• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - wife - Page 7
Tag:

wife

રાજ્ય

હું મરાઠી, મને ન્યાય આપો! આ અભિનેત્રીએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખી, કરી આ માગણી; જાણો વિગત

by Dr. Mayur Parikh October 29, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ઑક્ટોબર, 2021
શુક્રવાર    
આર્યન ખાનના ડ્રગ્સ પ્રકરણની તપાસ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેને લગતો રોજ નવો વિવાદ બહાર આવી રહ્યો છે. હવે તેમના પરિવાર પર પણ હવે ગંભીર આરોપ થઈ રહ્યા છે. એથી સમીર વાનખેડેની અભિનેત્રી પત્ની ક્રાંતિ રેડેકર હવે પોતાના પતિના બચાવમાં આગળ આવી છે. તેણે પોતાના પતિ પર થઈ રહેલા તમામ આરોપ ફગાવી દીધા હતા. એટલું જ નહીં, ક્રાંતિએ હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે કે ‘હું મરાઠી છું. એક મરાઠી મુલગી હોવાથી તમારી પાસે મદદ, ન્યાયની અપેક્ષા રાખું છે. મને ન્યાય આપો.’

સારા સમાચાર : દસ્તાવેજોના વેરિફિકેશન માટે હવે રખડપટ્ટીથી મળશે છુટકારો, મુંબઈ યુનિવર્સિટીએ કર્યું પૉર્ટલ લૉન્ચ, દસ્તાવેજો થશે ઑનલાઇન ચેક; જાણો વિગત

ક્રાંતિ રેડેકરે પોતાને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની બહેન સમાન ગણાવીને પત્રમાં લખ્યું  છે કે ‘મરાઠી માણસના હક માટે લડનારી શિવસેનાને જોઈને હું મોટી થઈ છું. છત્રપતિ શિવાજી  મહારાજ અને હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેના આદર્શ લઈને હું મોટી થઈ છું. કોઈ પર અન્યાય કરવો નહીં અને પોતાના પર થનારો અન્યાય સહન કરવો નહીં એ તેમણે શીખવ્યું છે. એ સબકને આંખ સામે રાખીને હું મારા અંગત જીવન પર થઈ રહેલા હુમલો કરનારા સામે હું મક્કમ રીતે ઊભી છું. એક મહિલા પર અને તેના પરિવાર પર થઈ રહેલા  અંગત હુમલો એ રાજકારણનું ગંદું સ્વરૂપ છે. આજે શિવસેનાપ્રમુખ નથી, પણ તમે છો. તમારા પર મારા પૂરા પરિવારને વિશ્વાસ છે. તમે કોઈ દિવસ મારા પર અને મારા પરિવારને અન્યાય થવા દેશો નહીં.’
 

October 29, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
વધુ સમાચાર

આવો તે કેવો ગુસ્સો? પત્ની કાન પાસે બરાડા પાડતી હતી એટલે ચાલુ એરક્રાફ્ટમાંથી ફેંકી દીધી.

by Dr. Mayur Parikh October 23, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 23 ઓક્ટોબર, 2021.

શનિવાર

અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં એક પ્લાસ્ટિક સર્જને એટલા માટે પોતાની પત્નીની હત્યા કરી નાખી હતી કારણ કે તે કાન પાસે ચિલ્લાવી રહી હતી. રોબર્ટ  બિરેનબામ નામના ડૉક્ટરને 1985માં પોતાની પત્નીની હત્યાના ગુના હેઠળ દોષી જાહેર કરવામાં આવ્યો છે.

કોર્ટમાં રોબર્ટે કરેલી કબૂલાત મુજબ ઘટનાના દિવસે તેની પત્ની ગેલ કાટ્જ કાન પાસે જોર-જોરથી ચિલ્લાવતી હતી. એથી તેને ભારે ગુસ્સો આવ્યો હતો. તેથી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. પછી તેની લાશને  ચાલતી ફ્લાઇટમાંથી દરિયામાં ફેંકી દીધી હતી. રોબર્ટ એક પ્લાસ્ટિક સર્જન હોવાની સાથે જ એક અનુભવી પાઇલટ પણ હતો.

વેપારીઓની સામાન્ય નાગરિકોને હાથ જોડીને વિનંતી : આ દિવાળીમાં સામાન્ય દુકાન થી ખરીદો ઓનલાઇન નહીં

એક વિદેશી અખબારમાં આવેલા અહેવાલ મુજબ રોબર્ટે કરેલી કબૂલાત મુજબ હત્યા સમયે તે એટલો મૅચ્યૉર નહોતો. ગુસ્સાને કેવી રીતે નિયંત્રણમાં લાવવો તે સમજી શકતો નહોતો. તેની પત્ની તેના પર ચિલ્લાવાનું બંધ કરે  તે એટલું જ ઇચ્છતો હતો. એટલે તેણે તેના પર હુમલો કર્યો હતો, જેને કારણે તે બેહોશ થઈ ગઈ હતી. તેથી તેના શરીરને તે પ્લેનમાં ઉપર લઈ ગયો હતો અને પછી દરિયા ઉપર જઈને પ્લેનનો દરવાજો ખોલીને તેના મૃતદેહને ફેંકી દીધો હતો. સ્થાનિક કોર્ટે તેને સાયકો ગણાવીને પત્નીની હત્યા માટે દોષી જાહેર કરીને સજા ફટકારી હતી.

October 23, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

રાષ્ટ્રીય સ્તરની પાર્ટી સાથે મહાજન પરિવારનો આ સભ્ય રાજકીય કારકિર્દીનો કરશે આરંભ; જાણો વિગત

by Dr. Mayur Parikh September 28, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28, સપ્ટેમ્બર  2021

મંગળવાર.

મહારાષ્ટ્રના રાજકરણમાં મહાજન પરિવારના એક નવા સભ્યનું આગમન થવાનું છે. ભાજપના નેતા સ્વર્ગીય પ્રવીણ મહાજનના ભાઈ પ્રવીણ મહાજનની પત્ની સારંગી મહાજન બહુ જલદી રાષ્ટ્રીય સ્તરના પક્ષ સાથે પોતાની રાજકીય કારકિર્દીનો આરંભ કરવાના છે. આગામી છ મહિનામાં તેની જાહેરાત કરવાના છે.

મહારાષ્ટ્રના આ જિલ્લામાં ભાજપ અને મનસેની યુતિઃ ભાજપે યુતિ કરવા કરી બાંધછોડ;જાણો વિગત

રાષ્ટ્રીય રાજકરણમાં પ્રમોદ મહાજનનું નામ હતું. તેમના નિધન બાદ મહાજન પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. પ્રવીણ મહાજનના નિધનના 10 વર્ષ બાદ તેમના પત્ની સારંગી જાહેરમાં આવ્યા છે. હવે બાળકો સેટલ થઈ ગયા બાદ પોતાની પોલિટિકલ કરીઅર ચાલુ કરવાની તૈયારી કરી દીધી હોવાનું તાજેતરમાં સારંગી મહાજને કહ્યું હતું.  સ્વાભાવિક રીતે ભાજપ સાથે જોડાશે એવું ચર્ચાઈ રહ્યું હતું ત્યારે તેમણે ભાજપને મુંડે અને મહાજનની પ્રાઈવેટ પાર્ટી ગણાવી હતી. તેથી ત્યાં કોઈ બીજાના સ્થાન નથી એવો કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે તેમને તમામ મોટી પાર્ટીઓ તરફથી તેમના પક્ષમાં જોડાવાનું આમંત્રણ મળ્યું છે. તેના પર નિર્ણય લઈ લીધો છે. બહુ જલદી રાષ્ટ્રીય સ્તરની પાર્ટી સાથે તેઓ રાજકીય તખ્તા પર એન્ટ્રી કરશે એવું કહેવામાં આવે છે.

September 28, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

જાડા-પાડા કૉમેડિયન કીકુ શારદાની બૈરી છે સુંદર અને હસીન, જુઓ ફોટોગ્રાફ

by Dr. Mayur Parikh September 22, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 22, સપ્ટેમ્બર, 2021

બુધવાર

 

‘ધ કપિલ શર્મા’ શોના ઘણાં પાત્રો ભજવનાર કીકુ શારદા લાંબા સમયથી લોકોનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે. આ શો પહેલાં પણ તેણે ઘણા ટીવી શોમાં લોકોનું મનોરંજન કર્યું છે. લોકો કિકુનું પાત્ર યાદ રાખશે, પરંતુ તેના અંગત જીવન વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. કીકુ શારદા એક પરિણીત પુરુષ છે અને તેની પત્ની પણ ખૂબ સુંદર છે.

'ધ કપિલ શર્મા શો'ના હાસ્ય કલાકાર અને અભિનેતા કીકુ શારદાનું લગ્નજીવન સુખી છે. કીકુએ વર્ષ 2002માં પ્રિયંકા શારદા સાથે લગ્ન કર્યાં હતાં. બંનેની જોડી અદ્ભુત છે.

પ્રિયંકા શારદા અને કિકુ શારદા આર્યન અને શૌર્ય નામના પુત્રોનાં માતાપિતા છે. તેઓ સાથે મળીને પુત્રોનું સારી રીતે પાલન-પોષણ કરી રહ્યાં છે. બંને વચ્ચેનો તાલમેલ પણ અદ્ભુત છે. પ્રિયંકા શારદા લાઇમલાઇટથી દૂર રહે છે અને જાહેર કાર્યક્રમોમાં ભાગ્યે જ જોવા મળે છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર પણ સક્રિય નથી, પરંતુ કીકુ શારદા તેની સાથે તેની તસવીરો પોસ્ટ કરતો રહે છે.

પ્રિયંકા 'નચ બલિયે 6'માં કીકુ શારદાની સામે જોવા મળી હતી. કિકુ શારદા અને પ્રિયંકા શારદાએ 2013માં ડાન્સિંગ રિયાલિટીમાં ભાગ લીધો હતો. લોકોએ બંનેની જોડીને ખૂબ પ્રેમ આપ્યો, પરંતુ બંને જલદી શોમાંથી બહાર થઈ ગયાં.

પ્રિયંકા શારદા પણ કપલના ખાસ એપિસોડ દરમિયાન 'ધ કપિલ શર્મા શો'માં જોવા મળી છે. પ્રિયંકા શારદા અને કીકુ શારદા બે દાયકાથી સાથે છે. બંનેએ જીવનના દરેક આનંદ અને દુ:ખને એકસાથે વહેંચ્યાં છે.

આ ભારતીય ઍક્ટ્રેસનાં એક, બે નહીં 12 વ્યક્તિઓ સાથે લફરાં ચાલ્યાં હતાં, હવે થઈ ગયા છે છૂટાછેડા

પ્રિયંકા શારદા સાદગીને પસંદ કરે છે અને તેના પરિવારને ઘણો સમય આપે છે. 'નચ બલિયે 6'માં પ્રિયંકા શારદાનો ગ્લૅમરસ અવતાર જોવા મળ્યો હતો.

September 22, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

જાણો બૉલિવુડના છ સુપરહિટ ખલનાયકોની ખૂબસૂરત પત્નીઓ વિશે; જુઓ ફોટોગ્રાફ

by Dr. Mayur Parikh September 14, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો         

મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021

મંગળવાર

બૉલિવુડ સ્ટાર્સની પત્નીઓની હંમેશાં ચર્ચા થાય છે. ભલે તેમના સ્ટાર પતિઓ સુપરહિટ ફિલ્મોથી દર્શકોનાં દિલ જીતી લે, પરંતુ તેમની પત્ની લાઇમલાઇટથી દૂર હોવા છતાં પણ હંમેશાં ચર્ચામાં રહે છે. આપણે હંમેશાં નાયકોની પત્નીઓ વિશે સાંભળીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો ખલનાયકોની વાસ્તવિક જીવનની પત્નીઓ વિશે જાણે છે. આજે આપણે આવી કેટલીક ફિલ્મોમાં ખલનાયકોની વાસ્તવિક પત્નીઓ વિશે જાણવા જઈ રહ્યા છીએ.

શક્તિ કપૂર અને શિવાંગી કપૂર

સુપરસ્ટાર શક્તિ કપૂરને બૉલિવુડના ક્રાઇમ માસ્ટર ગોગો તરીકે ઓળખવામાં આવે છે. તેણે ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી છે. શક્તિ કપૂરની વાસ્તવિક જિંદગી પણ ફિલ્મી છે. તે 1982માં શિવાંગી કોલ્હાપુરે સાથે ભાગી ગયો અને લગ્ન કરી લીધાં. શિવાંગી ખૂબ જ સુંદર છે અને તે હંમેશાં પારિવારિક કાર્યક્રમોમાં જોવા મળે છે.

ડેની ડેન્ઝોંગપા અને ગવા ડેન્ઝોંગપા

ડેની ડેન્ઝોંગપા પણ એક વિલન છે, જેણે પોતાની ભૂમિકાઓથી દર્શકોનાં દિલ જીતી લીધાં છે. ‘અગ્નિપથ’માં કાંચ ચાઇનાની ભૂમિકા ભજવીને દર્શકોનાં દિલ જીતી લેનાર ડેની ડેન્ઝોંગપા બૉલિવુડ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત વિલનમાંનો એક છે. તેણે 1990માં ગવા ડેન્ઝોંગપા સાથે અરેન્જ મૅરેજ કર્યાં હતાં. ડેનીની પત્ની સિક્કિમની રહેવાસી છે. તેમને બે બાળકો છે, રિંજિંગ અને પેમા ડેન્ઝોંગપા.

પ્રકાશ રાજ અને પોની વર્મા

‘સિંઘમ’ અને ‘દબંગ 2’ જેવી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવવા માટે પ્રખ્યાત પ્રકાશ રાજે બે વાર લગ્ન કર્યાં છે. તેણે પહેલા અભિનેત્રી લલિતાકુમારી સાથે 1994માં લગ્ન કર્યાં હતાં, પરંતુ 2009માં તેને છૂટાછેડા આપી દીધા હતા. બાદમાં તેણે કોરિયોગ્રાફર પોની વર્મા સાથે બીજા લગ્ન કર્યાં. આ લગ્નથી તેમને એક પુત્ર પણ છે.

કબીર બેદી અને પરવીન દુસાંજ

તમે કબીર બેદીનું નામ સાંભળ્યું હશે.’ખુન ભરી માંગ’, ‘યલગાર’, ‘કોહરામ’ જેવી ફિલ્મો માટે પ્રખ્યાત કબીર બેદીએ વાસ્તવિક જીવનમાં ત્રણ લગ્ન કર્યાં હતાં. તેની પ્રથમ પત્ની પ્રોતિમા હતી, જેણે પાંચ વર્ષમાં છૂટાછેડા લીધા હતા. આ પછી તે લાંબા સમયથી પરવીન બબી સાથે રિલેશનશિપમાં હતો પરંતુ લગ્ન કર્યાં ન હતાં.પરવીનથી અલગ થયા બાદ કબીરે બીજા લગ્ન નિક્કી સાથે કર્યાં, પરંતુ સૌથી વધુ ચર્ચા તેના ત્રીજા લગ્નની હતી, જે તેણે પોતાનાથી 29 વર્ષ નાની લના પરવીન દુસાંજ સાથે કર્યાં હતાં. આ દંપતી હાલમાં સુખી લગ્નજીવન જીવી રહ્યાં છે.

પરેશ રાવલ અને સ્વરૂપ સંપટ

બૉલિવુડના લોકપ્રિય અભિનેતા પરેશ રાવલે પોતાની ફિલ્મોમાં અલગ અલગ ભૂમિકાઓ ભજવીને દર્શકોનાં મનમાં ખાસ સ્થાન બનાવ્યું છે. પરેશ રાવલે અભિનેત્રી અને મિસ ઇન્ડિયા સ્વરૂપ સંપટ સાથે લગ્ન કર્યાં છે. અભિનેતાને બે બાળક આદિત્ય અને અનિરુદ્ધ છે.

રણજિત અને આલોકા બેદી

બૉલિવુડના પ્રખ્યાત ખલનાયક રણજિતે 1986માં આલોકા બેદી સાથે લગ્ન કર્યાં હતાં. તેને બે બાળક દિવ્યાંકા અને ચિરંજીવ છે. તે ફિલ્મ ઉદ્યોગમાં પ્રખ્યાત અને ભયાનક ખલનાયક તરીકે ઓળખાય છે.

ટી સિરીઝ અને રિલાયન્સ વચ્ચે સેંકડો કરોડનો એગ્રીમેન્ટ. બનાવશે આટલી ફિલ્મ. જાણો વિગત

September 14, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના ઘરમાં જ ટી-ટવેન્ટી રમાઈ ગઈ, બહેન અને બૈરી વચ્ચે માસ્ક પહેરવા મામલે ઝઘડો થયો; જાણો વિગત

by Dr. Mayur Parikh September 11, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 સપ્ટેમ્બર, 2021

શનિવાર

ક્રિકટેર રવીન્દ્ર જાડેજાના પરિવારમાં પત્ની અને બહેન વચ્ચે માસ્કને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે. રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલાં છે તો બહેન નયનાબા કૉન્ગ્રેસ સાથે જોડાયેલાં છે. તેમના વચ્ચે માસ્ક પહેરવાને લઈને રાજકીય જંગ છેડાઈ ગયો છે.

રીવાબા ભાજપની સાથે જોડાયેલાં હોવાની સાથે જ કરણી ક્ષત્રિય સેનાના સૌરાષ્ટ્ર એકમનાં અધ્યક્ષ પણ છે.  બહેન નયનબા કૉન્ગ્રેસ સાથે જોડાયેલાં છે, જેમાં તેમનાં બહેન અને પિતા સાથે છે.

રીવાબા અને નયનબા વચ્ચે રાજકીય કાર્યક્રમ બાદ વિવાદ થયો હતો. આ કાર્યક્રમમાં ભારે ભીડ ભેગી થઈ હતી, જેમાં હાજર રહેલાં રીવાબાએ બરોબર માસ્ક નહોતું પહેર્યું. તેના પર નયનાબાએ ટીકા કરતાં કહ્યું હતું કે આવા લોકો ગુજરાતમાં ત્રીજી લહેર માટે જવાબદાર હશે.

માસ્કને લઈને પરિવારમાં ટકરાવ ઊભો થઈ ગયો છે, જેમાં રવીન્દ્ર જાડેજાએ પોતાનાં પત્ની રીવાબાને સાથ આપ્યો છે, તો નયનાબાની પડખે તેમનો બાકીનો પૂરો પરિવાર હોઈ તેમને સમર્થન આપ્યું છે.

ક્રિકેટપ્રેમીઓ માટે મોટા સમાચાર, ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે રમાનારી અંતિમ ટેસ્ટનો લઈ લેવાયો આ નિર્ણય; જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રીવાબા ઑગસ્ટ 2020માં માસ્ક નહીં પહેરવાને લઈને વિવાદમાં આવ્યાં હતાં. કારથી ઊતરતાં સમયે તેમણે માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે તેમને રોકી દીધાં હતાં, ત્યારે પણ માસ્કને લઈને ભારે વિવાદ થયો હતો.

September 11, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

યો યો હની સિંહની મુશ્કેલીઓ વધી, પત્ની શાલિનીએ લગાવ્યા આ આરોપ; જાણો વિગત

by Dr. Mayur Parikh August 4, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

બુધવાર

બૉલિવુડનો લોકપ્રિય સિંગર યો યો હની સિંહ હાલમાં તેની પર્સનલ લાઇફને લઈને સમાચારોમાં છે. મીડિયા રિપૉર્ટમાં જણાવ્યું છે કે યો યો હની સિંહની પત્ની શાલિની તલવારે તેના ઉપર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં, શાલિનીએ હની સિંહ પર માનસિક ત્રાસ અને આર્થિક શોષણને લઈને પણ કેસ દાખલ કર્યો છે. તેણે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં ‘ઘરેલુ હિંસાથી મહિલાઓના સંરક્ષણ અધિનિયમ’ની અંદર મામલો રજિસ્ટર કરાવ્યો છે.

અનુપમાને ધક્કા મારીને કરવામાં આવશે ઘરની બહાર, પૂરું થશે કાવ્યાનું સપનું; જાણો ‘અનુપમા’ના આજના એપિસોડ વિશે

કેટલાક મીડિયા રિપૉર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે શાલિની તલવારે પતિ હની સિંહની સાથોસાથ તેના પરિવાર ઉપર પણ ગંભીર આરોપો લગાવ્યા છે. આથી વિશેષ શાલિનીએ હની સિંહ પર એવો આરોપ પણ લગાવ્યો છે કે તેને કેટલીક મહિલાઓ સાથે અવૈધિક સંબંધો પણ બનાવ્યા હતા.

August 4, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

આઘાતજનક સમાચાર : દિલ્હીમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીના પત્નીની હત્યા થઈ.

by Dr. Mayur Parikh July 7, 2021
written by Dr. Mayur Parikh

દેશની રાજધાનીમાં અપરાધની વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. 

પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત પી.આર. કુમારમંગલમની પત્ની કિટ્ટી કુમારમંગલમની  મંગળવારે રાતે તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી છે. 

દિલ્હી પોલીસે આ મામલે એક સંદિગ્ધને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય બેની તલાશ ચાલુ છે. જોકે હાલ હત્યાના કારણ વિશે જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે મૂળે, ઘટના સમયે કિટ્ટી કુમારમંગલમ હાઉસ હેલ્પ સાથે ઘરે એકલાં હતા. તેઓ સુપ્રીમ કોર્ટમાં વકીલ રહી ચૂક્યા છે.  

મહારાષ્ટ્રમાં ભાજપ સાથે યુતી નહીં જ થાય. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું.

July 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
આંતરરાષ્ટ્રીય

સીઈઓ પત્નીની કારકિર્દી માટે 750 કરોડનું બોનસ જતું કરશે, લોકોએ કહ્યું ‘નાટક છે’.. જાણો શું છે આખી હકીકત

by Dr. Mayur Parikh December 12, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020 

સમાજમાં ઘણાં બધાં દાખલા જોવા મળશે જેમાં સફળ કારકિર્દી ધરાવતી પત્નીઓ ઘર અને બાળકો માટે કાર્ય છોડી દેતી હોય. પરંતુ જર્મનીના સૌથી મોટા ફેનલાઇન ફેશન રિટેલર જાલ્ન્ડો એસઇના સહ-સીઇઓ રૂબિન રિટરે પત્નીની કારકિર્દી માટે 750 કરોડ રૂપિયા (112 મિલિયન ડોલર) નું બોનસ જતું કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના ડાયરેક્ટર બોર્ડમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ન હોવાને કારણે, ભૂતકાળમાં તેમની ઘણી ટીકા થઈ હતી. હવે રુબિન રિટરે કહ્યું છે કે તે પત્નીને તેની કારકીર્દિમાં આગળ વધવામાં મદદ કરવા માટે આવતા વર્ષે નિવૃત્તિ લેશે. 

રુબિનનો દાવો છે કે હવે તે ઘર અને બાળકોની સંભાળ રાખશે. જો રિટર આ કરે છે, તો તેણે 100 મિલિયન ડોલર એટલે કે 750 કરોડ રૂપિયાનું બોનસ જતું કરવું પડશે. 

જોકે કેટલાક લોકો રુબિનના આ નિર્ણયને સોશિયલ મીડિયા પર નાટક ગણાવી રહ્યા છે. લોકો કહે છે કે રુબિને તેની બ્રાન્ડના પ્રમોશન માટે આ બધું કર્યું છે. અત્રે જણાવી દઈએ કે રુબિન રીટરની પત્ની એક ન્યાયાધીશ હતી અને તેણે બાળકો માટે કારકિર્દીમાંથી વિરામ લેવો પડ્યો હતો..  

જાલ્ન્ડો એસઇના મોટાભાગના ગ્રાહકો મહિલાઓ છે પરંતુ પાંચ સભ્યોના બોર્ડમાં બધા ગોરા પુરુષો છે. ગયા વર્ષે, ઓલ બ્રાઇટ ફાઉન્ડેશન દ્વારા કોઈ પણ મહિલાઓને બોર્ડમાં ન રાખવા બદલ તેની આકરી ટીકા થઈ હતી. આ પછી, કંપનીએ ઉચ્ચ કાર્યકારી સ્તરે મહિલાઓની ભાગીદારી વધારવાનું વચન આપ્યું હતું. કંપનીએ કહ્યું હતું કે તે 2023 સુધીમાં મેનેજમેન્ટ બોર્ડમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારીને 40 ટકા કરશે. 

હકીકતમાં, જાલેન્ડોમાં ઉચ્ચ સ્તરે મહિલાઓના પ્રતિનિધિત્વનો અભાવ આશ્ચર્યજનક નથી. યુરોપિયન દેશોમાં, જર્મની લિંગ પ્રમાણે વેતનમાં અંતર કરવા બદલ કુખ્યાત છે. અહીં મહિલા અને પુરુષના વેતનમાં ખાસો તફાવત જોવા મળે છે.. અહીંની કંપનીઓના બોર્ડમાં મહિલાઓનું પ્રતિનિધિત્વનું સ્તર યુરોપિયન દેશોમાં સૌથી નીચું છે. જર્મનીની સૌથી મોટી 160 કંપનીઓના બોર્ડમાં માત્ર 9.3 ટકા મહિલાઓ છે.

December 12, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક