Site icon

Adani FPO : અદાણી એન્ટરપ્રાઇઝે એફપીઓ રદ્દ કર્યો, રોકાણકારોને પૈસા પરત કરવામાં આવશે

કંપનીના શેરના ભાવમાં 28%નો કડાકો થયા બાદ, અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળની અદાણી એન્ટરપ્રાઇઝિસ એ તેની રૂ. 20,000 કરોડની ફોલો-ઓન પબ્લિક ઓફર (FPO) રદ કરી અને કહ્યું કે રોકાણકારોને નાણાં પરત કરવામાં આવશે.

Bank of Baroda CEO Sanjiv Chadha says willing to keep lending to Adani Group

અદાણી ગ્રુપ માટે રાહતના સમાચાર.. આ સરકારી બેંક હજુ લોન આપવા તૈયાર, કહ્યું-શેરમાં ઘટાડાથી ગભરાતા નથી!

કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની આજે મળેલી બેઠકમાં સંપૂર્ણ સબસ્ક્રિપ્શન હોવા છતાં FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝ એ એફપીઓ રદ કરતા સમયે શું કહ્યું .

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અભૂતપૂર્વ પરિસ્થિતિ અને વર્તમાન બજારની અસ્થિરતાને જોતાં કંપની FPOની રકમ પરત કરીને અને પૂર્ણ થયેલ વ્યવહાર પાછી ખેંચીને તેના રોકાણકાર સમુદાયના હિતોનું રક્ષણ કરવાનું લક્ષ્ય રાખે છે.”

Join Our WhatsApp Community

અદાણી એન્ટરપ્રાઇઝિસના ચેરમેન ગૌતમ અદાણીએ શેરના ભાવમાં થયેલા અભૂતપૂર્વ કડાકાને ટાંકીને જણાવ્યું હતું કે બોર્ડને લાગે છે કે અસાધારણ સંજોગોમાં FPO સાથે આગળ વધવું નૈતિક રીતે યોગ્ય રહેશે નહીં.

અદાણીએ નિવેદનમાં જણાવ્યું હતું કે, “રોકાણકારોનું હિત સર્વોપરી છે અને તેથી તેમને કોઈપણ સંભવિત નાણાકીય નુકસાનથી બચાવવા માટે, બોર્ડે FPO સાથે આગળ ન વધવાનો નિર્ણય લીધો છે,” અદાણીએ નિવેદનમાં જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં તમામ 10 લિસ્ટેડ અદાણી કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. 7.5 લાખ કરોડ અથવા એક તૃતીયાંશનો ઘટાડો થયો છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેર્સ તેની 52-સપ્તાહની ઊંચી સપાટીથી લગભગ 50% નીચે છે. 

Silver Price Hike: ચાંદીના ભાવમાં ₹13,000 નો તોતિંગ વધારો; જાણો સોના-ચાંદીના લેટેસ્ટ ભાવ
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Trump’s Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાશે પીએમ મોદી? આમંત્રણની સાથે ફીનો આંકડો જાણીને ચોંકી જશો; જાણો શું છે આ આખી યોજના.
Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version