Gold-Silver Price Drop:ખરીદદારો માટે લોટરી કે રોકાણકારો માટે ફટકો? ચાંદી ₹4,700 તૂટી, સોનાના ભાવમાં પણ મોટું ગાબડું

Gold-Silver Price Drop:અમેરિકા-ઈરાન સીઝફાયર પર જોખમ તોળાતા બજારના તેવર બદલાયા; ઇઝરાયેલના લેબનોન પરના હુમલા બાદ સોના-ચાંદીમાં ફરી ગાબડું.

by Janvi Soni
Gold-Silver Price Drop: Gold takes a U-turn, Silver crashes by Rupees 4,700 as Iran-US ceasefire faces uncertainty.

News Continuous Bureau | Mumbai

 Gold-Silver Price Drop: વૈશ્વિક બજારમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે સોના અને ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. બુધવારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની આશાએ તેજી બતાવ્યા બાદ, ગુરુવાર 9 એપ્રિલના રોજ બજાર ખુલતાની સાથે જ કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં પ્રતિ કિલો ₹4,700 થી વધુનો કડાકો જોવા મળ્યો છે, જેનાથી રોકાણકારો ચક્રાવા ચઢ્યા છે.ઈરાને અમેરિકા પર સીઝફાયરની શરતોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યા બાદ બજારમાં અનિશ્ચિતતાનો માહોલ છે. MCX પર સવારના સત્રમાં સોના અને ચાંદી બંને લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મધ્ય-પૂર્વમાં વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધૂની ફરી બંધ થવાના અહેવાલોની સીધી અસર કિંમતી ધાતુઓના ભાવ પર પડી છે.

ચાંદીમાં ₹4,700 થી વધુનો તોતિંગ ઘટાડો

ગુરુવારે સવારે MCX પર ચાંદીના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ચાંદી વાયદો પ્રતિ કિલો ₹4,785 ગગડીને ₹2,35,133 ના સ્તર પર પહોંચી ગયો હતો, જે અગાઉ ₹2,39,918 પર બંધ થયો હતો. ચાંદીમાં આવેલો આ મોટો ઘટાડો ઔદ્યોગિક માંગમાં અનિશ્ચિતતા અને વૈશ્વિક બજારમાં ડોલરની વધઘટને આભારી છે.

આ સમાચાર પણ વાંચો : LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.

 સોનાના ભાવમાં પણ ₹700 નો ઘટાડો

સોનાએ પણ પોતાની તેજી ગુમાવી છે અને કિંમતોમાં યુ-ટર્ન જોવા મળ્યો છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹700 થી વધુ સસ્તું થયું છે. ibja ના આંકડા મુજબ, સોનાનો ભાવ હાલ ₹1.56 લાખ પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. ઇઝરાયેલ દ્વારા લેબનોન પર કરવામાં આવેલા ભીષણ હુમલા બાદ રોકાણકારો સાવચેતીનું વલણ અપનાવી રહ્યા છે, જેના કારણે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે.

 યુદ્ધવિરામ પર જોખમ અને હોર્મુઝ સંકટ

અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાના સીઝફાયર પર સહમતી થઈ હતી, પરંતુ ઇઝરાયેલ-લેબનોન સંઘર્ષે આ શાંતિ સમજૂતીને જોખમમાં મૂકી દીધી છે. ઇઝરાયેલે બેરૂતમાં રહેણાંક વિસ્તારો પર હુમલા કરતા ૧૮૨ થી વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ઈરાને હોર્મુઝનો માર્ગ ફરી બંધ કરવાની ધમકી આપી છે, જેના કારણે વૈશ્વિક બજારોમાં ફરી અફરાતફરી મચી છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More