Gold Silver Price:સોનું-ચાંદી ખરીદનારા સાવધાન! ભાવમાં આકરો વધારો, ચાંદીની સપાટી ઉંચકાઈ અને સોનામાં પણ થયો ધરખમ વધારો.

Gold Silver Price:વૈશ્વિક તણાવમાં ઘટાડો અને ડોલરમાં નરમાઈથી રોકાણકારો ફરી સક્રિય; દિલ્હીમાં સોનું ₹1.47 લાખ અને ચાંદી ₹2.50 લાખને પાર.

by Janvi Soni
Gold and Silver Prices Surge as Tensions Ease: Silver Jumps by ₹5,000; Gold Reclaims Momentum Amid Ceasefire Speculations.

News Continuous Bureau | Mumbai
Gold Silver Price:પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં શાંતિની આશા અને ડોલર ઇન્ડેક્સમાં જોવા મળેલી નરમાઈને કારણે શુક્રવારે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં જોરદાર રિકવરી જોવા મળી છે. ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ ની અટકળો અને રામનવમી જેવા તહેવારોની સ્થાનિક માંગને કારણે કિંમતો ફરી એકવાર ઉંચાઈ તરફ આગળ વધી રહી છે. શુક્રવારે સવારે બુલિયન માર્કેટ ખુલતાની સાથે જ સોના-ચાંદી લીલા નિશાન સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. સવારે અંદાજે 9.50 વાગ્યે 24 કેરેટ સોનું ₹1,250 વધીને ₹1,41,810 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળ્યો છે, જે ₹4,840 વધીને ₹2,24,600 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી હતી.

સોના-ચાંદીના ભાવમાં તેજીના મુખ્ય કારણો

સામાન્ય રીતે યુદ્ધના સમયે સોનાના ભાવ વધતા હોય છે, પરંતુ ઈરાન યુદ્ધ દરમિયાન સોનું અચાનક ક્રેશ થયું હતું. હવે ફરીથી તેજી આવવા પાછળના કારણો નીચે મુજબ છે:
યુદ્ધવિરામની અટકળો: પશ્ચિમ એશિયામાં તણાવ ઘટવાની અને સીઝફાયરની ચર્ચાઓથી બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટ બન્યું છે.
ડોલરમાં નરમાઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર નબળો પડતા સોનામાં રોકાણ વધ્યું છે.
સેફ-હેવન ડિમાન્ડ: અસ્થિરતાના સમયે સુરક્ષિત રોકાણ તરીકે રોકાણકારો સોના તરફ વળ્યા છે.
તહેવારોની માંગ: ભારતમાં રામનવમી અને આગામી લગ્નની સિઝનને કારણે જ્વેલરીની માંગમાં વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો: India Russia Defence Deal:શું છે Pantsir-S1M? રશિયાએ S-400 સાથે ભારતને આપી આ શક્તિશાળી સિસ્ટમની ઓફર, દુશ્મનોમાં ફફડાટ

રોકાણકારો માટે શું છે સંકેત?

બજારના નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી ભૌગોલિક-રાજકીય સ્થિતિ સંપૂર્ણપણે થાળે ન પડે ત્યાં સુધી સોના-ચાંદીના ભાવમાં આવી વધ-ઘટ ચાલુ રહેશે. જો ઈરાન અને અમેરિકા વચ્ચે 10 દિવસનો હુમલા રોકવાનો નિર્ણય કાયમી શાંતિમાં પરિણમે, તો કિંમતોમાં સ્થિરતા આવી શકે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More