• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - World Mental Health Day
Tag:

World Mental Health Day

World Mental Health Day Rashtriya Raksha University organized Vipassana session at 'Manotsav'24 For mental health awareness
રાજ્ય

World Mental Health Day: રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ માનસિક સ્વાસ્થ્ય જાગૃતિને પ્રોત્સાહિત કરવા માટે ‘માનોત્સવ’24 માં કર્યુ આ સત્રનું આયોજન.

by Hiral Meria October 11, 2024
written by Hiral Meria

 News Continuous Bureau | Mumbai

World Mental Health Day: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસના અવસર પર, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, લવાડની વ્યવહારિક વિજ્ઞાન અને ફોરેન્સિક તપાસ શાળાએ શાળાના મહોત્સવ મનોત્સવ’24 દરમિયાન એક વિપશ્યના સત્ર નું આયોજન કર્યું. મનોત્સવનો મુખ્ય હેતુ બધી ઉંમર અને વ્યવસાયોમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવાનો હતો. 

કાર્યક્રમની શરૂઆત ગુરુવાર, 10 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યે માનનીય મુખ્ય અતિથિ આચાર્ય ( Rashtriya Raksha University ) શ્રી ઇન્દ્રવર્ધન શાહ જી, માનનીય પ્રો વાઇસ ચાન્સેલર ડૉ. પ્રોફેસર કલ્પેશ એચ. વાંધ્રા, SBSFI ના મુખ્ય સલાહકાર ડૉ. એસ. એલ. વૈદ્ય, અને SBSFI ના નિયામક ડૉ. મહેશ ત્રિપાઠીના આગમન સાથે થઈ.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વર્ષના માનસિક સ્વાસ્થ્ય દિવસ ( World Mental Health Day ) માટે “કાર્યસ્થળે માનસિક સ્વાસ્થ્ય” થીમની જાહેરાત કરી, જે માનસિક સ્વાસ્થ્ય માટે સુરક્ષિત, સ્વસ્થ કાર્ય વાતાવરણના મહત્વ પર પ્રકાશ પાડે છે. આને પ્રોત્સાહન આપવાના હેતુથી, SBSFI એ આચાર્ય શ્રી ઇન્દ્રવર્ધન શાહ જીના માર્ગદર્શન હેઠળ વિપશ્યનાના જ્ઞાનવર્ધક સત્ર સાથે મનોત્સવની ( Manotsav’24 ) ભવ્ય શરૂઆત કરી.

World Mental Health Day Rashtriya Raksha University organized Vipassana session at 'Manotsav'24 For mental health awareness

World Mental Health Day Rashtriya Raksha University organized Vipassana session at ‘Manotsav’24 For mental health awareness

‘વિપશ્યના’નો ( Vipassana session ) અર્થ મૂળભૂત રીતે ‘વસ્તુઓને જેમ છે તેમ જોવી’ અથવા ‘અંતર્દૃષ્ટિ’ થાય છે. તે એક પ્રાચીન ભારતીય ધ્યાન પદ્ધતિ છે જેમાં શારીરિક સંવેદનાઓ દ્વારા મન અને શરીર વચ્ચેની આંતરક્રિયા અને જોડાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વિપશ્યના અને મનોવિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા છે, ખાસ કરીને મનની જટિલતાઓને સમજવામાં. જો કે તેમની પદ્ધતિઓ અલગ હોઈ શકે છે, તેમનો અંતિમ ધ્યેય માનસિક સુખાકારી પ્રાપ્ત કરવાનો એક સમાન છે.

આ સમાચાર પણ વાંચો :  PM Kisan Samman Nidhi : હવે ખેડૂતોએ PM કિસાન સન્માન નિધિનો લાભ લેવા બેંક કે ATM જવાની જરૂર નથી, DBT રકમ ઘરે બેસીને આ માધ્યમથી ઉપાડી શકાશે.

મુખ્ય અતિથિ, આચાર્ય શ્રી ઇન્દ્રવર્ધન શાહ જી, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં સહાયક મેનેજરના પદેથી નિવૃત્ત થયા બાદ 2003થી વિપશ્યના દ્વારા માનવ અને સામાજિક કલ્યાણ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. જો કે, તેમણે 1991માં અમદાવાદમાં શ્રી કાશીરામ ચૌધરી જીના માર્ગદર્શન હેઠળ વિપશ્યનાનો પ્રથમ કોર્સ પૂર્ણ કર્યો અને 1997માં આચાર્ય બન્યા.

World Mental Health Day Rashtriya Raksha University organized Vipassana session at 'Manotsav'24 For mental health awareness

World Mental Health Day Rashtriya Raksha University organized Vipassana session at ‘Manotsav’24 For mental health awareness

તેમણે વિદ્યાર્થીઓ અને મહેમાનોને ‘આનાપાના’ નામના એક માર્ગદર્શિત ધ્યાન સત્ર દ્વારા વિપશ્યનામાં તેમના અનુભવ અને જ્ઞાનથી પ્રકાશિત કર્યા, જેમાં 10 મિનિટ માટે શ્વાસની સંવેદના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અને દરેક શ્વાસ લેવા અને છોડવા પર નજર રાખવામાં આવી. તેમણે રોજિંદા જીવનમાં વિપશ્યનાના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો, કારણ કે તે તણાવ અને ચિંતાઓનો સામનો કરવામાં અને નકારાત્મક વિચારોને નિયંત્રિત કરવામાં ઉપયોગી છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

October 11, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Today is World Mental Health Day, creating awareness about mental health is the need of the hour..
ઇતિહાસ

World Mental Health Day: આજે છે વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ, માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવી એ સમયની જરૂરિયાત..

by Hiral Meria October 2, 2024
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

World Mental Health Day: દર વર્ષે 10 ઓક્ટોબરને વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ( Mental Health ) તરીકે ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિશે જાગૃત કરવાનો અને માનસિક બીમારીઓ વિશે માહિતી આપવાનો છે. માનસિક સ્વાસ્થ્યની યોગ્ય કાળજી વ્યક્તિને સુખી અને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ કરે છે. આ દિશામાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓ ને મજબૂત કરવા માટે ભારત સરકાર દ્વારા મેન્ટલ હેલ્થ કેર એક્ટ 2017 પણ લાવવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો :  Amjad Ali Khan: 09 ઓક્ટોબર 1945 ના જન્મેલા, ઉસ્તાદ અમજદ અલી ખાન એક ભારતીય શાસ્ત્રીય સરોદ વાદક છે

October 2, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital
સુરત

Surat Civil Hospital: સુરત સિવિલ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૨ દરમિયાન માનસિક બિમારીથી પીડિત ૮૬૩ દર્દીઓને સારવાર આપવામાં આવી

by Hiral Meria October 9, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Surat Civil Hospital: ‘૧૦ ઓક્ટોબર: વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ’ ( World Mental Health Day ) લોકોમાં માનસિક સ્વાસ્થ્ય ( mental health )  પ્રત્યે જાગૃત્ત કરવા, માનવ અધિકાર તરીકે દરેકના માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે એવી આરોગ્ય વ્યવસ્થાને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. ‘OUR MIND OUR RIGHT‘ ની થીમ નક્કી કરવામાં આવી છે. માનસિક સ્વાસ્થ્ય એ તમામ લોકો માટે મૂળભૂત માનવ અધિકાર છે. પ્રત્યેક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યના ઉચ્ચત્તમ પ્રાપ્ય ધોરણનો અધિકાર ધરાવે છે. સારૂ માનસિક સ્વાસ્થ્ય આપણા એકંદર આરોગ્ય અને સુખાકારી માટે મહત્વપૂર્ણ છે. છતાં વૈશ્વિક સ્તરે આઠમાંથી એક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ સાથે જીવે છે, જે તેમના શારીરિક સ્વાસ્થ્ય ( physical health ) , તેમની સુખાકારી, લોકો અને પરિવાર સાથેના જોડાણ અને આજીવિકા પર અસર કરી શકે છે. માનસિક અસ્વસ્થતા, માનસિક વિકૃતિઓ કિશોરો અને યુવાનોને પણ અસર કરી રહી છે. 

During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital

During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital

સુરત સિવિલ હોસ્પિટલમાં માનસિક રોગ વિભાગમાં વર્ષ ૨૦૨૨માં કુલ ૫૩,૪૯૪ ઓપીડી થઈ હતી. વર્ષ ૨૦૨૨ દરમિયાન ૮૬૩ દર્દીઓએ એડમિટ કરી તેમને સારવાર આપવામાં આવી હતી. 

During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital

During the year 2022, 863 patients suffering from mental illness were treated in Surat Civil Hospital

 

સુરત સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના વડા ડૉ.ઋતમ્ભરા મહેતા જણાવે છે કે, આજે નવી સિવિલના માનસિક રોગ વિભાગમાં રોજ માનસિક રોગોથી પીડિત ૨૦૦ થી ૨૫૦ દર્દીઓ ઓપીડીમાં આવે છે. અહીં બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને વ્યસનમુક્તિની પણ શાખા છે. આજે વ્યસન અને કોમન મેન્ટલ ડિસોર્ડરના કારણે આત્મહત્યાનું પ્રમાણ પણ ઘણું વધ્યું છે. વિશેષત: ૧૫ થી ૨૫ વર્ષના યુવાવર્ગ અને વિદ્યાર્થીઓમાં દેખાદેખી, લક્ઝરી જીવન જીવવાની મહેચ્છા, સોશ્યલ મીડિયાનો વધુ પડતો ઉપયોગના કારણે હતાશા કે ડિપ્રેશનનો શિકાર બને છે. આ સમસ્યામાંથી બચાવવા તેમને માનસિક સધિયારો, કાઉન્સેલિંગ અને હુંફ આપવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ ચિંતામાં, ડિપ્રેશનમાં, તકલીફમાં હોય ત્યારે તેની સાથે વાતો કરી તેને મનોચિકિત્સક પાસે પહોંચાડીએ તો એ પણ એક સેવા કાર્ય છે. 

 તેમણે વધુમાં જણાવ્યું કે, આજે સામાન્ય માનસિક તકલીફોમાં ચિંતા, તનાવ, ડિપ્રેશન, શારીરીક દુ:ખાવા,વ્યસન, સ્ટ્રેસ જેવી સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે. જેમ જીવનમાં સ્ટ્રેસ વધે છે, તેમ માનસિક તકલીફો પણ વધતી જાય છે. હવે લોકોમાં માનસિક સમસ્યાઓ વિશે જાગૃતિ વધી છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂરિયાત વિશે વૈશ્વિક સ્તરે લોકોમાં જાગૃતિ વધવા લાગી છે. માનસિક સમસ્યાનો ભોગ બનવા છતાં લોકો ડૉકટર પાસે જઈને સારવાર લેતા ખચકાય છે. સમસ્યાના લક્ષણો હોવા છતાં તે સ્વીકારી શકતા નથી કે તેમને માનસિક સમસ્યા છે.

 આ સમાચાર પણ વાંચો:  Solar Photovoltaic Power Project: NLC ઇન્ડિયા લિમિટેડ રાજસ્થાનમાં 810 MW ગ્રીડ કનેક્ટેડ સોલર ફોટોવોલ્ટેઇક પાવર પ્રોજેક્ટ મેળવ્યો.

હવે વૃદ્ધોમાં પણ નિરાશા અને ડિપ્રેશન જોવા મળે છે. અગાઉની સંયુક્ત કુટુંબ પ્રથા હવે નામશેષ થતી જાય છે. વૃદ્ધ માતાપિતા સાથે રહેવાને બદલે વિદેશમાં સ્થાયી થવાની કે અલગ રહેવાની માનસિકતા ઉભી થઇ રહી છે. જેથી માતા-પિતા ગામડે અથવા અલગ રહેતા હોવાનું જોવા મળે છે, બીજા દેશોમાં માઈગ્રેટ થઈ જાય છે, જેના કારણે ઘરડા મા-બાપ એકલા પડી જાય છે. જૂની પેઢીના મિત્રો અને સમાજનો સપોર્ટ મળતો નથી, અને એકલતા સતાવે છે. પરિણામે તેઓ ડિપ્રેશનનો શિકાર બનતા હોય છે એમ ડૉ.ઋતમ્ભરા મહેતાએ ઉમેર્યું હતું. 

દરેક વ્યક્તિ માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સભાન-જાગૃત થાય, માનસિક તકલીફને આપણે એક કલંક ન સમજીએ, પણ પડકારરૂપે લઈએ અને તેમાંથી બહાર આવીએ એ જરૂરી છે. માનસિક સ્વાસ્થ્ય સંભાળ માટે સરકારી સ્તરે પણ ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. સરકારી વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ (NMHP) ભારત સરકાર દ્વારા વર્ષ ૧૯૮૨માં લોકોને લઘુત્તમ માનસિક સ્વાસ્થ્ય સંભાળની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. જેનો ઉદ્દેશ્ય પ્રાથમિક આરોગ્ય સંભાળમાં માનસિક આરોગ્ય સંભાળને સાંકળવાનો અને સામુદાયિક આરોગ્ય સંભાળ તરફ આગળ વધવાનો હતો. આ પછી વર્ષ ૨૦૧૪ માં ૧૦ ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય નીતિની જાહેર કરવામાં આવી હતી. 

 

October 9, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક