Tag: vapi

  • Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

    News Continuous Bureau | Mumbai 

    Ahmedabad to Bandra: પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:-

    * ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)

    ટ્રેન નં. 09462 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 24 જાન્યુઆરી, 2025, શુક્રવારના રોજ અમદાવાદથી 20.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09461 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 13:45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

    આ સમાચાર પણ વાંચો : Road Under Bridge: માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

    આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.

    ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૫ થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • DRI: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ જીઆઇડીસી વાપી, ગુજરાત ખાતે નાર્કોટિક્સના ઉત્પાદન સાથે સંકળાયેલી અન્ય એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો.

    DRI: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ જીઆઇડીસી વાપી, ગુજરાત ખાતે નાર્કોટિક્સના ઉત્પાદન સાથે સંકળાયેલી અન્ય એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો.

    News Continuous Bureau | Mumbai

    DRI: ડીઆરઆઈ દ્વારા પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ મુંબઈ, અમદાવાદ, સુરત અને વાપીની ( Vapi ) ટીમોએ રવિવાર, 05-11-2023ના રોજ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) ( NDPS ) એક્ટ, 1985 હેઠળ ગુજરાતના ( Gujarat ) વલસાડ ( Valsad ) જિલ્લાના જીઆઇડીસી વાપીમાં વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

    જીઆઇડીસી વાપીમાં મેફેડ્રોનના ( Mephedrone ) ગેરકાયદે ઉત્પાદન ( illegal production ) સાથે સંકળાયેલ મેસર્સ પ્રાઇમ પોલિમર ઇન્ડસ્ટ્રીઝ નામથી સ્થપાયેલી ફેક્ટરી મળી આવી હતી. સુરત અને વલસાડની ફોરેન્સિક્સ સાયન્સ લેબની ટીમે ફેક્ટરીમાં મળી આવેલા શંકાસ્પદ માદક દ્રવ્યોમાં મેફેડ્રોનની હાજરીની પુષ્ટિ કરી હતી. ફેક્ટરીમાંથી લિક્વિડ ફોર્મમાં કુલ ૧૨૧.૭૫ કિલો મેફેડ્રોન મળી આવ્યું હતું. વધુમાં એક આરોપીના રહેણાંક પરિસરની તલાશી લેતા અંદાજે રૂ.18 લાખની ભારતીય કરન્સી મળી આવી હતી.

    Directorate of Revenue Intelligence (DRI) has busted another factory involved in the production of narcotics at GIDC Vapi, Gujarat.
    Directorate of Revenue Intelligence (DRI) has busted another factory involved in the production of narcotics at GIDC Vapi, Gujarat.

    આ નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થોનું ગેરકાયદેસર બજાર મૂલ્ય રૂ. ૧૮૦ કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. એનડીપીએસ એક્ટ, 1985ની સંબંધિત જોગવાઇઓ હેઠળ રોકડ રકમ સાથે મળી આવેલા તમામ પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : International Film Festival of India: 54મો ભારતીય આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ગોવામાં 20થી 28 નવેમ્બર સુધી યોજાશે

    એનડીપીએસ એક્ટ, 1985ની જોગવાઈઓ હેઠળ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં વધુ તપાસ પ્રગતિ હેઠળ છે.

    Directorate of Revenue Intelligence (DRI) has busted another factory involved in the production of narcotics at GIDC Vapi, Gujarat.
    Directorate of Revenue Intelligence (DRI) has busted another factory involved in the production of narcotics at GIDC Vapi, Gujarat.

    બે અઠવાડિયા પહેલા ડીઆરઆઈએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરમાં એક કેમિકલ યુનિટમાં મેફેડ્રોનના ઉત્પાદન સાથે સંકળાયેલી સિન્ડિકેટનો વિસ્ફોટ કર્યો હતો. આ ઓપરેશનને પરિણામે 400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા હતા અને મેફેડ્રોનના ઉત્પાદનમાં છૂપી રીતે સંકળાયેલી આવી 2 લેબ્સ શોધી કાઢવામાં આવી હતી. ડીઆરઆઈ દ્વારા આ પ્રકારની બેક ટુ બેક કામગીરીએ કૃત્રિમ દવાઓના વધતા જતા ઉપયોગ અને આ દવાઓના ઉત્પાદનમાં ઔદ્યોગિક એકમોના દુરૂપયોગ પર પ્રકાશ પાડ્યો હતો.

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

  • વાપીમાં ફાયર હેરકટિંગ કરાવતા યુવક દાઝી ગયો, વાળ ભડકે બળવા લાગતાં યુવક ચીસો પાડી ભાગ્યો. જુઓ વિડીયો

    વાપીમાં ફાયર હેરકટિંગ કરાવતા યુવક દાઝી ગયો, વાળ ભડકે બળવા લાગતાં યુવક ચીસો પાડી ભાગ્યો. જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    વાપી ખાતે સલૂનમાં એક યુવક વાળ કપાવવા ગયો હતો. આ સલુનમાં કાતરના બદલે જ્વલનશીલ કેમિકલથી સળગાવી વાળ કાપવામાં આવી રહ્યા હતા. જ્યારે યુવકના વાળ કાપવાની શરુઆત કરવામાં આવી ત્યારે વાળમાં આગ લાગી જતાં તે આગ યુવકના માથાના ભાગમાં આગ લાગી ગઈ હતી, જેથી યુવક દાઝી ગયો હતો. યુવકના વાળ ભડકે બળવા લાગતાં તે ચીસો પાડીને દુકાનની બહાર ભાગવા લાગ્યો હતો,જઓ વિડીયો

     

     

  • એકલવાયા રહેવાનું પરિણામ – વાપીમાં બલીઠા ખાતે 3 માસ પછી મળવા ગયેલા દોહિત્રને નાનીનું હાડપિંજર મળ્યું.

    એકલવાયા રહેવાનું પરિણામ – વાપીમાં બલીઠા ખાતે 3 માસ પછી મળવા ગયેલા દોહિત્રને નાનીનું હાડપિંજર મળ્યું.

    News Continuous Bureau | Mumbai

    વાપી બલીઠા(Vapi Balitha) ખાતે ભૂતિયુ ફળિયામાં(Bhutiu Phalia) રહેતી 70 વર્ષીય વૃદ્ધાને 3 માસ બાદ મળવા ગયેલા દોહિત્રને(Dohitra) માત્ર હાડપિંજર(skeleton) મળ્યું હતું. નાનપણથી જ 62 ગુંઠા જંગલ જેવી જગ્યામાં એકલી રહેતી આ વૃદ્ધા મોતને ભેંટતા ટાઉન પોલીસે(Town Police) સ્થળ નિરીક્ષણ કરી મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. 

    વાપી બલીઠા ખાતે નીમ્બુસ કંપનીની(Nimbus Company) પાછળ આવેલ ભૂતિયુ ફળિયામાં રહેતા 70 વર્ષીય રેખાબેન ગોપાળભાઇ નાયકા(Rekhaben Gopalbhai nayak) વર્ષોથી એકલા રહેતા હતા. રવિવારે સવારે તેમના દોહિત્ર જીતુભાઇ નાયકા (Jeetubhai Nayaka) રહે.ચલા ત્રણ માસ બાદ તેમને મળવા જતા ઘરનો દરવાજો ખુલ્લી હાલતમાં મળ્યા બાદ અંદર પ્રવેશતા નાની માની જગ્યાએ માત્ર હાડપિંજર મળ્યું હતું. જેથી તાત્કાલિક બનાવ અંગે ટાઉન પોલીસને જાણ કરાઇ હતી. વાપી ટાઉન પોલીસના પીઆઇ બી. જે. સરવૈયા તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને એફએસએલની ટીમને જાણ કરી મોત પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરાઇ હતી. 

    ગીરમાં સિંહ દર્શન શરૂ થતા પ્રથમ દિવસે જ આફ્રીકા જેવો સીન સર્જાયો – રૂટ નંબર ત્રણ પર જીપ્સી વચ્ચે ત્રણ સાવજો ની લટાર

    જોકે આ હાડપિંજર વૃદ્ધાનું જ છે કે કેમ તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. વાપી નાયકવાડમાં રહેતા એક સંબંધીએ જણાવ્યું હતું કે, રેખાબેને લગ્ન કર્યા ન હતા અને નાનપણથી મા-બાપની જગ્યામાં તેઓ રહેતા હતા. છેલ્લે 15 જુલાઇએ તેઓ નાનીને મળ્યા હતા. તે દિવસે તેમણે નાની સાથે નાસ્તો પણ કર્યો હતો. જે બાદથી તેઓ નાનીને મળવા ગયા ન હતા. 

    રેખાબેન 70 વર્ષની ઉંમરે પણ પોતે જ ખાવાનું બનાવતી અને ઘરનું કામ કરતી હતી. સંબંધીઓ તેમને દર 6 મહિને કે વર્ષે રાશન ભરાવી આપતા હતા. નાનપણથી જ પ્યોર વેજીટેરિયન હોવાથી તે સંબંધીઓના ઘરે જતી કે જમતી પણ ન હતી. કોઈ માંદગીના કારણે મોત થવાનું મનાઈ રહ્યું છે. મૃતક રેખાબેને 2 સસલા અને મરઘા પાળી રાખ્યા હતા. જોકે ત્રણ માસ બાદ સંબંધીઓને હાડપિંજર મળ્યા બાદ ઘર તેમજ આજુબાજુના જંગલ વિસ્તારમાં તપાસ કરતા સસલા અને મરઘા મળ્યા ન હતા. જે વૃદ્ધાના મોત બાદ ત્યાંથી પોતે જ નીકળી ગયા હશે તેવું અનુમાન પરિજનો લગાવી રહ્યા છે.

    આ સમાચાર પણ વાંચો:  પૂના શહેર આખેઆખુ પાણી-પાણી -જોરદાર વરસાદે શહેરની હાલત ખરાબ કરી -જુઓ ફોટો અને વિડીયો