તાજેતરમાં વ્હોટ્સએપ કંપનીની પ્રાઈવેસી પોલિસી અંગે મચેલા હોબાળા વચ્ચે વ્હોટ્સએપે જાહેરાત કરી છે કે તેણે તેમની પ્રાઈવેસી પોલિસી અપડેટ મોકૂફ રાખી છે.
એટલે કે નવી ગોપનીયતા નીતિની સમીક્ષા કરવા માટે વપરાશકર્તા પાસે 15 મે, 2021 સુધીનો સમય રહેશે.
કંપનીએ કહ્યું કે લોકો સુધી ખોટી માહિતી પહોંચવાના કારણે પ્રાઈવેસી અપડેટ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

