News Continuous Bureau | Mumbai
KDMC Election 2026 કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિએ જીતનો શ્રીગણેશ કર્યો છે. ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે નવ બેઠકો પર વિરોધ પક્ષના ઉમેદવારોએ નામ પાછા ખેંચી લેતા મહાયુતિના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં ભાજપના 5 અને એકનાથ શિંદે જૂથની શિવસેનાના 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ જીત બાદ ધારાસભ્ય રાજેશ મોરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતા વિરોધ પક્ષોથી કંટાળી ગઈ છે અને મહાયુતિનો જ મેયર બનશે.
ભાજપના બિનહરીફ વિજેતા ઉમેદવારો (5 બેઠકો)
ભાજપે 5 બેઠકો પર બિનહરીફ જીત મેળવીને ખાતું ખોલાવ્યું છે:
વોર્ડ નં. 24: જ્યોતિ પવન પાટીલ
વોર્ડ નં. 27: મંદા સુભાષ પાટીલ
વોર્ડ નં. 18: રેખા રામ યાદવ-ચૌધરી
વોર્ડ નં. 26: આસાવરી કેદાર નવરે
વોર્ડ નં. 26 (બ): રંજના મિતેશ પેણકર
શિવસેના (શિંદે જૂથ) ના બિનહરીફ વિજેતા ઉમેદવારો (4 બેઠકો)
મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ 4 બેઠકો પર બાજી મારી છે:
વોર્ડ નં. 28: હર્ષલ રાજેશ મોરે (ધારાસભ્ય રાજેશ મોરેના પુત્ર)
વોર્ડ નં. 24: રમેશ મ્હાત્રે
વોર્ડ નં. 24: વિશ્વનાથ રાણે
વોર્ડ નં. 24: વૃષાલી જોશી
આ સમાચાર પણ વાંચો : Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
વિજય બાદની પ્રતિક્રિયા
બિનહરીફ વિજેતા જાહેર થયા બાદ હર્ષલ મોરેએ જણાવ્યું કે, “મુખ્યમંત્રીના વિકાસ કાર્યોને જોઈને વિરોધ પક્ષોએ મેદાન છોડી દીધું છે.” તો વૃષાલી જોશીએ પ્રતિક્રિયા આપી કે, “અમે નગરસેવક ન હોવા છતાં કોરોના કાળમાં જે કામો કર્યા છે, તેના પર જનતાએ મહોર લગાવી છે. હવે વિરોધ પક્ષો પાસે બોલવા માટે કોઈ શબ્દ રહ્યો નથી.”