• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - union ministry of health
Tag:

union ministry of health

COVID-19 India Reports 148 New COVID-19 Cases in a Day; Active Cases Rise to 808
દેશMain Post

COVID-19: દેશમાં ફરી કોરોનાએ આપી દસ્તક, આજે આટલા લોકો આવ્યા પોઝિટિવ, વાંચો સ્વાસ્થ્ય મંત્રાલયનું લેટેસ્ટ અપડેટ.

by Hiral Meria December 9, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

COVID-19: વિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લેનાર કોરોના મહામારી ( Corona epidemic ) હજુ પણ ચિંતાનો વિષય છે. શિયાળાની શરૂઆત સાથે જ ભારતમાં કોરોના વાયરસના ચેપના નવા કેસ ( Covid Cases ) સામે આવ્યા છે. આ પછી, ચેપના વધારાને લઈને ફરી એકવાર ચિંતા ઉભી થઈ છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ચેપના 148 નવા કેસ ( New  Cases  ) નોંધાયા છે. આજે (9 ડિસેમ્બર) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ( Union Ministry of Health ) અપડેટ ડેટામાં આ માહિતી આપવામાં આવી છે. સવારે 8 કલાકે અપડેટ કરાયેલા આંકડા મુજબ દર્દીઓની સંખ્યામાં વધારો થયા બાદ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓની ( Covid Patients ) સંખ્યા વધીને 808 થઈ ગઈ છે જે ચિંતાજનક છે.

4.50 કરોડ લોકો સંક્રમિત થયા છે

આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં કોરોના વાયરસના ચેપના ( Corona virus infection ) કુલ કેસોની સંખ્યા 4 કરોડ 50 લાખ 2 હજાર 889 છે. જ્યારે મૃતકોની સંખ્યા 5 લાખ 33 હજાર 306 છે.

મોટી સંખ્યામાં દર્દીઓ સાજા પણ થયા છે

તે જ સમયે, જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે 4 કરોડ 44 લાખ 68 હજાર 775 લોકો ચેપમાંથી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે, જે રાહતની વાત છે. દેશમાં ચેપમાંથી સાજા થવાનો દર 98.81 ટકા છે જ્યારે મૃત્યુ દર માત્ર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, અત્યાર સુધીમાં દેશભરમાં એન્ટી-કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈના રસ્તા પર દોડતી બેસ્ટની બસમાં અચાનક ભભૂકી આગ, મુસાફરોનો માંડ થયો બચાવ. જુઓ વિડીયો..

ચીનમાં ફેલાયો રહસ્યમય ન્યુમોનિયાનો ચેપ

તમને જણાવી દઈએ કે કોરોના પછી ચીનમાં રહસ્યમય ન્યુમોનિયાનો ચેપ ફેલાયો છે અને દેશમાં કેટલાક કેસ પણ જોવા મળ્યા છે, જેને લઈને કેન્દ્રએ પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું છે. દરમિયાન, કોરોનાના નવા કેસોમાં વધારાને કારણે દેશમાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.

December 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
વેપાર-વાણિજ્ય

નિયમો બદલાયા- હવે કોન્ટેક્ટ લેન્સ વેચતા પહેલા દુકાનદારોએ કરવું પડશે આ કામ- નહીં તો થશે કડક કાર્યવાહી

by Dr. Mayur Parikh October 14, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશમાં ઠેક-ઠેકાણે કોન્ટેક્ટ લેન્સ વેચાણના(Contact lens sales) પાટીયા ઝૂલતા હોય છે પરંતુ હવે દુકાનોમાં હવે કોન્ટેક્ટ લેન્સ દેખાશે નહીં. કેન્દ્ર સરકારે(Central Govt) કોન્ટેક્ટ લેન્સ વેચનારને(contact lens seller) લાયસન્સ પ્રક્રિયાને(licensing process) આધીન કરી છે, જે હેઠળ લાયસન્સ વિના કોન્ટેક્ટ લેન્સનું વેચાણ કરવું એ સજાને પાત્ર ગુનો ગણાશે. આ ઉપરાંત કેન્સરની સારવાર(Cancer treatment) સંબંધિત સાધનો અને દાંતમાં ઉપયોગમાં લેવાતા સાધનો અને ઈમ્પ્લાન્ટને પણ લાયસન્સ હેઠળ લાવવામાં આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય(Union Ministry of Health) હેઠળના કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ(Central Medicine Standard Control) સંગઠને ઔષધી અને પ્રસાધન નિયમો વધુ વ્યાપક બનાવ્યા છે. દેશમાં કોન્ટેક્ટ લેન્સનો બિઝનેસ 473 કરોડ રૂપિયાની આસપાસ છે. રિસર્ચ એન્ડ માર્કેટ્સ રિપોર્ટ જણાવે છે કે ભારતમાં કોન્ટેક્ટ લેન્સ 2019 થી 2025 દરમિયાન કોન્ટેક્ટ લેન્સના કારોબારમાં વાર્ષિક 7.50 ટકાની વૃદ્ધિ અંદાજવામાં આવી છે. 

સ્વાસ્થ્ય એજન્સીના(Health Agency) અધ્યક્ષ પવન ચૌધરીના(Pawan Chaudhary)  કહેવા પ્રમાણે અત્યાર સુધી ઓપ્ટીકલ સ્ટોર્સ અને કોન્ટેક્ટ લેન્સ ક્લીનીકોમાં(optical stores and contact lens clinics) કોન્ટેકટ લેન્સના વેચાણ માટે લાયસન્સ જરુરી ન હતું. લાયસન્સ વિના પણ વિશ્વભરમાં કારોબાર થતો હતો. પરંતુ નવા નિયમો હેઠળ કોન્ટેક્ટ લેન્સ વેચતા દેશભરના હજારો વેપારીઓએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવી પડશે અને લાયસન્સ મેળવવા પડશે. જો કે મોટાભાગના વેપારીઓ આ નિયમથી અજાણ છે. 

આ સમાચાર પણ વાંચો : જિમમાં યુવતીઓ આમને-સામને- કસરત કરવા બાબતે જામી પડી- એકબીજાના ખેંચ્યા વાળ- જુઓ વિડીયો 

અધિકારીઓના કહેવા પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં કોન્ટેક્ટ લેન્સના વેચાણમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને યુવાનોમાં તેમની ખૂબ માંગ છે અને તેઓ તેમની રોજિંદી પ્રવૃત્તિઓ માટે પણ આવા લેન્સ પર નિર્ભર છે. તેથી આ ધંધાને લાયસન્સ હેઠળ લાવવો જરૂરી હતો. અત્યાર સુધી દિલ્હી જેવા શહેરોમાં કોઈપણ નિયમ વિના તેનું વેચાણ થઈ રહ્યું હતું. ઘણીવાર આ લેન્સ નાના સ્ટોર્સમાં પણ જોવા મળે છે જે ચશ્મા વેચે છે, પરંતુ આ લેન્સની ગુણવત્તા વિશે કોઈ ગેરેંટી નથી, જે લોકોને સીધું નુકસાન પહોંચાડે છે.

CDSCO અનુસાર, નવા નિયમો પછી, કાતરથી લઈને રેડિયેશન થેરાપી(Radiation therapy) સુધીના ડેન્ટલ અને કેન્સર સર્જરીમાં(dental and cancer surgery) સામેલ સાધનો અને ઈમ્પ્લાન્ટ્સને લાઇસન્સ હેઠળ લાવવામાં આવ્યા છે. આ ઉપકરણો વિશેની માહિતી રાજ્યના તમામ ડ્રગ કંટ્રોલ વિભાગો અને વેપારી સંસ્થાઓને આપવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  ફ્લાઈટમાં હાઈ વોલ્ટેજ ડ્રામા! પ્લેનમાં નશામાં ધૂત મુસાફરે આફત મચાવી- સામે આવ્યો ચોંકાવનારો મામલો

October 14, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

વધતા જતા કેસ વચ્ચે આવ્યા સારા સમાચાર -હવે 18 થી વધુ ઉંમરના લોકો બૂસ્ટર ડોઝ તરીકે આ વેક્સિન લઈ શકશે- સરકારે આપી મંજૂરી

by Dr. Mayur Parikh June 4, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai 

દેશમાં વધતા જતા કેસ(Covid19 cases) વચ્ચે લોકોને કોરોના સામે વધુ એક સુરક્ષા મળી છે. 

18 થી વધુ ઉંમરના લોકોના બૂસ્ટર ડોઝ(Booster dose)તરીકે વધુ એક વેક્સિન(covid19 vaccine) ઉપલબ્ધ થઈ છે. 

કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રી(Union Ministry of Health) હેઠળના ડ્રગ્સ કન્ટ્રોલર ઓફ ઈન્ડીયાએ(Drugs Controller of India) 18 થી વધુ વયના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે કોર્બેવેક્સ વેક્સિનને(Corbevax vaccine) મંજૂરી આપી દીધી છે.

કોર્બેવેક્સ બનાવતી કંપની બાયોલોજિકલ ઈ લિમિટેડે(Biological E Ltd.) એક નિવેદન બહાર પાડીને એવું જણાવ્યું કે ડીસીજીઆઈએ(DCGI) અમારી વેક્સિનને મંજૂરી આપી છે. 

એટલે કે હવે જે લોકોએ પ્રાથમિક ડોઝ તરીકે કોવિશિલ્ડ(Covidshield) અને કોવેક્સિન(Covaxin) લીધી છે તેઓ બૂસ્ટર ડોઝ તરીકે હવે કોર્બેવેક્સ લઈ શકશે.

આ સમાચાર પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગના બનાવો વચ્ચે સરકારનો મોટો નિર્ણય આટલા કાશ્મીરી પંડિત શિક્ષકોની કરાઈ બદલી 

June 4, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

કેન્દ્ર સરકારે મંકીપોક્સના વધતા ખતરા વચ્ચે જાહેર કરી ગાઇડલાઇન

by Dr. Mayur Parikh June 2, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai 

કોરોના(Corona) બાદ વિશ્વના કેટલાક દેશોમાં મંકીપોક્સના(monkeypox) કેસ સામે આવી રહ્યાં છે. આ વાયરસ ૨૦ જેટલા દેશોમાં પહોંચી ચુક્યો છે. મંકીપોક્સનો પ્રકોપ અચાનક વધવો દુનિયા માટે ખતરા સમાન છે, કારણ કે આ પણ નજીકમાં સંપર્કમાં આવવાથી ફેલાય છે. વિશ્વમાં કોરોના બાદ મંકીપોક્સના કેસે લોકો તથા સરકારની ચિંતા વધારી દીધી છે. પરંતુ હજુ સુધી ભારતમાં મંકીપોક્સનો કોઈ કેસ સામે આવ્યો નથી. 

મંકીપોક્સની ચિંતા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(Union Ministry of Health) ગાઇડલાઇન જાહેર કરી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના દિશાનિર્દેશ અનુસાર સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના(Integrated Disease Surveillance Program Network) માધ્યમથી સેમ્પલ એનઆઈવી(Sample NIV) પુણે મોકલવામાં આવશે. વધુમાં, ચેપી સમયગાળા દરમિયાન દર્દી અથવા તેની દૂષિત સામગ્રી સાથેના છેલ્લા સંપર્ક પછી ૨૧ દિવસના સમયગાળા માટે નિરીક્ષણ કરવું જાેઈએ. 

આ સમાચાર પણ વાંચો : એલર્ટ- મુંબઈમાં ફરી કોરોનાના દર્દીઓની સંખ્યા અને પોઝિટિવિટી રેટમાં થયો વધારો- જાણો આજની કોરોના પરિસ્થિતિ

સરકારે ગાઇડલાઇનમાં કહ્યું કે જ્યારે કોઈ શંકાસ્પદ દર્દીની જાણ થાય તો તેના સેમ્પલ પુણે એનઆઈવીમાં તપાસ માટે મોકલવામાં આવશે. આ સેમ્પલને સંકલિત રોગ સર્વેલન્સ પ્રોગ્રામ નેટવર્કના માધ્યમથી મોકલવામાં આવશે. તો એવા મામલાને શંકાસ્પદ માનવામાં આવે, જેમાં કોઈ ઉંમરની વ્યક્તિ જેનો છેલ્લા ૨૧ દિવસની અંદર પ્રભાવિત દેશોની યાત્રાનો ઈતિહાસ રહ્યો હોય. સાથે તાવ, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો, શરીરમાં ફોલ્લી જેવા લક્ષણ હોય. દર્દીને આઇસોલેશન રૂમમાં(Isolation room) કે ઘરે અલગ રૂમમાં રાખવામાં આવશે. દર્દીએ ત્રિપલ લેયર માસ્ક(Triple layer mask) પહેરવું પડશે. 

આ સમાચાર પણ વાંચો : ઔરંગાબાદ હવે આ જિલ્લાનું નામ બદલવાની ઉઠી માંગ ભાજપ ધારાસભ્યએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી કરી વિનંતી- જાણો વિગતે  

આઇસોલેશન ત્યાં સુધી રહેશે જ્યાં સુધી દર્દી સાજાે ન થાય. શંકાસ્પદ દર્દીના કોન્ટેક્ટ ટ્રેસિંગ(Contact tracing) કરવામાં આવશે.  તો આંતરરાષ્ટ્રીય પેસેન્જર માટે કહેવામાં આવ્યું કે તે મંકીપોક્સના લક્ષણ જાેવા મળવા પર નજીકના સ્વાસ્થ્ય કેન્દ્રનો(health center) સંપર્ક કરે. આ સિવાય જાે તમે એવા ક્ષેત્રમાં છો જ્યાં મંકીપોક્સનો કેસ મળ્યો છે કે તમે કોઈ એવા વ્યક્તિના સંપર્કમાં હતા જેને મંકીપોક્સ થઈ શકે છે. તો તે વાતની પણ જાણકારી આપવામાં આવે.

June 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક