• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - union home minister
Tag:

union home minister

Amit Shah કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા
મુંબઈ

Amit Shah: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈ પહોંચ્યા, લાલબાગના રાજા સહિત આ ગણેશ પંડાલ ની લેશે મુલાકાત

by Dr. Mayur Parikh August 30, 2025
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai
Amit Shah કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુંબઈના પ્રવાસે આવ્યા છે. તેઓ અહીંના ગણેશોત્સવ મંડળો ની મુલાકાત લેવાના છે. આ પ્રવાસ દરમિયાન તેઓ મુંબઈના સૌથી મોટા અને પ્રમુખ આકર્ષણ, લાલબાગના રાજાના દર્શન પણ કરશે. આ ઉપરાંત, તેઓ મુંબઈના અન્ય ગણેશ મંડળોની પણ મુલાકાત લેશે.

અમિત શાહની અંધેરીમાં પ્રથમ મુલાકાત

મુંબઈના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સૌપ્રથમ અંધેરીમાં એક ગણેશ મંડળની મુલાકાત લેશે. તેમના આગમનને કારણે અંધેરીના સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમિત શાહ શનિવારે બપોરે દોઢ વાગ્યે અંધેરી પૂર્વમાં ઓલ્ડ નાગરદાસ રોડ પર આવેલા મોગરેશ્વર સાર્વજનિક ગણેશ મંડળના બાપ્પાના દર્શન કરશે. શ્રી મોગરેશ્વર સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં છેલ્લા ૩૫ વર્ષથી બાપ્પા બિરાજે છે. આ મંડપમાં ગણેશ ભક્તોની ભીડ ગઈ કાલથી જ જોવા મળી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Mukesh Ambani: રિલાયન્સની ૪૮મી વાર્ષિક સામાન્ય સભામાં ભવિષ્યની યોજનાઓ થઈ રજૂ, જાણો મુકેશ અંબાણીના એજીએમ હાઈલાઈટ્સ વિશે

ધારાસભ્યના પ્રયાસોથી શક્ય બની મુલાકાત

અંધેરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મુરજી પટેલ અને ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પ્રયાસોને કારણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલીવાર ગણપતિ બાપ્પાના દર્શન માટે અંધેરી આવી રહ્યા છે.

August 30, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Home Minister Amit Shah and Maharashtra CM Devendra Fadnavis will be the chief guests at the 150th anniversary celebrations of Shri Lakshmi Narayan Temple
મુંબઈ

Shri Lakshmi Narayan Temple : માધવબાગમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની ૧૫૦ મી વર્ષગાંઠ, ઉજવણીમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય અતિથિઓ તરીકે રહેશે ઉપસ્થિત .

by kalpana Verat May 24, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai  

Shri Lakshmi Narayan Temple : માધવબાગ સંકુલમાં પ્રખ્યાત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ૨૭ મે, ૨૦૨૫ ના રોજ એક ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મુંબઈના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે આ એક ઐતિહાસિક ક્ષણ હોવાથી, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી, માનનીય. શ્રી અમિત શાહજી અને મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી માન. શ્રી દેવેન્દ્ર ફડણવીસજી મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે. આ ખાસ પ્રસંગે, કેબિનેટ મંત્રી અને મલબાર હિલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય માનનીય. શ્રી મંગલપ્રભાત લોઢા અને વિધાનસભાના અધ્યક્ષ માનનીય રાહુલ નાર્વેકર પણ હાજર રહેશે. આ સાથે મહારાષ્ટ્રના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ હાજર રહેશે.

આ પ્રસંગે મંદિરની સદીઓ જૂની પરંપરાને ધ્યાનમાં રાખીને એક ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સંગીત નાટક અકાદમીના પ્રમુખ શ્રીમતી સંધ્યા પુરેચા અને સરફોજી રાજે ભોસલે સંસ્થાને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને માધવબાગ ચેરિટીઝના ટ્રસ્ટી મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમ સવારે ૧૦ વાગ્યે શરૂ થશે. આ દિવસે મહારાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો, નાગરિકો અને મહાનુભાવો હાજર રહે તેવી શક્યતા છે.

શ્રી લક્ષ્મીનારાયણ મંદિરએ મુંબઈના પૌરાણિક સામાજિક અને આધ્યાત્મિક વારસાનું પ્રતીક છે. માધવબાગ સંકુલનો ઇતિહાસ ૧૫૦ વર્ષ પહેલાંનો છે, જ્યારે આ વિસ્તાર ‘લાલબાગ’ તરીકે ઓળખાતો હતો. ઈ.સ. ૧૮૭૪માં, કપોળ સમાજના બે અગ્રણી ઉદ્યોગપતિઓ – શ્રી વર્જીવનદાસ માધવદાસ અને શ્રી નરોત્તમ માધવદાસે – તેમના પિતાની યાદમાં એક ભવ્ય મંદિર સંકુલ બનાવવાનું નક્કી કર્યું અને જમીનનો મોટો પ્લોટ ખરીદ્યો. પછી ૧૮૭૫માં શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સ્થાપના થઈ.

આ સમાચાર પણ વાંચો : 

આ મંદિરનું નિર્માણ પોરબંદરના પથ્થરોનો ઉપયોગ કરીને પ્રખ્યાત વાસ્તુ વિશારદ શ્રી ભીમ રામજીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરંપરાગત સ્થાપત્યની ઉત્કૃષ્ટ કૃતિ, આ મંદિર હજુ પણ મુંબઈમાં એક મુખ્ય પૂજા સ્થળ તરીકે ઓળખાય છે. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર તેના ૧૫૦મા વર્ષને ઉજવી રહ્યું છે, આ તહેવાર ફક્ત એક ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ શ્રદ્ધા, સેવા અને સામાજિક નેતૃત્વની લાંબી પરંપરાનો ઉજવણી પણ છે.

 

May 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GATE 2025 Amit Shah Opens GCCI Annual Trade Expo 2025
અમદાવાદMain PostTop Postવેપાર-વાણિજ્ય

GATE 2025: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’નો શુભારંભ

by kalpana Verat April 11, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

GATE 2025: 

  • મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(GCCI)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’ નો શુભારંભ કરાવ્યો
  • વિવિધ ચર્ચાસત્રો, સંવાદો, નેટવર્કિંગ સેશન્સ સહિત ૩૦૦થી વધુ એક્ઝિબિટર્સને આવરી લેતા એક્ઝિબિશનનું આયોજન
  • ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની પ્રોત્સાહક ઉપસ્થિતિ
  • ‘વિઝન ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ‘ગુજરાતનું વિઝન, ગ્લોબલ એમ્બિશન’ની થીમ સાથે યોજાશે ત્રિદિવસીય ટ્રેડ એક્સ્પો
    -: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ: –
  •  ગુજરાત આજે ‘ગ્લોબલ ઇકોનોમીનો ગેટ વે’ બન્યું છે
  •  આધુનિક અભિગમ સાથે જીસીસીઆઈ સરકાર અને ઉદ્યોગો વચ્ચે સેતુરૂપ બનીને પોલિસી મેકિંગમાં યોગદાન આપે

-: * મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :-  

  • અર્નિંગ વેલ, લીવીંગ વેલ’ના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય
  • રાજ્યમાં ‘ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ સ્થાપવામાં જીસીસીઆઈનું મહત્વનું યોગદાન

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી(જીસીસીઆઈ)ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’નો શુભારંભ કરાવ્યો હતો. ‘GATE 2025’ના સોવેનિયરનું આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ એક્સ્પોની મુલાકાત લઈને ટ્રેડ એક્ઝિબિશન નિહાળ્યું હતું. ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોબોધન કરતા જણાવ્યું હતું કે શ્રી કસ્તુરભાઈ શેઠ દ્વારા સ્પથાપાયેલી જીસીસીઆઈનો ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં મોટો ફાળો રહ્યો છે. છેલ્લાં ૭૫ વર્ષથી આ સંસ્થા વેપાર ઉદ્યોગોના વિકાસની સાથે સાથે જનતાના હિતો તથા કુદરતી આફતોમાં સતત કામગીરી કરીને પોતાનું યોગદાન આપી રહી છે.

જીસીસીઆઈ તેની ૭૫થી ૧૦૦ વર્ષની યાત્રાનો રોડમેપ તૈયાર કરીને ગુજરાતના વિકાસ સાથે તેને સંરેખિત કરીને આગળ વધે એમ જણાવીને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે ટ્રેડિંગ ચેઈનમાં ડિજિટલાઈઝેશન, યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન, લઘુ અને મઘ્યમ ઉદ્યોગોનું સ્ટાર્ટ અપ સાથે જોડાણ, પાયોનિયર ઇન્ડસ્ટ્રી સાથે આનુષાંગિક ઇન્ડસ્ટ્રીનો વિકાસ સહિતની બાબતો વિશે આવનારા સમયમાં જીસીસીઆઈ આધુનિક અભિગમ સાથે કામગીરી કરે તથા સરકાર અને ઉદ્યોગો વચ્ચેની મહત્વની કડી બને અને પોલિસી મેકિંગમાં પોતાનું યોગદાન આપે તે અપેક્ષિત છે.

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ટ્રેડથી ટેકનોલોજી, આઇટીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને MSMEથી સ્ટાર્ટ અપ સુધીની દરેક ઇન્ડસ્ટ્રીને અનુરૂપ વાતાવરણ તથા જરૂરી સંસાધનોની ઉપલબ્ધતાના કારણે ગુજરાતે ઔદ્યોગિક વિકાસ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરી છે. દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ હંમેશા જીસીસીઆઈ અને ઉદ્યોગોને સાથે લઈને તેમના સૂચનોને પ્રાધાન્ય આપીને રાજ્યમાં સાનુકૂળ ઔદ્યોગિક વાતાવરણ સ્થાપેલું. તેમનું માનવું રહ્યું છે કે ઉદ્યોગો મજબૂત બને તો અર્થતંત્ર આપોઆપ મજબૂત બને છે, તેમની એવી વિચારધારાને શ્રી ભૂપેન્દ્રભાઈ આજે સુપેરે આગળ ધપાવી રહ્યા છે તેનો આનંદ શ્રી અમિતભાઈ શાહે વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Share Market Update : ચૂકતા નહીં કમાણીનો મોકો.. આજે ભારતીય શેરબજારમાં આવી શકે છે તેજી, આ છે કારણ..

કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ગુજરાત આજે ગ્લોબલ ઇકોનોમીનો ગેટ વે બન્યું છે એમ જણાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં દેશ અને રાજ્યની વિવિધ સીમાચિહ્નરૂપ ઉપલબ્ધિઓ અને સિદ્ધિઓ વર્ણવી હતી. ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’નો શુભારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સૌને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરીને અમૃત કાળમાંથી કર્તવ્ય કાળમાં પ્રવેશ કરી રહ્યો છે. જીસીસીઆઈ પણ તેની સ્થાપના ૭૫ વર્ષ પૂર્ણ કરીને અમૃતકાળમાં પ્રવેશી રહ્યું છે એ સુભગ સંયોગ છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આ ટ્રેડ એક્સ્પોની થીમ ‘ગુજરાતનું વિઝન, ગ્લોબલ એમ્બિશન’ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતને ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રીયલ ગ્લોબલ લીડર બનાવવાના સંકલ્પને અનુરૂપ છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈએ રાજ્યમાં વેપાર ઉદ્યોગોના વિકાસના સર્વગ્રાહી ઉદ્દેશ સાથે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. જીસીસીઆઈ એ સમયથી જ સરકાર અને વેપાર-ઉદ્યોગો વચ્ચે સેતુરૂપ બની છે. સરકારની નીતિઓ, પોલિસી અને બજેટ સહિતની બાબતો વિશે ઉદ્યોગોને માહિતગાર કરવામાં તથા ઉદ્યોગોના પ્રશ્નો સરકારના ધ્યાને લાવીને રાજ્યમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ સ્થાપવામાં જીસીસીઆઈ હંમેશા કાર્યરત રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વડાપ્રધાનશ્રીના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યો છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનોથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી ઊર્જા મળી છે. આજે વિશ્વભરની કંપનીઓ ભારતને ગ્લોબલ માર્કેટને બદલે મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જુએ છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ઓટોમોબાઇલ્સ, મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, મેડિકલ ઇકવિપમેન્ટ્સ અને ટોયઝ મેન્યુફેક્ચરિંગ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં તેમજ સેમિકન્ડક્ટર, ગ્રીન હાઈડ્રોજન, રિન્યુએબલ એનર્જી અને ગ્રીન એનર્જી જેવા નવીન ક્ષેત્રોમાં રોજગારી સર્જન દ્વારા આજે ગુજરાત અને ભારત ઝડપથી વિકાસ સાધી રહ્યા છે. દેશની જીડીપીમાં ૮.૩ ટકા, કુલ નિકાસમાં ૩૧ ટકા અને રાષ્ટ્રીય ઔદ્યોગિક આઉટપુટમાં ૧૮ ટકાના ફાળા સાથે ગુજરાતનું યોગદાન મહત્વનું છે. વિવિધ ક્ષેત્રોને અનુરૂપ પોલિસી મેકીંગ અને પોલિસી ફ્રેમવર્ક દ્વારા દુનિયાના ઉદ્યોગો અને એફડીઆઈને આકર્ષવામાં પણ ગુજરાત સફળ રહ્યું તેમ તેમણે કહ્યું હતું. વધુમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ‘અર્નિંગ વેલ, લીવીંગ વેલ’ના મંત્ર સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત ૨૦૪૭ રોડ મેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. ૨૦૪૭ સુધીમાં રાજ્યની અર્થવ્યવસ્થા ૩.૫ ટ્રીલીયન ડોલર સુધી લઈ જવાનો આ રોડમેપનો લક્ષ્યાંક છે એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ મોટા ઉદ્યોગો સાથે જોડાણ થકી મેન્ટરશીપ કાર્યક્રમો શરૂ કરવાના વડાપ્રધાનશ્રીના વિચારને સાકાર કરવાની દિશામાં જીસીસીઆઈ લીડ લે તેવો અનુરોધ કરીને ઉપસ્થિત સૌને વડાપ્રધાનશ્રી દ્વારા આપવામાં આવેલા નવ સંકલ્પો પ્રત્યે પોતાનું યોગદાન આપીને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : PM Modi Madhya Pradesh Visit : પ્રધાનમંત્રી 11 એપ્રિલનાં રોજ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની મુલાકાત લેશે

આ પ્રસંગે ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં ઉદ્યોગ ધંધાના વિકાસ અર્થે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવી હતી. આજે આ સમિટ વટવૃક્ષ સમાન બની છે. જેના પરિણામે રાજ્યની નિકાસ અને ઉત્પાદન નોંધપાત્ર રીતે વધ્યા છે. દેશની જીડીપીમાં ગુજરાતનું યોગદાન નોંધપાત્ર બન્યું છે. આજે વિશ્વની ઘણી નામાંકિત કંપનીઓ રાજ્યમાં કામ કરી રહી છે. આજે દેશની અર્થવ્યવસ્થા વિશ્વમાં પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે.

ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના ચેરમેન અને પદ્મભૂષણ શ્રી પંકજભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે જીસીસીઆઈની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહેલો આ ટ્રેડ એક્સ્પો MSMEs, અન્ય વેપાર-ઉદ્યોગો તથા ઉદ્યોગ સાહસિકતા સાથે સંકળાયેલા લોકોને સાથે લાવીને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.

જીસીસીઆઈના પ્રમુખ શ્રી સંદીપભાઈ એન્જિનિયરે આ પ્રસંગે સ્વાગત સંબોધન કરતા સૌને આવકાર્યા હતા. તેમણે ‘વિઝન ૨૦૪૭’ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં જીસીસીઆઈની પ્રતિબદ્ધતા દર્શાવી હતી તથા સંસ્થાની વ્યૂહરચનાઓ, કામગીરી અને ટ્રેડ એક્સ્પો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘વિઝન ૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજાયેલા ત્રિદિવસીય ટ્રેડ એક્સ્પો GATE 2025માં વેપાર ઉદ્યોગોમાં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી અને આર્થિક વિકાસના ધ્યેયમંત્રને સાકાર કરતા વિવિધ ચર્ચાસત્રો, સંવાદો, નેટવર્કિંગ સેશન્સ સહિત ૩૦૦થી વધુ વેપાર ઉદ્યોગોને સમાવતું પ્રદર્શન યોજાશે. ‘ગુજરાતનું વિઝન, ગ્લોબલ એમ્બિશન’ની થીમ સાથે યોજાયેલા આ ટ્રેડ એક્સ્પોમાં ૧૫,૦૦૦ થી વધુ B2B વિઝીટર્સ ભાગ લેનાર છે.

આ પ્રસંગે જીસીસીઆઈના ૭૫ વર્ષની સફરને દર્શાવતી ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું તથા આવનારા ટ્રેડ એક્સ્પો ‘GATE 2026’ અને અન્ય કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી.

જીસીસીઆઈના ટ્રેડ એક્સ્પો ‘GATE 2025’ના શુભારંભ પ્રસંગે અમદાવાદના મેયર સુશ્રી પ્રતિભા જૈન, શહેરના ધારાસભ્યશ્રીઓ, જીસીસીઆઈના પૂર્વ પ્રમુખ શ્રી અજયભાઈ પટેલ, જીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી રાજેશ ગાંધી, ટોરેન્ટ ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જીનલ મહેતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, જીસીસીઆઈના હોદ્દેદારો અને સભ્યો, વિવિધ કમિટીઓના પ્રમુખ તથા કમિટીના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

April 11, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
UCC Amit Shah BJP to Implement Uniform Civil Code in All States, Says Amit Shah
Main PostTop Postદેશ

UCC Amit Shah : UCC પર અમિત શાહની મોટી જાહેરાત, કહ્યું- આ રાજ્યોમાં લાગુ કરીશું યુનિફોર્મ સિવિલ કોડ; કોંગ્રેસ પર સાધ્યું નિશાન; કર્યા ગંભીર આક્ષેપો..

by kalpana Verat December 18, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

UCC Amit Shah :કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) પર કોંગ્રેસને ઘેરી હતી, તેમણે કહ્યું હતું કે તે એવા પ્રથમ વડા પ્રધાન હતા જેમણે લગ્ન અને છૂટાછેડા માટે મુસ્લિમ પર્સનલ લો લાવીને સ્વતંત્રતા પછી તુષ્ટિકરણની શરૂઆત કરી હતી. શાહે કહ્યું કે ભાજપે ઉત્તરાખંડમાં UCC લાવવાનું કામ કર્યું. અમારી સરકારો અન્ય રાજ્યોમાં પણ UCC લાવશે.

UCC Amit Shah :કોંગ્રેસે અંગત લાભ અને સત્તા માટે બંધારણમાં ફેરફારો કર્યા 

રાજ્યસભામાં બંધારણના 75મા વર્ષ પર ચર્ચા દરમિયાન અમિત શાહે કોંગ્રેસ અને ભાજપ દ્વારા કરાયેલા બંધારણીય સુધારા વચ્ચે સરખામણી કરતા દાવો કર્યો હતો કે કોંગ્રેસે અંગત લાભ અને સત્તા માટે બંધારણમાં ફેરફારો કર્યા છે. જ્યારે ભાજપે લોકશાહી  માટે ફેરફારો કર્યા છે અને સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટે સુધારા કરવામાં આવ્યા હતા. તેમના 85 મિનિટના ભાષણમાં શાહે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે ક્યારેય અનામતને માન આપ્યું નથી અને 50 ટકાની મર્યાદાનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે.

આગળ તેમણે કહ્યું, અમે લોકતાંત્રિક રીતે કામ કરીએ છીએ. એક કાયદો જે સામાજિક જીવનમાં મોટા ફેરફારો લાવવા માટે માનવામાં આવે છે તે ઉત્તરાખંડ દ્વારા મોડેલ કાયદા તરીકે પસાર કરવામાં આવ્યો હતો. કાનૂની અને ધાર્મિક વડાઓ દ્વારા તેની સમીક્ષા કરવામાં આવશે અને પછી ભાજપ સરકાર તમામ રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરશે. તેમણે વધુમાં કહ્યું કે આજ સુધી આ કાયદો લાગુ થયો નથી, તેનું કારણ કોંગ્રેસની તુષ્ટિકરણની રાજનીતિ છે.

UCC Amit Shah :યુનિફોર્મ સિવિલ કોડ એટલે શું  ?

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) એક એવો કાયદો છે જે વિવિધ ધર્મો અનુસાર પ્રચલિત કાયદાઓને દૂર કરશે અને લગ્ન, છૂટાછેડા, મિલકતના વારસા અને ભરણપોષણ જેવી બાબતો માટે સમાન નિયમો લાગુ કરશે. આ બીજેપીના મુખ્ય વૈચારિક ધ્યેયોમાંથી એક છે અને 2022ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મેનિફેસ્ટોમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Uddhav Meets Fadnavis: એકનાથ શિંદેની નારાજગી વચ્ચે ઉદ્ધવ ઠાકરે વર્ષો પછી દેવેન્દ્ર ફડણવીસ સાથે કરી મુલાકાત;  રાજકીય વર્તુળોમાં ચર્ચાનું બજાર ગરમ…

ઉત્તરાખંડે ફેબ્રુઆરી 2024 માં મહિલાઓને સમાન અધિકાર પ્રદાન કરવા માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે કાયદો પસાર કર્યો હતો. જેમ કે લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને મિલકતના વારસામાં. કાયદામાં બહુપત્નીત્વ પર પ્રતિબંધ, લગ્નની ફરજિયાત નોંધણી અને સ્વ-ઘોષણા અથવા લિવ-ઇન સંબંધો માટે નોંધણીનો પણ સમાવેશ થાય છે. જો કે હજુ સુધી આ કાયદાનો અમલ થયો નથી.

UCC Amit Shah : આ મુદ્દે કોંગ્રેસે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી

કોંગ્રેસના નેતા જયરામ રમેશની વાંધાજનક ટિપ્પણીના જવાબમાં શાહે કહ્યું કે કોંગ્રેસે ક્યારેય મુસ્લિમ પર્સનલ લોના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી અને આ તુષ્ટિકરણની રાજનીતિની શરૂઆત હતી.  કોંગ્રેસ બંધારણને “નેહરુ-ગાંધી પરિવારની જાગીર” તરીકે વર્તે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારંવાર સમાન નાગરિક સંહિતાની તરફેણમાં તેમના વિચારો વ્યક્ત કર્યા છે અને ભાજપે ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દાને મુખ્ય ચૂંટણી વચન બનાવ્યું હતું. અમિત શાહે કોંગ્રેસ પર હંમેશા બંધારણનું પાલન ન કરવાનો અને ઈમરજન્સી દરમિયાન ઘણી ભૂલો કરવાનો આરોપ પણ લગાવ્યો.

 

 

December 18, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Politics union Home Minister Amit Shahs bag checked by Election Commission
દેશMain PostTop Postvidhan sabha election 2024

Maharashtra Politics : મહારાષ્ટ્રના હિંગોલીમાં અમિત શાહની બેગની તપાસ, ગૃહમંત્રીએ શેર કર્યો વીડિયો, જુઓ…

by kalpana Verat November 15, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Maharashtra Politics : આવતા સપ્તાહે એટલે કે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. આવી સ્થિતિમાં ચૂંટણીની જાહેરાતની સાથે જ રાજ્યમાં આચારસંહિતા પણ લાગુ છે. જે બાદ તમામ તપાસ એજન્સીઓ અને પોલીસ રાજ્યમાં થઈ રહેલી દરેક ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહી છે. આ જ ક્રમમાં ઉદ્ધવ ઠાકરે, દેવેન્દ્ર ફડનવીસ અને મુખ્યમંત્રી બાદ હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ બેગ ચેક કરવામાં આવી છે. 

Maharashtra Politics :  ચૂંટણી પંચના અધિકારીઓએ અમિત શાહની બેગની તપાસ કરી

आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई।

भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है।

एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT

— Amit Shah (@AmitShah) November 15, 2024

મળતી માહિતી મુજબ હિંગોલીમાં પ્રચાર સભામાં જતા સમયે ચૂંટણી પંચના અધિકારીઓએ અમિત શાહની બેગની તપાસ કરી હતી. શિવસેના ઠાકરે પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની બેગ ચૂંટણી અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવી હતી, જે બાદ તેમણે ભરસભામાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. શું અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની બેગ ચેક કરશે? એવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો.

આખરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતાચ શાહની બેગની પણ ચૂંટણી પંચ દ્વારા તપાસ કરવામાં આવી છે. હિંગોલીમાં પ્રચાર સભામાં જતા સમયે ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત અધિકારીઓ દ્વારા અમિત શાહની બેગની તપાસ કરવામાં આવી હતી. હિંગોલીની પ્રચાર સભામાં અમિત શાહે વિપક્ષ પર પ્રહારો કર્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Bull Attack video :રખડતા પશુઓનો આતંક, બાઈક સામે અચાનક આવી ગયો આખલો, બાઈક સવારને મારી ટક્કર.. જુઓ વિડીયો

Maharashtra Politics : દેવેન્દ્ર ફડણવીસે મતભેદોના મુદ્દે વાત કરી હતી

મહત્વનું છે કે થોડા દિવસો પહેલા એક પ્રચાર સભામાં જતા સમયે હેલીપેડ પર જ ચૂંટણી પંચના અધિકારીઓએ ઉદ્ધવ ઠાકરેની બેગની તપાસ કરી હતી. ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા ઉદ્ધવ ઠાકરેની બેગની બેથી ત્રણ વખત તપાસ કરવામાં આવી હતી. આ અંગે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા. શું ચૂંટણી પંચના અધિકારીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની બેગ તપાસશે? એવો પ્રશ્ન તેમણે ઉઠાવ્યો હતો. આ સાથે તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે એક અધિકારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેગ તપાસી હતી, તેથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Union Home Minister and Cooperation Minister Shri Amit Shah will attend the 54th Foundation Day celebrations
રાજ્ય

Shri Amit Shah:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ તારીખના નવી દિલ્હીમાં BPR&Dના 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આપશે હાજરી

by Akash Rajbhar August 27, 2024
written by Akash Rajbhar

 News Continuous Bureau | Mumbai 

  • ગૃહમંત્રી “નવા ફોજદારી કાયદા – નાગરિક કેન્દ્રિત સુધારા” પર ડૉ. આનંદ સ્વરૂપ ગુપ્તા મેમોરિયલ લેક્ચર આપશે
  • શ્રી અમિત શાહ વર્ષ 2023 અને 2024 માટે પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ (PSM) અને રાષ્ટ્રપતિ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ (MSM) પ્રાપ્ત કરનારાઓનું પણ સન્માન કરશે
  • ગૃહમંત્રી નવા ફોજદારી કાયદાઓ પર BPR&Dની “ભારતીય પોલીસ જર્નલ”ની વિશેષ આવૃત્તિ પણ બહાર પાડશે
  • પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ, BPR&D પોલીસ દળોને પોલીસિંગ અને આંતરિક સુરક્ષાના પડકારોનો સામનો કરવા સ્માર્ટ બનાવવા માટે પ્રતિબદ્ધ છે

Shri Amit Shah:કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ બુધવાર (28 ઓગસ્ટ, 2024)ના રોજ નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPR&D)ના 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે ગૃહમંત્રી “નવો ફોજદારી કાયદો – નાગરિક કેન્દ્રિત સુધારા” પર ડૉ. આનંદ સ્વરૂપ ગુપ્તા સ્મારક વ્યાખ્યાન આપશે. શ્રી અમિત શાહ વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રપતિ મેડલ ફોર ડિસ્ટિન્ગ્વિશ્ડ સર્વિસ (PSM) અને રાષ્ટ્રપતિ મેડલ ફોર મેરીટોરીયસ સર્વિસ (MSM) મેળવનારાઓનું પણ સન્માન કરશે. સમારંભ દરમિયાન ગૃહ મંત્રી નવા ફોજદારી કાયદાઓ પર બ્યુરોના પ્રકાશન “ભારતીય પોલીસ જર્નલ”ના વિશેષ આવૃત્તિનું વિમોચન પણ કરશે.

આ સમાચાર પણ વાંચો: Narendra Modi:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન સાથે કરી ટેલિફોનિક વાત; આ મુદ્દાઓ પર વિસ્તૃત અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને કેન્દ્રીય ગૃહ પ્રધાન શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, BPR&D ભારતીય પોલીસ દળોને જરૂરી બૌદ્ધિક ભૌતિક અને સંસ્થાકીય સંસાધનો સજ્જ કરીને પોલીસિંગ તેમજ આંતરિક સુરક્ષાના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરવા માટે સ્માર્ટ દળોમાં પરિવર્તિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

વર્ષ 1970માં પોતાની સ્થાપના બાદથી BPR&D સંશોધન અને વિકાસમાં પોલીસિંગમાં શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે ભારતીય પોલીસની થિંક ટેન્ક તરીકે સેવા આપી રહ્યું છે. સંસ્થાનું ફોકસ પોલીસ અને સુધારાત્મક સેવાઓ માટેની નીતિઓ અને પ્રક્રિયાઓ વિકસાવવા, નાગરિકોને સેવા આપવા માટે ઉન્નત સેવા પ્રદાન કરવા માટેની અખબાર તકનીકોની શોધ, કાયદા અમલીકરણ એજન્સીઓની ક્ષમતા નિર્માણ, રાજ્યો અને કેન્દ્રીય પોલીસ સંસ્થાઓ વચ્ચે સહકાર અને સંકલનને પ્રોત્સાહન આપવાનો છે.

ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી ગોવિંદ મોહન, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPFs)ના મહાનિર્દેશક, કેન્દ્રીય પોલીસ સંગઠનોના વડાઓ તેમજ ગૃહ મંત્રાલય અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
REPCO Bank in New Delhi to Shri Amit Shah, Union Minister for Home Affairs and Cooperatives Rs. 19.08 crore dividend check presented
વેપાર-વાણિજ્ય

Dividend Check:ભારત સરકાર દ્વારા 76.32 કરોડની શેર મૂડી પર 25% ડિવિડન્ડ, રેપકો બેંકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને અર્પણ કર્યો અધધ આટલા કરોડનો ચેક..

by Akash Rajbhar August 24, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

Dividend Check:રેપકો બેંકે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહને રૂ. 19.08 કરોડનો ડિવિડન્ડ ચેક અર્પણ કર્યો.

નાણાંકીય વર્ષ 2023-24 માટે ભારત સરકાર દ્વારા રાખવામાં આવેલ 76.32 કરોડની શેર મૂડી પર 25%ના દરે ડિવિડન્ડ માટે રૂ.19.08 કરોડનો ચેક રેપ્કો બેંકના ચેરમેન શ્રી ઇ. સંથાનમ અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઓ.એમ. ગોકુલ દ્વારા સુપ્રત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ શ્રી અજય કુમાર ભલ્લા અને ગૃહ મંત્રાલયના ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (OSD) શ્રી ગોવિંદ મોહન પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

Congratulations to Repco Bank on achieving the remarkable feat of registering a stellar growth rate of 11% in FY 2023-24.

Today, on behalf of the MHA, received a cheque for ₹19.08 crore from the Chairman of Repco Bank, Shri E. Santhanam, and the Managing Director, Shri O. M.… pic.twitter.com/xX3seOGq6f

— Amit Shah (@AmitShah) August 22, 2024

રેપ્કો બેંક એ ભારત સરકારનું એક એન્ટરપ્રાઇઝ છે જે ગૃહ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે. બેંકે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન બિઝનેસ મિક્સમાં 11% વૃદ્ધિ નોંધાવી છે. એક નોંધપાત્ર સિદ્ધિમાં, આજે બેંકે રૂ. 20,000 કરોડના બિઝનેસ મિશ્રણને પાર કરી લીધું છે.

આ સમાચાર પણ વાંચોઃ Deen Dayal Sparsh Yojana: સંશોધન કાર્ય અને પોસ્ટેજ સ્ટેમ્પમાં રસ માટે ટપાલ વિભાગ “દીન દયાલ સ્પર્શ યોજના” શિષ્યવૃત્તિ આપશે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amarnath Yatra completed successfully, in 52 days so many lakhs of devotees visited Baba Barfani
રાજ્યધર્મ

Amarnath Yatra: અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ,52 દિવસમાં આટલા લાખ ભક્તોએ બાબા બર્ફાનીના કર્યા દર્શન..

by Akash Rajbhar August 22, 2024
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai

  • યાત્રાળુઓ માટે યાત્રાને સુરક્ષિત અને સુગમ બનાવવામાં બધાએ અનોખું યોગદાન આપ્યું છે – ગૃહમંત્રી
  • આ વર્ષે 52 દિવસ સુધી ચાલનારી પવિત્ર યાત્રા દરમિયાન 5.12 લાખથી વધુ તીર્થયાત્રીઓએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હોવાનો રેકોર્ડ છે, જે છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ છે

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે શ્રી અમરનાથ યાત્રાને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તમામ સુરક્ષા કર્મચારીઓ, શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પ્રશાસન અને સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ સમાચાર પણ વાંચોઃMangal Prabhat Lodha: મુંબઈ ઉપનગરોમાં મહિલાઓને વિશેષ ‘સુરક્ષા કવચ‘, આ તારીખથી યુવતિઓને મળશે સ્વ-રક્ષણની તાલીમ..

 

श्री अमरनाथ जी की पवित्र यात्रा सफलतापूर्वक संपन्न हुई। 52 दिनों तक चली इस पवित्र यात्रा में इस बार रिकॉर्ड 5.12 लाख से अधिक तीर्थयात्रियों ने बाबा के दर्शन किये, जो कि बीते 12 वर्षों की सर्वाधिक संख्या है।

इस यात्रा को सफल बनाने के लिए हमारे सभी सुरक्षा कर्मियों, श्री अमरनाथ जी…

— Amit Shah (@AmitShah) August 21, 2024

એક્સ પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું હતું કે, શ્રી અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે 52 દિવસ સુધી ચાલેલી પવિત્ર યાત્રા દરમિયાન 5.12 લાખથી વધારે યાત્રાળુઓએ પવિત્ર ગુફાની મુલાકાત લીધી હતી, જે છેલ્લાં 12 વર્ષમાં સૌથી વધુ છે. શ્રી શાહે આ યાત્રાને સફળ બનાવવા બદલ તમામ સુરક્ષા કર્મચારીઓ, શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ, જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, યાત્રાળુઓ માટે યાત્રાને સુરક્ષિત અને સરળ બનાવવામાં તમામે અનોખું પ્રદાન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, બાબા દરેક પર પોતાનાં આશીર્વાદ જાળવી રાખે. જય બાબા બર્ફાની!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Wayanad Landslide Centre gave advance warning to Kerala, says Amit Shah
દેશMain PostTop Post

Wayanad Landslide : કોણ જવાબદાર..? ભૂસ્ખલન પર સંસદમાં બોલ્યાં ગૃહ મંત્રી અમિત શાહ- કહ્યું અમે કેરળ સરકારને અઠવાડિયા પહેલા..

by kalpana Verat July 31, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Wayanad Landslide : ભારતના દક્ષિણી રાજ્ય કેરળ ( Kerala ) ના વાયનાડમાં આવેલા વિનાશમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક લોકો બેઘર બન્યા છે અને અનેક ગામો પાણીમાં ડૂબી ગયા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ( Amit shah )  વાયનાડમાં ભૂસ્ખલન અંગે રાજ્યસભામાં સંબોધન કર્યું છે.  

Wayanad Landslide :ગૃહમંત્રીએ કરી સ્પષ્ટતા

કેન્દ્રીય ગૃહમંત્રી ( Union Home minister ) અમિત શાહે કહ્યું કે આ ઘટનામાં જીવ ગુમાવનારા તમામ લોકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે. અધ્યક્ષને સંબોધતા તેમણે કહ્યું કે જ્યારે તમે આ વિષય પર ચર્ચા કરવાની મંજૂરી આપી ત્યારે મને લાગ્યું કે આજનો દિવસ કદાચ રાજકારણથી આગળ હશે પરંતુ કેટલીક ટિપ્પણીઓ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે શું આરોપ માહિતીના અભાવને કારણે કરવામાં આવ્યો છે કે દૂષિતતાથી, મને ખબર નથી પરંતુ મારે સ્પષ્ટતા આપવી પડશે.

Wayanad Landslide :કેરળ સરકારને 23 જુલાઈએ એલર્ટ આપવામાં આવ્યું

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે જો અર્લી વોર્નિંગ સિસ્ટમ ક્યાંક છે તો તે ભારતમાં છે. તેનો અંદાજ 7 દિવસ અગાઉ આપવામાં આવે છે. માત્ર 4 દેશો પાસે જ આ સિસ્ટમ છે, ભારત પણ તેમાં સામેલ છે. આગળ તેમણે કહ્યું કે કેરળ સરકારને 23 જુલાઈએ જ કેન્દ્ર સરકાર દ્વારા વહેલી ચેતવણી આપવામાં આવી હતી. કેરળ સરકારને 23, 24 અને 25 જુલાઈના રોજ વહેલી ચેતવણી આપવામાં આવી હતી. અમિત શાહે કહ્યું કે 26 જુલાઈના રોજ કહેવામાં આવ્યું હતું કે 20 મીમીથી વધુ વરસાદ પડશે, ભૂસ્ખલન થઈ શકે છે, કાદવ પણ આવી શકે છે અને કેટલાક લોકો દટાઈને મરી પણ શકે છે. 

 

“We warned the Kerala govt. on 23rd July. Then again gave warning on 24th and 25th of July. But they didn’t listened.

On 26th July we warned about 20mm rain and landslides.”

~ Amit Shah exposing Kerala Model with facts.pic.twitter.com/RXdvly7kt3

— Sunanda Roy 👑 (@SaffronSunanda) July 31, 2024

 

તેમણે કહ્યું કે અમે પહેલા પણ ઘણી સરકારોને અર્લી વોર્નિંગ આપી છે અને તેમણે કામ પણ કર્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે ઓડિશાને તોફાન માટે સાત દિવસ અગાઉ જ ચેતવણી આપવામાં આવી હતી. તે સમયે ઓડિશામાં અમારી સરકાર નહોતી, નવીન બાબુની સરકાર હતી અને તેમાં માત્ર એક વ્યક્તિનું મોત થયું હતું. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળની સરકારને પણ વહેલી ચેતવણી આપવામાં આવી હતી અને ત્યાંની સરકારે પણ સારું કામ કર્યું છે. માત્ર સાત ઢોર માર્યા ગયા. અમારી પાસે વિશ્વની સૌથી આધુનિક પ્રારંભિક ચેતવણી સિસ્ટમ છે.

આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : પેરિસ ઓલિમ્પિકમાં પીવી સિંધુનું જોરદાર પ્રદર્શન, પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી; ક્રિસ્ટિન કુબાને આપી માત..

Wayanad Landslide :ભારત પાસે છે અર્લી વોર્નિંગ સિસ્ટમ

ગૃહમંત્રીએ કહ્યું કે હું કોઈને ટોણો મારતો નથી, પરંતુ અમારી પાસે વરસાદ, હીટવેવ અને વીજળી માટે અર્લી વોર્નિંગ સિસ્ટમ છે જે સીધી કલેક્ટરને માહિતી મોકલે છે. તેમણે કહ્યું કે આ માહિતી દરેક માટે સાઇટ પર ઉપલબ્ધ છે, માનનીય સભ્યો માટે પણ, પરંતુ કેટલાક લોકોએ વિદેશની જ સાઈટ ખોલવી હોય છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ( Modi govt ) 2014માં આવી અને તેના પર કામ 2016માં શરૂ થયું. સરકારે તેના પર 2000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.  

Wayanad Landslide :કેરળ સરકારે લોકોને કેમ ન બહાર કાઢ્યા?

અમિત શાહે કહ્યું કે મારી મંજૂરીથી NDRFની નવ ટીમો 23મીએ કેરળ જવા રવાના થઈ છે. ગઈકાલે (30 જુલાઈ) ત્રણ ટીમો રવાના કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જો કેરળ સરકાર એનડીઆરએફના આગમન પછી પણ સતર્ક રહી હોત તો જીવ બચાવી શકાયો હોત. ગૃહમંત્રીએ કહ્યું કે કેરળ સરકારે લોકોને ત્યાંથી બહાર કાઢ્યા નહોતા. આ સમય રાજનીતિનો નથી, પરંતુ કેરળની સરકાર અને તેના લોકો સાથે મજબૂતીથી ઊભા રહેવાનો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

July 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Parliament Winter Session Amit Shah blames Nehru for PoK issue, Congress MPs stage walkout
દેશMain Post

Parliament Winter Session: નેહરુની આ ભૂલને કારણે બન્યું PoK?, કાશ્મીરી પંડિતોને… ખીણ સંબંધિત આ 2 બિલ રજૂ કર્યા, જાણો ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં શું કહ્યું?

by kalpana Verat December 6, 2023
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Parliament Winter Session: કેન્દ્રીય ગૃહમંત્રી ( Union Home Minister ) અમિત શાહે ( Amit Shah ) આજે લોકસભામાં કોંગ્રેસ ( Congress )  પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે નેહરુની ભૂલોના કારણે પીઓકેની ( PoK ) રચના થઈ હતી. અમિત શાહે કહ્યું કે, પંડિત નહેરુ ( Pandit Nehru ) જ્યારે વડાપ્રધાન હતા ત્યારે બે મોટી ભૂલો થઈ હતી, જેના કારણે કાશ્મીરને ( Kashmir ) વર્ષો સુધી ભોગવવું પડ્યું હતું. જ્યારે આપણી સેના જીતી રહી હતી, ત્યારે પંજાબ વિસ્તારમાં પહોંચતાની સાથે જ યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ( PoK ) નો જન્મ થયો હતો.

કોંગ્રેસના સાંસદોએ વાંધો વ્યક્ત કર્યો હતો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ 2023 ( Jammu and Kashmir Reservation Bill 2023 ) અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ 2023 ( Jammu and Kashmir Reorganization Bill 2023) પર ચર્ચા દરમિયાન કહ્યું, જો યુદ્ધવિરામમાં ત્રણ દિવસનો વિલંબ થયો હોત, તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) આજે ભારતનો વિસ્તાર હોત. અમારો મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવામાં આવ્યો, જે એક મોટી ભૂલ છે. કોંગ્રેસના સાંસદોએ અમિત શાહના આ નિવેદન સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો અને ગૃહમાં ભારે હોબાળો થયો હતો.

કોંગ્રેસના સાંસદોએ વોકઆઉટ કર્યું

તેના પર અમિત શાહે કહ્યું કે જો તમારે ગુસ્સો કરવો જ હોય ​​તો મારા પર નહીં પણ નેહરુ પર ગુસ્સો કરો. આ પછી કોંગ્રેસના સાંસદોએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. અમિત શાહે કહ્યું, પહેલાં જમ્મુમાં 37 સીટો હતી, હવે 43 છે. પહેલા કાશ્મીરમાં 46 સીટો હતી, હવે 47 છે અને PoKમાં 24 સીટો આરક્ષિત છે કારણ કે PoK અમારું છે.

આ સમાચાર પણ વાંચો : Closing Bell: ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સતત ત્રીજા સેશનમાં સેન્સેક્સ નિફટી ઉછાળા સાથે થયા બંધ.. રોકાણકારોને થઇ અધધ આટલા કરોડની કમાણી..

આ પછી ગૃહમંત્રી અમિત શાહે તેમની સરકારની ઘણી સિદ્ધિઓ ગણાવી. તેમણે કહ્યું, મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું. કેન્દ્ર સરકાર જમ્મુ અને કાશ્મીરમાં 5 લાખ રૂપિયા સુધીના તમામ લોકોની સારવારનો ખર્ચ ઉઠાવે છે. હવે ખીણમાં 100 થી વધુ ફિલ્મોનું શૂટિંગ થઈ રહ્યું છે અને 100 થી વધુ મૂવી થિયેટરો માટે બેંક લોનની દરખાસ્તો પ્રક્રિયામાં છે.

લોકસભા ચૂંટણીમાં ( Lok Sabha elections ) જીતનો દાવો

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું, મને વિશ્વાસ છે કે 2024માં મોદી સરકાર ફરી સત્તામાં આવશે અને મને આશા છે કે 2026 સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ સંપૂર્ણપણે ખતમ થઈ જશે. ગૃહ પ્રધાન અમિત શાહના ભાષણ પછી, જમ્મુ અને કાશ્મીર આરક્ષણ (સુધારા) બિલ અને જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યા છે.

December 6, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક