Tag: victory

  • Amitabh bachchan Ind vs Pak:  ભારતની જીત પર ઝૂમી ઉઠ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર આ રીતે વ્યક્ત કરી ખુશી

    Amitabh bachchan Ind vs Pak: ભારતની જીત પર ઝૂમી ઉઠ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર આ રીતે વ્યક્ત કરી ખુશી

    News Continuous Bureau | Mumbai

    Amitabh bachchan Ind vs Pak: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને જીત મેળવી હતી.ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં પાકિસ્તાન સામે શાનદાર સદી ફટકારી અને ભારતને જીત અપાવી.આ જીત સાથે ભારતે  સેમિફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. આ મેચ જોવા ઘણા બોલિવૂડ અને સાઉથ સ્ટાર્સ દુબઇ ના સ્ટેડિયમ માં પહોંચ્યા હતા. ભારત ની જીત થી અમિતાભ બચ્ચન ઝૂમી ઉઠ્યા હતા. આ સાથે જ તેમને તેમના X પર એક ટ્વિટ શેર કરીને તેમની ખુશી વ્યક્ત કરી છે.

    આ સમાચાર પણ વાંચો:  Naagin 7: એકતા કપૂર ની નાગિન બનવા પર પ્રિયંકા પ્રિયંકા ચહર ચૌધરી એ તોડ્યું મૌન, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખી આવી વાત

    અમિતાભ બચ્ચને વ્યક્ત કરી ખુશી 

    અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ભારત ની પાકિસ્તાન સામે ની જીત બાદ અમિતાભ બચ્ચન ઝૂમી ઉઠ્યા હતા. તેમને તેમના X પર એક પોસ્ટ શેર કરી તેમની ખુશી વ્યક્ત કરી હતી. આ ટ્વીટ સાથે અમિતાભ બચ્ચને લખ્યું- ‘જીતી ગયા’. આ સાથે, તેમણે ત્રિરંગા સાથેનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ ટીમ ઈન્ડિયાની જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. 


    અમિતાભ બચ્ચન નું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. અમિતાભ બચ્ચન સિવાય બીજા ઘણા સેલેબ્સ એ ભારત ની જીત પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. 

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Mumbai Election Results LIVE: મુંબઈમાંથી વિજેતા ઉમેદવારોના નામ જાહેર; તમારા મતવિસ્તારમાં કયો ઉમેદવાર જીત્યો? જુઓ

    Mumbai Election Results LIVE: મુંબઈમાંથી વિજેતા ઉમેદવારોના નામ જાહેર; તમારા મતવિસ્તારમાં કયો ઉમેદવાર જીત્યો? જુઓ

    News Continuous Bureau | Mumbai

    Mumbai Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના ટ્રેન્ડ ડેટા ભારતીય જનતા પાર્ટી (BJP), NCP (અજિત પવાર જૂથ) અને શિવસેના (એકનાથ શિંદે જૂથ) ના મહાગઠબંધન માટે સારા સમાચાર લાવી રહ્યા છે. ટ્રેન્ડ મુજબ મહાયુતિ ફરી એકવાર સરકાર બનાવવા તરફ આગળ વધી રહી છે. ગઠબંધન 200 થી વધુ સીટો પર આગળ છે અને સવારથી આંકડો 200 ની આસપાસ છે. તેનો અર્થ એ છે કે મહાયુતિ બહુમતીના આંકડાથી ઘણું આગળ વધી ગયું છે.

    Mumbai Election Results LIVE:કાંદિવલી, ચારકોપ, મલબાર હિલ પરિણામ જાહેર

     મહારાષ્ટ્રની ચૂંટણીમાં મુંબઈના અંધેરી પૂર્વ મતવિસ્તારમાંથી શિવસેના શિંદે જૂથના મુરજી પટેલ જીત્યા છે. માનખુર્દ-શિવાજી નગરથી સમાજવાદી પાર્ટીના અબુ આઝમી જીત્યા છે. તેમણે NCPની ટિકિટ પર ચૂંટણી લડનારા નવાબ મલિકને હરાવ્યા છે. કાંદિવલી ઈસ્ટથી બીજેપીના અતુલ ભાટખાલકર જીત્યા છે, બીજેપીના યોગેશ સાગર ચારકોપથી જીત્યા છે. મલબાર હિલથી ભાજપના મંગલપ્રભાત લોઢાનો વિજય થયો છે.

    Mumbai Election Results LIVE: ઘાટકોપર બેઠક પરથી ભાજપની જીત

    ઘાટકોપર બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરાગ શાહ 34,999 મતોથી જીત્યા. તેમણે NCP શરદ જૂથના રાખી જાધવને હરાવ્યા હતા.

    જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર 20 નવેમ્બરે મતદાન થયું હતું. 2019ની સરખામણીએ આ વખતે 4% વધુ મતદાન થયું છે. 2019માં 61.4% વોટ પડ્યા હતા. આ વખતે 65.11% મતદાન થયું છે.

    Mumbai Election Results LIVE: માહિમથી ઠાકરે જૂથના મહેશ સાવંતની જીત

    માહિમથી ઠાકરે જૂથના મહેશ સાવંત જીત્યા, મનસેના વડા રાજ ઠાકરે ના પુત્ર અમિત ઠાકરે અને શિંદે જૂથના સદા સરવણકર  હારી ગયા

    Mumbai Election Results LIVE: વરલી મતવિસ્તારમાંથી આદિત્ય ઠાકરે જીત્યા

    આદિત્ય ઠાકરે ફરી એકવાર શિવસેનાના ગઢ ગણાતા વરલી મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા છે. 2019ની સરખામણીમાં આ વર્ષની ચૂંટણી તેમના માટે પડકારરૂપ હતી. પરંતુ તેઓ લગભગ 8 હજાર મતોથી જીત્યા

    Mumbai Election Results LIVE: બેલાપુરથી મંદા મ્હાત્રે જીત્યા

    મંદા મ્હાત્રે બેલાપુર વિધાનસભા મતવિસ્તારમાંથી 415 મતોથી જીત્યા. મહા વિકાસ આઘાડીના ઉમેદવાર પૂર્વ ધારાસભ્ય સંદીપ નાઈક બેલાપુરના મતદાન મથકમાં પ્રવેશ્યા. સંદીપ નાઈકે મત ગણતરી સામે વાંધો ઉઠાવ્યો છે. ફરી એકવાર મત ગણતરીની માંગ ઉઠી છે.

    Mumbai Election Results LIVE: બાંદ્રા વેસ્ટમાંથી ધારાસભ્ય આશિષ શેલારની જીત

    બાંદ્રા વેસ્ટમાંથી બીજેપીની બીજી જીત. ધારાસભ્ય આશિષ શેલારની જીત. 19,713 જેટલા મતો સાથે હેટ્રિક!!

    Mumbai Election Results LIVE: મલાડથી કોંગ્રેસના અસલમ શેખની જીત

    મલાડથી કોંગ્રેસના અસલમ શેખ 6600 મતોથી જીત્યા.

    Mumbai Election Results LIVE: વરુણ સરદેસાઈ બાંદ્રા પૂર્વ વિધાનસભા સીટ પરથી જીત્યા

    બાંદ્રા પૂર્વ વિધાનસભા સીટ પરથી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના વરુણ સરદેસાઈએ જીત મેળવી છે. તેમણે NCPના ઝીશાન સિદ્દીકીને હરાવ્યા.

    Mumbai Election Results LIVE: ભાંડુપથી શિંદે સેનાના અશોક પાટીલ ની જીત

    શિંદેની શિવસેનાના અશોક પાટીલ ભાંડુપથી 7000 મતોની સરસાઈથી જીત્યા.

    Mumbai Election Results LIVE: કોલાબાથી ભાજપના રાહુલ નાર્વેકરની જીત

    મુંબઈના સૌથી પોર્શ મતવિસ્તારોમાંથી એક કોલાબા મતવિસ્તારમાંથી ભાજપના રાહુલ નાર્વેકરે જીત મેળવી છે. તેમણે કોંગ્રેસના હીરા નવાજી દેવસીને 48581 મતોથી હરાવ્યા હતા.

    Mumbai Election Results LIVE: ભાયખલાથી ઉદ્ધવ જૂથના મનોજ જામસુતકરની જીત

    ભાયખલા થી ઉદ્ધવ ઠાકરે જૂથના મનોજ જામસુતકર જીત્યા.  યામિની યશવંત જાધવને હરાવ્યા. 

    Mumbai Election Results LIVE: કલ્યાણ થી શિંદે જૂથના રાજેશ મોરે ની જીત

    કલ્યાણ ગ્રામીણ વિધાનસભામાં શિવસેના શિંદે જૂથના ઉમેદવાર રાજેશ મોરે જીત્યા

  • Delhi Mayor Election : દિલ્હી મેયરની ચૂંટણીમાં AAPના ઉમેદવારની જીત, ભાજપના ઉમેદવારને આટલા મતોથી  હરાવ્યા..

    Delhi Mayor Election : દિલ્હી મેયરની ચૂંટણીમાં AAPના ઉમેદવારની જીત, ભાજપના ઉમેદવારને આટલા મતોથી હરાવ્યા..

    News Continuous Bureau | Mumbai

    Delhi Mayor Election : 

    • દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે આજે મતદાન થયું. 

    • ચૂંટણીમાં ભાજપ અને AAP વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મેયર પદના ઉમેદવાર મહેશ ખેરીનો વિજય થયો છે. 

    • બંને પદ માટે ચૂંટણીમાં કુલ 284 મતો પડવાના હતા. જેમાં 249 કાઉન્સિલરો, 14 ધારાસભ્યો, 7 લોકસભા સાંસદો અને 3 રાજ્યસભા સાંસદોએ મતદાન કરવાના હતા. 

    • જોકે કુલ 263 મત પડ્યા હતા. જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને 133 અને ભાજપના ઉમેદવારને 130 વોટ મળ્યા હતા.

     

    આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics : મહારાષ્ટ્રમાં ‘બટેંગે તો કટેંગે’ સૂત્ર અંગે ભાજપને ઝટકો, કોઈએ સલાહ આપી તો કોઈએ ઊઠાવ્યાં સવાલો.. જાણો કોણે શું કહ્યું…

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  •  Mumbai University Senate : મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં આદિત્ય ઠાકરેની યુવા સેનાનો વાગ્યો ડંકો! અનામત કેટેગરીની આટલી બેઠકો જીતી.. 

     Mumbai University Senate : મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં આદિત્ય ઠાકરેની યુવા સેનાનો વાગ્યો ડંકો! અનામત કેટેગરીની આટલી બેઠકો જીતી.. 

     News Continuous Bureau | Mumbai 

     મુંબઈ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. આદિત્ય ઠાકરેની યુવા સેનાના ઉમેદવારોએ તમામ પાંચ અનામત બેઠકો જીતી લીધી છે. 22 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાવાની હતી. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આના પર રોક લગાવવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ 24 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામો આવ્યા છે. અન્ય પછાત વર્ગમાંથી મયુર પંચાલ, મહિલા વર્ગમાંથી સ્નેહા નિલેશ ગવળી, અનુસૂચિત જાતિ વર્ગમાંથી શીતલ શેઠ, અનુસૂચિત જનજાતિ શ્રેણીમાંથી ડો. ધનરાજ કોહચડે, વીજેએનટી કેટેગરીમાંથી શશિકાંત ઝોરે વિજેતા થયા છે. સેનેટની 10માંથી 7 બેઠકો પર યુવા સેનાના ઉમેદવારોએ જીત મેળવી છે. બાકીની બેઠકો પર પણ યુવા સેનાના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હોવાની માહિતી બહાર આવી રહી છે.

    Mumbai University Senate :  24મી સપ્ટેમ્બરે ચૂંટણી થઈ 

    મહત્વનું છે કે મતદાર નોંધણી બાદ પ્રક્રિયા રદ કરવામાં આવી હતી. આ પછી 22 સપ્ટેમ્બરે ચૂંટણી થવાની હતી.  પણ મુલતવી રાખવામાં આવી હતી. બાદમાં કોર્ટના આદેશ બાદ 24મી સપ્ટેમ્બરે ચૂંટણી થઈ હતી. મહારાષ્ટ્ર પબ્લિક યુનિવર્સિટી એક્ટ 2016ની કલમ 28(2)(n) મુજબ, એજીએમમાં ​​10 નોંધાયેલ ગ્રેજ્યુએટ બેઠકો માટે મતદાન યોજાયું હતું. 55 ટકા જેટલું મતદાન થયું હતું. 28 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયું હતું.

    Mumbai University Senate : અનામત મતવિસ્તારનું પરિણામ નીચે મુજબ છે. 

    • ડીટીએનટી કેટેગરીમાંથી શશિકાંત ઝોરેને 5170 વોટ અને અજિંક્ય જાધવને 1066 વોટ મળ્યા.
    • શીતલ દેવરુખકરને 5498 વોટ મળ્યા અને રાજેન્દ્ર સયાગાંવકરને SC કેટેગરીના 1014 વોટ મળ્યા.
    • એસટી કેટેગરીમાંથી ધનરાજ કોહચડેને 5247 અને નિશા સાવરાને 924 વોટ મળ્યા.
    • મયુર પંચાલને 5350 વોટ મળ્યા જ્યારે રાજેશ ભુજબલને OBC કેટેગરીના 888 વોટ મળ્યા.
    • મહિલા વર્ગમાંથી સ્નેહા ગવળીને 5014 અને રેણુકા ઠાકુરને 883 મત મળ્યા.

    આ સમાચાર પણ વાંચો :  Devendra Fadnavis Office : મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયની બહાર તોડફોડ, અજ્ઞાત મહિલાએ મચાવ્યો હંગામો; જુઓ વિડીયો

    Mumbai University Senate : 38 મતદાન મથકો અને 64 બૂથ

    જણાવી દઈએ કે આ ચૂંટણી માટે 10 બેઠકો માટે કુલ 28 ઉમેદવારો મેદાનમાં હતા. મુંબઈ યુનિવર્સિટી વિસ્તારમાં કુલ 38 મતદાન મથકો અને 64 બૂથ પર ચૂંટણી યોજાઈ હતી. યુનિવર્સિટી પ્રશાસન વતી આ ચૂંટણી માટે જરૂરી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. 38 કેન્દ્રો અને 64 બૂથ માટે જરૂરી સ્ટાફ અને નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. છે

     Mumbai University Senate : મુંબઈ સેનેટની ચૂંટણી મોકૂફ રાખવા અંગેની અરજી પાછી ખેંચી  

    મહારાષ્ટ્ર સ્ટુડન્ટ્સ યુનિયને મુંબઈ સેનેટની ચૂંટણી સ્થગિત કરવા સંબંધિત અરજી પાછી ખેંચી લીધી છે. સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હતી. એક તરફ, જ્યારે કોર્ટે પૂછ્યું કે વોટિંગ ચાલી રહ્યું છે ત્યારે તમે સ્થગિત કરવાની માંગ કરી રહ્યા છો, તો મહારાષ્ટ્ર વિદ્યાર્થી સંઘે કહ્યું કે તેઓ આ અરજી પાછી ખેંચી રહ્યાં છે. કોર્ટે આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું કે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મતદાન ચાલી રહ્યું છે ત્યારે આવી અરજીનો કોઈ આધાર નથી.

  • Paris Olympics 2024 : હોકીમાં ભારતે નોંધાવી શાનદાર જીત, ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને 2-0થી હરાવ્યું..

    Paris Olympics 2024 : હોકીમાં ભારતે નોંધાવી શાનદાર જીત, ટીમ ઈન્ડિયાએ આયરલેન્ડને 2-0થી હરાવ્યું..

    News Continuous Bureau | Mumbai 

    Paris Olympics 2024 :  

    • ભારતીય પુરૂષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં આયર્લેન્ડની હોકી ટીમને 2-0થી હરાવ્યું છે. ભારત તરફથી મેચમાં બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા હતા.
    • આ ઓલિમ્પિકમાં હરમનપ્રીતનો આ ચોથો અને મેચનો બીજો ગોલ છે. તેણે અત્યાર સુધીમાં 190 ગોલ કર્યા છે.
    • પેરિસ ગેમ્સમાં ભારતીય ટીમનો આ બીજો વિજય છે. આ પહેલા ભારતે તેની છેલ્લી મેચમાં આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમી હતી.
    • બીજી તરફ આયરિશ ટીમની આ સતત બીજી હાર છે.

     

    આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : બેડમિન્ટનમાં ચિરાગ-સાત્વિકની જોરદાર જીત, વિશ્વની આ ચોથા નંબરની ટીમને હરાવી..

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Maharashtra MLC Election: મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં મહાયુતિએ લીધો લોકસભા ચૂંટણીનો બદલો, આટલી સીટો પર મારી બાજી, વિપક્ષના સૂપડા સાફ..

    Maharashtra MLC Election: મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીમાં મહાયુતિએ લીધો લોકસભા ચૂંટણીનો બદલો, આટલી સીટો પર મારી બાજી, વિપક્ષના સૂપડા સાફ..

     News Continuous Bureau | Mumbai

    Maharashtra MLC Election: મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણીમાં NDAએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીના NCPએ શરદ પવાર જૂથના સમર્થિત ઉમેદવારને હરાવ્યા છે. વિપક્ષી ગઠબંધન પોતાના ધારાસભ્યોને એકજૂટ રાખી શક્યું નથી. માનવામાં આવે છે કે કોંગ્રેસના 6-7 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે. એનડીએની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને 11માંથી તમામ નવ બેઠકો જીતી લીધી છે.  જ્યારે માવિઆના ત્રણમાંથી માત્ર બે ઉમેદવારો જીતી શક્યા હતા.

    Maharashtra MLC Election:  મહાયુતિએ ભાવિ વ્યૂહરચનાનાં સંકેતો આપ્યા 

    લોકસભા ચૂંટણીમાં જોરદાર આંચકાનો સામનો કર્યાના થોડા અઠવાડિયાની અંદર, મહારાષ્ટ્રમાં બીજેપી ગઠબંધને વિધાન પરિષદ ચૂંટણી (  Maharashtra MLC Election 2024  )માં વિરોધ પક્ષો મહા વિકાસ અઘાડી (MAVIA) ને હરાવીને તેની ભાવિ વ્યૂહરચનાનાં સંકેતો આપ્યા છે.  

    લોકસભાની ચૂંટણી બાદ તમામની નજર વિધાન પરિષદની ચૂંટણી પર હતી. કારણ કે આ ચૂંટણીઓમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેની એકતા અને વ્યૂહાત્મક કાર્યક્ષમતાની કસોટી થવાની હતી, પરંતુ વિપક્ષનું ગઠબંધન આ બંને મોરચે નિષ્ફળ સાબિત થયું હતું. આ ચૂંટણીઓમાં, તમામ ઉમેદવારોને જીતવા માટે ઓછામાં ઓછા 23-23 મતોની જરૂર હતી.

    Maharashtra MLC Election: મહાયુતિમાંથી કોણ જીત્યું?

    • પંકજા મુંડે (ભાજપ) – જીત્યા
    • પરિણય ફુકે (ભાજપ) – જીત્યા
    • સદાભાઈ ખોત (ભાજપ) – જીત્યા
    • યોગેશ ટીલેકર (ભાજપ) – જીત્યા
    • અમિત ગોરખે (ભાજપ) – જીત્યા
    • કૃપાલ તુમાને (શિવસેના) – જીત્યા
    • ભાવના ગવાલી (શિવસેના) – જીતી
    • રાજેશ વિટેકર (NCP) – જીત્યા
    • શિવાજીરાવ ગર્જે (NCP) – જીત્યા

    Maharashtra MLC Election:મહાવિકાસ આઘાડીમાંથી કોણ જીત્યું?

    મિલિંદ નાર્વેકર (શિવસેના, ઉદ્ધવ જૂથ) – જીત્યા

    પ્રજ્ઞા સાતવ (કોંગ્રેસ) – જીતી

    આ સમાચાર પણ વાંચો : Nepal Government Falls: નેપાળમાં ‘પ્રચંડ’ની સરકાર તૂટી, પુષ્પ કમલ દહલ સંસદમાં વિશ્વાસમત ગુમાવ્યો; નવા PM કોણ હશે?

    Maharashtra MLC Election: જયંત પાટીલ ચૂંટણી હારી ગયા

    જ્યારે શેતકરી કામગાર પાર્ટીના જયંત પાટીલ ચૂંટણી હારી ગયા હતા. મહાવિકાસ અઘાડી વતી, શિવસેના, યુબીટી અને કોંગ્રેસે એક-એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે શરદ પવારની એનસીપીએ ઉમેદવાર ઊભા રાખ્યા ન હતા અને ભારતીય શેતકરી કામદાર પાર્ટીના જયંત પાટીલને ટેકો આપ્યો હતો. પ્રજ્ઞા સાતવને 25 વોટ, મિલિંદ નાર્વેકરને 22 વોટ અને જયંત પાટીલને કુલ 12 વોટ મળ્યા હતા.

    મહારાષ્ટ્રમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 288 છે. હાલમાં રાજ્યમાં 274 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં, વિધાન પરિષદની ચૂંટણી માટે ઓછામાં ઓછા 23 મતોની જરૂર હતી.

    Maharashtra MLC Election: આ કાઉન્સિલરોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે

    આ ચૂંટણી એવા સમયે હાથ ધરવામાં આવી છે જ્યારે ત્રણ-ચાર મહિના પછી જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પહેલા વિધાન પરિષદના 11 સભ્યોનો કાર્યકાળ 27 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે. વિધાનસભ્યો વિજય ગિરકર, નિલય નાઈક, રમેશ પાટીલ, રામરાવ પાટીલ, મહાદેવ જાનકર, જયંત પાટીલ, મનીષા કાયંદે, અનિલ પરબ, વજાહત મિર્ઝા, પી સાતવ અને અબ્દુલ્લા દુર્રાનીનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.

  • New Delhi : દિલ્હીનાં  દ્વારકા ખાતે વિજયા દશમીની ઉજવણી પ્રસંગે વડાપ્રધાનનું સંબોધન

    New Delhi : દિલ્હીનાં દ્વારકા ખાતે વિજયા દશમીની ઉજવણી પ્રસંગે વડાપ્રધાનનું સંબોધન

    News Continuous Bureau | Mumbai 

    New Delhi :

    સિયા વર રામચંદ્ર કી જય,

    સિયા વર રામચંદ્ર કી જય,

    હું તમામ ભારતીયોને શક્તિ ઉપાસના પર્વ નવરાત્રિ(Navratri) અને વિજય પર્વ વિજયાદશમીની(Vijaya Dashami) અનેક-અનેક શુભકામનાઓ પાઠવું છું. વિજયાદશમીનો આ તહેવાર અન્યાય પર ન્યાયની જીત, અહંકાર પર વિનમ્રતાની જીત અને આવેશ પર ધૈર્યનું આ પર્વ છે. અત્યાચારી રાવણ પર ભગવાન શ્રી રામના(Lord Rama) વિજયનો(victory) આ તહેવાર છે. આ જ ભાવના સાથે આપણે દર વર્ષે રાવણ દહન કરીએ છીએ. પરંતુ માત્ર આટલું જ પૂરતું નથી. આ પર્વ આપણા માટે સંકલ્પોનો તહેવાર પણ છે, આપણા સંકલ્પોનું પુનરાવર્તન કરવાનો પણ તહેવાર છે.

    મારા વ્હાલા દેશવાસીઓ,

    આ વખતે આપણે વિજયાદશમીની ઉજવણી ત્યારે કરી રહ્યા છીએ જ્યારે ચંદ્ર પરના આપણા વિજયને 2 મહિના થયા છે. વિજયાદશમી પર શસ્ત્રોની પૂજા કરવાની પણ પરંપરા છે. ભારતની ધરતી પર શસ્ત્રોની પૂજા કોઈ ભૂમિ પર આધિપત્ય માટે નહીં, પરંતુ તેની રક્ષા માટે કરવામાં આવે છે. નવરાત્રિની શક્તિપૂજાનો સંકલ્પ શરૂ કરતી વખતે આપણે કહીએ છીએ- યા દેવી સર્વભૂતેષૂ, શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: જ્યારે પૂજા પૂર્ણ થાય છે ત્યારે આપણે કહીએ છીએ-દેહિ, સૌભાગ્ય આરોગ્યં, દેહિ મે પરમં સુખમ, રૂપં દેહિ, જયં દેહિ, યશો દેહિ, દ્વિષોજહિ! આપણી શક્તિ પૂજા ફક્ત આપણા માટે જ નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિનાં સૌભાગ્ય, આરોગ્ય, સુખ, વિજય અને યશ માટે કરવામાં આવે છે. ભારતની ફિલસૂફી અને વિચાર આ જ છે. આપણે ગીતાનું જ્ઞાન પણ જાણીએ છીએ અને INS વિક્રાંત અને તેજસનું નિર્માણ પણ જાણીએ છીએ. આપણે શ્રી રામની મર્યાદા પણ જાણીએ છીએ અને આપણી સીમાઓની રક્ષા કેવી રીતે કરવી તે પણ જાણીએ છીએ. આપણે શક્તિ પૂજાનો સંકલ્પ પણ જાણીએ છીએ અને કોરોનામાં ‘સર્વે સંતુ નિરામયા’ના મંત્રને પણ માનીએ છીએ. ભારતની ભૂમિ આ જ છે. ભારતની વિજયાદશમી પણ આ જ વિચારનું પ્રતીક છે.

    સાથીઓ,

    આજે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભગવાન રામનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામતું જોઈ રહ્યા છીએ. અયોધ્યામાં આગામી રામનવમી પર રામલલાનાં મંદિરમાં ગુંજતો દરેક સ્વર સમગ્ર વિશ્વને હર્ષિત કરનારો હશે. તે સ્વર જે અહીં સદીઓથી કહેવામાં આવે છે-ભય પ્રગટ કૃપાલા, દીનદયાલા… કૌશલ્યા હિતકારી. ભગવાન રામની જન્મભૂમિ પર બની રહેલું મંદિર સદીઓની રાહ પછી આપણે ભારતીયોનાં ધૈર્યને મળેલા વિજયનું પ્રતીક છે. રામ મંદિરમાં ભગવાન રામને બિરાજવામાં માત્ર થોડા મહિના જ બાકી છે. ભગવાન શ્રી રામ, બસ આવવાના જ છે. અને મિત્રો, એ હર્ષની કલ્પના કરો જ્યારે સદીઓ પછી રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમા બિરાજશે. રામનાં આગમનના ઉત્સવની શરૂઆત તો વિજયાદશમીથી જ થઈ હતી. તુલસીબાબા રામચરિત માનસમાં લખે છે – સગુન હોહિં સુંદર સકલ મન પ્રસન્ન સબ કેર. પ્રભુ આગવન જનાવ જનુ નગર રમ્ય ચહું ફેર। એટલે કે જ્યારે ભગવાન રામનું આગમન થવાનું જ હતું ત્યારે આખી અયોધ્યામાં શુકન દેખાવા લાગ્યા. ત્યારે બધાનું મન પ્રસન્ન થવા લાગ્યું, આખું શહેર સુંદર બની ગયું. એવા જ શુકનો આજે થઈ રહ્યાં છે. આજે ભારતે ચંદ્ર પર વિજય મેળવ્યો છે. આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ. આપણે થોડાં અઠવાડિયા પહેલા સંસદની નવી ઇમારતમાં પ્રવેશ્યા હતા. મહિલા શક્તિને પ્રતિનિધિત્વ આપવા માટે સંસદે નારી શક્તિ વંદન કાયદો પસાર કર્યો છે.

    ભારત આજે વિશ્વની સૌથી મોટી લોકશાહીની સાથે સૌથી વિશ્વાસપાત્ર લોકશાહી તરીકે ઉભરી રહ્યું છે. અને દુનિયા આ લોકશાહીની જનનીને જોઈ રહી છે. આ સુખદ ક્ષણો વચ્ચે ભગવાન શ્રી રામ અયોધ્યાનાં રામ મંદિરમાં બિરાજવા જઈ રહ્યા છે. એક તરફ આઝાદીનાં 75 વર્ષ બાદ હવે ભારતનાં ભાગ્યનો ઉદય થવા જઈ રહ્યો છે. પરંતુ આ એવો પણ સમય છે જ્યારે ભારતે ખૂબ જ સાવધ રહેવું પડશે. આપણે ધ્યાનમાં રાખવાનું છે કે આજે રાવણનું દહન એ માત્ર પૂતળાનું દહન ન રહે, તે દરેક વિકૃતિનું દહન હોવું જોઈએ જેના કારણે સમાજની પરસ્પર સંવાદિતા બગડે છે. આ તે શક્તિઓનું દહન હોય જે જાતિવાદ અને પ્રાદેશિકવાદના નામે ભારત માતાને વિભાજિત કરવાનો પ્રયાસ કરે છે. આ દહન હોય એ વિચારનું, જેમાં ભારતનો વિકાસ નહીં પણ સ્વાર્થની સિદ્ધિ રહેલી છે. વિજયાદશમીનું પર્વ માત્ર રાવણ પર રામના વિજયનો તહેવાર ન હોવો જોઈએ, તે રાષ્ટ્રની દરેક બુરાઈ પર દેશભક્તિની જીતનો તહેવાર બનવો જોઈએ. આપણે સમાજમાંથી દૂષણો અને ભેદભાવને ખતમ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

    સાથીઓ,

    આવનારા 25 વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે સમગ્ર વિશ્વ ભારત તરફ જોઈ રહ્યું છે અને આપણાં સામર્થ્યને જોઈ રહ્યું છે. આપણે વિશ્રામ કરવાનો નથી. રામચરિત માનસમાં પણ લખ્યું છે- રામ કાજ કીન્હેં બિનુ, કહાં વિશ્રામ આપણે ભગવાન રામના વિચારોનું ભારત બનાવવાનું છે. વિકસિત ભારત, જે આત્મનિર્ભર હોય, વિકસિત ભારત, જે વિશ્વ શાંતિનો સંદેશ આપે, વિકસિત ભારત, જ્યાં દરેકને તેમનાં સપનાં પૂરા કરવાનો સમાન અધિકાર હોય, વિકસિત ભારત, જ્યાં લોકોને સમૃદ્ધિ અને સંતુષ્ટિનો ભાવ દેખાય. રામ રાજનો ખ્યાલ આ જ છે, રામ રાજ બૈઠે ત્રૈલોકા, હર્ષિત ભયે ગયે સબ સોકા એટલે કે જ્યારે રામ પોતાનાં સિંહાસન પર બિરાજે ત્યારે સમગ્ર વિશ્વમાં તેનો હર્ષ થાય અને દરેકના કષ્ટોનો અંત આવે. પરંતુ, આ કેવી રીતે થશે? તેથી, આજે વિજયાદશમી પર, હું દરેક દેશવાસીને 10 સંકલ્પ લેવા વિનંતી કરીશ.

    આ સમાચાર પણ વાંચો : Israel-Hamas war: પેલેસ્ટાઈન માટે ચિંતા, નેતન્યાહુને સમર્થન; ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં ભારત કોનો સાથ આપશે? UNમાં આપ્યો જવાબ..

    પહેલો સંકલ્પ- આવનારી પેઢીઓને ધ્યાનમાં રાખીને આપણે શક્ય તેટલું વધુ ને વધુ પાણી બચાવીશું.

    બીજો સંકલ્પ- આપણે વધુને વધુ લોકોને ડિજિટલ વ્યવહારો માટે પ્રોત્સાહિત કરીશું.

    ત્રીજો સંકલ્પ – આપણે આપણાં ગામો અને શહેરોને સ્વચ્છતામાં મોખરે લઈ જઈશું.

    ચોથો સંકલ્પ – આપણે શક્ય હોય ત્યાં સુધી વોકલ ફોર લોકલના મંત્રને અનુસરીશું અને મેડ ઈન ઈન્ડિયા ઉત્પાદનોનો ઉપયોગ કરીશું.

    પાંચમો સંકલ્પ- આપણે ગુણવત્તાયુક્ત કામ કરીશું અને ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવીશું, નબળી ગુણવત્તાને કારણે દેશનું સન્માન ઘટવા નહીં દઈએ.

    છઠ્ઠો સંકલ્પ – આપણે પહેલા આપણો આખો દેશ જોઈશું, યાત્રા કરીશું, પરિભ્રમણ કરીશું અને આખો દેશ જોયા પછી સમય મળશે તો વિદેશનો વિચાર કરીશું.

    સાતમો સંકલ્પ – આપણે ખેડૂતોને કુદરતી ખેતી વિશે વધુને વધુ જાગૃત કરીશું.

    આઠમો સંકલ્પ – આપણે આપણાં જીવનમાં સુપરફૂડ બાજરીનો-શ્રી અન્નનો સમાવેશ કરીશું. આનાથી આપણા નાના ખેડૂતો અને આપણાં પોતાનાં સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે.

    નવમો સંકલ્પ – આપણે બધા અંગત સ્વાસ્થ્ય માટે આપણાં જીવનમાં યોગ હોય, રમતગમત હોય કે ફિટનેસને પ્રાધાન્ય આપીશું.

    અને દસમો સંકલ્પ – આપણે ઓછામાં ઓછા એક ગરીબ પરિવારનો તેમનાં ઘરના સભ્ય બનીને સામાજિક દરજ્જો વધારીશું.

    જ્યાં સુધી દેશમાં એક પણ ગરીબ વ્યક્તિ એવી છે કે જેની પાસે પાયાની સુવિધાઓ નથી, ઘર નથી, વીજળી, ગેસ, પાણી નથી, સારવારની સુવિધા નથી, ત્યાં સુધી આપણે શાંતિથી બેસી રહેવાનું નથી. આપણે દરેક લાભાર્થી સુધી પહોંચવું પડશે અને તેને મદદ કરવી પડશે. તો જ દેશમાંથી ગરીબી દૂર થશે અને સૌનો વિકાસ થશે. તો જ ભારત વિકસિત થશે. ભગવાન રામનું નામ લઈને આપણે આ સંકલ્પોને પૂર્ણ કરીએ. વિજયાદશમીના આ પવિત્ર તહેવાર પર મારી આ કામના સાથે હું દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. રામ ચરિત માનસમાં કહેવાયું છે- બિસી નગર કીજૈ સબ કાજા, હ્રદય રાખિ લોસલપુર રાજા એટલે કે ભગવાન શ્રી રામનાં નામને ધ્યાનમાં રાખીને આપણે જે પણ સંકલ્પ પૂરો કરવા માગીએ છીએ, તેમાં આપણને ચોક્કસ સફળતા મળશે. આવો આપણે સૌ ભારતના સંકલ્પો સાથે પ્રગતિના પંથે આગળ વધીએ, આવો આપણે સૌ ભારતને શ્રેષ્ઠ ભારતનાં લક્ષ્ય સુધી લઈ જઈએ. આ જ કામના સાથે, હું તમને બધાને વિજયાદશમીના આ પવિત્ર તહેવારની અઢળક શુભેચ્છા પાઠવું છું.

    સિયા વર રામચંદ્ર કી જય,

    સિયા વર રામચંદ્ર કી જય.

  • રશિયા-યુક્રેન યુદ્ધ: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કર્યો આ મોટો દાવો, કહ્યું-  કોઈ શંકા નથી…

    રશિયા-યુક્રેન યુદ્ધ: રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કર્યો આ મોટો દાવો, કહ્યું- કોઈ શંકા નથી…

    News Continuous Bureau | Mumbai

    • રશિયા અને યુક્રેનના ( Ukraine  ) યુદ્ધને ફેબ્રુઆરી, 2023માં એક વર્ષ પૂરું થશે.
    • યુદ્ધમાં બંને દેશોને ભારે ખુવારી ભોગવી છે. છતાં બંને દેશોમાંથી કોઈ ઝુકવા તૈયાર નથી.
    • દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ( vladimir putin ) રશિયાની જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે વિશ્વને રશિયાની ( Russian military ) જીત ( victory  ) પર કોઈ શંકા ન હોવી જોઈએ.
    • સેન્ટ પીટર્સબર્ગમાં એર ડિફેન્સ સિસ્ટમ બનાવતી ફેક્ટરીના પ્રવાસ દરમિયાન, પુતિને કહ્યું કે વિશ્વને કોઈ શંકા ન હોવી જોઈએ કે આવનારા દિવસોમાં રશિયા યુક્રેન સાથે યુદ્ધ જીતશે.
    • ઉલ્લેખનીય છે કે આ યુદ્ધને લગભગ એક વર્ષ થઈ ગયું છે કે પરંતુ રશિયા યુક્રેનને સંપૂર્ણપણે હરાવી શક્યું નથી.

    આ સમાચાર પણ વાંચો: પીએમ મોદીની મુંબઈ મુલાકાત પહેલા શરૂ થયું પોસ્ટર વોર, ઠાકરે જૂથના ગઢ ગણાતા આ વિસ્તારમાં લાગ્યા બાળાસાહેબ ઠાકરે-મોદીના પોસ્ટર.. જુઓ ફોટોસ

  • હિમાચલમાં થાકેલી-હારેલી કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીએ પૂર્યા પ્રાણ, અપાવી શાનદાર જીત

    હિમાચલમાં થાકેલી-હારેલી કોંગ્રેસમાં પ્રિયંકા ગાંધીએ પૂર્યા પ્રાણ, અપાવી શાનદાર જીત

    News Continuous Bureau | Mumbai

    હિમાચલ પ્રદેશના ચૂંટણી પરિણામે સૌને ચોંકાવી દીધા છે. મુશ્કેલીમાં દેખાઈ રહેલી કોંગ્રેસને દેખીતી બહુમતી મળી રહી છે. મોટા ભાગના એક્ઝિટ પોલને ખોટા સાબિત કરીને હવે હિમાચલમાં કોંગ્રેસની સરકાર બની રહી છે. હિમાચલમાં કોંગ્રેસે શાનદાર જીત નોંધાવી છે. આ બધું પ્રિયંકા ગાંધીની મહેનતનું પરિણામ છે.

    હિમાચલના લોકો ભલે ભાજપ સરકારથી નારાજ હતા, પરંતુ પરસ્પર લડાઈને કારણે કોંગ્રેસ પણ નબળી દેખાઈ રહી હતી. રાજા વીરભદ્ર સિંહ, જેઓ દાયકાઓ સુધી હિમાચલના રાજકારણના નેતા હતા, તેઓ રાજ્યમાં કોંગ્રેસનો સાર્વત્રિક ચહેરો રહ્યા. રાજ્યના રાજકારણમાં તેમના નેતૃત્વને કોઈએ પડકાર્યું નથી. રાજા સાહેબના અવસાન પછી હિમાચલમાં કોંગ્રેસમાં અરાજકતાનો સમયગાળો શરૂ થયો. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિમાચલથી આવતા શક્તિશાળી નેતા આનંદ શર્માએ ગાંધી પરિવાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. તે G23નો મહત્ત્વનો ભાગ હતા. એટલે કે રાજ્યમાં કોઈ પણ એકમત ન હતા. કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ ચૂંટણી પહેલા જ ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. એટલે કે તે હિમાચલમાંથી ગેરહાજર હતા. તમામ પ્રતિકૂળ સંજોગો વચ્ચે પક્ષને એક કરવાની જવાબદારી કોઈએ તો ઉપાડવાની હતી. પ્રિયંકા ગાંધીએ આ જવાબદારી લીધી.

    પ્રિયંકાએ ચૂંટણીની કમાન સંભાળી ત્યારે શરૂઆતમાં ભાજપ અને આમ આદમી પાર્ટીએ તેની મજાક ઉડાવી હતી. પણ પ્રિયંકા અડગ રહી. તેમણે રાજ્યના તમામ નેતાઓ સાથે વાત કરી. બધાને એક કર્યા, એક સાથે કામ કરવા માટે ઉત્સાહિત કર્યા. જે કાર્યકરોનું મનોબળ તૂટી ગયું હતું, તેમનામાં ફરીથી વિશ્વાસ જગાડ્યો.

    આ સમાચાર પણ વાંચો:નવી સરકાર બને તે પહેલા મંત્રીઓના પીએ-પીએસની ફાળવણી કરી દેવાઈ, પરિણામ બાદ સરકારની શપથવિધિ માટે વધુ રાહ નહીં જોવાય

    રાહુલની ગેરહાજરીમાં પ્રિયંકાએ માઇક્રો અને મેક્રો બંને મેનેજમેન્ટ પર કામ કર્યું હતું. તેમણે આ નાના રાજ્યમાં 8 મોટી રેલીઓ કરી. ઘણા નાના કાર્યક્રમોનો ભાગ બન્યા. સૌથી મોટી સિદ્ધિ એ હતી કે તે એક સામાન્ય કાર્યકરની જેમ કોંગ્રેસના ડોર ટુ ડોર પ્રચારનો ભાગ બની. કોંગ્રેસના કાર્યકરો માટે આ એક પ્રોત્સાહક પગલું હતું. પ્રિયંકાના આ એક અભિયાને થોડા દિવસોમાં રાજ્યનું રાજકીય ચિત્ર બદલી નાખ્યું.

    કોંગ્રેસમાં જબરદસ્ત જુસ્સો આવ્યો અને ભાજપને એ સમજાઈ ગયું. ભાજપે પણ પોતાની પૂરી તાકાત લગાવી દીધી. ભાજપ માટે પણ આ પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા હિમાચલથી જ છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ હિમાચલથી છે. ભાજપે હિમાચલમાં પ્રચાર માટે દેશભરમાં હજારો કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા. કોંગ્રેસે આનાથી ઉલટું કામ કર્યું. પ્રિયંકાએ રાજ્યના કોંગ્રેસના કાર્યકરોમાં જ ઉત્સાહ ભરી દીધો. દરેક જણ દિલથી ચૂંટણીમાં જોડાયા. પરિણામ બહાર આવ્યું. પ્રિયંકાની મહેનતથી કોંગ્રેસ હિમાચલમાં સરકાર બનાવતી જોવા મળી રહી છે.

    પ્રિયંકાએ પોતાની વક્તૃત્વ અને સંગઠન કૌશલ્યથી બધાને પ્રભાવિત કર્યા છે. તેમણે પોતાની રેલીઓમાં જૂના લોકોને ઈન્દિરા ગાંધીની યાદ અપાવી હતી. યુવાનોને ભાજપની ખામીઓ સાથે જોડ્યા અને કોંગ્રેસને જીત અપાવી. આ બધું કામ તેમણે શાંતિથી કર્યું હતું.

    હવે સવાલ એ ઉઠે છે કે કોંગ્રેસમાં પ્રિયંકાનું ભવિષ્ય શું હશે. વર્ષો પછી કોંગ્રેસે લોકશાહી ઢબે પોતાના પ્રમુખની પસંદગી કરી છે. પ્રિયંકા હાલમાં કોંગ્રેસના મહાસચિવ છે. આ જીત બાદ તેમને પાર્ટીમાં મોટી જવાબદારી મળે તેવી શક્યતા છે.

    એવું કહેવામાં આવી રહ્યું છે કે હિમાચલમાં હજુ પણ તેમની ચાંપતી નજર છે. વિજેતા ધારાસભ્યોને પણ અભિનંદન આપી રહ્યા છે અને તેમને સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે. એટલે કે ચૂંટણી પછી પણ તે મેદાનમાં ટકીને ઉભા છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ પ્રિયંકાની આ સિદ્ધિને કેવી રીતે લે છે.

  • ગુજરાતભરમાં ભાજપના વાવાઝોડા સામે મોઢવાડિયા રહ્યા અડીખમ : પોરબંદર સીટ પર ૮ર૧૯ મતે વિજય

    ગુજરાતભરમાં ભાજપના વાવાઝોડા સામે મોઢવાડિયા રહ્યા અડીખમ : પોરબંદર સીટ પર ૮ર૧૯ મતે વિજય

    News Continuous Bureau | Mumbai

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઇ ગયા છે અને જે રીતે ભાજપ ૧પ૦થી વધુ સીટો પર નિશ્ચિત વિજય ભણી આગળ વધી રહ્યું છે તેણે ભારતીય રાજનીતિમાં નવો કીર્તિમાન સ્થાપીત કર્યો છે. પરંતુ પોરબંદર જિલ્લામાં ભાજપને પરાજય ખમવો પડ્યો છે અને કુતિયાણામાં સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા તો પોરબંદરમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાએ તેમના નજીકના ભાજપના પ્રતિસ્પર્ધીઓને પરાજય આપ્યો છે. પોરબંદર બેઠકનો ચૂંટણી જંગ આ વખતે ખૂબજ ચર્ચામાં રહ્યો હતો. ભાજપ દ્વારા ઉમેદવારની પસંદગી મામલે લગભગ છેક સુધી જળવાઇ રહેલું રહસ્ય ખુલતા આખરે બાબુભાઇ બોખીરિયા પર જ ફરી એકવાર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો તો કોંગ્રેસે ફરી એકવાર અર્જુનભાઇ મોઢવાડિયા પર વિશ્વાસ દર્શાવ્યો હતો અને આ વિશ્વાસને સાર્થક કરતા અર્જુનભાઇ મોઢવાડિયાએ પોરબંદર સીટ પર ૮ર૧૯ મતે વિજય હાંસલ કર્યો છે. 
    પોરબંદરની બેઠક પણ કુતિયાણાની જેમ જ ગુજરાતના રાજકારણમાં હંમેશા ચર્ચાના સ્થાને રહે છે. પોરબંદર વિધાનસભા બેઠક પર આ વખતે ચૂંટણી જંગમાં ઉતરેલા બાબુભાઇ બોખીરિયા અને અર્જુનભાઇ મોઢવાડિયા આ પહેલા ૪ વખત એક-બીજા સામે ટકરાઇ ચૂક્યા હતા જેમાં ત્રણ વિજય સાથે બાબુભાઇનું પલડુ ભારે હતું. આ વખતે ફરી એકવાર ભાજપે અર્જુનભાઇ સામે બાબુભાઇને ટીકીટ આપી હતી. પરંતુ તેઓ જીતની હેટ્રીક સર્જી શક્યા ન હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર બેઠકના ઇતિહાસમાં અગાઉ ક્યારેય પણ કોઇ ઉમેદવાર સતત ત્રણ વખત વિજેતા થયો નથી, જેમાં હવે બાબુભાઇ બોખીરિયાનું નામ પણ ફરી એકવાર ઉમેરાયું છે. 

    આ સમાચાર પણ વાંચો:ભાજપ એમ જ નથી જીતી ગુજરાતમાં, જંગી બહુમતી માટે કર્યા આ 3 મોટા કામ

    પોરબંદર સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારે પોરબંદર બેઠક માટે શરૂ થયેલી મત ગણતરીના પ્રારંભથી જ અર્જુનભાઇ અને બાબુભાઇ વચ્ચે રસાકસીની હરીફાઇ જામેલી જોવા મળી હતી. ક્યારેક અર્જુનભાઇનું તો ક્યારેક બાબુભાઇનું પલડુ જોવા મળી રહ્યું હતું. પરંતુ ૧૦માં રાઉન્ડ બાદ અર્જુનભાઇ મોઢવાડિયાએ પકડી લીધેલી સ્પીડને રોકવામાં બાબુભાઇ બોખીરિયા નિષ્ફળ રહ્યાં હતા અને ૧૯માં રાઉન્ડના અંતે તેમણે ૮ર૧૯ મતોથી પરાજય ખમવો પડ્યો હતો. પોરબંદર બેઠકની વાત કરીએ તો અહીં વિજેતા થયેલા અર્જુનભાઇ મોઢવાડિયાને ૮૧૦૭૯, બાબુભાઇ બોખીરિયાને ૭ર૮૬૦ તથા આમ આદમી પાર્ટીના જીવનભાઇ જુંગીને પ૧૭૧ મત મળ્યા છે. રસપ્રદ વાત એ છે કે ચતુર્થ ક્રમે કોઇ ઉમેદવાર નહીં પણ ર૬૮પની સંખ્યા સાથે નોટા જોવા મળી રહ્યું છે. પોરબંદર બેઠક પર ગત ચૂંટણીમાં પણ ૩૩૦૦ જેટલા નોટા નોંધાયા હતા.