ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 11 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર લગભગ ઓસરી ગઈ છે પણ ખતરો હજુ યથાવત છે.
રાજ્યમાં આજે ઓમીક્રોન વરિયન્ટના 121 નવા કેસ નોંધાયા છે.
આ તમામ કેસ નાગપુરમાં 82, વર્ધામાં 15, પુણેમાં 9, સિંધુદુર્ગ 8, ધુળેમાં 2, લાતુરમાં 2, અમરાવતીમાં 2. યમતમાળમાં 2 નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમીક્રોનના 3455 દર્દીઓ નોંધાયા છે જ્યારે 2291 દર્દીઓ સાજા થયા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 8081 લોકોનો ઓમેક્રોન ટેસ્ટ કરવામાં આવ્યો છે અને 7179ના રિપોર્ટ આવ્યા છે. 902 સેમ્પલના રિપોર્ટ હજુ બાકી છે.
