Site icon

KDMC Election 2026: KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો વિજયધ્વજ: ભાજપ-શિવસેનાના 9 ઉમેદવારો બિનહરીફ વિજેતા; વિરોધ પક્ષો મેદાન છોડી ભાગ્યા.

ધારાસભ્ય રાજેશ મોરેના પુત્ર હર્ષલ મોરે સહિત 9 ઉમેદવારોની જીત; 122માંથી 120 બેઠકો જીતવાનો મહાયુતિનો દાવો.

KDMC Election 2026 KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો

KDMC Election 2026 KDMC ચૂંટણીમાં મતદાન પહેલા જ મહાયુતિનો

News Continuous Bureau | Mumbai

KDMC Election 2026  કલ્યાણ-ડોમ્બિવલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં મહાયુતિએ જીતનો શ્રીગણેશ કર્યો છે. ફોર્મ પાછા ખેંચવાના છેલ્લા દિવસે નવ બેઠકો પર વિરોધ પક્ષના ઉમેદવારોએ નામ પાછા ખેંચી લેતા મહાયુતિના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. જેમાં ભાજપના 5 અને એકનાથ શિંદે જૂથની શિવસેનાના 4 ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ જીત બાદ ધારાસભ્ય રાજેશ મોરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતા વિરોધ પક્ષોથી કંટાળી ગઈ છે અને મહાયુતિનો જ મેયર બનશે.

Join Our WhatsApp Community

ભાજપના બિનહરીફ વિજેતા ઉમેદવારો (5 બેઠકો)

ભાજપે 5 બેઠકો પર બિનહરીફ જીત મેળવીને ખાતું ખોલાવ્યું છે:
વોર્ડ નં. 24: જ્યોતિ પવન પાટીલ
વોર્ડ નં. 27: મંદા સુભાષ પાટીલ
વોર્ડ નં. 18: રેખા રામ યાદવ-ચૌધરી
વોર્ડ નં. 26: આસાવરી કેદાર નવરે
વોર્ડ નં. 26 (બ): રંજના મિતેશ પેણકર

શિવસેના (શિંદે જૂથ) ના બિનહરીફ વિજેતા ઉમેદવારો (4 બેઠકો)

મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાએ 4 બેઠકો પર બાજી મારી છે:
વોર્ડ નં. 28: હર્ષલ રાજેશ મોરે (ધારાસભ્ય રાજેશ મોરેના પુત્ર)
વોર્ડ નં. 24: રમેશ મ્હાત્રે
વોર્ડ નં. 24: વિશ્વનાથ રાણે
વોર્ડ નં. 24: વૃષાલી જોશી

આ સમાચાર પણ વાંચો : Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.

વિજય બાદની પ્રતિક્રિયા

બિનહરીફ વિજેતા જાહેર થયા બાદ હર્ષલ મોરેએ જણાવ્યું કે, “મુખ્યમંત્રીના વિકાસ કાર્યોને જોઈને વિરોધ પક્ષોએ મેદાન છોડી દીધું છે.” તો વૃષાલી જોશીએ પ્રતિક્રિયા આપી કે, “અમે નગરસેવક ન હોવા છતાં કોરોના કાળમાં જે કામો કર્યા છે, તેના પર જનતાએ મહોર લગાવી છે. હવે વિરોધ પક્ષો પાસે બોલવા માટે કોઈ શબ્દ રહ્યો નથી.”

 

Attacks on Journalists in 2025: પત્રકારો પર વૈશ્વિક સંકટ, ૨૦૨૫માં ૧૨૮ પત્રકારોની હત્યા, IFJ એ જાહેર કર્યા હૃદયદ્રાવક આંકડા.
Mumbai Local: મુંબઈ લોકલના પ્રવાસીઓ માટે મોટા સમાચાર: UTS એપ પર પાસની સુવિધા બંધ; હવે આ નવી એપથી જ નીકળશે લોકલનો પાસ.
Sarfaraz Khan: સરફરાઝ ખાનનું તોફાન પણ તકનો દુકાળ! દિલીપ વેંગસરકરે સિલેક્ટર્સને લીધા આડેહાથ, કહ્યું- “આ શરમજનક છે.”
Neil Somaiya: મુલુંડમાં મોટો ખેલ: કિરીટ સોમૈયાના પુત્ર સામે વિપક્ષી એકતા કે કોઈ ગુપ્ત સમજૂતી? વોર્ડ નં. 107 નું રોચક સમીકરણ
Exit mobile version