• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - unknown fact - Page 2
Tag:

unknown fact

Neha kakkar birthday special know unknown fact of singer
મનોરંજન

Neha kakkar birthday special: ચાર વર્ષ ની ઉંમર માં શરૂ કર્યું ગાવાનું, જાણો કેવી રીતે કરી નેહાએ માતા રાની ના જાગરણ થી બોલિવૂડ સુધીની સફર

by Zalak Parikh June 6, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Neha kakkar birthday special: બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફેમસ સિંગર નેહા કક્કર આજે તેનો 36મો જન્મદિવસ ઉજવી રહી છે. નેહાએ બોલિવૂડ ને ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે. આટલું જ નહીં નેહા એ પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણું નામ કમાવ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે નેહા નું બાળપણ ખુબ જ સંઘર્ષ માં વીત્યું હતું  તો ચાલો જાણીયે ગાયક ના બર્થડે પર તેના વિશે રસપ્રદ વાતો 

 આ સમાચાર પણ વાંચો:  Aly goni: લોકસભા ચૂંટણી ના પરિણામ પર ટ્વીટ પર ‘મુલ્લા’ કહીને સંબોધનાર ટ્રોલર ને અલી ગોની એ આપ્યો જડબાતોડ જવાબ

નેહા કક્કર નું બાળપણ 

નેહા કક્કરે પોતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે આર્થિક તંગીના કારણે તેના માતા-પિતા તેને આ દુનિયામાં લાવવા માંગતા ન હતા નેહાનું બાળપણ મુશ્કેલીઓથી ભરેલું હતું. નેહા તેના પિતા સાથે દિલ્હીની આસપાસ માતા રાની ના જાગરણ માં ગીતો ગાતી હતી.નેહા કક્કર આજે ‘ઈન્ડિયન આઈડલ’ની જજ છે, પરંતુ જ્યારે તે 11મા ધોરણમાં હતી ત્યારે તેણે આ સિંગિંગ રિયાલિટી શોમાં સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. જોકે તેને રિજેક્ટ કરવામાં આવી હતી. 

 

View this post on Instagram

 

A post shared by Neha Kakkar (@nehakakkar)


‘ઈન્ડિયન આઈડલ’ ના મંચ પર એકવાર નેહા એ ખુલાસો કર્યો હતો કે,  તેના પિતા જે સ્કૂલમાં તેની મોટી બહેન સોનુ કક્કર ભણતી હતી ત્યાં સમોસા વેચતા હતા.રિપોર્ટ્સ અનુસાર, નેહા કક્કરની નેટવર્થ લગભગ 104 કરોડ રૂપિયા છે. તે મહિને લગભગ 2 કરોડ રૂપિયા કમાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

June 6, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
aamir khan birthday know some unknown facts about actor life
મનોરંજન

Aamir khan birthday: આ સ્વતંત્રતા સેનાની નો વંશજ છે આમિર ખાન, જાણો અભિનેતા ના જન્મદિવસ જોડાયેલી રસપ્રદ વાતો

by Zalak Parikh March 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Aamir khan birthday: આજે બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન નો જન્મદિવસ છે. આમિરનો જન્મ 14 માર્ચ 1965ના રોજ મુંબઈમાં થયો હતો અને તે અભિનેતા હોવા ઉપરાંત નિર્માતા, દિગ્દર્શક અને સ્ક્રીન પ્લે લેખક પણ છે.આમિર ખાને પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી ફિલ્મો આપી છે.આમિર ખાને પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કયામત સે કયામત તક થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. તેની પહેલી જ ફિલ્મ પછી તે રાતોરાત સુપરસ્ટાર બની ગયો. આમિર ખાન ભારતીય સ્વતંત્રતા સંગ્રામ ના હીરો મૌલાના અબુલ કલામ આઝાદ સાથે સંબંધ ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : Priyanka chahar choudhary: શું જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે અંકિત ગુપ્તા અને પ્રિયંકા ચહર ચૌધરી? અભિનેત્રી એ જણાવી હકીકત

 

સ્વતંત્રતા સેનાની નો વંશજ છે આમિર ખાન 

આમિર ખાનના પિતા તાહિર હુસૈન જાણીતા ફિલ્મ નિર્માતા હતા અને કાકા નાસિર હુસૈન પ્રખ્યાત નિર્દેશક હતા. 4 ભાઈ-બહેનોમાં સૌથી મોટા આમિરનું પૂરું નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે. આમિર ખાન ના પૂર્વજો અફઘાનિસ્તાનના છે. આમિર ખાનના પિતા સ્વતંત્રતા સેનાની મૌલાના આઝાદના વંશજ છે, જેમણે અફઘાનિસ્તાનથી ભારત આવ્યા બાદ સ્વતંત્રતા સંગ્રામને સમર્થન આપ્યું હતું.સ્વતંત્ર ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકિર હુસૈન પણ આમિર ખાનના પૂર્વજો માંથી એક હતા. આમિર હુસૈન અને ખાન પરિવારનો છે. 

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@amirkhanactor_)


આમિર ખાન વિશે બહુ ઓછા લોકો જાણે છે કે તે ટેનિસ ચેમ્પિયન રહી ચુક્યો છે. આમિર ખાન તેના શાળાના દિવસોમાં એક ઉત્તમ ટેનિસ ખેલાડી હતો. આટલું જ નહીં, તેણે તેની શાળા માટે રાજ્ય સ્તરની ઘણી ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને તે ચેમ્પિયન પણ રહ્યો છે. આ સિવાય તે નેશનલ લેવલનો ટેનિસ પ્લેયર પણ રહી ચૂક્યો છે. આ માહિતી આમિરના પિતા તાહિર હુસૈને પોતે આપી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

March 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
shivaji satam birthday know unknown facts about actor who played acp pradyuman role in cid
મનોરંજન

બર્થડે સ્પેશિયલ: જાણો કેવી રીતે બેંક માં ઓફિસર તરીકે કામ કરતા શિવાજી સાટમ બન્યા એસીપી પ્રદ્યુમન

by Zalak Parikh April 21, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

ટેલિવિઝનની દુનિયામાં શિવાજી સાટમે ‘CID’માં ACP પ્રદ્યુમન બનીને દેશભરના લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું. શિવાજી સાટમ ને બધા ‘એસીપી પ્રદ્યુમન’ તરીકે ઓળખે છે. શિવાજી આજે તેમનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ચાલો આ અવસર પર જાણીએ અભિનેતાના જીવન સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો.

 

બેંક ઓફિસર હતા શિવાજી સાટમ 

શિવાજી સાટમનો જન્મ 21 એપ્રિલ 1950ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. અભિનયની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે તેણે ઘણો સંઘર્ષ કર્યો. તેમને બાળપણથી જ અભિનયમાં રસ હતો, પરંતુ તેમની કારકિર્દીની શરૂઆત બેંક ઓફિસર તરીકે કરી હતી. શિવાજી જ્યારે એક બેંકમાં કેશિયર તરીકે કામ કરતા હતા ત્યારે તેમણે સૌપ્રથમ આંતર-બેંક સ્ટેજ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પોતાના અભિનયથી બધાને પ્રભાવિત કર્યા હતા.

 

શિવાજી સાટમ ની કારકિર્દી 

શિવાજી ના અભિનયને આ સ્પર્ધાથી ઓળખ મળી. તેમના દમદાર અભિનયથી પ્રભાવિત થઈને, પીઢ મરાઠી થિયેટર અભિનેતા બાલ ધુરીએ તેમને તેના સંગીત નાટકમાં મુખ્ય ભૂમિકાની ઓફર કરી, જેના માટે તેમને તરત જ સંમતિ આપી. તેમને વર્ષ 1990માં ટીવી સીરિયલ ‘રિશ્તે નાતે’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમને ઘણી મોટી સિરિયલોમાં કામ કર્યું.ત્યારબાદ તેમને ‘વાસ્તવ’, ‘ગુલામ-એ-મુસ્તફા’, ‘ચાઈના ગેટ’, ‘ટેક્સી નંબર 9211’, ‘નાયક’, ‘જીસ દેશ મેં ગંગા રહેતા હૈ’, ‘સૂર્યવંશમ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો કરી. શિવાજી સાટમે ઘણી મોટી ટીવી સિરિયલો તેમજ હિન્દી સિનેમા ફિલ્મોમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું, પરંતુ ‘CID’ દ્વારા તેમને ખાસ ઓળખ મળી હતી. ‘સીઆઈડી’માં તેમને ‘એસીપી પ્રદ્યુમન’નું પાત્ર ભજવ્યું હતું, જો કે શો બંધ થઈ ગયો છે, પરંતુ આજે પણ તે ‘એસીપી પ્રદ્યુમન’ તરીકે ઓળખાય છે.

April 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

જાણો લોકોમાં દેશભક્તિ ની ભાવના જગાડનાર ભારત એટલે કે મનોજ કુમાર વિશે જાણી અજાણી વાતો

by Dr. Mayur Parikh July 25, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલીવુડની ફિલ્મોમાં દેશભક્તિની ભાવના જગાવનાર મનોજ કુમાર(Manoj Kumar) ૮૫ વર્ષના થયા છે. તેમણે બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. જેના કારણે મનોજ કુમાર લાખો લોકોના દિલો પર રાજ કરે છે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં દેશભક્તિની ફિલ્મો કરવા માટે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ ૨૪ જુલાઈ ૧૯૩૭ માં થયો હતો. તેમનું સાચું નામ હરિકિશન ગિરિ ગોસ્વામી(Harikisan giri goswami) છે. મનોજ કુમારે બાળપણમાં દિલીપ કુમાર સ્ટાર ફિલ્મ શબનમ જાેઈ હતી અને આ ફિલ્મ જાેયા બાદ તેમણે એક્ટર બનવાનું સપનું જાેયું હતું. તેમણે દ્રઢ સંકલ્પની સાથે પોતાનું સપનું પૂર્ણ કર્યું. 

તેમણે દિલ્હીની(Delhi) પ્રસિદ્ધ હિન્દુ કોલેજમાંથી તેમનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું અને ત્યારબાદ તેમણે અભિનેતા બનવાનું સપનું જાેતા મુંબઇમાં(Mumbai) પોતાનું ઘર શોધ્યું. તેમણે મુંબઇ આવીને સિને કરિયરની શરૂઆત કરી અને વર્ષ ૧૯૫૭ માં રીલિઝ થઈ ફિલ્મ ‘ફેશન’ થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેમને ખુબ જ નાનો રોલ મળ્યો હતો. ૧૯૬૫ માં તેમણે ભગત સિંહના(Bhagat Singh) જીવન પર આધારિત ફિલ્મ શહીદ કરી હતી અને આ ફિલ્મથી પહેલા મનોજ કુમાર ભગત સિંહની માતાને મળવા ગયા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી. આ ફિલ્મ બાદ તેમણે ઘણી દેશભક્તિવાળી ફિલ્મો કરી જે સુપરહિટ રહી. મોટાભાગની ફિલ્મોમાં તેમના પાત્રનું નામ ભારત હતું. આ કારણથી લોકો તેમને ભારત કુમાર(Bharat Kumar) કહેતા હતા. એટલું જ નહીં મનોજ કુમારના ચાહકોમાં પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રી પણ હતા. ૧૯૬૫ માં ભારત-પાક યુદ્ધ બાદ, પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીએ મનોજ કુમારને 'જય જવાન, જય કિસાન' પર ફિલ્મ બનાવવા માટે કહ્યું હતું અને ત્યારબાદ મનોજ કુમારે ફિલ્મ 'ઉપકાર' બનાવી હતી. મનોજ કુમારના જીવન સાથે એક મોટી વાત જાેડાયેલી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં તેમના જીવનથી જાેડાયેલો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો હતો. મનોજ કુમારે જણાવ્યું હતું કે, તેમને સિગરેટ પીવાની ખરાબ આદત હતી. પરંતુ એક અજાણ છોકરીના કારણે તેમની તે આદત છૂટી ગઈ. તેમણે કહ્યું હતું કે, ઘણા વર્ષ પહેલા હું પરિવાર સાથે એક રેસ્ટોરન્ટમાં ગયો હતો, સિગરેટનો ત્યારે શોખ હતો, સિગરેટ પિધી… એક યંગ છોકરી આવી અને મને ઠપકો આપ્યો અને કહ્યું, તમે ભારત થઈને સિગરેટ પી રહ્યા છો, આર્ન્ટ યુ અસેમ્ડ? તેની આ વાતે મનોજ કુમારના દિમાગ પર એવી છાપ છોડી કે તેમણે આ ખરાબ આદત છોડવાનો ર્નિણય કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો : જે પાર્ટીમાં પાપા ગેસ્ટ તરીકે આવ્યા હતા ત્યાં એક વેઈટર તરીકે કામ કરતી હતી રૂપાલી- અનુપમા ફેમ રૂપાલી ગાંગુલીએ એક ભાવનાત્મક પોસ્ટમાં કહી પોતાની આપવીતી

મનોજ કુમારની (Manoj Kumar)હિટ ફિલ્મોમાં 'હરિયાલી ઓર રાસ્તા' (૧૯૬૨), 'વો કોન થી' (૧૯૬૪), 'શહીદ' (૧૯૬૫), 'હિમાલય કી ગોદ મેં' (૧૯૬૫), 'ગુમનામ' (૧૯૬૫), 'પત્થર કે સનમ' (૧૯૬૭), 'ઉપકાર' (૧૯૬૭), 'પૂરબ ઓર પશ્ચિમ' (૧૯૬૯), 'રોટી કપડા ઓર મકાન' (૧૯૭૪), 'ક્રાંતિ' (૧૯૮૧) જેવી ફિલ્મ હિટ ફિલ્મોમાં સામેલ છે. આજે પણ લોકો આ ફિલ્મને જાેવાનું પસંદ કરે છે. તેમને જણાવી દઈએ કે, 'ઉપકાર' ફિલ્મ માટે મનોજ કુમારને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

July 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

આશ્રમ 3માં બાબા નિરાલાના જમણા હાથ બનેલા ભોપા સ્વામી વાસ્તવિક જીવનમાં છે ખૂબ જ સ્ટાઇલિશ – જાણો તેના વિશે કેટલીક રસપ્રદ વાતો

by Dr. Mayur Parikh June 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમ 3 (Aashram3)આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. આ પહેલા આવેલી બંને સિઝનોએ પણ ભારે ધૂમ મચાવી હતી. સિરીઝમાં બાબા નિરાલા(Baba Nirala Bobby Deol) બનેલા બોબી દેઓલના કામને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે, જ્યારે સિરીઝમાં કામ કરતા અન્ય કલાકારોની પણ જોરદાર ચર્ચા થઈ રહી છે. આમાંથી એક છે ચંદન રોય સાન્યાલ,(Chandan Roy Sanyal) જેણે આ શ્રેણીમાં ભોપા સ્વામીની(Bhopa swami)ભૂમિકા ભજવી છે. શ્રેણીમાં, તે બાબા નિરાલાના કાળા કાર્યોનું સમર્થન કરતા જોવા મળે છે, પરંતુ શું તમે તેના વાસ્તવિક વિશે જાણો છો.

દિગ્દર્શક પ્રકાશ ઝી(Prakash Jha)ની વેબ સિરીઝ આશ્રમ 3 માં, ભોપા સ્વામીનું પાત્ર એક દુષ્ટ ગુંડાનું છે, જે આશ્રમમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં બાબા નિરારાનું સમર્થન કરે છે.ભોપા સ્વામીની ગણતરી ઈન્ડસ્ટ્રીમાં(film industry) એક શાનદાર કલાકાર તરીકે થાય છે. તે વ્યવસાયે એક્ટર હોવાની સાથે સાથે મોડલ (model) પણ છે. દિલ્હીમાં (Delhi)જન્મેલા ચંદન રોય સાન્યાલ બંગાળી પરિવાર (Bengali family)સાથે સંબંધ ધરાવે છે.ચંદન રોય સાન્યાલે તેમનો પ્રારંભિક અભ્યાસ દિલ્હીથી કર્યો હતો અને સ્નાતક પણ અહીંથી કર્યું હતું. આ પછી તેણે અભિનય ક્ષેત્રમાં પોતાનું નસીબ અજમાવવાનું વિચાર્યું.ચંદન રોય સાન્યાલે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત આમિર ખાનની ફિલ્મ રંગ દે બસંતીથી(Rang de basanti) કરી હતી. આ ફિલ્મમાં તેનો બહુ નાનો રોલ હતો.ત્યારબાદ તેણે 'કમીને', 'ફાલતુ', 'જબ હેરી મેટ સેજલ' અને 'સનક' જેવી ફિલ્મામાં કામ કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : ફિલ્મ એનિમલ ના સેટ પરના કો-સ્ટાર રણબીર કપૂરની આ આદતથી પરેશાન થઇ રશ્મિકા મંદન્ના-અભિનેતા વિશે કહી આવી વાત

સિરીઝમાં કપટી અને કાવતરાખોર દેખાતો ચંદન અસલ જીવનમાં શાંત સ્વભાવનો છે. તેને કોઈ પ્રેમ કરવાવાળી કન્યા મળે તો લગ્ન કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી ચૂક્યો છે.જો કે, ચંદન રૉયને જે ઓળખ આશ્રમમાં ભોપા (Bhopa swami)સ્વામીના પાત્રમાંથી મળી, તે અત્યાર સુધી કોઈ પણ રોલમાંથી મળી નથી. આજે તેઓ ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો બની ચૂક્યા છે. ટૂંક સમયમાં તેમને આશ્રમ ની ચોથી (Aashram season 4)સીરીઝમાં દર્શકો જોઇ શકશે.

 

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

પિતાની એક શરત ના કારણે આજ સુધી નથી થયા એકતા કપૂરના લગ્ન-ટીવી ક્વીન બનવા માટે કરવી પડી હતી મહેનત

by Dr. Mayur Parikh June 7, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર જીતેન્દ્ર અને શોભા કપૂરની દીકરી એકતા કપૂરને ટેલિવિઝન ક્વીન (Ekta Kapoor TV queen)કહેવામાં આવે છે. આજે એકતા તેના ખાસ દિવસની ઉજવણી કરતી જોવા મળે છે. એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975ના રોજ થયો હતો, (Ekta kapoor birthday)હવે તે 47 વર્ષની છે. એકતા કપૂરે 'માનો યા માનો' સીરિયલથી લગભગ 25 વર્ષ પહેલા ટીવીની દુનિયામાં પગ મૂક્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી તેણે ઘણા સુપરહિટ શો દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું છે.એકતા કપૂરે 15 વર્ષની ઉંમરે એડ અને ફીચર (AD and fiture film)ફિલ્મ પ્રોડ્યુસર કૈલાશ સુરેન્દ્રનાથ સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેને ફિલ્મ નિર્માણમાં ઊંડો રસ હતો અને તેથી જ તેણે નિર્માતા બનવાનું નક્કી કર્યું.

એકતા એક ટેલિવિઝન અને ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને બાલાજી ટેલિફિલ્મ્સ લિમિટેડના (Balaji telefilms limited)સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર છે. એકતા કપૂરનું નામ પણ એ સેલેબ્સની યાદીમાં સામેલ છે જે 40 વર્ષની ઉંમર પછી પણ સિંગલ છે. એકતાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન(Interview) ખુલાસો કર્યો હતો કે તે હજુ પણ કુંવારી  કેમ છે? જ્યારે એકતા કપૂરને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તે ક્યારે લગ્ન કરશે? એકતા કપૂરે જવાબમાં માત્ર સ્મિત કર્યું અને કહ્યું કે જ્યારે સલમાન ખાન લગ્ન(Salman khan wedding) કરશે તેના બે-ત્રણ વર્ષ પછી.

આ સમાચાર પણ વાંચો : આઇફા એવોર્ડ્સમાં અભિષેક બચ્ચન ના રંગ માં રંગાઈ ઐશ્વર્યા રાય-પિતા નો ડાન્સ જોઈ આરાધ્યા એ પણ મિલાવ્યા તાલ-જુઓ વિડીયો

એકતા કપૂરે અન્ય એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, "પિતા જીતેન્દ્રની એક શરતને (Jitendra condition)કારણે તેણે આજ સુધી લગ્ન નથી કર્યા. એકતા કપૂરે કહ્યું હતું કે તેને તેના પિતાએ કહ્યું હતું. કાં તો તારે લગ્ન કરવા પડશે અથવા તો તારે કામ કરવું પડશે. મેં માત્ર કામ પસંદ કર્યું, મારે લગ્ન કરવાં નથી.એ જ કારણ હતું કે મેં કામને વધુ પ્રાધાન્ય આપ્યું.મારા ઘણા મિત્રો છે જેઓ પરણેલા હતા પણ હવે તે સિંગલ છે.મેં છેલ્લા કેટલાક વર્ષો માં ઘણા છૂટાછેડા (divorce)જોયા છે. મારી પાસે ધીરજ છે, મને ક્યાંક લાગે છે, આ જ કારણ છે કે હું અત્યાર સુધી રાહ જોઈ રહી છું."

June 7, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

કાશ્મીર ઘાટીમાં થયેલા હુમલા માં વિસ્ફોટથી ઉડી ગયું હતું કુણાલ ખેમુનું ઘર, છતાં અભિનેતા હતો ખુશ! અભિનેતા એ જણાવ્યું કારણ

by Dr. Mayur Parikh May 25, 2022
written by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુ (Kunal Khemu) લાંબા સમયથી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છે. તે દર વર્ષે 25 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવે છે. કુણાલે તેની અભિનય કારકિર્દી બાળ કલાકાર(child artist) તરીકે શરૂ કરી હતી. ફિલ્મોમાં તેને નસીરુદ્દીન શાહની 'સર'થી (Naseeruddin Shah Sir) એન્ટ્રી મળી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 10 વર્ષની હતી. આ પછી તે રાજા હિન્દુસ્તાની (Raja Hindustani)જેવી બ્લોકબસ્ટર ફિલ્મમાં જોવા મળ્યો હતો. આજે તેમના જન્મદિવસ પર અમે તેમની સાથે જોડાયેલી કેટલીક એવી વાતો જણાવીશું જે તમને ભાગ્યે જ ખબર હશે.

બહુ ઓછા લોકો જાણતા હશે કે કુણાલ કાશ્મીરી પંડિત 9Kunal Khemu kashmiri pandit) છે. 1989 પહેલા તેમનું ઘર પણ કાશ્મીરમાં(kashmir) હતું. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે ખુલાસો કર્યો હતો કે જ્યારે ઘાટીમાં વાતાવરણ તંગ હતું ત્યારે બ્લાસ્ટને (Blast)કારણે તેનું ઘર ઉડી ગયું હતું. કુણાલના કહેવા પ્રમાણે, બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તે પોતે પણ હચમચી ગયો હતો. ઘરને નોંધપાત્ર નુકસાન થયું હતું. ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું કે તે સમયે તે ખૂબ જ નાનો હતો, જેના કારણે તે કંઈ સમજી શક્યો ન હતો કે આ શું થઈ રહ્યું છે? આ કિસ્સો સંભળાવતી વખતે કુણાલે કહ્યું હતું કે તે દિવસે ટીવી પર તેનું ક્ષતિગ્રસ્ત ઘર બતાવવામાં આવી રહ્યું હતું. ટીવી પર પોતાનું ઘર જોઈને તે ખૂબ જ ખુશ હતો, કારણ કે તેને લાગ્યું કે તેનો પરિવાર ઘણો (famous family)પ્રખ્યાત થઈ ગયો છે.ઘાટી માં તણાવ બાદ કુણાલ ના આખા  પરિવાર ને ભાગી જવાની ફરજ પડી હતી. તેમના દાદા-દાદીને તેમના ઘરની માટીથી દૂર રહેવાનું સૌથી વધુ દુઃખ થયું હતું. વાતાવરણ સામાન્ય થયા પછી, કુણાલનો પરિવાર ઘણી વખત શ્રીનગર (Srinagar) ગયો, પરંતુ અભિનેતા એક વખત પણ તેના ઘરે પાછો જઈ શક્યો નહીં. કલંક (Kalank film shooting)ફિલ્મના શૂટિંગ દરમિયાન તેને કાશ્મીર (Kashmir) પાછા જવાનો મોકો મળ્યો. આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે 25 વર્ષ પછી પરત ફરીને તે ખૂબ જ ખુશ છે, કારણ કે તે ત્યાં કાશ્મીરીઓને મળી રહ્યો હતો અને તે જ ભાષામાં વાત કરી શકતો હતો.

આ સમાચાર પણ વાંચો : નવાઝુદ્દીન સિદ્દીકી એ ફરી એકવાર ભારતને ને અપાવ્યું ગર્વ, મળ્યો આ ઇન્ટરનેશનલ એવોર્ડ

વર્કફ્રન્ટની વાત કરીએ તો કુણાલે અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે આમિર ખાન 9Aamir Khan) સાથે 'હમ હૈ રાહી પ્યાર કે', અજય દેવગણ (Ajay Devgan)સાથે 'જખ્મ', સલમાન સાથે 'જુડવા' જેવી હિટ ફિલ્મોમાં જોવા મળ્યો છે. લીડ એક્ટર તરીકે તે 'કલયુગ', 'ટ્રાફિક સિગ્નલ'માં દેખાયો છે. આ સિવાય તે 'ઢોલ', 'ગોલમાલ-3', 'ગો ગોવા ગોન' જેવી મલ્ટીસ્ટારર ફિલ્મોનો પણ ભાગ રહી ચુક્યો છે. હાલમાં જ OTT પર રીલિઝ થયેલી તેની વેબ સિરીઝ (web series) 'અભય 3' લોકોને પસંદ આવી હતી.

May 25, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક