Tag: vicky kaushal

  • Love And War: રણબીર-વિક્કી કૌશલ એરફોર્સ યુનિફોર્મમાં, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ની તસવીરોએ મચાવી ધૂમ

    Love And War: રણબીર-વિક્કી કૌશલ એરફોર્સ યુનિફોર્મમાં, સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર’ની તસવીરોએ મચાવી ધૂમ

    News Continuous Bureau | Mumbai

    Love And War: સંજય લીલા ભણસાલી ની અપકમિંગ ફિલ્મ ‘લવ એન્ડ વૉર’  ની શૂટિંગ ચાલુ છે. ફિલ્મમાં રણબીર કપૂર , વિક્કી કૌશલ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેને જોઈને ફેન્સમાં ઉત્સાહ છવાયો છે.

    આ સમાચાર પણ વાંચો : Kajol-Twinkle: કાજોલ અને ટ્વિંકલ ખન્નાની ‘લગ્ન-ચીટિંગ’ પરની કમેન્ટથી હોબાળો,બંને એ આપી સ્પષ્ટતા

    એરફોર્સ લુકમાં રણબીર અને વિક્કી

    લીક થયેલી તસવીરોમાં રણબીર કપૂર અને વિક્કી કૌશલ એરફોર્સની નીલી યુનિફોર્મમાં દેખાઈ રહ્યા છે. બંને ફાઇટર જેટ ની બાજુમાં ઉભા છે, જે દર્શાવે છે કે ફિલ્મમાં તેઓ એરફોર્સ પાઇલટનો રોલ નિભાવશે.આ પહેલા પણ ‘લવ એન્ડ વૉર’ના સેટ પરથી રણબીર અને આલિયાની તસવીરો લીક થઈ હતી. એક તસવીરમાં રણબીર સફેદ શર્ટ અને ટ્રાઉઝરમાં હતા, જ્યારે બીજી તસવીરમાં તેઓ આર્મી ડ્રેસમાં દેખાયા હતા. આલિયા ભટ્ટ સાડીમાં નજર આવી હતી અને તસવીરોમાં સંજય લીલા ભણસાલી પણ હતા.

    ‘લવ એન્ડ વૉર’માં લવ ટ્રાયએંગલ બતાવવામાં આવશે, જેમાં આલિયા ભટ્ટને લઈને રણબીર અને વિક્કી વચ્ચે ટક્કર જોવા મળશે. આ ફિલ્મ 2026માં રિલીઝ થવાની છે અને ભણસાલી પ્રોડક્શન હેઠળ બની રહી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?

    Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?

    News Continuous Bureau | Mumbai

    Two Much With Kajol And Twinkle: બોલીવૂડ અભિનેત્રી કાજોલ હાલમાં પોતાના ટોક શો ‘ટૂ મચ વિથ કાજોલ એન્ડ ટ્વિંકલ’ ને લઈને ચર્ચામાં છે. શોના તાજા એપિસોડમાં કાજોલે લગ્ન  અંગે એવો મત વ્યક્ત કર્યો કે સૌ કોઈ ચોંકી ગયા. તેમણે કહ્યું કે લગ્નમાં એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ નો વિકલ્પ હોવો જોઈએ. આ નિવેદન પર ટ્વિંકલ ખન્ના એ મજાકમાં કહ્યું: “આ લગ્ન છે, વોશિંગ મશીન નહીં!”

    આ સમાચાર પણ વાંચો : Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ

     કાજોલનો મત: “સાચા વ્યક્તિની ગેરંટી નથી”

    કાજોલે પોતાના નિર્ણય પર સ્પષ્ટતા કરતાં કહ્યું: “મને લાગે છે કે આ જરૂરી છે. શું ગેરંટી છે કે તમે સાચા સમયે સાચા વ્યક્તિ સાથે લગ્ન કરશો? જો એક્સપાયરી ડેટ હશે તો કોઈને લાંબા સમય સુધી મુશ્કેલી નહીં પડે.” તેમણે ટ્વિંકલને પણ ગ્રીન ઝોનમાં આવવા મનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્વિંકલ પોતાના મત પર અડગ રહી.આ જ સેગમેન્ટમાં બીજો પ્રશ્ન હતો: “શું પૈસાથી ખુશી ખરીદી શકાય?” આ વખતે ટ્વિંકલ ખન્ના અને વિક્કી કૌશલ એ હા કહીને ગ્રીન ઝોન પસંદ કર્યો. જ્યારે કાજોલે અસહમતિ દર્શાવી અને કહ્યું કે પૈસા ઘણીવાર સાચી ખુશીથી દૂર લઈ જાય છે. કૃતિ સેનન એ થોડું વિચાર્યા બાદ સ્વીકાર્યું કે પૈસાથી થોડી ખુશી ખરીદી શકાય છે.

    View this post on Instagram

    A post shared by Viral Bhayani (@viralbhayani)

    ગેમ બાદ ટ્વિંકલ ખન્નાએ મજાકમાં કહ્યું કે “સૌથી સારા મિત્રો એકબીજાના એક્સને ડેટ ન કરે.” ત્યારબાદ તેમણે કાજોલને ગળે લગાવીને કહ્યું: “અમારો એક કોમન એક્સ છે, પરંતુ અમે કહી શકતા નથી.” આ સાંભળીને કાજોલ હસવા લાગી અને ટ્વિંકલને ચુપ રહેવા કહ્યું.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન

    Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન

    News Continuous Bureau | Mumbai

    Katrina Kaif બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલના ઘરે નાના મહેમાન નું આગમન થયું છે. કેટરિનાએ પુત્રને જન્મ આપ્યો છે, જેના કારણે વિકી કૌશલના ઘરમાં ખુશીનો માહોલ છે. ચાહકોની સાથે વિકી કૌશલ પણ બાળકના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. પિતા બનવાની આ ખુશી તેમણે પોતાના ફેન્સ સાથે શેર કરી છે અને જણાવ્યું છે કે તેમના ઘરે પુત્રનો જન્મ થયો છે.

    વિકી કૌશલે શેર કરી ખુશીની પોસ્ટ

    વિકી કૌશલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટને શેર કરતા તેમણે લખ્યું, “બ્લેસ્ડ”. અમારી ખુશીઓનું બંડલ આવી ગયું છે. પુષ્કળ પ્રેમ અને આશીર્વાદ સાથે અમે પુત્રનું સ્વાગત કર્યું છે. ૭ નવેમ્બર ૨૦૨૫. કેટરિના અને વિકી. આ પોસ્ટને થોડી જ મિનિટોમાં લાખો ફેન્સે લાઇક કરી છે અને અભિનંદન આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.

    View this post on Instagram

    A post shared by Vicky Kaushal (@vickykaushal09)

    સેલેબ્સ દ્વારા અભિનંદનનો વરસાદ

    વિકી કૌશલની આ પોસ્ટ પર સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક વ્યક્તિ આ કપલને માતા-પિતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. કરીના કપૂરે લખ્યું, “કેટ બોય મમ્મા ક્લબમાં તમારું સ્વાગત છે. તમારા અને વિકી માટે ખૂબ ખુશ છું.” આયુષ્માન ખુરાનાએ લખ્યું, “બેસ્ટ ન્યૂઝ. મુબારક હો.” પ્રિયંકા ચોપરાએ લખ્યું, “ખૂબ ખુશ છું. મુબારક હો.” એક ચાહકે લખ્યું, “આ તો નંબર ૭ છે, પોતાના મમ્મા અને પાપાની જેમ.” બોલિવૂડના તમામ મિત્રો અને ચાહકોએ નવા માતા-પિતાને ખૂબ પ્રેમ અને આશીર્વાદ મોકલ્યા છે.

    આ સમાચાર પણ વાંચો : Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?

    ડિસેમ્બર ૨૦૨૧માં થયા હતા લગ્ન

    તમને જણાવી દઈએ કે વિકી કૌશલ અને કેટરિના કૈફે આ જ વર્ષે સપ્ટેમ્બર ૨૦૨૫માં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. કેટરિના કૈફે બેબી બમ્પ ફ્લોન્ટ કરતા ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, “અમે અમારા જીવનનો સૌથી સારું ચેપ્ટર ખુશી અને આભારથી ભરેલા દિલ સાથે શરૂ કરવા જઈ રહ્યા છીએ.” કેટરિના કૈફ અને વિકી કૌશલ પહેલીવાર માતા-પિતા બન્યા છે. તેમણે વર્ષ ૨૦૨૧ના ડિસેમ્બરમાં રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા.

  • Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે

    Vicky Kaushal: વિક્કી કૌશલનો ત્યાગ, આ પાત્ર ભજવવા છોડશે નોન-વેજ અને દારૂ, જાણો તે ફિલ્મ વિશે

    News Continuous Bureau | Mumbai

    Vicky Kaushal: બોલીવૂડ અભિનેતા વિક્કી કૌશલ આગામી ફિલ્મ ‘મહાવતાર’માં ભગવાન પરશુરામ ની ભૂમિકા નિભાવશે. આ પાત્ર માટે તેને નોન-વેજ અને દારૂ છોડવાનો નિર્ણય કર્યો છે. ડિરેક્ટર અમર કૌશિક પણ આ ત્યાગમાં તેની સાથે છે. બંને 2026ના અંત સુધીમાં ફિલ્મ નું શૂટિંગ શરૂ કરશે.

    આ સમાચાર પણ વાંચો : Bahubali: The Epic OTT Release: થિયેટરો માં ધૂમ મચાવી રહેલી બાહુબલી ધ એપિક ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું મોટું અપડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો પ્રભાસ ની ફિલ્મ

    ‘મહાવતાર’ માટે ખાસ તૈયારી

    ‘મહાવતાર’ એક આધ્યાત્મિક અને વિઝ્યુઅલ રીતે ભવ્ય ફિલ્મ હશે, જેમાં VFXનો ભારે ઉપયોગ થશે. વિક્કી અને અમર કૌશિકે નક્કી કર્યું છે કે તેઓ આ પાત્ર માટે સંપૂર્ણ સમર્પિત રહેશે. તેઓ 2026ના મધ્યમાં એક ભવ્ય પૂજા સાથે ફિલ્મની તૈયારી શરૂ કરશે. ફિલ્મ 2028માં રિલીઝ થવાની શક્યતા છે.

    View this post on Instagram

    A post shared by BollywoodNow (@bollywoodnow)

    વિક્કી કૌશલ માટે ‘મહાવતાર’ માત્ર એક ફિલ્મ નહીં, પણ એક આધ્યાત્મિક યાત્રા છે. તે ભગવાન પરશુરામના પાત્રને શ્રદ્ધા અને સમર્પણથી નિભાવવા માંગે છે. આ માટે તે પોતાની જીવનશૈલી બદલી રહ્યો છે, જે બોલીવૂડમાં એક અનોખું ઉદાહરણ છે.‘મહાવતાર’ માટે તે પોતાની ફૂડ હેબિટ બદલીને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવશે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Katrina Kaif Baby Shower: શું કેટરીના કૈફ એ કરી તેના બેબી શાવર ની ઉજવણી? ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે વિતાવી ખાસ પળો

    Katrina Kaif Baby Shower: શું કેટરીના કૈફ એ કરી તેના બેબી શાવર ની ઉજવણી? ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે વિતાવી ખાસ પળો

    News Continuous Bureau | Mumbai

    Katrina Kaif Baby Shower: બોલીવૂડના લોકપ્રિય કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલ તેમના પ્રથમ સંતાનના આગમનની રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ 6 ઓક્ટોબર, 2025ના રોજ કૌશલ હાઉસમાં કેટરીનાના બેબી શાવર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફંક્શન ખૂબ જ ઇન્ટિમેટ અને ખાસ મહેમાનોની હાજરીમાં ઉજવાયું હતું. કેટરીના હાલમાં ત્રીજા ત્રિમાસિકમાં છે અને ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ડિલિવરીની શક્યતા છે.

    આ સમાચાર પણ વાંચો : Alisha Chinai: અલીશા ચિનોય એ યશરાજ ફિલ્મ્સ પર લગાવ્યો આવો આરોપ, કજરારે ગીત સાથે જોડાયેલો છે મામલો

    ફેમિલી અને ક્લોઝ ફ્રેન્ડ્સની હાજરી

    રિપોર્ટ મુજબ આ ખાસ પ્રસંગે કેટરીના અને વિકીના પરિવારજનો અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. વિકીના ભાઈ સન્ની કૌશલે પણ ખુશી વ્યક્ત કરી હતી કે તે “ફન ચાચુ” બનવા માટે તૈયાર છે.રિપોર્ટ મુજબ આ બેબી શાવર માટે ખાસ શેફ શિલાર્ના વાઝે ને બોલાવવામાં આવ્યા હતા, જેમણે મહેમાનો માટે ખાસ વાનગીઓ તૈયાર કરી. શેફે પોતાના સોશિયલ મીડિયા પર પણ સંકેત આપ્યો હતો કે તેઓ કેટરીનાના બેબી શાવર માટે કેટરિંગ કરી રહ્યા છે.

    View this post on Instagram

    A post shared by BollywoodNow (@bollywoodnow)

    મીડિયા રિપોર્ટ મુજબ કેટરીનાએ આ પ્રસંગે લાઈટ પિંક કલરના ડ્રેસમાં હાજરી આપી હતી, જેમાં તેનો પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ફોટોઝ અને વીડિયો હજુ સુધી જાહેર થયા નથી, પણ ફેન્સ તેમના મેટરનિટી લુક  જોવા માટે ઉત્સુક છે

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Ranbir Kapoor or Vicky Kaushal: ‘રણબીર-વિકી વચ્ચે લવ ટ્રાયેન્ગલ! આલિયાની આગામી ફિલ્મમાં કોણ મારશે બાજી?

    Ranbir Kapoor or Vicky Kaushal: ‘રણબીર-વિકી વચ્ચે લવ ટ્રાયેન્ગલ! આલિયાની આગામી ફિલ્મમાં કોણ મારશે બાજી?

    News Continuous Bureau | Mumbai 

    Ranbir Kapoor or Vicky Kaushal: બોલિવૂડ નો લોકપ્રિય ડાયરેક્ટર કરણ જોહર પોતાની આગામી ફિલ્મ માટે તૈયાર છે, જેમાં લીડ અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટ ફાઈનલ થઈ ગઈ છે. પરંતુ હવે ચર્ચા છે કે આલિયા સામે લીડ એક્ટર તરીકે કોણ હશે – રણબીર કપૂર  કે વિકી કૌશલ ? બંને એક્ટર્સને ફિલ્મ માટે અપ્રોચ કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં ફાઈનલ નિર્ણય લેવાશે

    આ સમાચાર પણ વાંચો : Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2: મિહિર-તુલસીના સંબંધમાં તણાવ લાવતી નોયના ની એન્ટ્રીથી ફેન્સ નારાજ, સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે એકતા કપૂર ની સિરિયલ

    ‘લવ એન્ડ વોર’ પછી ફરી એકવાર ટક્કર

    સંજય લીલા ભણસાલી ની આગામી ફિલ્મ લવ એન્ડ વોર માં રણબીર, વિકી અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. હવે કરણ જોહરની નવી ફિલ્મ માટે પણ બંને એક્ટર્સ વચ્ચે ટક્કર છે. આલિયા અને રણબીર અગાઉ બ્રહ્માસ્ત્ર માં સાથે જોવા મળ્યા હતા, જ્યારે વિકી સાથે તેણે રાઝી અને હવે લવ એન્ડ વોર માં કામ કર્યું છે.સોશિયલ મીડિયા પર ફેન્સે ચર્ચા શરૂ કરી દીધી છે કે આલિયા સાથે કોણ વધુ સારી જોડી બનાવશે –રણબીર કે વિકી? બંનેની કેમેસ્ટ્રી અલગ છે અને બંને સાથેની ફિલ્મો હિટ રહી છે. હવે જોવું રહ્યું કે ધર્મ પ્રોડક્શન કઈ જોડી પસંદ કરે છે.

    આલિયા ભટ્ટ અને કરણ જોહર અગાઉ સ્ટુડન્ટ ઑફ ધ યર, રોકી ઔર રાની કી પ્રેમ કહાની જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. હવે આ નવી ફિલ્મ તેમની ત્રીજી ફિલ્મ હશે. ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર થયું નથી, પણ તે રોમાન્સ-ડ્રામા હોવાની શક્યતા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Katrina Kaif: કેટરીના કૈફ બનશે માતા, વિકી કૌશલે અનોખા અંદાજ માં કરી જાહેરાત

    Katrina Kaif: કેટરીના કૈફ બનશે માતા, વિકી કૌશલે અનોખા અંદાજ માં કરી જાહેરાત

    News Continuous Bureau | Mumbai

    Katrina Kaif લાંબા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે. આખરે બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલ કેટરીના કૈફ અને વિકી કૌશલે તેમના ચાહકોને ‘ગુડન્યૂઝ’ આપી છે. કેટરીના ગર્ભવતી છે અને ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. લગ્નના ચાર વર્ષ બાદ વિકી અને કેટરીના હવે માતા-પિતા બનવા જઈ રહ્યા છે, જેના કારણે તેમને ચાહકો અને સેલિબ્રિટીઝ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

    કેટરીનાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો

    કેટરીના કૈફ અને વિકી કૌશલે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સુંદર પોસ્ટ શેર કરી છે. આ ફોટોમાં કેટરીના સફેદ રંગના બોડીકોન ડ્રેસમાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. જ્યારે વિકી કૌશલ તેમની પત્નીના બેબી બમ્પને પકડીને પોઝ આપી રહ્યા છે. ફોટોમાં બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. કેટરીનાના ચહેરા પર માતા બનવાની ખુશી અને પ્રેગ્નન્સી ગ્લો સ્પષ્ટ જોઈ શકાય છે. પ્રેગ્નન્સી પોસ્ટની સાથે કપલે એક હૃદયસ્પર્શી કેપ્શન પણ લખ્યું છે: “ખુશી અને કૃતજ્ઞતા સાથે, અમે અમારા જીવનનો સૌથી સારો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ.”

    View this post on Instagram

    A post shared by Katrina Kaif (@katrinakaif)

    ચાહકો અને સેલિબ્રિટીઝ તરફથી અભિનંદન

    કેટરીના કૈફની પ્રેગ્નન્સીની જાહેરાત કરતી પોસ્ટ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. આ સારા સમાચાર સાંભળીને ચાહકો અને સેલિબ્રિટીઝ કપલ માટે ખૂબ ખુશ છે અને તેમને અભિનંદન આપી રહ્યા છે. કેટરીનાની પોસ્ટ પર જાહ્નવી કપૂરે પણ ખાસ અંદાજમાં કપલને અભિનંદન પાઠવ્યા છે. તમામ ચાહકો પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી કેટરીનાની પ્રેગ્નન્સીની ચર્ચા હતી અને હાલમાં જ અભિનેત્રીના બેબી બમ્પ સાથેની કેટલીક તસવીરો પણ વાયરલ થઈ હતી.

    આ સમાચાર પણ વાંચો : West Bengal: કોલકાતામાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ, આટલા લોકોના મોત; બે દિવસ માટે એલર્ટ જાહેર

    લગ્નના 4 વર્ષ પછી માતા-પિતા બનશે કેટરીના-વિકી

    કેટરીના અને વિકીના સંબંધની વાત કરીએ તો, ઘણા વર્ષોની ડેટિંગ પછી બંનેએ વર્ષ 2021માં ભવ્ય લગ્ન કરીને હંમેશા માટે એકબીજાનો હાથ પકડ્યો હતો. લગ્નના ચાર વર્ષ બાદ વિકી અને કેટરીના હવે 2 માંથી 3 થવા જઈ રહ્યા છે. તેમના જીવનમાં તેમના બાળકની એન્ટ્રી થવાની છે. આ નવા અધ્યાય માટે કેટરીના અને વિકીને ખૂબ ખૂબ અભિનંદન!

  • Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ

    Katrina Kaif: કેટરીના કૈફના પ્રેગ્નન્સી રુમર્સ એ પકડ્યું જોર, બેબી બંપ સાથેની તસવીર થઈ વાયરલ

    News Continuous Bureau | Mumbai

    Katrina Kaif: બોલીવૂડ સ્ટાર કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ ના પ્રથમ સંતાનના આગમનની ચર્ચા ફરીથી તેજ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર કેટરીનાની એક તસવીર વાયરલ થઈ છે જેમાં તે મરૂન ગાઉનમાં બેબી બંપ ફ્લોન્ટ કરતી નજરે પડે છે. જોકે, કપલે હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી

    આ સમાચાર પણ વાંચો : Mahavatar Narsimha OTT Release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર પણ ધમાલ કરવા આવી રહી છે મહાવતાર નરસિમ્હા, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ

    કેટરીનાની તસવીરથી ફેન્સમાં ઉત્સાહ

    સોશિયલ મીડિયા પર કેટરીના ની તસવીર વાયરલ થયા બાદ યુઝર્સે કેટરીનાને અભિનંદન આપ્યા. કેટલાકે લખ્યું કે “મારા અંદરના 14 વર્ષના ફેનની ચીસ નીકળી ગઈ” તો કેટલાકે કહ્યું કે “આ તો પ્રેગ્નન્ટ કરીનાની યાદ અપાવે છે.” જોકે, કેટલાક યુઝર્સે આ તસવીરને એડ શૂટ અથવા મેટરનિટી ફોટોશૂટનો ભાગ ગણાવ્યો છે.

    View this post on Instagram

    A post shared by India Forums (@indiaforums)

    મીડિયા ના સૂત્રો અનુસાર, કેટરીના કૈફ ઓક્ટોબર કે નવેમ્બર 2025માં માતા બનવાની શક્યતા છે. તે લાંબી મેટરનિટી બ્રેક લેવાની યોજના બનાવી રહી છે જેથી બાળકની સંભાળ સારી રીતે લઈ શકે. કેટરીનાએ છેલ્લા કેટલાક મહિનાઓથી પબ્લિક ઇવેન્ટ્સમાં હાજરી આપી નથી, જે પણ રુમર્સને વધુ બળ આપે છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો

    Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો

    News Continuous Bureau | Mumbai

    Katrina Kaif Pregnancy:  બોલીવૂડના લોકપ્રિય કપલ કેટરીના કૈફ અને વિક્કી કૌશલ તેમના પ્રથમ બાળકના આગમન માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ મુજબ, કેટરીના હાલ પ્રેગ્નન્ટ છે અને ઓક્ટોબર કે નવેમ્બર 2025માં ડિલિવરી થવાની શક્યતા છે. કપલએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પણ ઉદ્યોગના સૂત્રો દ્વારા આ માહિતી સામે આવી છે.

    આ સમાચાર પણ વાંચો : Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી

    લગ્ન ના ચાર વર્ષ બાદ માતા-પિતા બનશે

    કેટરીના અને વિક્કી 2021માં રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ દ્વારા લગ્ન બંધનમાં બંધાયા હતા. હવે ચાર વર્ષ બાદ તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. મીડિયા ના સૂત્રો અનુસાર, કેટરીના લાંબા મેટરનિટી બ્રેક  લેવાની યોજના બનાવી રહી છે જેથી પોતાનું ધ્યાન બાળક પર કેન્દ્રિત કરી શકે. કેટરીના કૈફની પ્રેગ્નન્સી અંગે અગાઉ પણ ઘણીવાર અફવાઓ આવી હતી, જેને વિક્કી કૌશલે નકારી હતી. પણ આ વખતે મીડિયા ના અહેવાલે આ વાતને પક્કી કરી છે કે કેટરીના ખરેખર પ્રેગ્નન્ટ છે. કપલ છેલ્લા કેટલાક સમયથી પબ્લિક ઇવેન્ટ્સથી દૂર છે, જેના કારણે ચાહકોમાં ઉત્સુકતા વધી છે.

    View this post on Instagram

    A post shared by Buzzzooka Scrolls (@buzzzookascrolls)

    કેટરીના અને વિક્કીના ચાહકો સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ આપી રહ્યા છે. “બેબી કૌશલ-કૈફ”   ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં ફેન્સ એડિટ્સ અને મ્યુઝિક સાથે પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. આ સમાચાર બોલીવૂડના ચાહકો માટે એક ખુશીની લહેર લઈને આવ્યા છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ

    Chhaava Shooting: ‘છાવા’ ના શૂટિંગ દરમિયાન વિકી કૌશલને થયો હતો આધ્યાત્મિક અનુભવ, બની હતી સંભાજી મહારાજ સાથે જોડાયેલી 2 અજીબ ઘટનાઓ

    News Continuous Bureau | Mumbai

    Chhaava Shooting: બોલીવૂડ એક્ટર વિકી કૌશલ ની ફિલ્મ ‘છાવા’  માત્ર બોક્સ ઓફિસ પર હિટ રહી નથી, પણ શૂટિંગ દરમિયાન થયેલી બે અજીબ ઘટનાઓને કારણે વિકી કૌશલને સંભાજી મહારાજ સાથે એક આધ્યાત્મિક જોડાણ પણ અનુભવાયું હતું. એક ઇન્ટરવ્યૂમાં વિકી કૌશલએ જણાવ્યું હતું કે, એક સીન દરમિયાન તેમને નર્વ ઇન્જરી થઈ હતી, અને એ જ દિવસ ઇતિહાસમાં સંભાજી મહારાજને ઔરંગઝેબ  દ્વારા ટોર્ચર કરવામાં આવ્યો હતો

    આ સમાચાર પણ વાંચો : Smriti Irani : સેલિબ્રિટી હોવાના નુકસાન વિશે સ્મૃતિ ઈરાની એ કર્યો ખુલાસો, સોહા અલી ખાનના પોડકાસ્ટમાં કરી દિલ ખોલી ને વાત

    ટોર્ચર સીન દરમિયાન નર્વ ઇન્જરી, ઇતિહાસ સાથે અજીબ સંયોગ

    ફિલ્મના એક સીનમાં ઔરંગઝેબ સંભાજી મહારાજને બંધક બનાવે છે અને રાતભર ટોર્ચર કરે છે. આ સીન ના શૂટિંગ દરમિયાન વિકીના હાથમાં નર્વ ઇન્જરી થઈ હતી. તેના હાથ નીચે જતાં નહોતા અને આ ઘટના એ જ દિવસે બની હતી, જે દિવસે ઇતિહાસમાં સંભાજી મહારાજને ટોર્ચર કરવામાં આવ્યા હતા. વિકી કૌશલએ કહ્યું કે, “મને લાગ્યું કે હું માત્ર અભિનય નથી કરી રહ્યો, પણ સંભાજી મહારાજના દુઃખને અનુભવી રહ્યો છું”

    View this post on Instagram

    A post shared by Vicky Kaushal (@vickykaushal09)

    ફિલ્મમાં સંભાજી મહારાજને રાજગાદી પર બેસાડવાનો સીન પણ એ જ દિવસે શૂટ થયો હતો, જે દિવસે ઇતિહાસમાં તેમને ગાદી સોંપવામાં આવી હતી. આ સીન દરમિયાન વિકી કૌશલ ખૂબ ભાવુક થઈ ગયો હતો. અને તે સીન તેને ત્રણ વાર શૂટ કરવો પડ્યો. વિકી કૌશલએ કહ્યું કે, “મને એ ભાર લાગ્યો જે સંભાજી મહારાજે તેમના પિતાના અવસાન પછી અનુભવ્યો હશે”