Site icon

FIFA world cup 2022 Golden Boot : Kylian Mbappe ટોચના ગોલ-સ્કોરર તરીકે લિયોનેલ મેસ્સીને પાછળ છોડી ગોલ્ડન બુટ લઇ ગયો.

ફાઇનલમાં હેટ્રિક ફટકારીને ફ્રાન્સના કિલિયન એમબાપ્પે કતાર 2022માં ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો હતો. લિયોનેલ મેસ્સી સાત ગોલ સાથે બીજા ક્રમે છે.

FIFA World Cup 2022: Argentina beat france in World Cup final

FIFA World cup 2022 golden boot : not messi but Kylian Mbappe got golden boot

News Continuous Bureau | Mumbai

ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચે રમાયેલી ફૂટબોલ વર્લ્ડ કપની ફાઇનલ મેચ એક જોરદાર ડ્રામા જેવી હતી. આ મેચમાં શરૂઆતના સમયે આર્જેન્ટિના એ પોતાનું વર્ચસ્વ દેખાડ્યું હતું પરંતુ એમબાપ્પે નામના ખેલાડીએ  આર્જેન્ટિનાની બધી મજા પર પાણી ફેરવી નાખ્યું હતું.  તેણે એક બે નહીં પરંતુ ત્રણ ગોલ ફટકારીને હેટ્રિક બનાવી હતી. આ સાથે જ તેણે પોતાની ટીમને છેલ્લે સુધી સંગીન સ્થિતિમાં લાવીને મૂકી દીધી હતી. બીજી તરફ જોરદાર ટીમ વર્ક ને કારણે તેમજ મેસ્સી જેવા સ્ટ્રાઈકર હોવાને કારણે અર્જેન્ટીના ની ટીમ સતત સારું પ્રદર્શન આપી રહી હતી.

Join Our WhatsApp Community

 મેચ નો ટાઇમ પતી ગયા પછી ફ્રાન્સ અને અર્જેન્ટીના ત્રણ ગોલ પર સમાન  સ્કોર સાથે મજબૂતીથી ઉભા હતા. છેલ્લે સ્ટ્રાઈક થી ફેંસલો થવાનો હતો કે કોણ જીતશે. આ ખેલમાં પણ એમબાપ્પેએ  પોતાની ટીમને પહેલા સરસાઈ અપાવી હતી.  પરંતુ આર્જેન્ટિનાની ટીમ ચાર ગોલ મારવામાં સફળ રહી જ્યારે કે ફ્રાન્સ માત્ર બે ગોલ મારી શક્યું અને તેની સાથે જ અર્જેન્ટીના વર્લ્ડ કપ વિનર બની ગઈ.

 જોકે આ મેસી ની છેલ્લી મેચ હતી.  તેનું પોતાના દેશને વર્લ્ડ કપ આવા નું સપનું સાકાર થયું. પરંતુ ગોલ્ડન બુટ નો હકદાર એમબાપ્પે બન્યો.  આખી ટુર્નામેન્ટ દરમિયાન તેણે આઠ ગોલમાલ રહ્યા. આ ઉપરાંત તેણે પોતાના નામે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં હેટ્રિક બનાવવાનો રેકોર્ડ પણ દર્જ કરાવ્યો.

 આમ વર્લ્ડ કપ ભલે ભલે અર્જેન્ટીના લઈ ગયું પરંતુ રેકોર્ડ ફ્રાન્સના  ખેલાડીના નામે રહ્યા. 

ટૂર્નામેન્ટ દરમિયાન કુલ 172 ગોલ થયા હતા, જે રમત દીઠ સરેરાશ 2.68 હતા.

Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરની હેલ્થ પર મોટું અપડેટ, સિડનીમાં ડોક્ટર તેમની સાથે હાજર
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Exit mobile version