• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Vision 2047
Tag:

Vision 2047

Budget session Prime Minister Modi emphasized on global development at the beginning of the 2025 Budget session
દેશ

Budget session: પ્રધાનમંત્રી મોદીએ 2025ના બજેટ સત્રની શરૂઆતમાં વૈશ્વિક વિકાસ પર ભાર મૂક્યો, આ સત્ર દેશના દરેક ક્ષેત્રમાં નવી ઊર્જા અને ગતિ લાવશે

by khushali ladva January 31, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai

  • ભૌગોલિક, સામાજિક કે આર્થિક રીતે વ્યાપક વિકાસ તરફ સરકાર મિશન મોડમાં આગળ વધી રહી છે: પ્રધાનમંત્રી
  • પ્રધાનમંત્રીએ ઝડપી વિકાસ પ્રાપ્ત કરવા માટે સુધારા, કામગીરી અને પરિવર્તનના મહત્વ પર ભાર મૂક્યો
  • રાજ્ય અને કેન્દ્ર સરકારોએ સાથે મળીને કામગીરી કરવી જોઈએ, જનભાગીદારી પરિવર્તન તરફ દોરી જશે: પ્રધાનમંત્રી
  • આગામી 25 વર્ષ સમૃદ્ધ અને વિકસિત ભારત પ્રાપ્ત કરવા માટે સમર્પિત રહેશે: પ્રધાનમંત્રી
Budget session: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સંસદ પરિસરમાં 2025ના બજેટ સત્રની શરૂઆત પહેલાં મીડિયાને સંબોધન કર્યું. સમૃદ્ધિની દેવી મા લક્ષ્મીને નમન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે બજેટ સત્રની શરૂઆતના પ્રસંગે બુદ્ધિ, સમૃદ્ધિ અને કલ્યાણ પ્રદાન કરનારી મા લક્ષ્મીને યાદ કરવાનો રિવાજ છે. તેમણે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર મા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ માટે પ્રાર્થના કરી.

ભારતે તેના પ્રજાસત્તાકના 75 વર્ષ પૂર્ણ કર્યા છે, જે દરેક નાગરિક માટે ખૂબ જ ગર્વની વાત છે તે વાત પર ભાર મૂકતા શ્રી મોદીએ કહ્યું કે, આ સિદ્ધિ લોકશાહી વિશ્વમાં પણ એક વિશેષ સ્થાન ધરાવે છે, જે ભારતની શક્તિ અને મહત્વ દર્શાવે છે.

Speaking at the start of the Budget Session of Parliament. https://t.co/IC4Sk4Ppub

— Narendra Modi (@narendramodi) January 31, 2025

Budget session: પ્રધાનમંત્રીએ દેશના લોકોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓએ ત્રીજી વખત સરકાર બનાવવાની જવાબદારી સોંપી છે. તેમણે જણાવ્યું કે આ તેમના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ સત્ર છે અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2047 સુધીમાં, જ્યારે ભારત સ્વતંત્રતાના 100 વર્ષની ઉજવણી કરશે, ત્યારે રાષ્ટ્ર વિકસિત દેશ બનવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે. તેમણે ભાર મૂક્યો કે આ બજેટ સત્ર નવો આત્મવિશ્વાસ અને ઉર્જાનો સંચાર કરશે, જે સુનિશ્ચિત કરશે કે 140 કરોડ નાગરિકો સામૂહિક રીતે આ સંકલ્પને પૂર્ણ કરશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ત્રીજા કાર્યકાળમાં, સરકાર ભૌગોલિક, સામાજિક કે આર્થિક રીતે વ્યાપક વિકાસ તરફ મિશન મોડમાં આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે નવીનતા, સમાવેશ અને રોકાણ સતત દેશના આર્થિક રોડમેપનો પાયો રહ્યા છે. શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે આ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલો અને દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવશે, જેનાથી રાષ્ટ્રને મજબૂત બનાવનારા કાયદા બનશે. તેમણે મહિલાઓના ગૌરવને પુનઃસ્થાપિત કરવાના, દરેક મહિલા માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવાના અને ધાર્મિક અને સાંપ્રદાયિક ભેદભાવોથી મુક્ત થવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે આ સત્રમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઝડપી વિકાસ હાંસલ કરવા માટે સુધારા, કામગીરી અને પરિવર્તનના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે નોંધ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ કામગીરી કરવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ, અને જનભાગીદારી પરિવર્તન તરફ દોરી જશે.

આ સમાચાર પણ વાંચો:  Economic Survey 2025: બજેટ પહેલા સંસદમાં આર્થિક સર્વે રજૂ, જાણો કેવું છે ભારતીય અર્થવ્યવસ્થાનું સ્વાસ્થ્ય…

Budget session: પ્રધાનમંત્રીએ તે વાત પર જોર આપતા કહ્યું કે, ભારત એક યુવા રાષ્ટ્ર છે જેમાં અપાર યુવા શક્તિ છે, આજે 20-25 વર્ષની વયના યુવાનો 45-50 વર્ષની ઉંમરે પહોંચશે ત્યારે વિકસિત ભારતના સૌથી મોટા લાભાર્થી બનશે. તેઓ નીતિ નિર્માણમાં મુખ્ય હોદ્દા પર હશે અને આગામી સદીમાં વિકસિત ભારતનું ગર્વથી નેતૃત્વ કરશે. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવાના પ્રયાસો વર્તમાન કિશોરો અને યુવા પેઢી માટે એક મહત્વપૂર્ણ ભેટ હશે. તેમણે આની તુલના 1930 અને 1940ના દાયકામાં સ્વતંત્રતા માટે લડનારા યુવાનો સાથે કરી, જેમના પ્રયાસોથી 25 વર્ષ પછી સ્વતંત્રતાની ઉજવણી થઈ. તેવી જ રીતે આગામી 25 વર્ષ સમૃદ્ધ અને વિકસિત ભારત પ્રાપ્ત કરવા માટે સમર્પિત રહેશે, એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ આ બજેટ સત્ર દરમિયાન તમામ સાંસદોને વિકસિત ભારતના વિઝનને મજબૂત બનાવવામાં યોગદાન આપવા હાકલ કરી. તેમણે કહ્યું કે યુવા સાંસદો માટે આ એક સુવર્ણ તક છે, કારણ કે ગૃહમાં તેમની સક્રિય ભાગીદારી અને જાગૃતિ તેમને વિકસિત ભારતના પરિણામો જોવાની તક આપશે.

Budget session: પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે બજેટ સત્ર રાષ્ટ્રની આકાંક્ષાઓ પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે 2014 પછી આ કદાચ પહેલું સંસદીય સત્ર છે, જેમાં સત્ર પહેલા વિદેશી સ્ત્રોતો દ્વારા કોઈ ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે છેલ્લા 10 વર્ષથી, દરેક સત્ર પહેલા હંમેશા ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, અને એવા લોકોની કોઈ કમી નથી જે આ આગને હવા આપવા માટે હંમેશા તૈયાર જ હોય છે. જોકે, તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં આ પહેલું સત્ર છે જ્યાં કોઈ પણ વિદેશી ખૂણેથી આવી કોઈ ખલેલ પહોંચાડવામાં આવી નથી.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Mission Mausam Prime Minister Narendra Modi will launch 'Mission Mausam'... along with releasing IMD Vision-2047 document
દેશ

Mission Mausam: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે… સાથે IMD વિઝન-2047 દસ્તાવેજ બહાર પાડશે

by khushali ladva January 13, 2025
written by khushali ladva

News Continuous Bureau | Mumbai 

  • પ્રધાનમંત્રી ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે અને IMD વિઝન-2047 દસ્તાવેજ બહાર પાડશે

Mission Mausam:  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જાન્યુઆરીના રોજ સવારે 10:30 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે ભારતીય હવામાન વિભાગના 150મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે તેઓ જનસભાને પણ સંબોધિત કરશે.

પ્રધાનમંત્રી આપણા દેશને ‘હવામાન પ્રત્યે તૈયાર અને જળવાયુમાં સ્માર્ટ’ રાષ્ટ્ર બનાવવાના ધ્યેય સાથે ‘મિશન મૌસમ’નો શુભારંભ કરશે. આ મિશનનો ઉદ્દેશ્ય અત્યાધુનિક રીતે હવામાન દેખરેખ ટેકનિક અને સિસ્ટમ વિકસિત કરીને, ઉચ્ચ-રિઝોલ્યુશન વાતાવરણીય અવલોકનો, આગામી પેઢીના રડાર અને ઉપગ્રહો તેમજ ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટર્સનો અમલ કરીને આ પ્રાપ્ત કરવાનો છે. આ હવામાન અને જળવાયુ પ્રક્રિયાઓની સમજણને વધુ યોગ્ય બનાવવા, વાયુ ગુણવત્તા ડેટા પ્રદાન કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે જે લાંબા ગાળે હવામાન વ્યવસ્થાપન અને હસ્તક્ષેપની વ્યૂહરચના બનાવવામાં પણ મદદ કરશે.

આ સમાચાર પણ વાંચો: Z-Morh Tunnel: PM મોદી આજે જમ્મુ અને કાશ્મીરની લેશે મુલાકાત, સોનમર્ગ ટનલ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી હવામાન સ્થિતિસ્થાપકતા અને જળવાયુ પરિવર્તન અનુકૂલન માટે IMD વિઝન-2047 દસ્તાવેજ પણ બહાર પાડશે. જેમાં હવામાનની આગાહી, હવામાન વ્યવસ્થાપન અને જળવાયુ પરિવર્તન ઘટાડવા માટેની યોજનાઓનો સમાવેશ થાય છે.

IMDના 150મા સ્થાપના દિવસની ઉજવણી માટે, છેલ્લા 150 વર્ષો દરમિયાન IMDની સિદ્ધિઓ, ભારતને જળવાયુ-સ્થિતિસ્થાપક બનાવવામાં તેની ભૂમિકા અને વિવિધ આબોહવા અને હવામાનને લગતી સેવાઓ પૂરી પાડવામાં સરકારી સંસ્થાઓ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા દર્શાવવા માટે શ્રેણીબદ્ધ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 13, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
GIFT City Finance Minister Nirmala Sitharaman Gift City Gateway to India's Vision 2047
ગાંધીનગરMain Postવેપાર-વાણિજ્ય

GIFT City : ગિફ્ટ સિટી 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના ભારતના દ્રષ્ટિકોણનું પ્રવેશદ્વાર બનશે : શ્રીમતી નિર્મલા સીતારામન

by kalpana Verat January 12, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

GIFT City : ગિફ્ટ સિટી આદર્શ રીતે નાણાકીય અને રોકાણ ( Investment ) કેન્દ્ર માટેનું પ્રવેશદ્વાર બનવાની તૈયારીમાં છે અને 2047 સુધીમાં ભારત માટે વિકસિત રાષ્ટ્ર બનવાના સ્વપ્નને પરિપૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, એમ કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન શ્રીમતી નિર્મલા સીતારામને આજે ગાંધીનગર ( Gandhinagar ) ખાતે 10માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 ( Gujarat Global Summit ) ના ભાગરૂપે આયોજિત સેમિનાર ‘ગિફ્ટ સિટી-એન એસ્પિરેશન ઓફ મોડર્ન ઇન્ડિયા’ને સંબોધન કરતાં જણાવ્યું હતું.

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ( PM Modi ) એ વર્ષ 2007માં જ્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતાં, ત્યારે ગિફ્ટ સિટીનાં વિચારની કલ્પના કરી હતી અને હવે તેનું વિસ્તરણ થઈને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર બન્યું છે.

ગ્રીન ટેકનોલોજીના સંદર્ભમાં પ્રધાનમંત્રીના વિઝનની રૂપરેખા આપતાં શ્રીમતી સીતારામને કહ્યું હતું કે, ગિફ્ટ સિટીએ ગ્રીન ક્રેડિટ માટેનું પ્લેટફોર્મ બનવા તરફ ધ્યાન આપવું જોઈએ. કેન્દ્રીય નાણાં મંત્રીએ ઉમેર્યું હતું કે, વર્ષ 2047 સુધીમાં ભારતનું અર્થતંત્ર 30 ટ્રિલિયન ડોલરનું થઈ જાય તેવા લક્ષ્યાંકને હાંસલ કરવા માટે વિવિધ ફિનટેક લેબોરેટરીનું નિર્માણ કરવાનું પણ લક્ષ્ય રાખવું જોઈએ.

આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (આઇએફએસસી)માં કામગીરીની વધતી જતી હાજરીની યાદી આપતાં શ્રીમતી સીતારામને જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં હવે ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ, 25 બેન્કો સહિત 3 એક્સચેન્જો છે, જેમાં 9 વિદેશી બેંકો, 26 એરક્રાફ્ટ લીઝર્સ, 80 ફંડ મેનેજર્સ, 50 પ્રોફેશનલ સર્વિસ પ્રોવાઇડર્સ અને 40 ફિનટેક કંપનીઓ સામેલ છે.

કેન્દ્રીય નાણાં પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે ભારતે ( India ) શિપિંગ માટે મેન્યુફેક્ચરિંગ હબ બનવાનું લક્ષ્ય રાખવું જોઈએ અને આઇએફએસસીમાં 8 શિપ લીઝિંગ કંપનીઓ કાર્યરત છે જે વૈશ્વિક ફાઇનાન્સ એક્સેસને સક્ષમ બનાવશે. શ્રીમતી સીતારામને ઉમેર્યું હતું કે, ભારતમાં શેર બજારોમાં છૂટક ભાગીદારી એ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નાણાકીય ક્ષેત્રના સુધારાઓની અન્ય એક વિશિષ્ટ લાક્ષણિકતા છે.

આ સમાચાર પણ વાંચો :  Vibrant Gujarat 2024: દેશની પહેલી મેક ઇન ઇન્ડીયા સેમીકન્ડક્ટર ચીપનું ગુજરાતમાં 2024માં ઉત્પાદન થશે: કેન્દ્રીયમંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવ

ગિફ્ટ સિટીને ટેકનોલોજી અને નાણાકીય દુનિયાનું મિશ્રણ ગણાવતાં કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, નાણાકીય સેવાઓમાં ટેકનોલોજીના ફાયદાઓને સામેલ કરવાની જરૂર છે અને ગિફ્ટ સિટીની રચના ભારતના ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક ધિરાણ સુધી પહોંચવામાં લાભ પ્રદાન કરવા માટે કરવામાં આવી છે. શ્રીમતી સીતારામને જણાવ્યું હતું કે મોટા ભાગના વૈશ્વિક નાણાકીય કેન્દ્રો અગાઉ માત્ર મૂડી તરફ જ જોતા હતા, પરંતુ ગિફ્ટ સિટીને ટેકનોલોજીથી ભરપૂર નાણાકીય સેવાઓ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે.

કેન્દ્રીય નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, ભારત હવે વિશ્વનાં વિકાસ એન્જિનને આગળ વધારી રહ્યું છે અને તે વિકસિત પશ્ચિમી દેશો અને વૈશ્વિક દક્ષિણ વચ્ચે સેતુ બની શકે છે અને ભારત વૈશ્વિક મંચ પર નાણાકીય પ્રતિષ્ઠાનાં માર્ગે અગ્રેસર છે, ત્યારે ભારતનાં લોકો નવીનતાઓ અને ઉદ્યોગસાહસિકો બનવા ઇચ્છે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગિફ્ટ સિટી આ આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

આ સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાત સરકારના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઇ, ગિફ્ટ સિટીના ચેરમેન શ્રી હસમુખ અઢિયા, આઇએફએસસીએના ચેરમેન શ્રી કે. રાજારામન અને ગિફ્ટ સિટીના એમડી અને સીઇઓ શ્રી તપન રે ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

January 12, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક