Tag: virat kohli

  • RCB captain 2025 :  IPL પહેલા મોટી જાહેરાત, RCBને મળ્યો નવો કેપ્ટન, કોહલી નહીં પણ આ ખેલાડીને સોંપી કમાન

    RCB captain 2025 :  IPL પહેલા મોટી જાહેરાત, RCBને મળ્યો નવો કેપ્ટન, કોહલી નહીં પણ આ ખેલાડીને સોંપી કમાન

    News Continuous Bureau | Mumbai

    RCB captain 2025 :

    • IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન કોણ હશે? આ પ્રશ્ન પરથી હવે પડદો ઊંચકાઈ ગયો છે. 

    • રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLની આગામી સીઝન માટે ડેશિંગ બેટ્સમેન રજત પાટીદારને તેમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે.

    • જોકે, IPL 2025 અંગે, પહેલાથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે RCB ની કેપ્ટનશીપ ફરી એકવાર વિરાટ કોહલીના હાથમાં આવશે. 

    • 31 વર્ષીય રજત પાટીદાર 2021થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે છે.

    • IPL 2025 મેગા ઓક્શન પહેલા, રજત પાટીદારને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો:  Shubman Gill Century: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુભમન ગિલ ફૂલ ફોર્મમાં, કરી એવી ધમાકેદાર બેટિંગ કે તૂટી ગયા બધા રેકોર્ડ..

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

  • Jasprit Bumrah Injury: ભારતીય ટીમની મુશ્કેલી વધી! બુમરાહને અધવચ્ચે મેચ છોડવી પડી; આ છે કારણ…

    Jasprit Bumrah Injury: ભારતીય ટીમની મુશ્કેલી વધી! બુમરાહને અધવચ્ચે મેચ છોડવી પડી; આ છે કારણ…

    News Continuous Bureau | Mumbai

    Jasprit Bumrah Injury: ભારતીય ક્રિકેટ ટીમ માટે સિડની ટેસ્ટમાંથી કોઈ સારા સમાચાર નથી આવી રહ્યા. ટીમ ઈન્ડિયાનો એક્ટિંગ કેપ્ટન અને સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો છે. મેચના બીજા દિવસે લંચ બાદ બોલિંગ કરતી વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. જેના કારણે તેને મેદાન છોડવું પડ્યું. બુમરાહની ગેરહાજરીમાં વિરાટ કોહલીએ કેપ્ટનશિપની જવાબદારી સંભાળી. બુમરાહને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. તેમના સ્વાસ્થ્ય અપડેટની રાહ જોવાઈ રહી છે. જો ઝડપી બોલર ફિટ થયા બાદ ટીમમાં પરત નહીં ફરે તો ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી શકે છે.

    Jasprit Bumrah Injury: લંચ પછી બુમરાહ ઈજાગ્રસ્ત થયો

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ સિડનીમાં રમાઈ રહી છે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ નથી. આ મેચમાં તેના સ્થાને જસપ્રીત બુમરાહ કેપ્ટનશીપ કરી રહ્યો છે. મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર આવ્યા, લંચ પછી બુમરાહ ઈજાગ્રસ્ત થયો અને તેને મેદાન છોડવું પડ્યું. જાણકારી અનુસાર ટીમ મેનેજમેન્ટે તેને સાવચેતીના ભાગરૂપે સ્કેનિંગ માટે મોકલ્યો છે. તે ફરીથી મેદાનમાં ઉતરશે કે નહીં તે સ્કેન બાદ જ જાણી શકાશે. તેને હોસ્પિટલ લઈ જવાનો વીડિયો સામે આવ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ભારતીય ટીમની કમાન સંભાળી રહ્યો છે.

    https://twitter.com/i/status/1875380898561974447 

    Jasprit Bumrah Injury:  ટેસ્ટ શ્રેણીમાં કિલર બોલિંગ કરી

    બુમરાહે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં કિલર બોલિંગ કરી હતી.  તેણે અત્યાર સુધીમાં 32 વિકેટ લીધી છે, જે વર્તમાન BGTમાં સૌથી વધુ છે. તેણે સિડનીમાં બે વિકેટ પણ લીધી છે. તેણે ઉસ્માન ખ્વાજા અને માર્નસ લાબુશેનનો શિકાર કર્યો, જેમણે બે-બે રન બનાવ્યા. તમને જણાવી દઈએ કે નિયમિત કેપ્ટન રોહિત શર્મા સિડની ટેસ્ટમાં નથી રમી રહ્યો. તેના ખરાબ ફોર્મને ધ્યાનમાં રાખીને તેણે પાંચમી મેચમાં નહીં રમવાનો નિર્ણય કર્યો, ત્યારબાદ વાઇસ કેપ્ટન બુમરાહને જવાબદારી મળી. તેના નેતૃત્વમાં ભારતે પર્થ ટેસ્ટ 295 રનથી જીતી હતી.

    આ સમાચાર પણ વાંચો:  Rohit Sharma : રોહિત શર્મા સિડની ટેસ્ટમાંથી આઉટ, પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર, હવે કોણ કરશે કેપ્ટન્સી?

    Jasprit Bumrah Injury: પહેલા પણ ઘાયલ થયા હતા

    બુમરાહને પણ થોડા વર્ષો પહેલા પીઠમાં ઈજા થઈ હતી, જેના કારણે તેની કારકિર્દી જોખમમાં આવી ગઈ હતી અને તે લાંબા વિરામ બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં પાછો ફર્યો હતો. તેણે સર્જરી કરાવી અને લાંબા સમય સુધી રિહેબિલિટેશન કરાવવું પડ્યું, ત્યાર બાદ જ BCCIએ તેને ફિટ જાહેર કર્યો. ઑસ્ટ્રેલિયામાં કામના ભારણને કારણે તેના પર અસર થઈ છે અને જો મુલાકાતી ટીમે ટ્રોફી જાળવી રાખવી હોય તો ટીમને તેની જરૂર છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • India vs Australia : કોહલીએ કાંગારુ ખેલાડીને ધક્કો માર્યો, આ ખેલાડીની બેટિંગથી વિરાટે ગુમાવ્યો પિત્તો; ICCએ ગણતરીના કલાકમાં ફટકારી સજા..

    India vs Australia : કોહલીએ કાંગારુ ખેલાડીને ધક્કો માર્યો, આ ખેલાડીની બેટિંગથી વિરાટે ગુમાવ્યો પિત્તો; ICCએ ગણતરીના કલાકમાં ફટકારી સજા..

      News Continuous Bureau | Mumbai

     India vs Australia: ચોથી ટેસ્ટમાં વિરાટ કોહલી પ્રથમ સેશન દરમિયાન સેમ કોન્સ્ટાસ સાથે ટકરાયો હતો. મેદાનમાં ઝપાઝપી થઈ હતી, જેના કારણે અમ્પાયરે હસ્તક્ષેપ કરવા આગળ આવવું પડ્યું હતું. હવે ICCએ   વિરાટ કોહલી પર કડક કાર્યવાહી કરી છે અને તેની મેચ ફીના 20 ટકાનો દંડ ફટકાર્યો છે. આ સાથે તેને એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.

     India vs Australia: ICC નિયમોની કલમ 2.12નું ઉલ્લંઘન 

    મીડિયા રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીએ ICC નિયમોની કલમ 2.12નું ઉલ્લંઘન કર્યું છે, જેના હેઠળ કોઈ પણ ખેલાડી મેદાન પર અન્ય ખેલાડી સાથે અયોગ્ય શારીરિક સંપર્કમાં આવી શકે નહીં. જો કોઈ ખેલાડી જાણીજોઈને વિરોધી ખેલાડી તરફ જાય છે અથવા કોઈપણ ખેલાડી અથવા અમ્પાયરને તેના ખભાથી ધક્કો મારે છે, તો તે સજા માટે જવાબદાર મનાય છે.

     India vs Australia: મેદાનમાં શું થયું

    ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સની 10મી ઓવરમાં જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. કોન્સ્ટે બોલનો બચાવ કર્યો, ત્યારબાદ કોહલી બોલ ઉપાડીને યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન તરફ આવતો જોવા મળ્યો. દરમિયાન, તેણે કોન્સ્ટાસને ખભા પર માર્યો, પરંતુ 19 વર્ષીય ઓસ્ટ્રેલિયન બેટ્સમેને પણ પીછેહઠ કર્યા વિના બદલો લીધો. વાતાવરણ ગરમ થઈ ગયું, ત્યારબાદ અમ્પાયરે દરમિયાનગીરી કરી અને ઉસ્માન ખ્વાજા પણ પોતાના દેશબંધુ કોન્સ્ટાને સમજાવતો જોવા મળ્યો.  

    આ સમાચાર પણ વાંચો:  Mumbai Local Fight Video: મુંબઇની લોકલમાં ટ્રેનમાં ગુટખા ખાઈને થુંકી રહ્યો હતો યુવક, અન્ય એક મુસાફરે ભણાવ્યો બરાબરનો પાઠ; જુઓ વિડિયો…

     India vs Australia:  રિકી પોન્ટિંગે કોહલીના આ પગલા પર વાંધો ઉઠાવ્યો

    ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગે કોહલીના આ પગલા પર વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે મેચ રેફરીએ તેના પર ચાંપતી નજર રાખવી જોઈએ. આખરે મેચ રેફરીએ કાર્યવાહી કરી, જેના કારણે દંડ ઉપરાંત ‘કિંગ કોહલી’ને એક ડીમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ પણ કહ્યું હતું કે કોહલીને આવું કરવાની કોઈ જરૂર નથી.

  • Virat Kohli : આજે છે કિંગ કોહલીનો જન્મદિવસ… આટલી નાની ઉંમરમાં પહેલીવાર હાથમાં લીધો હતો બેટ…

    Virat Kohli : આજે છે કિંગ કોહલીનો જન્મદિવસ… આટલી નાની ઉંમરમાં પહેલીવાર હાથમાં લીધો હતો બેટ…

    News Continuous Bureau | Mumbai

    Virat Kohli : 1988 માં આ દિવસે જન્મેલા, વિરાટ કોહલી એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ( Indian cricketer ) અને ભારતની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન છે. માત્ર 3 વર્ષની ઉંમરે પહેલીવાર બેટ હાથમાં લેનાર ચીકુ આજે 36 વર્ષનો વિરાટ છે…જેને દુનિયા કિંગ કોહલીના ( King Kohli  ) નામે ઓળખે છે. રાષ્ટ્રીય સ્તરે, તેમને 2013 માં અર્જુન પુરસ્કાર, 2017 માં રમતગમત કેટેગરી હેઠળ પદ્મશ્રી અને 2018 માં ભારતના સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. વિરાટ કોહલી વિશ્વ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં માસ્ટર છે, તેણે પોતાના જુસ્સાના કારણે મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિરાટ કોહલીએ ડિસેમ્બર 2009માં પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી.  

    આ પણ વાંચો :  Vandana Shiva : 05 નવેમ્બર 1952 ના જન્મેલા વંદના શિવા એક ભારતીય વિદ્વાન અને પર્યાવરણીય કાર્યકર્તા છે

  • IND vs NZ 1st Test: બેંગલુરૂમાં વિરાટ કોહલીએ કર્યો કમાલ, ટેસ્ટ ક્રિકેટમાં આ કારનામુ કરનારો ચોથો ભારતીય બન્યો..

    IND vs NZ 1st Test: બેંગલુરૂમાં વિરાટ કોહલીએ કર્યો કમાલ, ટેસ્ટ ક્રિકેટમાં આ કારનામુ કરનારો ચોથો ભારતીય બન્યો..

    News Continuous Bureau | Mumbai

    IND vs NZ 1st Test: હાલમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગ્લોરમાં પ્રથમ ટેસ્ટ મેચ ચાલી રહી છે. આ મેચમાં ત્રણ દિવસની રમત પૂરી થઈ ગઈ છે અને હજુ બે દિવસ બાકી છે. આ મેચ પર નજર કરીએ તો ન્યુઝીલેન્ડએ તેની પકડ મજબૂત બનાવી છે. પરંતુ ત્રીજા દિવસે ભારતીય બેટ્સમેનોએ સારૂ પ્રદર્શન કર્યું હતું. તેથી ભારતનું આગામી ગણિત ચોથા દિવસે હશે. ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને નિષ્ફળ રહી. સમગ્ર ભારતીય ટીમ માત્ર 46 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જે બાદ ન્યુઝીલેન્ડે જબરદસ્ત ઇનિંગ્સ રમીને ભારતીય બોલરોને જેરીમાં લાવ્યા હતા.

     IND vs NZ 1st Test: ભારતે 42મી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 200નો આંકડો પાર કરી લીધો

    મેચના પ્રથમ દાવમાં ન્યુઝીલેન્ડના 402 રનના જવાબમાં, ભારતીય ટીમ બીજા દાવમાં પહેલા કરતાં વધુ સારી દેખાતી હતી અને તેણે 200 રનનો ઉમેરો કર્યો હતો. યશસ્વી જયસ્વાલ અને રોહિત શર્માએ ઇનિંગની શરૂઆત કરી હતી. 72ના સ્કોર પર, જયસ્વાલ ખરાબ શોટ રમીને આઉટ થયો હતો જ્યારે રોહિત શર્મા કમનસીબ હતો અને એજાઝ પટેલ દ્વારા બોલ્ડ થયો હતો. આ પછી વિરાટ કોહલી અને સરફરાઝ ખાને ચાર્જ સંભાળ્યો અને પોતપોતાની ઝડપી અડધી સદી પૂરી કરી. બંનેએ કોઈ જોખમ લેવાનો પ્રયાસ કર્યો ન હતો અને ખરાબ બોલને બાઉન્ડ્રીની બહાર મોકલીને રન બનાવ્યા હતા. બંનેએ મળીને 101 બોલમાં 102 રનની ભાગીદારી કરી હતી. ભારતે 42મી ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 200નો આંકડો પાર કરી લીધો છે. કોહલીએ તેની ટેસ્ટ કરિયરમાં 9 હજાર રન પણ પૂરા કર્યા છે. 

     

    IND vs NZ 1st Test: વિરાટ કોહલી આ સિદ્ધિ મેળવનાર ચોથો બેટ્સમેન બન્યો

    વિરાટ કોહલીએ ટેસ્ટમાં 9000 રન પૂરા કરી લીધા છે. વિરાટ કોહલીએ 197 ટેસ્ટ ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા છે. તે સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર બાદ આવી સિદ્ધિ મેળવનાર ચોથો બેટ્સમેન બન્યો છે. આ યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે. કારણ કે તેણે આ માઈલસ્ટોન સુધી પહોંચવા માટે 176 ઈનિંગ્સ લીધી હતી. તો સચિને 179 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. સુનીલ ગાવસ્કરે 192 ઇનિંગ્સ લીધી હતી. વિરાટ કોહલીએ 197 ઇનિંગ્સમાં 9000 રન પૂરા કર્યા.

    આ સમાચાર પણ વાંચો :  Irani Cup 2024: મુંબઈ બન્યું ઈરાની કપનું વિજેતા, રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે મેચ ડ્રો થઈ છતાં 27 વર્ષ પછી જીત્યું આ ટાઈટલ..

    IND vs NZ 1st Test: વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રીજા સ્થાને 

    વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 2042 રન બનાવ્યા છે. ઈંગ્લેન્ડ સામે પણ 1991 રન બનાવ્યા છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઈન્ડિઝ સામે એક હજારથી વધુ રન બનાવ્યા છે. આ દરમિયાન કુમાર સંગાકારાના નામે સૌથી નાની ટેસ્ટ ઇનિંગ્સમાં 9,000 રન પૂરા કરવાનો રેકોર્ડ છે. તેણે 172 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. સ્ટીવ સ્મિથે 174 ઇનિંગ્સ રમી છે, જ્યારે રાહુલ દ્રવિડ આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રીજા સ્થાને છે. બીજી તરફ, વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રીજા સ્થાને 15 હજાર રન બનાવનાર પ્રથમ ભારતીય બની ગયો છે. અગાઉ આ સિદ્ધિ પોન્ટિંગ, સંગાકારા અને કેન વિલિયમસનના નામે હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • T20 World Cup:  રોહિત-કોહલીએ T20માંથી નિવૃત્તિની કરી જાહેરાત, T-20 જીત સાથે મળી યાદગાર વિદાય.. જાણો વિગતે…

    T20 World Cup: રોહિત-કોહલીએ T20માંથી નિવૃત્તિની કરી જાહેરાત, T-20 જીત સાથે મળી યાદગાર વિદાય.. જાણો વિગતે…

    News Continuous Bureau | Mumbai

    T20 World Cup:  વિરાટ કોહલી ( Virat Kohli ) અને રોહિત શર્માએ ટી20 વર્લ્ડ કપ 2024 નો ખિતાબ જીત્યા બાદ હવે આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કોહલી અને રોહિત ટીમ ઇન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. રોહિત કેપ્ટન તરીકે સફળ રહ્યો છે. કોહલીની કેપ્ટન્સી બાદ રોહિતને કેપ્સન્સીની જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં તે સફળ રહ્યો હતો. રોહિત અને કોહલીની નિવૃત્તિની ( Retirement ) સાથે જ એક યુગનો અંત આવી ગયો છે. કોહલીએ ટી-20ના ( T20 World Cup 2024 ) ઘણા આંતરરાષ્ટ્રીય રેકોર્ડ  પોતાના નામે કર્યા છે, જેને તોડવો કોઈ પણ ખેલાડી માટે આસાન નહી હોય. જોકે હવે બંનેને યાદગાર વિદાય મળી ગઈ છે. 

    ટીમ ઈન્ડિયાએ ( Team India ) 17 વર્ષ બાદ ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં પહેલીવાર આ ખિતાબ જીત્યો હતો. પરંતુ હવે રોહિત શર્માએ ( Rohit Sharma ) ફરી એકવાર ભારતીય સમર્થકોનું સપનું સાકાર કર્યું છે. રોહિતની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ વન ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં પણ પહોંચી હતી. પરંતુ અહીં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે આ વખતે રોહિતે ચાહકોને નિરાશ કર્યા નહતા અને ટીમને ચેમ્પિયન બનાવી હતી.

     T20 World Cup:  વિરાટ કોહલી અને રોહિત શર્માનું મેદાન પર આગમન ચાહકો માટે મનોરંજનની ગેરંટી સમાન રહ્યું છે…

    વિરાટ ( Virat Kohli Retirement ) દુનિયાના એવા ગણ્યાગાંઠ્યા ખેલાડીઓમાંથી એક છે, જેણે પોતાની કારકિર્દીને પોતાના દમ પર ઊંચાઈ પર લઈ ગયો છે. આ સાથે જ ટીમની ગરિમા પણ વધારી હતી. કોહલીની ટી-20 ઈન્ટરનેશનલ ( T20 International ) કરિયર પર નજર નાખીએ તો તે શાનદાર રહી છે. તેણે 125 મેચમાં 4188 રન બનાવ્યા છે. તેણે આ સમયગાળા દરમિયાન 1 સદી અને 38 અડધી સદી ફટકારી છે. કોહલીનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 122 રન છે.  જોકે, આ ટી-20 વર્લ્ડ કપ તેમના માટે સારો રહ્યો નહોતો. પણ તેણે ફાઈનલમાં 76 રન ફટકારીને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    આ સમાચાર પણ વાંચો: T20 world cup 2024: T20 વર્લ્ડ કપ જીતતા જ વિરાટ કોહલી એ કર્યો અનુષ્કા ને વિડિયો કોલ, બાળકો સાથે ચેટ કરતી મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ જુઓ વિડીયો

    રોહિતની ( Rohit Sharma Retirement ) વાત કરીએ તો તે એક મજબૂત ખેલાડી તરીકે ઉભરી આવ્યો હતો અને તે પછી તે સફળ કેપ્ટન પણ સાબિત થયો હતો. રોહિત બેટિંગ માટે ફેમસ રહ્યો છે. તે પરિસ્થિતિને જોઈને રમે છે. પરંતુ મોટાભાગે તે જોરદાર બેટીંગ કરવાના અભિગમ સાથે દેખાયો હતો. રોહિતે ભારત માટે 159 ટી20 મેચ રમી હતી. આ દરમિયાન 4231 રન બનાવ્યા હતા. તેણે આ ફોર્મેટમાં 5 સદી અને 32 અડધી સદી ફટકારી હતી. રોહિતનો શ્રેષ્ઠ સ્કોર અણનમ 121 રન હતો. તેણે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. મહત્વની વાત એ છે કે તેની બેટિંગ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં ભારતને જીતાડવામાં સફળ રહી છે.

    વિરાટ કોહલી અને રોહિત શર્માનું મેદાન પર આગમન ચાહકો માટે મનોરંજનની ગેરંટી સમાન રહ્યું છે. જોકે, એ વાત અલગ છે કે ક્યારેક તેઓ વહેલા  આઉટ થઈ જતા હતા. પરંતુ આ બંને ખેલાડીઓએ ઝડપી ઈનિંગથી ચાહકોનું દર વખતે મનોરંજન કર્યું છે. પરંતુ હવે રોહિત અને વિરાટે T20 માંથી  સંન્યાસ લઈ લીધો છે. તેથી ચાહકો તેમને આ ફોર્મેટ માટે ચોક્કસપણે યાદ રાખશે. ટીમ ઈન્ડિયા હાલ ટી-20 ફોર્મેટમાં સંપૂર્ણ ફેરફારમાંથી પસાર થઈ રહી છે.

  • T20 world cup 2024: T20 વર્લ્ડ કપ જીતતા જ વિરાટ કોહલી એ કર્યો અનુષ્કા ને વિડિયો કોલ, બાળકો સાથે ચેટ કરતી મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ જુઓ વિડીયો

    T20 world cup 2024: T20 વર્લ્ડ કપ જીતતા જ વિરાટ કોહલી એ કર્યો અનુષ્કા ને વિડિયો કોલ, બાળકો સાથે ચેટ કરતી મુવમેન્ટ થઇ કેમેરામાં કેદ જુઓ વિડીયો

    News Continuous Bureau | Mumbai

    T20 world cup 2024: T20 વર્લ્ડ કપની મેચમાં ભારત ની જીત થઇ છે.ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી છે.T20 વર્લ્ડ કપની ફાઈનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી જેમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.આ પ્રસંગે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી ખૂબ જ ખુશ જોવા મળ્યો હતો તેણે સ્ટેડિયમમાંથી જ તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વીડિયો કોલ પર વાત કરી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

    આ સમાચાર પણ વાંચો: Sonakshi wedding video: સોનાક્ષી સિન્હા એ શેર કર્યો તેનો લગ્ન નો વિડીયો, દીકરી ના લગ્ન પર આવું હતું શત્રુઘ્ન સિન્હા નું રિએક્શન

    વિરાટ કોહલી એ કર્યો અનુષ્કા ને વિડીયો કોલ 

    વિરાટ કોહલીએ મેચ જીત્યા બાદ તરત જ સ્ટેડિયમમાંથી અનુષ્કા શર્માને વીડિયો કોલ કર્યો હતો. આ દરમિયાન તે ખૂબ જ ભાવુક દેખાતો હતો. પત્ની સાથે વાત કરતી વખતે વિરાટની આંખોમાં આંસુ આવી ગયા હતા તેમજ વિરાટ તેના બાળકો વામિકા અને અકાય સાથે વાત કરતા ફ્લાઈંગ કિસ અને ફની ફેસ કરતો જોવા મળ્યો હતો.


    તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપ ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. આ જીત બાદ તેણે ટી20 માંથી નિવૃત્તિ ની પણ જાહેરાત કરી હતી.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Hardik Pandya: હાર્દિક પંડ્યાએ દિનેશ કાર્તિક સાથે પણ સ્લેજિંગ કર્યું હતું, આ અનુભવી ખેલાડીએ કર્યો ખુલાસો.. જાણો વિગતે..

    Hardik Pandya: હાર્દિક પંડ્યાએ દિનેશ કાર્તિક સાથે પણ સ્લેજિંગ કર્યું હતું, આ અનુભવી ખેલાડીએ કર્યો ખુલાસો.. જાણો વિગતે..

     News Continuous Bureau | Mumbai 

    Hardik Pandya: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને તાજેતરમાં IPLમાંથી નિવૃત્ત થયેલા દિનેશ કાર્તિકે ( Dinesh Karthik ) હાર્દિક પંડ્યાને લઈને મોટું નિવેદન આપ્યું છે. દિનેશ કાર્તિકે એક ઈન્ટરવ્યુમાં વાત કરતા, હાર્દિક પંડ્યા દ્વારા સ્લેજિંગનો પોતાનો અનુભવ શેર કર્યો હતો. 

    RCBની IPL 2024 પ્લેઓફમાં હાર બાદ દિનેશ કાર્તિકે નિવૃત્તિની જાહેરાત કરી હતી. દિનેશ કાર્તિકે તેની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડ્યો હતો. દિનેશ કાર્તિકે IPLમાં હાર્દિક પંડ્યા પાસેથી મળેલા ખરાબ અનુભવ વિશે ઈન્ટરવ્યુમાં વાત કરી હતી. 

     Hardik Pandya: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2004માં આરસીબીની છેલ્લી મેચમાં તેને ઘણી વખત સ્લેજ કર્યો હતો. ..

    મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઈપીએલ 2024માં ( IPL 2024 )   આરસીબીની ( RCB ) છેલ્લી મેચમાં તેને ઘણી વખત સ્લેજ ( sledging ) કર્યો હતો. મને સ્લેજ કરવા માટે તે મને ચીડવતો રહેતો હતો અને કહેતો હતો કે હવે લેગ સ્પિનર ​​આવી ગયો છે, હું તેનો આભાર માનું છું. આ પછી, જ્યારે હું કેટલાક રન બનાવતો હતો, ત્યારે તે કહેતો હતો કે,  ઠીક છે, લાગે છે કે તે પહેલા કરતા થોડો સારો થઈ ગયો છે. પોતાના નિવેદનમાં કાર્તિકે વધુમાં કહ્યું હતું કે હાર્દિક પણ મારો સારો મિત્ર છે અને તે મને એ પણ કહે છે કે કોમેન્ટેટર બન્યા પછી પણ હું આટલું સારું રમી શક્યો છું. રોહિતે ( Rohit Sharma ) પણ આ વર્ષે મારી સાથે સ્લેજિંગ કર્યું હતું.

    દિનેશ કાર્તિકે કહ્યું કે તેને વિરાટ કોહલી ( Virat Kohli ) અને મહેન્દ્ર સિંહ ધોની તરફથી સારો પ્રતિસાદ મળ્યો. તેણે કહ્યું કે RCB તરફથી રમતી વખતે તેને વિરાટ કોહલી તરફથી ઘણો પ્રેમ મળ્યો. આ સિવાય કાર્તિકે એમ પણ કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે મને તમારી કોમેન્ટ્રીનો આનંદ આવે છે. કાર્તિકે કહ્યું કે ધોની તરફથી આ એક શાનદાર પ્રશંસા છે. 

    આ સમાચાર પણ વાંચો: Jitendra Awhad: રાષ્ટ્રવાદી કોંગ્રેસ (એનસીપી) શરદ પવાર જૂથના નેતા જિતેન્દ્ર આવ્હાડના પોસ્ટર બાળી જૂતા મારી વિરોધ પ્રદર્શન

    Hardik Pandya: આરસીબી માટે દિનેશ કાર્તિકે જોરદાર પ્રદર્શન કર્યું હતું….

    આરસીબી માટે દિનેશ કાર્તિકે જોરદાર પ્રદર્શન કર્યું હતું. દિનેશ કાર્તિકે IPLની 17મી સિઝનમાં 187.36ની સ્ટ્રાઈક રેટથી 326 રન બનાવ્યા હતા. એલિમિનેટર મેચમાં આરસીબીની હાર બાદ દિનેશ કાર્તિકે IPLમાંથી નિવૃત્તિ લીધી હતી. 

    દિનેશ કાર્તિક હાલમાં T20 વર્લ્ડ કપમાં ( T20 World Cup ) ICC કોમેન્ટેટર તરીકે કામ કરતો જોવા મળશે. દિનેશ કાર્તિક અગાઉ ICC ટૂર્નામેન્ટમાં કોમેન્ટ્રી કરી ચૂક્યો છે. દિનેશ કાર્તિક હવે T20 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરતો જોવા મળશે. 

    આ દરમિયાન ભારતીય ટીમ ( Team India ) T20 વર્લ્ડ કપ માટે અમેરિકા પહોંચી ગઈ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ ગઈકાલે પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 1 જૂને વોર્મ-અપ મેચ રમાશે. ભારતનું T20 વર્લ્ડ કપ અભિયાન ખરેખર 5 જૂનથી શરૂ થશે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે 5 જૂને મેચ રમાશે. આ પછી 9 જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આગળ, 12 જૂને ભારત અને અમેરિકા અને 15 જૂને ભારત અને કેનેડા વચ્ચે મેચ રમાશે.

  • RCB Vs CSK: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી, પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ..

    RCB Vs CSK: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં આવું કરનાર બન્યો પ્રથમ ખેલાડી, પોતાના નામે કર્યો આ મોટો રેકોર્ડ..

    News Continuous Bureau | Mumbai 

    RCB Vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 68મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઈના કેપ્ટન રૂતુરાજ ગાયકવાડે RCB સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આ સાથે જ RCBના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ IPLમાં વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. જેમાં વિરાટ હવે IPLમાં એક જ સ્ટેડિયમમાં 3000 રન બનાવનાર ખેલાડી બની ગયો છે. 

    આઈપીએલમાં ( IPL 2024 ) એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિરાટ કોહલીના ( Virat Kohli ) રેકોર્ડ પર નજર કરીએ તો, પ્રથમ સિઝનથી લઈને અત્યાર સુધી, આરસીબી સાથે રહીને, તેણે આ મેદાન પર 86 ઇનિંગ્સમાં 22 અડધી સદી અને 4 સદી રમી હતી, જેમાં તેણે 3012 રન બનાવ્યા હતા. જેમાં અત્યાર સુધીમાં વિરાટના બેટથી 3000 રન બન્યા હતા. IPL ઈતિહાસમાં એક જ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી બાદ રોહિત શર્મા બીજા નંબર પર છે, જેણે વાનખેડે સ્ટેડિયમમાં 2295 રન બનાવ્યા છે. આ યાદીમાં ત્રીજા સ્થાને એબી ડી વિલિયર્સનું નામ છે જેણે આઈપીએલમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ( Chinnaswamy Stadium ) રમતા 1960 રન બનાવ્યા છે. જ્યારે ટી20 ક્રિકેટમાં ( T20 Cricket ) કોહલીએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 3400થી વધુ રન બનાવ્યા છે.

     RCB Vs CSK: IPLમાં 700 ચોગ્ગા ફટકારનાર શિખર ધવન પછી વિરાટ કોહલી હવે બીજો ખેલાડી બની ગયો છે.

    IPLમાં 700 ચોગ્ગા ફટકારનાર શિખર ધવન પછી વિરાટ કોહલી હવે બીજો ખેલાડી બની ગયો છે. શિખર ધવને તેની IPL કરિયરમાં અત્યાર સુધી કુલ 768 ચોગ્ગા ફટકાર્યા છે. આ યાદીમાં ત્રીજા સ્થાને ડેવિડ વોર્નર છે જેણે IPLમાં 663 ચોગ્ગા ફટકાર્યા છે.

    આ સમાચાર પણ વાંચો: India Maldives Conflict: ભારત અને માલદીવ વચ્ચેની વિવાદથી હવે શ્રીલંકાને થઈ રહ્યો છે મોટો ફાયદો.. 6 મહિનામાં આવકમાં થયો વધારો.

    આ સાથે વિરાટ કોહલીએ અનુભવી ક્રિકેટર ક્રિસ ગેલના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. વિરાટ કોહલી IPLમાં બે વખત 700 પ્લસ રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ આ પહેલા 2016માં 973 રન બનાવ્યા હતા. જો આપણે ક્રિસ ગેલની વાત કરીએ તો તેણે પણ બે વખત આ કારનામું કર્યું છે. ગેલે 2012 અને 2013ની સિઝનમાં 700થી વધુ રન બનાવ્યા હતા.

    વાત કરીએ RCB અને ચેન્નાઈ વચ્ચેની મેચની તો આમાં વિરાટ કોહલીના બેટમાંથી 98 મીટર લાંબી સિક્સ જોવા મળી હતી, જેમાં તેણે તુષાર દેશપાંડેની બોલિંગ પર આ શોટ માર્યો હતો. તેમજ RCB એ CSKને હરાવીને હવે પ્લેઓફમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • PBKS vs RCB: મુંબઈ પછી પંજાબ પણ IPLમાંથી બહાર, વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન બાદ બેંગલુરુની આશા હજી અકબંધ.

    PBKS vs RCB: મુંબઈ પછી પંજાબ પણ IPLમાંથી બહાર, વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શન બાદ બેંગલુરુની આશા હજી અકબંધ.

    News Continuous Bureau | Mumbai

    PBKS vs RCB: IPL 2024ની 58મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું હતું. આ હાર સાથે પંજાબની ટીમ IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી. પંજાબની ટીમ પાસે 12 મેચ પછી આઠ પોઈન્ટ રહ્યા હતા. તેથી પંજાબ ટીમ મહત્તમ 12 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતું નથી. પ્લેઓફની ( IPL playoffs ) રેસમાંથી બહાર થનારી પંજાબ મુંબઈ પછી બીજી ટીમ રહી છે.

    પંજાબ ( Punjab Kings ) સામેની મેચમાં જીત સાથે RCBએ હજી પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જેમાં 12 મેચ બાદ RCB ના 10 પોઈન્ટ છે. તેથી RCB ( Royal Challengers Bangalore ) એ હજુ પણ અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. બેંગલુરુની આગામી બંને મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં છે. 12 મેના રોજ ટીમ દિલ્હી કેપિટલ્સ અને 18 મેના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમશે.

    આ સમાચાર પણ વાંચો:  Western Railway Special Block : પશ્ચિમ રેલવેના મુસાફરો માટે મોટા સમાચાર! આ બ્રિજના તોડકામ માટે શનિવારે મધ્યરાત્રિના રહેશે વિશેષ બ્લોક, કેટલીક લોકલ ટ્રેન થશે રદ્દ.

     PBKS vs RCB: પંજાબની ટીમ 17 ઓવરમાં 181 રનમાં સમેટાઈ ગઈ હતી…

    પંજાબ – બેંગ્લોર મેચની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બેંગલુરુની ટીમે 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ ( Virat Kohli ) 47 બોલમાં સાત ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 92 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રજત પાટીદારે 23 બોલમાં 55 રન અને કેમરન ગ્રીને 27 બોલમાં 46 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબની ટીમ 17 ઓવરમાં 181 રનમાં સમેટાઈ ગઈ હતી. આમાં રિલે રૂસોએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. આ સિવાય શશાંક સિંહ 37 રન અને સેમ કુરન 22 રન બનાવી શક્યો હતો. સિરાજે ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે સ્વપ્નિલ સિંહ, લોકી ફર્ગ્યુસન અને કર્ણ શર્માને બે-બે વિકેટ મળી હતી.