News Continuous Bureau | Mumbai
- દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ અને પર્યાવરણના જતન કરી શકીએ છીએ : – સાંસદ મુકેશભાઈ દલાલ
- શાળાના કમ્પાઉન્ડમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરાયું
Van Mahotsav: સુરત શહેરના વેસુ પ્રાથમિક શાળા ખાતે સામાજિક વનીકરણ વિભાગ,સુરત અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દ્વારા ‘એક પેડ મા કે નામ’ અભિયાનની થીમ સાથે ૭૫મા મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી સુરત સાંસદ મુકેશભાઈ દલાલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.
વેસુ પ્રાથમિક શાળા ખાતે આયોજિત વન મહોત્સવ કાર્યક્રમમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકામાં છેલ્લા ૧૫ વર્ષથી વન મહોત્સવની ઉજવણી કરે છે. સુરતે ડાયમંડ અને ટેક્સટાઇલની ઓળખ સાથે સ્વચ્છ અને હરિયાળું સુરત તરીકે ઓળખાય છે.

આ સમાચાર પણ વાંચો:Gujarat Rainfall Alert:ગુજરાતમાં હજુ છ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ આગાહી
વધુમાં તેમણે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં જોડાઈને શહેરને હરિયાળું બનાવવામાં યોગદાન આપીએ. તેમણે કહ્યું કે, આજે વિશ્વ ભરમાં ગ્લોબલ વોર્મિંગની સમસ્યા જોવા મળી રહી છે ત્યારે આપણે સૌ પોતાના ઘર આંગણે, મહોલ્લા કે પડતર જગ્યાઓમાં દર વર્ષે એક વૃક્ષનું વાવેતર કરી ગ્લોબલ વોર્મિંગ સામે રક્ષણ અને પર્યાવરણના જતન કરવાનો અનુરોધ કર્યો હતો.
સુરતના મેયરશ્રી દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત સૂરત શહેરમાં દરેક વ્યક્તિ વૃક્ષ વાવી ગ્લોબલ વોર્મિંગ સામે લડી શકાય છે. આ અભિયાનમાં શાળાના દરેક બાળકોને પોતાની માતા સાથે એક વૃક્ષ વાવવાં અપીલ કરી હતી. સાથે ઉપસ્થિત સૌને પોતાના ઘરમાં લાકડાના ફર્નિચર વાપરીએ છીએ ત્યારે દરેક એક-એક વૃક્ષ વાવી તેનું ઋણ અદા કરવા તેમણે જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો:DMK MP: ઓત્તારી, આ પાર્ટીના સાંસદને થયો 900 કરોડ નો દંડ
આ પ્રસંગે સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તાએ જણાવ્યું કે, ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણીમાંથી પ્રેરણા લઈને અન્ય રાજ્યોમાં પણ વન મહોત્સવની ઉજવણી કરી રહ્યા છે. પર્યાવરણના જતન અને ગ્લોબલ વોર્મિંગ માટે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. જો આપણે વૃક્ષો વાવીએ અને સાથે જૂના વૃક્ષોનું જતન કરવું જોઈએ. પર્યાવરણના જતન માટે દર વર્ષે સુરત શહેરમાં વન વિભાગ દ્વારા વર્ષે ૪૦ લાખ અને મહાનગરપાલિકા દ્વારા ૧૦ લાખ રોપાનું વિતરણ કરવામાં આવે છે.
કાર્યક્રમમાં નાટક થકી પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સાથે મહાનુભાવોના હસ્તે શાળાના બાળકોને છોડ વિતરણ અને શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરાયું હતું.
આ પ્રસંગે ડે.મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, સુરત મ્યુ. કમિશનર સાલિની અગ્રવાલ, નાયબ વન સંરક્ષકશ્રી આનંદ કુમાર, ડે.કમિશનર કમલેશ નાયક, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ, કોર્પોરેટરો, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.


