• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - work - Page 4
Tag:

work

મનોરંજન

શાહરૂખ ખાન કામ પર પાછા ફરવા માટે છે તૈયાર, ડિરેક્ટર્સ સમક્ષ મૂકી આ શરત; જાણો વિગત

by Dr. Mayur Parikh November 17, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 18 નવેમ્બર  2021

ગુરુવાર

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પરિવાર ભૂતકાળમાં ઘણી સમસ્યાઓમાંથી પસાર થયો છે. ડ્રગ્સના કેસમાં ફસાયેલા આર્યન ખાનના જામીન મેળવવા માટે એસઆરકેએ તમામ પ્રયાસો કર્યા હતા. જ્યારે આર્યન પકડાયો ત્યારે શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'પઠાણ'નું શૂટિંગ કરી રહ્યો હતો. પુત્રની ધરપકડના સમાચાર સાંભળીને તે તરત જ સ્કોટલેન્ડથી પાછો ફર્યો. હવે જ્યારે વસ્તુઓ એકદમ સામાન્ય છે, આવી સ્થિતિમાં, શાહરૂખ ખાન ટૂંક સમયમાં ફરી એકવાર કામ પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને કામ પર પાછા ફરતા પહેલા ફિલ્મના ડિરેક્ટરને ખાસ અપીલ કરી છે. શાહરૂખ ખાનની આ અપીલ તેના પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કિંગ ખાને નિર્દેશકને ફિલ્મના શૂટિંગને નાના-નાના ભાગોમાં વહેંચવા કહ્યું છે જેથી તે વચ્ચે વચ્ચે તેમના ઘરે જઈ શકે. શાહરૂખ ખાન પોતાના પરિવારને કેટલું મહત્વ આપે છે તે કોઈનાથી છુપાયેલ નથી. તેમની છબી એક સફળ કલાકાર, પીઢ ઉદ્યોગપતિ અને પરિવારના માણસની છે જે પરિવાર માટે કંઈ પણ કરી શકે છે. 

આ હસીના બનશે ‘નાગીન’ ની નાગરાણી ! સલમાન ખાન સાથે છે ગાઢ સંબંધ; જાણો તે અભિનેત્રી કોણ છે

જણાવી દઈએ કે આર્યન ખાનનો મામલો હજુ સંપૂર્ણ રીતે ઉકેલાયો નથી અને શાહરૂખ ખાનના પુત્રને વચ્ચે વચ્ચે NCB સમક્ષ હાજર રહેવું પડશે. આટલું જ નહીં, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને પણ ડ્રગ્સના કેસને કારણે કોર્ટમાં હાજર થવું પડશે અને આ બધી બાબતોમાં શાહરૂખ ખાન સામેલ થાય તે ખૂબ જ સ્વાભાવિક છે.

November 17, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

તાપસી પન્નુએ મોટા અભિનેતા પર સાધ્યું નિશાન, કહી આ વાત; જાણો વિગત

by Dr. Mayur Parikh November 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 નવેમ્બર  2021

શનિવાર

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ પોતાના દમદાર અભિનયથી લોકોના દિલમાં એક અલગ જ ઓળખ બનાવી છે. અભિનેત્રીએ તેની ફિલ્મી કરિયરમાં વૈજ્ઞાનિક, વકીલ, હોકી પ્લેયર, શાર્પશૂટર સહિત અનેક મજબૂત ભૂમિકાઓ ભજવી છે. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે મોટા પુરૂષ કલાકારો મારી સાથે સ્ક્રીન શેર કરવાનું ટાળે છે.

તાજેતરમાં, મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં, તાપસીએ કહ્યું હતું કે મોટા, નવા સ્ટાર્સ પણ તેની સાથે કામ કરવાનું ટાળે છે. તેણે કહ્યું કે એકવાર એક મોટા સ્ટારે તેની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. આ ફિલ્મમાં તાપસી ડબલ રોલમાં હતી. અભિનેતાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કર્યો હતો કારણ કે તેણે કહ્યું હતું કે તાપસીને હેન્ડલ કરવી મુશ્કેલ છે, તો તે 2-2 તાપસીને કેવી રીતે હેન્ડલ કરી શકશે. તેણે વધુમાં કહ્યું કે એકવાર અન્ય સ્ટારે મારી સાથે કામ કરવાની ના પાડી દીધી જ્યારે તેને લાગ્યું કે ફિલ્મના અંતે તાપસીને સહાનુભૂતિ મળશે. તાપસીએ કહ્યું કે આ એ અભિનેતા હતો જેની સાથે મેં ભૂતકાળમાં કામ કર્યું હતું, અને તેણીને પણ તે અભિનેતા પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ અભિનેતા તાપસીની અપેક્ષાઓ પર ખરો નહોતો ઉતર્યો. આ પછી, તાપસી એ કોઈ નું નામ લીધા વિના  માત્ર એટલું જ કહ્યું કે તે ખૂબ મોટા એક્ટર હતા. તાપસીએ તેને અન્યાય ગણાવ્યો.

તાપસી વધુમાં કહે છે કે જ્યારે પણ તે કોઈ નિર્માતા સાથે ફિલ્મ અંગે ચર્ચા કરવા બેસે છે ત્યારે તેને પાંચ કલાકારોની યાદી આપવામાં આવે છે જેમણે માંડ માંડ એક કે બે ફિલ્મોમાં કામ કર્યું હોય. તે સ્થિતિમાં પણ ઘણા નવા કલાકારો મારી સાથે કામ કરવાની ના પાડી દે છે.

હૃતિક રોશનની પડોશી બની ‘દંગલ' ગર્લ સાન્યા મલ્હોત્રા, જુહુમાં ખરીદ્યું આટલું મોંઘું ઘર; જાણો વિગત

તમને જણાવી દઈએ કે, તાજેતરમાં જ તાપસીની ફિલ્મ 'રશ્મિ રોકેટ' આવી હતી, જેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મમાં તાપસી ઉપરાંત પ્રિયાંશુ પૈન્યુલી, સુપ્રિયા પાઠક, અભિષેક બેનર્જી અને મંત્રા પણ મહત્વની ભૂમિકામાં હતા. અક્ષર ખુરાના દ્વારા નિર્દેશિત ફિલ્મ 'રશ્મિ રોકેટ' 15 ઓક્ટોબરના રોજ OTT પર રિલીઝ થઈ હતી.

November 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

બાંદ્રા- વર્સોવા સી લિંકનું કામ ગોકળગાય ગતિએ; છેલ્લા 40 દિવસથી રોજ આટલા કરોડ દંડ ભરે છે તોય કોન્ટ્રાક્ટર સુધરતા નથી

by Dr. Mayur Parikh November 3, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 3 નવેમ્બર, 2021

બુધવાર

બાંદ્રા-વર્સોવા સી લિંક મુંબઈમાં ચાલતા મહત્વના પ્રોજેક્ટમાંનો એક છે. તેના નિર્માણથી લોકોને ટ્રાફિક જામમાંથી તો છુટકારો મળશે જ પરંતુ ઇંધણની પણ બચત થશે અને મુસાફરીમાં સમયની પણ બચત થશે. તેને પૂર્ણ કરવાનુ લક્ષ્ય વર્ષ 2025 સુધીનું છે. જોકે કોન્ટ્રાક્ટર પ્રોજેક્ટના કામને ગોકળગાયની ગતિએ કરી રહ્યા છે. તેમને નોટિસ આપવા છતાં કામમાં ધીમી પ્રગતિ માટે કોન્ટ્રાક્ટરને રોજનો 3.5 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. દંડાત્મક પગલાં લેવાયા બાદ પણ કોન્ટ્રાક્ટરે કામ ઝડપી કર્યું નથી અને તેનાથી પ્રોજેક્ટને નુકસાન થઈ રહ્યું છે. તેથી, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (MSRDC) હવે કોન્ટ્રાક્ટરને બીજી નોટિસ આપશે.

આ 17.7 કિ.મી લાંબા દરિયાઈ પુલનું કામ ચાર તબક્કામાં થઈ રહ્યું છે. બે વર્ષ પહેલાં પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું, પરંતુ શરૂઆતમાં કામમાં અડચણો આવી. કાસ્ટિંગ યાર્ડ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું અને કામ અટકી ગયું, પરંતુ અંતે MSRDCએ કાસ્ટિંગ યાર્ડની સમસ્યાનો ઉકેલ લાવી દીધો. તે જ સમયે, કોરોના સંકટ હતું. આ બંને અવરોધોની સામે, MSRDCએ કોન્ટ્રાક્ટરને જરૂરી વિસ્તરણ મંજૂર કર્યું હતું. તમામ મુશ્કેલીઓ દૂર થયા બાદ થોડા મહિના પહેલા પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું. કરાર મુજબ કોન્ટ્રાક્ટરે 31 ઓગસ્ટ 2021 સુધીમાં પ્રથમ તબક્કામાં કામની ચોક્કસ ટકાવારી પૂર્ણ કરવાની હોવાથી કામને ઝડપી બનાવ્યું હતું. જો કે, MSRDCએ સપ્ટેમ્બરમાં એક નોટિસ જારી કરીને કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરવા અને પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ કરવા બદલ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

નગરસેવકોને ભંડોળ વહેંચવામાં પણ ભેદભાવઃ મુંબઈ મનપાએ આપ્યું આ કારણ. જાણો વિગત.

નોટિસ મુજબ કોન્ટ્રાક્ટરને કામમાં ઝડપ લાવવા આદેશ કરાયો હતો. ત્યાં સુધી રોજના 3.5 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો નિર્ણય લેવાયો હતો. MSRDCના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર છેલ્લા 40 દિવસથી દંડ વસૂલવામાં આવી રહ્યો છે. નોટિસ મુજબ કામમાં ઝડપ લાવવા માટે 45 દિવસનું એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું. આ સમયગાળો હવે પૂરો થવા જઈ રહ્યો છે અને કોન્ટ્રાક્ટરે કામ ઝડપી કર્યું નથી. તેથી તેને ફરીથી નોટિસ આપવામાં આવશે. 

MSRDCના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો કોન્ટ્રાક્ટર કાયદા વિભાગ તરફથી નોટિસ આપ્યા પછી પણ કામ પૂરું નહીં કરે તો તેની સામે શું પગલાં લેવાશે અને કોન્ટ્રાક્ટમાં શું જોગવાઈઓ છે તેની કાયદા વિભાગ પાસેથી માહિતી મેળવ્યા બાદ નોટિસ આપવામાં આવશે.

November 3, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મનોરંજન

માત્ર 16 વર્ષની ઉંમરમાં વેઇટરનું કામ કરતી હતી બૉલિવુડની આ અભિનેત્રી; જાણો વિગત

by Dr. Mayur Parikh October 7, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑક્ટોબર, 2021

ગુરુવાર

બૉલિવુડ અભિનેત્રી નોરા ફતેહી ઘણી વખત તેના ડાન્સ મૂવ્સ અને હૉટનેસને કારણે સમાચારોમાં રહે છે. નોરાના ફોટા અને વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર આગ લગાડે છે. સોશિયલ મીડિયાથી લઈને ઇન્ડસ્ટ્રી સુધી, અભિનેત્રીની જબરદસ્ત ફેન-ફોલોઇંગ છે, પરંતુ શું તમે જાણો છો કે આજે કરોડો લોકોના દિલમાં રહેતી નોરાએ વેઇટર તરીકે પણ કામ કર્યું છે. હા, નોરાએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે, એટલું જ નહીં, અભિનેત્રીએ એમ પણ કહ્યું કે વેઇટર હોવાને કારણે ક્યારેક લોકો ખૂબ ખરાબ વર્તન કરતા હતા, પરંતુ લોકોને એ પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી એ જાણવું જોઈએ.

નોરા તાજેતરમાં એક કૂકિંગ રિયાલિટી શોમાં પહોંચી હતી, જ્યાં તેણે તેના સંઘર્ષ વિશે જણાવ્યું હતું. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે તે 16 વર્ષની હતી ત્યારે તે વેઇટ્રેસ તરીકે કામ કરતી હતી. જે તેણે લગભગ 2 વર્ષ એટલે કે 18 વર્ષની ઉંમર સુધી કર્યું. આ કામ દરમિયાન અભિનેત્રીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વેઇટ્રેસની નોકરી વિશે વાત કરતાં નોરાએ કહ્યું કે, “વેઇટ્રેસ બનવું ખૂબ જ મુશ્કેલ છે. તમારી પાસે સારી વાતચીતની કુશળતા હોવી જોઈએ, સારું વ્યક્તિત્વ હોવું જોઈએ, તમારે હોશિયાર હોવું જોઈએ, તમારી પાસે સારી યાદશક્તિ હોવી જોઈએ. કેટલીક વાર ગ્રાહકો ખરાબ વર્તન કરે છે, એથી તમારે પરિસ્થિતિને સંભાળવામાં સક્ષમ થવું જોઈએ.’’ અભિનેત્રીએ આગળ કહ્યું, “એ મારા માટે માત્ર એક સાઇડ જૉબ હતી. હું ત્યાંથી સરળતાથી પૈસા કમાઈ શકી. મને લાગે છે કે આ કૅનેડાની સંસ્કૃતિ છે, ત્યાં દરેક પાસે નોકરી છે, ત્યાં લોકો  સ્કૂલમાં જવાની સાથે સાથે નોકરી પણ કરે છે.’’

52 વર્ષની ઉંમરે બૉલિવુડના આ પ્રખ્યાત દિગ્દર્શકે તેમનાથી 17 વર્ષ નાની ઉંમરની કન્યા સાથે કર્યાં લગ્ન; જાણો વિગત

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા તાજેતરમાં અભિષેક દુધૈયા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ભુજ ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા'માં અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિંહાની સામે જોવા મળી હતી.

October 7, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
મુંબઈ

ઉત્તર મુંબઈમાં મેટ્રો નું કામ પુર ઝડપે શરુ, અનેક જગ્યાએ પાટા બિછાવવા નું કામ શરૂ થયું

by Dr. Mayur Parikh December 29, 2020
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

29 ડિસેમ્બર 2020 

સ્વપ્ન સમાન મુંબઈ મેટ્રો પ્રોજેક્ટનું કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે. ઉત્તર મુંબઈને મેટ્રો પ્રોજેક્ટ ને કારણે ઘણું સહન કરવું પડ્યું છે. પરંતુ હવે મેટ્રો નું કામ ઘણું આગળ વધી ચુક્યું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

બોરીવલી પશ્ચિમમાં લિંક રોડ પર હવે મેટ્રોના પાટા બિછાવવા નું કામ ચાલુ છે. આ ઉપરાંત બોરીવલી પૂર્વમાં હાઇવે પર જે મેટ્રો બની રહી છે તે માટે એસ્કેલેટર લગાડવાનું કામ લગભગ પૂરું થઈ ચૂક્યું છે.

લિંક રોડ પર ગોરેગામ અને મલાડના અનેક વિસ્તારમાં મેટ્રો માટે એસ્કેલેટર લગાડી દેવામાં આવ્યા છે.

 

આમ ઉત્તર મુંબઈ નું કારશેડ ક્યાં બનશે તે સંદર્ભે ભલે વિવાદ ચાલુ હોય પરંતુ પ્રત્યક્ષ પણે મેટ્રો નું કામ પૂરું થતું દેખાઈ રહ્યું છે. એમ એમ આર ડી એ નો અંદાજ છે કે આ કામ મે મહિના સુધીમાં પતી જશે.

 

December 29, 2020 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક