• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - unknown fact
Tag:

unknown fact

aryan khan birthday special know unknown facts of king khan son
મનોરંજન

Aryan khan birthday: જાણો વેબ સિરીઝ સ્ટારડમ થી નિર્દેશન ની દુનિયા માં પગ મુકનાર આર્યન ખાન વિશે કેટલીક રસપ્રદ વાતો

by Zalak Parikh November 12, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aryan khan birthday: આર્યન ખાન આજે તેનો 27 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે.આર્યન શાહરુખ ખાન અને ગૌરી ખાન નો મોટો દીકરો છે. આર્યન ખાન નો જન્મ મુંબઈમાં થયો હતો. આર્યન ખાને ભલે ફિલ્મો માં ડેબ્યુ ના કર્યું હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહેતો હોય છે.શાહરુખ ખાને એકવાર તેના ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે આર્યન ને અભિનય માં કોઈ રસ નથી તે પડદા પાછળ રહી ને કામ કરવા માંગે છે. આર્યન તેની વેબ સિરીઝ સ્ટારડમ થી નિર્દેશન ની દુનિયામાં પગ મૂકી રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Ishq 2: શું ફરીથી પડદા પર જોવા મળશે આમિર ખાન અને અજય દેવગણ ની જોડી? ફિલ્મ ઇશ્ક 2 પર આવ્યું અપડેટ

આર્યન ખાન ની કારકિર્દી 

આર્યન ખાને અમેરિકાની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી ફિલ્મ મેકિંગનો કોર્સ કર્યો છે. આર્યન ખાન પણ એક એવો વ્યક્તિ છે જે તેના પિતાની જેમ આખી રાત જાગતો રહે છે.આર્યન ખાને કરણ જોહરની સુપરહિટ ફિલ્મ કભી ખુશી કભી ગમમાં શાહરૂખ ખાનના બાળપણની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મના એક ગીતમાં આર્યન જોવા મળી શકે છે.આર્યન ખાન એ સિમ્બા ધ લાયન કિંગમાં તેનો શક્તિશાળી અવાજ આપ્યો છે.

View this post on Instagram

A post shared by D’YAVOL X (@dyavol.x)

આર્યન ખાન વિવાદ માં ત્યારે આવ્યો હતો જયારે તેને મુંબઈમાં ક્રૂઝ પર રેવ પાર્ટી કરતી વખતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આર્યન પર ડ્રગ્સ લેવાનો આરોપ હતો. જોકે આ મામલે આર્યન ખાન ને ક્લીન ચિટ મળી ગઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ali fazal birthday special know unknown fact of the actor
મનોરંજન

Ali fazal birthday: પ્રથમ ફિલ્મ પછી હતાશામાં ગરકાવ થઇ ગયેલો અલી ફઝલ આજે છે ઓટીટી નો બાદશાહ, જાણો અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

by Zalak Parikh October 15, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ali fazal birthday: અલી ફઝલ આજે તેનો 35 મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અલી ફઝલે આમિર ખાન ની ફિલ્મ 3 ઈડિયટસ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેણે એન્જિનિયરિંગના વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી, જે અભ્યાસના દબાણને કારણે આત્મહત્યા કરી લે છે.આ પાત્ર ભજવ્યા બાદ અલી ફઝલ ડિપ્રેશન માં આવી ગયો હતો. 

આ સમાચાર પણ વાંચો : Ranbir kapoor: લગ્ન બાદ વધુ એક વખત વરરાજા ના ગણવેશ માં જોવા મળ્યો રણબીર કપૂર, અભિનેતા ના વિડીયો એ મચાવી ઈન્ટરનેટ પર ધૂમ

અલી ફઝલ બન્યો ઓટીટી નો બાદશાહ  

અલી ફઝલ એ મિર્ઝાપુર થી ઓટીટી પર ડેબ્યુ કર્યું હતું. આ સિરીઝ સુપર ડુપર હિટ સાબિત થઇ હતી. આ સિરીઝ થી અલી ફઝલ ખુબ લોકપ્રિય થયો હતો. મિર્ઝાપુરમાં ગુડ્ડુ ભૈયાનું પાત્ર ભજવીને ઓટીટી પ્લેટફોર્મ પર પણ પોતાની ઓળખ બનાવી. તેના લાખો ચાહકો છે, જે તેને ખૂબ પસંદ કરે છે આજે તેને ઓટીટી નો બાદશાહ પણ કહેવામાં આવે છે. 

View this post on Instagram

A post shared by ali fazal (@alifazal9)

અલી ફઝલ ના અંગત જીવન વિશે વાત કરીએ તો તેને બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢા સાથે લગ્ન કર્યા છે. અને તાજેતર માં જ અલી ફઝલ એક બાળકી નો પિતા બન્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

October 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
pankaj tripathi birthday special know unknown fact of the actor
મનોરંજન

Pankaj tripathi birthday: ક્યારેક હોટલ માં કામ કરી ચૂકેલા અભિનેતા પંકજ ત્રિપાઠી વર્ષ માં બે વાર મનાવે છે તેમનો જન્મદિવસ, જાણો અભિનેતા ના જન્મદિવસ પર તેમના વિશે રસપ્રદ વાતો

by Zalak Parikh September 28, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Pankaj tripathi birthday: પંકજ ત્રિપાઠી આજે તેમનો 48 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.બિહારના નાના જિલ્લા માં જન્મેલા પંકજ ત્રિપાઠી એક સમયે હોટલમાં કામ કરતા હતા.હોટલમાં કામ કરતા પંકજ ત્રિપાઠીએ યુવાવસ્થામાં ઘણું નેતૃત્વ પણ કર્યું છે. પછી પોતાની મહેનતથી તે એક્ટિંગ શીખ્યા અને આજે તે એક્ટિંગનો જાદુગર કહેવાય છે. આજે પંકજ ત્રિપાઠી ઓટીટી હોય કે થિયેટર બધે જ તેમનું સામ્રાજ્ય છે. તો ચાલો જાણીયે અભિનેતા વિશે કેટલીક રસપ્રદ વાતો. 

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai : પેરિસ બાદ હવે અબુ ધાબી જવા રવાના થઇ ઐશ્વર્યા રાય બચ્ચન, દીકરી આરાધ્યા ને સાથે જોઈ લોકો એ પૂછ્યો આવો સવાલ

 વર્ષ માં બે વાર જન્મદિવસ ઉજવે છે પંકજ ત્રિપાઠી 

પંકજ ત્રિપાઠી એ એક ઇન્ટરવ્યૂ દરમિયાન પોતાના બે જન્મદિવસની ઉજવણી પાછળનું સત્ય જણાવ્યું હતું. પોતાના બે જન્મદિવસ વિશે વાત કરતા પંકજ ત્રિપાઠીએ કહ્યું, “મારા બે જન્મદિવસ છે, એક 5મી સપ્ટેમ્બરે અને બીજો 28મી સપ્ટેમ્બરે. 28મી એ યોગ્ય જન્મદિવસ છે.” 5મી સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસની વાર્તા સંભળાવતા તેણે કહ્યું, ‘ભાઈ ગામની શાળામાં મને પ્રવેશ અપાવવા ગયો હતો. જ્યારે તે પ્રવેશ માટે પહોંચ્યો ત્યારે શિક્ષકે પૂછ્યું કે તેનો જન્મદિવસ ક્યારે છે અને શું લખવું છે. ભાઈએ કહ્યું- મને સપ્ટેમ્બર યાદ છે પણ તારીખ યાદ નથી. કઇ તારીખ છે તે જાણ્યા બાદ તે ઘરે ગયો ન હતો. શિક્ષકે કહ્યું હશે – હું ધારી રહ્યો છું કે તે સપ્ટેમ્બર છે અને મને તારીખ યાદ નથી, તો 5 સપ્ટેમ્બર મૂકો, તે સારો દિવસ છે, તે શિક્ષક દિવસ છે અને પછી મારો જન્મદિવસ 5 સપ્ટેમ્બરના રોજ આવવા લાગ્યો.’ 

View this post on Instagram

A post shared by Man’s World India (@mansworldindia)

પંકજ ત્રિપાઠી હાલ તેમની ફિલ્મ સ્ત્રી 2 ની સફળતા નો આનંદ માણી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 28, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ayushmann khurrana birthday special know unknown fact about the actor
મનોરંજન

Ayushmann khurrana birthday: અભિનય ઉપરાંત આ ટેલેન્ટ દ્વારા પર આયુષ્માન જીતી ચુક્યો છે લોકો ના દિલ, જાણો અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

by Zalak Parikh September 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

 Ayushmann khurrana birthday: આયુષ્માન ખુરાના આજે તેનો 40 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.આયુષ્માન બોલિવૂડ નો મલ્ટી ટેલેન્ટેડ અભિનેતા છે. આયુષ્માન એ તેના ફિલ્મી કરિયર ની શરૂઆત ફિલ્મ વિકી ડોનર થી કરી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે આયુષ્માન એક સારો અભિનેતા હોવા ઉપરાંત તે એક સારો ગાયક પણ છે. 

આ સમાચાર પણ વાંચો : Shahrukh and Kajol: આ ફિલ્મ ના શૂટિંગ દરમિયાન કાજોલે બચાવ્યો હતો શાહરુખ ખાન નો જીવ, આ માટે કિંગ ખાને માન્યો હતો અભિનેત્રી નો આભાર

આયુષ્માન ખુરાના ની કારકિર્દી 

આયુષ્માન ખુરાના નો જન્મ ચંદીગઢ માં થયો હતો. અભિનેતા એ કોલેજ ના દિવસો દરમિયાન થિયેટર કર્યું હતું. આ પછી તે ‘MTV Roadies’ સાથે ટીવી પર દેખાવા લાગ્યો. આ સિવાય આયુષ્માને રેડિયો જોકી તરીકે પણ કામ કર્યું છે. અભિનય ઉપરાંત આયુષ્માન ખુરાના તેની ગાયકી માટે પણ જાણીતો છે. તેણે પાની દા રંગ, સદ્દી ગલી, મિટ્ટી દી ખુશ્બૂ, ઇક વારી, નઝમ નઝમ, સહિતના ઘણા ગીતો ગાયા છે. તે સમયાંતરે તેના બેન્ડ ‘આયુષ્માન ભવ’ સાથે પણ પરફોર્મ કરે છે.

View this post on Instagram

A post shared by Ayushmann Khurrana (@ayushmannk)

આયુષ્માન ખુરાનાને કવિતા લખવાનો પણ શોખ છે. તેની કવિતાઓ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થાય છે આયુષ્માન ના અંગત જીવન વિશે વાત કરીએ તો તેને  વર્ષ 2008માં તેની ગર્લફ્રેન્ડ તાહિરા કશ્યપ સાથે લગ્ન કર્યા હતા.આજે બંને બે બાળકોના માતા-પિતા છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Shakti kapoor birthday special know unknown fact of the actor
મનોરંજન

Shakti kapoor birthday: મલ્ટી ટેલેન્ટેડ છે શક્તિ કપૂર, 600 થી પણ વધુ ફિલ્મ માં કરી ચુક્યા છે કામ, જાણો અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

by Zalak Parikh September 3, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Shakti kapoor birthday: બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા શક્તિ કપૂર આજે તેમનો 72 મોં જન્મદિવસ ઉજવી રહ્યા છે.1952માં જન્મેલા શક્તિ કપૂરે પોતાની શાનદાર કારકિર્દીમાં 600 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.બહુ ઓછા લોકો જાણતા હશે કે શક્તિ કપૂર નું સાચું નામ સુનીલ સિકંદરલાલ કપૂર છે. ફિલ્મો માં આવતા પહેલા શક્તિ કપૂર એ તેમનું નામ બદલ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: Janhvi kapoor: કથિત બોયફ્રેન્ડ અને બહેન ખુશી સાથે ચીલ કરતી જોવા મળી જાહ્નવી કપૂર, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ

શક્તિ કપૂર ની કારકિર્દી 

શક્તિ કપૂરે 1980ના દાયકાની શરૂઆતમાં ‘કુર્બાની’ અને ‘રોકી’માં તેની પ્રખ્યાત વિલનની ભૂમિકાઓ સાથે હિન્દી સિનેમામાં પોતાની જાતને સ્થાપિત કરી.પરંતુ પછીના દાયકામાં, તે નકારાત્મક ભૂમિકાઓથી દૂર થઈને કોમેડીની દુનિયામાં પ્રવેશ કર્યો અને દર્શકોને ખૂબ હસાવ્યા. શક્તિ કપૂર ના પિતા દિલ્હીના કનોટ પ્લેસ વિસ્તારમાં દરજીની દુકાન ચલાવતા હતા.શક્તિ કપૂરે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, પૂણે ગયા. શક્તિને સંજય દત્ત સાથે તેની પ્રથમ ફિલ્મ ઓફર કરવામાં આવી હતી જેમાં તેણે ફિલ્મ ‘રોકી’માં વિલનની ભૂમિકા ભજવી હતી.

View this post on Instagram

A post shared by Shakti Kapoor (@shaktikapoor)

હિન્દી ફિલ્મો ઉપરાંત શક્તિ કપૂરે  ભોજપુરી, ઉડિયા, બંગાળી અને આસામી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.શક્તિ કપૂરે અભિનેત્રી શિવાંગી સાથે વર્ષ 1982માં ભાગીને લગ્ન કર્યા હતા. ત્યારે શક્તિ 30 વર્ષ નો અને શિવાંગી માત્ર 18 વર્ષની હતી. હવે બંને એક પુત્રી શ્રદ્ધા કપૂર અને પુત્ર સિદ્ધાંત કપૂરના માતા-પિતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

September 3, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Manisha koirala birthday, unknown fact, single
મનોરંજન

Manisha koirala birthday: રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવતી મનીષા કોઈરાલા 54 વર્ષ ની ઉંમર માં પણ છે સિંગલ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

by Zalak Parikh August 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Manisha koirala birthday: મનીષા કોઈરાલા આજે તેનો 54 મોં જન્મદિવસ ઉજવી રહી છે. મનીષા કોઈરાલાનો જન્મ 16 ઓગસ્ટ 1970ના રોજ નેપાળમાં થયો હતો.મનીષા કોઈરાલા 90ના દાયકાની જાણીતી અભિનેત્રી છે.મનીષા એ તેના ફિલ્મી કરિયર ની શરૂઆત વર્ષ 1991 માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ સૌદાગર થી કરી હતી. મનીષા કોઈરાલાના દાદા વિશ્વેશ્વર પ્રસાદ નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે અને તેમના પિતા પ્રકાશ રાજકારણ માં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. મનીષાની શરૂઆતની ઓળખ નેપાળી બોલીવુડ અભિનેત્રી તરીકેની હતી. તેણે 1989માં નેપાળી ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી.

આ સમાચાર પણ વાંચો: Anupama new entry: અનુપમા માં થશે આ બે કલાકારો ની એન્ટ્રી, બંને ના આગમન થી બદલાઈ જશે સિરિયલ ની વાર્તા

મનીષા કોઈરાલા વિશે રસપ્રદ વાતો 

બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપ્યા પછી, એક સમય એવો આવ્યો જ્યારે મનીષા કોઈરાલાની કારકિર્દી ડગમગવા લાગી. પોતાને આ પરિસ્થિતિ સામે ટકાવી રાખવા મનીષા એ દારૂ અને ડ્રગ્સનો સહારો લેવાનું શરૂ કર્યું. મનીષા કોઈરાલાએ વર્ષ 2010માં સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા, પરંતુ વર્ષ 2012માં બંનેના છૂટાછેડા થઈ ગયા. ત્યરબાદ મનીષા ને તેને કેન્સર હોવાની ખબર પડી. મનીષા એ ન્યૂયોર્કમાં તેની સારવાર કરાવી. લગભગ એક વર્ષની સારવાર બાદ જ્યારે તે સ્વસ્થ થઈ ત્યારે તેણે તેના ચાહકોને તેની જાણકારી આપી હતી.

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

મનીષા કોઈરાલા એ સંજય લીલા ભણસાલી ની વેબ સિરીઝ ‘હીરામંડી’ થી કરી હતી. 54 વર્ષની ઉંમરે પણ મનીષા સિંગલ છે. તાજેતરમાં જ એક મીડિયા હાઉસ ને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે, ‘હું છેલ્લા 5-6 વર્ષથી સિંગલ છું અને અત્યારે કોઈની સાથે મિલન કરવાના મૂડમાં નથી. મને હજુ પણ લાગે છે કે મારે મારી જાત પર ઘણું કામ કરવાની જરૂર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mohit raina birthday special know unknown fact of the actor
મનોરંજન

Mohit raina birthday: મહાદેવ બની ને લોકો ના દિલ પર રાજ કરનાર અભિનેતા મોહિત રૈના ના જન્મદિવસ પર જાણો તેના વિશે રસપ્રદ વાતો

by Zalak Parikh August 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Mohit raina birthday: મોહિત રૈના આજે તેનો 43 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.મોહિત રૈના નો જન્મ 14 ઓગસ્ટ 1982ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો. બહુ ઓછા લોકો જાણતા હશે કે મોહિત રૈના કાશ્મીરી પંડિત છે. મોહિત નું પ્રાથમિક શિક્ષણ કેન્દ્રીય વિદ્યાલય જમ્મુમાંથી થયું હતું. શાળાનો અભ્યાસ કર્યા પછી, મોહિત રૈનાએ જમ્મુ યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો: TMKOC gurucharan singh: તારક મહેતા ના ગુરુચરણ સિંહ પર છે અધધ આટલું બધું દેવું, એક પોડકાસ્ટ દરમિયાન અભિનેતા એ ખોલી પોલ

મોહિત રૈના ની કારકિર્દી 

મોહિત રૈના તેના અભિનય ના શોખ ને પૂરો કરવા મુંબઈ આવ્યો હતો ખુબ સંઘર્ષ બાદ મોહિત રૈના એ વર્ષ 2004માં ટીવી શો અંતરીક્ષ થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. જોકે મોહિત ને તેની અસલી ઓળખ સિરિયલ દેવો કે દેવ મહાદેવ માં મહાદેવ ની ભૂમિકા ભજવી ને મળી હતી. ટીવી શો સિવાય મોહિત રૈનાએ વિકી કૌશલ સાથે ફિલ્મ ‘ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં સૈનિકની ભૂમિકા ભજવી હતી અને રાતોરાત સ્ટાર બની ગયો હતો.

View this post on Instagram

A post shared by Mohit Raina (@merainna)

મોહિત રૈના એ દિયા મિર્ઝા ની વેબ સિરીઝ  ‘કાફિર’ સાથે ઓટિટિ ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ મોહિત ફ્રીલાન્સર, મુંબઈ ડાયરીઝ જેવી વેબ સિરીઝ માં જોવા મળી ચુક્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
sunidhi chauhan birthday special know unknown fact of singer
મનોરંજન

Sunidhi chauhan birthday: જાગરણ માં ગીત ગાવા થી લઈને ઇન્ડસ્ટ્રી ની સુપરહિટ ગાયિકા સુધી જાણો સુનિધિ ચૌહાણ ના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

by Zalak Parikh August 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Sunidhi chauhan birthday: સુનિધિ ચૌહાણ આજે તેનો 41 મોં જન્મદિવસ ઉજવી રહી છે. સુનિધિ ની ગણતરી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની સફળ ગાયિકાઓમાં થાય છે.સુનિધિ ચૌહાણનો જન્મ 14 ઓગસ્ટ, 1983ના રોજ દિલ્હીના એક રાજપૂત પરિવારમાં થયો હતો. સુનિધિ ની ફિલ્મી સફર ભલે સરળ રહી હોય પરંતુ તેની પર્સનલ લાઈફ દર્દ થી ભરેલી હતી. તો ચાલો જાણીયે ગાયિકા ના જન્મદિવસ પર તેના વિશે કેટલીક રસપ્રદ વાતો 

આ સમાચાર પણ વાંચો: Mufasa the lion king: શાહરુખ ખાન ના નાના દીકરા અબરામ ખાન ના હાથ લાગ્યો આ મોટો પ્રોજેક્ટ, પહેલીવાર સાથે આવી પિતા-દીકરા ની ત્રિપુટી

સુનિધિ ની કારકિર્દી 

સુનિધિ એ ગાયિકી માં પોતાની કારકિર્દી બનાવવા માટે તેને તેનો અભ્યાસ છોડી દીધો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સુનિધિ એ જણાવ્યું હતું કે તે કેસેટ અને સીડી વડે રિયાઝ કરતી હતી તેમજ તેને એ પણ જણાવ્યું હતું કે જયારે તે સ્કૂલ માં હતી ત્યારે તે જાગરણ માં ગીતો ગાતી હતી. સુનિધિ ચૌહાણે વર્ષ 1966માં દૂરદર્શન પર પ્રસારિત થતા સિંગિંગ શો ‘મેરી આવાઝ સુનો’માં ભાગ લીધો હતો.સુનિધિએ વર્ષ 1996માં ફિલ્મ ‘શસ્ત્ર’થી બોલિવૂડમાં સિંગિંગ ડેબ્યૂ કર્યું હતું. સુનિધિએ તેની સિંગિંગ કરિયરમાં અત્યાર સુધી વિવિધ ભાષાઓમાં 2000 થી વધુ ગીતો ગાયા છે.

View this post on Instagram

A post shared by Sunidhi Chauhan (@sunidhichauhan5)

સુનિધિ ચૌહાણ ની પર્સનલ લાઈફ વિશે બહુ ઓછા લોકો ને ખબર હશે કે તેને માત્ર 18 વર્ષ ની ઉંમર માં તેનાથી 14 વર્ષ મોટા ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર બોબી ખાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ માત્ર એકજ વર્ષ માં બંને ના છૂટાછેડા થઇ ગયા ત્યારબાદ સુનિધિ એ વર્ષ 2012 માં સંગીતકાર રિતેશ સોનિક સાથે બીજી વાર લગ્ન કર્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

August 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Disha patani birthday special know unknown fact of the actress
મનોરંજન

Disha patani birthday special: અભિનય નહીં સાયન્સ ના આ ક્ષેત્ર માં કારકિર્દી બનાવવા માંગતી હતી દિશા પટની, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેનો વિશે કેટલીક અજાણી વાતો

by Zalak Parikh June 13, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Disha patani birthday special: દિશાનો જન્મ 13 જૂન 1992ના રોજ બરેલીમાં થયો હતો. આજે દિશા તેનો 32 મોં જન્મદિવસ ઉજવી રહી છે. મોડલિંગથી કરિયરની શરૂઆત કરનાર દિશાને પહેલો બ્રેક સાઉથ સિનેમામાં મળ્યો.દિશા એ 2015 માં આવેલી તેલુગુ ફિલ્મ ‘લોફર’ સાથે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારબાદ દિશા એ વર્ષ 2016માં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. દિશા તેની પ્રથમ ફિલ્મ પછી નેશનલ ક્રશ બની ગઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Sonakshi sinha zaheer iqbal: થઇ ગયું કન્ફ્રર્મ! સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ લગ્ન માં આ લોકો ને મળ્યું છે આમંત્રણ,જાણો અહીં લગ્નની તારીખ થી લઈને સ્થળ સુધી બધું

દિશા બનવા માંગતી હતી પાયલટ 

એક મીડિયા હાઉસ ને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિશા એ ખુલાસો કર્યો હતો કે, ‘હું હંમેશાથી એરફોર્સ પાયલોટ બનવા માંગતી હતી. આ માટે હું એન્જિનિયરિંગનો અભ્યાસ કરતી હતી.. લખનૌમાં અભ્યાસ કરતી વખતે, મારા એક મિત્રે મને એક મોડેલિંગ સ્પર્ધા વિશે કહ્યું. આ હરીફાઈના વિજેતાને મુંબઈ લઈ જવામાં આવશે અને કોને મુંબઈ ના જવું હોય? મેં તેમાં ભાગ લીધો અને વિજેતા બની મુંબઈની એક એજન્સીએ જ મોડલિંગની ઓફર કરી હતી. આ સમય દરમિયાન, ન્યૂનતમ હાજરીને કારણે હું કૉલેજની પરીક્ષામાં બેસી નહોતી શકી, તેથી મેં રેમ્પ પર ચાલવાનું નક્કી કર્યું. આ દ્વારા હું મારા માટે પૈસા કમાઈ રહી હતી. હું મારા પરિવાર પર નિર્ભર ન હતી.’

View this post on Instagram

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

દિશા પટનીએ પોતાના કરિયરમાં ‘બાગી-2’, ‘બાગી-3’, ‘એક વિલન’, ‘રાધે’ અને ‘કુંગ ફૂ યોગા’ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હાલ અભિનેત્રી તેની ફિલ્મ કલ્કિ 2898 એડી ને લઈને ચર્ચામાં છે. આ ઉપરાંત દિશા તેના અને ટાઇગર શ્રોફ ના સંબંધ ને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Amrita rao birthday special know unknown fact about the actress
મનોરંજન

Amrita rao birthday special: પોતાની માસુમિયત થી બધાના દિલ જીતનારી અમૃતા રાવ ફિલ્મો થી દૂર કરી રહી છે આ કામ, જાણો અભિનેત્રી ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો.

by Zalak Parikh June 7, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Amrita rao birthday special: અમૃતા રાવ આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. મહારાષ્ટ્ર ના મુંબઈ માં જન્મેલી અભિનેત્રી અમૃતા રાવ એ તેની ફિલ્મી કરિયર ની શરૂઆત વર્ષ 2002 માં આવેલી ફિલ્મ અબ કે બરસ થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ નહોતી કરી શકી ત્યારબાદ તેની શાહિદ કપૂર સાથે ની ફિલ્મ ઇશ્ક વિશ્ક આવી જેમાં અમૃતા એ પાટાની માસુમિયત થી બધાના દિલ જીતી લીધા. ત્યારબાદ અમૃતા ને કેટલીક એવી ફિલ્મો મળી કે તે રાતોરાત સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ, પરંતુ હવે અભિનેત્રીએ પોતાને ફિલ્મી દુનિયાથી દૂર કરી લીધી છે. 

આ સમાચાર  પણ વાંચો:  Neha kakkar birthday special: ચાર વર્ષ ની ઉંમર માં શરૂ કર્યું ગાવાનું, જાણો કેવી રીતે કરી નેહાએ માતા રાની ના જાગરણ થી બોલિવૂડ સુધીની સફર

અમૃતા રાવ ની કરિયર 

પોતાની માસુમિયત થી લોકો ના દિલ માં ખાસ જગ્યા બનાવનાર અભિનેત્રી અમૃતા રાવ હવે ફિલ્મો થી દૂર રહીને એક અલગ પ્રકારનું જીવન જીવી રહી છે. અમૃતા તેના લગ્ન પછી યુટ્યુબ તરફ વળી અને ફુલ ટાઈમ વ્લોગર બની ગઈ. તે તેના આરજે પતિ અનમોલ સૂદ સાથે પોડકાસ્ટ પણ કરે છે. અમૃતા રાવ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે અને તે તેની સાથે જોડાયેલ અપડેટ શેર કરતી રહે છે. 

View this post on Instagram

A post shared by AMRITA RAO 🇮🇳 (@amrita_rao_insta)

તમને જણાવી દઈએ કે, અમૃતા રાવ એ વર્ષ 2016માં આરજે અનમોલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અમૃતા રાવ એ તેની ફિલ્મી કરિયર ને લગભગ અલવિદા કહી દીધું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક