Tag: waterfall

  • Shahrukh and Kajol: આ ફિલ્મ ના શૂટિંગ દરમિયાન કાજોલે બચાવ્યો હતો શાહરુખ ખાન નો જીવ, આ માટે કિંગ ખાને માન્યો હતો અભિનેત્રી નો આભાર

    Shahrukh and Kajol: આ ફિલ્મ ના શૂટિંગ દરમિયાન કાજોલે બચાવ્યો હતો શાહરુખ ખાન નો જીવ, આ માટે કિંગ ખાને માન્યો હતો અભિનેત્રી નો આભાર

    News Continuous Bureau | Mumbai

    Shahrukh and Kajol: શાહરુખ ખાન અને કાજોલ ની જોડી બોલિવૂડ ની નંબર વન જોડી છે. શાહરુખ અને કાજોલ એ બોલિવૂડ ને ઘણી હિટ ફિલ્મો આપી છે. કો સ્ટાર હોવાની સાથે સાથે શાહરુખ અને કાજોલ સારા મિત્રો પણ છે. લોકો ને શાહરુખ અને કાજોલ ને જોડી ખુબ પસંદ આવે છે. શાહરુખ અને કાજોલ છેલ્લે ફિલ્મ દિલવાલે માં સાથે જોવા મળ્યા હતા પરંતુ શું તમે જાણો છો આ ફિલ્મ ના શૂટિંગ દરમિયાન એક અકસ્માત થયો હતો, જેમાં કાજોલે શાહરૂખ નો જીવ બચાવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: Hina khan: કેન્સર ના ઈલાજ ની વચ્ચે એકતા કપૂર ના ઘરે બાપ્પા ના દર્શન કરવા પહોંચી હિના ખાન, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

    કાજોલે બચાવ્યો હતો શાહરુખ ખાન નો જીવ 

    મીડિયા રિપોર્ટ મુજબ શાહરૂખ ખાને એક ઈન્ટરવ્યુમાં કાજોલનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે કાજોલે કહ્યું હતું કે, ‘જો મેં તને યોગ્ય સમયે પકડ્યો ન હોત તો તું ધોધમાંથી બચી શક્યો ન હોત. જેના પર શાહરૂખે કહ્યું કે, ‘મારો જીવ બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.’ કાજોલે આગળ કહ્યું, “હવે તમે મારા ઋણી છો.” શાહરૂખ ખાને તેને જવાબ આપતા કહ્યું, “હું તારો ઋણી છું.મારી જિંદગી હવે તમારી છે.”

     

    View this post on Instagram

     

    A post shared by Pinkvilla (@pinkvilla)


    તમને જણાવી દઈએ કે, દિલવાલે ફિલ્મ ના લોકપ્રિય ગીત ગેરુઆના નિર્માણ દરમિયાન આ  ઘટના બની હતી જેમાં કાજોલે શાહરૂખ ખાનને ધોધ પરથી પડતા બચાવ્યો હતો.

    (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

  • Rajasthan News : સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ખોયો, યુવક રીલ બનાવવા ઝરણામાં ઊતર્યો ને 150 ફૂટ નીચે પડ્યો; જુઓ વાયરલ વિડીયો..

    Rajasthan News : સેલ્ફી લેવાના ચક્કરમાં જીવ ખોયો, યુવક રીલ બનાવવા ઝરણામાં ઊતર્યો ને 150 ફૂટ નીચે પડ્યો; જુઓ વાયરલ વિડીયો..

     News Continuous Bureau | Mumbai  

    Rajasthan News : આજકાલ લોકો સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે પોતાનો જીવ જોખમમાં મુકવામાં જરાય અચકાતા નથી. ઘણી વખત એક ક્ષણમાં લીધેલો નિર્ણય તેમને મોતના મુખ સુધી લાવી શકે છે. તેનું તાજેતરનું ઉદાહરણ ચિત્તોડગઢમાં જોવા મળ્યું. ભારે વરસાદ વચ્ચે રીલ બનાવતી વખતે યુવક ધોધના જોરદાર પ્રવાહમાં કૂદી પડ્યો હતો અને લગભગ 100 ફૂટ પાણીમાં તરીને 150 ફૂટ ઊંચા ધોધ પરથી નીચે પડ્યો હતો.

    Rajasthan News : રેસ્ક્યુ ઓપરેશન 7 કલાક સુધી ચાલ્યું

    યુવકના અચાનક પડી જવાથી ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેમજ યુવકને શોધવા માટે  7 કલાક સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ તેનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. અંધકારના કારણે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. 

    Rajasthan News : જુઓ વિડીયો 

     

    મીડિયા રિપોર્ટ મુજબ  ધોધ પરથી પડી ગયેલો યુવક ભીલવાડાના ભવાની નગરનો રહેવાસી છે.  તે સોમવારે તેના મિત્ર સાથે પિકનિક માટે ચિત્તોડગઢ જિલ્લાના બેગુ બોર્ડર પર મેનલ ફોલ્સ પર આવ્યો હતો. સેલ્ફી લેતી વખતે અને રીલ બનાવતી વખતે તે ધોધમાં પ્રવેશ્યો હતો અને અચાનક પોતાનું સંતુલન ગુમાવી દેતાં પાણીમાં પડી ગયો હતો. પોતાનો જીવ બચાવવા માટે યુવકે સુરક્ષા માટે લગાવેલી ચેઈન પણ પકડી લીધી હતી. પરંતુ પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ હતો. જેના કારણે તેના હાથમાંથી ચેઈન સરકી ગઈ હતી. અને લગભગ 100 ફૂટ પાણીમાં વહેતી વખતે તે 150 ફૂટ ઊંચા ધોધ પરથી નીચે પડી ગયો હતો.

    આ સમાચાર પણ વાંચો : નેવી બ્લુ સાડી માં જોવા મળ્યો રાશિ ખન્ના નો ગ્લેમરસ અવતાર, અભિનેત્રી ની સાદગી એ જીત્યા ચાહકો ના દિલ

    Rajasthan News :  લેખિત ચેતવણી છતાં યુવાને બેદરકારી દાખવી  

    ધોધ પરથી યુવક નીચે પડવાની માહિતી મળતા જ પોલીસ અને બેગુ એસડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે યુવકના પરિવારને પણ અકસ્માતની જાણ કરી, ત્યારબાદ તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કહ્યું કે હાલ બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને અત્યારે કંઈ કહી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે ધોધ પર લખેલી સેફ્ટી વોર્નિંગ છતાં યુવકે બેદરકારી દાખવીને પોતાનો જીવ જોખમમાં મુક્યો હતો. ધોધની નજીક કોઈ દુર્ઘટના ન થાય તે માટે, વહીવટીતંત્રે ત્યાં ડાઇવર્સની ટીમ તૈનાત કરી છે જેથી તેઓ લોકોને કટોકટીની સ્થિતિમાંથી બચાવી શકે.

     

  • Charmadi Ghat :  પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને ધોધમાં નહાવા ઉતર્યા પ્રવાસીઓ; પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ; જુઓ વિડીયો

    Charmadi Ghat : પ્રતિબંધનું ઉલ્લંઘન કરીને ધોધમાં નહાવા ઉતર્યા પ્રવાસીઓ; પોલીસે આ રીતે ભણાવ્યો પાઠ; જુઓ વિડીયો

     News Continuous Bureau | Mumbai 

    Charmadi Ghat : વરસાદી માહોલને કારણે કર્ણાટક ના ચરમડી ઘાટ પણ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.  વરસાદી માહોલમાં દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે. દરમિયાન, આ વરસાદની મજા માણતી વખતે બીચ પર અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને પોલીસે પ્રવાસીઓના વાહનો પાર્ક ન કરવા અને ધોધમાં નીચે ન જવાની કડક સૂચના આપી છે. જો કે, એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક પોલીસ અધિકારીએ ધોધના પાણીમાં મોજ મસ્તી કરતા પ્રવાસીના કપડા ઉઠાવીને પોલીસ વાહનમાં ભરી દીધા હતા અને જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

     Charmadi Ghat : પ્રવાસીઓ એ ચેતવણી અવગણી 

    ચરમડી ઘાટી પર ધોધ વહી રહ્યો છે, આ ધોધ પર ચેતવણીના બોર્ડ લગાવ્યા હોવા છતાં પ્રવાસીઓ પાણીના ધોધમાં મોજ મસ્તી કરી રહ્યા છે. આમ, ખતરનાક ધોધમાં મજા માણવા આવેલા પ્રવાસીઓના કપડાં પોલીસ અધિકારીઓએ ઉઠાવી લીધા હતા. પોલીસની આ કાર્યવાહીને લોકોએ આવકારી છે.

    કેટલાક યુવકો ધોધમાં સ્નાન કરવા માટે નીચે જતા હતા અને ખડકો પર પણ ચઢી જતા હતા. આની જાણ થતાં, ચિક્કામગાલુરુ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગે યુવકના કપડાં છીનવી લીધા. આ જોઈને યુવકે પોલીસ અધિકારીઓ સાથે બોલાચાલી કરી હતી. પોલીસ દ્વારા ચોમાસા દરમિયાન આવી પ્રવૃતિઓ કરવાના જોખમો અંગે સમજાવવાનો પ્રયાસ કરવા છતાં યુવાનોએ પોલીસ અધિકારીઓ સાથે દલીલ કરવાનું ચાલુ રાખ્યું હતું.

    આ સમાચાર પણ વાંચો : Mumbai Rains: મુંબઈમાં ભારે વરસાદની અસર, આ રેલવે લાઈનની લોકલ સેવાઓ ખોરવાઈ; ટ્રેનો 20-25 મિનિટ દોડી રહી છે મોડી

    Charmadi Ghat : યુવકોના જૂથને પાઠ ભણાવ્યો 

    પોલીસે તેમને ચેતવણી આપ્યા બાદ તેમના કપડા પરત કર્યા હતા. પોલીસે તેમને સલામતીના સૂચનો આપ્યા પછી અને તેમના કપડાં પરત કર્યા પછી પણ, યુવાનોને તેમની ક્રિયાઓની ગંભીરતા સમજાઈ કે કેમ તે હજુ અસ્પષ્ટ છે. ચોમાસાના જોખમને કારણે સત્તાવાળાઓએ પહેલાથી જ ચર્મડી ઘાટના અલેકન ધોધ સહિત અનેક ધોધની પહોંચ પર પ્રતિબંધ મૂક્યો છે.

  • ત્રીજી લહેરને સામેથી આમંત્રણ, રજાના દિવસોએ પર્યટન સ્થળોએ જામી ભારે ભીડ, નવી મુંબઈ પોલીસે પર્યટકોએ પાસેથી વસુલ્યો આટલા હજારનો દંડ

    ત્રીજી લહેરને સામેથી આમંત્રણ, રજાના દિવસોએ પર્યટન સ્થળોએ જામી ભારે ભીડ, નવી મુંબઈ પોલીસે પર્યટકોએ પાસેથી વસુલ્યો આટલા હજારનો દંડ

    નવી મુંબઇ પોલીસે કોરોના મહામારીના નિયમોનું ઉલ્લંઘન કરનારા 100થી વધુ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે.

    નવી મુંબઇ પોલીસે કાર્યવાહી કરતા ગવલી દેવ ડેમ પર ઓછામાં ઓછા 61 લોકો અને પાંડવકડા ડેમ પાસે 52 લોકો પાસે 34 હજાર રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.

    આ તમામ લોકોએ રવિવારે પ્રશાસન દ્વારા પુરની ચેતવણી આપી હોવા છતાં વરસાદથી પ્રભાવિત ક્ષેત્ર કોંકણના વોટરફોલમાં નહાયા હતા તેમજ પિકનિક સ્થળ પર ફરવા નીકળી પડયા હતા.

    મોટી સંખ્યામાં નાગરિકો ગવલી દેવ ડેમ, પાંડવકડા ડેમ અને અન્ય દર્શનીય સ્થળોમાં ફરવા માટે આવ્યા હતા. સામાજિક અંતર જાળવ્યા વિના અને માસ્ક પહેર્યા વગર પર્યટકો ફરી રહ્યા હતા. 

    કોરોના ટેસ્ટ સંદર્ભે ગુજરાત સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય; પ્રાઇવેટ લૅબમાં ટેસ્ટિંગના ભાવમાં કરાયો જબરદસ્ત ઘટાડો, જાણો વિગત