Tag: union minister

  • લો બોલો, મોદી સરકારના આ મંત્રીએ કરી અજીબોગરીબ માંગ, કહ્યું-‘મધર્સ ડે’ની જેમ ‘વાઈફ ડે’ પણ ઉજવવો જોઈએ.. 

    લો બોલો, મોદી સરકારના આ મંત્રીએ કરી અજીબોગરીબ માંગ, કહ્યું-‘મધર્સ ડે’ની જેમ ‘વાઈફ ડે’ પણ ઉજવવો જોઈએ.. 

    News  Continuous Bureau | Mumbai.

    વૈશ્વિક મહામારી કોરોના(covid pandemic)ની શરૂઆતમાં ‘ગો કોરોના ગો’(go corona go)થી લોકોનું દિલ જીતનારા કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલે (Ramdas Athwale)ક્યારેક કવિતાઓ, ક્યારેક હાસ્યાસ્પદ નિવેદનો, ક્યારેક કોઈને પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ આપવા જેવા અનેક કારણોસર અવારનવાર હેડલાઈન્સમાં રહે છે. ત્યારે હવે તે આવા જ એક કારણસર તેઓ ચર્ચામાં આવ્યા છે. રામદાસ આઠવલેએ કહ્યું છે કે માતૃ દિવસ(mothers day)ની જેમ જ પત્ની દિવસ(wife day)ની ઉજવણી કરવી જોઈએ.

    મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મહારાષ્ટ્ર(Maharashtra)ના સાંગલીમાં એક કાર્યક્રમને સંબોધતા મંત્રીએ કહ્યું કે, વિશ્વ માતૃ દિવસની ઉજવણી(Mothers day celebration) એ એક સારો વિચાર છે. માતા(Mother)નો ઉપકાર કદી ન ભૂલી શકાય તેવો છે. સ્ત્રીત્વના અનેક સ્વરૂપો છે. માતૃત્વને વિશ્વભરમાં આદર આપવામાં આવે છે. સ્ત્રી શક્તિનું પ્રતીક છે. સ્ત્રીના માતા, બહેન, પત્ની જેવા અનેક રૂપ છે. આઠવલેએ કહ્યું કે, મધર્સ ડેની જેમ વાઈફ ડે(wife day) પણ ઊજવવો જોઈએ. માતા જન્મ આપે છે, ઉછેરે છે અને પાલનપોષણ કરે છે. એવી જ રીતે પત્ની પુરુષનો સાથ આપે છે. સફળ પુરુષો પાછળ સ્ત્રીનું પીઠબળ હોય છે. તેથી માતૃ દિવસની જેમ પત્ની દિવસની ઉજવણી કરીને પત્નીનું સન્માન કરવું જોઈએ, એમ તેમણે સૂચન કર્યું હતું.

    સાંગલી(Sangli)માં રાજમતી નાલગોંડા પાટીલ ગર્લ્સ કોલેજ(Rajmati Nalgonda Patil Girls College)માં આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ(International Mothers day) નિમિત્તે રામદાસ આઠવલે દ્વારા રાજમાતા જીજાઉ મોડલ મધર એવોર્ડ 2022 ( Rajmata Jijau Model Mother Award)નું વિતરણ કરવામાં આવ્યું હતું. તે સમયે તેમણે આ વાત કરી હતી.

  • એક બોટલ કી કિંમત તુમ ક્યા જાનો ? ગોવામાં અમિત શાહ માટે 850 રૂપિયાનું મિનરલ વોટર આવ્યું.. જાણો વિગતે.

    એક બોટલ કી કિંમત તુમ ક્યા જાનો ? ગોવામાં અમિત શાહ માટે 850 રૂપિયાનું મિનરલ વોટર આવ્યું.. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Union Minister Amit Shah)ને ગોવા(Goa)ના પ્રવાસ દરમિયાન 850 રૂપિયાની કિંમતની મિનરલ વોટર બોટલ(Mineral water bottle) આપવામાં આવી હતી અને તે પણજીથી(Panji) 10 કિમી દૂર સ્થિત એક શહેરમાંથી લાવવામાં આવી હતી, એમ રાજ્યના કૃષિ પ્રધાન રવિ નાઈકે મંગળવારે જણાવ્યું હતું. સોશિયલ પ્લેટફોર્મ ટ્વિટર(twitter) પર રવિ નાઈક(Ravi Naik)ની આ કલીપ ફરી વળી છે.

    "જ્યારે અમિત શાહ ગોવામાં ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આવ્યા હતા, ત્યારે તેમણે હિમાલય (બ્રાન્ડ)ની(Himalaya) પાણીની બોટલ માંગી હતી. તે પછી તે માપુસા જે પણજીથી લગભગ 10 કિમી દૂર સ્થિત) છે ત્યાંથી લાવવામાં આવી હતી એવું રવિ નાઈકે દક્ષિણ ગોવામાં(South Goa) એક કાર્યક્રમમાં સંબોધન દરમિયાન કહ્યું હતું. શાહ માટે જે મિનરલ વોટર ખરીદવામાં આવ્યું હતું તેની કિંમત 850 રૂપિયા પ્રતિ બોટલ હોવાનું તેમણે કહ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : ગુજરાત વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફુંકાયું, રાહુલ ગાંધીના દાહોદ કાર્યક્રમ બેઠકમાં 5 MLA રહ્યા ગેરહાજર; જાણો કોણ છે આ MLA

    રવિ નાઈકે ગોવામાં વરસાદી પાણીના(Rain water) સંગ્રહ અને ભવિષ્યમાં પાણીની અછતને(Water shortage) લઈને સંબોધન કરી રહ્યા હતા, એ દરમિયાન તેમણે અમિત શાહ માટે મોંધા ભાવની પાણીની બાટલી મંગાવી હોવાનું કહ્યું હતું. તેમના આ વિધાનથી સ્થાનિક સ્તરે ભારે બબાલ થઈ  છે.

    ગોવામાં પુષ્કળ વરસાદ હોવા છતાં પાણીની અછત હોવાની ટીકા કરતા રવિ નાઈકે કહ્યું હતું કે સરકાર રાજ્યભરમાં ડેમ(Dam) બનાવી શકે છે, જ્યાં પણ પર્વતો છે, અને પાણીનો સંગ્રહ કરી શકે છે. તેમણે કાર્યક્રમમાં લોકોને ચેતવણી આપી કે ભવિષ્યમાં પાણીની અછતને કારણે લોકો પાણી માટે લડશે.
     

  • પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનું થયું નિધન, દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.. 

    પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના આ વરિષ્ઠ નેતાનું થયું નિધન, દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા.. 

    News Continuous Bureau | Mumbai

    પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ(Congress)ના વરિષ્ઠ નેતા પંડિત સુખ રામ શર્મા(Pandit Sukh Ram Sharma)નું નિધન થયું છે.

    તેમણે છેલ્લી રાત્રે લગભગ 1.30 વાગ્યે દિલ્હીની એઈમ્સ(Delhi AIIMS)માં અંતિમ શ્વાસ લીધા. 

    કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારે રાત્રે તેમને ફરીથી હાર્ટ એટેક(Heart attack) આવ્યો, જેના કારણે તેમનું નિધન થયું.

    આ પહેલા 9 મેની રાત્રે પણ હાર્ટ એટેકના કારણે તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ(Life support system) પર રાખવામાં આવ્યા હતા.

    નોંધનીય છે છે કે સુખરામ શર્માને 4 મેના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેમની હિમાચલ પ્રદેશના મંડી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી એરલીફ્ટ કરીને દિલ્હીની AIIMS હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 

    આ સમાચાર પણ વાંચો : જમ્મુ અને કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકે કબુલ્યો પોતાનો ગુનો, UAPA-દેશદ્રોહના હતા આરોપ, આ તારીખે આવશે ચુકાદો

  • રાજ ઠાકરે સાથે મિત્રતા મોંઘી પડશે, ભાજપના આ મિત્રએ આપી સલાહ. જાણો વિગતે.

    રાજ ઠાકરે સાથે મિત્રતા મોંઘી પડશે, ભાજપના આ મિત્રએ આપી સલાહ. જાણો વિગતે.

     

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) સાથે રાજ ઠાકરે(Raj Thackeray) સાથે ભાજપ(BJP)ની દોસ્તી વધી રહી છે, તેની સામે ભાજપના સાથીદાર આરપીઆઈ(RPI)ના નેતા રામદાસ આઠવલે (Ramdas Athawale)એ પોતાના મિત્ર પક્ષ ભાજપને ચેતવણી આપી છે.
    રામદાસ આઠવલેએ ફરી એકવાર MNS અને ભાજપ વચ્ચે વધતી નિકટતા અંગે નારાજગી વ્યક્ત કરી છે. રાજ ઠાકરે(Raj Thackeray) સાથેનું જોડાણ ભાજપને મોંઘુ પડશે એવી ચેતવણી પણ રામદાસ આઠવલેએ આપી દીધી છે.

    રામદાસ આઠવલેએ કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi) 'સબકા સાથ, સબકા વિકાસ'ની નીતિને અનુસરે છે. જો ભાજપ રાજ ઠાકરે સાથે ગઠબંધન કરશે, તો તે વડાપ્રધાનના વિચારની વિરુદ્ધની ભૂમિકા હશે.

    સાંગલી(Sangli)ની મુલાકાતે રહેલા રામદાસ આઠવલેએ ફરી એકવાર કહ્યું હતું કે ભાજપને MNS સાથે ગઠબંધન કરવાની કોઈ જરૂર નથી. ભાજપને MNSની જરૂર નથી જ્યારે હું તેમની સાથે છું.

    આ સમાચાર પણ વાંચો : અયોધ્યામાં પગ મુક્યો છે તો જોજો!!!! રાજ ઠાકરેને ભાજપના આ નેતાએ આપી ચેતવણી; જાણો વિગતે.

    રામદાસ આઠવલેએ કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને આરપીઆઈ સત્તામાં આવશે અને અમારી ભૂમિકા દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને ફરી એકવાર મુખ્યમંત્રી બનાવવાની છે. આ દરમિયાન રાજ ઠાકરેને તેમણે આડે હાથ લીધા હતા. બાળાસાહેબ ઠાકરે(Balasaheb Thackeray)ની ભૂમિકા બધા મુસ્લિમોને હેરાન કરવાની ન હતી. તેથી, રાજ ઠાકરે બાળાસાહેબ ની નકલ કરી શકતા નથી. બાળાસાહેબ ની નકલ કરવી સરળ કામ નથી.

    રાજ ઠાકરે સતત ધ્વજના રંગો અને પોતાની ભૂમિકા બદલતા રહે છે. હવે તેઓ ભગવો રંગ પહેરીને સમાજમાં નફરત ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં, તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કેસરી શાંતિના વારકારી સંપ્રદાયનો રંગ છે. રામદાસ આઠવલેએ એમ પણ કહ્યું હતું કે તેઓ આ મુદ્દે રાજ ઠાકરેના વલણ સાથે સહમત નથી.
     

  • લાઉડ સ્પીકર સંદર્ભે હવે બરાબરનું રાજકરણ જામ્યું. રામદાસ આઠવલેની જાહેરાત.. જો એકેય મસ્જિદ પરથી ભૂંગળા ઉતાર્યા તો મારા કાર્યકર્તા સામા આવશે.  જાણો વિગતે.

    લાઉડ સ્પીકર સંદર્ભે હવે બરાબરનું રાજકરણ જામ્યું. રામદાસ આઠવલેની જાહેરાત.. જો એકેય મસ્જિદ પરથી ભૂંગળા ઉતાર્યા તો મારા કાર્યકર્તા સામા આવશે. જાણો વિગતે.

    News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રમાં  લાઉડ સ્પીકરને(Loudspeaker Row) મુદ્દે બરોબરનું રાજકરણ જામ્યું છે, જેમાં હવે આરપીઆઈ(એ)ના(RPI) નેતા અને કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ(Union Minister Ramdas Athawale) પણ ઝુકાવી દીધું છે. જો કોઈ મસ્જિદ  પરથી લાઉડ સ્પીકર હટાવ્યા તો અમારા પક્ષના કાર્યકરો તેનો વિરોધ કરશે, એવી જાહેરાત રામદાસ આઠવલેએ કરી છે. 

    મસ્જિદ પરના ભૂંગળા હટાવવાની થઈ રહેલી માગણીને લઈને રામદાસ આઠવલેએ કહ્યું છે અમારી પાર્ટીના લોકો મસ્જિદોની સુરક્ષા કરશે. ભૂંગળા હટાવવા આવેલા લોકોનો પણ તેઓ વિરોધ કરશે. અમે મસ્જિદો પરની લાઉડસ્પીકર હટાવવાની ભૂમિકાનો વિરોધ કરીએ છીએ.

    રામદાસ આઠવલેએ  મુસ્લિમ સમુદાયને પણ શાંત રહેવાની અપીલ કરી છે. મુસ્લિમ સમાજમાં ઉશ્કેરણીજનક નિવેદનો કરનારા મૌલાનાઓએ ચૂપ રહેવું જોઈએ. ગમે તે બોલીને સમાજમાં તણાવ ઊભું નહીં કરવાની સલાહ પણ રામદાસ આઠવલેએ આપી છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે MNSના વડા રાજ ઠાકરેએ(Raj thackeray) ગુડીપડવાની રેલી દરમિયાન મસ્જિદોમાં થતા ઘોંઘાટ નો વિરોધ કર્યો હતો. જે બાદ રાજ ઠાકરેએ થાણેની બેઠકમાં પણ એ જ ભૂમિકાનો પુનરોચ્ચાર કર્યો હતો. એટલું જ નહીં, રાજ ઠાકરેએ રાજ્યની તમામ મસ્જિદો પરના ભુંગળા ઉતારવા માટે 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું. રાજ ઠાકરે આપેલી ડેડલાઈને  આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. તે પહેલા રાજ ઠાકરેની સભા પહેલી  મેના રોજ ઔરંગાબાદમાં(Aurangabad) યોજાવાની છે ત્યારે આ સભામાં રાજ ઠાકરે મસ્જિદો પરના સ્પીકરને લઈને શું કહે છે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.  રાજ ઠાકરેએ એમએનએસ સૈનિકોને મસ્જિદોની સામે લાઉડસ્પીકર રાખવા અને જો 3 મે સુધીમાં સ્પીકર હટાવવામાં નહીં આવે તો હનુમાન ચાલીસા(hanuman chalisa) લગાડવાની સૂચના આપી છે.

     

     

  • શું રામદાસ આઠવલે ભાજપ સાથે પોતાનો છેડો ફાડશે? આ સંકેતો મળી રહ્યાં છે.. જાણો વિગતે

    શું રામદાસ આઠવલે ભાજપ સાથે પોતાનો છેડો ફાડશે? આ સંકેતો મળી રહ્યાં છે.. જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai 

    અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના વખાણ કરતા કેન્દ્રીય સમાજ કલ્યાણ પ્રધાન રામદાસ આઠવલે(Ramdas Athwale) થાકતા નહોતા. પરંતુ થોડા દિવસથી તેમના તેવર બદલાઈ ગયેલા દેખાઈ રહ્યા છે, તેના પરથી તેઓ ભાજપ (BJP)સાથે છેડો ફાડવાની તૈયારીમાં હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

    થોડા દિવસથી રામદાસ આઠવલે (Ramdas Athwale) સતત રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP)ના પ્રમુખ શરદ પવાર (Sharad Pawar)અને એમએનએસ(MNS)ના પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray)ના વખાણ કરતા જોવા મળ્યા છે. મીડિયામાં આવી રહેલા અહેવાલ મુજબ સંઘના એક અગ્રણી નેતા સાથે આઠવલેનો વિવાદ ચાલી રહ્યો છે. એ સાથે જ રાજ્યો અને સ્થાનિક ચૂંટણીમાં સત્તામાં ભાગીદારી મળતી ન હોવાને કારણે તેમના પાર્ટીના નેતા તેમના પર દબાણ લાવી રહ્યા હોવાનું કહેવાય છે. 

    આ સમાચાર પણ વાંચો  :  શોકિંગ!! મહારાષ્ટ્રના આ પ્રધાનના પીએ પર થયો ગોળીબાર.. જાણો વિગતે

    આઠવલેએ એનડીએમાં જોડાવવા દરમિયાન  સ્થાનિક ચૂંટણી અને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં હિસ્સો માગ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લી ચૂંટણીમાં પણ ભાજપે તેમના પક્ષને એવી સીટની ટિકિટ આપી હતી કે તેમનો એક પણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. મહારાષ્ટ્રની વિધાનસભામાં અને વિધાનપરિષદમાં પણ તેમના પક્ષનો કોઈ સભ્ય નથી. આઠવલે ઉત્તર પ્રદેશમાં પણ હિસ્સેદારી માગી હતી. પરંતુ તેમની સતત અવગણના થઈ રહી હોવાનું તેમને લાગી રહ્યું છે. તેથી તેઓ ભાજપ સાથે દૂરી બનાવી રહ્યા હોવાનું કહેવાય છે.

    મહારાષ્ટ્રમાં રામદાસ આઠવલે દલિત વર્ગના આક્રમક નેતા કહેવાય છે. તેઓ અગાઉ શરદ પવારની નજીક ગણાતા હતા. એટલું જ નહીં પણ કોંગ્રેસની નેતૃત્વવાળી યૂપીએ સરકારનો પણ તેઓ ભાગ રહી ચૂક્યા છે. પંરતુ કોંગ્રેસ નબળી થવાની સાથે જ તેમણે તેની સાથે છેડો ફાડી દીધો હતો અને પોતાની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા(એ)ને એનડીએ સાથે જોડી દીધી હતી. ભાજપે આઠવલેને રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે. તેમજ વડા પ્રધાન મોદીએ તેમને મંત્રી પદ પણ આપ્યું છે.

  • તો ફાઈનલ, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના બંગલા પર પડશે પાલિકાનો હથોડો? જાણો વિગતે

    તો ફાઈનલ, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના બંગલા પર પડશે પાલિકાનો હથોડો? જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    કેન્દ્રીય પ્રધાન(Union Minister) અને ભાજપ(BJP)ના નેતા નારાયણ રાણે(Narayan Rane)ની અડચણો વધી શકે છે. જુહૂ(Juhu)માં આવેલા આઠ માળાના ‘અધિશ’ બંગલા(Adhish Bunglow)માં રહેલા ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની તેમની અરજીને મુંબઈ મહાનગરપાલિકા(Mumbai BMC)એ નામંજૂર કરી નાખી છે. તેથી તેમના બંગલામાં રહેલા ગેરકાયદે બાંધકામ પર પાલિકાનો હથોડો પડશે એવી શક્યતા છે.

    મિડિયામાં આવેલા અહેવાલ મુજબ પાલિકાના કે-વેસ્ટ(K-West Ward) વોર્ડ દ્વારા નારાયણ રાણે(Narayan Rane)ને જુહૂના બંગલાના બાંધકામના નિયમિતતાના લગતા યોગ્ય દસ્તાવેજો ફરી રજૂ કરવા માટે ૧૫ દિવસની અંતિમ મુદત આપવામાં આવી છે. પાલિકા(BMC Notice)ની આ નોટિસના ૧૫ દિવસ બાદ પણ યોગ્ય દસ્તાવેજો કરવામાં નારાયણ રાણે(Narayan Rane) નિષ્ફળ ગયા તો કાયદા મુજબ તેમના બંગલામાં રહેલા ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરવામાં આવશે એવું પાલિકાના કે-વેસ્ટના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટે તેમને જણાવ્યું હોવાનું કહેવાય છે. 

    આ સમાચાર પણ વાંચો : અંદરખાને મુંબઈ મહાનગરપાલિકા ડરી ગઈ હોય તેવું લાગે છે. દુકાનોના પાટીયા સંદર્ભે આદેશ કાઢીને ડેડલાઈન આપી. પણ કોઈ જ પગલાં લીધા નથી..

    મીડિયા અહેવાલ મુજબ નારાયણ રાણેના આર્કિટેક્ટ દ્વારા કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (સીઆરઝેડ) અંતર્ગત કરવામાં આવેલા બાંધકામ બાબતે કોઈ પણ માહિતી પાલિકા(BMC)ને રજૂ કરવામાં આવી નથી. 

    પાલિકાના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટ (બીપી)ના આસિસ્ટન્ટ એન્જિનિયરે બંગલાને લગતા ઢગલાબંધ દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં ફાયર બ્રિગેડનું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, પ્રોપર્ટી ટેક્સ વિભાગનું નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ, ટાયટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ સહિત વધારાના બાંધકામને નિયમિત કરવા માટે યોગ્ય દસ્તાવેજો જોડવામાં આવ્યાં ન હોવાનું પાલિકાના અધિકારીનું કહેવું છે. 

     

  • મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા રઘવાયેલી ભાજપે હવે આ કેન્દ્રીય નેતાના હાથમાં સોંપી કમાન… જાણો વિગતે

    મહારાષ્ટ્રમાં સત્તા મેળવવા રઘવાયેલી ભાજપે હવે આ કેન્દ્રીય નેતાના હાથમાં સોંપી કમાન… જાણો વિગતે

    News Continuous Bureau | Mumbai

    વર્ષો જૂના સાથીને છોડીને મહારાષ્ટ્રમાં રાષ્ટ્રવાદી અને કોંગ્રેસ સાથે મળીને શિવસેના મહાવિકાસ આઘાડીની સરકાર ચલાવી રહી છે. મહાવિકાસ આઘાડીની સરકારને તોડી પાડીને સત્તા સ્થાપવાના ભાજપે અનેક પ્રયાસ કર્યા છે. પરંતુ  કોઈ પણ હિસાબે ભાજપ સફળ થઈ નથી. તેથી હવે મહારાષ્ટ્રની સત્તા હાંસિલ કરવા માટે ભાજપે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીના હાથમાં મહારાષ્ટ્રની કમાન સોંપવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

    શિવસેનાએ 2019મા ભાજપ સાથે યુતિ કરીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. ચૂંટણી બાદ મુખ્ય પ્રધાનના પદને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે વિવાદ થયો હતો. છેવટે ભાજપ સાથે છેડો ફાડીને શિવસેનાએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે આઘાડી સરકાર રચી હતી. રાજ્યમાં વધુ સીટ મેળવ્યા બાદ પણ ભાજપને સત્તાથી દૂર રહેવું પડ્યું છે, જે વાત બે વર્ષ બાદ પણ ભાજપને હજમ થઈ નથી. યેનકેન પ્રકરણે અને શિવસેનાના નેતાઓ તેમ જ રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાઓ અને પ્રધાનોના કૌભાંડ બહાર કાઢીને સરકારને તોડવાના પણ ભાજપના પ્રયાસ સફળ થયા નથી. 
    મહારાષ્ટ્રમાં અનેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપને નિષ્ફળતા હાથ લાગી છે. તેથી છેવટે રાજ્યના ભાજપના જયેષ્ઠ અને અનુભવી નેતા નીતિન ગડકરીને મહારાષ્ટ્રમાં ફરી રાજ્ય સ્તરે સક્રિય કરવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

    આ સમાચાર પણ વાંચો : 'સ્કુલમાં બોમ્બ પ્લાન્ટ છે', પરીક્ષા દરમ્યાન બેંગલોરની આટલી સ્કૂલોમાં આવ્યો ધમકી ભર્યો ઈમેલ, મચ્યો હડકંપ

    બે દિવસ પહેલા શરદ પવારના દિલ્હીના ઘરમાં મહારાષ્ટ્રના સાંસદ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા, જેમાં કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીની હાજરીથી સૌ કોઈના ભવા ઊંચકાયા હતા. આ ડિનર ડિપ્લોસીના થોડા કલાક અગાઉ જ શિવસેના સાંસદ સંજય રાઉતની માલમત્તા ઈડીએ જપ્ત કરી હતી અને ડિનરમાં નિતીન ગડકરી અને સંજય રાઉત બાજુ બાજુમાં બેઠા હોવાનું કહેવાય છે. આ અગાઉ થોડા દિવસ પહેલા નીતિન ગડકરીએ મુંબઈમાં મનસે નેતા રાજ ઠાકરેની પણ મુલાકાત લીધી હતી.

  • મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મનસેના વડા રાજ ઠાકરે સાથે કરી મુલાકાત, કહી આ વાત

    મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મનસેના વડા રાજ ઠાકરે સાથે કરી મુલાકાત, કહી આ વાત

     News Continuous Bureau | Mumbai

    મહારાષ્ટ્રના રાજકારણમાં નવા-જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે.

    કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે મોડી રાત્રે મુંબઈમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે સાથે મુલાકાત કરી.

    જોકે નીતિન ગડકરીએ આ બેઠક પાછળ પણ કેટલાક રાજનૈતિક કારણ હોવાની વાતને ફગાવતા આને એક પારિવારિક બેઠક જણાવી.

    આ મુલાકાત બાદ સંવાદદાતાઓ સાથે વાતચીતમાં ગડકરીએ મનસે પ્રમુખના પરિવાર સાથે પોતાના જૂના સંબંધો તરફ ઇશારો કરતા કહ્યું કે તેઓ તેમના આમંત્રણ પર તેમના ઘરે ગયા હતા.

    નોંધનીય છે કે, આ બેઠક રાજ ઠાકરેના નિવેદનના એક દિવસ બાદ કરવામાં આવી હતી. જેમાં MNS પ્રમુખે મહારાષ્ટ્ર સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે, મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નહીં હટાવવામાં આવે તો મસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

    આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ ગામમાં આકાશમાંથી પડ્યા ગગનગોળા અને લોખંડની રિંગ, જુઓ વિડિયો, જાણો વિગતે

  • મોદીનું નારાયણ-નારાયણ. લઘુ ઉદ્યોગ ખાતા માટે આટલા કરોડ રૂપિયા કર્યા મંજૂર.. જાણો વિગતે

    મોદીનું નારાયણ-નારાયણ. લઘુ ઉદ્યોગ ખાતા માટે આટલા કરોડ રૂપિયા કર્યા મંજૂર.. જાણો વિગતે

     

    News Continuous Bureau | Mumbai 

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ખાતા માટે લગભગ 6,062.45 કરોડ રૂપિયાના કાર્યક્રમને મંજૂરી આપી છે. વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ ખાતાની કામગીરી સુધારવા માટે વર્લ્ડ બેંકની મદદથી આ ભંડોળ આપ્યું છે.

    સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે રેઝિંગ એન્ડ એક્સેલરેટિંગ એમએસએમઈ પર્ફોમન્સ આ યોજના વર્લ્ડ બેંકની સહાયતાથી કેન્દ્ર સરકારે અમલમાં મકી છે. આ યોજના આર્થિક વર્ષ 2022-23માં ચાલુ થશે.

    આ સમાચાર પણ વાંચો :  ડિજિટલ ઇન્ડિયા! માર્ચ મહિનામાં UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો રેકોર્ડ, પહેલીવાર આટલા કરોડથી વધુ થયા ટ્રાન્ઝેક્શન; જાણો વિગતે

    આ યોજના માટે કુલ ખર્ચ 6,062.45 કરોડ રૂપિયા જેટલો છે. તેમાંથી 3,750 કરોડ રૂપિયા વર્લ્ડ બેંકની લોન હશે. તો બાકીના 2,312.45 કરોડ રૂપિયા ભારત સરકાર તરફથી આપવામાં આવવાના છે.