• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - vile parle
Tag:

vile parle

Vile Parle Jain Temple BMC Allows Temporary Shed At Demolished Vile Parle Jain Temple After Month-Long Wait, Community
Main PostTop Postમુંબઈ

Vile Parle Jain Temple : જન આસ્થાનો વિજય: કોર્ટે પાર્લા જૈન મંદિરમાં કામચલાઉ શેડ બાંધવાની મંજૂરી આપી

by kalpana Verat May 17, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Vile Parle Jain Temple : ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને કોર્ટે વિલે પાર્લે (પૂર્વ) માં જૈન સમુદાયના ધાર્મિક સ્થળ પર કામચલાઉ શેડ બનાવવાની મંજૂરી આપી છે. આ નિર્ણયને આ કેસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે, જે શ્રદ્ધા અને કાનૂની માધ્યમો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં શ્રધ્ધાળુઓ માટે આશાનું કિરણ છે. 

આ આદેશ બાદ, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના K/પૂર્વ વિભાગ દ્વારા શેડના બાંધકામ માટે તાત્કાલિક કામ શરૂ કરવામાં આવ્યું છે. વરસાદની ઋતુ દરમિયાન પૂજા સ્થળ સુરક્ષિત રહે અને ભક્તો માટે દર્શન સરળ રહે તે માટે એક શેડ બનાવવામાં આવી રહ્યો છે. આ બાંધકામ સ્થળેથી ધાર્મિક કાર્યક્રમો નિયમિતપણે ચાલુ રહી શકશે. આ શેડ માત્ર એક રક્ષણાત્મક પગલું જ નહીં, પરંતુ જૈન સમુદાયની શ્રદ્ધા અને લાગણીઓનું રક્ષણ કરવાનો પણ એક મહત્વપૂર્ણ ભાગ હશે. આ પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ વધી રહી છે અને રાજ્યના કેબિનેટ મંત્રી મંગલ પ્રભાત લોઢાના પ્રયાસો તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના હસ્તક્ષેપ અને સતત ફોલો-અપને કારણે જ જૈન સમુદાય માટે સકારાત્મક બાબતો બની રહી છે. થોડા દિવસો પહેલા, આ સ્થળે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું, જેના કારણે સ્થાનિક જૈન સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. જોકે, તેઓએ શાંતિથી પોતાની લાગણીઓ વ્યક્ત કરી અને કોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  Maharashtra Civic Polls : મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાયુતિનું ફોર્મ્યુલા શું હશે? સીએમ ફડણવીસે કર્યો ખુલાસો, જાણો..

મંત્રી મંગલ પ્રભાત લોઢાએ આ નિર્ણય પર સંતોષ વ્યક્ત કર્યો અને કહ્યું, “આ ફક્ત ધાર્મિક શ્રદ્ધાનો મામલો નથી, પરંતુ જાહેર આસ્થાના વિજયની નિશાની છે. અમે જૈન ભાઈઓની લાગણીઓનો આદર કર્યો છે અને તેમની પડખે ઊભા રહ્યા છીએ. આજનો નિર્ણય તેમની શ્રદ્ધાને સમર્થન આપે છે.”આ કોર્ટના નિર્ણયથી વિલે પાર્લે પૂર્વના જૈન સમુદાય અને સ્થાનિક નાગરિકોમાં સંતોષની ભાવના આવી છે, અને શ્રદ્ધા અને ન્યાય વચ્ચે સંતુલન જાળવવાનું એક સકારાત્મક ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
May 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Vile Parle Jain Temple Demolish Parshvanath Digambar Jain Temple Demolition By Bmc Jain Community Take Out Non Violent Rally Know All
Main PostTop Postમુંબઈ

Vile Parle Jain Temple Demolish : વિલે પાર્લેમાં પાર્શ્વનાથ દિગંબર મંદિર પરતંત્રએ બુલડોઝર ફેરવ્યું, મહારાષ્ટ્ર સરકાર સામે જૈન સમાજે બાંયો ચઢાવી. કાઢી અહિંસક રેલી..

by kalpana Verat April 19, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Vile Parle Jain Temple Demolish : મુંબઈના વિલે પાર્લેમાં સ્થિત 26 વર્ષ જૂનું પાર્શ્વનાથ દિગમ્બર જૈન મંદિર બુધવારે બીએમસી (બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર દેશના જૈન સમુદાયમાં આક્રોશ છે. મંદિર તોડી પાડવાના વિરોધમાં શનિવારે સવારે અહિંસક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મંત્રી મંગલ પ્રભાત લોઢા, ધારાસભ્ય પરાગ અલવાણી અને જૈન સમુદાયના સંતોએ ભાગ લીધો હતો. આ કાર્યવાહી સામે તમામ પક્ષોના નેતાઓએ રેલી કાઢી અને ભવિષ્યની રણનીતિ પર ચર્ચા કરી. બીએમસીના આ પગલાથી જૈન સમુદાયમાં ભારે રોષ છે અને તેઓ દોષિત અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

Vile Parle Jain Temple Demolish : BMC એ જૈન મંદિર ક્યારે તોડી પાડ્યું?

કાંબલીવાડીમાં નેમિનાથ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની અંદર આવેલા મંદિર (ચૈતાલય) ના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે તેને 16 એપ્રિલના રોજ તોડી પાડવામાં આવ્યું હતું.  આ માળખું 1960 ના દાયકાનું હતું અને બીએમસીની પરવાનગીથી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો કે સરકારનો એક પ્રસ્તાવ છે જેમાં કહેવામાં આવ્યું છે કે આવા બાંધકામોને નિયમિત કરી શકાય છે. તમારે ફક્ત BMC ને નિયમિતકરણ માટેનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે અને અમે તે પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

Vile Parle Jain Temple Demolish : જૈન સમુદાયને નોટિસ ફટકારવામાં આવી

કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળની મહાયુતિની સરકાર છે. મુંબઈ મહાનગરપાલિકાનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. આ પછી, તેની જવાબદારી હાલમાં સરકારની છે. મંદિર તોડી પાડવા અંગે BMC એ મેનેજમેન્ટ કમિટીને નોટિસ ફટકારી હતી. આની સામે જૈન સમુદાયે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ કેસની સુનાવણી ગુરુવારે થવાની હતી, પરંતુ તે પહેલાં બુધવારે BMC ટીમે મંદિર તોડી પાડ્યું.

આ સમાચાર પણ વાંચો:  Maharashtra Language Row : મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ વચ્ચે શાળાઓમાં હિન્દી ફરજિયાત, મનસેની વિદ્યાર્થી પાંખનું જોરદાર વિરોધ પ્રદર્શન; સરકારી ઠરાવની નકલો સળગાવી

Vile Parle Jain Temple Demolish : મંદિરના ટ્રસ્ટીઓ શું કહે છે?

જૈન સમુદાયે કહ્યું છે કે કોર્ટના નિર્ણય પછી BMC પ્રશાસને કાર્યવાહી કરવી જોઈતી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્ટના નિર્ણયની રાહ જોઈ ન હતી. મંદિરના ટ્રસ્ટીઓએ કહ્યું કે BMC જાણતી હતી કે અમે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી છે, પરંતુ BMC વહીવટીતંત્રે ઉતાવળમાં મંદિર તોડી પાડ્યું. તેથી, જૈન સમુદાય દ્વારા આ મામલાની તપાસની માંગ કરવામાં આવી રહી છે.

Vile Parle Jain Temple Demolish : પ્રદર્શન પહેલા જૈન ભાઈઓએ આરતી કરી

મંદિરના ટ્રસ્ટીઓએ કહ્યું કે અમે અધિકારીઓને કોર્ટના નિર્ણય સુધી રાહ જોવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહીં. જૈન ભાઈઓ આજે મંદિર તોડી પાડવા સામે અહિંસક વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પહેલા, જૈન બંધુઓએ જે મંદિરમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાં આરતી કરી હતી. આ ઉપરાંત જૈન બંધુઓએ પ્રશ્ન પૂછ્યો છે કે આ મંદિર કોના આદેશથી તોડી પાડવામાં આવ્યું હતું? દરમિયાન મંદિર તોડી પાડવા દરમિયાન કેટલાક ધાર્મિક પુસ્તકો અને મંદિરની વસ્તુઓને પણ નુકસાન થયું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. પોલીસ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra Political Leader of Shiv Sena Thackeray group will join Shiv Sena on February 20
રાજ્ય

Maharashtra Political : ઠાકરે જૂથને વધુ એક ફટકો; મુંબઈના આ નેતાએ પાર્ટી છોડી, ઉદ્ધવ ઠાકરેને લખ્યો ભાવનાત્મક પત્ર..    

by kalpana Verat February 17, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Maharashtra Political : વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ ઉદ્ધવ ઠાકરે જૂથમાં ભારે બેચેની છે. ઘણા લોકો પોતાના રાજકીય ભવિષ્ય વિશે ચિંતિત છે. આનાથી હવે ઉદ્ધવ ઠાકરે જૂથને મોટો ઝટકો લાગે તેવી શક્યતા છે. એવા અહેવાલો છે કે વિધાનસભા ચૂંટણી પછી મહા વિકાસ આઘાડીના ઘણા નેતાઓ ભાજપ અને શિવસેનામાં જોડાઈ રહ્યા છે. શિવસેના ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરે એક પછી એક આંચકાનો સામનો કરી રહ્યા છે. દરમિયાન આજે ઠાકરે જૂથને ફરી એકવાર મોટો ફટકો પડ્યો છે. શિવસેના ઠાકરે જૂથ તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. શિવસેના ઠાકરે જૂથના નેતા જિતેન્દ્ર જનાવલેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ શિવસેના ઠાકરે જૂથના વિલે પાર્લે સબ-ડિવિઝનના વડા હતા. જનાવલે 20મી તારીખે શિવસેનામાં જોડાશે.

Maharashtra Political : ઉદ્ધવ ઠાકરેને મોટો ફટકો

વિલે પાર્લેના સબ-ડિવિઝનલ ચીફ જિતેન્દ્ર જનવલેએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ 20 તારીખે શિવસેના (શિંદે ગ્રુપ)માં જોડાશે. આ કારણે, મ્યુનિસિપલ ચૂંટણી નજીક આવતા ઠાકરે જૂથને વધુ એક પદાધિકારીની ખોટ સહન કરવી પડી રહી છે. રાજીનામું આપતા પહેલા જીતેન્દ્ર જનવલેએ ઉદ્ધવ ઠાકરેને એક ભાવનાત્મક પત્ર લખ્યો છે. તેમાં, તેણે કહ્યું, “સાહેબ, મને માફ કરશો.” આનાથી આ રાજકીય નિર્ણય લેતી વખતે તેમના પર કેટલું દબાણ છે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : ‘ઓપરેશન ટાઇગર’ વચ્ચે ઉદ્ધવ ઠાકરે આવ્યા એક્શનમાં, આ તારીખે સાંસદો અને ધારાસભ્યોની બોલાવી અલગ-અલગ બેઠક..

Maharashtra Political : ઠાકરે જૂથને ચાલી રહેલા આંચકા

વિધાનસભા ચૂંટણી બાદ ઠાકરે જૂથના ઘણા પદાધિકારીઓ અને નેતાઓ શિંદે જૂથમાં જોડાયા છે. પુણેના કેટલાક કોર્પોરેટરો શિવસેનામાં જોડાઈ ચૂક્યા છે. છત્રપતિ સંભાજીનગરમાં પણ ઠાકરે જૂથના ઘણા પદાધિકારીઓએ પાર્ટી છોડી દીધી. શિવસેના ઠાકરે જૂથના વરિષ્ઠ નેતા રાજન સાલ્વી પણ શિંદે જૂથમાં જોડાયા છે. આ ગળતી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી માટે એક મોટો પડકાર બની ગયો છે. આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ઠાકરે જૂથ માટે પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની ગઈ છે. 

February 17, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
urvashi rautela rents 3600 sq ft apartment in mumbai
મનોરંજન

Urvashi rautela: ઉર્વશી રૌતેલા એ મુંબઈ માં રેન્ટ પર લીધું એક આલીશાન એપાર્ટમેન્ટ, દર મહિને ચુકવશે અધધ આટલું ભાડું

by Zalak Parikh December 19, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Urvashi rautela: ઉર્વશી રૌતેલા બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. ઉર્વશી તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફને લઈને વધુ ચર્ચામાં રહે છે. આ ઉપરાંત ઉર્વશી તેની લાઈફ સ્ટાઇલ ને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે ઉર્વશી એ મુંબઈ માં એક આલીશાન એપાર્ટમેન્ટ ભાડા પર લીધું છે. તો ચાલો જાણીયે ઉર્વશી દર મહિને ભાડા પેટે કેટલા રૂપિયા ચુકવશે. 

આ સમાચાર પણ વાંચો: Madhuri Dixit: માધુરી દીક્ષિતે ભાડે આપી તેની અંધેરી ની ઓફિસ, ઘર બેઠા ધક ધક ગર્લ કમાશે અધધ આટલા રૂપિયા

ઉર્વશી એ ભાડા પર લીધું આલીશાન એપાર્ટમેન્ટ 

મીડિયા રિપોર્ટ મુજબ ઉર્વશી રૌતેલાએ વિલે પાર્લે વેસ્ટમાં આવેલ 3 BHK એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. ઉર્વશી એ આ એપાર્ટમેન્ટ માત્ર ત્રણ મહિના માટે ભાડા પર લીધું છે.આ એપાર્ટમેન્ટ 3600 સ્ક્વેર ફૂટનું છે. અને અહેવાલો છે કે આ એપાર્ટમેન્ટનું ભાડું દર મહિને 6 લાખ રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by RealtyNXT (@realtynxt)


રિપોર્ટ મુજબ ઉર્વશી ને માત્ર અંગત ઉપયોગ અને પરિવાર માટે થોડા સમય માટે આ એપાર્ટમેન્ટની જરૂર છે.આ અંગે ઉર્વશી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

December 19, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai News Minors Mistaken for Thieves In Mumbai Locals Thrash Two Brothers in Vile Parle
મુંબઈ

Mumbai News : મુંબઈના જુહુમાં સ્થાનિકોએ ચોર સમજીને બે સગીરોને બેરહેમીથી માર માર્યો,નગ્ન પરેડ કરાવી; વિડીયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં..

by kalpana Verat September 25, 2024
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Mumbai News : મુંબઈના જુહુ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્થાનિકોએ બે સગીરોને ચોર સમજીને નિર્દયતાથી માર મારવામાં માર્યો હતો અને નગ્ન પરેડ કરાવી હતી. પોલીસે આ કેસમાં 22 વર્ષીય યુવકની ધરપકડ કરી છે અને તેની સાથે રહેલા અન્ય બે છોકરાઓ સામે કેસ નોંધ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે.

Mumbai News :બે સગીર ભાઈઓને સ્થાનિકોએ ચોર સમજીને બેરહેમીથી માર માર્યો. 

વાસ્તવમાં વિલે પાર્લેમાં, સ્થાનિક લોકોએ બે સગીર ભાઈઓ (14 અને 17 વર્ષ)ને ચોર સમજીને બેરહેમીથી માર માર્યો. એટલું જ નહીં લોકોએ આ બંને બાળકોના કપડા ઉતારી દીધા અને તેમના વાળ કાપી નાખ્યા. આ પછી બંનેને સાંકળથી બાંધીને  નગ્ન પરેડ કરાવી હતી. સાથે જ તેમની તસવીર ખેંચીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. ચોંકાવનારી ઘટના એ છે કે આરોપીઓએ બંને બાળકોને આખી રાત બાંધીને રાખ્યા હતા. આ મામલામાં જુહુ પોલીસે સોમવારે ત્રણ-ચાર લોકો સામે કેસ નોંધ્યો છે.

Mumbai News : બંને તેમની નાની સાથે રહે છે.. 

મળતી માહિતી મુજબ વિલે પાર્લે વિસ્તારમાં રહેતી 60 વર્ષીય મહિલા ફરિયાદી તેના બે પૌત્રો (17 અને 14 વર્ષ) સાથે રહે છે. તેઓ કચરો ઉપાડવાનું કામ કરે છે. બંને તેની પુત્રીના પુત્રો છે. પુત્રીના અવસાન બાદ તેના પતિએ બાળકોની જવાબદારી લીધી ન હતી, ત્યારબાદ ફરિયાદીએ આ બંને બાળકોની જવાબદારી પોતે લીધી હતી. ત્યારથી, તે બંને તેમની નાની સાથે રહે છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai Water Cut: પાણી સાચવીને વાપરજો, શહેરના આ વિભાગોમાં 19 કલાક માટે રહેશે પાણી કાપ.. પાલિકા હાથ ધરશે પાઈપલાઈનનું સમારકામ..

ફરિયાદ અનુસાર, સોમવારે સાંજે સ્થાનિક લોકોએ પૌત્રને માર માર્યો અને તેનો નગ્ન વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો. જ્યારે બાળકોની નાનીને આ વાતની જાણ થઈ ત્યારે તે ચોંકી ઉઠી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ વીડિયોમાં ત્રણ-ચાર પુરુષો અને મહિલાઓએ બંને બાળકોને નગ્ન કરીને તેમના વાળ કાપી નાખ્યા હતા. બંનેને સાંકળો વડે ખેંચવામાં આવતા અને લાતો અને મુક્કા વડે માર મારવામાં આવતા જોવા મળ્યા હતા.

Mumbai News : પોલીસે ત્રણથી ચાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

આ અંગે ફરિયાદીએ તેમના પૌત્ર પાસે પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, સોમવારે સવારે 3 વાગ્યાની આસપાસ બંને જણા રાહુલ મેડિકલની બાજુમાં આવેલી નાયડુ ચાલમાં ગયા હતા અને ત્યાં રહેતા લોકોને શંકા ગઈ કે તે ચોરી કરવા આવ્યા છે. ત્યાંના લોકોએ તેમને ચોરીની આશંકાથી માર માર્યો હતો. તેઓએ કહ્યું કે, તેઓએ તેમના હાથ-પગ બાંધી દીધા અને વાળ કાપી નાખ્યા, એટલું જ નહીં આખી રાત તેમને બાંધીને રાખ્યા અને જો કોઈને કંઈ કહેશે તો સવારે ફરીથી મારવાની ધમકી આપવામાં આવી. બંને ગભરાઈ ગયા. જેથી ડરના માર્યા તેઓએ કોઈને કંઈ કહ્યું ન હતું. આખરે નાનીમા પોલીસને ઘટનાની જાણ કરી હતી. તદનુસાર, જુહુ પોલીસે સોમવારે આરોપી સહિત ત્રણથી ચાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

September 25, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra State Gujarati Sahitya Akademi organizes program 'Songs of Tribal Tradition' in Vile Parle
Gujarati Sahitya

Gujarati Sahitya:મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી વિલે પાર્લેમાં યોજે છે કાર્યક્રમ ‘ આદીવાસી પરંપરાનાં ગીતો ‘

by Akash Rajbhar August 31, 2024
written by Akash Rajbhar

 News Continuous Bureau | Mumbai 

Gujarati Sahitya:આપણા દેશની આદિવાસી વસ્તીનો 8.1% ભાગ ગુજરાતમાં છે. ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસ્તી 89 થી 90 લાખ જેટલી છે એટલે કે ગુજરાતની કુલ વસ્તીમાં આ સંખ્યા 14% જેટલી છે .આ આદિવાસી સમાજ ધીરે ધીરે મુખ્યપ્રવાહમાં આવી રહ્યો છે પણ એમના પોતાના આગવા તહેવારો છે, પોતાનાં ગીતો છે , પોતાનાં આગવાં નૃત્ય છે ,આદિવાસીની પોતાની ઓળખ દાખવે એવા મેળા છે અને પોતાનું વિશિષ્ટ સાહિત્ય પણ છે .

Maharashtra State Gujarati Sahitya Akademi organizes program 'Songs of Tribal Tradition' in Vile Parle

Maharashtra State Gujarati Sahitya Akademi organizes program ‘Songs of Tribal Tradition’ in Vile Parle

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિલે પાર્લેમાં અક્ષર અર્ચનાના સહયોગમાં ‘આદિવાસી પરંપરાનાં ગીતો ‘એવા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાના સાહિત્ય વિશે જાણીતા નવલકથાકાર તથા આદિવાસી સાહિત્યના અભ્યાસી કાનજી પટેલ પોતાની વાત રજૂ કરશે અને સાથે સાથે પોતાનાં ગાન દ્વારા આદિવાસી ગીતોનો પરિચય કરાવશે મનીષાબેન ભોઈ અને હિરલબેન ગામેતી .

Maharashtra State Gujarati Sahitya Akademi organizes program 'Songs of Tribal Tradition' in Vile Parle

આ સમાચાર પણ વાંચો: Mumbai Local Train Update: મુંબઈમાં આ સ્ટેશન નજીક ઓવરહેડ વાયર તૂટ્યો, લોકલ ટ્રેનનો ટ્રાફિક ખોરવાયો; મુસાફરો અટવાયા..

આ બંને વિદ્યાર્થીનીઓ શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટસ કોલેજ, શામળાજીની વિદ્યાર્થીની છે અને ગુજરાતથી ખાસ આ કાર્યક્રમ માટે આવી રહી છે .આ કાર્યક્રમની સંકલન સહાય પ્રો .વી.કે.ગાવીત તથા ડૉ.નીતિન રેંટિયાએ કરી છે તથા આયોજન સહયોગ છે કલાગુર્જરીના હેમાંગ જાંગલા અને અમૃત માલદેનો .
31 ઑગસ્ટ શનિવાર સાંજે 5:30 વાગે દશરથલાલ જોશી વાચનાલય, સ્ટેશન રોડ , વિલે પારલે પશ્ચિમના સરનામે યોજાયેલા આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંકલન સંજય પંડ્યાનાં છે.
આ જાહેર કાર્યક્રમ માટે સ્થળ સૌજન્ય કલાગુર્જરીનું છે અને સાહિત્ય , કળા, સંગીત સાથે નિસ્બત ધરાવનાર સર્વને નિમંત્રણ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

August 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra State Gujarati Sahitya Akademi organized Bhavai Shibir on this date.
Gujarati Sahityaમુંબઈ

Bhavai: ભવાઈને નવી પેઢી સુધી પોહચાડવા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ આ તારીખે કર્યું “ભવાઈ શિબિર” નું આયોજન..

by Hiral Meria August 20, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Bhavai: ભવાઈનો પ્રારંભ થયો અસાઈત ઠાકર દ્વારા ૧૪ મી સદીમાં. અસાઈત ઠાકરે ૩૫૦ ઉપરાંત વેશ લખ્યા.ઉત્તર ગુજરાતનાં ગામોમાં ભવાઈના વેશ નિયમિત ભજવાતા.કળાનું આ સ્વરૂપ જૂની રંગભૂમિના આગમન સાથે અને ત્યારબાદ નવી રંગભૂમિનાં લોકહૃદયમાં સ્થાનને કારણે ઝાંખું પડતું ગયું. મુંબઈમાં તો ભવાઈના કલાકારનો ઉલ્લેખ કરવો હોય તો બે ત્રણ નામથી આગળ વધાય એવી પરિસ્થિતિ નથી .મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી ( Maharashtra State Gujarati Sahitya Akademi ) ,  આ કળાને નવી પેઢી સુધી પહોંચાડી શકાય એવું વાતાવરણ તૈયાર કરવા માગે છે.      

           દશરથલાલ જોષી વાચનાલયના સહયોગમાં ૨૩ ઑગસ્ટ શુક્રવારે સાંજે વિલે પાર્લેમાં ( Vile Parle ) ૫.૩૦થી ૮.૩૦ દરમિયાન અકાદમીએ “ ભવાઈ શિબિર” ( Bhavai Shibir ) નું આયોજન કર્યું છે. વરિષ્ઠ કલાકાર લીલી પટેલ તથા અનુરાગ પ્રપન્ન અને ભવાઈ ( Gujarati Sahitya ) જેમના પરિવારમાં ઊતરી આવી છે એવા વિકાસ ઘનશ્યામ નાયક રજૂઆત દ્વારા માર્ગદર્શન આપશે 

  આ સમાચાર પણ વાંચો  : Rajiv Gandhi: PM મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને તેમની જન્મજયંતિ પર અર્પણ કરી શ્રદ્ધાંજલિ

      આ કાર્યક્રમ  જાહેર જ છે પણ અભિનય અને ગાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ તથા ભાવકો સંકલનકર્તા સંજય પંડ્યાનો 9821060943 પર સંપર્ક કરી નામ નોંધાવશે તો એમને શિબિર દરમિયાન ભજવણી કરવાની સ્ક્રીપ્ટ વ્હોટસએપ ગ્રૂપ મારફત મળી જશે. આ કાર્યક્રમ માટે સ્થળ સૌજન્ય કલાગુર્જરીનું છે તથા હેમાંગ જાંગલા અને અમૃત માલદેનો આયોજન માટે સહયોગ મળ્યો છે.

    તો શુક્રવારે સાંજે પહોંચી જજો દશરથલાલ જોષી વાચનાલય, સ્ટેશન રોડ, વિલે પાર્લે પશ્ચિમના સરનામે!

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

August 20, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mumbai A 41-year-old man died after being hit by a BEST bus in Vile Parle, the police arrested the driver..
મુંબઈ

Mumbai: વિલે પાર્લેમાં બેસ્ટ બસ દ્વારા અથડામણ થતાં 41વર્ષીય શખ્સનું મોત, પોલીસે કરી ડ્રાઈવરની ધરપકડ..

by Bipin Mewada June 7, 2024
written by Bipin Mewada

 News Continuous Bureau | Mumbai

Mumbai: વિલે પાર્લે પૂર્વમાં 5 જૂને બેસ્ટની બસની ( BEST Bus ) ટક્કર લાગતા 41 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ મામલે પોલીસે બેસ્ટ બસના ડ્રાઈવર ( Bus Driver ) સામે કેસ નોંધી તેની ધરપકડ કરી હતી. 

વિલેપાર્લે ( Vile Parle ) પૂર્વમાં 5 જૂને આ અકસ્માત ( Road Accident ) નેહરુ રોડ પર થયો હતો. જેમાં પોલીસે ડ્રાઈવર રાહુલ કાંબલે (44)ની ધરપકડ કરી હતી. ફરિયાદ મુજબ, બુધવારે બપોરે 2 વાગ્યે, બસ વર્લીથી આવી રહી હતી અને સીપ્ઝ, અંધેરી (પૂર્વ) તરફ જઈ રહી હતી.

 Mumbai: સારવાર દરમિયાન બે દિવસ બાદ પ્રદમ સિંહનું મૃત્યું થયું હતું…

તે સમયે મૃતક પ્રદમ સિંહ (ઉ.વ. 41) રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યારે બસે તેને પાછળથી ટક્કર મારતાં તેના બંને પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ બસ ડ્રાઈવરે પ્રદમ સિંહને તાત્કાલિક કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 7 જૂને બપોરના સમયે ડોક્ટરોએ પ્રદમ સિંહને મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર  પણ વાંચો: Harappa Civilisation: હવે વૈજ્ઞાનિકો અને સંસ્કૃત વિદ્વાનો સાથે મળીને ઋગ્વેદ પર કરશે આ મોટું સંશોધન, શું કોઈ રહસ્ય બહાર આવશે?..

સિંહ ચોકીદાર તરીકે કામ કરતો હતો અને વિલે પાર્લે (ઈસ્ટ)માં રહેતો હતો. આ ઘટના બાદ પોલીસે ( Mumbai police ) તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી. તેના સંબંધીઓને જાણ કરી હતી.

તેમજ પોલીસે બસ ડ્રાઈવર સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમ હેઠળ કેસ નોંધ્યો હતો અને તેની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ પણ હાથ ધરી હતી.

 

June 7, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

મુંબઈમાં હાઈવે પર મધરાતે કારમાં લાગી આગ- પોતાનો કાફલો રોકી મુખ્ય પ્રધાન શિંદે દોડ્યા મદ-જુઓ વિડિયો

by Dr. Mayur Parikh September 13, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે(Western Express Highway) પર સોમવાર મોડી રાતના એક લક્ઝરી કારમાં(luxury car) આગ ફાટી નીકળી હતી. બરોબર એ સમયે જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Chief Minister of Maharashtra) એકનાથ શિંદેનો(Eknath Shinde) કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. કારમાં લાગેલી આગને જોઈને મુખ્ય પ્રધાને પોતાનો કાફલો રોકીને તુરંત કારમાં સવારને મદદ કરવા માટે દોડી ગયા હતા.

ફાયરબ્રિગેડના(fire brigade) અધિકારીએ જણાવ્યું કે, હાઈ-વે પર વિલે પાર્લે વિસ્તારમાં(Vile Parle area) બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હાઈવે પર રાતના લગભગ 12.25 વાગ્યે આગનો કોલ મળ્યો હતો. તેથી તુરંત બે ફાયર એન્જિન(Fire engine) ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત- ભાઈએ જ કરી બહેન સાથે છેતરપિંડી- રક્ષાબંધનની ગિફ્ટના નામે દહિસરની યુવતીને લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો

#મુંબઈમાં હાઈવે પર મધરાતે #કારમાં લાગી #આગ પોતાનો કાફલો રોકી #મુખ્યપ્રધાનશિંદે દોડ્યા મદદે જુઓ #વિડિયો #Mumbai #westernexpresshighway #car #fire #CM #EknathShinde #newscontinuous pic.twitter.com/5vtEl8wzHs

— news continuous (@NewsContinuous) September 13, 2022

આ દરમ્યાન મુખ્ય પ્રધાન શિંદે, જેમનો કાફલો સામેના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તેઓએ કારમાં આગ લાગેલી જોઈને તુરંત તેમાં સવાર પેસેન્જરને મદદ કરવા માટે દોડી ગયા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સીએમ શિંદે કાર ડ્રાઈવર સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

વાતચીત દરમિયાન, મુખ્ય પ્રધાને ડ્રાઇવરનું નામ પૂછ્યું, જેણે પોતાની ઓળખ વિક્રાંત શિંદે(Vikrant Shinde) તરીકે આપી. શિંદેએ તેને આગથી અસરગ્રસ્ત કારની નજીક ન જવાની સલાહ કહ્યું કે કાર કરતાં જીવન મહત્ત્વનું છે. આપણે નવી કાર મેળવી શકીએ છીએ, પરંતુ જીવન વધુ મહત્વનું છે. અને જતા પહેલા મદદની ખાતરી આપી હોવાનું કહેવાય છે.
 

September 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

જન જાગૃતિ માટે અનોખો પ્રયોગ- ગણેશોત્સવ નિમિત્તે મુંબઈની વિલે પાર્લે પોલીસે બનાવ્યું યુનિક ગીત- શું તમે સાંભળ્યું

by Dr. Mayur Parikh September 2, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona pandemic)ના બે વર્ષ બાદ આ વર્ષે મહારાષ્ટ્ર(Maharashtra)માં ખૂબ જ ધુમધામથી ગણેશોત્સવ(Ganesh festival)ની ઉજવણી થઈ રહી છે. ત્યારે મુંબઈ(Mumbai)ના વિલેપાર્લે પોલીસ સ્ટેશન(Vile Parle police)માં પણ બાપ્પા પધાર્યા છે. 

 

Launched this much-needed, very well created cyber fraud awareness video song #PoliceBappa conceptualised by PI Kane.
Renowned singer @vaishaliisamant,Director Rahuul Khandarre was present.
⁰Be aware and spread awareness to save fellow citizens from cyber crimes!@MumbaiPolice pic.twitter.com/ejjK5NJTQk

— Devendra Fadnavis (@Dev_Fadnavis) September 1, 2022

મહત્વનું છે કે મુંબઈ પોલીસ(Mumbai police) સોશિયલ મીડિયા પર અલગ અંદાજમાં લોકોમાં જાગરૂકતા (Awareness)  ફેલાવતી હોય છે ત્યારે આ વખતે પણ ગણેશ ચતુર્થીના દિવસે પોલીસે બાપ્પાનું સ્વાગત કરીને એક ગીત તૈયાર કર્યું હતું, જે હાલ સોશિયલ મીડિયા(viral on social media) પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર ગુજરાતમાં- કચ્છનું રણ દરિયામાં ફેરવાયું- જુઓ વિડિયો 

મીડિયા સાથે વાતચીત કરતા વિલે પાર્લે પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કાણેએ જણાવ્યું હતું કે, આ કન્સેપ્ટ અપરાધ, ટ્રાફિક નિયમો અને ખાસ કરીને સાયબર ફ્રોડ સંબંધિત જાગૃતિ ફેલાવવાનો છે. જાગૃતિ માટે એક મરાઠી ગીત વારાફરતી વગાડવામાં આવે છે. આ વીડિયોને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી કે મુંબઈ પોલીસે લોકોને જાગૃત કરવા માટે 'આઉટ ઑફ ધ બૉક્સ' વિચાર્યું હોય. આ પહેલા પણ તેણે પોતાની અવનવી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લોકોને જાગૃત કર્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મનસે કાર્યકરોની ગુંડાગીરી- દુકાન સામે થાંભલો ન લગાવવા દેતા મહિલાને ધક્કા મારીને નીચે પાડી- જુઓ વિડીયો

September 2, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક