News Continuous Bureau | Mumbai
BMC Election Result 2026 Live મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકાઓની સત્તાનો ફેંસલો આજે થઈ રહ્યો છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલી મતગણતરીમાં ભાજપની આગેવાની હેઠળની ‘મહાયુતિ’ એ મજબૂત પકડ જમાવી છે. આ ચૂંટણીને 2029ની વિધાનસભા ચૂંટણીનો ‘સેમીફાઈનલ’ માનવામાં આવી રહી છે. મુંબઈ (BMC) માં 23 કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે મતોની ગણતરી થઈ રહી છે, જ્યાં પ્રથમ તબક્કામાં 46 વોર્ડના વલણો સામે આવી રહ્યા છે.તાજેતરના આંકડા મુજબ, રાજ્યભરની 87 બેઠકોના વલણો સામે આવ્યા છે. જેમાં બિનવિરોધ ચૂંટાયેલા ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. ભાજપ અત્યારે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે, જ્યારે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ આઘાડી (MVA) શરૂઆતના વલણોમાં પાછળ જણાતી રહી છે.
શરૂઆતી વલણોમાં પક્ષોની સ્થિતિ (Status as of 10:15 AM)
અત્યાર સુધી પ્રાપ્ત થયેલા વલણો અને પરિણામો મુજબ પક્ષોની સ્થિતિ નીચે મુજબ છે:
ભાજપ (BJP): 55 બેઠકો પર આગળ
શિવસેના (શિંદે જૂથ): 22 બેઠકો પર આગળ
શિવસેના UBT (ઠાકરે જૂથ): 05 બેઠકો પર આગળ
કોંગ્રેસ (Congress): 03 બેઠકો પર આગળ
NCP (અજિત પવાર જૂથ): 03 બેઠકો પર આગળ
MNS (રાજ ઠાકરે): 02 બેઠકો પર આગળ
મુંબઈ (BMC) માં ભાજપ-શિંદે ગઠબંધનનો દબદબો
મુંબઈ મહાનગરપાલિકામાં અત્યાર સુધીના વલણોમાં ભાજપ 16 અને એકનાથ શિંદેની શિવસેના 7 વોર્ડમાં આગળ છે. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળનું ગઠબંધન 14 બેઠકો પર સરસાઈ ધરાવે છે. કોંગ્રેસ અત્યારે માત્ર 4 બેઠકો પર જ આગળ જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ્સે અગાઉ જ ભાજપ-શિંદે ગઠબંધનને 130 થી વધુ બેઠકો મળવાનો અંદાજ લગાવ્યો હતો, જે શરૂઆતી વલણોમાં સાચો સાબિત થતો જણાય છે.
પુણે અને નાગપુરમાં પણ ભાજપ આગળ
માત્ર મુંબઈ જ નહીં, પરંતુ પુણે (PMC) અને નાગપુરમાં પણ ભાજપ અને તેના સાથી પક્ષોએ શરૂઆતી લીડ મેળવી છે. પુણેમાં પવાર પરિવારના બંને જૂથો વચ્ચે ટક્કર હોવા છતાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી રહ્યો છે. છત્રપતિ સંભાજીનગરમાં તણાવ અને લાઠીચાર્જની ઘટનાઓ વચ્ચે ગણતરી ચાલુ છે, જ્યાં સત્તાધારી પક્ષોએ પોતાની પકડ જાળવી રાખી છે. બપોરે 12 વાગ્યા સુધીમાં મોટાભાગની બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થવાની ધારણા છે.
