડો થશે, ત્યાં વ્યાપકપણે અસરકારક ડ્યુટી ઇન્સિડેન્સ જાળવવા માટે યોગ્ય સેસ લાગુ કરવો.
  3. એક કરતાં વધુ સેસ અથવા સરચાર્જ નહીં. તેથી સેસને આધિન 82 ટેરિફ લાઇન પર સમાજ કલ્યાણ સરચાર્જને મુક્તિ આપવામાં આવી છે.

પરોક્ષ કરવેરામાં આશરે ₹ 2600 કરોડની આવક જતી કરવામાં આવશે.

દવાઓ/ઔષધિની આયાત પર રાહત

  • 36 જીવનરક્ષક દવાઓ અને ઔષધિ ઓને બેઝિક કસ્ટમ્સ ડ્યુટી (બીસીડી)માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
  • 6 જીવનરક્ષક દવાઓ પર 5 ટકાની છૂટછાટવાળી કસ્ટમ ડ્યુટી લાગુ કરવામાં આવશે.
  • ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતા પેશન્ટ આસિસ્ટન્સ પ્રોગ્રામ હેઠળ નિર્દિષ્ટ દવાઓ અને ઔષધિઓને બી.સી.ડી.માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે; 13 નવા દર્દી સહાય કાર્યક્રમો સાથે વધુ 37 દવાઓ ઉમેરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2025 વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું

સ્થાનિક ઉત્પાદન અને મૂલ્ય સંવર્ધનને ટેકો

  • મહત્વપૂર્ણ ખનિજોઃ
    • કોબાલ્ટ પાવડર અને કચરો, લિથિયમ-આયન બેટરીનો ભંગાર, લીડ, ઝિંક અને 12 વધુ મહત્વપૂર્ણ ખનિજોને BCDમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
  • કાપડઃ
    • વધુ બે પ્રકારના શટલ-લેસ લૂમ્સને કાપડની મશીનરીમાં સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
    • ગૂંથેલા કાપડ પર બી.સી.ડી.નો દર “10 ટકા અથવા 20 ટકા”થી સુધારીને “20 ટકા અથવા” 115 પ્રતિ કિલો, જે પણ વધારે હોય તે.
  • ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓઃ
    • ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે (આઇએફપીડી) પર બી.સી.ડી. 10 ટકાથી વધીને 20 ટકા થઈ છે.
    • ઓપન સેલ અને અન્ય ઘટકો પર બી.સી.ડી. ઘટીને 5 ટકા થઈ ગઈ.
    • ઓપન સેલના ભાગો પર બીસીડીને મુક્તિ આપવામાં આવી છે.
  • લિથિયમ આયન બૅટરીઃ
    • ઇ.વી. બૅટરી ઉત્પાદન માટે 35 વધારાની મૂડીગત ચીજવસ્તુઓ અને મોબાઇલ ફોન બૅટરી ઉત્પાદન માટે 28 વધારાની મૂડીગત વસ્તુઓને મુક્તિ આપવામાં આવી છે.
  • શિપિંગ ક્ષેત્રઃ
    • કાચા માલ, ઘટકો, ઉપભોજ્ય વસ્તુઓ અથવા જહાજોનાં ઉત્પાદન માટેના ભાગો પર બી.સી.ડી.ની મુક્તિ વધુ દસ વર્ષ માટે લંબાવવામાં આવી છે.
    • જહાજ તોડવા માટે એ જ વ્યવસ્થા ચાલુ રહેશે.
  • ટેલિકોમ્યુનિકેશનઃ
    • કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વીચો પર બી.સી.ડી. 20 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગઈ.

Union Budget 2025: નિકાસ પ્રોત્સાહન

  • હસ્તકલાની વસ્તુઓ:
    • નિકાસ માટેનો સમયગાળો છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવ્યો છે, જો જરૂરી હોય તો વધુ ત્રણ મહિના સુધી લંબાવી શકાય છે.
    • ડ્યુટી-ફ્રી ઇનપુટ્સની યાદીમાં નવ વસ્તુઓ ઉમેરવામાં આવી છે.
  • ચામડું ક્ષેત્રઃ
    • ભીના વાદળી ચામડા પર બી.સી.ડી.ને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે.
    • ક્રસ્ટ લેધરને 20 ટકા નિકાસ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • દરિયાઈ ઉત્પાદનોઃ
    • ફ્રોઝન ફિશ પેસ્ટ (સૂરીમી) પર તેના એનાલોગ ઉત્પાદનોનાં ઉત્પાદન અને નિકાસ માટે બી.સી.ડી. 30 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
    • માછલી અને ઝીંગા ફીડનાં ઉત્પાદન માટે ફિશ હાઇડ્રોલાઇસેટ પર BCD 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
  • રેલવે માલ માટે સ્થાનિક એમ.આર.ઓ.:
    • રેલવેના એમ.આર.ઓ.ને સમારકામની વસ્તુઓની આયાતના સંદર્ભમાં વિમાન અને જહાજોના એમ.આર.ઓ. જેવો જ લાભ થશે.
    • આવી વસ્તુઓની નિકાસ માટેની સમયમર્યાદા 6 મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવી છે અને તેને વધુ એક વર્ષ માટે લંબાવી શકાય છે.

વેપારની સુવિધા

  • કામચલાઉ આકારણી માટે સમય મર્યાદાઃ
    • કામચલાઉ આકારણીને આખરી ઓપ આપવા માટે, બે વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે, જે એક વર્ષ સુધી વધારી શકાય છે.
  • • સ્વૈચ્છિક અનુપાલનઃ
    • આયાતકારો અથવા નિકાસકારોને માલની મંજૂરી પછી, સ્વેચ્છાએ મહત્વપૂર્ણ તથ્યો જાહેર કરવા અને વ્યાજ સાથે પરંતુ દંડ વિના ડ્યુટી ચૂકવવા માટે સક્ષમ બનાવવા માટે એક નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે.
  • • અંતિમ ઉપયોગ માટે લંબાવેલો સમયઃ
    • સંબંધિત નિયમોમાં આયાતી ઇનપુટ્સના અંતિમ ઉપયોગ માટેની સમયમર્યાદા છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવી છે.
    • આવા આયાતકારો માસિક નિવેદનને બદલે માત્ર ત્રિમાસિક નિવેદનો ફાઇલ કરશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Budget 2025 Finance Minister Nirmala Sitharaman presented the Budget 2025-26 in Parliament.
દેશ

Union Budget 2025: નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2025-26 રજૂ કર્યું. અહીં વાંચો તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ

by khushali ladva February 1, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • કેન્દ્રીય અંદાજપત્ર 2025-26નો સારાંશ
  • નવી કર વ્યવસ્થામાં પગારદાર વર્ગે વાર્ષિક ₹12.75 લાખ સુધી શૂન્ય આવક વેરો ચુકવવાનો રહેશે
  • કેન્દ્રીય અંદાજપત્રએ વિકાસના 4 એન્જિનો તરીકે કૃષિ, MSME, રોકાણ અને નિકાસને ઓળખ્યાં છે
  • 1.7 કરોડ ખેડૂતોને લાભ થશે, ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ અંતર્ગત 100 ઓછી કૃષિ ઉત્પાદકતા ધરાવતા જિલ્લાઓને આવરી લેવામાં આવશે
  • તુવેર, અડદ અને મસૂર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને “કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન” શરૂ કરવામાં આવશે
  • સુધારેલી વ્યાજ સહાય યોજના હેઠળ KCC દ્વારા રૂપિયા 5 લાખ સુધીની લોન
  • નાણાકીય વર્ષ 2025માં રાજકોષીય ખાધ 4.8% રહેવાનો અંદાજ, નાણાકીય વર્ષ 2026માં તેને ઘટાડીને 4.4% કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું
  • MSMEsને ₹ 5 કરોડથી ₹ 10 કરોડ સુધી ગેરંટી કવર સાથે ક્રેડિટમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો
  • “મેક ઇન ઇન્ડિયા”ને આગળ ધપાવવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતું રાષ્ટ્રીય વિનિર્માણ મિશન
  • આવનારા 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવશે
  • હસ્તપ્રતોના સર્વેક્ષણ અને સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશનમાં એક કરોડથી વધુ હસ્તપ્રતોને આવરી લેવામાં આવશે
  • વીમા માટે FDIની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવામાં આવી
  • વિવિધ કાયદાઓમાં 100 કરતાં વધુ જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરવા માટે જન વિશ્વાસ બિલ 2.0 રજૂ કરવામાં આવશે
  • અપડેટ કરેલું આવક વેરા રિટર્ન ભરવાની મુદત બે વર્ષથી વધારીને ચાર વર્ષ કરવામાં આવી
  • TCSની ચુકવણીમાં વિલંબનું નિરાપરાધીકરણ કરવામાં આવ્યું
  • ભાડા પરના TDSની મર્યાદા રૂપિયા 2.4 લાખથી વધીને રૂપિયા 6 લાખ કરવામાં આવી
  • કેન્સર, દુર્લભ અને લાંબાગાળાના રોગોની સારવાર માટે 36 જીવનરક્ષક દવાઓ અને દવાઓ પર BCD મુક્તિ
  • IFPD પર BCD 20% સુધી વધારી અને ઓપન સેલ પર 5% સુધી ઘટાડી
  • ઘરેલું વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે ઓપન સેલના ભાગો પર BCDમાંથી મુક્તિ આપવામાં આવી
  • બૅટરીનું ઉત્પાદન વધારવા માટે, ઇલેક્ટ્રિક વાહન અને મોબાઇલ બૅટરી વિનિર્માણ માટે વધારાના મૂડી માલ પર મુક્તિ આપવામાં આવી
  • જહાજ નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા કાચા માલ અને ઘટકો પર 10 વર્ષ માટે BCD મુક્તિ
  • ફ્રોઝન ફિશ પેસ્ટ પર લાગતો BCD 30% થી ઘટાડીને 5% અને ફિશ હાઇડ્રોલાઇસેટ પર 15% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો
Union Budget 2025: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું. અહીં તેમના અંદાજપત્ર ભાષણનો સારાંશ આપ્યો છે;

ભાગ – A

નાણાં મંત્રીએ તેલુગુ કવિ અને નાટ્યકાર શ્રી ગુરાજદા અપ્પા રાવના પ્રખ્યાત વાક્ય – ‘દેશનો અર્થ માત્ર તેની માટી નથી પરંતુ દેશ તેના લોકોથી છે’ ટાંકીને – “સબકા વિકાસ” થીમ સાથે કેન્દ્રીય અંદાજપત્ર 2025-26 રજૂ કર્યું હતું જે તમામ પ્રદેશોના સંતુલિત વિકાસને ઉત્તેજીત કરે છે.

આ થીમને અનુરૂપ, નાણામંત્રીએ વિકાસ ભારતના વ્યાપક સિદ્ધાંતોની રૂપરેખા આપી હતી જેમાં નીચે ઉલ્લેખિતનો સમાવેશ થાય છે:

a) શૂન્ય ગરીબી;

b) સો ટકા સારી ગુણવત્તા સાથે શાળાકીય શિક્ષણ;

c) ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તી અને વ્યાપક આરોગ્ય સંભાળની સુલભતા;

d) અર્થપૂર્ણ રોજગાર સાથે સો ટકા કૌશલ્યવાન શ્રમદળ;

e) આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી સિત્તેર ટકા; અને

f) ખેડૂતો આપણા દેશને ‘વિશ્વનું ખાદ્યાન્ન બાસ્કેટ’ બનાવી રહ્યા છે.

કેન્દ્રીય અંદાજપત્ર 2025-2026માં સરકાર દ્વારા વિકાસને વેગ આપવા, સમાવેશી વિકાસને સુરક્ષિત કરવા, ખાનગી ક્ષેત્રના રોકાણોને પ્રોત્સાહન આપવા, પારિવારિક ભાવનાઓને ઉત્તેજીત કરવા અને ભારતના ઉભરી રહેલા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ વધારવાના પ્રયાસોને ચાલુ રાખવાનું વચન આપવામાં આવ્યું છે. અંદાજપત્રમાં ગરીબ, યુવાનો, ખેડૂત (અન્નદાતા) અને મહિલાઓ (નારી) પર ધ્યાન કેન્દ્રિત કરીને વિકાસ સંબંધિત પગલાં લેવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

અંદાજપત્રનો ઉદ્દેશ્ય કરવેરા, વીજળી ક્ષેત્ર, શહેરી વિકાસ, ખાણકામ, નાણાકીય ક્ષેત્ર અને નિયમનકારી સુધારાઓમાં પરિવર્તનકારી સુધારાની શરૂઆત કરવાનો છે જેથી ભારતની વિકાસની ક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો થઈ શકે.

કૃષિ, MSME, રોકાણ અને નિકાસ એ વિકસિત ભારતની આગેકૂચમાં એન્જિનની ભૂમિકા ભજવી રહ્યાં છે એવું કેન્દ્રીય અંદાજપત્રમાં ભારપૂર્વક ટાંકવામાં આવ્યું છે, જેમાં સુધારાઓનો ઉપયોગ સમાવેશીતાની ભાવનાથી પ્રેરિત ઇંધણ તરીકે થાય છે.

આ સમાચાર પણ વાંચો:  SMR: 2033 સુધી 5 સ્વદેશી રીતે વિકસિત SMRs કાર્યરત થશે, સરકારે 2025-26 બજેટમાં અધધ આટલા કરોડ રૂપિયા મંજૂર કર્યા

Union Budget 2025: પ્રથમ એન્જિન: કૃષિ

અંદાજપત્રમાં 100 જિલ્લાઓને આવરી લેતા રાજ્યો સાથે ભાગીદારીમાં ‘પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના’ જાહેર કરવામાં આવી છે જેથી ઉત્પાદકતામાં વધારો થઈ શકે, પાક વૈવિધ્યકરણ અપનાવવામાં આવે, લણણી પછીનો સંગ્રહ વધે, સિંચાઈની સુવિધાઓમાં સુધારો થાય અને લાંબા ગાળાના તેમજ ટૂંકા ગાળાના ધીરાણની ઉપલબ્ધતાને સરળ બનાવી શકાય.

કૌશલ્ય, રોકાણ, તકનીકો દ્વારા કૃષિ ક્ષેત્રમાં અલ્પ રોજગારીની સ્થિતિને દૂર કરવા માટે તેમજ ગ્રામીણ અર્થતંત્રને વધુ વેગ આપવા માટે રાજ્યો સાથે ભાગીદારી કરીને એક વ્યાપક બહુ-ક્ષેત્રીય ‘ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા’ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ શરૂ કરવાનું મુખ્ય લક્ષ્ય ગ્રામીણ વિસ્તારોમાં પુષ્કળ તકો ઊભી કરવાનું છે, જેમાં ગ્રામીણ મહિલાઓ, યુવા ખેડૂતો, ગ્રામીણ યુવાનો, સીમાંત અને નાના ખેડૂતો તેમજ પોતાની માલિકીની જમીન ન ધરાવતા હોય તેવા પરિવારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ એવી જાહેરાત કરી હતી કે સરકાર દ્વારા તુવેર, અડદ અને મસૂર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને 6 વર્ષ માટે “કઠોળમાં આત્મનિર્ભરતા માટે મિશન” શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય એજન્સીઓ (NAFED અને NCCF) ખેડૂતો પાસેથી આગામી 4 વર્ષ દરમિયાન આ 3 કઠોળ જેટલી પણ માત્રામાં પૂરું પાડવામાં આવે તે ખરીદવા માટે તેઓ તૈયાર રહેશે.

અંદાજપત્રમાં શાકભાજી અને ફળો માટે વ્યાપક કાર્યક્રમ, ઉચ્ચ ઉપજ આપતા બીજ માટે રાષ્ટ્રીય મિશન અને કપાસની ઉત્પાદકતા માટે પંચવર્ષીય મિશન જેવા પગલાંને રેખાંકિત કરવામાં આવ્યા છે જેથી કૃષિ અને તેનાથી સંલગ્ન પ્રવૃત્તિઓને મુખ્ય રીતે પ્રોત્સાહન મળી શકે.

શ્રીમતી સીતારમણે સુધારેલી વ્યાજ સહાય યોજના અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લેવામાં આવતી લોન માટે લોનની મર્યાદા 3 લાખ રૂપિયા હતી તે વધારીને 5 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001A4T2.jpg

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Gujarat: બજેટ 2025-26માં ગુજરાત માટે ખાસ જાહેરાત, ટ્રેઝરી સેન્ટર્સને વિશેષ લાભો આપવાનો મૂકવામાં આવ્યો પ્રસ્તાવ

Union Budget 2025: બીજું એન્જિન: MSMEs

નાણાં મંત્રીએ MSME ક્ષેત્રને વિકાસ માટે બીજું પાવર એન્જિન ગણાવ્યું કારણ કે તેઓ આપણી નિકાસમાં 45% હિસ્સો ધરાવે છે. MSMEને વ્યાપકતાની ઉચ્ચ કાર્યક્ષમતા, તકનીકી અપગ્રેડેશન અને મૂડીની વધુ સારી સુલભતા પ્રાપ્ત કરવામાં મદદ કરવાના ઉદ્દેશ સાતે, તમામ MSMEsના વર્ગીકરણ માટે રોકાણ અને ટર્નઓવરની મર્યાદામાં અનુક્રમે 2.5 અને 2 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગેરંટી કવર સાથે ધીરાણની ઉપલબ્ધતા વધારવા માટેના પગલાંની પણ જાહેરાત કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ 5 લાખ મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના પ્રથમ વખત ઉદ્યોગસાહસિક બનનારા લોકો માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત પણ કરી છે. આ યોજના અંતર્ગત આગામી 5 વર્ષ દરમિયાન 2 કરોડ રૂપિયા સુધીની મુદતી લોન પૂરી પાડવામાં આવશે.

શ્રીમતી સીતારમણે એવી જાહેરાત કરી હતી કે, સરકાર ‘મેડ ઇન ઇન્ડિયા’ બ્રાન્ડનું પ્રતિનિધિત્વ કરી રહેલા રમકડાં માટે ભારતને વૈશ્વિક કેન્દ્ર બનાવવાનો ઉદ્દેશ સિદ્ધ કરવા માટે પણ એક યોજના અમલમાં મૂકશે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર “મેક ઇન ઇન્ડિયા”ને આગળ ધપાવવા માટે નાના, મધ્યમ અને મોટા ઉદ્યોગોને આવરી લેતા રાષ્ટ્રીય વિનિર્માણ મિશનની સ્થાપના કરશે.

Union Budget 2025: ત્રીજું એન્જિન: રોકાણ

કેન્દ્રીય મંત્રીએ દેશના વિકાસની આગેકૂચમાં રોકાણને ત્રીજા એન્જિન તરીકે પરિભાષિત કરીને લોકો, અર્થતંત્ર અને આવિષ્કારમાં રોકાણને પ્રાથમિકતા આપી છે.

લોકોમાં રોકાણ હેઠળ, તેમણે જાહેરાત કરી કે આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ પ્રયોગશાળાઓની સ્થાપના કરવામાં આવશે.

શ્રીમતી નિર્મલા સીતારમણે એવી જાહેરાત કરી હતી કે, ભારતનેટ પરિયોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી માધ્યમિક શાળાઓ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે.

તેમણે આગળ જણાવ્યું હતું કે, શાળા અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતીય ભાષાના પુસ્તકો ડિજિટલ સ્વરૂપે પૂરા પાડવા માટે ભારતીય ભાષાપુસ્તક યોજના અમલમાં મૂકવામાં આવશે.

આપણા યુવાનોને “મેક ફોર ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ” વિનિર્માણ માટે જરૂરી હોય તેવા કૌશલ્યોથી સજ્જ કરવા માટે વૈશ્વિક કૌશલ્ય અને ભાગીદારી સાથે કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય ઉત્કૃષ્ટતા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવશે.

કુલ 500 કરોડ રૂપિયાના ખર્ચે શિક્ષણ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે.

અંદાજપત્રમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સરકાર દ્વારા પીએમ જન આરોગ્ય યોજના હેઠળ ગિગ કામદારોના ઓળખ કાર્ડ, ઇ-શ્રમ પોર્ટલ પર તેમની નોંધણી તેમજ આરોગ્ય સંભાળની વ્યવસ્થા કરવામાં આવશે.

શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં રોકાણ હેઠળ, માળખાગત સુવિધાઓ સંબંધિત મંત્રાલયો દ્વારા પીપીપી મોડમાં 3 વર્ષની પરિયોજના પાઇપલાઇન રજૂ કરવામાં આવશે.

તેમણે આગળ ઉમેર્યું હતું કે, રાજ્યોને મૂડી ખર્ચ અને સુધારા માટે પ્રોત્સાહન આપવા માટે 50 વર્ષની મુદત માટે વ્યાજ મુક્ત લોન આપવા માટે 1.5 લાખ કરોડ રૂપિયાના ખર્ચનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

તેમણે નવી પરિયોજનાઓમાં રૂપિયા 10 લાખ કરોડની મૂડી પાછી મેળવવા માટે બીજી અસ્કયામત મુદ્રીકરણ યોજના 2025-૩0ની જાહેરાત પણ કરી હતી.

“જન ભાગીદરી” દ્વારા ગ્રામીણ પાઇપલાઇન પાણી પુરવઠા યોજનાની માળખાગત સુવિધાઓની ગુણવત્તા અને સંચાલન તેમજ જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરીને જળ જીવન મિશનની મુદત 2028 સુધી લંબાવવામાં આવી છે.

‘વિકાસ કેન્દ્રો તરીકે શહેરો’, ‘શહેરોના સર્જનાત્મક પુનર્વિકાસ’ અને ‘પાણી અને સ્વચ્છતા’ માટેના પ્રસ્તાવોને અમલમાં મૂકવા માટે સરકાર દ્વારા રૂપિયા 1 લાખ કરોડનું અર્બન ચેલેન્જ ફંડ સ્થાપિત કરવામાં આવશે.

આવિષ્કાર માટે રોકાણ અંતર્ગત, ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત સંશોધન, વિકાસ અને આવિષ્કાર પહેલને અમલમાં મૂકવા માટે રૂપિયા 20,000 કરોડના ભંડોળની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

નાણાં મંત્રીએ શહેરી આયોજનને લાભ મળી શકે એવી પાયાની ભૂ-અવકાશી માળખાકીય સુવિધાઓ અને ડેટાનો વિકાસ કરવા માટે નેશનલ જીયો સ્પેશ્યીલ મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

અંદાજપત્રમાં શૈક્ષણિક સંસ્થાઓ, સંગ્રહાલયો, પુસ્તકાલયો અને ખાનગી સંગ્રહકો સાથે મળીને 1 કરોડથી વધુ હસ્તપ્રતોના સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે જ્ઞાન ભારતમ મિશનનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જ્ઞાનના આદાનપ્રદાન માટે ભારતીય જ્ઞાન પ્રણાલીઓનો રાષ્ટ્રીય ડિજિટલ ભંડાર તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2025 વિશ્વ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન કર્યું

Union Budget 2025: ચોથું એન્જિન: નિકાસ

શ્રીમતી સીતારમણે નિકાસને વિકાસનું ચોથું એન્જિન ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, વાણિજ્ય, MSME અને નાણાં મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે સંચાલિત નિકાસ પ્રોત્સાહન મિશનથી MSMEને નિકાસ બજારમાં પ્રવેશવામાં મદદ મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વેપાર દસ્તાવેજીકરણ અને નાણાકીય ઉકેલો માટે એકીકૃત પ્લેટફોર્મ તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર માટે ડિજિટલ જાહેર માળખા, ‘ભારત ટ્રેડનેટ’ (BTN)નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

નાણાં મંત્રીએ એવો ઉલ્લેખ કર્યો હતો કે, વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ સાથે આપણા અર્થતંત્રનું સંકલન સ્થાપિત કરવા માટે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાનો વિકાસ કરવાના ઉદ્દેશથી સમર્થન પૂરું પાડવામાં આવશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, સરકાર ઇન્ડસ્ટ્રી 4.0 સંબંધિત તકોનો લાભ લેવા માટે સ્થાનિક ઇલેક્ટ્રોનિક સાધનો ઉદ્યોગને સમર્થન આપશે. ઉભરતા ટિઅર 2 શહેરોમાં વૈશ્વિક ક્ષમતા કેન્દ્રોને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય માળખું તૈયાર કરવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.

સરકાર ઉચ્ચ મૂલ્યના નાશવંત બાગાયતી ઉત્પાદનો સહિત હવાઇ કાર્ગો માટે માળખાગત સુવિધાઓ અને ગોદામોના અપગ્રેડેશનની કામગીરીની સુવિધા પૂરી પાડશે.

Union Budget 2025: ઇંધણ તરીકે કામ કરતા સુધારા

સુધારાઓને એન્જિનના ઇંધણ તરીકે પરિભાષિત કરતા શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, છેલ્લાં 10 વર્ષમાં, સરકારે કરદાતાઓની સુવિધા માટે ઘણા સુધારાઓ અમલમાં મૂક્યા છે, જેમ કે ફેસલેસ આકારણી, કરદાતા અધિકારપત્ર, ઝડપી રિટર્ન, લગભગ 99 ટકા રિટર્નની સ્વ-આકારણી અને વિવાદ સે વિશ્વાસ યોજના. આ તમામ પ્રયાસો ચાલુ રાખીને, તેમણે કર વિભાગની “પહેલા વિશ્વાસ કરો, પછી તપાસ કરો”ની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: Mumbai Central Railway Block :મધ્ય રેલ્વેના મુસાફરો માટે મોટા સમાચાર! રેલવે પર બે દિવસનો પાવર બ્લોક; ચેક કરો શેડ્યૂલ

Union Budget 2025: નાણાકીય ક્ષેત્રમાં સુધારા અને વિકાસ

‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ પ્રત્યે સરકારની દૃઢ પ્રતિબદ્ધતા દર્શાવતા, કેન્દ્રીય નાણાં મંત્રીએ ભારતમાં નાણાકીય પરિદૃશ્યની વ્યાપકતામાં ફેરફારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેથી અનુપાલન સરળ બનાવી શકાય, સેવાઓનું વિસ્તરણ થઈ શકે, મજબૂત નિયમનકારી માહોલનું નિર્માણ થાય, આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક રોકાણને પ્રોત્સાહન મળે તેમજ જૂની કાનૂની જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરી શકાય.

કેન્દ્રીય નાણાં મંત્રીએ વીમા માટે પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની મર્યાદા 74 ટકાથી વધારીને 100 ટકા કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી તે એવી કંપનીઓ માટે ઉપલબ્ધ બને જે ભારતમાં સંપૂર્ણ પ્રીમિયમ રોકાણ કરે છે.

શ્રીમતી સીતારમણે ઉત્પાદકતા અને રોજગારીને આગળ ધરાવવા માટે સિદ્ધાંતો અને વિશ્વાસ પર આધારિત હળવાશભર્યા નિયમનકારી માળખાની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે 21મી સદી માટે અનુકૂળ હોય તેવા આ આધુનિક, લવચિક, લોકો માટે મૈત્રીપૂર્ણ અને વિશ્વાસ આધારિત નિયમનકારી માળખાનો વિકાસ કરવા માટે ચાર ચોક્કસ પગલાંનો પ્રસ્તાવ મૂક્યો છે, જે આ મુજબ છે:

i. નિયમનકારી સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ

• બધા બિન-નાણાકીય ક્ષેત્રના નિયમનો, પ્રમાણપત્રો, લાઇસન્સ અને પરવાનગીઓની સમીક્ષા કરવી.

• વિશ્વાસ આધારિત આર્થિક શાસનનું મજબૂતીકરણ કરવું અને ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’માં વધારો કરવા માટે પરિવર્તનકારી પગલાં લેવા, જેમાં ખાસ કરીને નિરીક્ષણ અને અનુપાલનની બાબતોમાં આ પગલાં લેવા.

• એક વર્ષની અંદર ભલામણો કરવી

• રાજ્યોને તેમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે

 

ii. રાજ્યોનો રોકાણ મિત્રતા સૂચકાંક

• સ્પર્ધાત્મક સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારવા માટે 2025માં રાજ્યોનો રોકાણ મિત્રતા સૂચકાંક શરૂ કરવામાં આવશે.

 

iii. નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદ (FSDC) હેઠળનું વ્યવસ્થાતંત્ર

• વર્તમાન નાણાકીય નિયમનો અને પેટાકંપની સૂચનાઓની અસરનું મૂલ્યાંકન કરવાનું વ્યવસ્થાતંત્ર.

• નાણાકીય ક્ષેત્રની તેમની પ્રતિભાવશીલતા અને વિકાસમાં વધારો કરવા માટે એક માળખું તૈયાર કરવું.

 

iv. જન વિશ્વાસ વિધેયક 2.0

• વિવિધ કાયદાઓમાં 100થી વધુ જોગવાઈઓનું નિરાપરાધીકરણ કરવું.

આ સમાચાર પણ વાંચો:  Atal Tinkering Labs: આગામી 5 વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સની સ્થાપના, ભારતીય ભાષાઓમાં ડિજિટલ પુસ્તકો ઉપલબ્ધ થશે

Union Budget 2025: રાજકોષીય દૃઢીકરણ

કેન્દ્રીય નાણાં મંત્રીએ રાજકોષીય દૃઢીકરણ માટેનો માર્ગ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીને જણાવ્યું હતું કે, સરકાર દર વર્ષે રાજકોષીય ખાધને એવી રીતે જાળવી રાખવાનો પ્રયાસ કરે છે કે જેથી કરીને કેન્દ્ર સરકારનું દેવું GDPની ટકાવારી તરીકે ઘટતા માર્ગે રહે અને આગામી 6 વર્ષ માટેની વિગતવાર ભાવિ રૂપરેખા FRBM નિવેદનમાં આપવામાં આવી છે. શ્રીમતી સીતારમણે જણાવ્યું હતું કે, 2024-25માં રાજકોષીય ખાધનું સુધારેલું અનુમાન GDPના 4.8 ટકા છે, જ્યારે 2025-26 માટે અંદાજપત્રીય અનુમાન GDPના 4.4 ટકા હોવાનો અંદાજ આંકવામાં આવ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-02-011240324BSV.png

Union Budget 2025: સુધારેલા અંદાજો 2024-25

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ઋણ સિવાયની કુલ આવકનો સુધારેલો અંદાજ રૂપિયા 31.47 લાખ કરોડ છે, જેમાંથી કરમાંથી થતી ચોખ્ખી આવક રૂપિયા 25.57 લાખ કરોડ છે. તેમણે ઉમેર્યું હતું કે, કુલ ખર્ચનો સુધારેલો અંદાજ રૂપિયા 47.16 લાખ કરોડ છે, જેમાંથી લગભગ રૂપિયા 10.18 લાખ કરોડનો મૂડી ખર્ચ કરવામાં આવશે.

Union Budget 2025: અંદાજપત્રીય અંદાજો 2025-26

કેન્દ્રીય નાણામંત્રીએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2025-26 માટે, ઋણ અને કુલ ખર્ચ સિવાયની કુલ આવક અનુક્રમે રૂપિયા ૩4.96 લાખ કરોડ અને રૂપિયા 50.65 લાખ કરોડ રહેવાનું અનુમાન છે. ચોખ્ખી કર આવક અંદાજે રૂપિયા 28.૩7 લાખ કરોડ રહેશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/Screenshot2025-02-01124049PPTD.png

આ સમાચાર પણ વાંચો:  વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કર્યો કટાક્ષ- કહ્યું – ગોળીના ઘા પર… !

ભાગ – B

રાષ્ટ્ર નિર્માણમાં મધ્યમ વર્ગ પર વિશ્વાસ દાખવીને કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં આવકવેરા સંબંધિત નવી વ્યવસ્થા હેઠળ નવા પ્રત્યક્ષ કર સ્લેબ અને દરોનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેના કારણે મૂડી લાભ જેવી ખાસ દરની આવક સિવાય, દર વર્ષે રૂપિયા 12 લાખ સુધીની કુલ આવક માટે, એટલે કે સરેરાશ દર મહિને રૂપિયા 1 લાખની આવક માટે કોઈ આવકવેરો ચુકવવાની જરૂર નહીં પડે. વાર્ષિક રૂપિયા 12.75 લાખ સુધીની કમાણી કરી રહેલા પગારદાર વ્યક્તિઓએ રૂપિયા 75,000ની પ્રમાણભૂત કપાતને કારણે કોઈ કરવેરો ચુકવવો નહીં પડે. નવા કર માળખા અને અન્ય પ્રત્યક્ષ કર દરખાસ્તો સામે, સરકાર લગભગ રૂપિયા 1 લાખ કરોડની આવક ગુમાવશે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, સરકારે લોકોની જરૂરિયાતોને સમજવા માટે વિવિધ પગલાં લીધાં છે. પ્રત્યક્ષ કર દરખાસ્તોમાં મધ્યમ વર્ગ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યક્તિગત આવકવેરા સુધારા, TDS/TCSનું તર્કસંગતીકરણ, સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન તેમજ અનુપાલનના બોજમાં ઘટાડો, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તેમજ રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.

અંદાજપત્રમાં નવી કર વ્યવસ્થા હેઠળ સુધારેલા કર દર માળખાનો પ્રસ્તાવ નીચે દર્શાવ્યા અનુસાર છે;

વાર્ષિક કુલ આવક કરનો દર
₹ 0 – 4 લાખ NIL
₹ 4 – 8 લાખ 5%
₹ 8 – 12 લાખ 10%
₹ 12 – 16 લાખ 15%
₹ 16 – 20 લાખ 20%
₹ 20 – 24 લાખ 25%
₹ 24 લાખ કરતાં વધુ 30%

TDS/TCSને તર્કસંગત બનાવવાના હેતુથી, અંદાજપત્રમાં વરિષ્ઠ નાગરિકોને વ્યાજ દ્વારા થતી કમાણી પર કર કપાતની મર્યાદા હાલમાં રૂપિયા 50,000 છે તેને વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે. આ ઉપરાંત, ભાડા પર TDSની મર્યાદા વાર્ષિક રૂપિયા 2.4 લાખથી વધારીને રૂપિયા 6 લાખ કરવામાં આવી છે. અન્ય પગલાંઓ અંગર્ગત TCS વસૂલવા માટેની મર્યાદા વધારીને રૂપિયા 10 લાખ કરવામાં આવી છે અને ફક્ત પેન (PAN) સિવાયના કિસ્સામાં જ ઉચ્ચ TDS કપાત ચાલુ રાખવામાં આવી છે. TDSની ચુકવણીમાં થતા વિલંબને નિરાપરાધીકરણમાં લાવવાની જાહેરાત કર્યા પછી, TCSની ચુકવણીમાં થતા વિલંબને પણ હવે નિરાપરાધીકરણની શ્રેણીમાં લાવવાની જાહેરાત કરવામાં આવી છે.

Union Budget 2025: સ્વૈચ્છિક અનુપાલનને પ્રોત્સાહન આપવા માટે, અંદાજપત્રમાં કોઈપણ આકારણી વર્ષ માટે અપડેટ કરેલું રિટર્ન ફાઇલ કરવાની હાલની સમયમર્યાદા બે વર્ષ છે તેને વધારીને ચાર વર્ષ કરવામાં આવી છે. 90 લાખથી વધુ કરદાતાઓએ તેમની આવક અપડેટ કરવા માટે વધારાનો કર ચુકવ્યો છે. નાના સખાવતી ટ્રસ્ટ/સંસ્થાઓને તેમની નોંધણીનો સમયગાળો 5 થી વધારીને 10 વર્ષ કરીને લાભ આપવામાં આવ્યો છે, જેનાથી તેમના પરથી અનુપાલનનો બોજ હળવો થયો છે. આ ઉપરાંત, કરદાતાઓ હવે કોઈપણ શરત વિના બે સ્વ-કબજાવાળી મિલકતોના વાર્ષિક મૂલ્યનો દાવો શૂન્ય (NIL) તરીકે કરી શકે છે. ગયા અંદાજપત્રની વિવાદ સે વિશ્વાસ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લગભગ 33,000 કરદાતાઓએ તેમના વિવાદોનું સમાધાન કરવા માટે આ યોજનાનો લાભ લીધો છે. વરિષ્ઠ અને ખૂબ જ વરિષ્ઠ નાગરિકોને લાભ પહોંચાડવા માટે 29 ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી રાષ્ટ્રીય બચત યોજના ખાતાઓમાંથી કરવામાં આવેલા ઉપાડને મુક્તિ આપવામાં આવી છે. NPS વાત્સલ્ય ખાતાઓને પણ આના જેવો જ લાભ મળશે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે, અંદાજપત્રમાં ત્રણ વર્ષના બ્લૉક સમયગાળા માટે આંતરરાષ્ટ્રીય વ્યવહારોની આર્મ્સ લંબાઇ કિંમત નક્કી કરવા માટેની યોજના રજૂ કરવામાં આવી છે. આ યોજના વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ સાથે સુસંગત છે. તેમજ, આંતરરાષ્ટ્રીય કરવેરામાં નિશ્ચિતતા પૂરી પાડવા માટે સેલ્ફ-હાર્બર નિયમોનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.

રોજગાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે, ઇલેક્ટ્રોનિક્સ વિનિર્માણ સુવિધા સ્થાપિત કરતી અથવા ચલાવતી નિવાસી કંપનીને સેવાઓ પૂરી પાડતા બિન-નિવાસીઓ માટે એક પૂર્વાનુમાનિત કરવેરા વ્યવસ્થાની પરિકલ્પના કરવામાં આવી છે. આ ઉપરાંત, હાલની ટનેજ કર યોજનાના લાભો આંતરિક જહાજોને પણ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે, નિગમન (ઇનકોર્પોરેશન)નો સમયગાળો 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. માળખાગત સુવિધા ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવા માટે, અંદાજપત્રમાં સોવરિન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડ્સમાં રોકાણ કરવાની તારીખ વધુ પાંચ વર્ષ સુધી લંબાવીને 31 માર્ચ, 2030 સુધી કરવામાં આવી છે.

ઔદ્યોગિક માલસામાનના કસ્ટમ્સ શુલ્કને તર્કસંગત બનાવવાના ભાગ રૂપે, અંદાજપત્રમાં (i) સાત શુલ્ક દૂર કરવાનો, (ii) અસરકારક ડ્યૂટી ભારને જાળવી રાખવા માટે યોગ્ય સેસ (ઉપકર) લાગુ કરવાનો અને (iii) એક કરતા વધુ સેસ (ઉપકર) અથવા સરચાર્જ ન વસૂલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Dhan-Dhanya Krishi Yojana: કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને મળશે વેગ, આ 100 જિલ્લાઓમાં શરૂ થશે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના…

Union Budget 2025: દવાઓ/મેડિસિનની આયાત પર રાહત આપવા માટે, કેન્સર, દુર્લભ રોગો અને લાંબાગાળાના રોગોની સારવાર માટે 36 જીવનરક્ષક દવાઓ અને મેડિસિનને મૂળભૂત કસ્ટમ્સ શુલ્ક (BCD)માંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત, દર્દી સહાયતા કાર્યક્રમો હેઠળ 13 નવી દવાઓ અને મેડિસિન સાથે, 37 દવાઓ જો દર્દીઓને મફતમાં પૂરી પાડવામાં આવે તો તેને મૂળભૂત કસ્ટમ્સ શુલ્ક (BCD)માંથી મુક્તિ આપવામાં આવી છે.

સ્થાનિક ઉત્પાદન અને મૂલ્યવર્ધનને સહકાર આપવા માટે, જુલાઈ 2024માં 25 એવી મહત્વપૂર્ણ ખનિજો પરથી BCDમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જે ઘરેલુ રીતે ઉપલબ્ધ ન હતી. અંદાજપત્ર 2025-26માં કોબાલ્ટ પાવડર અને કચરો, લિથિયમ-આયન બૅટરીનો ભંગાર, સીસું, ઝીંક અને અન્ય 12 મહત્વપૂર્ણ ખનિજોને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. સ્થાનિક કાપડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવેલી કાપડ મશીનરીમાં બે વધુ પ્રકારના શટલ-લેસ લૂમનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેમજ, નવ ટેરિફ લાઇનને આવરી લેતા ગૂંથેલા કાપડ પર BCD “10% થી 20%” હતું તેને સુધારીને “20% અથવા રૂપિયા 115 પ્રતિ કિલોમાંથી જે વધારે હોય તે” કરવામાં આવ્યું છે.”

ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરમાં સુધારો કરવા અને “મેક ઇન ઇન્ડિયા”ને પ્રોત્સાહન આપવા માટે, ઇન્ટરેક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે (IFPD) પર BCD વધારીને 20% અને ઓપન સેલ (ખુલ્લા કોષો) પર 5% કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓપન સેલના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે, ઓપન સેલના ભાગો પર લાગતા BCDને મુક્તિ આપવામાં આવી છે.

દેશમાં લિથિયન-આયન બૅટરીના વિનિર્માણને વેગ આપવા માટે, EV બૅટરી ઉત્પાદન માટે 35 વધારાના મૂડી માલ અને મોબાઇલ ફોન બૅટરી ઉત્પાદન માટે 28 વધારાના મૂડી માલને મુક્તિ આપવામાં આવેલા મૂડી માલની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. કેન્દ્રીય અંદાજપત્ર 2025-26માં કાચા માલ, ઘટકો, ઉપભોક્તા વસ્તુઓ અથવા જહાજ નિર્માણ માટેના ભાગો પર BCD પર મુક્તિ બીજા દસ વર્ષ માટે ચાલુ રાખવામાં આવી છે. અંદાજપત્રમાં કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વિચો પર BCD 20% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે જેથી તેને નોન-કેરિયર ગ્રેડ ઇથરનેટ સ્વિચોની સમકક્ષ બનાવી શકાય.

નિકાસને પ્રોત્સાહન આવા માટે, અંદાજપત્ર 2025-26 હસ્તકળાની નિકાસની સુવિધા પૂરી પાડવામાં આવી છે, મૂલ્યવર્ધન અને રોજગાર માટે વેટ બ્લુ ચામડા પર લાગતા BCDને સંપૂર્ણપણે મુક્તિ આપી છે, ફ્રોઝન ફિશ પેસ્ટ પર BCD 30% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે અને માછલી તેમજ ઝીંગા ફીડના ઉત્પાદન માટે ફિશ હાઇડ્રોલાયસેટ પર BCD 15% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો:  Union Budget 2025 Shipping: દરિયાઇ અને ઉડ્ડયન ક્ષેત્ર માટે આટલા કરોડનો ભંડોળ, 120 નવા એરપોર્ટ જોડાવા માટે યોજનાઓ શરુ કરશે

Union Budget 2025: કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, લોકશાહી, વસ્તી વિષયકતા અને માંગ વિકસિત ભારત યાત્રાના મુખ્ય આધારસ્તંભ છે. તેમણે કહ્યું હતું કે, મધ્યમ વર્ગ ભારતના વિકાસને મજબૂતી આપી રહ્યો છે અને તેમના દ્વારા આપવામાં આવતા યોગદાનને બિરદાવવા માટે સરકારે માટે સમયાંતરે ‘શૂન્ય કર’ સ્લેબમાં વધારો કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રસ્તાવિત નવા કર માળખાથી મધ્યમ વર્ગના હાથમાં વધુ નાણાં આવશે જેથી વપરાશ, બચત અને રોકાણને નોંધપાત્ર રીતે વેગ મળશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Rahul Gandhi Budget 2025 Rahul Gandhi calls Union Budget 2025 ‘band-aid for bullet wound’
Main PostTop Postદેશવેપાર-વાણિજ્ય

Rahul Gandhi Budget 2025 :વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ બજેટ પર કર્યો કટાક્ષ- કહ્યું – ગોળીના ઘા પર બૅન્ડ-એઇડ!

by kalpana Verat February 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Rahul Gandhi Budget 2025 : કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે બજેટ રજૂ કર્યું. આ બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે તે ગોળીના ઘા પર પાટો બાંધવા જેવું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે એક આદર્શ પરિવર્તનની જરૂર છે.  

Rahul Gandhi Budget 2025 : રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યું

હકીકતમાં, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. ‘X’ પરની તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું, “બંદૂકની ગોળીના ઘા પર પાટો!” તેમણે આરોપ લગાવ્યો કે વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે, આપણા આર્થિક સંકટને ઉકેલવા માટે એક આદર્શ પરિવર્તનની જરૂર છે, પરંતુ સરકાર વિચારોથી નાદાર થઈ ગઈ છે. 

 

The Union Budget was, for most parts, a reading of mundane circulars and minor tinkering that will do nothing to revive India’s tottering economy. For 11 years in a row, the Government has tried to hoodwink the public by giving empty slogans, with no vision or relief for the poor…

— K C Venugopal (@kcvenugopalmp) February 1, 2025

Rahul Gandhi Budget 2025 :કેસી વેણુગોપાલે નિશાન સાધ્યું

કેસી વેણુગોપાલે દાવો કર્યો હતો કે રોજગાર સર્જન માટે કોઈ વિઝન નથી, ભારતના રોકાણ વાતાવરણને સુધારવા માટે કંઈ નથી, ખેડૂતો માટે કોઈ MSP ગેરંટી નથી અને મધ્યમ વર્ગના પરિવારોના બજેટને બરબાદ કરી રહેલા પ્રચંડ ફુગાવાને રોકવા માટે કોઈ ઉકેલ નથી. તેના માટે કોઈ વ્યૂહરચના નથી. વેણુગોપાલે આરોપ લગાવ્યો કે આ બજેટ મનરેગાને નષ્ટ કરવાનો બીજો પ્રયાસ રજૂ કરે છે કારણ કે કેન્દ્ર કરોડો ભારતીય નાગરિકોને સલામતી જાળ પૂરી પાડતી યોજના માટે ફાળવેલ બજેટમાં વધારો કરવામાં નિષ્ફળ ગયું છે. કોંગ્રેસના નેતાએ દાવો કર્યો હતો કે બજેટે સંદેશ આપ્યો છે કે આ સરકાર ફક્ત તેના રાજકારણ માટે ચૂંટણીલક્ષી યુક્તિઓ અપનાવવા સક્ષમ છે પરંતુ આજે દેશભરમાં અનુભવી રહેલા ગંભીર આર્થિક સંકટને હલ કરી શકતી નથી.

આ સમાચાર પણ વાંચો:  Budget 2025 Share Market impact :શેરબજારને પસંદ ન આવી મોદી સરકારની આ જાહેરાત, ઉંધા માથે પટકાયું શેર માર્કેટ.. 

Rahul Gandhi Budget 2025 :પીએમ મોદીએ તેને આશાવાદી બજેટ ગણાવ્યું

દરમિયાન પીએમ મોદીએ કહ્યું, ‘આજનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.’ આ ૧૪૦ કરોડ ભારતીયોની આકાંક્ષાઓનું બજેટ છે, આ દરેક ભારતીયના સપનાઓને પૂર્ણ કરતું બજેટ છે. અમે યુવાનો માટે ઘણા ક્ષેત્રો ખોલ્યા છે. આ વિકસિત ભારતના મિશનને આગળ ધપાવશે. કૃષિ, મધ્યમ વર્ગને કર રાહત અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોને લક્ષ્ય બનાવવા માટે સરકારના અભિગમની પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ ટીકાકારો દલીલ કરે છે કે તે રોજગાર સર્જન, ફુગાવા અને લાંબા ગાળાની આર્થિક સ્થિરતા જેવા મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ જાય છે. તે પૂરતું નથી. .

તમને જણાવી દઈએ કે સરકારે સામાન્ય બજેટને મધ્યમ વર્ગને રાહત આપતું બજેટ ગણાવ્યું છે. પહેલીવાર આવકવેરા સ્લેબમાં મોટા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે આનાથી મધ્યમ વર્ગની લાંબા સમયથી ચાલી આવતી માંગણી પૂર્ણ થઈ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Budget 2025 Launched a plan to realize 'Sabka Vikas' in the next five years
દેશ

Union Budget 2025: આગામી પાંચ વર્ષમાં ‘સબકા વિકાસ’ સાકાર કરવાની યોજના શરુ કરી, આર્થિક વૃદ્ધિ માટે આ ચાર શક્તિશાળી એન્જિન રજુ કર્યાં

by khushali ladva February 1, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • કૃષિ, MSME, રોકાણ અને નિકાસ વિકાસની સફરમાં ચાર શક્તિશાળી એન્જિન બનશે
  • બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી પર ધ્યાન કેન્દ્રિત
Union Budget 2025: આગામી પાંચ વર્ષને ‘સબકા વિકાસ’ને સાકાર કરવાની એક અનોખી તક તરીકે જોવામાં આવે છે, એમ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2025-26 રજૂ કરતી વખતે જણાવ્યું હતું. તેમના બજેટ ભાષણમાં કેન્દ્રીય નાણાં મંત્રીએ તમામ ક્ષેત્રોના સંતુલિત વિકાસને પ્રોત્સાહિત કરવા પર ભાર મૂક્યો હતો.

મંત્રીએ જણાવ્યું હતું કે, આપણી અર્થવ્યવસ્થા તમામ મુખ્ય વૈશ્વિક અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતી છે. છેલ્લા 10 વર્ષનો આપણો વિકાસ ટ્રેક રેકોર્ડ અને માળખાકીય સુધારાઓએ વૈશ્વિક ધ્યાન ખેંચ્યું છે. આ સમયગાળા દરમિયાન ભારતની ક્ષમતા અને સંભાવનામાં વિશ્વાસ વધ્યો છે, એમ મંત્રીએ ઉમેર્યું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001L0PD.jpg

કેન્દ્રીય બજેટ 2025-26 સરકારના વિકાસને વેગ આપવા, સમાવેશી વિકાસને સુરક્ષિત કરવા, ખાનગી ક્ષેત્રના રોકાણોને પ્રોત્સાહન આપવા, ઘરગથ્થુ ભાવનાઓને ઉત્તેજીત કરવા અને ભારતના ઉભરતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિ વધારવાના પ્રયાસોને પ્રકાશિત કરે છે.

Union Budget 2025: વિકાસની યાત્રામાં કૃષિ, MSME, રોકાણ અને નિકાસને ચાર શક્તિશાળી એન્જિન તરીકે ઉલ્લેખ કરતા, મંત્રીએ ભાર મૂક્યો કે આ બજેટ છ ક્ષેત્રોમાં પરિવર્તનશીલ સુધારા શરૂ કરવાનો છે. આગામી પાંચ વર્ષ દરમિયાન, કરવેરા, વીજળી ક્ષેત્ર, શહેરી વિકાસ, ખાણકામ, નાણાકીય ક્ષેત્ર અને નિયમનકારી સુધારાના ક્ષેત્રો આપણી વૃદ્ધિની સંભાવના અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાને વધારશે. નાણાં મંત્રીએ કહ્યું કે વિકાસની યાત્રામાં, “આપણા સુધારા” ઈંધણ છે; જ્યાં, “સમાવેશકતા” એક માર્ગદર્શક ભાવના છે; અને “વિકસિત ભારત” ગંતવ્ય સ્થાન છે.

આ સમાચાર પણ વાંચો: MahaKumbh 2025: આવતીકાલે મહાકુંભનું ત્રીજું અમૃત સ્નાન, પ્રયાગરાજમાં પ્રશાસને કુલ 360 પથારીની ક્ષમતા ધરાવતી આટલી હોસ્પિટલો ઉભી કરી

Union Budget 2025: કેન્દ્રીય બજેટ 2025-26ના તેમના ભાષણમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી પર ધ્યાન કેન્દ્રિત કરતા  કેન્દ્રીય નાણાં મંત્રીએ દસ વ્યાપક ક્ષેત્રોમાં વિસ્તૃત પ્રસ્તાવિત વિકાસ પગલાં પર ભાર મૂક્યો છે. જેમાં કૃષિ વિકાસ અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવું; ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવું; સર્વસમાવેશક વિકાસ માર્ગ પર બધાને સાથે લઈને ચાલવું;  ઉત્પાદનને વેગ આપવો અને મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવું;  MSMEને ટેકો આપવો; રોજગાર-આધારિત વિકાસને સક્ષમ બનાવવો; લોકો, અર્થતંત્ર અને નવીનતામાં રોકાણ કરવું; ઉર્જા પુરવઠો સુરક્ષિત કરવો; નિકાસને પ્રોત્સાહન આપવું  અને નવીનતાને પોષવું.

કેન્દ્રીય મંત્રીએ અવલોકન કર્યું કે “વિકસિત ભારત”માં શૂન્ય-ગરીબી; સો ટકા સારી ગુણવત્તાવાળી શાળા શિક્ષણ; ઉચ્ચ-ગુણવત્તાવાળી, સસ્તું અને વ્યાપક આરોગ્યસંભાળની પહોંચ; અર્થપૂર્ણ રોજગાર સાથે સો ટકા કુશળ શ્રમ; આર્થિક પ્રવૃત્તિઓમાં સિત્તેર ટકા મહિલાઓ અને ખેડૂતો આપણા દેશને ‘ફૂડ બાસ્કેટ ઓફ ધ વર્લ્ડ’ બનાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Budget 2025 What gets cheaper, what gets costlier Check detailed list
વેપાર-વાણિજ્ય

Union Budget 2025: બજેટ 2024માં શું થયું સસ્તું અને કઈ વસ્તુના વધ્યા ભાવ? જુઓ સંપૂર્ણ લિસ્ટ

by kalpana Verat February 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Union Budget 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણે 2025નું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, જેમાં તેમણે જાહેરાત કરી કે કેન્સરની દવાઓ, મોબાઇલ બેટરી, વણકર દ્વારા બનાવેલા કપડાં, ચામડાની વસ્તુઓ, મોબાઇલ ફોન, બેટરી, LED અને LCD ટીવી અને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. તે જ સમયે, આયાતી મોટરસાયકલો, ઇન્ટરેક્ટિવ ફ્લેટ્સ, પેનલ ડિસ્પ્લે અને પ્રીમિયમ ટીવી મોંઘા થશે.

Union Budget 2025: કેન્સરની દવાઓ થશે સસ્તી 

નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રની સાથે સાથે ઓટોમોબાઈલ ક્ષેત્રને પણ મોટી ભેટ આપી છે, જ્યાં એક તરફ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. તે જ સમયે, આરોગ્ય ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. બજેટમાં, કેન્સરના દર્દીઓની સારવાર માટે કેન્સરની દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરવામાં આવી છે. KPMG એ તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટરો સ્થાપવાની યોજનાને ટેકો આપ્યો છે. આ યોજના કેન્સરના દર્દીઓને સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે સારી છે. સરકારે કેન્સર સહિત અન્ય ગંભીર રોગો માટેની 36 દવાઓ સસ્તી કરી છે.

Union Budget 2025: ચામડાના ઉત્પાદનો સસ્તા થયા

નાણામંત્રી નિર્મલા સીતારમણે ચામડાના ઉત્પાદનો સસ્તા કરવાની જાહેરાત કરી છે. હવે ચામડાની વસ્તુઓ સસ્તી થશે. કારણ કે સરકારે તેના પરની આયાત ડ્યુટી મફત કરી દીધી છે. આ સાથે, દેશના વણકરોને પ્રોત્સાહન આપવા માટે એક જાહેરાત કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો: નવો મહિનો નવા નિયમ…આજથી બદલાઈ ગયા આ 5 મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે?

Union Budget 2025: ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે

કેન્દ્રીય નાણાંમંત્રીએ જાહેરાત કરી કે હવે ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. સરકારના આ નિર્ણય બાદ દેશના ઓટોમોબાઈલ ક્ષેત્રને વેગ મળી શકે છે. મોબાઇલ અને લિથિયમ બેટરી પણ સસ્તા થશે. આ સાથે, સરકારે ઇલેક્ટ્રોનિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી LED, LCD અને ટીવી સસ્તા કરવાની જાહેરાત કરી છે.

Union Budget 2025: આ વસ્તુઓ મોંઘી છે

તે જ સમયે, આયાતી મોટરસાયકલો, ઇન્ટરેક્ટિવ ફ્લેટ્સ, પેનલ ડિસ્પ્લે અને પ્રીમિયમ ટીવી મોંઘા થશે. જોકે આ વખતે બજેટ 2025માં સોના અને ચાંદી પરની આયાત જકાત અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેથી, તેની અસર સોના અને ચાંદીના ભાવમાં જોવા મળશે નહીં.

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Budget 2025 President Murmu offers 'dahi-cheeni' to FM Nirmala Sitharaman ahead of Budget 2025
Main PostTop Postવેપાર-વાણિજ્ય

Budget 2025 : બજેટ 2025 ને રાષ્ટ્રપતિની મંજૂરી મળી, નિર્મલાને દહીં-ખાંડ ખવડાવી કરાવ્યું મોં મીઠું; 11 વાગ્યે રજૂ કરશે બજેટ

by kalpana Verat February 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Budget 2025 : કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણ તેમનું સતત 8મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, જે પોતાનામાં એક રેકોર્ડ છે. પોતાના ઘરેથી નીકળ્યા પછી, નિર્મલા સીતારમણ પહેલા નાણા મંત્રાલય પહોંચ્યા, ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે ગયા, જ્યાં તેમણે બજેટ માટે રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી લીધી. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નાણામંત્રી નિર્મલા સીતારમણને દહીં શક્કર ખવડાવ્યું. જે બાદ સીતારમણ સંસદમાં પહોંચી અને બજેટ રજૂ કરશે.

Budget 2025 : નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ ભવનમાં નાસ્તો કર્યો

નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલા નાણા મંત્રાલય પહોંચ્યા અને બજેટ ટીમને મળ્યા. તેમણે મંત્રાલયની બહાર તેમની આખી ટીમ અને દસ્તાવેજો સાથે એક ફોટો પણ પડાવ્યો. આ દરમિયાન નિર્મલા સીતારમણે ક્રીમ સફેદ મધુબની આર્ટ સાડી પહેરી હતી. મંત્રાલયની બહાર ફોટો સેશન પછી, નાણાં પ્રધાન રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા પછી, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને વચગાળાના બજેટ વિશે માહિતી આપી અને તેમની સાથે નાસ્તો પણ કર્યો. 

Budget 2025 : નિર્મલા સીતારમણ ઇતિહાસ રચવાની નજીક

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વખતે તેમનું સતત 8મું સામાન્ય બજેટ રજૂ કરીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આ વર્ષે મોરારજી દેસાઈના રેકોર્ડની નજીક આવવા માટે તૈયાર છે, જેમણે કુલ 10 બજેટ રજૂ કર્યા હતા. દેસાઈનો નાણામંત્રી તરીકેનો કાર્યકાળ એક ઐતિહાસિક સમયગાળો હતો, અને તેમણે ૧૯૫૯ થી ૧૯૬૯ વચ્ચેના વિવિધ સમયગાળામાં આ બજેટ રજૂ કર્યા. નિર્મલા સીતારમણ ભારતના પ્રથમ મહિલા પૂર્ણ-સમયના નાણામંત્રી છે. ૨૦૧૯ માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારની રચના થઈ ત્યારથી તેમણે સતત સાત બજેટ રજૂ કર્યા છે અને આ વર્ષે તેઓ તેમના આઠમા બજેટ સાથે એક નવો રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો: બજેટ પહેલા જ સામાન્ય જનતાને રાહત, એલપીજી ગેસ સિલિન્ડના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો

 Budget 2025 : બજેટ ક્યારે અને કોણ રજૂ કરે છે

ભારતમાં દર વર્ષે 1ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવે છે. આ નાણાકીય વર્ષ માટે છે, જે 1 એપ્રિલથી શરૂ થાય છે અને 31 માર્ચ સુધી ચાલે છે. ભારત સરકારના નાણામંત્રી દ્વારા સંસદમાં બજેટ રજૂ કરવામાં આવે છે. બજેટ રજૂ કરવાની પ્રક્રિયા સંસદના બંને ગૃહોમાં થાય છે – પહેલા નાણામંત્રી લોકસભામાં બજેટ રજૂ કરે છે, અને પછી તેને રાજ્યસભામાં ચર્ચા માટે મોકલવામાં આવે છે. બજેટનો પહેલો ભાગ સામાન્ય રીતે સામાન્ય નાગરિકો, ઉદ્યોગપતિઓ અને અન્ય ક્ષેત્રોને અસર કરતી દરખાસ્તોને આવરી લે છે, જ્યારે બીજો ભાગ સરકારના ખર્ચ અને આવકના અંદાજો સાથે સંબંધિત છે.

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Budget 2025 Nirmala Sitharaman to present 8th consecutive Budget
Main PostTop Postદેશવેપાર-વાણિજ્ય

Union Budget 2025: આજે રજૂ થશે સામાન્ય બજેટ,આટલા વાગ્યાથી શરૂ થશે બજેટ ભાષણ, અહીં જોઈ શકાશે લાઈવ; જાણો તમામ વિગતો

by kalpana Verat February 1, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Union Budget 2025:આજે 1 ફેબ્રુઆરી, 2025 છે. આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે.   મોદી 3.0 સરકારના આ બજેટે ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય માણસ સુધી, બધાનું ધ્યાન ખેંચ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે 8મી વખત દેશનું બજેટ રજૂ કરશે. કેન્દ્રીય નાણાં પ્રધાન આજે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરશે. આ બજેટ વિશે બધાને ઉત્સુકતા છે. બધાનું ધ્યાન ત્યાં કેન્દ્રિત છે. એક ક્લિકથી તમે ક્યાં અને ક્યારે બજેટ જોઈ શકશો તે જાણો…

Union Budget 2025:લોકસભાની ચૂંટણીને કારણે બજેટ બે વાર રજૂ કરવામાં આવ્યું 

ગયા વર્ષ ચૂંટણીનું વર્ષ હતું. લોકસભાની ચૂંટણીને કારણે બજેટ બે વાર રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2024-25 માટેનું વચગાળાનું બજેટ લોકસભા ચૂંટણી પહેલા 23 જુલાઈ, 2024 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીમાં NDA ફરી સત્તામાં આવ્યું. બે દિવસમાં પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવ્યું.

Union Budget 2025:દેશનું બજેટ અહીં જુઓ

તમે વિવિધ પ્લેટફોર્મ પર દેશનું બજેટ જોઈ શકો છો. નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ હંમેશની જેમ ડીડી ન્યૂઝ પર લાઇવ પ્રસારિત કરવામાં આવશે. આ ઉપરાંત, બજેટનું ડીડી નેશનલ પર પણ લાઈવ પ્રસારણ કરવામાં આવશે. હવે સ્માર્ટફોનના યુગમાં, તમે ડીડી ન્યૂઝની અધિકૃત યુટ્યુબ ચેનલ પર તમારા મોબાઇલ ફોન પર કેન્દ્રીય બજેટ પણ જોઈ શકો છો.

આ સમાચાર પણ વાંચો: Budget session 2025 : આજથી શરૂ થયું સંસદનું બજેટ સત્ર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આપ્યું અભિભાષણ; કહ્યું- મારી સરકારનો મંત્ર સબકા સાથ-સબકા વિકાસ…

સંસદ ટીવી

ટેલિવિઝન પ્રસારણ

સંસદ ટીવી અને દૂરદર્શનની યુટ્યુબ ચેનલનું લાઇવ સ્ટ્રીમિંગ

Union Budget 2025:નાણાં મંત્રાલયની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

 કેન્દ્રીય બજેટ 2025 માં કઈ જાહેરાતો કરવામાં આવી? શું સસ્તું થયું છે, શું મોંઘું થયું છે. સરકાર દ્વારા કયા કર ઘટાડવામાં આવ્યા છે અને કયા કર વધારવામાં આવ્યા છે તેની બધી વિગતો તેની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરે છે. આ બજેટ નાગરિકો માટે હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં સત્તાવાર વેબસાઇટ www.indiabudget.gov.in પર ઉપલબ્ધ રહેશે. નાગરિકો ત્યાં બજેટ દસ્તાવેજ જોઈ શકશે. આ PDF ફોર્મેટમાં ઉપલબ્ધ હશે, જેને તમે ડાઉનલોડ કરી, જોઈ અને વાંચી શકો છો

 

February 1, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Economic Survey 2025 Nirmala Sitharaman to table Economic Survey in Parliament on Friday
વેપાર-વાણિજ્ય

Economic Survey 2025: આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે આર્થિક સર્વે, જાણવા મળશે દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ…

by kalpana Verat January 30, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Economic Survey 2025: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2025 ના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2025-26 માટે સામાન્ય બજેટ રજૂ કરવાના છે. બજેટમાં, સરકાર સામાન્ય રીતે આગામી નાણાકીય વર્ષમાં કરવાના કામ અને યોજનાઓ પરના ખર્ચની વિગતો આપે છે. પરંતુ બજેટ પહેલાં, સરકાર સંસદમાં બીજો દસ્તાવેજ રજૂ કરે છે. એટલે કે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે. આમાં પાછલા નાણાકીય વર્ષમાં દેશના આર્થિક પ્રદર્શનનું મૂલ્યાંકન શામેલ છે. 

 Economic Survey 2025: આર્થિક સર્વે શું છે?

આર્થિક સર્વેક્ષણ એક એવો દસ્તાવેજ છે જેમાં દેશના અર્થતંત્રનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવે છે. આમાં, કેટલાક ચોક્કસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે બે ભાગમાં વહેંચાયેલું છે – પહેલો ભાગ આર્થિક કામગીરીનું મૂલ્યાંકન કરે છે, જ્યારે બીજો ભાગ શિક્ષણ, ગરીબી અને આબોહવા પરિવર્તન જેવા સામાજિક-આર્થિક મુદ્દાઓનું વિશ્લેષણ કરે છે. આમાં, GDP વૃદ્ધિ, ફુગાવા અને વેપારના અંદાજોનું પણ વિશ્લેષણ કરવામાં આવે છે. સામાન્ય રીતે બજેટ ભાષણના એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. એટલે કે, તે 31 જાન્યુઆરીએ રજૂ કરવામાં આવે છે.

Economic Survey 2025: આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે?

આર્થિક સર્વેક્ષણ આર્થિક બાબતોના વિભાગના આર્થિક વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે, જ્યારે તે બજેટ પહેલાં નાણામંત્રી દ્વારા બહાર પાડવામાં આવે છે. આ આર્થિક સર્વેક્ષણના બંને ભાગોમાં કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન, માળખાગત સુવિધા, રોજગાર, નાણાં પુરવઠો, ભાવ, આયાત-નિકાસ અને વિદેશી હૂંડિયામણ અનામત જેવા આર્થિક સૂચકાંકોનો ઉલ્લેખ છે. આ દર્શાવે છે કે અર્થતંત્ર પર શું અસર પડે છે અને સરકારની રાજકોષીય વ્યૂહરચના પર તેની શું અસર પડે છે.

આ સમાચાર પણ વાંચો  Budget 2025 Gold : શું 2025ના કેન્દ્રીય બજેટમાં સોનું વધુ મોંઘુ થશે? આ જાહેરાતથી ગોલ્ડ ઇન્ડસ્ટ્રી મુકાશે મુશ્કેલીમાં…

Economic Survey 2025: આર્થિક સર્વે ક્યાં અને કેવી રીતે જોવો?

તમે આર્થિક સર્વેનું લાઈવ સ્ટ્રીમિંગ સંસદ ટીવી અને પીઆઈબી ઈન્ડિયા ચેનલ પર જોઈ શકો છો. આ ઉપરાંત, તે નાણાં મંત્રાલયના ફેસબુક પેજ લિંક પર પણ જોઈ શકાય છે. લાઇવ અપડેટ્સ માટે તમે નાણા મંત્રાલયના સત્તાવાર X હેન્ડલ પર પણ નજર રાખી શકો છો.

 

January 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક