• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - woman
Tag:

woman

Baby Elephant eating Watermelon Baby Elephant Asks For Watermelon Slices To Woman Cute Video Goes Viral Left Internet Smile
પાલતુ અને પ્રાણીઓ

Baby Elephant eating Watermelon: તરબુચ ની દુકાન જોતાં મદનિયાનાં મોઢામાં આવી ગયું પાણી, મહિલા વિક્રેતા પાસે એવી રીતે દોડી ગયું કે.. જુઓ વિડીયો..

by kalpana Verat July 8, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Baby Elephant eating Watermelon: ભૂખ દરેકને લાગે છે… પછી ભલે તે માણસ હોય કે પ્રાણી. આવી સ્થિતિમાં, જો પેટ ખાલી હોય અને તમારી સામે મનપસંદ વસ્તુ દેખાય, તો કોઈ શું કહી શકે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે એક હાથી અને તેનું મદનિયું મહાવત સાથે જઈ રહ્યા છે. અચાનક  મદનિયાંની એક દુકાનમાં એક તરબૂચ દેખાય છે અને મદનિયું તરસ્યું અને ભૂખ્યું હતું, તેથી તેણે એક તરબૂચ જોયું અને કદાચ તે પોતાને રોકી શક્યો નહીં. મદનિયું અચાનક રસ્તા પરથી વળી ગયું અને તરબૂચ વેચનાર પાસે પહોંચી ગયું.

Baby elephant asking for watermelon pic.twitter.com/n9VLDQJLAL

— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) July 7, 2025

Baby Elephant eating Watermelon: ફળો વેચતી મહિલાએ બતાવી ઉદારતા 

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મદનિયું તરબૂચ જોઈને પોતાને રોકી શક્યું નહીં. તે દુકાન તરફ ખેંચાયેલો લાગતો હતો. હાથીના બચ્ચાને જોઈને, સ્ત્રીએ એક તરબૂચ કાપીને તેને ખવડાવ્યું. આ દરમિયાન, હાથીના બચ્ચાની માતા પણ ત્યાં આવી અને સ્ત્રીએ તેને તરબૂચ પણ ખવડાવ્યું.  

આ સમાચાર પણ વાંચો :  Bees Attack Indigo Flight :સુરતથી જયપુર જતી ઇન્ડિગોની ફ્લાઇટ એક કલાક પડી મોડી; મધમાખીઓએ વિમાનને ઘેરી લીધું, આ રીતે કરાયુ દૂર..જુઓ વિડીયો

Baby Elephant eating Watermelon: 

મદનિયાંનો આ વીડિયો નેટીઝન્સના દિલ જીતી રહ્યો છે. એક યુઝરે ટિપ્પણી કરી, આનાથી મારો દિવસ બની ગયો. બીજા એક યુઝરે કહ્યું, આ વીડિયો નેપાળના ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસનો છે. બીજા એક યુઝરે લખ્યું, આ જોયા પછી મને પણ તરબૂચ ખાવાની ઈચ્છા થવા લાગી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 8, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
MNS Leader Son Abuses Woman Drunk, shirtless MNS leader’s son abuses woman, flaunts father's clout - Viral video
Main PostTop Postમુંબઈ

MNS Leader Son Abuses Woman :દારૂના નશામાં MNS નેતાના પુત્રએ મરાઠી ઇન્ફ્લ્યુએસર ની કારને મારી ટક્કર, કરી ઉગ્ર બોલાચાલી; ગાળો પણ આપી..જુઓ વિડીયો

by kalpana Verat July 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

MNS Leader Son Abuses Woman : મરાઠી સોશિયલ મીડિયા પ્રભાવક અને અભિનેત્રી રાજશ્રી મોરેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કાર ચાલક પણ દેખાય છે, જે નશામાં ધૂત છે. વીડિયો અને કરવામાં આવેલા દાવા મુજબ, કાર ચાલક રાહિલ જાવેદ શેખ છે, જે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના નેતા જાવેદ શેખનો પુત્ર છે, જેણે રાજશ્રી મોરે સાથે કથિત રીતે ગેરવર્તન કર્યું હતું. આવી સ્થિતિમાં, અભિનેત્રીએ રાહિલ જાવેદ વિરુદ્ધ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે.

MNS Leader Son Abuses Woman :MNS નેતાના પુત્ર એ એક મહિલાની કારને ટક્કર મારી 

 વાયરલ વિડીયો મુજબ રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના નેતા જાવેદ શેખના પુત્ર રાહિલ શેખે પહેલા એક મહિલાની કારને ટક્કર મારી હતી. પછી તેણે જાહેરમાં મહિલા સાથે ગેરવર્તન કર્યું. રિપોર્ટ મુજબ, રાહિલ શેખ નશામાં ધૂત હતો. શિવસેનાના નેતા સંજય નિરૂપમે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. મનસેના વડા રાજ ઠાકરે પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે મરાઠી સ્વાભિમાનનું રક્ષણ કરનારાઓનો અસલી ચહેરો જુઓ.

 

नशे में धुत।
अधनंगा।
एक मराठी भाषिक महिला के साथ गाली-गलौज करता हुआ मनसे का नेता पुत्र।
ऊपर से अपने बाप के रसूख़ की धौंस दे रहा है।
मराठी स्वाभिमान की रक्षा करने का दावा करनेवालों का असली चेहरा देखिए।
क्या इन्हीं मुसलमानों के दबाव में मनसेवाले हिंदुओं पर हमले कर रहे हैं ? pic.twitter.com/vOkXz1Ev0w

— Sanjay Nirupam (@sanjaynirupam) July 7, 2025

શિવસેનાના નેતા સંજય નિરૂપમે ટ્વિટર પર એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના નેતા જાવેદ શેખના પુત્ર રાહિલ શેખે નશાની હાલતમાં જાહેરમાં મરાઠી ભાષી મહિલા સાથે દુર્વ્યવહાર કર્યો હતો. નિરૂપમે શેર કરેલા વીડિયો મુજબ, જાવેદ શેખના દીકરાએ મહિલા સાથે અભદ્ર વર્તન કર્યું. તે લાંબા સમય સુધી તે સ્ત્રી સાથે દલીલ કરતો રહ્યો.

MNS Leader Son Abuses Woman :રાહિલ જાવેદ શેખ પર ગેરવર્તણૂકનો આરોપ

શિવસેનાના નેતા સંજય નિરૂપમે લખ્યું, “ડ્રન્ક, અર્ધ નગ્ન.. એક મનસે નેતાનો પુત્ર મરાઠી ભાષી મહિલા સાથે દુર્વ્યવહાર કરી રહ્યો છે. અને તે ઉપરાંત, તે તેના પિતાના પ્રભાવથી ધમકી આપી રહ્યો છે. મરાઠી ગૌરવનું રક્ષણ કરવાનો દાવો કરનારાઓનો અસલી ચહેરો જુઓ. શું મનસેના નેતાઓ આ મુસ્લિમોના દબાણમાં હિન્દુઓ પર હુમલો કરી રહ્યા છે?”

આ સમાચાર પણ વાંચો : Raj–Uddhav Thackeray Vijay Sabha :ઠાકરે બ્રધર્સ 20 વર્ષ પછી એક મંચ પર, રાજ ઠાકરે એ કહ્યું- ‘બાળા સાહેબ જે ન કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું!’

અહેવાલ મુજબ, મરાઠી અભિનેત્રી રાજશ્રી મોરેએ મનસે નેતા જાવેદ શેખના પુત્ર રાહિલ જાવેદ શેખ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. આ પછી, મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં આ કેસમાં FIR નોંધવામાં આવી છે. રાખી સાવંતની નજીકની મૈત્રિણીએ રાજશ્રીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં રાહિલ તેની કારને ટક્કર મારતો જોવા મળે છે. આ ઘટના બાદ આરોપી અને મહિલા વચ્ચે ઉગ્ર દલીલ થાય છે.

MNS Leader Son Abuses Woman : મુંબઈના અંધેરી ઉપનગરમાં બની હતી આ ઘટના 

રાખી સાવંતની મૈત્રિણી રાજશ્રી મોરેએ રવિવારે રાત્રે આ ચોંકાવનારો વીડિયો શેર કર્યો. આમાં, આરોપી અર્ધ નગ્ન અવસ્થામાં રાજશ્રીને ગાળો આપતો અને ધમકી આપતો જોવા મળે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના 6 જુલાઈના રોજ મુંબઈના અંધેરી ઉપનગરમાં બની હતી. વીડિયોમાં, આરોપી રાહિલ જાવેદ શેખને ગાળો બોલતા સાંભળી શકાય છે. એવું પણ બહાર આવ્યું છે કે તેના પિતા મનસેના રાજ્ય ઉપાધ્યક્ષ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Dating App Fraud Man swindled in dating scam by woman he met on app, hotel staff in Mumbai
Main PostTop Postમુંબઈ

Dating App Fraud:શું તમે ડેટિંગ એપ વાપરો છો? તો સાવધાન, બોરીવલીમાં ‘ડેટિંગ…ઈટિંગ અને ચીટીંગ’નો એક ચોંકાવનારો કિસ્સો; જાણો કેવી રીતે થાય છે છેતરપીંડી..

by kalpana Verat July 7, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

Dating App Fraud:છેલ્લા કેટલાક વર્ષોમાં ડેટિંગ એપ્સ નો ટ્રેન્ડ વધ્યો છે. હજારો લોકો તેનો ઉપયોગ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં, ડેટિંગ સાઇટ્સ પરથી છેતરપિંડીના મામલા પણ વધ્યા છે. અત્યાર સુધી, ડેટિંગ એપ્સ પર યુવાનો દ્વારા છોકરીઓ અને મહિલાઓને છેતરપિંડી અથવા જાતીય શોષણ કરવાના અહેવાલો હતા, પરંતુ સુંદર મહિલાએ યુવાનો સાથે ફ્રોડ કરવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો છે.  મુંબઈના બોરીવલીમાં અહીં એક યુવક સાથે ઓનલાઈન ડેટિંગ એપના માધ્યમથી છેતરપિંડી કરવામાં આવી હતી. 

Dating App Fraud:બોરીવલીની ઘટનાએ સત્યનો પર્દાફાશ કર્યો!

પ્રાપ્ત માહિતી અનુસાર, 26 વર્ષીય યુવકે ડેટિંગ એપ પર 22 વર્ષની એક સુંદર યુવતી સાથે મિત્રતા કરી હતી. થોડા દિવસો પછી, બંનેએ એકબીજાના મોબાઇલ નંબર શેર કર્યા. મોબાઇલ પર વાતચીત દરમિયાન, સુંદર મહિલાએ તે યુવાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી, જેના માટે તે યુવક પણ સંમત થયો. યુવતી એ તેને બોરીવલી પૂર્વની એક પ્રખ્યાત હોટલમાં મળવાનું કહ્યું. બીજા દિવસે જ્યારે યુવક સાંજે 6 વાગ્યે હોટલ પહોંચ્યો, તો જુએ છે કે યુવતી પહેલેથી જ ત્યાં તેની રાહ જોઈ રહી હતી. બંને મળ્યા પછી, દારૂ અને કેટલીક ખાવાની વસ્તુઓનો ઓર્ડર આપ્યો. થોડા કલાકો વિતાવ્યા પછી, જ્યારે બિલ આવ્યું, ત્યારે યુવક ચોંકી ગયો. કંર કે બિલ 30 હજાર રૂપિયા આવ્યું હતું. બિલ અંગે યુવક અને હોટલ મેનેજર વચ્ચે લાંબી દલીલ થઈ. આખરે, સુંદર યુવતીએ યુવાનને લડાઈ ન કરવાનું કહે છે. અમે બંને  અડધા અડધા રૂપિયા એટલે કે 50 -50 માં વીલ ચૂકવી દઈએ. યુવતીની વાત સાંભળ્યા બાદ, ફરિયાદી સંમત થાય છે અને 15,000 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરે છે.

Dating App Fraud: આ રીતે મામલો પ્રકાશમાં આવ્યો

બીજી તરફ, યુવતી એ પણ 15 હજાર રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કર્યું. શંકા જતાં, યુવકે કહ્યું કે તે યુવતીનો મોબાઈલ ફોન ચેક કરવા કહ્યું, જેના પર તે ગુસ્સે થઈ ગઈ અને તેને ડરાવવા અને ધમકાવવા લાગી. યુવતીની હરકતો જોઈને ફરિયાદીનો શંકા વધુ ઘેરો બન્યો અને તેણે તાત્કાલિક પોલીસને બોલાવી. જ્યારે પોલીસે યુવતીની પેમેન્ટ હિસ્ટ્રી તપાસી ત્યારે જાણવા મળ્યું કે તેણીએ હોટલને નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિગત નંબર પર પેમેન્ટ કર્યું હતું. જ્યારે MHB પોલીસે વધુ તપાસ કરી, ત્યારે જાણવા મળ્યું કે મહિલાએ આવી જ રીતે ઘણા લોકો સાથે છેતરપિંડી કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Raj–Uddhav Thackeray Vijay Sabha :ઠાકરે બ્રધર્સ 20 વર્ષ પછી એક મંચ પર, રાજ ઠાકરે એ કહ્યું- ‘બાળા સાહેબ જે ન કરી શક્યા તે ફડણવીસે કરી બતાવ્યું!’

Dating App Fraud: હોટલ સ્ટાફ પણ શંકાના દાયરામાં

પોલીસનું માનવું છે કે હોટલ સ્ટાફ પણ આવી છેતરપિંડીમાં સામેલ હોઈ શકે છે કારણ કે તે યુવાનોને તે જ હોટલમાં બોલાવીને છેતરતી હતી. MHB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય આધાવે જણાવ્યું કે ફરિયાદ મળતાની સાથે જ પોલીસે કાર્યવાહી કરી અને યુવતીને કસ્ટડીમાં લીધી. પોલીસને શંકા છે કે  યુવતીએ આ પહેલા પણ ઘણા યુવાનોને 50-50 ના નામે છેતર્યા હશે. પોલીસ હવે આ દ્રષ્ટિકોણથી પણ તપાસ કરી રહી છે.

July 7, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Bike Couple Romance Romance On Speeding Bike, Woman Lies On Tank, Man Rides Without Helmet On Kanpur-Agra Highway
વધુ સમાચાર

Bike Couple Romance : લાજ-શરમ નેવે મૂકી! ચાલતી બાઇક પર કપલનો ખુલ્લેઆમ રોમાન્સ, બને એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે ભૂલ્યા ભાન- જુઓ વિડિયો

by kalpana Verat June 28, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Bike Couple Romance : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદથી એક વીડિયો સામે આવ્યો છે જ્યાં એક કપલ ચાલતી બાઇક પર રોમાન્સ કરી રહ્યું હતું. બીજા એક બાઇક સવારે તેમનો વીડિયો બનાવ્યો છે જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આમાં એક યુવક બાઇક ચલાવી રહ્યો છે અને છોકરી બાઇકની ટાંકી પર બેઠેલી જોવા મળી રહી છે. એટલું જ નહીં, જ્યારે બીજી બાઇક પર બેઠેલા લોકોએ તેમને ઘરે જવાની સલાહ આપી, ત્યારે તે યુવક અને છોકરીએ તેમને પોતાના કામ પર ધ્યાન આપવાનું કહેવાનું શરૂ કર્યું.

 

Romance on a Bike on Agra–Kanpur National Highway in UP

In Firozabad, around 10 PM, a boy and a girl were seen getting cozy on a bike. The girl was lying on the bike’s fuel tank while the boy rode.

When bystanders tried to stop them, the girl shamelessly replied, “Just move… pic.twitter.com/MZBk5OGvLK

— Atulkrishan (@iAtulKrishan1) June 28, 2025

 Bike Couple Romance : બંને હેલ્મેટ વગર બાઇક પર વાંધાજનક સ્થિતિમાં બેઠા 

મળતી માહિતી મુજબ, આ કપલ ફિરોઝાબાદથી આગ્રા જઈ રહ્યું હતું. હાઇવે પરથી પસાર થતા લોકોએ આ દ્રશ્યનો વીડિયો બનાવ્યો જે હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ગયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે છોકરી બાઇક પર સૂતી છે જ્યારે યુવક ઝડપથી બાઇક ચલાવી રહ્યો છે. બંનેને ટ્રાફિક નિયમોની પરવા નહોતી કે રસ્તા પર ચાલતા અન્ય લોકોની સલામતીની પણ. જેના કારણે અકસ્માત થવાની શક્યતા વધી ગઈ. વીડિયોમાં બંને હેલ્મેટ વગર બાઇક પર વાંધાજનક સ્થિતિમાં બેઠા જોવા મળે છે.

 Bike Couple Romance : વીડિયો વાયરલ થયો

જ્યારે આખો મામલો પોલીસ સુધી પહોંચ્યો ત્યારે પોલીસે વાયરલ વીડિયોની નોંધ લીધી અને તપાસ શરૂ કરી. સંબંધિત દંપતીની ઓળખ કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જોવા મળશે તો આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલો માત્ર બેદરકારીનું પ્રતીક બન્યો નથી પરંતુ ફરી એકવાર માર્ગ સલામતી અને વ્યક્તિગત જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Kandivali Shocking Video: ચોંકાવનારી ઘટના, કાંદિવલીમાં એક રખડતા કૂતરાએ ચોકીદારના મારથી બચવા 15મા માળેથી મારી છલાંગ, પણ મળ્યું મોત…  જુઓ વિડીયો

  Bike Couple Romance : આવી ઘટનાઓ વધી રહી છે

તાજેતરના સમયમાં, ચાલતી કારમાં સ્ટંટ, રોમાંસ અથવા મોબાઇલ ફોનનો ઉપયોગ જેવી ઘટનાઓ વધી રહી છે. કેટલાક વીડિયો તો એવું પણ સૂચવે છે કે આ જાણી જોઈને શૂટ કરવામાં આવ્યા છે, એટલે કે, ફક્ત જોવા માટે બીજાના જીવનને જોખમમાં મૂકવાનો હેતુ છે. જે ખૂબ જ ચિંતાજનક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 28, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Car on Railway Track Woman Drives Car On Railway Track In Telangana, 15 Trains Diverted
રાજ્ય

Car on Railway Track : મોતને આમંત્રણ.. નશામાં ધૂત એક છોકરીએ કારને રેલ્વેના પાટા પર ચડાવી દીધી; આગળ શું થયું ? જુઓ

by kalpana Verat June 26, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai

 Car on Railway Track : જ્યારથી ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો વ્યાપ ઘણો વધ્યો છે, ત્યારથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રીલ્સ શેર કરવાનો ક્રેઝ પણ ખૂબ જ વધી ગયો છે. ઉપરાંત, આવી રીલ્સ શેર કરનારાઓ પોતાની રીલ્સ વાયરલ કરવા અને ખ્યાતિ મેળવવા માટે વિવિધ યુક્તિઓ કરે છે. આ દરમિયાન, એક મહિલા રેલ બનાવવા માટે રેલ્વે ટ્રેક પર કાર ચલાવતી હોવાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે, અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો તેલંગાણાના શંકરપલ્લી વિસ્તારનો છે.

This nutcase in #Hyderabad has been arrested

Young woman being unbelievably reckless

Drives her car on railway tracks between Nagulapalli and Shankarpalli, halting trains and endangering lives. Train services were disrupted for hours

Thankfully the train pilot stopped in… pic.twitter.com/JJ4uhI1yn9

— Nabila Jamal (@nabilajamal_) June 26, 2025

Car on Railway Track :મહિલા નશાની હાલતમાં હતી

 વાયરલ વીડિયોમાં, એક યુવતી રેલ્વે ટ્રેક પર પોતાની કાર ચલાવતી જોવા મળી રહી છે .આ દરમિયાન,  રેલ્વે સ્ટાફે આ મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે કાર લઈને ભાગી ગઈ. આ મહિલા નશાની હાલતમાં હતી. એવું પણ બહાર આવ્યું છે કે તેણે રીલ બનાવવા માટે આ કૃત્ય કર્યું હતું.

Car on Railway Track : ઘણી ટ્રેનોને રોકવી પડી

આ દરમિયાન, મહિલાએ પોતાની કાર સીધી રેલ્વે ટ્રેક પર ચલાવી દેતા સાવચેતીના પગલા તરીકે બેંગલુરુ-હૈદરાબાદ રૂટ પર ઘણી ટ્રેનોને રોકવી પડી હતી. GRP એ આખરે મહિલાને કસ્ટડીમાં લીધી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો :  Rail Fares Hike : યાત્રીઓને મોટો ઝટકો.. રેલવે આ તારીખથી ભાડું વધારવાની તૈયારીમાં, એસી-નોન એસી ટ્રેનની મુસાફરી મોંઘી થશે..

નેટીઝનોએ આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક નેટીઝનોએ કહ્યું છે કે આ પ્રકારની કાર્યવાહી ખૂબ જ બેજવાબદાર અને ખતરનાક છે. એક યુઝરે કહ્યું, “આ ફક્ત તમારા પોતાના જીવનને જ નહીં પરંતુ બીજાના જીવનને પણ જોખમમાં મૂકી રહ્યું છે”, જ્યારે બીજાએ ટિપ્પણી કરી, “આ હિંમત નથી, તે મૂર્ખતાનું   ઉદાહરણ છે”.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

June 26, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Surat News: 'Sakhi' one-stop center reunites woman begging on the street with two children with family
સુરત

Surat News : બે બાળકો સાથે રસ્તા પર ભીખ માંગતી મહિલાનુ પરિવાર સાથે સુ:ખદ મિલન કરાવતી ‘સખી’ વન સ્ટોપ સેન્ટર

by kalpana Verat June 2, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai 

Surat News :

  • પારિવારીક ઝઘડાથી બે બાળકો સાથે ભિચ્છુક જીવન જીવતી મહિલાનું ઉગારતી ભારત સરકારની ‘સખી વન સ્ટોપ સેન્ટર’
  • માતૃત્વને પ્રેમ, બાળકોને ભવિષ્ય અને સંબંધોને નવી શરૂઆત આપતી સખી વન સ્ટોપ સેન્ટરની નારીઓ
  • ઘરેથી વિમુખ થયેલ મહિલા સાથે બે બાળકોને મળ્યું પોતાનું ઘર

 મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, ભારત સરકારની ‘સખી વન સ્ટોપ સેન્ટર યોજના’ એ સુરતમાં એક એવી મહિલાને જીવનની નવી દિશા મળી, જે દિલ્લીથી પારિવારીક હિંસા બાદ બે બાળકો સાથે જીવનની આશ ખોઇ બેઠી હતી. રેલવે સ્ટેશનના ખૂણેથી એક મહિનાથી વધુના સમયથી સંઘર્ષમય જીવન જીવતી આ મહિલાને સખી સેન્ટરે માત્ર આશ્રય જ નથી આપ્યો, પણ પ્રેમ, કાઉન્સિલિંગ અને આત્મવિશ્વાસથી ભરેલું એવું વાતાવરણ પૂરું પાડ્યું કે, તેણે પોતાના વિખરાયેલા દામ્પત્યને ફરીથી સમેટવાનો નિર્ણય કર્યો.

મૂળ દિલ્હીની અને છેલ્લા એક મહિનાથી પરિવાર સાથે સુખમય જીવન વિતાવતી મહિલા પતિ સાથે ઝઘડો થતાં બે બાળકો સાથે પરિવાર છોડીને એક મહિનાથી સુરત ખાતે આવી પહોંચી હતી. મહિલા સુરતના રેલવે સ્ટેશન પર છેલ્લા ચાર-પાંચ દિવસથી બાળકો સાથે રહેતી હતી. જેની રેલ્વે માસ્ટરને જાણ થતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને મહિલાને આશ્રય માટે ‘સખી વન સ્ટોપ સેન્ટર’માં લાવવામાં આવ્યા હતી. ત્યાં સેન્ટરના સ્ટાફ દ્વારા મહિલાને લાગણીસભર અને સુરક્ષિત વાતાવરણમાં કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેથી મહિલાને પ્રેમ અને હુંફ આપી ઘર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવતા મહિલાએ ધીમે ધીમે ખુલાસો કર્યો કે પતિ દારૂના નશામાં મારપીટ કરે છે અને ઘરખર્ચ પણ આપતો ન હતો, તેથી લાચારીવશ પરિવાર છોડી દીધો હતો. ત્યારબાદ મહિલા તેના બે બાળકોને લઈ ઘર છોડીને કમાવવા માટે દિલ્હીથી સુરત ટ્રેન મારફતે આવી હતી. મહિલા સાથે નાના બે બાળકો હોય જેથી તાત્કાલિક નોકરી ન મળતા મહિલા ભીખ માંગીને બાળકોનું ભરણપોષણ કરતી હતી.

જેથી સખી વન સ્ટોપ દ્વારા મહિલાને સમજાવતા બે બાળકો સાથે રસ્તા ઉપર રહી ગુજરાન ચલાવવું અઘરું અને અસુરક્ષિત છે. પરિવાર સાથે રહીને બાળકોને સાચી સમજ અને સંસ્કાર આપવું જરૂરી હોવાની સમજણ આપતા બાળકોને માતા તેમજ પિતાનો બંનેનો અનહદ પ્રેમની જરૂર હોય છે. એવી સમજણ આપતા મહિલાને તેની ભૂલનો પસ્તાવો થતા તેમના પતિ સાથે સમાધાન કરીને જવા માટે તૈયાર થઈ હતી. દિલ્હીમાં રહેતા મહિલાના પતિને વારંવાર ટેલીફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ મહિલાના માતા સાથે પણ ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પરંતુ યુવતીના પતિ લેવા આવવા માટે તૈયાર ન હતા ત્યારે વારંવાર ટેલિફોનિક સંપર્ક કરી ‘સખી’ વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા મહિલાના પતિનું ટેલિફોનિક કાઉન્સિલિંગ કરી સમજણ આપી હતી. સેન્ટર દ્વારા ઘણા પ્રયત્નો કર્યા બાદ તેઓ તેમની પત્નીને લેવા આવવા માટે તૈયાર થયા અને એક મહિના પછી મહિલાના પતિ તેમજ માતા દિલ્લીથી સુરત સેન્ટર ખાતે લેવા માટે આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો: Operation Sindoor : સુવર્ણ તક.. ‘ઓપરેશન સિંદૂર’ પર નિબંધ લખો અને મેળવો આટલા હજાર રૂપિયાનું ઇનામ સાથે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનું આમંત્રણ..

સખી વન સ્ટોપ સેન્ટર સુરત દ્રારા બંને પક્ષોને બેસાડીને કાઉન્સિલિંગ કરીને બંને પક્ષોને પોતાની જવાબદારી અંગે સમજણ આપી તેમજ સુખમય શાંતિપૂર્વક સંસાર અને બાળકોનો ઉછેર કરવા સમજણ પુરી પાડી હતી. મહિલા અને બંને બાળકોનો પિતા સાથે સેન્ટરની ટીમે સુઃખદ મિલન કરાવી પરિવારનું પુનઃસ્થાપન કરાવવાતા ઘરેથી વિમુખ થયેલ મહિલા સાથે બે બાળકેને પોતાનું ઘર મળ્યું હતું સાથે માતૃત્વને પ્રેમ, બાળકોને ભવિષ્ય અને સંબંધોને નવી શરૂઆત આપવામાં ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની નારીઓ સફળતા મળી હતી.

મહિલા અને બાળ અધિકારીશ્રી આર.એન.ગામીત મેડલ અને દહેજ પ્રતિબંધક સંહરક્ષણ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ દિલ્હીથી સુરત આવી છેલ્લા એક મહિનાથી રેલવે સ્ટેશન પર ભિચ્છુક જીવન જીવતી મહિલા સાથે બે બાળકોનું પરિવાર સાથે સુ:ખદ મિલન કરાવવામાં સુરતના સખી વન સ્ટોપ સેન્ટરને સફળતા મળી હતી.

June 2, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Snake VIral VIdeo snake gets stuck inside womans ear shocking video goes viral
પાલતુ અને પ્રાણીઓ

Snake Viral Video : ના હોય… આ યુવતીના કાનમાં ઘુસી ગયો સાપ, લોકો રહી ગયા સ્તબ્ધ, જુઓ આ વાયરલ વીડિયો..

by kalpana Verat May 6, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Snake Viral Video : હાલ સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા પછી, દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે, સાપ જેવું ઝેરી પ્રાણી તે મહિલાના કાનમાં કેવી રીતે ઘૂસી ગયું?  કારણ કે સાપ કોઈના કાનમાં ઘૂસી જાય એ કોઈ સામાન્ય વાત નથી. આ વાયરલ વીડિયોમાં, એક પુરુષ એક મહિલાના કાનમાંથી સાપ કાઢવાનો નિષ્ફળ પ્રયાસ કરતો જોવા મળે છે. 

Snake Viral Video :  આ ખરેખર એક ભયાનક દૃશ્ય છે

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે આ વ્યક્તિ સાપને ચીપિયા થી પકડવાનો પ્રયાસ કરે છે, ત્યારે મહિલા પીડાથી કણસવા લાગે છે અને સ્થાનિક ભાષામાં કંઈક કહેવા લાગે છે. એવું લાગે છે કે તે વ્યક્તિને કહી રહી છે, “ઉભા રહો, રાહ જુઓ, સાપ ફરે છે.” આ ખરેખર એક ભયાનક દૃશ્ય છે.. આ વીડિયો કયા શહેરનો છે તે ચોક્કસ જાણી શકાયું નથી, પરંતુ હાલમાં તે આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.

Snake Viral Video : જુઓ વિડીયો 

 

View this post on Instagram

 

A post shared by Mike Holston (@therealtarzann)

વીડિયોમાં, તે વ્યક્તિ નાના ચીપિયા વડે સાપને બહાર કાઢવાનો પ્રયાસ કરતો જોવા મળે છે. આ સાથે, તે સાપને કોઈ નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખી રહ્યો છે. બીજી બાજુ, મહિલાના ચહેરા પર ભય અને પીડાના હાવભાવ સ્પષ્ટપણે દેખાય છે. તે બતાવે છે કે આ તેના માટે કેટલું અસહ્ય છે.  

આ સમાચાર પણ વાંચો : Surat RTO : સુરત આરટીઓ દ્વારા LMV(મોટર કાર) નાં ગોલ્ડન અને સિલ્વર નંબરોની નવી સિરીઝ GJ 05 JUનું ઈ-હરાજી થશે

Snake Viral Video : નેટીઝન્સની પ્રતિક્રિયાઓ

આ વીડિયો શેર કરતા યુઝરે કહ્યું, “કલ્પના કરો, તમે જાગી જાઓ અને તમારા કાનમાંથી સાપની પૂંછડી લટકતી હોય, તો તમે આગળ શું કરશો?” આ કેપ્શન આપેલું છે.   આ વીડિયો જોયા પછી, નેટીઝન તરફથી પણ ઘણી પ્રતિક્રિયાઓ આવી છે, જેમાંથી એક યુઝરે ટિપ્પણી કરી છે કે, આ ખૂબ જ ડરામણુ છે,જ્યારે બીજા યુઝરે ટિપ્પણી કરી છે કે, શું દૃશ્ય જોવા જેવું છે, જ્યારે કેટલાક યુઝર્સે ટિપ્પણી કરી છે કે, આ ઘટના ક્યાં બની છે?…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

May 6, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Pahalgam Terror Attack woman running away from terrorists got scared after seeing indian army
Main PostTop Postદેશ

Pahalgam Terror Attack: ડરો નહીં, અમે ભારતીય સૈનિક છીએ… જ્યારે પ્રવાસીઓને લાગ્યું ફરી આવી ગયા આતંકવાદીઓ; જુઓ હૃદયદ્રાવક વિડીયો..

by kalpana Verat April 23, 2025
written by kalpana Verat

News Continuous Bureau | Mumbai   

Pahalgam Terror Attack: આતંકનો કોઈ ચહેરો નથી હોતો અને તે કોઈને પણ ગળી શકે છે. તમે આ બધું ઘણી વાર સાંભળ્યું અને જોયું હશે, પરંતુ કાશ્મીરના પહેલગામમાં લોકોએ આ આતંકવાદી જેવા રાક્ષસને રૂબરૂ જોયો. પોતાના પ્રિયજનોને પોતાની નજર સામે મરતા જોવું એ લોકો માટે મૃત્યુથી ઓછું નહોતું, આવા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેને જોઈને લોકોનું દિલ તૂટી રહ્યું છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આતંકવાદી હુમલા બાદ લોકો ડરમાં જોવા મળી રહ્યા છે. જ્યારે ભારતીય સેનાના સૈનિકો આ લોકોને મદદ કરવા પહોંચે છે, ત્યારે તેઓ તેમને ઓળખી શકતા નથી અને હાથ જોડીને વિનંતી કરે છે.

J&K : टेरर अटैक से बचकर जब पर्यटक पहलगाम की तरफ भाग रहे थे, तब भारतीय सेना को देखकर एक महिला डर गई।

महिला पर्यटक बोली– मेरे बच्चे को मत मारना। तब एक जवान ने कहा– डरो नहीं, हम फौजी हैं, आपकी सेफ्टी के लिए आए हैं, हम इंडियन आर्मी हैं, बैठो… pic.twitter.com/Hcb5ndG6Pf

— Sachin Gupta (@SachinGuptaUP) April 23, 2025

Pahalgam Terror Attack: વીડિયો જોયા પછી કોઈનો પણ આત્મા કંપી જશે

વીડિયોમાં જોઈ શકાય છે કે આતંકવાદી હુમલા બાદ લોકો રડી રહ્યા છે અને પોતાનો જીવ બચાવવા માટે છુપાઈ રહ્યા છે. પછી કેટલાક ભારતીય સેનાના સૈનિકો ત્યાં પહોંચે છે, અને તેમના હાથમાં હથિયારો જોઈને લોકો ફરી એકવાર ડરી જાય છે. આમાંથી એક મહિલા હાથ જોડીને આગળ આવે છે અને કહે છે કે મારા બાળકને ગોળી ના મારશો… આના પર સેનાના જવાનો કહે છે કે તેઓ ભારતીય સેનામાંથી છે અને મદદ કરવા આવ્યા છે.

Pahalgam Terror Attack:  પોલીસ યુનિફોર્મ પહેરીને પહેલગામ આવ્યા હતા આતંકવાદીઓ 

વાસ્તવમાં, કેટલાક આતંકવાદીઓ પોલીસ યુનિફોર્મ પહેરીને પહેલગામ આવ્યા હતા, જેમને લોકો ઓળખી શક્યા નહીં અને તે બધાએ 26 લોકોના જીવ લીધા. આ જ કારણ હતું કે જ્યારે સેનાના સૈનિકો આવ્યા, ત્યારે લોકો તેમના પર વિશ્વાસ કરી શક્યા નહીં અને પોતાના જીવની ભીખ માંગવા લાગ્યા. જોકે, સેનાના જવાનોએ પરિસ્થિતિને કાબુમાં લીધી અને લોકોને શાંત કરવામાં સફળ રહ્યા.

આ સમાચાર પણ વાંચો:  પહેલગામના હુમલાખોર આતંકીની પહેલી તસવીર સામે આવી, PM મોદીએ હાઈલેવલ બેઠક યોજી; સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ..

Pahalgam Terror Attack:  લોકોએ સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી 

આ વીડિયો જોયા પછી પણ લોકોના મનમાં ફક્ત ગુસ્સો છે. લોકો સતત બદલાની વાત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સર્જિકલ સ્ટ્રાઈકને યાદ કરી રહ્યા છે. યુઝર્સ કહી રહ્યા છે કે આ વખતે પણ અંદર ઘૂસીને આતંકવાદીઓનો સંપૂર્ણ સફાયો કરી દેવો જોઈએ. તે જ સમયે, કેટલાક લોકો કહે છે કે ભારતીય સેના સમય આવશે ત્યારે હિસાબ કરશે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

April 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uttarkashi Women drowned Video Reel Turns Tragic Woman Drowns In Ganga At Uttarkashis Manikarnika Ghat While Making Video; Disturbing
રાજ્ય

Uttarkashi Women drowned Video : રીલના ચક્કરમાં ગંગામાં તણાઈ ગઈ મહિલા, ધસમસતા પ્રવાહમાં અચાનક લપસ્યો પગ અને… જુઓ વિડીયો..

by kalpana Verat April 16, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Uttarkashi Women drowned Video :આજકાલ  વ્યક્તિ ફોટા અને રીલ્સ બનાવવામાં એટલા મગ્ન થઈ જાય છે કે તેઓ ક્યાં છે, સલામત છે કે નહીં તેનું ધ્યાન રાખતા નથી. દરરોજ આપણે એવા સમાચાર વાંચીએ છીએ કે રીલ બનાવવાને કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા રીલ બનાવતી વખતે કે ફોટો પડાવતી વખતે ગંગા નદીના જોરદાર પ્રવાહમાં વહી ગઈ.

Uttarkashi Women drowned Video :ઉત્તરકાશીનો વિડીયો

મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તરકાશીના મણિકર્ણિકા ઘાટ પરથી એક દર્દનાક ઘટના પ્રકાશમાં આવી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ૧૪ એપ્રિલનો છે, જ્યાં પહેલા એક મહિલા ફોટો કે રીલ બનાવવા માટે ગંગા નદીમાં ઉતરે છે, પરંતુ પછી તેની સાથે એક મોટો અકસ્માત થાય છે.

मौत का ये खतरनाक वीडियो उत्तरकाशी में गंगा नदी का है..
आग और पानी से खिलवाड़ नहीं करना चाहिए.. बावजूद इसके रील बनाने के लिए लोग अपनी जिंदगी तक दांव पर लगा दे रहे हैं.. देखिए कैसे ये युवती तेज बहाव वाली नदी में उतरकर रील बना रही थी. पानी बहुत ठंडा था.. लहरों ने बैलेंस बिगाड़ा..… pic.twitter.com/2UnO47etOC

— Vivek K. Tripathi (@meevkt) April 16, 2025

Uttarkashi Women drowned Video :ગંગાના ઝડપી પ્રવાહમાં  વહી ગઈ

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલા રીલ બનાવવા અથવા ફોટો પડાવવા માટે ગંગા નદીમાં પ્રવેશ કરે છે. પછી મહિલાએ તેની પુત્રીને મોબાઈલ ફોન આપ્યો અને તેને વીડિયો બનાવવા કહ્યું.ત્યારે અચાનક તેનો પગ લપસી જાય છે અને તે ગંગાના તીવ્ર પ્રવાહમાં વહેવા લાગે છે. જોકે તે પોતાનો જીવ બચાવવા માટે પ્રયાસ કરે છે, પરંતુ કમનસીબે તે પ્રવાહમાં તણાઈ જાય છે. અકસ્માત થયો ત્યારે બાળકી વીડિયો બનાવી રહી હતી. પોતાની માતાને પોતાની નજર સામે ડૂબતી જોઈને, બાળકી ‘મમ્મી-મમ્મી…’ ચીસો પાડવા લાગી અને બૂમો પાડવા લાગી. આ દુ:ખદ ઘટનાની માહિતી મળતા જ SDRF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જે પછી બચાવ કામગીરી શરૂ થાય છે, પરંતુ હજુ સુધી મહિલાનો કોઈ પત્તો લાગ્યો નથી. આ વીડિયો વાયરલ થયા બાદથી લોકો કહેવા લાગ્યા છે કે લોકો રીલ્સ બનાવવા કે સેલ્ફી લેવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : New Toll Policy :હાશકારો… ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર, ૧૫ દિવસમાં શરૂ થશે નવી ટોલ સિસ્ટમ; જાણો કેવી રીતે કપાશે ટોલ ફી..

Uttarkashi Women drowned Video :ટ્રેક પર સૂઈને બનાવ્યો વીડિયો

જણાવી દઈએ કે તે તાજેતરમાં ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં એક યુવાન રેલ્વે ટ્રેક પર સૂઈને રીલ બનાવી રહ્યો હતો અને આ દરમિયાન એક ટ્રેન તેના ઉપરથી પસાર થઈ ગઈ. નવાઈની વાત એ હતી કે તે યુવાનને કંઈ થયુ નહોતું. પરંતુ બાદમાં પોલીસે વીડિયોની નોંધ લીધી અને તે વ્યક્તિની ધરપકડ કરી.

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Couple Bike Romance Woman Sitting On Fuel Tank, Hugs Biker On Busy Road; Viral
અજબ ગજબ

Couple Bike Romance : ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો! ચાલુ બાઈકમાં કપલનો રોમાન્સ;  વીડિયો થયો વાયરલ

by kalpana Verat February 27, 2025
written by kalpana Verat

 News Continuous Bureau | Mumbai

Couple Bike Romance :આજકાલ, સોશિયલ મીડિયા પર લોકો તેમના વીડિયો વાયરલ કરવા માટે વિચિત્ર સ્ટંટ અને જોખમી કાર્યો કરતા જોવા મળે છે. હવે આવો જ એક વીડિયો વાયરલ થયો છે જેમાં એક કપલ બાઇક પર રોમાન્સ કરતા જોવા મળે છે. આ વિડીયો બેંગલુરુના સરજાપુર મેઇન રોડ પરનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. છોકરો હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યો હતો, જ્યારે છોકરી તેની સામે વાહનની ટાંકી પર બેઠી છે. આ ચિંતાજનક દ્રશ્ય સત્તાવાળાઓ તરફથી વારંવાર ચેતવણીઓ છતાં જાહેર રસ્તાઓ પર બેદરકારીભર્યા સ્ટંટના વધતા મુદ્દાને રેખાંકિત કરે છે.

Couple Bike Romance :ચાલુ બાઈક પર રોમાન્સ 

વાયરલ વિડીયો માં જોઈ શકાય છે કે એક છોકરો બાઇક ચલાવી રહ્યો છે અને તેની સાથે એક છોકરી પણ બેઠી છે પણ તે સામાન્ય રીતે બેઠી નથી. છોકરો બાઇક ચલાવી રહ્યો છે અને છોકરી ટાંકી પર બેઠી છે અને તે છોકરાને ગળે લગાવી રહી છે. તેનો એક પગ સીટની પાછળ છે અને બીજો પગ હવામાં લટકી રહ્યો છે. આ રીતે તેમનો રોમાંસ ચાલતી બાઇક પર ચાલુ રહે છે. તેમને કોઈ પરવા નથી કે રસ્તા પરથી પસાર થતા લોકો અને ખાસ કરીને નાના બાળકો તેમને આ રીતે જોઈ શકે છે.

Couple Bike Romance :વાયરલ વીડિયો અહીં જુઓ

 

😭😭 pic.twitter.com/CJOnSBwG93

— Ghar Ke Kalesh (@gharkekalesh) February 26, 2025

કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સરજાપુર મેઈન રોડ પર શૂટ કરવામાં આવ્યો છે. જોકે, બાઇક પર તમિલનાડુનો રજિસ્ટ્રેશન નંબર છે. દેશભરમાં ટ્રાફિક પોલીસે વારંવાર ડ્રાઇવરોને સલામતીના ધોરણોનું પાલન કરવા વિનંતી કરી હોવા છતાં, આવી ઘટનાઓ બનતી રહે છે, જે જાહેર સલામતી અને જવાબદાર ડ્રાઇવિંગ અંગે ચિંતાઓ ઉભી કરે છે.

આ સમાચાર પણ વાંચો: Whale Swallows Man : ચમત્કારિક બચાવ.. વ્હેલ માછલી યુવકને જીવતો ગળી ગઈ, અને પછી… જુઓ આ વિડીયો

Couple Bike Romance :અશ્લીલતા ચરમસીમાએ

આ વાયરલ વિડીયો X પ્લેટફોર્મ પર @gharkekalesh નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી, ઘણા લોકોએ તેના પર પ્રતિક્રિયા પણ આપી છે. એક યુઝરે લખ્યું – ચંપલ કાઢીને તેને માર, છપરી નિબ્બાં નિબ્બિયાં.. બીજા યુઝરે લખ્યું – તેનું લાઇસન્સ રદ કરો. ત્રીજા યુઝરે લખ્યું – ભાઈ, આ લોકો આ બતાવીને શું સાબિત કરવા માગે છે? ચોથા યુઝરે લખ્યું – અશ્લીલતા ચરમસીમાએ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

February 27, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક