Site icon

Gold Price Drop India:લગ્નની સીઝન પહેલા જનતાને લોટરી! સોનાના ભાવમાં થશે મોટો ઘટાડો, ભારત સરકારનો ઐતિહાસિક નિર્ણય

Gold Price Drop India: CEPA અંતર્ગત સોનાની આયાત માટેની મુદત 30 જૂન સુધી વધારાઈ; આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતાર-ચઢાવ વચ્ચે સોનું ખરીદવાની ઉત્તમ તક.

Gold Prices Set to Fall: Indian Government extends import quota deadline amid Iran-US war; Relief for jewellery industry.

Gold Prices Set to Fall: Indian Government extends import quota deadline amid Iran-US war; Relief for jewellery industry.

News Continuous Bureau | Mumbai
Gold Price Drop India: છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર સોનાના ભાવ પર પણ પડી છે. આ દરમિયાન ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા એક મોટા નિર્ણયથી હવે સોનું વધુ સસ્તું થવાના સંકેતો મળી રહ્યા છે. સરકારે જ્વેલરી ઉદ્યોગને મોટી રાહત આપતા સોનાની આયાત માટેની વિશેષ છૂટની મુદત લંબાવી દીધી છે, જેની સીધી અસર સ્થાનિક બજારમાં સોનાના ભાવ પર પડશે.

CEPA અને TRO પરવાનાની મુદત 30 જૂન સુધી વધી

ભારત સરકારે સંયુક્ત આરબ અમીરાત (UAE) સાથેના મુક્ત વ્યાપાર કરાર (CEPA) અંતર્ગત સોનાની આયાત માટે જારી કરવામાં આવતા ટેરિફ રેટ ક્વોટા (TRQ) પરવાનાની અંતિમ તારીખ લંબાવી છે. જે પરવાનાની મુદત 31 માર્ચ 2026ના રોજ પૂરી થતી હતી, તેને હવે વધારીને 30 જૂન 2026 સુધી કરવામાં આવી છે. ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ચેઈનમાં અવરોધ આવતા આયાતકારોને મુશ્કેલી પડી રહી હતી, જે ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

1 ટકા ટેક્સ સવલત અને આયાતમાં વધારો

ભારત સરકાર TRQ દ્વારા એક નિશ્ચિત ક્વોટા સુધી સોનાની આયાત પર 1 ટકા ની વિશેષ સવલત આપે છે. આ મુદત વધવાથી ભારતમાં મોટા પાયે સોનાની આયાત થવામાં મદદ મળશે અને બજારમાં સોનાની ઉપલબ્ધતા વધશે. વર્ષ 2025 સુધીમાં UAE માંથી સોનાની આયાત 16.8 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ હતો, જે આ વર્ષે વધુ વધવાની શક્યતા છે. આ પગલાથી લગ્નની સીઝન દરમિયાન સોનાના દાગીના બનાવડાવનારા પરિવારોને આર્થિક રાહત મળશે.

આ સમાચાર પણ વાંચો :  UAE Iran War Entry: ઈરાન માટે ખતરાની ઘંટડી! પડોશી દેશ UAE એ અમેરિકા સાથે મિલાવ્યો હાથ, ટાપુઓ પર કબજાની તૈયારી.

સોનું તેના રેકોર્ડ હાઈ કરતા ₹55,000 સસ્તું

વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા હોવા છતાં, ભારતીય માર્કેટમાં સોનું તેના ઓલ-ટાઈમ હાઈ (રેકોર્ડ સ્તર) કરતા હજુ પણ આશરે ₹55,000 જેટલું સસ્તું મળી રહ્યું છે. આવી જ સ્થિતિ ચાંદીમાં પણ જોવા મળી રહી છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ અટકે, તો સોનાના ભાવમાં વધુ સ્થિરતા આવી શકે છે. અત્યારે સરકારના આ નિર્ણયને કારણે બજારમાં સોનાના ભાવમાં ઘટાડો થવાના સ્પષ્ટ સંકેતો છે, જે ગ્રાહકો માટે ખરીદી કરવાની સુવર્ણ તક સાબિત થઈ શકે છે.

Air India Tel Aviv Flights Suspended: યુદ્ધ વચ્ચે એર ઈન્ડિયાનો મોટો નિર્ણય: ૩૧ મે સુધી તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ રદ, ૪૦,૦૦૦ લોકોને લાગ્યો ઝટકો
US-Iran Conflict: ઈરાન-અમેરિકા મંત્રણા: મિડલ ઈસ્ટમાં ૪૫ દિવસના યુદ્ધવિરામનો પ્લાન તૈયાર? જાણો શું છે નવા રિપોર્ટમાં.
Tehran Under Attack: તેહરાનમાં ભયાનક તબાહી: રહેણાંક વિસ્તારો અને યુનિવર્સિટી પર હુમલામાં ૧૩ના મોત, ગેસ સપ્લાય ઠપ થતા જનજીવન અસ્તવ્યસ્ત!
US-Iran Conflict: ઈરાનનો ટ્રમ્પને જડબાતોડ જવાબ: ‘આ શરત માનો તો જ ખુલશે હોર્મુઝનો રસ્તો’, ભારત માટે ચિંતાના વાદળો
Exit mobile version