News Continuous Bureau | Mumbai
Devendra Fadnavis મુંબઈ મહાનગરપાલિકાની (BMC) ચૂંટણી માટે આજે સોમવારથી રાજકીય જંગ જામવાનો છે, કારણ કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે આજે સંયુક્ત સભા દ્વારા પ્રચારના શ્રીગણેશ કરી રહ્યા છે. ઠાકરે ભાઈઓના આ મિલનથી શિવસેના અને મનસેના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે, પરંતુ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ ગઠબંધનને પાયાવિહોણું ગણાવ્યું છે. એક ખાનગી ઈન્ટરવ્યુમાં ફડણવીસે દાવો કર્યો છે કે બંને ભાઈઓ હવે સાથે આવ્યા છે પણ તેનાથી ભાજપની જીત પર કોઈ અસર થશે નહીં.
“જ્યારે વોટ બેંક જ ખતમ થઈ ગઈ ત્યારે સાથે આવ્યા” – ફડણવીસ
દેવેન્દ્ર ફડણવીસે ભાજપની થિયરી રજૂ કરતા જણાવ્યું કે, રાજ અને ઉદ્ધવ ઠાકરે સાથે આવવામાં ખૂબ મોડું કરી દીધું છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, “જ્યારે તેમની પાસે મતોની ટકાવારી હતી ત્યારે તેઓ અલગ હતા, અને હવે જ્યારે મતો ખતમ થઈ ગયા છે ત્યારે તેઓ એક થયા છે.” ફડણવીસના મતે 2009માં જો આ બંને નેતાઓ સાથે આવ્યા હોત તો પરિણામ કંઈક અલગ હોત, પરંતુ હવે મરાઠી માણસ કે અમરાઠી નાગરિકો તેમને મત આપવાના નથી.
મરાઠી માણસના ઘર માટે ઠાકરેએ શું કર્યું? ફડણવીસનો સવાલ
મુખ્યમંત્રીએ શિવસેના પર આકરા પ્રહાર કરતા પૂછ્યું કે, વર્ષો સુધી સત્તામાં રહ્યા છતાં ઠાકરે પરિવારે મરાઠી માણસ માટે શું કર્યું? તેમણે આરોપ લગાવ્યો કે ઠાકરે માત્ર મોરચા કાઢતા રહ્યા પણ મરાઠી માણસને ઘર ન અપાવ્યા. ફડણવીસે બીડીડી ( ચાલીના પુનઃવિકાસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “મેં આ પ્રોજેક્ટ પ્રાઈવેટ બિલ્ડરના હાથમાં ન જવા દીધો અને મ્હાડા (MHADA) દ્વારા 80 હજાર મરાઠી પરિવારોને મુંબઈમાંથી દેશવટો લેતા બચાવ્યા છે.”
આ સમાચાર પણ વાંચો : Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
મુંબઈમાં ભાજપની જીતનો મક્કમ વિશ્વાસ
ફડણવીસે સ્પષ્ટ કર્યું કે ભાજપના વિકાસના કામો અને હિન્દુત્વના એજન્ડા સામે ઠાકરે ભાઈઓની યુતિ ટકી શકશે નહીં. તેમણે દાવો કર્યો કે મુંબઈના નાગરિકો હવે ભાવનાત્મક મુદ્દાઓ કરતા વિકાસને વધુ મહત્વ આપી રહ્યા છે. ભાજપ અને શિંદે જૂથ મુંબઈમાં બહુમતી સાથે ચૂંટાઈ આવશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ નિવેદન બાદ હવે ઠાકરે ભાઈઓ પોતાની સભામાં શું વળતો પ્રહાર કરે છે તેના પર સૌની નજર છે.