Tag: world yoga day

  • World Yoga Day :  ગુજરાતના અમૃત સરોવરો બન્યા યોગમય, રાજ્યના ૩૩૯ અમૃત સરોવર ખાતે ૧૧ હજારથી વધુ નાગરીકોએ યોગાભ્યાસ કરી ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

    World Yoga Day : ગુજરાતના અમૃત સરોવરો બન્યા યોગમય, રાજ્યના ૩૩૯ અમૃત સરોવર ખાતે ૧૧ હજારથી વધુ નાગરીકોએ યોગાભ્યાસ કરી ૧૧ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી

    News Continuous Bureau | Mumbai

    World Yoga Day : ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ તથા ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ સાથે આજે ૧૧મા વિશ્વ યોગ દિવસની રાજ્યભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને આહ્વાનના પગલે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં ‘અમૃત સરોવર’નું નિર્માણ કરવામાં આવ્યું છે, જે જળ સંરક્ષણ અને ગ્રામીણ વિકાસના પ્રતીક બની રહ્યાં છે. આ અમૃત સરોવરો આજે યોગમય વાતાવરણથી ગુંજી ઊઠ્યાં હતાં.

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૩૩૯ જેટલા અમૃત સરોવર ખાતે યોગ અભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૧,૨૯૧ થી વધુ નાગરીકો યોગના અભ્યાસમાં સહભાગી થયા હતા. જેમાં ગ્રામજનો અને શાળાના બાળકોએ યોગાભ્યાસ કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી.

    • અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દહેગામડા, શિયાળ, સાલજડા, જુવાલ રૂપાવટી, કેસરડી, સાકોદરા, કાવીઠા અને કવલા જેવા કુલ ૮ ગામોમાં આવેલાં અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

    • દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના હર્ષદપુર ખાતે આવેલ અમૃત સરોવર નજીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા યોગ અભ્યાસ કરીને ”વિશ્વ યોગ દિવસ”ની ઉજવણી કરી હતી.

    • નવસારી જિલ્લાના ૩૭ અમૃત સરોવરો ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૭૩ નગરીકોએ યોગ દિવસની ઉજવણી કરી હતી.

    • પાટણ જિલ્લાના કુલ ૩૪ અમૃતસરોવર પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં ૧૨૦૦ જેટલા યુવાઓ અને યુવતીઓ સહભાગી થયા હતા.

    • મહીસાગર જિલ્લાના ૩૬ અમૃત સરોવરો પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૧૪૬૫ લોકો જોડાયા હતા.

    • જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના કણજડી, ઉમટવાડા, કુંભડી, કેશોદ તાલુકાના હાંડલા, માંગરોળ તાલુકાના થલી ગામોમાં આવેલ અમૃત સરોવરો ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

    • વડોદરા જિલ્લાના ૧૦ અમૃત સરોવરો ઉપર યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અંટોલી, ચાણસદ, મુવાલ, ડેસર, સુવાલજા, ઉતરજ, કંથાડિયા, તુલસીપૂરા, કાયાવરોહણ અને વઢવાણા ખાતેની ઉજવણીમાં અબાલ વૃદ્ધ સહિત ગ્રામજનો સહભાગી બન્યા હતા.

    • ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા, રાંચરડા, મીરાપુર, દેવકરણના મુવાડા, આંત્રોલી, કડજોદરા, ધારીસણા ગામના અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    • અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવેલા ગોવિંદપુર સ્થિત અમૃત સરોવર ખાતે ‘આંતરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરાઈ હતી.

    • સાબરકાંઠા જિલ્લાના નેત્રામલી, વડાલી દાંત્રોલી, ભાવપુર, વોરાવાવ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણી કરાઈ હતી.

    • ડાંગના આહવા, સુબીર અને વઘઇ તાલુકાના ૧૪ અમૃત સરોવર ખાતે યોગા દિવસની ઉજવણીમાં ૩૫૦થી વધુ નાગરીકો જોડાયા હતા.

    • પોરબંદર જિલ્લામાં આવેલા માલણકા, ફરેર, હેલાબેલી, દોલતગઢ, ખીસ્ત્રી, એરડા, રીણાવાડા, બરડિયા, સુખપુર સહિતનાં ગામોના આવેલા અમૃત સરોવર ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

    આ સમાચાર પણ વાંચો : Coaching Assistance Scheme :કોચિંગ સહાય યોજના’ હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં અનુસૂચિત જાતિ તથા વિકસતી જાતિના ૯,૨૨૯ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો

    • ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના છગિયા અને ગોરખમઢી ગામે, કોડિનાર તાલુકાના માઢવાડ ગામે તેમજ તાલાલા તાલુકાના ધ્રામણવા ખાતે નિર્માણ પામેલા અમૃત સરોવર ખાતે ગ્રામજનોએ યોગ કર્યા હતાં.

    • ભાવનગર જિલ્લાના ૨૨ અમૃત સરોવર ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જાંબુડા, ઓથા, ગોરીયાળી, અવાણિયાં, ગોરખી, મેસણકા, દડવા, દરેડ, કાનાતળાવ, વળાવડ, રોયલ, ભંડારિયા, જુના રતનપર, સેંજળીયા, કુડા, જેસર, ઘાંઘળી, ઠાડચ, પરવડી, ઉમરાળા., લીંબડા તેમજ પરવડી – ૨ અમૃત સરોવરનો સમાવેશ થાય છે.

    • આ ઉપરાંત બોટાદ જિલ્લાના પસંદગી પામેલા અમૃત સરોવર ખાતે નાગરીકો દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

     

  • Aqua Yoga: પાણીમાં યોગાસન, ‘એક્વા યોગ’ દ્વારા સુરતના યુવાનોની યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી

    Aqua Yoga: પાણીમાં યોગાસન, ‘એક્વા યોગ’ દ્વારા સુરતના યુવાનોની યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી

    News Continuous Bureau | Mumbai

    Aqua Yoga : તન મનને સ્વસ્થ રાખતા યોગની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. યોગ વિદ્યા હવે માત્ર ભારત પૂરતું મર્યાદિત ન રહેતા વિશ્વ યોગ દિનના ( World Yoga Day ) માધ્યમથી વિદેશોના સીમાડા સુધી પહોચી છે.  

    A unique celebration of Yoga Day by the youth of Surat through 'Aqua Yoga', yoga in water
    A unique celebration of Yoga Day by the youth of Surat through ‘Aqua Yoga’, yoga in water

                     સુરત ( Surat ) શહેરમાં છેલ્લા ૧૮ વર્ષથી સ્વિમિંગ ( swimming ) સાથે જોડાયેલા અને ૧૬ લોકોને તાપી નદીમાંથી ડુબતા બચાવનાર, જીવનરક્ષાના કાર્યો સાથે જોડાયેલા સમાજ સેવક પ્રકાશકુમાર વેકરીયા ( Prakash Kumar Vekaria ) અને તેમના સાથી મિત્રો દ્વારા સ્વીમીંગ પુલના પાણીમાં ‘એક્વા યોગ’ દ્વારા યોગ દિવસની વિશિષ્ટ ઉજવણી કરી હતી. તેમણે પદ્માસન, શીર્ષાસન, ચક્રાસન, હલાસન, શવાસન, મયુરાસન, ચલ શીર્ષાસન વગેરે જેવા ૧૨ જેટલા આસનો કરી યોગપ્રેમીઓને પ્રેરણાત્મક સંદેશ આપ્યો છે. 

    A unique celebration of Yoga Day by the youth of Surat through 'Aqua Yoga', yoga in water
    A unique celebration of Yoga Day by the youth of Surat through ‘Aqua Yoga’, yoga in water

                  શ્રી વેકરીયા જણાવે છે કે, યોગ દિવસ એ માત્ર એક જ દિવસ ફોટોસેશન ખાતર મનાવી, બતાવી રજૂ કરવા માટે નહીં, પણ યોગને દેનિક જીવનશૈલીમાં વણીને અપનાવી લેવામાં જરાય સમય ગુમાવવો ન જોઈએ. 

    A unique celebration of Yoga Day by the youth of Surat through 'Aqua Yoga', yoga in water
    A unique celebration of Yoga Day by the youth of Surat through ‘Aqua Yoga’, yoga in water

    આ સમાચાર  પણ વાંચો : X premium feature : હવે યુઝર્સે X પર આ કામ માટે ચૂકવવા પડશે પૈસા, સેવા ઇન્સ્ટા અને ફેસબુક પર છે ફ્રી.

           

    A unique celebration of Yoga Day by the youth of Surat through 'Aqua Yoga', yoga in water
    A unique celebration of Yoga Day by the youth of Surat through ‘Aqua Yoga’, yoga in water

           

     વિશેષમાં  પ્રકાશ વેકરીયાએ ઉમેર્યું કે, સ્વરક્ષા અને જીવનરક્ષા માટે પાણીમાં યોગ ( Yoga ) શીખવા જોઈએ. યોગ અને તરણક્રિયા એ વિશ્વની ઉત્તમ કસરત છે. યોગ વડે લાંબુ, શુદ્ધ અને ૧૦૦ ટકા આરોગ્યપ્રદ જીવન જીવી શકાય છે. લોકો જાગૃત્ત બનશે તો આવનારા સમયમાં ઘણા માનવરોગોમાંથી છુટરારો મળી શકશે

    A unique celebration of Yoga Day by the youth of Surat through 'Aqua Yoga', yoga in water
    A unique celebration of Yoga Day by the youth of Surat through ‘Aqua Yoga’, yoga in water

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • Ahmedabad : તા. 21 જૂન, વિશ્વ યોગ દિવસની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના ગોધાવી મુકામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં કરાશે

    Ahmedabad : તા. 21 જૂન, વિશ્વ યોગ દિવસની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના ગોધાવી મુકામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં કરાશે

    News Continuous Bureau | Mumbai 

    Ahmedabad :” આગામી તારીખ 21 જૂન, વિશ્વ યોગ દિવસની ( World Yoga Day ) જિલ્લા કક્ષાની ઉજવણી સાણંદના ગોધાવી મુકામે આવેલ ઝાયડ્સ સ્કૂલમાં ( Zydus School for Excellence ) કરવામાં આવનાર છે, જેને અનુલક્ષી અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં થયેલ ચર્ચા મુજબ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં શાળા, કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત જુદી જુદી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો અને સેવાભાવી સંસ્થાઓ યોગના કાર્યક્રમમાં સહભાગી બનશે.  

               લોકોના આરોગ્યની જાળવણી માટે વિશ્વ યોગ દિવસની ઉજવણી પ્રસંગે અમદાવાદ જિલ્લાની તમામ કચેરીઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ સેન્ટરો, પોલીસ સ્ટેશનો અને જિલ્લાની જેલોમાં પણ યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ દિવસની ઉજવણીમાં અમદાવાદીઓ મોટી સંખ્યામાં જોડાય તે માટે આવતીકાલ તા. 16 જૂન-2024થી યોગ અવેરનેસ અને પ્રિ- ઇવેન્ટના કાર્યક્રમો પણ યોજાશે. 

    આ સમાચાર પણ વાંચો : CBIC : CBICએ ભારતીય કસ્ટમ્સના નામે આચરવામાં આવતી છેતરપિંડી સામે ઝુંબેશ શરૂ કરી

               આ બેઠકમાં ઇન્ચાર્જ અધિક નિવાસી કલેકટર ( Ahmedabad Collector Office ) શ્રી વિમલ જોશી સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

    Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

     

  • PM Modi USA Visit : જાણો શા માટે પીએમ મોદીએ યુએસ પ્રવાસ પર જતા પહેલા કોંગ્રેસનો આભાર માન્યો

    PM Modi USA Visit : જાણો શા માટે પીએમ મોદીએ યુએસ પ્રવાસ પર જતા પહેલા કોંગ્રેસનો આભાર માન્યો

    News Continuous Bureau | Mumbai

    PM Modi USA Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની(USA) ચાર દિવસીય સરકારી મુલાકાતે રવાના થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન(Joe Biden) અને તેમની પત્ની જીલ બિડેનના (Jill Biden) આમંત્રણ પર તેઓ અમેરિકા જવા રવાના થઈ રહ્યા છે. તેમની યુએસ ટ્રીપ શરૂ કરતા પહેલા તેમણે ટ્વીટ કરીને યુએસ કોંગ્રેસના સભ્યોનું સ્વાગત કરવા બદલ આભાર માન્યો છે.

    શું કહ્યું પીએમ મોદીએ?

    પીએમ મોદીએ ટ્વીટ કર્યું, “મારી આગામી યુએસ મુલાકાત વિશે તેમનો ઉત્સાહ શેર કરવા બદલ હું કોંગ્રેસના(Congress) સભ્યો, વિચારકો અને અન્યન લોકો જે મારી આગામી યુએસ પ્રવાસ માટે ઉત્સાહ રાખી રહ્યા છે તમનો આભાર માનું છું, અને ઉમેર્યું કે આવો ઉત્સાહ ભારત-યુએસ સંબંધોની ઊંડાઈ દર્શાવે છે.”

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (20 જૂન) કહ્યું હતું કે યુએસ કોંગ્રેસના સભ્યો સહિત વિવિધ ક્ષેત્રના લોકો મારી આગામી યુએસ મુલાકાત માટે ઉત્સાહ બતાવી રહ્યા છે અને આ પ્રકારનું સમર્થન ભારત-યુએસ સંબંધોની ઊંડાઈ દર્શાવે છે. મોદીએ યુ.એસ.માં ભારતીય દૂતાવાસના ટ્વિટર(Twitter) એકાઉન્ટને ટેગ કર્યું, જેમાં યુએસ કોંગ્રેસના સભ્યો, બિઝનેસ લીડર્સ, ભારતીય-અમેરિકનો અને અન્ય ઘણા લોકો દર્શાવતા વીડિયો છે. આ વિડીયોમાં આ લોકો વડાપ્રધાનના તેમના પ્રવાસ પર વડાપ્રધાનના સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે.
    વડા પ્રધાન મોદી 21 જૂનથી શરૂ થતી તેમની યુએસની રાજ્ય મુલાકાત દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે અનેક મુદ્દાઓ પર વાતચીત કરશે અને ન્યૂયોર્કમાં યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. વડાપ્રધાને અગાઉ 2016માં યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું.

    આ સમાચાર પણ વાંચો: BMC scam : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાનગરપાલિકાના ગોટાળા ની તપાસ માટે એસઆઇટીની રચના કરી.

     

  • પીએમ મોદી આજે અમેરિકા જવા રવાના થશે, યુએનમાં યોગથી લઈને જો બિડેન સાથે ડિનર સુધી… શું ખાસ છે? મોટી વસ્તુઓ.. જાણો સંપુર્ણ શેડ્યુલ

    પીએમ મોદી આજે અમેરિકા જવા રવાના થશે, યુએનમાં યોગથી લઈને જો બિડેન સાથે ડિનર સુધી… શું ખાસ છે? મોટી વસ્તુઓ.. જાણો સંપુર્ણ શેડ્યુલ

    News Continuous Bureau | Mumbai

    PM Modi US Visit Full Schedule: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવાર (20 જૂન) ના રોજ અમેરિકાની મહત્વપૂર્ણ મુલાકાતે જઈ રહ્યા છે. PMની આ મુલાકાતને લઈને વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ સોમવારે (19 જૂન) કહ્યું કે આ મુલાકાત બંને દેશોના સંબંધોને લઈને એક સીમાચિહ્નરૂપ છે. જેમાં બંને પક્ષો વચ્ચે સંરક્ષણ સહ-ઉત્પાદન અને સહ-વિકાસમાં ગાઢ સહકાર માટે બ્લુ પ્રિન્ટની રજૂઆત સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સહકારના નક્કર પરિણામોની અપેક્ષા છે. જાણો PM મોદીના અમેરિકા પ્રવાસ સાથે જોડાયેલી મોટી વાતો.
    1. તેમની મુલાકાત અંગે, PM મોદીએ સોમવારે ટ્વિટ કર્યું કે યુએસ સંસદના સભ્યો, વિચારકો અને તમામ ક્ષેત્રના લોકો મારી આગામી યુએસએ મુલાકાત પર તેમનો ઉત્સાહ શેર કરી રહ્યાં છે. આ માટે હું તેમનો આભાર માનું છું. આ પ્રકારનું સમર્થન ભારત-અમેરિકા સંબંધોના ઊંડાણને રેખાંકિત કરે છે.
    2. PM નરેન્દ્ર મોદી 20 થી 25 જૂન સુધી અમેરિકા અને ઈજિપ્તની સરકારી મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ બંને દેશો સાથે પહેલાથી જ મજબૂત સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરશે. વિદેશ સચિવે જણાવ્યું હતું કે વડા પ્રધાનની વોશિંગ્ટન રાજ્યની મુલાકાતનું એક મહત્ત્વનું પાસું મજબૂત ટેક્નોલોજી જોડાણ અને ભારત અને અમેરિકા વચ્ચે આર્થિક સંબંધો સુધારવાનું રહેશે..
    3. ક્વાત્રાએ કહ્યું કે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે સંરક્ષણ સહ-ઉત્પાદન અને સહ-વિકાસ સંબંધિત તમામ પાસાઓ પર ચર્ચા થઈ શકે છે. બંને દેશોના ઔદ્યોગિક પુરવઠા પ્રણાલીથી સંબંધિત સંબંધો એકબીજાને કેવી રીતે સહકાર આપી શકે તે મહત્વનું છે. પીએમ મોદીની યુએસ મુલાકાતનો એક મહત્વપૂર્ણ પરિમાણ ટેક્નોલોજી સાથે સંબંધિત છે અને તેમાં ટેલિકોમ સેક્ટર, સ્પેસ સેક્ટર, મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.
    4. રાષ્ટ્રપતિ જો બિડેન(Joe Biden) અને વડા પ્રધાન મોદી(PM Narendra Modi) વચ્ચે ચર્ચા માટેના મુદ્દાઓ અંગેના પ્રશ્નના જવાબમાં, ક્વાત્રાએ કહ્યું કે અમે અહીંથી ચર્ચાનો એજન્ડા નક્કી કરી શકતા નથી, પરંતુ બંને નેતાઓ વચ્ચેની ચર્ચા દરમિયાન મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ આવશે. . બંને નેતાઓ રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સ્થિતિ, આ ક્ષેત્રમાં ચીનના આક્રમક વલણ સહિત સામાન્ય હિતોને લગતા અન્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે
    5. વડાપ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેનના(Jill Biden) આમંત્રણ પર અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. વડા પ્રધાન મોદીનો યુએસ પ્રવાસ ન્યૂયોર્કમાં શરૂ થશે, જ્યાં તેઓ 21 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. ડિસેમ્બર 2014માં, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરતો ઠરાવ પસાર કર્યો હતો.

    આ સમાચાર પણ વાંચો: IIFL પર SEBI એક્શન: SEBIનો કડક નિર્ણય, IIFL સિક્યોરિટીઝને 2 વર્ષ માટે નવા ગ્રાહકો ઉમેરવાથી અટકાવી

    6. યોગ દિવસની ઉજવણી પછી, વડા પ્રધાન મોદી વોશિંગ્ટન ડીસી જશે, જ્યાં 22 જૂને વ્હાઇટ હાઉસમાં તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને યુએસ પ્રમુખ જો બિડેનને મળશે. રાષ્ટ્રપતિ જો બિડેન અને ફર્સ્ટ લેડી જીલ બિડેન 22 જૂનની સાંજે વડાપ્રધાન મોદીના સન્માનમાં સ્ટેટ ડિનરનું આયોજન કરશે. વડાપ્રધાન મોદી 22 જૂને યુએસ કોંગ્રેસની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આ બીજી વખત હશે જ્યારે વડાપ્રધાન યુએસ કોંગ્રેસને સંબોધિત કરશે. પીએમ મોદીએ આ પહેલા 2016માં યુએસ કોંગ્રેસને સંબોધિત કરી હતી.
    7. PM મોદી 23 જૂને અનેક અગ્રણી કંપનીઓ, વ્યાવસાયિકો અને અન્ય હિતધારકોના મુખ્ય કાર્યકારી અધિકારીઓ (CEO) સાથે પણ વાતચીત કરશે. તે ભારતીય-અમેરિકન સમુદાયના લોકોને પણ મળશે. યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન 23 જૂને PMના માનમાં લંચનું આયોજન કરશે. વડાપ્રધાન મોદી 23 જૂને વોશિંગ્ટનમાં પ્રતિષ્ઠિત ‘રોનાલ્ડ રીગન બિલ્ડીંગ એન્ડ ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર’ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય-પ્રવાસીઓને સંબોધિત કરશે.
    8. ટોચના અમેરિકન ધારાશાસ્ત્રીઓએ કહ્યું છે કે વડા પ્રધાન મોદીની અમેરિકાની રાજ્ય મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે અને બંને દેશો વચ્ચે નજીક આવવાનું એક મહત્વપૂર્ણ પ્રતીક છે. સેનેટર અને રિપબ્લિકન નેતા ટોડ યંગે પીટીઆઈને જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીની મુલાકાત અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં એક ટર્નિંગ પોઈન્ટ છે. કોંગ્રેસના સભ્ય જુઆન કિસ્કોમનીએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે તેઓ પીએમ મોદીની ઐતિહાસિક મુલાકાતનું સ્વાગત કરે છે. મોદીએ તેમના નેતૃત્વ અને આ મહત્વપૂર્ણ યુએસ-ભારત સંબંધોને અડગ સંભાળવા માટે બંને દેશોનું સન્માન મેળવ્યું છે.
    9. વડાપ્રધાન મોદી તેમના બે દેશોના પ્રવાસના બીજા તબક્કામાં 24 થી 25 જૂન સુધી ઇજિપ્તની સરકારી મુલાકાતે મ્રિસની રાજકીય યાત્રાએ કહેરા જશે. પીએમ મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના આમંત્રણ પર આ મુલાકાત કરી રહ્યા છે. અલ-સીસીએ ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તે જ સમયે વડા પ્રધાનને ઇજિપ્તની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન તરીકે મોદીની આ પ્રથમ ઈજિપ્તની મુલાકાત હશે.
    10. વડા પ્રધાન મોદી વરિષ્ઠ મહાનુભાવો, કેટલાક અગ્રણી ઇજિપ્તની હસ્તીઓ અને ઇજિપ્તમાં(Egypt) ભારતીય સમુદાય સાથે વાર્તાલાપ કરશે. આ સાથે તેમનો અલ હકીમ મસ્જિદ જવાનો પણ કાર્યક્રમ છે. પીએમ ઈજિપ્તના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતેથી પરત ફર્યા બાદ માર્ચમાં રચાયેલી ‘ઈન્ડિયા યુનિટ’ સાથે પણ વાતચીત કરશે. આ યુનિટમાં ઘણા ઉચ્ચ સ્તરીય મંત્રીઓ સામેલ છે. વડાપ્રધાન મોદી ઇજિપ્તના રાષ્ટ્રપતિ અલ સીસી(Abdel Fattah al-Sisi) સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. આ દરમિયાન કેટલાક એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.
    આ સમાચાર પણ વાંચો:  Sanjay Raut : ’20 જૂનને વિશ્વ દેશદ્રોહી દિવસ તરીકે જાહેર કરો’, સંજય રાઉતે યુએનને પત્ર લખીને આ માંગ કરી