Site icon

India EU FTA: ટ્રમ્પ ને લાગશે 440 વોલ્ટ નો ઝટકો! અમેરિકા સાથે તણાવ વચ્ચે આ દેશો ભારત સાથે ટેરિફ વગર વેપાર કરશે

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના કારણે સંબંધો સારા ચાલી રહ્યા નથી. જોકે, આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો આપતા સમાચાર આવ્યા છે. યુરોપિયન યુનિયને કહ્યું છે કે તે આ વર્ષના અંત સુધીમાં ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપશે.

Trump Tariffs ટ્રમ્પને વધુ એક આંચકો; અમેરિકન કોર્ટનો ફરી એક મોટો નિર્ણય

Trump Tariffs ટ્રમ્પને વધુ એક આંચકો; અમેરિકન કોર્ટનો ફરી એક મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના કારણે સંબંધો બહુ સારા નથી ચાલી રહ્યા. જોકે, આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ જ સમયે ટ્રમ્પને આંચકા સમાન સમાચાર મળ્યા છે. યુરોપિયન યુનિયને કહ્યું છે કે તે આ વર્ષના અંત સુધીમાં ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપશે. ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જેનાથી અમેરિકાને પણ નુકસાન થઈ રહ્યું છે.

યુરોપિયન યુનિયને શું કહ્યું?

India EU FTA યુરોપિયન યુનિયને (EU) રક્ષા, વેપાર અને ઊર્જા જેવા મહત્વના ક્ષેત્રોમાં ભારત સાથેના તેના સંબંધોને આગળ વધારવા અને વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે બુધવારે એક નવો વ્યૂહાત્મક એજન્ડા રજૂ કર્યો. EUએ કહ્યું કે બદલાતી ભૌગોલિક-રાજકીય વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખીને ભારત સાથેની તેની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહી છે અને બંને પક્ષો માટે આર્થિક વિકાસ અને સુરક્ષાને મજબૂત બનાવવી જરૂરી છે. યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેને કહ્યું, “હવે ભરોસાપાત્ર ભાગીદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય આવી ગયો છે. સમાન હિતો અને સમાન મૂલ્યો પર આધારિત ભાગીદારીને બમણી કરવી જોઈએ. અમારી નવી યુરોપિયન યુનિયન-ભારત વ્યૂહરચના સાથે, અમે અમારા સંબંધોને આગલા સ્તરે લઈ જઈ રહ્યા છીએ.”

Join Our WhatsApp Community

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર શું વાત થઈ?

યુરોપિયન યુનિયનના ટોચના નેતાએ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે પણ વાત કરી. તેમણે કહ્યું કે નવા એજન્ડામાં વેપાર, રોકાણ અને પ્રતિભાની ગતિશીલતાને આગળ ધપાવવા, સંયુક્ત આર્થિક સુરક્ષાને મજબૂત કરવા અને સંરક્ષણ ક્ષેત્રમાં ઔદ્યોગિક સહયોગને ગાઢ બનાવવાનો સમાવેશ થશે. મીડિયા રિપોર્ટ અનુસાર, તેમણે કહ્યું, “યુરોપ પહેલેથી જ ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને અમે આ વર્ષના અંત સુધીમાં અમારા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે પ્રતિબદ્ધ છીએ. યુરોપ વેપાર માટે ખુલ્લું છે અને અમે ભારત સાથેના અમારા સહિયારા ભવિષ્યમાં રોકાણ કરવા માટે તૈયાર છીએ.”

આ સમાચાર પણ વાંચો : GST New Rates: સરકાર દ્વારા GSTમાં ઘટાડાનું નોટિફિકેશન બહાર પડાયું, જાણો 22 સપ્ટેમ્બરથી શું-શું સસ્તું થશે

27 સભ્ય દેશો સમક્ષ એજન્ડા રજૂ થશે

નવા વ્યૂહાત્મક એજન્ડાને યુરોપિયન યુનિયનના તમામ 27 સભ્ય દેશો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેને આવતા વર્ષે યોજાનારી ભારત-યુરોપિયન યુનિયન શિખર પરિષદમાં અપનાવવામાં આવશે. નવા વ્યૂહાત્મક એજન્ડામાં સુરક્ષા, કનેક્ટિવિટી અને વૈશ્વિક મુદ્દાઓ, સમૃદ્ધિ, સ્થિરતા, ટેકનોલોજી અને નવીનતા સહિતના પાંચ ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે.

Zohran Mamdani: રાજકારણમાં ભૂકંપ! શું ટ્રમ્પ અને ઝોહરાન મમદાનીનું થશે મિલન? મેયર-ઇલેક્ટે મૂકી એક એવી શરત કે ચર્ચા થઈ તેજ!
Sheikh Hasina: રાજકીય ઉથલપાથલ: ફાંસીની સજા મળ્યા બાદ શેખ હસીનાનું પ્રથમ નિવેદન – ‘વાત સાંભળ્યા વગર જ…!’
India-US LPG Deal: અમેરિકા સાથે ભારતનો સૌથી મોટો LPG કરાર, મંત્રી બોલ્યા – ‘ઐતિહાસિક શરૂઆત’, શું ગેસના ભાવ ઘટશે?
Saudi Arabia Accident: અકસ્માતમાં 42 ભારતીયો બળ્યા, માત્ર એક જીવ બચ્યો! મદીનામાં બસ દુર્ઘટનાનો ચોંકાવનારો અહેવાલ
Exit mobile version