• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - yashwant sinha
Tag:

yashwant sinha

દેશ

દેશના 15મા રાષ્ટ્રપતિ બનશે દ્રૌપદી મુર્મુ-બીજા રાઉન્ડ સુધીમાં દ્રૌપદી મુર્મૂને યશવંત સિંહાથી બમણા કરતા વધુ મત-જાણો કોને કેટલા મત મળ્યા 

by Dr. Mayur Parikh July 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

દેશના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) બાદ હવે મત ગણતરી ચાલી રહી છે. ત્યારે એનડીએના(NDA) ઉમેદવાર દ્રૌપદી મુર્મૂની(Draupadi Murmu)  જીત નિશ્ચિત માનવામાં આવે છે. 

બીજા તબક્કાની મત ગણતરીમાં(vote counting) મુર્મૂને 4,83,299 મૂલ્ય ધરાવતા મત મળ્યા છે જ્યારે સિંહાના(yashwant Sinha) મતનું મૂલ્ય 1,89,876 થાય છે. 

દ્રૌપદી મુર્મૂને અત્યાર સુધીમાં કુલ 1349 મત મળ્યા છે જ્યારે યશવંત સિંહાને 537 મત મળ્યા છે. 

સાંસદોના મતની(MP vote) ગણતરીમાં કુલ 748 મત પડ્યા હતા જેમાંથી દ્રૌપદી મુર્મૂને 540 મત મળ્યા હતા જ્યારે યશવંત સિંહાને 208 મત મળ્યા હતા. 

જોકે સાંસદોના મતમાંથી 15 સાંસદોના મત ઇનવેલિડ થયા હતા.

આ સમાચાર પણ વાંચો :  ગયા વર્ષે કેટલા લોકોએ છોડી ભારતની નાગરિકતા-સરકારે સંસદમાં આપ્યો જવાબ-જાણો ચોંકાવનારો આંકડો

July 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દ્રૌપદી મુર્મુ બની શકે છે રાષ્ટ્રપતિ-પ્રથમ રાઉન્ડની મતગણતરીમાં દ્રૌપદી મુર્મુને મળ્યા આટલા વોટ-જાણો વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાની પરિસ્થિતિ

by Dr. Mayur Parikh July 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિની ચૂંટણીની(presidential election) મત ગણતરીમાં(vote counting) NDAના ઉમેદવાર(Candidate) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu) આગળ ચાલી રહ્યાં છે. 

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રથમ રાઉન્ડની(First Round) મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. 

મીડિયા રિપોર્ટ મુજબ દ્રૌપદી મુર્મુને 3,78,000 મતના મૂલ્ય સાથે 540 મત મળ્યા. વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને(Yashwant sinha) 1,43,600ના મૂલ્ય સાથે 208 મત મળ્યા

અત્યાર સુધીમાં કુલ 748 મત પડ્યા છે, જેની કિંમત 523600 છે.
 
ઉલ્લેખનીય છે કે વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો(Ram nath Kovind) કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : નેશનલ હેરાલ્ડ કેસ-કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઈડીના દરબારમાં થયા હાજર-પુછપરછને લઈને કહી આ મોટી વાત- જુઓ વિડીયો  

July 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

દ્રૌપદી મુર્મૂ કે યશવંત સિંહા- કોણ બનશે દેશના નવા રાષ્ટ્રપતિ- આજે આવશે પરિણામ

by Dr. Mayur Parikh July 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કોણ બનશે દેશના 15મા રાષ્ટ્રપતિ(New President)? આ સવાલનો જવાબ આજે મળી જશે

આજે સવારે 11 વાગ્યાથી સંસદ ભવનમાં મતગણતરી(vote counting) શરૂ થઈ જશે. 

આ ચૂંટણીમાં મત નાખવા માટે બનાવવામાં આવેલા ઈલેક્ટ્રોલર કોલેજના સભ્યોના મતનું કુલ મૂલ્ય 10,98,882 છે.

દ્રૌપદી મૂર્મૂ(draupadi Murmu) અને યશવંત સિન્હા(Yashwant Sinha)માંથી જે પણ ઉમેદવાર 5,49,442 મત મેળવશે તેઓ આ ચૂંટણી જીતી લેશે. 

નવા રાષ્ટ્રપતિને 25 જુલાઈના રોજ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : બોગસ મતદારોને પકડી પાડવામાં ઇલેક્શન કમિશનને લીધું મોટું પગલું- મતદારોએ આપવો પડશે હવે આ દસ્તાવેજ-જાણો વિગત

July 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

આશ્ચર્ય- ભાજપના આ સાંસદ સભ્ય એ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ન કર્યું- ચારેકોર ચર્ચા- મહારાષ્ટ્રના 3 સાંસદ સભ્યો એ મતદાન ન કર્યું- કુલ આઠ સાંસદો ગેરહાજર

by Dr. Mayur Parikh July 19, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી(President election) માટેની મતદાન(Voting)ની પ્રક્રિયા હવે જ્યારે પૂરી થઈ ગઈ છે ત્યારે એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. ભારતીય જનતા પાર્ટી(BJP)ના સાંસદ સભ્ય સની દેઓલ અને કેન્દ્રીય મંત્રી સંજય ધોત્રે(Sanjay Dhotre)એ મતદાન નથી કર્યું. આ ઉપરાંત કોંગ્રેસ(Congress)ના મોહમ્મદ સાદિક, શિવસેના પાર્ટી ના ગજાનન કિર્તીકર, બહુજન સમાજવાદી પાર્ટી(BSP) ના અતુલ સિંહ, એમઆઈએમ(MIM)ના ઇમ્તિયાઝ જલીલ, સમાજવાદી પાર્ટી(SP)ના શફીકુલ રહેમાન બરાક તેમજ દ્રમુકના ટી. આર. પારીવેન્દરધરએ મતદાન નથી કર્યું.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં ભાજપના લઘુમતી મહિલા મોરચાના પ્રમુખ પર જાહેરમાં થયો હુમલો- જુઓ વિડીયો- જાણો વિગતે 

July 19, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

સતત બગડતા સમીકરણો વચ્ચે વિપક્ષ માટે સારા સમાચાર-આ પાર્ટીએ યશવંત સિન્હાના સમર્થનનું કર્યું એલાન

by Dr. Mayur Parikh July 16, 2022
written by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને(Presidential election) લઈને સત્તા પક્ષ(Power party) અને વિપક્ષી જૂથ(opposition group) બંને એક્ટિવ મોડમાં આવી ગયા છે.

કેન્દ્ર શાસિત પ્રદેશ(Union Territory) દિલ્હી(Delhi) અને પંજાબની(Punjab) સત્તા પરની આમ આદમી પાર્ટીનો(Aam Aadmi Party) સાથ વિપક્ષી દળોને(Opposition Party)મળી ગયો છે. 

આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર(Opposition candidate) યશવંત સિન્હાનું(Yashwant Sinha) સમર્થન કરવાનું એલાન કર્યું છે. 

આમ આદમી પાર્ટીના રાજ્યસભા(Rajya Sabha) સાંસદ(MP) સંજય સિંહે(Sanjay Singh) શનિવારે યશવંત સિન્હાના સમર્થનનું એલાન કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની દશા ન ઘરના અને ન ઘાટના જેવી થઈ-દ્રૌપદી મુર્મુ મળવા ન આવી અને યશવંત સિંહાએ આ કામ કર્યું-જાણો કઈ રીતે નાક કપાયું

July 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

ઉદ્ધવ ઠાકરેની દશા ન ઘરના અને ન ઘાટના જેવી થઈ-દ્રૌપદી મુર્મુ મળવા ન આવી અને યશવંત સિંહાએ આ કામ કર્યું-જાણો કઈ રીતે નાક કપાયું

by Dr. Mayur Parikh July 16, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

આંતરિક બળવાને કારણે પડી ભાંગેલી શિવસેનાના(Shivsena) થોડાઘણા બચેલા નેતાઓ અને સાંસદો(MP) પણ પક્ષ સાથે છેડો ફાડી જાય નહીં તેની ચિંતા શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને(Uddhav Thackeray) સતાવી રહી છે. પક્ષના સાંસદોની માગણીને(Demand of MP) ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ પદના(Presidency) NDAએના  ઉમેદવારને સમર્થન જાહેર કર્યું છે, પણ પક્ષના નેતાઓને ખુશ કરવામાં તેઓએ તેમના સાથીપક્ષોની સાથે જ વિરોધપક્ષના(opposition party) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશંવત સિંહાની(Yashwant Sinha) નારાજગીનો ભોગ બન્યા છે.

 દેશના રાષ્ટ્રપતિની 18મી જુલાઈના થનારી ચૂંટણીમાં શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ NDAના ઉમેદવારને સમર્થન જાહેર કરતા વિરોધપક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ રવિવારે મુંબઈની પોતાની મુલાકાત રદ કરી હતી. યશંવત સિંહા રવિવારે મુંબઈમાં(Mumbai) ઉદ્ધવ ઠાકરેની મુલાકાત લેવાના હતા અને મહાવિકાસ આઘાડીના ધારાસભ્યોને(MVA Govt) સંબોધવાના હતા.

આ સમાચાર પણ વાંચો : વિપક્ષી એકતાના કાંકરા પણ ખરી ગયા-આ બે કોંગ્રેસના સાથી પક્ષોએ દ્રૌપદી મુર્મુનુ સમર્થન કર્યું

ઉદ્ધવ ઠાકરે માટે દિવસેને દિવસે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. પક્ષના સાંસદોની માગણીને પગલે સત્તાધારી પક્ષના ઉમેદવાર દ્રોપદીને સમર્થન આપ્યું હતું. છતાં માર્મુએ મુંબઈની પોતાની મુલાકાત દરમિયાન ઉદ્ધવ ઠાકેરને મળવાની તસદી લીધી નહોતી, જે ઉદ્ધવ ઠાકરે માટે અપમાનજનક બાબત હોવાનું કહેવાય છે. તેમાં હવે NDAએના ઉમેદવારને સમર્થન આપવાના ચક્કરમાં સાથીપક્ષોની પણ નારાજગીનો ભોગ તેમને બનવું પડ્યું છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના(NCP) અધ્યક્ષ શરદ પવારે(Sharad Pawar) આગળ પડીને રવિવારે યશવંત સિંહાની મુંબઈની મુલાકાતનું આયોજન કર્યું હતું, જેમાં મહાવિકાસ આઘાડીના તમામ સાંસદ અને ધારાસભ્યો હાજર રહેવાના હતા.  પરંતુ શિવસેનાએ દ્રોપદીને મુર્મુને સમર્થન જાહેર કરતા યશંત સિંહાએ મુંબઈની મુલાકાત રદ કરી નાખી હતી.
 

July 16, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

રાષ્ટ્રપતિ પદ માટે BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત પાક્કી- જાણો આંકડાની રમત

by Dr. Mayur Parikh June 22, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારતીય જનતા પાર્ટી(BJP) અને વિપક્ષે(Opposition) રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ NDA તરફથી ઓડિશાના(Odisha )આદિવાસી મહિલા નેતા(tribal women leader) અને ઝારખંડના(Jharkhand) પૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુ(Former Governor Draupadi Murmu) પર દાવ રમ્યો છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ દ્રૌપદી મુર્મુ 25 જૂનના પોતાનું નોમિનેશન ફાઈલ કરી શકે છે. આ માટે ભાજપે તેના તમામ વરિષ્ઠ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓને(Union Ministers) 24 અને 25 તારીખે દિલ્હીમાં જ રહેવાની સૂચના આપી છે. દ્રૌપદી મુર્મુ છ વર્ષ અને એક મહિના સુધી ઝારખંડના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને, વિપક્ષે ઉમેદવાર તરીકે યશવંત સિંહાના (Yashwant Sinha) નામની જાહેરાત કરી છે. યશંવત સિંહા બે વખત કેન્દ્રીય નાણામંત્રી(Union Finance Minister) રહી ચૂક્યા છે. પહેલી વખત તેઓ 1990માં ચંદ્રશેખરની સરકારમાં અને પછી અટલ બિહારી વાજપેયીની(Bihari Vajpayee) સરકારમાં નાણામંત્રી હતા. તેઓ વાજપેયી સરકારમાં વિદેશ મંત્રી(Foreign Minister) પણ રહી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન(Voting) કરનારા આ રાજકીય જોડાણોની તાકાત વિશે જોઈએ તો કોંગ્રેસના(Congress) નેતૃત્વ હેઠળના યુપીએ(UP) ગઠબંધન પાસે હાલમાં લગભગ 23 ટકા વોટ છે, જ્યારે એનડીએ ગઠબંધન પાસે લગભગ 49 ટકા વોટ છે, જે યુપીએ કરતા બમણાથી વધુ છે. આવી સ્થિતિમાં યુપીએની હરીફાઈમાં ભાજપને મોટી લીડ છે, પરંતુ જો વિપક્ષો સાથે મળીને ઉમેદવાર ઉભા રાખે છે અને દેશના તમામ પ્રાદેશિક પક્ષો(Regional parties) તેમને સમર્થન આપે છે, તો ભાજપના ઉમેદવાર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે, કારણ કે જો તમામ ભાજપ વિરોધી પક્ષો એક થાય છે, તો તેમની પાસે એનડીએ કરતા બે ટકા વધુ મત છે, એટલે કે લગભગ 51 ટકા મત છે. આથી જ ભાજપ હાઈકમાન્ડે(Highcomand) બે ટકા મતોના આ અંતરને પૂરવાના મિશનમાં શરૂઆત કરી હોવાનું કહેવાય છે.

આ સમાચાર પણ વાંચો :  દેશને મળશે પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ- ભાજપના પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ કરી આ નામની જાહેરાત

એનડીએની તરફેણમાં 440 સાંસદો છે જ્યારે યુપીએ પાસે લગભગ 180 સાંસદો છે, ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના 36 સાંસદો છે. TMC સામાન્ય રીતે વિપક્ષના ઉમેદવારને સમર્થન આપે છે. અંદાજ મુજબ, NDA પાસે કુલ 10,86,431માંથી લગભગ 5,35,000 વોટ છે. આમાં તેના સાથી પક્ષો સાથે તેના સાંસદોના સમર્થન સાથે 3,08,000 મતોનો સમાવેશ થાય છે.

રાજ્યોમાં ભાજપને ઉત્તર પ્રદેશમાંથી 56,784 મતો છે, જ્યાં તેની પાસે 273 ધારાસભ્યો છે. ઉત્તર પ્રદેશમાં દરેક ધારાસભ્યને સૌથી વધુ 208 વોટ છે. રાજ્યોમાં, NDA બિહારમાં તેનો બીજો સૌથી વધુ વોટ શેર મેળવશે જ્યાં, 127 ધારાસભ્યો સાથે, તેને 21,971 મત મળશે કારણ કે દરેક ધારાસભ્ય પાસે 173 મત છે. તે પછી 18,375 મતો સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે, જ્યાં તેની પાસે 105 ધારાસભ્યો અને પ્રત્યેક 175 મત છે. યુપીએ પાસે સાંસદોના 1.5 લાખથી વધુ વોટ છે અને આ સંખ્યાની આસપાસ તેને ધારાસભ્યોના વોટ પણ મળશે.  ભૂતકાળની કેટલીક ચૂંટણીઓમાં પણ વિપક્ષના ઉમેદવારને ત્રણ લાખથી ઓછા મત મળ્યા છે. આ વખતે દરેક સાંસદના વોટની કિંમત 700 હશે. અગાઉ તે 708 હતો.

આ સમાચાર પણ વાંચો : યશવંત સિંહા બન્યા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-મમતા દીદીના પ્રસ્તાવને 19 પક્ષોની સહમતિ- આ તારીખે દાખલ કરશે નોમિનેશન

June 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
દેશ

યશવંત સિંહા બન્યા વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર-મમતા દીદીના પ્રસ્તાવને 19 પક્ષોની સહમતિ- આ તારીખે દાખલ કરશે નોમિનેશન

by Dr. Mayur Parikh June 21, 2022
written by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી(Presidential election) 18 જુલાઈએ થવાની છે, પરંતુ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો(Presidential Candidates) પર તમામની નજર છે. 

દરમિયાન વિપક્ષ(Opposition) તરફથી યશવંત સિન્હાને(Yashwant Sinha) રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવાયા છે. 

યશવંત સિન્હા 27 જૂને સવારે 11:30 વાગે નોમિનેશન(Nomination) દાખલ કરશે. 

આજે વિપક્ષની બેઠકમાં(opposition Meeting) ટીએમસીએ(TMC) યશવંત સિન્હાનુ નામ આગળ વધાર્યુ, જેને વિપક્ષના 19 દળોનુ સમર્થન મળ્યુ.

આ સમાચાર પણ વાંચો :  મહારાષ્ટ્ર સરકાર પર સંકટ – સુરત પહોંચ્યા શિવસેનાના આ બે નેતા- નારાજ ધારાસભ્યોને મનાવવાનો કરશે પ્રયાસ

June 21, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
રાજ્ય

લગને લગને કુંવારા જેવા યશવંત સિંહા વધુ એક નવી પાર્ટીમાં જોડાયા. હવે તૃણમુલ કોંગ્રેસમાં…

by Dr. Mayur Parikh March 13, 2021
written by Dr. Mayur Parikh

બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા યશવંત સિંહા પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલાં આજે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. 

તેમણે કોલકાતા ખાતે ટીએમસીના કાર્યાલયમાં જઈને પાર્ટી જોઈન કરી હતી. આ પ્રસંગે ડેરેક ઓ બ્રાયન, સુદીપ બંદોપાધ્યાય અને સુબ્રત મુખર્જી હાજર રહ્યાં હતાં. 

ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ થોડા સમયથી તેઓ સક્રિય રાજકારણથી દૂર હતા

March 13, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક