• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - wedding ceremony
Tag:

wedding ceremony

Wedding Ceremony તુલસી વિવાહ તો થયા, હવે લગ્નસરાનો પ્રારંભ
ધર્મ

Wedding Ceremony: તુલસી વિવાહ તો થયા, હવે લગ્નસરાનો પ્રારંભ; જાણો આ વર્ષની શુભ તિથિઓ અને લગ્ન મુહૂર્ત

by aryan sawant November 4, 2025
written by aryan sawant

News Continuous Bureau | Mumbai

Wedding Ceremony  તુલસી વિવાહ નો ઉત્સવ રવિવારથી શરૂ થઈ ગયો છે. બુધવારે, 5મી નવેમ્બરે તુલસી વિવાહનો ઉત્સવ સંપન્ન થયા પછી લગ્નસરાની શરૂઆત થઈ જશે. આથી, જેમના લગ્ન નક્કી થયા છે તે લોકોની દોડધામ વધી ગઈ છે. આ વર્ષે લગ્ન સમારોહ માટે ડિસેમ્બરના અંત સુધીમાં કુલ 70 શુભ તિથિઓ છે, જેમાં એકલા નવેમ્બર મહિનામાં સાત લગ્ન મુહૂર્ત છે.
લગ્નસરા શરૂ થતાં જ નવેમ્બરથી, મેરેજ હોલ અને પાર્ટી પ્લોટ બુક કરવાની ઉતાવળ શરૂ થઈ ગઈ છે. લગ્નની સિઝન શરૂ થવાથી લગ્ન માટે જરૂરી વસ્તુઓની ખરીદી કરવા માટે વર-વધૂના પિતાની દોડધામ શરૂ થઈ ગઈ છે. મોબાઇલનો જમાનો હોવા છતાં, ઘણા લોકો લગ્ન પત્રિકા છપાવવા માટે પ્રિન્ટિંગ પ્રેસનો સંપર્ક કરી રહ્યા છે. ઘોડાવાળા, બેન્ડવાળા, રસોઈયા, મંડપ, લોન, શાકભાજી, કઠોળ, અનાજ, કપડાં, દાગીના જેવા વિવિધ વ્યવસાયોને આ સમયગાળા દરમિયાન સારો ધંધો મળે છે. સોપારીના પાન, પતરાળી, કેળના પાન, ફૂલો, પુષ્પગુચ્છ, સુગંધિત દ્રવ્યો, કિંમતી કપડાં, સોનાના આભૂષણો સુધીની વિવિધ વસ્તુઓની આ પવિત્ર કાર્યમાં જરૂર હોય છે. આ વસ્તુઓ સાથે સંકળાયેલા વેપાર-ઉદ્યોગમાં આ સમયગાળા દરમિયાન મોટી ઉથલપાથલ જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Tejashwi Yadav: ‘દરેક મહિલાના ખાતામાં 14 જાન્યુઆરીએ આવશે આટલા હજાર’, પ્રચાર પૂરો થતા પહેલાં તેજસ્વીની મોટી જાહેરાત

આ મહિનાઓમાં છે લગ્નના શુભ મુહૂર્તો:

લગ્નસરા માટે શુભ મુહૂર્તોની તારીખો નીચે મુજબ છે:
નવેમ્બર 2025: 2, 3, 8, 12, 16, 22, 25, 30
ડિસેમ્બર 2025: 2, 5, 12, 13, 15
જાન્યુઆરી 2026: 23, 24, 25, 26, 28, 29
ફેબ્રુઆરી 2026: 3, 5, 7, 8, 10, 11, 12, 20, 22, 25, 26
માર્ચ 2026: 1, 3, 4, 7, 8, 9, 11, 12
મે 2026: 1, 3, 5, 6, 7, 8, 13, 14
જૂન 2026: 21, 22, 23, 24, 25, 26, 27, 29
જુલાઈ 2026: 1, 6, 7, 11
નવેમ્બર 2026: 21, 24, 25, 26
ડિસેમ્બર 2026: 2, 3, 4, 5, 6, 11, 12

November 4, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Gujarati Sahitya Sajan bethu mandave by ashwin mehta
Gujarati Sahitya

Gujarati Sahitya: સાજન બેઠું માંડવે…

by Hiral Meria February 26, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai

Gujarati Sahitya: કવિ ન્હાનાલાલે કહ્યું હતુંઃ લગ્ન ( marriage ) એટલે પ્રભુતામાં પગલાં પાડવા… રસ ઐક્પ વિણ મન ઐક્શ નહીં… વર-કન્યા ( Bride Groom ) વચ્ચે પરસ્પર રસ-રુચિની એકતા હોય તો હૃદય-મનની એકાત્મતા સિદ્ધ થાય. દાંપત્યમાં સૌમનસ્યની સુગંધ હોય, વૈમનસ્યની વિકૃતિ કે દુર્ગંધ ન હોય. લગ્નોત્સવ ( wedding ceremony ) એ પરિવારનો આનંદોત્સવ છે. પરિચયથી પાંગરેલા પરિણષના આ માંગલિક અવસરને રંગેચંગે ઉજવવાની, બેન્ડબાજા-બારાત અને આતશબાજીની ધામધૂમ, વરણાગી વેશભૂષા, ઝાકઝમાળ અલંકારો, આભૂષણોનો ઝગમગાટ, ભાગીતળ રંગભૂષા અને બંકિમ કેશભૂષા, છપ્પનભોગના ઓચ્છવ, જાનૈયાઓ અને માંડવિયાઓની હરખઘેલી દોડધામ, ઉમંગ, ઉઘાસની રોનક અને રંગતની જમાવટ કરતો આ લાખેણો અવસર પરિવારમાં જિંદગીની મોંઘામૂલી રસલહાણ રેલાવે છે. 

પસાચ-પોણોસો વરસો પહેલાં ગામડાં ગામમાં ગાડામાં બેસીને જાડી જાન લઈને પરોણાંઓ પધારતા, પાંચ-છ દિવસ સુધી આગતાસ્વાગતા થતી. હવે છેલ્લાં પંદરેક વર્ષોથી ચાર-પાંચ દિવસના ડેસ્ટિનેશન વેડિંગનો ( destination weddings ) પ્રસાર-પ્રચાર વધતો જાય છે. વરરાજા કે કન્યાના કોઈ સ્વજન, સંબંધીના ઘરન હોય તોય બસો-પાંચસો ( Relatives ) સ્વજનો– સ્નેહીઓને લઈને ગોવાના દરિયાકાંઠે રિસોર્ટમાં, હૈદરાબાદ રામોજી ફિલ્મસિટીના મોગલ ગાર્ડનમાં, ઉષપુર લેકપેલેસ (જળ મંદિર), જયપુર સિટી પેલેસ, બેંગકોક-ફુકેટ (થાઈલેન્ડ)ના સાગરકિનારે અથવા મુંબઈ, પૂના, લોનાવલા, અમદાવાદ, દિલ્હી, સૂરત, નેપાળની ફાઇવસ્ટાર હોટલોમાં ચાર-પાંચ દિવસો સુધી લખલૂટ ખર્ચ કરીને લગ્નોત્સવો ઉજવાઈ રહ્યાં છે. ચાર-પાંચ કરોડ રૂપિયાનું આંધણ કરનારા મારવાડીઓ, વૈષ્ણવો, જૈન પરિવારો આખી હોટલના રૂમ બુક કરાવીને સગાઈ, હલદી-કુંકુમ, રિંગ સેરીમની, કેક કટિંગ, મહેંદી રસમ, સંગીત-સંધ્યા, ફેમિલી મેમ્બર્સ સાથે નૃત્ય-ગીત, સંગીતના જલસાઓ, કુંવારાઓની મદિરાપાન સાથેની બેચલર્સ પાર્ટીઓ અને અપ-ટુ ડેટ, સૂટ-બૂટ, ઝળાંહળા શેલા, સાડીઓ ને નવલખા હારથી શોભતાં સત્કાર સમારંભો- છેલાં વીસ વર્ષોથી આવા જાજ્હોજલાલીભાં વેડિંગ ઇવેન્ટમાં એન્કર, ઉદ્ઘોષકની કામગીરી હું બજાવી રહ્યો છું. ઇવેન્ટ મેનેજમેન્ટવાળાઓ પાંચ લાખથી પચાસ લાખ રૂપિયા લઈને વર-કન્યાના સાજ-અસબાબ સજાવટથી લઈને ડેકોરેશન-કેટરિંગ, લાઇટિંગ, પુષ્પ સુશોભન, રેડકાર્પેટથી લઈને ડ્રેસકોડ, લગ્નસ્થળની પસંદગી, થીમ વેડિંગની જાજરમાન વ્યવસ્થા સુવાંગપણે પાર પાડે છે.

શણગારેલા હાથી પર અંબાડીમાં સવાર થઈને વરરાજા પધારે, સૌભાગ્યકાંક્ષિણી કન્યા અફલાતૂન ઘોડાની બગીમાં રંગબેરંગી ફ્લોના ચંદરવા નીચે નાચતાં-ગાતાં મોસાળીષાઓ, પરિવારજનો સાથે બેથી પાંચ લાખ રૂપિયાનું શેલું ને આંખો આંજી નાખે એવા ઝવેરાતમાં સજીધજીને લગ્નમંડમાં પ્રવેશે છે અને અમારી દસ જણની ટીમની શ્લોકવિધિની કાર્યવાહીના શ્રીગણેશ થાય છે. કીબોર્ડ, તબલા, શરણાઈ, સાઇડ રિધમ, વાઘવૃંદની સંગાથે ગાયક કલાકારો રેખાબેન ત્રિવેદી, કુ. શ્રદ્ધા શ્રીધરાણી, સંજય ઓમકાર, ઝરણાં વ્યાસ, અયોધ્યાદાસ-ઉષ્મા નિમાવત, હલકદાર કંઠે સ્વાગત ગીતો, ગણેશસ્તુતિ, શ્રીકૃષ્ણવંદના, ભૂમિમંગલમ્ ગગન મંગલમની રમઝટ બોલાવે છે. સજાવેલા અલાયદા મંચ પર વરકન્યા સ્વાગતમાલા અર્પણ કરે છે. 

આ પણ વાંચો : Gujarati Sahitya: શરત એટલી કે સૌ પ્રથમ માણસ બની જઈએ…

કન્યાની માતા વરરાજાને પોંખે છે અને પછી શાસ્ત્રોક્ત સંગીતબદ્ધ વિવાહવિધિ એક પછી એક સોપાન પર આગળ વધે છે. કળશ-નવગૃહ, માતૃકાપૂજનવિધિ, વરસ્વાગત, મધુપર્ક, ન્યાસ, કન્યાપ્રવેશ, મંગલાષ્ટકનું શાલ-વિકીડિત છંદમાં ગાન, કન્યાપૂજન, કન્યાદાન, સંકલ્પ, ગ્રંથીબંધન, હસ્તમેળાપ, અગ્નિ દેવતાની સાક્ષીએ ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ માટે વર-કન્યાના ચાર મંગળફેરા, સપ્તપદીમાં સાત કન્યાવચન, વરવચન, કંસારજમણ, સિંદૂર-મંગળસૂત્ર અર્પણવિધિ, બાધા-સાવિત્રી, કૃષ્ણ- રુક્ષ્મણી, શિવ-પાર્વતીના સૌભાગ્ય જેવું અખંડ સૌભાગ્યવચન અને છેલ્લાં ચરણમાં વિધિમંડપમાં વરરાજા કન્યાને ધ્રુવના તારાનું દર્શન કરાવતાં કહે કે આપણા દામ્પત્યજીવનમાં આવી જ સ્થિરતા, અચળતા, તેજસ્વિતા રહે એવી મંગળ મનોકામના અને શાંતિપાઠ સાથે આ શાસ્ત્રોક્ત સંગીતમય ક્ષાવિધિ સંપન્ન થાય છે. વચ્ચે વચ્ચે ગુજરાતી, હિન્દી, મારવાડી (રાજસ્થાની) પરિવારોને મનગમતાં લગ્નગીતોની પ્રસ્તુતિ કલાકારો કરે છે. 

સમગ્ર વિધિ દરમિયાન એક પવિત્ર, પ્રસન્નકર, સૂરીલું અને સુસંસ્કૃત સ્પંદનો પ્રસરાવતું વાતાવરણ દોઢ-બે કલાક માટે લગ્નમંડપમાં છવાઈ જાય છે. સહુ સ્વજનો ‘‘રબને બનાદી જોડી’’ની હાજરીમાં આ લડાવો મન મૂકીને માણે છે. સંસ્કૃત ભાષા છે તો સંસ્કૃતિનું જતન, સંવર્ધન થાય છે. સાત સૂરોનું ઇન્દ્રધનુષ સહુ સ્વજનોના હૃદય-કાશમાં છવાઈ જાય છે. દેશ અને દુનિયામાં ૪૦૦થી વધુ આવી વિવાહવિધિના સંચાલનનો સુયોગ રમેશભાઈ જોશી અને રેખાબેન ત્રિવેદી સાથે સાંપડયો છે, તેનો રાજીપો વાચકમિત્રો સાથે વહેંચવાનો આનંદ છે.

|| કૂર્યાત સદા મંગલમ ||

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Ashwin Mehta

Ashwin Mehta

 

February 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uttar Pradesh Fight over shortage of rasgullas at Indian wedding
રાજ્ય

Uttar Pradesh : લગ્ન સમારોહમાં રસગુલ્લા ખતમ થવાની ઉડી અફવા! મહેમાનો આવી ગયા સામસામે, એકબીજા પર ખુરશીઓ ફેંકી; જુઓ વીડિયો

by kalpana Verat February 14, 2024
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai 

Uttar Pradesh : લગ્ન એ દરેક વ્યક્તિના જીવનની સૌથી યાદગાર ક્ષણોમાંની એક છે. આ ક્ષણને ખાસ બનાવવા માટે લોકો કોઈ કસર બાકી છોડતા નથી. આખા ઘરને દુલ્હનની જેમ સજાવવામાં આવે છે. ઘરમાં આવનાર મહેમાનોની ખૂબ જ સારી રીતે કાળજી લેવામાં આવે છે. તેમને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવે છે. પરંતુ અલીગઢમાં ( Aligarh ) એક લગ્નમાં  (wedding ceremony )આ ભોજનની એક વાનગીને કારણે બે જૂથ વચ્ચે મારામારી ( Fight ) થઈ હતી. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ ( Viral Video ) થઈ રહ્યો છે. 

આ કારણે થયો ઝઘડો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો રસગુલ્લાને ( Rasgulla ) લઈને લડી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના અલીગઢના સાસનીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈના ઘરે લગ્ન ચાલી રહ્યા હતા. અચાનક એક અફવા ફેલાઈ કે લગ્નમાં રસગુલ્લા ખતમ થઈ ગયા છે. આ પછી લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ. થોડા સમય પછી આ ચર્ચા એટલી વધી ગઈ કે લોકો એકબીજા સાથે લડવા લાગ્યા. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે લોકો એકબીજા પર ખુરશીઓથી હુમલો કરી રહ્યા છે. મહિલાઓ પણ આ લડાઈમાં પાછળ નથી રહી અને તેઓ પણ લોકોને ખુરશીઓથી મારતી જોવા મળી રહી છે.

મહત્વનું છે કે પહેલા થોડી બોલાચાલી થઈ અને પછી મારામારી થઈ. લોકો ખુરશીઓ ફેંકવા લાગ્યા. બાદમાં બંને પક્ષના કેટલાક લોકોએ પરસ્પર સમાધાન કરીને મામલો થાળે પાડ્યો હતો, જેના કારણે બંને પક્ષોએ પોલીસમાં ફરિયાદ કરી ન હતી.

આ સમાચાર પણ વાંચો :  DGVCL: DGVCLની નવતર પહેલ, વીજ કંપનીના ગ્રાહકોને માત્ર બે કલાકમાં સર્વિસ નંબર અને બે દિવસમાં વીજ જોડાણ મળી જશે..

જુઓ વાયરલ વીડિયો

Chair-Kalesh in Marriage Ceremony over Sweet’s me Rasgulla nahi mila, Aligarh UP
pic.twitter.com/1ke5WueK1v

— Ghar Ke Kalesh (@gharkekalesh) February 12, 2024

જોકે આ પહેલો કિસ્સો નથી કે રસગુલ્લાને લઈને લગ્નમાં ( Indian wedding ) લોકો વચ્ચે ઝઘડો થયો હોય. થોડા સમય પહેલા આગ્રામાં એક લગ્નનો વીડિયો વાયરલ થયો હતો. તે દરમિયાન રસગુલ્લાને લઈને ઝઘડો પણ થયો હતો. લગ્નમાં રસગુલ્લા ખાવાને લઈને લોકોમાં વિવાદ થયો હતો. વિવાદ એટલો વધી ગયો કે લોકો એકબીજાને મારવા લાગ્યા. આ લડાઈમાં લગભગ અડધો ડઝન લોકો ઘાયલ થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
A unique samuh lagan 'Mavtar' ceremony of 75 fatherless daughters was held by the P.P. Savani family
સુરત

Surat: પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૭૫ દીકરીઓનો અનોખો સમૂહલગ્ન ‘માવતર’ સમારોહ યોજાયો

by Hiral Meria December 25, 2023
written by Hiral Meria

 

News Continuous Bureau | Mumbai  

Surat:  સુરતના પી.પી.સવાણી ( PP Savani ) પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે ‘માવતર’ ( Mavtar ) નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી ૭૫ દીકરીઓના ( Fatherless daughter ) અનોખો અને લાગણીભીનો લગ્ન સમારોહ ( wedding ceremony ) માવતર યોજાયો હતો. 

            મંત્રીઓ, મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં  આયોજિત આ સમૂહ લગ્ન સમારોહની શીતળ સાંજે ઢોલ ઢબુક્યા અને સંગીતના સુરાવલિઓ સાથે પ્રાચીન લગ્ન ગીતોનો સૂરીલો સંગમ સર્જાયો હતો. સવાણી પરિવારના આંગણેથી પિતાવિહોણી ૭૫ દીકરીઓની લાગણીસભર વિદાય અપાઈ હતી. રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે કન્યાદાન કરાયું હતું.  

                છેલ્લા ૧૨ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૪૯૯૨ દીકરીના પિતા બની ગયા છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પી.પી.સવાણીના સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.               

                  આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ અને સાંસદશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરતની સમુહલગ્નની ( samuh lagan ) પરંપરા સૌરાષ્ટ્ર ( Saurashtra ) સુધી પહોંચી છે. પિતાવિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતી થાય છે. દેશમાં જૂજ ઉદ્યોગકારો, સામાજિક આગેવાનો આવી ઉદ્દાત ભાવના સાથે તેમજ નિઃસ્વાર્થભાવે લગ્નોત્સવ યોજે છે. લગ્ન બાદ પણ મહેશભાઈને દીકરીઓની ચિંતા કરીને સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. 

              શ્રી પાટીલે ઉમેર્યું કે, સવાણી પરિવારને આંગણે આ અતિ વિશિષ્ટ સમૂહલગ્નનું આયોજન છે. સગો પિતા ન કરે દીકરીઓની એટલી ચિંતા મહેશભાઈ અને સવાણી પરિવાર કરે છે. પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ એવી ઓળખ બની ગઈ છે. 

            મેયરશ્રી દક્ષેશભાઈ માવાણીએ હતું કે, સવાણી પરિવારે પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરવાની ઉમદા અભિગમે અનેક ઉદ્યોગકારો, સમાજ શ્રેષ્ઠીઓને પ્રેરણા પૂરી પાડી છે. હું પોતે એક સ્વયંસેવક તરીકે આ પરિવારના આયોજનના પ્રથમ દિવસથી જોડાયેલા છે. આ તમામ દીકરીઓ પ્રત્યેની આજીવન જવાબદારી નિભાવનાર મહેશભાઈ સવાયા પિતા બની રહ્યા છે. 

A unique samuh lagan 'Mavtar' ceremony of 75 fatherless daughters was held by the P.P. Savani family

A unique samuh lagan ‘Mavtar’ ceremony of 75 fatherless daughters was held by the P.P. Savani family

                આ પ્રસંગે પી.પી. સવાણી ગ્રુપના શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, બે દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે ૧૨મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. ૨૨ દીકરીઓ સિવાયની તમામ દીકરીઓને માતા-પિતા કે ભાઈ પણ નથી. જેથી આ સમારોહને માવતર નામ આપ્યું છે. આ સમુહ લગ્ન સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે. દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે, સૌને સાથે રાખીને પરિવારને એક તાંતણે બાંધી રાખજે. સૌને સાથે રાખી એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ અને દામ્પત્યજીવનને ઉજાળજે.                  

                હજારો દીકરીઓના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ૭૫ પૈકી ૩૫ દીકરી એવી છે જે અનાથ છે, જેના માતા-પિતા કે ભાઈ પણ નથી. ૨૫ એવી દીકરી છે જેની મોટી બહેન આ પહેલા અમારા જ લગ્ન મંડપમાં પરણી ચૂકી છે. બે દીકરી તો મૂકબધિર છે. એક નેપાળ અને એક ઓડિશા અને બે દીકરી ઉત્તરપ્રદેશથી દામ્પત્યજીવનની શુભ શરૂઆત કરવા સુરત આવી છે. 

              પી.પી.સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, અમે માત્ર કન્યાદાન કરી ને કે કરિયાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું. જેમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે. 

              આ વેળાએ દેશના પ્રખ્યાત થ્રી ડી આર્ટિસ્ટ હસમુખ માણિયાએ સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણીનું આબેહૂબ થ્રીડી પેઈન્ટીંગ બનાવ્યું હતું. આ ચિત્રની ભેટ વલ્લભભાઈને આપવામાં આવી હતી.  

આ સમાચાર પણ વાંચો : Surat: સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ.૩૧૦ કરોડના ખર્ચે નવા હોસ્પિટલ (ED-1) બ્લોક તથા નવો એજ્યુકેશન (ED-2) બ્લોક નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ

                  આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્ય સર્વશ્રી સંગીતાબેન પાટીલ અને  પ્રવીણભાઈ ઘોઘારી, એન્ટી ટેરીરિસ્ટ ફ્રન્ટના એમ.એસ.બિટ્ટા, પ્રયોશા પ્રતિષ્ઠાન- ડાંગના શ્રી પી.પી.સ્વામી, સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણી, સહિત અનેક મહાનુભાવો, સાજન માજન ઉપસ્થિત રહ્યા હતા.                

આજીવન દીકરીઓની સેવાના ૧૭ સારથિઓનું ભવ્ય સન્માન

             પી.પી.સવાણી પરિવાર અને મહેશભાઇ સવાણી દીકરીઓના જેમ પાલક પિતા બન્યા છે એવી જ રીતે એમની સાથે સંકળાઈને બીજા અનેક લોકો પણ પોતાની સતત અને અવિરત સેવા આપતા હોય છે. લગ્ન પછી કોઈ આ દીકરીઓને મફત તબીબી સેવા આપે તો કોઈ બ્યુટી પાર્લરની, કોઈ રસોઈ કળા શીખવે તો કોઈ દીકરીઓના હનીમુન અને હરવા-ફરવાની વ્યવસ્થા કરે છે. આ લોકો આર્થિક સહયોગ સાથે પોતાનો કિમતી સમય પણ આપતા હોય છે. 

A unique samuh lagan 'Mavtar' ceremony of 75 fatherless daughters was held by the P.P. Savani family

A unique samuh lagan ‘Mavtar’ ceremony of 75 fatherless daughters was held by the P.P. Savani family

IITJEE – NEET ના તેજસ્વી તારલાઓનું સન્માન

                 આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. જેમાં એક ધો.12 સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં નંબર 1 પ્રાપ્ત કરનાર યુગ રમેશભાઈ ખોખરીયા અને બીજો વિદ્યાર્થી કે જેમણે ગુજકેટ પરીક્ષામાં 120/120 માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં તેમણે પણ નંબર 1 પ્રાપ્ત કર્યો છે. તે બન્ને વિદ્યાર્થીઓ થકી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુસર બન્ને વિદ્યાર્થીઓને રૂ. 1,11,111/- નો ચેક અર્પણ કરાયો હતો. આ બંને વિદ્યાર્થીઓએ વિનામૂલ્યે પી.પી.સવાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે.

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અંગદાન અંગે જાગૃતિ ફેલાવી

                પી પી સવાણી ગ્રુપ , સુરતમાં કાર્યરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના નેજા હેઠળ ‘માવતર’ લગ્નપ્રસંગે ઉપસ્થિત ૨૫૦૦૦થી વધુ લોકોને એકસાથે ઓર્ગન ડોનેશનના શપથ લેવડાવ્યા હતા. સાથે જ લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ઓર્ગન ડોનેશનના સંદેશાથી થયુ હતું. 

હનુમાન ચાલીસા અર્પણ કરીને મહેમાનોનું સ્વાગત

A unique samuh lagan 'Mavtar' ceremony of 75 fatherless daughters was held by the P.P. Savani family

A unique samuh lagan ‘Mavtar’ ceremony of 75 fatherless daughters was held by the P.P. Savani family

           આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે, એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મસ્થળે ભવ્ય રામમંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ નિમિતે આસ્થા અને ભગવાન શ્રી રામના સેવક તરીકે આવનાર દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા આર્પણ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : Yuva Sangam: ત્રીજા તબક્કા હેઠળ યુવા સંગમ કાર્યક્રમ’માં ગુજરાતનાં IIITના ૪૨ વિદ્યાર્થીઓએ બિહારની સંસ્કૃતિ, પરંપરા, પ્રૌદ્યોગિકી, પ્રગતિ જાણવા અનોખો પ્રયાસ

               ટ્રીપો જંગલ પ્રા. લિ. દ્વારા પી.પી.સવાણી ગ્રુપની દીકરીઓની “માવતર” રૂપી ગંગા સ્વરૂપ ૧૫૦ બહેનોને ૬ દિવસ રહેવા, જમવા, આવવા – જવાનો તમામ સુવિધા સહિત ફકત ૧૦૦૧ રૂપિયામાં  અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે.

વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી

કન્યા વિદાયે સૌની આંખો ભીંજાઈ આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા -પિતા અને પરિવારનું હૈયુ હચમચાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશભાઇને ભેટીને દીકરીઓ સાસરે ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

December 25, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maharashtra In Maharashtra, the happiness of marriage turned into death.. A terrible road accident took place
રાજ્ય

Maharashtra: મહારાષ્ટ્રમાં લગ્નની ખુશીઓ માતમાં ફેરવાઈ.. થયો ભયાનક માર્ગ અકસ્માત.. આટલાનાં મોત.. જાણો વિગતે..

by Bipin Mewada December 16, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Maharashtra: મહારાષ્ટ્રના નાગપુરમાં ( Nagpur ) વધુ એક ભયાનક અકસ્માતની ( accident ) ઘટના બની છે જેમાં 6 લોકોના મોત થયા છે. આ ઘટના શનિવારે વહેલી સવારે નાગપુર શહેરની સીમમાં બની હતી જ્યાં કાર અને ટ્રક ( Road Accident ) વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસે આ અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હોવાની પુષ્ટિ કરી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ દુર્ઘટના કાટોલ-કલમેશ્વર રોડ ( Katol-Kalmeshwar Road ) પર સોનખંભ ગામ પાસે સવારે 12.15 થી 2 વાગ્યાની વચ્ચે થઈ હતી. તેમણે કહ્યું, ‘સાત લોકો લગ્ન સમારોહમાં ( wedding ceremony ) હાજરી આપ્યા બાદ કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમનું વાહન સોયાબીન લઈ જતી ટ્રક સાથે અથડાયું હતું.’

‘બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા..

અધિકારીએ કહ્યું, ‘બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકોનું હોસ્પિટલમાં મોત થયું હતું.’ અન્ય ત્રણને સારવાર માટે નાગપુર લાવવામાં આવ્યા હતા અને તેમાંથી બેના ત્યાં મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે અકસ્માત બાદ ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Global Report on Food Crises 2022: ભારતમાં 4માંથી 3 લોકોને પૌષ્ટિક ખોરાક ખાતા નથી.. UNના રિપોર્ટમાં સામે આવ્યો આ ચોંકાવનારો ડેટા

તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2023 થી જૂન 2023 સુધીમાં મુંબઈ, મહારાષ્ટ્રમાં માર્ગ અકસ્માતમાં 147 લોકોના મોત થયા હતા. નાગપુરમાં ચાલી રહેલા રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન ગૃહમાં એક લેખિત જવાબમાં સીએમ એકનાથ શિંદેએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે જાન્યુઆરી 2023 થી જૂન 2023 સુધીમાં મહારાષ્ટ્રમાં 132 માર્ગ અકસ્માતો થયા છે.

December 16, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Tax On Marriage Marriage gifts are also taxed, do you know the law
વેપાર-વાણિજ્ય

Tax On Marriage: લગ્નમાં મળેલી વસ્તુઓ પર પણ ટેક્સ ભરવો પડે છે, શું તમને કાયદો ખબર છે?

by Bipin Mewada November 27, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Tax On Marriage: હવે લગ્નની સિઝન ( Wedding Season ) શરૂ થઈ ગઈ છે. આજકાલ મોટા પાયે લગ્નો યોજાય છે. 3 થી 4 દિવસ સુધી વિવિધ સમારંભો ઉજવવામાં આવે છે અને પછી લગ્ન અને રિસેપ્શન ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ બધામાં ખર્ચ પણ ઘણો થાય છે. દૂરની જગ્યાએ પૂરો બંગલો કે મહેલ ભાડે રાખીને પણ ત્યાં લગ્ન કરવાની નવી રીત છે. આ માટે સમગ્ર સમારોહનો કોન્ટ્રાક્ટ ( Event Management ) ખાનગી કંપનીને આપવામાં આવે છે. જો તેમને માત્ર પૈસા આપવામાં આવે તો દરેક વસ્તુ તેઓ જ કરશે. ઘણા લોકોને ખબર નથી કે આવકવેરા કાયદામાં ખર્ચ સમયે પણ સ્ત્રોત પર કર કપાત ( TDS ) ની જોગવાઈ છે. ચાલો જોઈએ આ જોગવાઈઓ શું છે.

આવકવેરા અધિનિયમની ( Income Tax Act ) કલમ 194M હેઠળ, કોઈપણ વ્યક્તિગત અથવા હિંદુ અવિભાજિત કુટુંબ કે જેઓ કોઈપણ ખાનગી અને અંગત કામનો કોઈ નિવાસી વ્યક્તિ અથવા કંપનીને કરાર કરે છે અને જેની કુલ રકમ રૂ.50 લાખથી વધુ છે તો જો એમ હોય, તો વ્યક્તિએ આધાર ( TDS ) પર 5% ટેક્સ કાપવો જરૂરી છે. આમાં લગ્ન સમારોહ દરમિયાન આપવામાં આવેલા કરારનો પણ સમાવેશ થાય છે. તેથી જો આજકાલ મોટા પાયે લગ્નોમાં આટલી મોટી રકમની લેવડદેવડ થતી હોય તો ટેક્સ ઘટાડીને સૌથી નીચા સ્તરે લાવવા જરૂરી છે.

આ જોગવાઈઓ 2019માં એક્ટમાં સામેલ કરવામાં આવી હતી. અગાઉ, વ્યવસાય અથવા વેપાર કરવા માટે થતા ખર્ચ પર જ ટેક્સ કાપવો જરૂરી હતો. જ્યારે લગ્ન સમારંભ ( wedding ceremony ) માટે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને રાખવામાં આવે છે અને તેમનું કુલ બિલ રૂ. 50 લાખથી વધુ હોય ત્યારે આ પ્રકારની કર કપાત જરૂરી છે. મોટાભાગે તે જાણીતું છે કે વ્યવસાય ચાલુ રાખવા પર TDS ચૂકવવાપાત્ર છે, પરંતુ અહીં પગારદાર વ્યક્તિ પણ તેના અંગત કામ માટે આવો કોન્ટ્રાક્ટ આપતો હોય તો પણ ટેક્સ કાપવા માટે જવાબદાર છે. ખાસ કરીને જો વિવિધ કાર્યક્રમો હોય અને તમામ તૈયારીઓ, સજાવટ, ભોજન, નાસ્તો, સંગીત, વરરાજાનો સામાન એક જ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે તો રકમ સરળતાથી રૂ. 50 લાખ સુધી પહોંચી શકે છે. તે સમયે ટેક્સ ભરવો પડશે.

લગ્ન રાજ્યની અર્થવ્યવસ્થાને ( economy ) પણ આપે છે વેગ….

કેટલીકવાર, આવી કપાત ટાળવા માટે, મેરેજ હોલના સંચાલકો જુદા જુદા કામો માટે જુદા જુદા કોન્ટ્રાક્ટરોને બિલ આપે છે અને તે મુજબ ચુકવણી સૂચવે છે. જેથી એક પણ વ્યક્તિએ 50 લાખ રૂપિયાથી વધુ રકમ ચૂકવવી ન પડે. આમાં કંઈ ખોટું નથી પરંતુ આ અલગ-અલગ નામોથી પેમેન્ટ કરતી વખતે તેમના PANની વિગતો પૂછો અને ખાતરી કરો કે તે સમાન નથી અને પછી રકમ ચૂકવો. હોલ બુક કરાવતી વખતે પહેલા મેનેજરને આ વિશે પૂછો જેથી પછીથી આ અંગે કોઈ ગેરસમજ ન થાય.

આ સમાચાર પણ વાંચોઃ Traffic Challan: તમે હેલ્મેટ પહેર્યું અને તેમ છતાં દંડાયા? શું તમને હેલ્મેટ સંદર્ભે નો ખરો કાયદો ખબર છે? વાંચો અહીં…  

કર કપાતના કિસ્સામાં, તે કર કપાત પછીના મહિનાના 30 દિવસની અંદર ઑનલાઇન ચૂકવણી કરવી જોઈએ. આ માટે, જે વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેની PAN વિગતો માટે પૂછો. રકમ ભરતી વખતે, 5 ટકા બાદ કરો અને બાકીની રકમ ચૂકવો. પરંતુ જો PAN નથી, તો 20 ટકાના દરે ટેક્સ કપાત કરવી પડશે. શક્ય છે કે જેઓ આટલી મોટી રકમનો વ્યવહાર કરે છે. તેમની પાસે PAN હોવું જરૂરી છે. કર કપાત કરનારને અલગ TAN (ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર) મેળવવાની જરૂર નથી. વેબસાઈટ પરથી ફોર્મ 26 QD નો ઉપયોગ કરીને ટેક્સ ચૂકવી શકાય છે. ફોર્મ 16 ડીમાં ટેક્સ કપાતનું પ્રમાણપત્ર પણ છે, જે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે.

કામ માટે વ્યક્તિને આપવામાં આવેલ કોઈપણ કરાર કર રૂ. 50 લાખથી વધુ છે, આ કલમ હેઠળ કર કપાત જરૂરી છે. તેમાં લગ્ન સમારંભો સિવાયના અન્ય કાર્યો માટે આપવામાં આવતા કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થાય છે. દા.ત. ઘર નવીનીકરણ, બાંધકામ કરાર. વ્યવસાયિક વ્યક્તિની ફી દા.ત. આર્કિટેક્ટ્સની ફી. આમાંથી કોઈપણ કામ માટે, જો રકમ 50 લાખથી વધુ હોય, તો કર કપાત જરૂરી છે. તેથી, એ નોંધવું જોઈએ કે સામાન્ય લોકો પણ આવા કિસ્સાઓમાં ટેક્સ કાપવા માટે બંધાયેલા છે. પરંતુ જે વ્યક્તિને રકમ ચૂકવવાની છે તે બિનનિવાસી ભારતીય હોય તો તેના માટે અલગ જોગવાઈ છે. તેથી, આ કલમ હેઠળ આ કર કપાત કરી શકાતી નથી.

સામાન્ય રીતે, વ્યવસાયના ખર્ચ પર ટેક્સ કાપવાની જોગવાઈ પહેલેથી જ હતી. તેથી, જો કોન્ટ્રાક્ટર વેપારી પાસેથી કોન્ટ્રાક્ટ લે છે, તો તેનો ટેક્સ કાપવામાં આવ્યો હતો. પરંતુ આજકાલ નોન-બિઝનેસ પગારદાર વ્યક્તિઓ પણ ભારે ખર્ચ કરે છે. ખાસ કરીને લગ્નના કામમાં, ઘરના રિનોવેશનમાં મોટો ખર્ચ થાય છે. તે કિસ્સામાં, જેઓ કરાર લે છે તેમના પર પણ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ થાય છે. તે અને આવકવેરા બંને ટેક્સ વિભાગના ધ્યાન પર લાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટરો પાસેથી ટેક્સ વસૂલ કરી શકાય છે. આ કારણે, જો કે આ ટેક્સ કટ સામાન્ય લોકો માટે થોડો દમનકારી લાગે છે, તેઓ આડકતરી રીતે આવકવેરા વિભાગને મદદ કરી રહ્યા છે. આમ કરતી વખતે વધુ એક સાવચેતી રાખવાની છે. એટલે કે જો આટલો મોટો ખર્ચ થયો હોય તો આવકવેરા વિભાગ તેના સ્ત્રોત વિશે પણ પૂછી શકે છે. તેથી, આવા ખર્ચાઓ કરતી વખતે, તમારે પુરાવા રાખવા જોઈએ કે તે તમારી કરપાત્ર આવક અથવા અગાઉના બેલેન્સમાંથી કરવામાં આવ્યો હતો. જો આવો પ્રશ્ન ઉભો થાય તો આ સમસ્યા નહીં રહે.

આ સમાચાર પણ વાંચોઃ Business Idea : અજાણ્યા લોકો સાથે ગપ્પા મારવા ગમે છે? તો આ ઓનલાઇન કામ કરો કમાણી પણ થશે.. 

November 27, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Agra Fight over Rasgulla in marriage... 6 injured including a woman.. Know details..
દેશ

Agra: લગ્નમાં રસગુલ્લાને લઈને મારામારી…એક મહિલા સહિત 6 ઘાયલ.. જાણો વિગતે..

by Bipin Mewada November 21, 2023
written by Bipin Mewada

News Continuous Bureau | Mumbai

Agra: તમે અવારનવાર લગ્નો ( Marriage ) માં ડીજે અને ડાન્સને લઈને ઝઘડા થતા સાંભળ્યા હશે, પરંતુ યુપી ( Uttar Pradesh ) ના આગ્રા ( Agra ) માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક લગ્ન સમારંભમાં રસગુલ્લા ( Rasgulla ) ને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો ( fight ) થયો હતો. પોલીસે જણાવ્યું કે આગરાના શમસાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રવિવારે (20 નવેમ્બર) મોડી રાત્રે એક લગ્ન સમારંભમાં ( wedding ceremony )  રસગુલ્લાને લઈને કથિત રીતે બે પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં એક મહિલા સહિત છ લોકો ઘાયલ થયા હતા.

પોલીસ સ્ટેશનના પ્રભારી અનિલ શર્માએ જણાવ્યું કે શમસાબાદ શહેરના નયાબંસ રોડ પર સ્થિત સંતોષી માતાના મંદિર પાસે એક લગ્ન સમારોહમાં તહેવાર ચાલી રહ્યો હતો, તે દરમિયાન રસગુલ્લાના ખાવાને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જે લડાઈમાં ફેરવાઈ ગયો હતો.

તમામ ઘાયલોને મેડિકલ સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા…

શર્માએ કહ્યું કે પોલીસે તમામ ઘાયલોને મેડિકલ સારવાર માટે હોસ્પિટલમાં મોકલ્યા છે. શર્માએ જણાવ્યું કે પાર્ટીના મહેમાન ગૌરીશંકર શર્મા વતી પાર્ટી હોસ્ટ કરનાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. તેણે જણાવ્યું કે રવિવારે બ્રીજભાન કુશવાહાના ઘરે લગ્ન સમારોહ હતો.

આ સમાચાર પણ વાંચો :  Covid Vaccine Death: શું હાર્ટ એટેક વધવા પાછળનું કારણ છે કોવિડ વેક્સિન? ICMRએ કર્યો આ ચોંકાવનારો ખુલાસો.. જાણો શું છે આ સંપુર્ણ અહેવાલ..

આ દરમિયાન એક વ્યક્તિએ રસગુલ્લાની અછત અંગે ટિપ્પણી કરી હતી. શર્માએ કહ્યું કે આ પછી બંને પક્ષો વચ્ચે લડાઈ શરૂ થઈ હતી. આ ઘટનામાં ભગવાન દેવી, યોગેશ, મનોજ, કૈલાશ, ધર્મેન્દ્ર અને પવન ઘાયલ થયા છે. તમામને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ઓક્ટોબરમાં એતમાદપુરમાં એક લગ્નમાં મીઠાઈની અછતને લઈને ઝઘડો થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.

November 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
sidharth malhotra touched kiara advani feet on wedding ceremony
મનોરંજન

લગ્ન મંડપ માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિયારા અડવાણી ના પગને કર્યો સ્પર્શ,જાણો કારણ

by Zalak Parikh February 9, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન થઈ ગયા છે. હવે તેમના લગ્ન વિધિ સાથે જોડાયેલી વિગતો બહાર આવી રહી છે. હવે લેટેસ્ટ રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિ દરમિયાન સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા ના પગને સ્પર્શ કર્યો હતો. અગાઉ એવું પણ જાણવા મળ્યું હતું કે લગ્નમાં જ્યારે કિયારાની માતા અને ભાઈ ભાવુક થઈ ગયા હતા ત્યારે સિદ્ધાર્થે પરિસ્થિતિને સંભાળી હતી. મોટા પુત્રની જેમ તેણે માત્ર તેની સાસુ અને સાળા ની જ નહીં પરંતુ તેની પત્નીની પણ કાળજી લીધી હતી. અહેવાલ છે કે કિયારા પણ ધાર્મિક વિધિ દરમિયાન રડી હતી.

 

કિયારા ને પગે લાગ્યો સિદ્ધાર્થ

જો તમે વિચારી રહ્યા હોવ કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેની પત્ની કિયારા અડવાણીના પગે કેમ લાગ્યો? કારણ કે ભારતીય સમાજમાં લગ્ન પ્રસંગે દુલ્હન પોતાના પતિના ચરણ સ્પર્શ કરીને તેનાઆશીર્વાદ લે છે, પરંતુ સિદ્ધાર્થે આવું કર્યું કારણ કે સિદ્ધાર્થ માને છે કે જ્યારે સંબંધમાં બે વ્યક્તિ હોય છે ત્યારે બંને સમાન હોય છે. સંબંધ એટલે સમાનતા, નાનું-મોટું નહીં. આ જ કારણ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ કિયારા અડવાણી ના ચરણ સ્પર્શ કર્યા અને સમાજને સંદેશ આપ્યો કે તે નવા યુગનો છોકરો છે જે જૂની રૂઢિચુસ્ત વિચારસરણીમાં વિશ્વાસ નથી કરતો.

 

કિયારા એ આપી સિદ્ધાર્થ ને ખાસ ભેટ 

કિયારા એ પણ સિદ્ધાર્થને ઈમોશનલ ગિફ્ટ આપી હતી. તેણે કસ્ટમાઇઝ્ડ કલીરો ડિઝાઈન કરાવ્યા હતા.જેમાં ચાંદ-તારા ની ડિઝાઈનની સાથે તેમની લવ સ્ટોરી ના કેટલાક માઈલ સ્ટોન પણ હતા. આ મહત્વની બાબતો માં સિદ્ધાર્થના પાલતુ કૂતરા ‘ઓસ્કર’નો ફોટો હતો જેણે સિદ્ધાર્થને ખૂબ જ ભાવુક બનાવી દીધો હતો; તેના આંસુ બહાર આવવા લાગ્યા. જણાવી દઈએ કે ગયા વર્ષે સિદ્ધાર્થનો કૂતરો મૃત્યુ પામ્યો હતો.

February 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક