• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - wrestler - Page 2
Tag:

wrestler

Vinesh Phogat : Wrestler Vinesh Phogat out of Asian Games 2023 due to knee injury
ખેલ વિશ્વ

Vinesh Phogat : એશિયન ગેમ્સ પહેલા ભારતને મોટો ઝટકો; વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટૂર્નામેન્ટમાંથી બહાર…’આ’ છે કારણ…

by Dr. Mayur Parikh August 15, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai    
Vinesh Phogat : એશિયન ગેમ્સ પહેલા ભારતને મોટો ઝટકો લાગ્યો છે. પ્રખ્યાત મહિલા રેસલર વિનીત ફોગાટ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. તે ઈજાગ્રસ્ત હોવાથી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. આ અંગેની માહિતી ખુદ વિનેશ ફોગટે સોશિયલ મીડિયા દ્વારા આપી છે. ભારત માટે આ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાને કારણે તેને મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

આ કારણે ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં

આ સ્પર્ધામાં વિનેશ ફોગાટને સીધી એન્ટ્રી મળી હતી. જોકે, ફોગાટે મંગળવારે જાહેરાત કરી હતી કે તે ઘૂંટણની ઈજાને કારણે ચીનના હાંગઝોઉમાં યોજાનારી ટુર્નામેન્ટમાં ભાગ લેશે નહીં. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાને એશિયન ગેમ્સમાં વિવાદાસ્પદ રીતે ટ્રાયલ્સમાંથી મુક્તિ આપવામાં આવી હતી. આ નિર્ણય માટે પેનલની ટીકા પણ થઈ હતી. જોકે, હવે વિનેશ ફોગાટ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : Western Railway: મુસાફરોની સુવિધામાં વધારો.. પશ્ચિમ રેેલવેે દ્વારા આ બે ટ્રેનોને વધારાનું સ્ટોપેજ અપાયું, જાણો વિગતે…

મુંબઈમાં આ તારીખે થશે ઘૂંટણની સર્જરી.

સોશિયલ મીડિયા દ્વારા આ વિશે માહિતી આપતા ફોગાટે કહ્યું છે કે અમે એક દુઃખદ માહિતી આપવા જઈ રહ્યા છીએ. બે દિવસ પહેલા 13 ઓગસ્ટે તેને પ્રેક્ટિસ દરમિયાન ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે તમામ પરીક્ષણો અને સ્કેન પછી સર્જરી જ એકમાત્ર ઉપાય છે. હવે 17 ઓગસ્ટે મુંબઈમાં તેના ઘૂંટણની સર્જરી થશે. તેણે જકાર્તામાં 2018 એશિયન ગેમ્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમારું સપનું દેશ માટે ફરીથી ગોલ્ડ મેડલ જીતવાનું છે. જોકે, વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે કમનસીબે તે આ ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં. અમે સંબંધિત અધિકારીઓને આ માહિતી આપી છે. જેથી રિઝર્વ ખેલાડીઓને એશિયન ટુર્નામેન્ટમાં મોકલી શકાય છે. ફોગાટે એમ પણ કહ્યું છે કે અમે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવીશું અને ઓલિમ્પિકની તૈયારી કરીશું.

August 15, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
- Wrestlers will protest outside new sandad on 28 May
દેશMain Post

કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન: 28 મેના રોજ નવા સંસદ ભવન સામે ‘દંગલ’ યોજાશે! કુસ્તીબાજો મહિલા મહાપંચાયત કરશે

by Dr. Mayur Parikh May 24, 2023
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કુસ્તીબાજોનો વિરોધઃ દેશના પ્રખ્યાત કુસ્તીબાજો ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જંતર-મંતર પર તેમનો વિરોધ ચાલુ રાખી રહ્યા છે. દરમિયાન, કુસ્તીબાજોએ નવી સંસદ ભવન સામે 28 મેના રોજ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે .
મંગળવારે (23 મે) વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ ન્યાયની માંગ સાથે જંતર-મંતરથી ઈન્ડિયા ગેટ સુધી કૂચ કરી હતી. આ કૂચ પછી કુસ્તીબાજ વિનેશ ફોગાટે પત્રકારોને જણાવ્યું હતું કે “અમે નવી સંસદ ભવન સામે 28 માર્ચે શાંતિપૂર્ણ મહિલા મહાપંચાયત યોજવાનું નક્કી કર્યું છે.”

મહિલાઓ મહાપંચાયતનું નેતૃત્વ કરશે

વિનેશ ફોગાટે કહ્યું કે આ મહાપંચાયતનું નેતૃત્વ મહિલાઓ કરશે. આ સાથે તેમણે કહ્યું કે જે અવાજ ઉઠાવવામાં આવ્યો છે તે દૂર દૂર સુધી પહોંચવો જોઈએ. જો આજે દેશની દીકરીઓને ન્યાય મળશે તો આવનારી પેઢીઓને તેનાથી હિંમત મળશે.
વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક સહિત ઘણા ટોચના કુસ્તીબાજો 23 એપ્રિલથી દિલ્હીના જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા છે. રેસલર્સે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

બ્રિજભૂષણ સામે બે એફ.આઈ.આર

મહિલા કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં કેસ કર્યો હતો, ત્યારબાદ 28 એપ્રિલે દિલ્હીના કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બે એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં પોસ્કો હેઠળ સગીર છોકરીની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જ્યારે અન્ય કુસ્તીબાજોના યૌન શોષણની ફરિયાદ પર બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ મહિનાની શરૂઆતમાં, દિલ્હી પોલીસે રેસલિંગ એસોસિએશનના પ્રમુખ સામે જાતીય સતામણીના આરોપોની તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરી હતી. દરમિયાન, રમત મંત્રાલયે કુસ્તીબાજોના આરોપોની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી રેસલિંગ ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓ સ્થગિત કરી દીધી છે.

આ સમાચાર પણ વાંચો  :  ગૌતમ અદાણી નેટ વર્થ: અદાણીએ ફરીથી વિશ્વમાં બધાને પાછળ છોડી દીધા, 24 કલાકમાં સૌથી વધુ કમાણી કરી!

May 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
varun dhawan once wanted to become a wrestler here is the unknown facts of actors life
મનોરંજન

બર્થડે સ્પેશિયલ: રેસલર બનવા માંગતો હતો વરુણ ધવન, નાઈટ ક્લબમાં કરતો હતો આ કામ, જાણો અભિનેતા ના જન્મદિવસ પર તેના વિશે રસપ્રદ વાતો

by Zalak Parikh April 24, 2023
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટર વરુણ ધવન આજે તેનો 35મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. વરુણ ધવને તેની કારકિર્દીના એક દાયકામાં 15 થી વધુ ફિલ્મો કરી છે. 2012માં કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી કરિયરની શરૂઆત કરનાર વરુણ ધવને અત્યાર સુધી કેટલીક ફિલ્મોમાં પોતાની એક્ટિંગની કૌશલ્ય સાબિત કરી છે. તેની અત્યાર સુધીની કારકિર્દીમાં વરુણે એક પછી એક હિટ ફિલ્મો આપી છે. આજે વરુણના જન્મદિવસના ખાસ અવસર પર અમે તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે.

 

રેસલર બનવા માંગતો હતો વરુણ 

મુંબઈ ના સ્કોટિશ માંથી સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી, વરુણ ધવન કોલેજનો અભ્યાસ કરવા ઈંગ્લેન્ડ ગયો. વરુણ ધવને નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. આ પછી એવું નથી કે અભિનેતા પોતાના પગ પર ઉભા રહેવા નહોતો માંગતો. તેણે આમ કર્યું હતું. જો અહેવાલોનું માનીએ તો, અભિનેતાએ અભ્યાસ પૂરો કર્યા પછી નાઈટ ક્લબમાં પત્રિકા વિતરક તરીકે કામ કર્યું હતું. એટલે કે તે પોતાની નાઈટ ક્લબના પેમ્ફલેટ શેરીઓમાં અને ઘરોમાં વેચતો હતો.વરુણને બાળપણમાં કુસ્તીનો શોખ હતો અને તે માત્ર કુસ્તીબાજ(રેસલર) બનવા માંગતો હતો, પરંતુ વરુણ ધવનના પિતા ડેવિડ ધવનને બોલિવૂડના સૌથી મોટા નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે. આવી સ્થિતિમાં પિતાની જેમ વરુણ ધવને પણ કલાનો માર્ગ અપનાવ્યો અને 2012માં પોતાના કરિયરની શરૂઆત કરી. જોકે વરુણ પ્રથમ વખત ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરમાં અભિનેતા તરીકે જોવા મળ્યો હતો, પરંતુ હકીકતમાં તેની પ્રથમ ફિલ્મ માય નેમ ઈઝ ખાન હતી જેમાં તેણે કરણ જોહર સાથે આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું હતું.

 

વરુણ ધવને કર્યા તેની સ્કૂલ ની મિત્ર નતાશા સાથે લગ્ન 

વરુણ ધવને 24 જાન્યુઆરી 2021ના રોજ નતાશા દલાલ સાથે લગ્ન કર્યા હતા. વરુણ લગ્ન પહેલા ઘણા વર્ષો સુધી નતાશાને ડેટ કરતો હતો. બાય ધ વે, વરુણ અને નતાશા એક જ સ્કૂલમાં ભણતા હતા અને જ્યારે વરુણ 11મા કે 12મા ધોરણમાં હતો ત્યારે તેને પહેલીવાર અહેસાસ થયો હતો કે તે કદાચ નતાશાના પ્રેમમાં છે. આવી સ્થિતિમાં જ્યારે વરુણે નતાશા સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો તો નતાશાએ તેનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. પરંતુ વરુણ હિંમત ન હાર્યો અને અંતે નતાશાએ તેનો પ્રેમ સ્વીકારી લીધો અને આજે બંને એક સાથે હેપ્પી મેરિડ કપલ છે.

April 24, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજોનો દબદબો- મેડલ્સનો થયો વરસાદ- જાણો કોણ કયુ મેડલ જીત્યું 

by Dr. Mayur Parikh August 6, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau|Mumbai.

કોમનવેલ્થ ગેમ્સ 2022 માં આઠમાં દિવસે ભારતીય રેસલર્સનો દબદબો રહ્યો છે. 

ભારતની સાક્ષી મલિકે મહિલા ફ્રી સ્ટાઇલ 62 કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

બજરંગ પુનિયાને ગોલ્ડ અને અંશુ મલિકને સિલ્વર મેડલ મળ્યો છે

આ સાથે ભારતને કોમનવેલ્થ ગેમ્સમાં કુલ આઠ ગોલ્ડ મળ્યા છે.

આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનના કાબુલની મસ્જિદમાં 2 ઘાતક બોમ્બ બ્લાસ્ટ- આટલા લોકોના નિપજ્યા મોત

August 6, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

નિશા દહિયાના મર્ડરના સમાચાર ખોટા, પોતે જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કર્યો ખુલાસો; જુઓ વિડીયો 

by Dr. Mayur Parikh November 10, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

બુધવાર

થોડા સમય પહેલા જ એવા સમાચાર વહેતા થયા હતા કે રાષ્ટ્રીય સ્તરની કુસ્તીબાજ નિશા દહિયા અને તેના ભાઇની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જોકે તેણે વીડિયો જારી કરી આ સમાચારનો રદિયો આપ્યો છે. રેસલર નિશા દહિયા એકદમ સુરક્ષિત છે. રેસલર સાક્ષી મલિકે પણ ટ્વીટ કરી જાણકારી આપી છે કે નિશા દહિયા જીવિત છે.

નિશા દહિયાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક વિડીયો જારી કરીને તેના પર કોઈ હુમલો ન થયાનું જણાવ્યું છે. નિશાએ આ વિડીયોમાં જણાવ્યુ છે  તેના પર કોઇ હુમલો થયો નથી અને તે એકદમ સ્વસ્થ છે. તેણે વધુમાં એ જાણકારી પણ આપી કે તે કોટામાં પોતાની એક ગેમ રમવા આવેલી છે. 

રેકોર્ડ: મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં થયું આટલા કરોડ લોકોનું રસીકરણ, દેશનું 2જુ રાજ્ય બન્યું

અગાઉ સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે હરિયાણાના સોનિપતમાં નિશા દહિયા તથા તેના ભાઈ અને માતા પર હુમલો થયો છે અને આ ઘટનામાં નિશા દહિયા અને તેના ભાઈનું મોત થયું છે અને માતાને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

 

View this post on Instagram

A post shared by Nisha Dahiya (@nisha_dahiya_07)

November 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

રાષ્ટ્રીય સ્તરની આ રેસલરની ગોળી મારીને હત્યા, ભાઈનું પણ મોત; માતાની હાલત ગંભીર

by Dr. Mayur Parikh November 10, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

બુધવાર

હરિયાણાના સોનીપતમાં રાષ્ટ્રીય સ્તરની રેસલર નિશા દહિયાની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે.

હુમલાખોરોએ નિશા ઉપરાંત તેના ભાઈ અને માતાને પણ નિશાન બનાવ્યા છે. 

આ હુમલામાં નિશા સાથે તેના ભાઈનું પણ મોત થયું. જ્યારે તેની માતાને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સનસનીખેજ ઘટના સોનીપતના હલાલપુર ગામની છે. જ્યાં રેસલર સુશીલ કુમારના નામ પર એક એકેડમી છે. ત્યાં હુમલાખોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.

હુમલો કરીને અજાણ્યા બદમાશો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. જોકે હત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

November 10, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

ટોક્યો ઓલિમ્પિક્સ: કુશ્તીની સેમીફાઇનલ હાર્યા રેસલર બજરંગ, જોકે હજી પણ ભારત માટે બ્રોન્ઝ મેડલની આશા જીવંત

by Dr. Mayur Parikh August 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 6 ઑગસ્ટ, 2021

શુક્રવાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો કુસ્તીબાજ બજરંગ પુનિયા સેમીફાઈનલમાં હારી ગયો છે.

બજરંગને 65 કિલો વજનની કેટેગરી અઝારબૈઝનના પહેલવાન હાજી અલીયેવે સામે 12-5 થી હાર મળી છે. 

આ હાર સાથે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલનું સપનું તૂટી ગયું છે. હવે તેઓ શનિવારે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

ઉલ્લેખનીય છે કે ભારતે અત્યાર સુધીમાં ટોક્યોમાં બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

August 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

અરે બાપ રે! કુસ્તીબાજ સુશીલકુમાર પર આ કાયદો લાગશે; જામીન પણ નહીં મળી શકે

by Dr. Mayur Parikh May 31, 2021
written by Dr. Mayur Parikh

રેસલર સાગરની હત્યાના કેસમાં ફસાયેલા ઑલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમાર વિરુદ્ધ આકરાં પગલાં ભરવાની તૈયારીઓ ચાલી રહી છે.

દિલ્હી પોલીસ સુશીલકુમાર વિરુદ્ધ મકોકા અંતર્ગત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. મકોકાની કાર્યવાહી સંગઠિત ગુનો કરનારા વિરુદ્ધ થાય છે.

મકોકા કાયદો એટલો આકરો છે કે એ લાગ્યા બાદ સુશીલકુમારને સરળતાથી જામીન નહીં મળી શકે. મકોકા બાદ ઉંમરકેદ સુધીની સજાની જોગવાઈ છે.

ઉલ્લેખનીય છે કે સુશીલકુમાર હાલ 6 દિવસની કસ્ટડીમાં છે. તેના પર આરોપ છે કે તેણે 23 વર્ષીય સાગર રાણાને હત્યા કરી છે.

સાગરના મોત બાદ સુશીલ 2 અઠવાડિયાં સુધી ફરાર હતો. જે બાદ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી અને આ કેસની તપાસ હાલ ચાલી રહી છે.

તો ખરેખર આજે દુકાન ખોલવી કે નહીં? આ રહ્યો જવાબ

May 31, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

પહેલવાન સુશીલકુમારની સમસ્યા વધી : કોર્ટે આગોતરા જામીન નામંજૂર કર્યા

by Dr. Mayur Parikh May 19, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

બુધવાર

ઑલિમ્પિક મેડલ જીતનાર સુશીલકુમારને બહુ મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી રોહિણી કોર્ટે સુશીલકુમારના આગોતરા જામીનની અરજી રદ કરી છે. કોર્ટે જણાવ્યું કે સુશીલકુમાર પર જે આરોપ છે એ ઘણા ગંભીર છે.

મહત્વની વાત એ છે કે સુશીલકુમારના વકીલ તરફથી જે દલીલ કરવામાં આવી હતી એ સાંભળીને કોર્ટ સ્તબ્ધ રહી ગઈ હતી. સુશીલકુમારના વકીલે કહ્યું હતું કે આરોપી એવા સુશીલકુમાર એક ઑલિમ્પિયન છે તેમ જ તેને અનેક ઍવૉર્ડ મળ્યા છે અને એ માટે તેને જામીન મળવા જોઈએ. આ ઉપરાંત તેમણે પોલીસ ઉપર ગંભીર આરોપ કર્યા હતા, પરંતુ આ આરોપ પુરવાર કરી શક્યા નહોતા.

આ પરિસ્થિતિમાં કોર્ટે સુશીલકુમારના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.

May 19, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
ખેલ વિશ્વ

મોટા સમાચાર : દિલ્હી પોલીસને મર્ડર કેસમાં ઓલિમ્પિક કુસ્તીબાજ સુશીલ કુમારની તલાશ…

by Dr. Mayur Parikh May 6, 2021
written by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

દિલ્હી પોલીસ અત્યારે ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સુશીલ કુમારને શોધી રહી છે. વાત એમ છે કે દિલ્હીના મોડલ ટાઉન એરિયામાં છત્રસાલ સ્ટેડિયમ પાસે કુસ્તીબાજો ના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં ગોળીબાર પણ થયો હતો તેમજ બે જૂથના લોકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો. ઘટનાસ્થળ પર મોજુદ લોકોના બયાન પ્રમાણે પહેલવાન સુશીલકુમાર પણ આમાં સામેલ હતો. આ મારામારીમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જેનું નામ સાગર છે. એવું કહેવામાં આવ્યું કે આ લડાઈ પ્રોપર્ટી સંદર્ભેની હતી.

ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.

દિલ્હી પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડયા છે. તેમજ વધુ વિગતો ભેગી કરવામાં આવી રહી છે.

May 6, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક