Tag: valsad

  • Vande Bharat Express : સુવિધામાં વધારો… મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે ગુજરાતના આ સ્ટેશન પર પણ ઊભી રહેશે, સમયમાં પણ ફેરફાર

    Vande Bharat Express : સુવિધામાં વધારો… મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન હવે ગુજરાતના આ સ્ટેશન પર પણ ઊભી રહેશે, સમયમાં પણ ફેરફાર

    News Continuous Bureau | Mumbai

    Vande Bharat Express :પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની સુવિધા માટે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને પ્રાયોગિક ધોરણે વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. વિગતો નીચે મુજબ છે :

    27 જુલાઈ,2025ના રોજથી ગાંધીનગર કેપિટલથી ઉપડનારી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 17:51 કલાકે વલસાડ સ્ટેશન પહોંચશે અને 17:53 કલાકે પ્રસ્થાન કરશે. આને લીધે, ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલથી 14:05 કલાકને બદલે 14:00 કલાકે પ્રસ્થાન કરશે. આ કારણે, અમદાવાદ, આણંદ, વડોદરા અને સૂરત સ્ટેશન પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

    એ જ રીતે, 28 જુલાઈ, 2025ના થી રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ ટ્રેન 08:19 કલાકે વલસાડ સ્ટેશન પર પહોંચશે અને 08:21 કલાકે પ્રસ્થાન કરશે. આને લીધે સૂરત, વડોદરા, આણંદ અને અમદાવાદ સ્ટેશનો પર આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

    Vande Bharat Express : વંદે ભારત એક્સપ્રેસના સમયપત્રકમાં ફેરફાર.

    વલસાડ ખાતે નવા સ્ટોપેજને કારણે વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર ૨૦૯૦૧/૨૦૯૦૨) ના સમયપત્રકમાં પણ આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે.

    ટ્રેન નંબર ૨૦૯૦૨ (ગાંધીનગર કેપિટલ → મુંબઈ સેન્ટ્રલ) – ૨૭ જુલાઈ, ૨૦૨૫ થી લાગુ:

    • ગાંધીનગર કેપિટલ થી હવે ૧૪:૦૦ કલાકે (બપોરે ૨:૦૦ વાગ્યે) ઉપડશે, જે પહેલા ૧૪:૦૫ કલાકે ઉપડતી હતી. એટલે કે ૫ મિનિટ વહેલી ઉપડશે.
    • અમદાવાદ (Ahmedabad), આણંદ (Anand), વડોદરા (Vadodara) અને સુરત (Surat) ખાતે પણ ટ્રેન અંદાજે ૫ મિનિટ વહેલી પહોંચશે.
    • વલસાડ ખાતે ૧૭:૫૧ કલાકે (સાંજે ૫:૫૧ વાગ્યે) આગમન થશે અને ૨ મિનિટના સ્ટોપેજ બાદ ૧૭:૫૩ કલાકે ઉપડશે.
    • વાપી (Vapi) ખાતે પહોંચવાનો સમય પહેલાની જેમ જ રહેશે.
    • મુંબઈ સેન્ટ્રલ ખાતે નિર્ધારિત સમય ૨૦:૩૦ કલાકે (રાત્રે ૮:૩૦ વાગ્યે) પહોંચશે.

    આ સમાચાર પણ વાંચો : Jagdeep Dhankhar Resign :જગદીપ ધનખડ ના રાજીનામાથી વિપક્ષ ભીંસમાં: મૉનસૂન સત્રનો એજન્ડા બદલાયો, ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી બન્યો નવો પડકાર!

    ટ્રેન નંબર ૨૦૯૦૧ (મુંબઈ સેન્ટ્રલ → ગાંધીનગર કેપિટલ) – ૨૮ જુલાઈ, ૨૦૨૫ થી લાગુ:

    • વાપીથી ઉપડવાનો સમય પહેલા જેવો જ રહેશે.
    • વલસાડ ખાતે ૦૮:૧૯ કલાકે (સવારે ૮:૧૯ વાગ્યે) આગમન થશે અને ૨ મિનિટના સ્ટોપેજ બાદ ૦૮:૨૧ કલાકે ઉપડશે.
    • આ પછી, સુરત, વડોદરા, આણંદ અને અમદાવાદ ખાતે આગમન અને પ્રસ્થાનના સમયમાં આશરે ૫ મિનિટનો વહેલો ફેરફાર થશે.
    • જોકે, ટ્રેન ગાંધીનગર કેપિટલ ખાતે તેના નિર્ધારિત સમય ૧૨:૨૫ કલાકે (બપોરે ૧૨:૨૫ વાગ્યે) જ પહોંચશે.

    આ નવા સ્ટોપેજ અને સુધારેલા સમયપત્રકથી દક્ષિણ ગુજરાત અને ગુજરાત-મહારાષ્ટ્રની રાજધાનીઓ વચ્ચે રેલ કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, જે હજારો મુસાફરો માટે લાભદાયી નીવડશે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat wildlife trafficking : વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી,   દીપડાના બચ્ચાની ચામડી સાથે 3 આરોપીની ધરપકડ

    Gujarat wildlife trafficking : વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર પર વન વિભાગની સંયુક્ત કાર્યવાહી, દીપડાના બચ્ચાની ચામડી સાથે 3 આરોપીની ધરપકડ

    News Continuous Bureau | Mumbai 

    Gujarat wildlife trafficking : વલસાડ જિલ્લામાં વન્યજીવ અંગોના ગેરકાયદેસર વેપાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ગુજરાત વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત ઓપરેશનમાં દીપડાના બચ્ચાની ચામડી સહિતના વન્યજીવ અંગો સફળતાપૂર્વક જપ્ત કરીને આ બાબતે ત્રણ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી હતી.

    આ કાર્યવાહી વલસાડ ઉત્તર વન વિભાગ, વલસાડ દક્ષિણ વન વિભાગ અને વાઇલ્ડલાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો (WCCB) ની સંકલિત ટીમો દ્વારા હાથ ધરવામાં આવી હતી. સંયુક્ત પ્રયાસો આ પ્રદેશમાં વન્યજીવ સંબંધિત ગુનાઓને રોકવામાં વન વિભાગની મજબૂત પ્રતિબદ્ધતા અને સતર્કતા દર્શાવે છે. ભારતના મૂલ્યવાન વન્યજીવોના રક્ષણ- સંવર્ધન માટે ગુજરાત વન વિભાગ સમર્પિત રીતે કામગીરી કરી રહ્યું છે અને આ મિશન માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

    આ સમાચાર પણ વાંચો : Leopard Attack Video:ઈંટના ભઠ્ઠામાં કામ કરતા મજૂર પર દીપડાએ અચાનક કર્યો હુમલો, યુવકે બતાવી બહાદુરી, એકલો લડ્યો… જુઓ

    વન્યજીવ વસ્તુઓનો ગેરકાયદેસર વેપાર વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972 હેઠળ એક ગંભીર ગુનો છે, જેમાં ₹1 લાખ સુધીનો દંડ અને સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ કેસમાં લવકર રેન્જે વન્યજીવ (સંરક્ષણ) અધિનિયમ, 1972ની કલમ 2, 9, 39 અને 50 હેઠળ ગુનો નોંધ્યો છે.

    વન વિભાગ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા અને તેમાં સંડોવાયેલા તમામ ગુનેગારોની ઓળખ કરવા માટે વધુ તપાસ કરી રહ્યું છે. વન વિભાગે આ કાર્યવાહી દ્વારા વન્યજીવ સંબંધિત ગુનાઓ સામે તેનું મક્કમ વલણ દર્શાવ્યું છે. વિભાગે જનતાને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવા અને ભારતના સમૃદ્ધ નૈસર્ગિક વારસાના સંરક્ષણમાં મદદ કરવા માટે અપીલ પણ કરી છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Gujarat Rain : છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના વાપી તાલુકામાં ૭ ઇંચ જેટલો તેમજ પારડી તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

    Gujarat Rain : છેલ્લા ૨૪ કલાકમાં વલસાડના વાપી તાલુકામાં ૭ ઇંચ જેટલો તેમજ પારડી તાલુકામાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

    News Continuous Bureau | Mumbai

    Gujarat Rain : રાજ્યમાં ત્રણ દિવસ સાર્વત્રિક વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યું છે. છેલ્લાં ૨૪ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં સૌથી વધુ ૭ ઇંચ જેટલો અને પારડી તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ધરમપુર ખાતે ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

    સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ આજે તા. ૨૦ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વલસાડના ઉમરગામ અને નવસારીના ખેરગામમાં ૪ ઈંચ જેટલો તેમજ ભરૂચના હાંસોટ અને વાલિયા, સુરતના ઓલપાડ તથા ડાંગના વઘાઈ તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત રાજ્યના ૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૧૨ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૭૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૩ જિલ્લાના ૧૦૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

    આ સમાચાર પણ વાંચો  : Ahmedabad Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના પર સરકાર કડક, DGCA એ જારી કરી આ માર્ગદર્શિકા..

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Rain News : છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ-આહવા તાલુકામાં તેમજ વલસાડના કપરાડામાં ૯.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

    Gujarat Rain News : છેલ્લા ૨૪ કલાકમાં ડાંગ-આહવા તાલુકામાં તેમજ વલસાડના કપરાડામાં ૯.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો

    News Continuous Bureau | Mumbai

     Gujarat Rain News : 
     
    ચોમાસાની ઋતુ શરૂ થતાંની સાથે જ આજે તા. ૧૯ જૂન ૨૦૨૫ના રોજ સવારે ૬:૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ એકંદરે ૧૧૩.૬૩ મિમિ એટલે કે ૧૨.૮૭ ટકા જેટલો નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના રિપોર્ટ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના ડાંગ જિલ્લાના ડાંગ-આહવા તાલુકામાં સૌથી વધુ ૯.૮ ઇંચ અને વલસાડના કપરાડા તાલુકામાં ૯.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

    રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા ૨૪ કલાકમાં ડાંગના વઘઇ અને સુબીર તાલુકામાં ૭ ઇંચથી વધુ તેમજ વલસાડના ધરમપુર અને નવસારીના વાંસદા તાલુકામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ અને તાપીના ડોલવણ તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. વધુમાં, ગાંધીનગરના માણસા, દેહગામ અને ગાંધીનગર તાલુકામાં, ગીર સોમનાથના સુત્રાપાડા અને પાટણ-વેરાવળમાં, વલસાડના પારડી અને વાપીમાં, પંચમહાલના ગોધરા તથા નવસારીના ચિખલી તાલુકામાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.

    આ સમાચાર પણ વાંચો : Surat News : ચોકબજારની વિધવા વૃદ્ધા અને તેમના માનસિક રીતે અસ્થિર સંતાનોને સહાયરૂપ બન્યું સુરતપોલીસતંત્ર

    તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૩૭ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૮૯ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કુલ ૨૭ જિલ્લાના ૧૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

    SEOCના અહેવાલ મુજબ આજે સવારે ૬.૦૦ થી ૧૦:૦૦ કલાક સુધીમાં સુરતના ઓલપાડ, વલસાડના ધરમપૂર તેમજ ભરૂચના હાંસોટ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભરૂચના વાલીયામાં તેમજ સુરતના ઉમરપાડા તાલુકામાં પણ ૨.૫ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Kesar Keri Mahotsav 2025 :અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાશે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”, એક મહિના સુધી ૮૫ સ્ટોલ ખાતેથી ખેડૂતો કરશે કેરીનું સીધું વેચાણ

    Kesar Keri Mahotsav 2025 :અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાશે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”, એક મહિના સુધી ૮૫ સ્ટોલ ખાતેથી ખેડૂતો કરશે કેરીનું સીધું વેચાણ

     News Continuous Bureau | Mumbai 

    Kesar Keri Mahotsav 2025 : 

    • વર્ષ ૨૦૨૩ના કેસર કેરી મહોત્સવ દરમિયાન એક જ મહિનામાં રેકોર્ડબ્રેક ૨.૭૦ લાખ કિલોગ્રામથી વધુ કેરીનું વેચાણ થયું

    અમદાવાદ અને ગાંધીનગરના નગરજનો ઉનાળાના બળબળતા તાપ વચ્ચે રસાયણમુક્ત મીઠી કેરીની જ્યાફત હવે ઘર આંગણે જ માણી શકશે. ગુજરાતમાં રસાયણમુક્ત કેરી પકવતા ખેડૂતો કેરીનું વેચાણ સીધું શહેરીજનોને કરીને પોષણક્ષમ ભાવ મેળવી શકે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫”નું આયોજન કરવામાં આવ્યું છે.

    અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે યોજાનાર આ કેરી મહોત્સવનો કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ આવતીકાલે તા. ૧૪ મે, ૨૦૨૫ના રોજ શુભારંભ કરાવશે. આ પ્રસંગે કૃષિ રાજ્ય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ તેમજ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્મા પણ ઉપસ્થિત રહેશે. આ કેસર કેરી મહોત્સવ આગામી તા. ૧૩ જૂન એટલે કે, એક મહિના સુધી ચાલશે.

    કેસર કેરી મહોત્સવ-૨૦૨૫માં ઉભા કરાયેલા આશરે ૮૫ જેટલા સ્ટોલ ખેડૂત મંડળીઓ, નેચરલ ફાર્મિંગ FPO તેમજ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે. આ મહોત્સવ માત્ર ખરીદીનો પોઈન્ટ જ નહીં, શહેરી ગ્રાહકો અને ગ્રામ્ય ઉત્પાદકો વચ્ચે સીધા સંવાદ અને વિશ્વાસનું માધ્યમ બનશે.

    આ મહોત્સવની મુલાકાત લઈ નગરજનો સીધા કેરી પકવતા ખેડૂતો પાસેથી તાજી અને કાર્બાઇડ ફ્રી કેરી ખરીદી શકશે. આ મહોત્સવમાં નાગરિકોને તલાલા-ગીર, જૂનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારી જેવા પ્રદેશોની સુપ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ કેરીઓ ખરીદી માટે ઉપલબ્ધ થશે.

    આ સમાચાર પણ વાંચો : Natural Farming : પ્રાકૃતિક ખેતી: પર્યાવરણ અને આરોગ્યનો સંગમ, જમીનની ફળદ્રુપતા જાળવવી, પાણીનું સંરક્ષણ અને માનવ આરોગ્યને હાનિકારક અસરોથી બચાવ

    કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરી સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર “કેસર કેરી મહોત્સવ” જેવું એક માધ્યમ પૂરું પાડીને ખેડૂતોને સહાયરૂપ થઇ રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા તેમજ રસાયણમુક્ત અને પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રોત્સાહિત કરવા માટે આવા વિશેષ આયોજન હાથ ધરવામાં આવે છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વર્ષ ૨૦૦૭થી કેસર કેરી મહોત્સવની શરૂઆત કરાવી હતી. ત્યારબાદ દર વર્ષે ઉનાળા દરમિયાન આ કેરી મહોત્સવનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩માં યોજાયેલા “કેસર કેરી મહોત્સવ”માં અમદાવાદીઓએ માત્ર એક જ મહિનામાં રેકોર્ડબ્રેક ૨.૭૦ લાખ કિલોગ્રામથી વધુ કેરીની ખરીદી કરી હતી.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Organ Donation :  સુરત ખાતે  નવી સિવિલ હોસ્પિટલ થકી ૬૫મું અંગદાન, ૧૫ વર્ષીય બ્રેઈનડેડ કિશોરના હૃદય, સ્વાદુપિંડ, લીવર અને બે કિડનીનું દાન

    Organ Donation : સુરત ખાતે નવી સિવિલ હોસ્પિટલ થકી ૬૫મું અંગદાન, ૧૫ વર્ષીય બ્રેઈનડેડ કિશોરના હૃદય, સ્વાદુપિંડ, લીવર અને બે કિડનીનું દાન

    News Continuous Bureau | Mumbai 

    Organ Donation : 

    • વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ-બુનતપાડાના રાજપૂત પરિવારના અંગદાનના માનવતાવાદી અભિગમથી ચાર બાળકોને મળશે નવજીવન
    • તરૂણના સ્વાદુપિંડના દાનથી ટાઈપ ૧ ડાયાબિટીસના દર્દીને મળશે નવું જીવન

      સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૬૫મું સફળ અંગદાન થયું છે. વલસાડ જિલ્લાના અંતરિયાળ સંજાણ ગામના રાજપૂત પરિવારના બ્રેઈનડેડ કિશોરના હૃદય, સ્વાદુપિંડ, બે કિડની અને એક લીવર દાન થતા ચાર જરૂરિયાતમંદ બાળકોને નવજીવન મળશે. ખાસ કરીને તરૂણના સ્વાદુપિંડના દાનથી ટાઇપ ૧ ડાયાબિટીસના દર્દીને નવું જીવન મળશે.

    Organ Donation Teenage Donor from Valsad Gives New Life to Four Children in Surat’s 65th Successful Organ Donation

    પ્રાપ્ત વિગતો અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ- બુનતપાડા ખાતે રહેતા સંજયભાઈ રાજપૂતનો ૧૫ વર્ષીય પુત્ર રોહિત ગત તા.૨૦મી એપ્રિલના રોજ મુંબઈના દહાણુંથી ઘેર પરત ફરતા તેની બાઇક સ્લીપ થઇ હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા રોહિતને ૧૦૮ એમ્બ્યુલન્સમાં ગાંધીવાડી સરકારી હોસ્પિટલ અને વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ રિફર કરાયો હતો. હાલત વધુ ગંભીર જણાતા તબીબોએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ જવા સૂચવ્યું હતું. જેથી તા.૨૧મીએ બપોરે ૧૨.૨૯ વાગે સુરત સિવિલમાં દાખલ કર્યો હતો. ત્રણ દિવસની સઘન સારવાર બાદ તા.૨૪મીએ આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ન્યુરોસર્જન ડો. હેમલ, ન્યુરોલોજિસ્ટ ડો.જય પટેલે બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.

    Organ Donation Teenage Donor from Valsad Gives New Life to Four Children in Surat’s 65th Successful Organ Donation

    રાજપૂત પરિવારને સોટોની ટીમના ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, કાઉન્સેલર નિર્મલા કાછુડે અંગદાનનું મહત્વ સમજાવ્યું. માતા મંજુબેન અને પિતા સંજયભાઈએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. સ્વ.રોહિતભાઈને એક બહેન અને બે ભાઈઓ છે.

    Organ Donation Teenage Donor from Valsad Gives New Life to Four Children in Surat’s 65th Successful Organ Donation

    આજે બ્રેઈનડેડ સ્વ.રોહિતભાઈના સ્વાદુપિંડ, લીવર અને બે કિડની અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલ તેમજ હૃદય સુરતની બી.ડી.મહેતા મહાવીર હોસ્પિટલમાં લઈ જવાયા હતા. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ધારિત્રી પરમારના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકોએ અંગદાનમાં જહેમત ઉઠાવી હતી. નવી સિવિલ તંત્રના સફળ પ્રયાસોના પરિણામે આજે વધુ એક અંગદાન સાથે ૬૫મું અંગદાન થયું છે.

    Organ Donation Teenage Donor from Valsad Gives New Life to Four Children in Surat’s 65th Successful Organ Donation

     

    આ સમાચાર પણ વાંચો: Organ Donation : “વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન

    Organ Donation : સ્વાદુપિંડનું દાન ટાઇપ ૧ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ

    દેશમાં સ્વાદુપિંડનું અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ જૂજ સંખ્યામાં થાય છે. સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ (Pancreas Transplant) એ એક જટિલ શસ્ત્રક્રિયા છે જેમાં રોગગ્રસ્ત સ્વાદુપિંડને હટાવીને સ્વસ્થ દાતા પાસેથી મળેલું સ્વાદુપિંડ શરીરમાં સ્થાપિત કરવામાં આવે છે. સામાન્ય રીતે આ ટ્રાન્સપ્લાન્ટ ટાઇપ ૧ ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે થાય છે જેમને તેમની ઇન્સ્યુલિન ઉત્પાદિત કરવાની ક્ષમતા સંપૂર્ણપણે ગુમાવી હોય છે. જેમને ટાઈપ ૧ ડાયાબિટીસ હોય અને અન્ય ઓર્ગન ફેલ થયા હોય (જેમ કે કિડની), દર્દીને સતત હાઈ અને લો બ્લડ શુગર હોય અને ઇન્સ્યુલિન થેરાપી છતાં બ્લડ શુગરનું નિયંત્રણ મુશ્કેલ હોય તો આવા દર્દીઓ માટે સ્વાદુપિંડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

    Organ Donation Teenage Donor from Valsad Gives New Life to Four Children in Surat’s 65th Successful Organ Donation

     

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    News Continuous Bureau | Mumbai 

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

    * ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)

    ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

    આ સમાચાર પણ વાંચો : Road Under Bridge: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

    આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

    ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Dhaval Patel Ashwini Vaishnaw Valsad : લોકસભા સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે કરી મુલાકાત, વલસાડમાં ટ્રેનના સ્ટોપેજ તેમજ ‘આ’ સુવિધાઓ અંગે કરી લેખિત રજૂઆત..

    News Continuous Bureau | Mumbai

    Dhaval Patel Ashwini Vaishnaw Valsad : વલસાડ જિલ્લામાં વિવિધ રેલવે સ્ટેશનો ઉપર પેસેન્જરોના હિતમાં વિવિધ ટ્રેનોના સ્ટોપેજ અંગેની મળી રહેલી સતત રજૂઆતોના પગલે અને જિલ્લાના તમામ રેલવે સ્ટેશનો ઉપર જરૂરી સુવિધાઓની લોકરજૂઆતોને પગલે લોકસભાના દંડક વલસાડ/ડાંગના સાંસદ ધવલ પટેલે ( Dhaval Patel ) કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને વલસાડ વંદે ભારત ટ્રેન, શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવા તેમજ બીજી અન્ય જરૂરી ટ્રેનોના સ્ટોપેજ ( Train Stoppage ) સંદર્ભે, માતા વૈષ્ણોદેવી કટરા માટે વલસાડથી નવી ટ્રેન શરૂ કરવા સહિત અનેકવિધ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે રૂબરૂ મળી વિસ્તારપૂર્વક લેખિત રજૂઆત કરી છે  

    આ સમાચાર પણ વાંચો :  IDPD Gujarat: ગુજરાતમાં ‘આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ’ની ઉજવણી, દિવ્યાંગજનોને આ ઉપયોગી વિવિધ સાધનોનું કરવામાં આવ્યું વિતરણ..

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

     

  • Union Minister CR Patil:કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

    Union Minister CR Patil:કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં રેઈન વોટર હાર્વેસ્ટીંગનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

     News Continuous Bureau | Mumbai 

    • વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએઃ મંત્રી સી.આર.પાટીલ
    • વરસાદી પાણીના ટીપે ટીપાનો મહત્તમ સંગ્રહ કરવાનો અનુરોધ કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી
    • સમગ્ર ગુજરાતમાં બંધ પડેલા ૧૪૮૦૦ બોરને રિચાર્જ કરવાનું આયોજન છેઃ વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ
    • આગામી તા.૬ઠ્ઠી સપ્ટે.ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત ખાતે રેઈન વોટર હાર્વેસ્ટીંગ જાગૃતિનો કાર્યક્રમ યોજાશે
    • દક્ષિણ ગુજરાતના સુરત સહિતના ચાર જિલ્લાના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સહિતના પદાધિકારી-અધિકારીઓ જોડાયા

    Union Minister CR Patil:કેન્દ્રીય જળશકિત મંત્રીશ્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના મંત્રીઓ, પદાધિકારી-અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય જળ મિશન હેઠળ ‘કેચ ધ રેઈન’, રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil


    મેરિડીયન હોટલ ખાતે જળશકિત મંત્રાલયના નેજા હેઠળ આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીશ્રીએ સૌને સાથે મળીને વરસાદરૂપી અમૃતના એક એક ટીપાને જમીનમાં સગ્રહ કરવા માટેના ભગીરથ કાર્યમાં જોડાવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘કેચ ધ રેઈન’ના ધ્યેય સાથે જનભાગીદારીથી વરસાદના પાણીને ભૂગર્ભમાં ઉતારવાના સામૂહિક કાર્યનો આરંભ થઈ ચૂકયો છે. આપણા ઘર, મહોલ્લા, ગામ, શેરીઓ સુધી આ અભિયાનને લઈ જવાની હાંકલ કરતા તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાતમાં રાજયનું ૬૫ ટકા પાણી રહેલું છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ૨૦ નદીઓને જોડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સાથે મળીને ભૂગર્ભ જળસંગ્રહના હેતુ સાથે ૨૪,૮૦૦ બોર કરવા જઈ રહ્યા છીએ. જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil

    આ સમાચાર પણ વાંચો:Raas Garba:જિલ્લાકક્ષા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લેવાની સુવર્ણ તક

    વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપવાનું આહ્વાન કરતા તેમણે કહ્યું કે, સમગ્ર વિશ્વની ૧૮ ટકા વસ્તી અને પશુધન ભારતમાં છે, જયારે પાણી માત્ર ચાર ટકા છે. આ ચાર ટકા પાણીનું વ્યવસ્થિત પ્લાનીંગ કરીશું તો ભવિષ્યમાં પાણીની સમસ્યા નહી રહે. પહેલાના સમયમાં લોકો પાણીની પરબ બંધાવતા હતા, જેથી તેનું ધાર્મિક મહત્વ પણ રહેલું છે. આગામી તા.૬ઠ્ઠીએ રેઈન વોટર હાર્વેસ્ટીંગ અંગેનો કાર્યક્રમ વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરતના આંગણે થનાર છે, જેમાં પણ મોટી સંખ્યામાં સૌને હાજર રહેવાનો અનુરોધ કર્યો હતો.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil

    આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી મુકેશભાઈ પટેલે વોટર રિચાર્જીંગના કાર્યને સૌ સાથે મળીને જનઆંદોલનરૂપે ઉપાડવાનો અનુરોધ કર્યો હતો. તાજેતરમાં ઓલપાડના દેલાડમાં ૧૩૬ બોર કરાયા હોવાનું જણાવી ઉમેર્યું કે, અગાઉ આ ગામમાં ટીડીએસનું પ્રમાણ ૧૧૦૦થી ૧૨૦૦ હતું, જ્યાં બોર કર્યા બાદ ઘટીને ૬૦૦ ટીડીએસ જેટલું થયું હોવાનું તેમજ સમગ્ર ગુજરાતમાં ૧૪૮૦૦ બોર બંધ પડેલા છે, જેમાંથી ૧૦ હજાર બોરને રિચાર્જ કરવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil

    આ સમાચાર પણ વાંચો:Prime Minister:પ્રધાનમંત્રી 31 ઓગસ્ટનાં રોજ ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે

    આ પ્રસંગે મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, રેઈન વોટર હાર્વેસ્ટીંગ વધુમાં વધુ લોકો સામેલ થાય તે માટે પાલિકા દ્વારા જનભાગીદારીની પોલિસી બનાવી હતી, જેમાં ૭૦ ટકા સરકાર, ૨૦ ટકા પદાધિકારીઓની ગ્રાંટ તથા ૧૦ ટકા પાલિકાના સ્વ-ભંડોળમાંથી આપવામાં આવે છે. આગામી સમયમાં દરેક ઝોન-વોર્ડ કક્ષાએ જનજાગૃતિ લાવીને સોસાયટીઓમાં, ઘરોમાં લોકો મહત્તમ વોટર રિચાર્જના કાર્યમાં જોડાય તે માટે કાર્યક્રમો કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ ઉપરાંત ૨૦૩૮ જેટલી સરકારી પ્રિમાઈસીસમાં રેઈન વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે. એક થી દોઢ લાખના ખર્ચે કરોડો લિટર પાણીનો જથ્થો જમીનમાં સગ્રહ થાય તે માટેની જુદી જુદી ડિઝાઈન પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવી છે.

    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil
    Public awareness program on rain water harvesting was held under the chairmanship of Union Water Minister CR Patil

    જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીએ આગામી સમયમાં સુરત જિલ્લામાં ૨૦૩૧ જેટલા રેઈન વોટર હાર્વેસ્ટીંગના કાર્યો હાથ ધરવામાં આવનાર છે એમ જણાવી ગામ, તાલુકા પંચાયતો સ્વ-ભંડોળમાંથી ઈન્ડસ્ટ્રીઝના સહકારથી જનભાગીદારી સાથે વધુમાં વધુ પાણીને સંગ્રહિત કરવા, વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી.
    આ અવસરે નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વ શ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા, ધવલ પટેલ, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, દ.ગુજરાતના સુરત સહિત નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લાના ધારાસભ્યો, કલેકટરશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં જનજાગૃતિ સેમિનારમાં ઉપસ્થિત રહ્યા હતા.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • Gujarat Rain: ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો વધુ વરસાદ

    Gujarat Rain: ગુજરાતમાં ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ખાબક્યો વધુ વરસાદ

    News Continuous Bureau | Mumbai

    Gujarat Rain: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી ( Navsari ) અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ  તાલુકામાં નવ ઇંચ જ્યારે વલસાડ ( Valsad ) જિલ્લાના ધરમપુર અને વલસાડ તાલુકામાં સાત – સાત ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાના ડાંગ – આહવા તાલુકા, વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા અને નવસારી જિલ્લાના ચિખલી અને વાંસદા મળીને કુલ ચાર તાલુકામાં છ – છ ઇંચ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.     

               આ ઉપરાંત વઘઈ અને પારડી તાલુકામાં પાંચ – પાંચ ઇંચ, જ્યારે વાપી, સુબીર અને ડોલવણ મળીને કુલ ત્રણ તાલુકામાં ચાર –ચાર ઇંચ, તથા ઉમરગામ, તિલકવાડા, અને ગણદેવી મળીને કુલ ત્રણ તાલુકામાં બે –બે ઇંચ વરસાદ ( Heavy Rain ) નોંધાયો છે.

    આ સમાચાર પણ વાંચો: Sardar Sarovar Dam: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૬૦ ટકાથી વધુ જળ સંગ્રહ

               ગુજરાતના ( Gujarat  ) સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- ગાંધીનગર ( State Emergency Operation Center- Gandhinagar ) દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૦૫ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૭ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૮૬ ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતમાં ૮૧ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૭ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત,  ઉત્તર ગુજરાતમાં ૫૦ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૮ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.