Tag: western express highway

  • Western Railway: વેસ્ટર્ન એક્સપ્રેસ વેમાં મુસાફરી માટે  કાંદિવલી પૂર્વ પબ્લિક ફૂટબ્રિજને નવા એસ્કેલેટલર સાથે બદલશે.

    Western Railway: વેસ્ટર્ન એક્સપ્રેસ વેમાં મુસાફરી માટે કાંદિવલી પૂર્વ પબ્લિક ફૂટબ્રિજને નવા એસ્કેલેટલર સાથે બદલશે.

    News Continuous Bureau | Mumbai

    Western Railway: વેસ્ટર્ન એક્સપ્રેસ વે (Western Express Way) નજીક મ્યુનિસિપલ કોર્પોરેશનના કાંદિવલી (Kandivali) પૂર્વમાં પબ્લિક ફૂટબ્રિજ (Public Footbridge) સાથે જોડાયેલા જૂના એસ્કેલેટર્સ (Old Escalator) ને હવે બદલીને નવા ઉચ્ચ ક્ષમતાવાળા એસ્કેલેટર સાથે બદલવામાં આવશે.

    આ કામ માટે કેલિસ્ટો હાઈજીન પ્રાઈવેટ લિમિટેડ કંપનીની પસંદગી…..

    કાંદિવલી પૂર્વમાં વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર જાહેર રાહદારી પુલ થોડા વર્ષો પહેલા લોકોની માંગ પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. પરંતુ આ જૂના એસ્કેલેટર અવારનવાર બંધ રહેતા હોવાથી અને લોકો તેનો વધુ ઉપયોગ કરતા હોવાથી આ બ્રિજ પર આ જૂના એસ્કેલેટરના બદલે નવા એસ્કેલેટર લગાવવાની માંગ ઉઠી હતી. આથી મહાનગરપાલિકાના આર દક્ષિણ વિભાગ દ્વારા કરાયેલા સૂચન મુજબ આ પુલ સાથે જોડવા માટે આઠ મીટરની ઉંચાઈનું ઉચ્ચ ક્ષમતાનું એસ્કેલેટર લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ એસ્કેલેટર મહાનગરપાલિકાના મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ વિભાગ (Mechanical And Electrical section) દ્વારા લગાવવામાં આવનાર છે. આ નવી સ્થાપિત સીડીઓ માટે લગભગ દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ કામ માટે કેલિસ્ટો હાઈજીન પ્રાઈવેટ લિમિટેડ કંપની (CALISTO HYGIENE PRIVATE LIMITED COMPANY) ની પસંદગી કરવામાં આવી છે. તેમાં બે વર્ષના મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થાય છે.

     

    આ સમાચાર પણ વાંચો:  RBI Penalty: રિઝર્વ બેંકે આ ત્રણ મોટી બેંકોને દંડ કર્યો, Axis Bankનું નામ પણ સામેલ

  • મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મધરાતે ટેમ્પો અને બસ વચ્ચે થયો અકસ્માત, ટેમ્પો ચાલકનું મોત, બસ ચાલક ફરાર.. જુઓ વિડીયો..

    મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મધરાતે ટેમ્પો અને બસ વચ્ચે થયો અકસ્માત, ટેમ્પો ચાલકનું મોત, બસ ચાલક ફરાર.. જુઓ વિડીયો..

    News Continuous Bureau | Mumbai

    મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાકોલા બ્રિજ પર મધરાતે 1.30ની આસપાસ એક મોટો અકસ્માત થયો હતો. આ અકસ્માત ટેમ્પો અને બસ વચ્ચે સર્જાયો હતો. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું મોત થયું છે. બસ ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. મહત્વનું છે કે, આ બસમાં કેથે પેસિફિક એરલાઈન્સના કર્મચારીઓ હતા, જેઓ તાજ લેન્ડ એન્ડ હોટલ જઈ રહ્યા હતા. આ તમામ કર્મચારીઓ સ્થાનિક નાગરિક છે.

    કેવી રીતે થયું અકસ્માત

    કેથે પેસિફિક એરલાઈન્સના કર્મચારીઓ મર્સિડીઝ બેન્ઝ બસમાં હોટેલ તાજ લેન્ડ એન્ડમાં જઈ રહ્યા હતા. બસ વાકોલા બ્રિજ પર પહોંચતા જ ટેમ્પો અને બસ સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દરમિયાન પોલીસને માહિતી મળી છે કે આ અકસ્માતમાં બસમાં સવાર એક મહિલાને નાક પર ઈજા થઈ છે. તેમજ બસમાં તમામ સ્ટાફ વિદેશી નાગરિકો છે અને તમામ સુરક્ષિત છે. અકસ્માતમાં ખરેખર કોની ભૂલ હતી તે હજુ સ્પષ્ટ થયું નથી.

    આ સમાચાર પણ વાંચો : આ લીલું ફળ બેજાન વાળને શ્રુતિ હસનની જેમ મુલાયમ અને ચમકદાર બનાવશે.

    હાઈવે પર ટ્રાફિક જામ

    અકસ્માતને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટેમ્પો દ્વારા માછલીઓનું પરિવહન કરવામાં આવી રહ્યું હતું. અકસ્માત બાદ માછલીઓ રસ્તા પર પડી હતી. જેના કારણે રસ્તો પણ લપસણો બની ગયો હતો. સ્થળ પર હાજર મુંબઈ પોલીસ, ટ્રાફિક પોલીસ, ફાયર બ્રિગેડના જવાનોએ બસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી. હાલ પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

  • મુંબઈમાં હાઈવે પર મધરાતે કારમાં લાગી આગ- પોતાનો કાફલો રોકી મુખ્ય પ્રધાન શિંદે દોડ્યા મદ-જુઓ વિડિયો

    મુંબઈમાં હાઈવે પર મધરાતે કારમાં લાગી આગ- પોતાનો કાફલો રોકી મુખ્ય પ્રધાન શિંદે દોડ્યા મદ-જુઓ વિડિયો

    News Continuous Bureau | Mumbai

    મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે(Western Express Highway) પર સોમવાર મોડી રાતના એક લક્ઝરી કારમાં(luxury car) આગ ફાટી નીકળી હતી. બરોબર એ સમયે જ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન(Chief Minister of Maharashtra) એકનાથ શિંદેનો(Eknath Shinde) કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. કારમાં લાગેલી આગને જોઈને મુખ્ય પ્રધાને પોતાનો કાફલો રોકીને તુરંત કારમાં સવારને મદદ કરવા માટે દોડી ગયા હતા.

    ફાયરબ્રિગેડના(fire brigade) અધિકારીએ જણાવ્યું કે, હાઈ-વે પર વિલે પાર્લે વિસ્તારમાં(Vile Parle area) બનેલી આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હાઈવે પર રાતના લગભગ 12.25 વાગ્યે આગનો કોલ મળ્યો હતો. તેથી તુરંત બે ફાયર એન્જિન(Fire engine) ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો.

    આ સમાચાર પણ વાંચો :  લ્યો કરો વાત- ભાઈએ જ કરી બહેન સાથે છેતરપિંડી- રક્ષાબંધનની ગિફ્ટના નામે દહિસરની યુવતીને લગાવ્યો લાખો રૂપિયાનો ચૂનો

    આ દરમ્યાન મુખ્ય પ્રધાન શિંદે, જેમનો કાફલો સામેના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. તેઓએ કારમાં આગ લાગેલી જોઈને તુરંત તેમાં સવાર પેસેન્જરને મદદ કરવા માટે દોડી ગયા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સીએમ શિંદે કાર ડ્રાઈવર સાથે વાત કરતા જોવા મળ્યા હતા.

    વાતચીત દરમિયાન, મુખ્ય પ્રધાને ડ્રાઇવરનું નામ પૂછ્યું, જેણે પોતાની ઓળખ વિક્રાંત શિંદે(Vikrant Shinde) તરીકે આપી. શિંદેએ તેને આગથી અસરગ્રસ્ત કારની નજીક ન જવાની સલાહ કહ્યું કે કાર કરતાં જીવન મહત્ત્વનું છે. આપણે નવી કાર મેળવી શકીએ છીએ, પરંતુ જીવન વધુ મહત્વનું છે. અને જતા પહેલા મદદની ખાતરી આપી હોવાનું કહેવાય છે.
     

  • તોબા-ખાડાઓને કારણે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર ટ્રાફિક જામ-વાહનોની લાગી લાંબી લાઈન

    તોબા-ખાડાઓને કારણે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર ટ્રાફિક જામ-વાહનોની લાગી લાંબી લાઈન

    News Continuous Bureau | Mumbai

    મુંબઈગરા આજે સમયસર ઓફિસે પહોંચે એવી શક્યતા ઓછી છે. મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ(Western Express) વે પર ખાડાઓના કારણે ભારે ટ્રાફિક જામ(traffic jam) થઈ ગયો છે.

    ટ્રાફિક પોલીસના(Traffic Police) જણાવ્યા મુજબ વેસ્ટર્ન એક્સપ્રેસ પર અંધેરી(Andheri) તરફ આવતા રોડ પર ભારે ટ્રાફિક જામ છે. જોગેશ્વરી, ગોરેગાંવ અને મલાડમાં એક્સપ્રેસ વે (Expressway in Goregaon and Malad) પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.

    અરર- રસ્તા પરના ખાડાએ બોરીવલીમાં બાઈકસવાર દંપત્તિનો લીધો ભોગ

    મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર મોટા માણમાં ખાડાઓ જોવા મળી રહ્યા છે. બોરીવલી નેશનલ પાર્કની(Borivali National Park) સામે વધુ ખાડાઓ છે. બુધવારે આ ખાડાઓને કારણે બે લોકોએ જીવ ગુમાવ્યા હતા. પરંતુ હજુ પણ વહીવટીતંત્ર જાગ્યું નથી. ખાડાઓને કારણે થતા ટ્રાફિક જામના કારણે ટ્રાફિક પોલીસને પણ મોટો પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    મુંબઈ મહાનગરપાલિકા(BMC), સાર્વજનિક બાંધકામ ખાતું, એમએમઆરડીએ(MMRDA), સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનના(State Road Development Corporation) હેઠળ મુંબઈના જુદા જુદા રસ્તાઓ આવે છે. રસ્તા પર મોટી સંખ્યામાં ખાસ કરીને વેસ્ટર્ન એક્સપ્રેસ પર મોટી સંખ્યામાં ખાડા હોવા છતાં પ્રશાસન તેના તરફ દુર્લક્ષ કરી રહી છે, તેને કારણે વાહનચાલકોને કલાકોને કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ જવાની નોબત આવી રહી છે.

  • શહેર તરફ જનારાઓ સાવધાન- ગોરેગાંવ તરફ જતો હાઇવે એક્સીડંટને કારણે થયો ધીમો- જુઓ ફોટોગ્રાફ

    શહેર તરફ જનારાઓ સાવધાન- ગોરેગાંવ તરફ જતો હાઇવે એક્સીડંટને કારણે થયો ધીમો- જુઓ ફોટોગ્રાફ

    News Continuous Bureau | Mumbai 

    આજે સવાર સવારમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે(Western express highway) પર ભારે ટ્રાફિક જામ થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે સાંતાક્રુઝ હાઈવે પર ટ્રક પલટી ગઈ હતી. જેના કારણે હાઈવે સંપૂર્ણ રીતે બ્લોક થઈ ગયો છે. હાલ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે હાજર છે અને પરિસ્થિતિને સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

    હજુ સુધી આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માતને કારણે બાંદ્રા તરફ જતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.

  • સવાર સવારમાં મોટા સમાચાર – વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો- આ જગ્યાએ હાઇવે જામ છે જુઓ વિડિયો જાણો વિગત

    સવાર સવારમાં મોટા સમાચાર – વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત થયો- આ જગ્યાએ હાઇવે જામ છે જુઓ વિડિયો જાણો વિગત

     News Continuous Bureau | Mumbai

     મુંબઈ એરપોર્ટ(Mumbai airport) પાસે વધુ એક વખત ટ્રાફિક જામ(traffic jam)ની સમસ્યા સામે આવી છે. અહીં એક ટ્રકે એક ઓટો રીક્ષા(auto rikshaw)ને ટક્કર મારી છે જેને કારણે અડધો હાઈવે બંધ કરવામાં આવ્યો છે. સવારના સમયે રસ્તા થકી ઓફિસ જનારા લોકોને મોટી તકલીફ નો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસ વિભાગ(Poice departmetn)ના કર્મચારીઓ ઘટના સ્થળ પર મોજુદ છે તેમજ ટ્રકને ખસેડવાની અને રસ્તો ક્લીયર કરવાની કાર્યવાહી ચાલુ છે.. જુઓ વિડિયો. ( આ સમાચાર સવારે 9 વાગ્યા પ્રમાણે છે. તેમજ આગામી 1 -2 કલાક માં ટ્રાફીક ક્લીય થાય તેવી સંભાવના છે)

     

  • લો બોલો!! મુંબઈ મેટ્રોએ જ પાલિકાને લગાવ્યો ચૂનો. આટલા કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી.. જાણો વિગતે

    લો બોલો!! મુંબઈ મેટ્રોએ જ પાલિકાને લગાવ્યો ચૂનો. આટલા કરોડ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી.. જાણો વિગતે

     News Continuous Bureau | Mumbai

    મુંબઈ મેટ્રોએ 2023થી પ્રોપર્ટી ટેક્સના લગભગ 117 કરોડ રૂપિયા ચૂકવ્યા ન હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે.  
    એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ પાલિકાના કે-પૂર્વ અને કે-પશ્ચિમ વોર્ડ દ્વારા મુંબઈ મેટ્રોની સંબંધિત મિલકત પર જપ્તીની નોટિસ મોકલવામાં આવી છે. કે-પૂર્વ વોર્ડની હદમાં છ તો કે-પશ્ચિમ વોર્ડની હદમાં પાંચ મિલકતનો સમાવેશ થાય છે, જેમાં આઠ મેટ્રો રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે.

    જકાત બંધ થયા બાદ ગુડ્સ સર્વિસ ટેક્સ(જીએસટી) અમલમાં આવ્યા બાદ પાલિકાની મોટાભાગની આવક પ્રોપર્ટી ટેક્સના માધ્યમથી થાય છે. પાલિકાએ પોતાની આવક વધારવા પ્રોપર્ટી ટેક્સની વસૂલી પર ધ્યાન આપી રહી છે. જેમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનારી સંસ્થા, કંપની અને વ્યક્તિઓ પ્રોપર્ટી જપ્ત કરવાની નોટિસ મોકલવામાં આવતી હોય છે.

    એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ મુંબઈ મેટ્રોએ 2013થી અત્યાર સુધી 117 કરડો 62 લાખ રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી. લગભગ 11 માલમત્તા પરનો ટેક્સ ભરવા માટે પાલિકાએ તેમને ગુરુવારે નોટિસ મોકલી હતી. 

    આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે.. હોળીમાં પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા વેસ્ટર્ન રેલવે દોડાવશે સ્પેશિયલ ટ્રેન… જાણો વિગતે

    નોટિસ મોકલેલી માલમત્તામાં આઝાદનગર મેટ્રો સ્ટેશન, ડી.એન.નગર મેટ્રો સ્ટેશન, વર્સોવા મેટ્રો સ્ટેશન, એલઆઈસી અંધેરી મેટ્રો સ્ટેશન, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે મેટ્રો સ્ટેશન, જે.બી.નગર મેટ્રો સ્ટેશન. એરપોર્ટ મેટ્રો સ્ટેશન, મરોલ મેટ્રો સ્ટેશન જેવા સ્ટેશનોનો સમાવેશ હોવાનું માનવામાં આવે  છે.

    પાલિકાએ નોટિસ મોકલેલી નોટિસ મુજબ 21 દિવસમાં ટેક્સ ભરવાનો રહેશે અન્યથા મિલકતનો પાણી પુરવઠો ખંડિત કરવામાં આવશે ત્યારબાદ પણ ટેક્સ નહીં ભર્યો તો સ્યુએજ લાઈનનો કનેકશન કાપી નાખવામાં આવશે અને છેવટે મિલકત જપ્ત કરીને તેની લિલામી કરવામાં આવશે.

  • વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પૂરી રીતે જામ. ગોરેગામ પાસે ભરપૂર પાણી ભરાયા. માત્ર એક લેન પર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ચાલુ છે. જુઓ વિડિયો

    વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પૂરી રીતે જામ. ગોરેગામ પાસે ભરપૂર પાણી ભરાયા. માત્ર એક લેન પર વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ચાલુ છે. જુઓ વિડિયો

    ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો      

    મુંબઈ,16 જુલાઈ  2021

    શુક્રવાર

    જોરદાર વરસાદને કારણે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર ભરપૂર પાણી ભરાયા છે. ગોરેગામ પાસે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાણીમાં ગરક થઇ ગયો છે. લેનનો હાઇવે હાલ એક લેન પર ચાલી રહ્યો છે.

    થાણા ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પાસે ટમેટાનો ટ્રક ઉંધો વળી જતાં ટ્રાફિક જામ. જુઓ ફોટોગ્રાફ

    કારણ કે બાકી પાંચ લેન પર પાણી ભરાયા છે. જુઓ વિડિયો.

     

  • મહત્વના સમાચાર : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે શનિવારે રાત્રે બંધ રહેશે. આ રુટ થી પ્રવાસ કરવો પડશે.

    મહત્વના સમાચાર : વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે શનિવારે રાત્રે બંધ રહેશે. આ રુટ થી પ્રવાસ કરવો પડશે.

    ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
    મુંબઈ, ૩ એપ્રિલ 2021
    શનિવાર

    ઉત્તર મુંબઈમાં માગાઠાણે પાસે ફૂટ ઓવરબ્રિજ એટલે કે પદચારી પુલનું કામ શનિવારે રાત્રે હાથ ધરવામાં આવશે. આ માટે ગડર ચડાવવાનું કામ 11:00 શરૂ કરવામાં આવશે જે રવિવારે સવારે છ વાગ્યા સુધી ચાલુ રહેશે. આ દરમિયાન મલાડ થી બોરીવલી સુધી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સંપૂર્ણ રીતે બંધ રહેશે.


    મહારાષ્ટ્ર પોલીસના ટ્રાફિક વિભાગે આ સંદર્ભે પ્રેસ રિલીઝ જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન કોઈ પણ ભારે વાહન પસાર નહીં થઈ શકે. બીજી તરફ હલકા વાહનો એ ઉત્તર મુંબઈ તરફ જવા માટે મલાડ થી એસવી રોડ લેવો પડશે અને ત્યારબાદ બોરીવલી થી હાઇવે પર જઈ શકશે. જ્યારે કે વિરાર થી આવનાર વાહન વ્યવહાર એ દહિસર થી લિંક રોડ પકડવો પડશે અને મલાડ થી તેઓ ફરી એકવાર હાઇવે પર આવી શકશે.
    વાહન વ્યવહાર માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઠેકઠેકાણે બેનર પણ વગાવવામાં આવશે.

  • ચોંકાવનારી ઘટના. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ના નાયગાવ બ્રિજ સાથે જહાજ અથડાયું. 

    ચોંકાવનારી ઘટના. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ના નાયગાવ બ્રિજ સાથે જહાજ અથડાયું. 

    ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

    મુંબઈ

    15 ફેબ્રુઆરી 2021

    મુંબઈથી ગુજરાતને જોડતા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મોટી ઘટના થઇ છે. પ્રાપ્ત જાણકારી મુજબ રાત્રે બે વાગે નાયક ગામ પાસે એક બાર્જ ખાડીમાં સફર કરી રહ્યું હતું ત્યારે તેની અથડામણ રેલવે બ્રિજ સાથે થઈ. આ દુર્ઘટના બાદ બાર્જ ને ઘણું મોટું નુકસાન પહોંચ્યું.

    તેમજ બ્રિજને પણ નુકસાન પહોંચ્યું છે. જોકે બ્રિજને ઘણું ઓછું નુકસાન પહોંચ્યું છે જ્યારે કે બાર્જે અડધી રાત્રે જળસમાધિ લઇ લીધી. 

    આ ઘટના થતા ઘણો મોટો અવાજ થયો હતો જેને કારણે ઘટનાસ્થળે રેલવે પોલીસ પહોંચી ગઈ હતી.જોકે આ દુર્ઘટના થી કોઈ ના મૃત્યુ ના સમાચાર નથી.

    પરંતુ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના રેલવે બ્રિજ પાસે કદાચ જ આવી કોઈ ઘટના થતી હોય છે.