Tag: unseasonal rain

  • Unseasonal Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે માટે રજુ સરકારે જારી કરી ગાઈડલાઈન..

    Unseasonal Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે માટે રજુ સરકારે જારી કરી ગાઈડલાઈન..

    News Continuous Bureau | Mumbai
    Unseasonal Rain: હવામાન વિભાગે કરેલી આગાહીને અનુલક્ષીને આગામી તા. ૨ થી ૪ ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, અરવલ્લી, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટા-છવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયમાં રાજ્યના ખેડૂતોનો પાક સુરક્ષિત રહે તે રાજ્ય સરકારની પ્રાથમિકતા છે. વાદળ છાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લેતા ખેડૂતો દ્વારા પાક રક્ષણ માટે તકેદારીના પગલા લેવામાં આવે તેવો ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્યના ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

    આ સમાચાર પણ વાંચો:  Delhi Election 2025: દિલ્હીમાં ચૂંટણી પહેલા શરૂ થયો AAPમાં રાજીનામાનો દોર; એક પછી એક પાંચ નેતાઓએ પાર્ટીને કહ્યું અલવિદા, લગાવ્યા ગંભીર આરોપો…

    Unseasonal Rain: ખેતી નિયામકની કચેરી દ્વારા સૂચવવામાં આવેલા અગમચેતીના પગલા નીચે મુજબ છે

    • કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોએ ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક ધોરણે સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવો.
    • પાકને ઢાંકીને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
    • જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.
    • ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો.
    • APMCમાં પણ વેપારી અને ખેડૂતોએ આ બાબતની કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા
    • APMCમાં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને આ સમયગાળા પૂરતી વેચાણ અર્થે પેદાશો APMCમાં લાવવાની ટાળવી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Weather update : મહારાષ્ટ્રમાં કહીં ગરમી તો કહીં બારીશ… જાણો મુંબઈમાં આજે  દિવસભર કેવું રહેશે વાતાવરણ..

    Weather update : મહારાષ્ટ્રમાં કહીં ગરમી તો કહીં બારીશ… જાણો મુંબઈમાં આજે દિવસભર કેવું રહેશે વાતાવરણ..

    News Continuous Bureau | Mumbai

    Weather update : મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ દુષ્કાળમાંથી રાહત મળી છે, પરંતુ કેટલીક જગ્યાએ ખેતીને નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.  ત્યારે આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 2 દિવસની  વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે મહારાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે મુંબઈ, થાણે, પાલઘરમાં છૂટાછવાયા સ્થળોએ થોડા કલાકો માટે ઝરમર વરસાદ પડી શકે છે. જોકે, IMD એ દિવસભર ગરમી અનુભવવાની સંભાવના વ્યક્ત કરી છે.

     Weather update : રાજ્યમાં ફરી કમોસમી વરસાદ વરસશે

    આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં હીટ વેવની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાયગઢ, રત્નાગીરીના કારણે અલગ-અલગ સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત સિંધુદુર્ગમાં ભારે વરસાદની સંભાવના છે. 

     Weather update : વાવાઝોડાના પવન સાથે ભારે કમોસમી વરસાદની શક્યતા

    દરમિયાન, નાસિકના જલગાંવમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. અહેમદનગર, કોલ્હાપુર, સાંગલી, સોલાપુર જિલ્લાઓને ભારે કમોસમી વરસાદ માટે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. પુણે, સતારા, નાસિક, જલગાંવમાં ઝરમર વરસાદ જોવા મળશે.

     Weather update : આ જિલ્લાઓ માટે યલો એલર્ટ

    જાલના, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, લાતુર, અકોલા, અમરાવતી, બુલઢાણા જિલ્લામાં ભારે પવન અને ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં કરા અને વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. પ્રશાસને પણ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

    આ સમાચાર  પણ વાંચો : Mumbai Traffic Alert : PM મોદી  શિવાજી પાર્ક ખાતે જાહિર સભામાં આપશે હાજરી; મુંબઈ પોલીસે જારી કરી ટ્રાફિક એડવાઇઝરી..

     Weather update : મુંબઈ, કોંકણમાં ગરમીનું મોજું

    હવામાન વિભાગે કોંકણ મુંબઈ માટે હીટ વેવની ચેતવણી જારી કરી છે. કોંકણના રાયગઢ, પાલઘર અને થાણે જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ ગરમીનું મોજું અનુભવાશે જ્યારે મધ્ય મુંબઈમાં ગરમ ​​અને ભેજવાળું હવામાન અનુભવાય તેવી શક્યતા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 36°C અને 29°Cની આસપાસ રહેશે. નાગરિકોને બહાર નિકળતી વખતે કાળજી રાખવા તાકીદ કરવામાં આવી છે.

  • Rain Update : હવામાનમાં આવશે પલટો, IMD એ બેંગલુરુમાં યલો એલર્ટ જારી કર્યું, ભારે વરસાદ અને તોફાનની શક્યતા.. મુંબઈમાં શું રહેશે સ્થિતિ?..

    Rain Update : હવામાનમાં આવશે પલટો, IMD એ બેંગલુરુમાં યલો એલર્ટ જારી કર્યું, ભારે વરસાદ અને તોફાનની શક્યતા.. મુંબઈમાં શું રહેશે સ્થિતિ?..

    News Continuous Bureau | Mumbai

    Rain Update : દેશમાં એક તરફ લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાયો છે, તો બીજી તરફ દેશમાં અનેક ભાગોમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. જો કે, ઉત્તર ભારતમાં લોકો હજુ પણ મે મહિનાની આકરી ગરમીથી ત્રસ્ત છે. પરંતુ દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગ ( IMD ) એ ગુરુવારે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની આગાહી કરી છે . તેમજ બેંગ્લોર માટે આજથી યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

    દેશમાં હાલ કમોસમી વરસાદે ( Unseasonal Rain ) હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી આપતા બેંગ્લોર ( Bangalore ) માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તેમજ ભારે વરસાદ અને જોરદાર પવનની સંભાવનાને કારણે લોકોને સલામત સ્થળે રહેવા ચેતવણી પણ આપવામાં આવી છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે 16 મેથી બેંગ્લોરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તેથી બેંગ્લોરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી ( IMD Forecast ) કરવામાં આવી છે.

      Rain Update : 16 મે થી 21 મે સુધી બેંગ્લોરમાં હવામાન ખૂબ જ વાદળછાયું રહેશે…

    16 મે થી 21 મે સુધી બેંગ્લોરમાં હવામાન ખૂબ જ વાદળછાયું રહેશે. તેમજ ભારતીય હવામાન વિભાગે તોફાની પવન સાથે ભારે વરસાદની ( Heavy Rainfall )  સંભાવના વ્યક્ત કરી છે. શહેરમાં આખું અઠવાડિયું ભારે વરસાદની આગાહી છે. 16, 17 અને 19 મેના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

    આ સમાચાર પણ વાંચો :  Cannes Film Festival: 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પેવેલિયનનું ઉદ્ઘાટન

    દરમિયાન, ત્રણ દિવસ પહેલા મુંબઈમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. પરંતુ, તે બાદ છેલ્લા બે દિવસથી મુંબઈમાં ગરમીમાં જબરદસ્ત વધારો થયો છે. આ સ્થિતિ ગુરુવારે પણ ચાલુ રહે તેવી શક્યતા છે. મુંબઈમાં ગરમ ​​અને ભેજવાળા વાતાવરણને કારણે નાગરિકોને હજુ થોડા દિવસો સુધી ગરમીનો અનુભવ થશે તે નિશ્ચિત છે.

    હવામાન વિભાગની આગાહી મુજબ ચોમાસું 19 મે સુધીમાં આંદામાનમાં પ્રવેશી શકે છે. ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પવનો 31 મેની આસપાસ કેરળમાં પ્રવેશ કરશે. જો તે પછી વાતાવરણ અનુકૂળ રહેશે તો 7 થી 10 જૂનની આસપાસ ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશી શકે છે.

  • Unseasonal rain: કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકની કચેરીનો ગુજરાતના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ

    Unseasonal rain: કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેતી નિયામકની કચેરીનો ગુજરાતના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા અનુરોધ

    News Continuous Bureau | Mumbai

    Unseasonal rain : હવામાન ખાતા દ્વારા આગામી તા. ૧૬ મે, ૨૦૨૪ સુધી ગુજરાતના ( Gujarat ) બનાસકાંઠા, સાંબરકાઠા, નવસારી, વલસાડ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, રાજકોટ, સુરેદ્રનગર અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી ( Rain Forecast ) કરવામાં આવી છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદને ધ્યાને લઈને ખેડૂતો દ્વારા સ્વાભાવિક રીતે પાકના રક્ષણ માટેના કેટલાક ઉચિત પગલાં લેવામાં આવતા હોય છે, તેમ છતાં ખેતી નિયામકની કચેરી ( Directorate of Agriculture ) દ્વારા રાજ્યના ખેડૂતોને તકેદારીનાં પગલા લેવા સંદેશો આપવામાં આવ્યો છે.

    વરસાદના ( IMD forecast ) સમયે પાકરક્ષણ માટે તકેદારીના પગલાઓ અંગે ખેતી નિયામકની કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કમોસમી વરસાદમાં થતા પાક નુકશાનથી બચવા માટે ખેડૂતોએ ( farmers ) ખેત ઉત્પાદિત પાક અને ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લામાં પડ્યા હોય તો, સૌપ્રથમ તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડી લેવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે પાકને ઢાંકી દેવો હિતાવહ છે. આ ઉપરાંત ઢગલાની ફરતી બાજુ માટીનો પાળો બનાવી દેવો, જેથી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકી શકે.

    આ સમાચાર પણ વાંચો :  Rain Forecast : ગુજરાતમાં વરસાદની આગાહીના પગલે તકેદારીના પગલાઓ લેવા અનુરોધ

    વધુમાં જણાવ્યા પ્રમાણે, વરસાદના સમયે પાકમાં જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો જોઈએ. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ પણ સાવચેતીના પગલા ધ્યાને લઇ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉન કે બંધ જગ્યામાં સુરક્ષિત રાખવો. આ ઉપરાંત APMCમાં અનાજ અને ખેતપેદાશોને વરસાદથી સુરક્ષિત રાખવા તેમજ APMCમાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આમ, APMCમાં વેપારી અને ખેડૂત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે.. 

    આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી/તાલુકા અમલીકરણ અધિકારી/મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવો, તેમ વધુમાં જણાવાયું છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Unseasonal Rain: સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં તા.૧૨ મે થી તા.૧૬મી મે દરમિયાન સંભવિત કમોસમી વરસાદની આગાહી

    Unseasonal Rain: સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લામાં તા.૧૨ મે થી તા.૧૬મી મે દરમિયાન સંભવિત કમોસમી વરસાદની આગાહી

    News Continuous Bureau | Mumbai

    Unseasonal Rain: હવામાન ખાતાની આગાહીને ( IMD Forecast ) અનુલક્ષીને તા.૧૨-૦૫-૨૦૨૪ થી  તા.૧૬-૦૫-૨૦૨૪ દરમિયાન રાજયના ઉત્તર ગુજરાતના ( Gujarat  ) અમુક જિલ્લાઓ સહિત દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી, સુરત  જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને  ખેડૂતોએ પાકના રક્ષણ તકેદારીના પગલા લેવા રાજ્યના ખેડુતોને અનુરોધ કરવામાં આવ્યો છે. 

             કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ( Farmers ) ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું. ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો. ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા. આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી / તાલુકા અમલીકરણ  અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા સુરત ( Surat ) જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે

    આ સમાચાર પણ વાંચો :  Wholesale Inflation: એપ્રિલમાં જથ્થાબંધ મોંધવારી દરમાં રેકોર્ડ બ્રેક વધારો, મોંધા શાકભાજી અને કઠોળના કારણે આવ્યો વધારો..

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Water Cut: તોફાની વરસાદને કારણે પવઇમાં પાવર સબસ્ટેશનમાં નુકસાન, કુર્લા, સાયન, ચુનાભટ્ટીમાં પાણી પુરવઠો ખોરવાયો…

    Water Cut: તોફાની વરસાદને કારણે પવઇમાં પાવર સબસ્ટેશનમાં નુકસાન, કુર્લા, સાયન, ચુનાભટ્ટીમાં પાણી પુરવઠો ખોરવાયો…

    News Continuous Bureau | Mumbai

    Water Cut: મુંબઈ સહિત રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે પવન સાથે જોરદાર વરસાદ ( Unseasonal Rain ) થયો હતો. આ કમોસમી વરસાદના કારણે મુંબઈગરાઓ પરેશાન થઈ ગયા હતા. તેમજ આ વરસાદને કારણે પવઈ ખાતે 22 KV પાવર સબસ્ટેશનને નુકસાન થયું છે. તેથી કુર્લા દક્ષિણા પાઈપલાઈનમાંથી પાણી પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સુધી સમારકામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પાણી પુરવઠો બંધ રહેશે, આથી મહાનગરપાલિકાએ લોકોને પાણીનો સંયમપૂર્વક અને કાળજી પૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે.

    પવઇ ખાતે 22 KV પાવર સબસ્ટેશનમાં સોમવારે (13 મે 2024) બપોરે 2 વાગ્યે તોફાન અને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું હતું. તેમજ પવઈ પંપીંગ સ્ટેશનનો ( Powai Pumping Station ) વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. તેથી, મહાનગરપાલિકાના ( BMC ) એલ અને એસ ડિવિઝનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો ( Water supply ) હેશે નહીં. મહાપાલિકા પ્રશાસન દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, પાવર સબ સ્ટેશનનું સમારકામ અને પવઈ પંપીંગ સ્ટેશનમાં વીજ પુરવઠા પુનઃસ્થાપિત થયા બાદ જ આ બંને વિભાગોને પાણી પહોંચાડવામાં આવશે. તેથી આ વિભાગના નાગરિકોને પાણીનો સંયમપૂર્વક અને કાળજી પૂર્વક ઉપયોગ કરવા તાકીદ કરવામાં આવી છે.

    Water Cut: મહાત્મા ફુલે નગર વિસ્તારમાં ઓછા દબાણે પાણી પુરવઠો આપવામાં આવશે…

    સોમવારે સાંજે મુંબઈમાં ( Mumbai ) તોફાની પવન અને વરસાદને કારણે પવઈ ખાતે 22 KV સબસ્ટેશનનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. આ કમોસમી વરસાદને કારણે પવઈ વિસ્તારમાં આવેલા વીજ સબસ્ટેશનમાં ( power substation ) અનેક સાધનો ફેલ થઈ ગયા હતા. ઘણી જગ્યાએ વીજ લાઈનો પણ તૂટી ગઈ હતી અને ઘણા મહત્વપૂર્ણ સાધનોને નુકસાન થયું હતું. તેમજ અંધારામાં સમારકામના કામમાં વિલંબ થવાની સંભાવના છે. જેના કારણે એસ ડિવિઝનમાં મોરારજી નગર, જય ભીમ નગર, પાસપોલી ગાવથાણ, લોક વિહાર સોસાયટી, રેનેસાં હોટલ વિસ્તારમાં પાણી પુરવઠો રહેશે નહીં. દરમિયાન મહાત્મા ફુલે નગર વિસ્તારમાં ઓછા દબાણે પાણી પુરવઠો આપવામાં આવશે. 

    આ સમાચાર પણ વાંચો :  Rakhi sawant: રાખી સાવંત ને લાગ્યો ઉર્ફી જાવેદ નો રંગ, ફક્ત ટુવાલ લપેટીને ઇવેન્ટ માં પહોંચી અભિનેત્રી, જુઓ વિડિયો

    એલ ડિવિઝનમાં કાજુપાડા, ગણેશ મેદાન, ઈન્દિરાનગર, સંગમ સોસાયટી, શાસ્ત્રીનગર, ગેસ કમ્પાઉન્ડ, ચિત્રસેન ગામ, મસરાણી લેન, ગાઝી દરગાહ રોડ, એ. એચ. વાડિયા માર્ગ, વાડિયા એસ્ટેટ, એમ. એન રોડ બૈલ બજાર, સંદેશ નગર, ક્રાંતિ નગર, એલબીએસ કમાણી, કલ્પના ટોકીઝ, કિસ્મત નગર, ગફુર ખાન એસ્ટેટ, સંભાજી ચોક, ન્યુ મિલ રોડ, રામદાસ ચોક, ઇગલવાડી, અન્નાસાગર માર્ગ, બ્રાહ્મણ વાડી, પટેલ વાડી, એસજી બર્વે માર્ગ, બુદ્ધાજી ચોક. કોલોની, ન્યૂ મિલ રોડ માર્ગ વિનોબા ભાવે માર્ગ, નવપાડા, પ્રીમિયર રેસિડેન્સ, સુંદરબાગ, શિવ હિલ સંજય નગર, કાપડિયા નગર, રૂપા નગર, ન્યૂ મિલ રોડ, ટાકિયા વોર્ડ, મેચ ફેક્ટરી લેન, શિવાજી કુટીર લેન, ટેક્સીમેન કોલોની, ઈન્દિરા નગર, મહારાષ્ટ્ર કાટા, એલ. બી. એસ રોડ, ચાફે ગલી, ચુનાભટ્ટી, સેવક નગર, વિજય નગર અને જરી મરી માતા મંદિર વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. 

    મહાપાલિકા પ્રશાસને રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. તેમજ જ્યાં સુધી સમારકામની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે. ઉક્ત સમારકામ પછી, પવઈ ઉચ્ચ સ્તરીય જળાશય નંબર  2 ભરવામાં આવશે અને ધીમે ધીમે પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે. પાણી પુરવઠાની અસમર્થતાને કારણે આ અચાનક સમસ્યાઓના કારણે શહેરીજનોને પડી રહેલી અસુવિધા બદલ મહાનગરપાલિકા વહીવટીતંત્ર દિલગીર છે. તેમજ મુંબઈના નાગરિકોને નમ્ર વિનંતી છે કે આ સમયગાળા દરમિયાન મહાપાલિકા વહીવટીતંત્રને સહકાર આપે.

  • Weather News : Summer મહારાષ્ટ્રમાં ગરમીનું મોજું! મુંબઈ સહિત કોંકણમાં ઉનાળાની ગરમી; વિદર્ભ, મરાઠવાડામાં કમોસમી વરસાદ

    Weather News : Summer મહારાષ્ટ્રમાં ગરમીનું મોજું! મુંબઈ સહિત કોંકણમાં ઉનાળાની ગરમી; વિદર્ભ, મરાઠવાડામાં કમોસમી વરસાદ

    News Continuous Bureau | Mumbai 

    Weather News : Summer છેલ્લા બે અઠવાડિયાથી રાજ્ય અને દેશના હવામાનમાં (તાપમાનમાં વધારો) મોટો ફેરફાર થયો છે. છેલ્લા બે દિવસથી મહારાષ્ટ્ર સહિત દેશના અનેક ભાગોમાં તાપમાનમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ ( IMD ) એ ઘણા વિસ્તારોમાં હીટ વેવની ( Heat Wave ) ચેતવણી આપી છે. નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.આગામી 24 કલાકમાં મરાઠવાડા અને વિદર્ભમાં કમોસમી વરસાદની સંભાવના છે . 

    આગામી 24 કલાક દરમિયાન કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર ( Maharashtra ) , મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં અલગ-અલગ ગરમીનું મોજું આવવાની શક્યતા છે. કોંકણના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું અને ભેજવાળું હવામાન અનુભવાય તેવી ( Weather Forecast ) શક્યતા છે. મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં રાત્રિના સમયે તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. ઉત્તર કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં હીટ વેવની અપેક્ષા છે. મરાઠવાડા અને વિદર્ભમાં ગાજવીજ અને હળવા વરસાદની ( Unseasonal Rain ) શક્યતા છે.

    Weather News : Summer મુંબઈ, થાણે અને કોંકણમાં ઉનાળાની ગરમી

    કોંકણના અલગ-અલગ ભાગોમાં ગરમ ​​અને ભેજવાળી સ્થિતિ પ્રવર્તશે. મુંબઈ, થાણે અને કોંકણમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે . આગામી 24 કલાક દરમિયાન મુંબઈ શહેર અને ઉપનગરોમાં આકાશ સ્વચ્છ રહેશે . મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 34 ડિગ્રી સેલ્સિયસ અને 36 ડિગ્રી સેલ્સિયસ ની આસપાસ રહેશે. 

    આ સમાચાર પણ વાંચો :  Mumbai Coastal road: સારા સમાચાર, મુંબઈનો કોસ્ટલ રોડ હવે 16 કલાક કામ કરશે.

    Weather News : Summer દેશમાં હવામાન કેવું રહેશે?

    નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 2 મેના રોજ ભારે વરસાદ અથવા અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં 2 મેના રોજ ભારે વરસાદ થવાની સંભાવના છે. 2 મેના રોજ આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. 4 મેના રોજ, ગંગાના પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મહારાષ્ટ્ર , સૌરાષ્ટ્ર, ગુજરાત પ્રદેશ, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકના આંતરિક ભાગોમાં ગરમીનું મોજું આવવાની શક્યતા છે . 3 મેના રોજ પુડુચેરી અને કરાઈકલ અને આંતરિક કર્ણાટકમાં હીટ વેવ આવવાની શક્યતા છે.

  • IMD Weather Forecast:  ભારે ઉકળાટ અને બફારા ની તૈયારી રાખો. મોસમ વિભાગ નો આ છે વર્તારો…

    IMD Weather Forecast: ભારે ઉકળાટ અને બફારા ની તૈયારી રાખો. મોસમ વિભાગ નો આ છે વર્તારો…

     News Continuous Bureau | Mumbai 

    IMD Weather Forecast: મહારાષ્ટ્રમાં હાલ એક તરફ કમોસમી વરસાદ, તો બીજી તરફ હીટવેવની અસર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાક માટે વિદર્ભ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં વરસાદ માટે યેલો એલર્ટ જારી કર્યું છે. તો મુંબઈ, થાણેની સાથે રાયગઢમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હજુ પણ કમોસમી વરસાદની શક્યતાઓ છે.

    વિદર્ભ, મરાઠવાડામાં છેલ્લા ચાર-પાંચ દિવસમાં વરસાદ પડી રહ્યો છે. આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની ( Heavy Rainfall ) શક્યતા છે. દરમિયાન, ઉત્તર કોંકણના કેટલાક ભાગોમાં આજે હીટવેવની અસર જોવા મળી શકે છે. બીજી તરફ, દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર , મરાઠવાડા અને વિદર્ભના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે.

    IMD Weather Forecast: આજે મહત્તમ તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના…

    હવામાન વિભાગે મુંબઈ, થાણે અને રાયગઢમાં હીટ વેવની ( heat wave ) ચેતવણી આપી છે . હવામાન વિભાગે આ વિસ્તારમાં સરેરાશ તાપમાનમાં 4.5 ડિગ્રી સેલ્સિયસથી વધુનો વધારો થવાની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહત્તમ તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે.

    આ સમાચાર પણ વાંચો :  Monsoon Update: આ વર્ષે ભારતમાં થશે ભારે વરસાદ, આ અસરને કારણે ચોમાસું સામાન્ય કરતાં સારું રહેશેઃ હવામાન વિભાગની આગાહી..

    તો રાજ્યમાં હજુ પણ કમોસમી હવામાનની સાથે કરા પડી રહ્યા છે. વિદર્ભ, મરાઠવાડામાં પાકને ભારે ફટકો પડ્યો છે. વિદર્ભમાં ખરાબ હવામાનને કારણે હજારો હેક્ટરના બગીચા અને પાકને નુકસાન થયું છે. બિનમોસમી વરસાદ ( Unseasonal rain ) હજુ પણ ચાલુ છે. જ્યારે સપ્તાહની શરૂઆતમાં કરા પડતા હજારો હેક્ટરનો પાક નાશ પામ્યો છે.

    મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા છે. IMDની આગાહી મુજબ દિલ્હી, હિમાચલ, હરિયાણા, પંજાબ, ચંદીગઢ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. કર્ણાટકમાં પણ 17 એપ્રિલ સુધી વરસાદ થવાની સંભાવના છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Gujarat weather : ગુજરાતમાં ફરી માવઠું, સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં આ તારીખે પડશે કમોસમી વરસાદ

    Gujarat weather : ગુજરાતમાં ફરી માવઠું, સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં આ તારીખે પડશે કમોસમી વરસાદ

     News Continuous Bureau | Mumbai  

    Gujarat weather : ભારતીય હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે હવામાનમાં ફેરપલટો થવાની શક્યતા છે. જેના કારણે આગામી તા.૧૨ અને ૧૩ એપ્રિલ દરમિયાન સુરત સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે. 

    આ સમાચાર પણ વાંચો : Loksabha Election 2024 : ગુજરાતના આ જિલ્લામાં ૧૦૦ વર્ષથી વધુ વય ધરાવતા ૩૭૧ શતાયુ મતદારો કરશે મતદાન, લોકશાહીના મહાપર્વમાં નોંધાવશે ભાગીદારી

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Sunstroke: મહારાષ્ટ્રમાં શુષ્ક ગરમીથી મળશે હવે રાહત, ગુડીપડવા દરમિયાન વિદર્ભ-મરાઠવાડામાં કરા સાથે વરસાદની શક્યતાઃ હવામાન વિભાગ..

    Sunstroke: મહારાષ્ટ્રમાં શુષ્ક ગરમીથી મળશે હવે રાહત, ગુડીપડવા દરમિયાન વિદર્ભ-મરાઠવાડામાં કરા સાથે વરસાદની શક્યતાઃ હવામાન વિભાગ..

    News Continuous Bureau | Mumba

     Sunstroke: મહારાષ્ટ્રમાં હાલ ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે, શુષ્ક ગરમી (સન સ્ટ્રોક) માંથી નાગરિકોને હવે થોડી રાહત મળશે તેવો અંદાજ છે. કારણ કે, મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર કમોસમી વરસાદના કારણે કરા પડવાની સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રમાં વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. દક્ષિણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડાના કેટલાક જિલ્લાઓમાં વાવાઝોડું અને વરસાદની અપેક્ષા છે.

    ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચી ગયું છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. તે જ સમયે, મધ્યપ્રદેશના 33 જિલ્લામાં કરા પડી શકે છે. બિહારમાં હીટ વેવને લઈને ‘યલો એલર્ટ’ જારી કરવામાં આવ્યું છે.

     આજથી થી 10 એપ્રિલ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના..

    દરમિયાન, દક્ષિણ છત્તીસગઢથી વિદર્ભ, મરાઠવાડાથી કર્ણાટક, તમિલનાડુથી કામેરિન તરફ આગળ વધતી પવનની વિરામ પ્રણાલીને કારણે મહારાષ્ટ્રમાં આગામી ચારથી પાંચ દિવસ સુધી બિનમોસમી હવામાનનો અનુભવ થશે. 7મી એપ્રિલ રવિવારથી વાદળછાયું વાતાવરણ રહેશે અને 8મી એપ્રિલે છૂટાછવાયા સ્થળોએ વરસાદની અપેક્ષા છે. રવિવારે બપોર પછી જલગાંવ, ભંડારા-ગોંદિયા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે. બે-ત્રણ જગ્યાએ કરા પણ પડી શકે છે.નાગપુર સહિત ગઢચિરોલી, વર્ધા, યવતમાલ, અકોલા, બુલધાના, વાશિમ, હિંગોલી, પરભણી, લાતુર અને બીડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળછાયું વાવાઝોડું આવશે. તો સોલાપુર, સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં પણ કમોસમી વરસાદનું પ્રમાણ વધવાની આશંકા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 9 અને 10 એપ્રિલે વિદર્ભ ક્ષેત્રમાં છૂટાછવાયા સ્થળોએ તોફાન, કરા અને ભારે વરસાદની સંભાવના છે. આ પછી, આગામી કેટલાક દિવસો સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે.

    આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો માર.. શાકાહારી થાળી નોન-વેજ થાળી કરતાં વર્ષોવર્ષ થઈ રહી છે મોંઘી ? જાણો શું આનું કારણ..

    દરમિયાન, વિદર્ભમાં શનિવારે પણ આકાશ આંશિક વાદળોથી ઢંકાયેલું રહ્યું હતું. જેના કારણે તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. સૌથી વધુ તાપમાન ચંદ્રપુરમાં 42.4 ડિગ્રી અને યવતમાલમાં 42 ડિગ્રી હતું. નાગપુરનું મહત્તમ તાપમાન 40.6 ડિગ્રીએ પહોંચ્યું હતું. અકેલા, અમરાવતી, બ્રહ્મપુરી, ગઢચિરેલી, વર્ધા જિલ્લામાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી ઉપર છે. જો કે રાત્રિના તાપમાનમાં થોડો વધારો થયો છે. છેલ્લા એક સપ્તાહથી શહેરીજનો કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. હવે આગામી થોડા દિવસો સુધી કમોસમી વાતાવરણના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળે તેવી શક્યતાઓ છે.